Home Blog Page 1200

58ની ઉંમરે ચોથા લગ્ન કરવા તૈયાર સાઉથનો એક્ટર, ત્રીજી પત્નીએ લિપ લોક વીડિયો જોઈ કહ્યું, ક્યારેય…. 

South actor ready for fourth marriage

  • કન્નડ ફિલ્મ સ્ટાર નરેશ બાબુ ફરી લગ્ન કરવા તૈયાર છે. એક્ટ્રેસ પવિત્રા લોકેશ સાથે લિપ-લોક કરતો વીડિયો પોસ્ટ કરીને આપી જાણકારી.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી (Film Industry) ફરી એક વખત એવા સમાચાર સામે આવ્યા છે જેને સાંભળીને દરેક લોકો આશ્ચર્યચકિત થયા છે. કન્નડ ફિલ્મ સ્ટાર નરેશ બાબુ (Kannada film star Naresh Babu) ફરી લગ્ન કરવા તૈયાર છે. જણાવી દઈએ કે અભિનેતાએ નવા વર્ષ નિમિત્તે એક વીડિયો શેર કરીને ચાહકોને આ ખુશખબર આપી છે જેમાં તે એમની લેડી લવ એક્ટ્રેસ પવિત્રા લોકેશ (Pavitra Lokesh) સાથે લિપ-લોક કરતો જોવા મળ્યા હતા.

હાલમાં આ વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વાયરલ વિડીયો પર નરેશ બાબુની ત્રીજી પત્ની રામ્યા રઘુપતિએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જણાવી દઈએ કે રામ્યાએ ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું હતું કે તે આ લગ્ન ક્યારેય નહીં થવા દે.

એક્ટ્રેસ પવિત્રા લોકેશ સાથે કર્યું લિપ-લોક :

જણાવી દઈએ કે નરેશ અને પવિત્રાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે તેમના જીવનની ઝલક બતાવવાનો દાવો કર્યો છે અને વીડિયોમાં નરેશ અને પવિત્રા કેક કાપીને એક બીજાને ખવડાવીને નવા વર્ષનું સ્વાગત કરતા જોવા મળે છે.

વીડિયોમાંના અંતમાં એમને જણાવ્યું કે ‘લગ્ન જલ્દી થઈ રહ્યા છે’ આ લખતા નરેશે પવિત્રાને પણ ટેગ પણ કરી છે. આ સાથે જ વીડિયો શેર કરતી વખતે નરેશે લખ્યું, ‘નવું વર્ષ. નવી શરૂઆત. આપ સૌના આશીર્વાદની જરૂર છે. આપ સૌને નવા વર્ષની શુભકામનાઓ.

નરેશ પર ભડકીની ત્રીજી પત્ની :

નરેશ અને પવિત્રાનો આ વીડિયો તરત જ વાયરલ થઈ રહ્યો છે એવામાં નરેશની ત્રીજી પત્ની રામ્યા રઘુપતિએ આ વીડિયો પર ગુસ્સો જતાવ્યો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર રામ્યાએ કહ્યું- તે આટલો નીચે કેવી રીતે પડી શકે. તે ફરી એક વખત લગ્ન કેવી રીતે કરી શકે ? હું તેમને આ લગ્ન કરવા નહીં દઉં. અમે હજી છૂટાછેડા લીધા નથી. તેણે પહેલા જ ત્રણ લગ્ન કર્યા છે અને અમારે એક બાળક પણ છે.

આ પણ વાંચો :-

 

ગાયના ગોબરથી ચાલતું ટ્રેક્ટર આવી ગયું માર્કેટમાં, ખેડૂતોમાં ફેલાઈ ખુશીની લહેર

Tractor powered by cow dung

  • સાયન્ટિસ્ટના જણાવ્યા અનુસાર આ ટેકનોલોજીના વાતાવરણમાં મોટી માત્રામાં મીથેનને હટાવીને જળવાયુ પરિવર્તનની ટક્કર કરવાની ક્ષમતા ધરાવે છે.

તમે ડીઝલ, સીએનજી અને ઈલેક્ટ્રિકથી (Electric) ચાલતા ટ્રેક્ટર તો જોયા હશે પણ બ્રિટનમાં એક કંપનીએ અનોખો આવિષ્કાર કર્યો છે. તેમણે એક એવું ટ્રેક્ટર માર્કેટમાં ઉતાર્યું છે. જે સંપૂર્ણપણે ગાયના ગોબરથી ચાલે છે. (Eco friendly tractor will run on cow dung). બીજું કે દુનિયાના વૈજ્ઞાનિકો તેને મોટી આશા સાથે જોઈ રહ્યા છે. કારણ કે તેઓ માની રહ્યા છે કે ક્લાઈમેન્ટ ચેન્જના સંકટના નિવારણ માટે તે ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે. કારણ કે તેનાથી પ્રદૂષણ નથી ફેલાતું.

ડીઝલની જગ્યાએ બાયોમીથેનનો ઉપયોગ :

તેને ચલાવવા માટે ગાયના ખાતરને એક ચેમ્બરમાં રાખવામાં આવે છે અને બાદમાં તેમાંથી બાયોમીથેન બનાવામાં આવે છે. તેના માટે ટ્રેક્ટરની પાછળ એક મોટી ટાંકી લગાવામાં આવે છે. તેનું ક્રાયોજેનિક ઈંધણ ટેન્ક- 162 ડિગ્રી સેલ્સિયસ પર મીથેનને તરલ સ્વરુપમાં રાખવામાં આવે છે. જેનાથી વાહનને ડીઝલ જેટલી શક્તિ મળે છે પણ મહત્વની વાત એ છે કે તેનાથી ઉત્સર્જન બચત થાય છે. હાલમાં દિવસોમાં પણ જ્યારે પાયલટ રન દરમિયાન તેની ક્ષમતા જોવામાં આવી તો ખબર પડી કે કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જન માટે ફક્ત એક વર્ષમાં 2500 ટનથી ઘટાડીને 500 ટન કરી દે છે. વૈજ્ઞાનિકો તેને ચમત્કાર માની રહ્યા છે.

જળવાયુ પરિવર્તની ટક્કર :

સાયન્ટિસ્ટના જણાવ્યા અનુસાર આ ટેકનોલોજીના વાતાવરણમાં મોટી માત્રામાં મીથેનને હટાવીને જળવાયુ પરિવર્તનની ટક્કર કરવાની ક્ષમતા ધરાવે છે. મીથેનમાં વાયુમંડળને ગરમ કરવાની ક્ષમતા કાર્બન ડાયોક્સાઈડની સરખામણીમાં 80 ગણી વધારે હોય છે એટલા માટે તેને હટાવીને તેનો સારો એવો ઉપયોગ કરીને આપણે ગ્લોબલ વોર્મિંગ સામે ઝડપથી લડી શકીએ છીએ. કંપની ટેકનોલોજીનો વ્યાપક ધોરણે ઉપયોગની તપાસ કરી રહી છે અને આશા છે કે એક દિવસ ગામડાના લોકો ઈલેક્ટ્રિક વાહનો ખરીદવાની જગ્યાએ આ ટ્રેક્ટરનો ઉપયોગ કરશે.

ક્યાંથી મળશે આટલો ગોબર :

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર 100 ગાયોના ટોળામાંથી દર વર્ષે લગભગ ત્રણ ટન કાર્બન ડાયોક્સાઈડની બરાબર મિથેન ગેસનું ઉત્પાદન થાય છે. મીથેન સૌથી શક્તિશાળી ગ્નીનહાઉસ ગેસમાંથી એક છે. જે કાર્બન ડાયોક્સાઈડની સરખી માત્રામાં 30 ગણી વધારે ગરમી પેદા કરે છે. એટલું જ નહીં 150 ગાયોના ફાર્મ દર વર્ષે 140 ઘરનો કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જનને સંતુલિત કરશે.

ઝીરો બજેટ ખેતી તરફથી નવી આશા :

એલપીજીના અધ્યક્ષ, માર્ક ડડ્રિઝને કહ્યું કે બાયોમીથેનમાં મોટી ક્ષમતા છે. જો આપણે ઉત્સર્જનને ઓછી કરીને વધતા ખર્ચા અને અસ્થિર ઊર્જાની કિંમતોની સરખામણીમાં આપણા કૃષિ ઉદ્યોગને ઊર્જા-સ્વતંત્ર બનાવી શકે છે. તો આપણે ગામડાના સમુદાયને એક મોટુ આર્થિક પ્રોત્સાહન આપી શકીએ છીએ. વધારે ખાદ્ય સુરક્ષા આપી શકીએ છીએ. આ ઝીરો બજેટ ખેતી તરફ આગળ વધવા સમાન છે.

આ પણ વાંચો :-

અલ્મોડાની આ મરઘીએ એક દિવસમાં આપ્યાં એટલા ઈંડા કે પશુપાલન ટીમ મરઘીને જોવા પહોંચી

0

This hen of Almora gave so many eggs

  • ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાના તહસીલ ભીકિયાસૈન અંતર્ગત બાસોડમાં એક એવી અદભુત ઘટના બની છે. જેને સાંભળ્યું અને જોયું તે હેરાન રહી ગયો છે.

અહીં એક મગફળી (Peanuts) અને લસણ (Garlic) ખાવાની શોખીન મરઘી સતત ઈંડા આપી રહી છે. આ મરઘીએ એક જ દિવસમાં 31 ઈંડાં મૂકીને બધાને ચોંકાવી દીધા છે. ખાસ વાત એ છે કે આ મરઘીને કોઈપણ પ્રકારની બીમારી નથી અને તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.

ઉત્તરાખંડના (Uttarakhand) અલ્મોડા જિલ્લાના ભિકિયાસૈંણના મરઘીએ એક જ દિવસમાં 31 ઈંડા (egg) આપીને સૌને ચોંકાવી દીધા છે. બાસોટ નિવાસી ગિરીશ ચંદ્ર બુધાની ટૂર એન્ડ ટ્રાવેલ્સનું કામ કરે છે. તેમનો દાવો છે કે તેમની મરઘીએ એક દિવસમાં 31 ઈંડા આપ્યા છે. જે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે. ગિરીશનું કહેવુ છે કે મરઘી અત્યાર સુધીમાં 10 દિવસમાં 52 ઈંડા આપી ચુકી છે.

વીડિયો વાયરલ થયા બાદ પશુપાલન વિભાગની ટીમ મરઘીને જોવા પહોંચી છે. બાસોટ નિવાસી ગિરીશ ચંદ્ર બુધાની કહે છે કે, બાળકોના કહેવા પર તેમણે બે મરઘી પાળી હતી. આમ તો મરઘી એક અથવા બે જ ઈંડા આપતી હતી. પણ રવિવારને તેણે એક પછી એક 31 ઈંડા આપ્યા હતા. ગિરીશ ચંદ્ર બુધાનીએ જણાવ્યું હતું કે, 12 કલાકમાં મરઘીમાં 31 ઈંડા આપ્યા અને તે સ્વસ્થ છે. તેમણે જણાવ્યું કે છેલ્લા 10 દિવસમાં મરઘીએ 52 ઈંડા આપ્યા છે.

ગિરીશે જણાવ્યું છે કે મરઘી સામાન્ય રીતે જ ખાવાનું ખાઈ રહી છે. તેમણે જણાવ્યું છે કે લસણ અને મગફળી મરઘીને ખૂબ પસંદ છે. આ તમામની વચ્ચે વાયરલ વીડિયો જોઈને પશુપાલન વિભાગ પણ હૈરાન થઈ ગયા અને ગિરીશના ઘરે જઈ પહોંચ્યા. પશુપાલન વિભાગના અધિકારી પણ ગિરીશને મળ્યા અને તેને હકીકત જાણ્યું. સાથે જ પશુપાલન વિભાગના અધિકારીએ ગિરીશને કહ્યું કે, તે મરઘી માટે થોડોક કેલ્શિયમનો ખોરાક આપ્યો. જેથી તે ઈંડા આપતી રહે.

આ પણ વાંચો :-

ઓસ્ટ્રેલિયન ફ્લાઈટમાં પેસેન્જર અને પાયલોટ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો, થઈ એવી કાર્યવાહી કે આવી ગઈ અક્કલ ઠેકાણે

Scenes of scuffle between passenger and pilot in Australian flight

  • ઓસ્ટ્રેલિયાના એક એરક્રાફ્ટમાં પેસેન્જર અને પાયલટ વચ્ચે લડાઈનો મામલો સામે આવ્યો છે. પ્લેનમાં પેસેન્જર અને પાયલોટ વચ્ચે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો.

ઓસ્ટ્રેલિયાના (Australia) એક એરક્રાફ્ટમાં પેસેન્જર અને પાયલટ વચ્ચે લડાઈનો મામલો સામે આવ્યો છે. પ્લેનમાં પેસેન્જર અને પાયલોટ વચ્ચે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. બંને વચ્ચે ઝપાઝપીનો વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે એક મુસાફરના કથિત અયોગ્ય વર્તન બાદ ઓસ્ટ્રેલિયન પાયલોટ ગુસ્સે થઈ ગયો હતો. પ્લેનમાં પેસેન્જર અને પાયલોટ વચ્ચેની ઝપાઝપીનો આ વીડિયો વર્જિન ઓસ્ટ્રેલિયાની ફ્લાઈટનો છે. એરલાઈન અધિકારીઓના જણાવ્યા અનુસાર પેસેન્જર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

પેસેન્જર અને પાયલોટ વચ્ચે ઝપાઝપી :

વીડિયોમાં કોકપીટની બહાર મુસાફર અને પાયલટ વચ્ચે ઝપાઝપી જોવા મળી રહી છે. આ દરમિયાન અન્ય પેસેન્જર અને ફ્લાઈટ એટેન્ડન્ટ બંનેને અલગ કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે મુસાફરની ગેરવર્તનને કારણે પહેલા વિવાદ થયો અને પછી પાયલટ ખૂબ ગુસ્સે થઈ ગયો. બોલાચાલી બાદ બંને વચ્ચે મારામારી થઈ હતી.

કોકપિટની બહાર લડાઈ :

અહેવાલ અનુસાર વીડિયો વર્જિન ઓસ્ટ્રેલિયાની ફ્લાઈટનો છે અને કોકપિટની બહાર પેસેન્જર અને પાઈલટ વચ્ચે તણાવ દેખાઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બંને વચ્ચે ઝપાઝપી થઈ રહી છે. દરમિયાન અન્ય પેસેન્જર અને ફ્લાઈટ એટેન્ડન્ટ બચાવમાં આવે છે. દરમિયાન બંન્ને વચ્ચેનો ઝઘડો જોવા માટે અનેક મુસાફરો પહોંચી ગયા હતા.

આરોપી મુસાફર પર કાર્યવાહી :

યાત્રીએ કથિત રીતે પ્લેનમાં સહકાર આપવાનો ઈનકાર કર્યા બાદ પાયલટે પેસેન્જરને બહાર નીકળવા કહ્યું. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે શરૂઆતમાં પેસેન્જરે પ્લેનમાંથી ઉતરવાની ના પાડી દીધી હતી. પાછળથી પાઈલટે સ્ટાફને પોલીસને બોલાવવાનું કહ્યું પછી તે જવા માટે સંમત થયો.

એરલાઈનના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વ્યક્તિના ખરાબ વર્તનને કારણે તેને દૂર કરવામાં આવ્યો હતો અને તેના પર મુસાફરી પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. એરલાઈન્સ કંપનીએ કહ્યું છે કે મહેમાનો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે અને અમે વર્જિન ઓસ્ટ્રેલિયા ફ્લાઈટસ પર કોઈપણ પ્રકારની ગેરવર્તણૂકને સાંખી લઈશું નહીં.

આ પણ વાંચો :-

જેસલમેરના આ આલિશાન પેલેસમાં લગ્નબંધનમાં બંધાશે સિદ્ધાર્થ-કિયારા ! રોજનું ભાડું જાણીને તમે ચોકી જશો 

Siddharth-Kiara will get married

  • કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આ વર્ષે 6 ફેબ્રુઆરીએ બંને લગ્ન કરવા જઈ રહ્યા છે અને બંનેએ સાત ફેરા લેવા માટે જેસલમેરના સૂર્યગઢ પેલેસને પસંદ કર્યો છે.

બોલીવુડના ચર્ચિત કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા (Siddharth Malhotra) અને કિયારા અડવાણીને (Kiara Advani) લઇને એક નવી માહિતી સામે આવી છે.એ મુજબ હાલ કહેવામાં આવી રહ્યું છે કે બંને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન કરવા જઈ રહ્યા છે અને આ લગ્ન રાજસ્થાનમાં (Rajasthan) થશે. જેમાં એમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો સામેલ થશે. કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે 6 ફેબ્રુઆરીએ બંને લગ્ન કરવા જઈ રહ્યા છે અને બંનેએ સાત ફેરા લેવા માટે જેસલમેરના (Jaisalmer) સૂર્યગઢ પેલેસને પસંદ કર્યો છે.

એમના લગ્ન સ્થળ વિશે વાત કરી તો જેસલમેરનો એ સૂર્યગઢ પેલેસ ઘણો સુંદર છે અને આ લક્ઝુરિયસ પેલેસમાં 83 રૂમ છે. આ પેલેસ 4 એકરમાં ફેલાયેલ છે અને તેનું દૈનિક ભાડું કરોડો રૂપિયા છે. આજે અમે તમને જેસલમેરના સૂર્યગઢ પેલેસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

પંજાબી રીતિ-રિવાજોથી લગ્ન કરશે :

પહેલા તમને જણાવી દઈએ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 4 ફેબ્રુઆરીએ સૂર્યગઢ હોટલ પહોંચશે અને ત્યારબાદ હલ્દીથી લઈને મહેંદી અને સંગીતની વિધિઓ શરૂ થશે. આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બંને પંજાબી રીતિ-રિવાજોથી લગ્ન કરશે અને એ પછી સિદ્ધાર્થ અને કિયારા બે રિસેપ્શન પાર્ટીઓનું આયોજન કરશે. એક દિલ્હીમાં અને બીજી મુંબઈમાં.

કઇંક આવો છે સૂર્યગઢ પેલેસ :

જો તમે સૂર્યગઢ કિલ્લાને વધુ નજીકથી જોવા માંગો છો. તો તમે તેની વેબસાઈટ  https://www.suryagarh.com/ પર જઈ શકો છો. ત્યાં તમે રૂમથી લઈને ગાર્ડન સુધીનો દરેક ખૂણો જોઈ શકો છો. જણાવી દઈએ કે દરેક રૂમને રાજસ્થાની શૈલી સાથે વિન્ટેજ ટચ આપવામાં આવ્યો છે. સાગ અને ચંદનનું બનેલું ફર્નિચર વૈભવી છે સાથે જ સ્વિમિંગ પૂલ, જિમ અને સ્પા પણ મળી રહે છે. આ સાથે તમને જ ખાવા-પીવામાં પણ ઘણી ખાસ વસ્તુઓ મળે છે.

કરોડોમાં છે રોજનું ભાડું :

મળતી માહિતી મુજબ સૂર્યગઢ પેલેસના રૂમનું એક રાતનું ભાડું 12 હજાર રૂપિયાથી શરૂ થાય છે અને અલગ-અલગ રૂમ અને સુવિધા પ્રમાણે આ ભાડું લાખોમાં પહોંચે છે. અને જો તમે અહીં લગ્નનું આયોજન કરવા માંગો છો. તો દરરોજનું ભાડું 1 થી 2 કરોડ રૂપિયાની નજીક પહોચે છે.

આ પણ વાંચો :-

DTC બસમાં છોકરી સામે ગંદી હરકત, પકડાઈ જતાં રડવા લાગ્યા

Dirty act against girl in DTC bus

  • વાયરલ વીડિયો અનુસાર, આરોપીએ મંગળવારે (3 જાન્યુઆરી) ના રોજ DTC બસમાં કથિત રીતે હસ્તમૈથુન કર્યું હતું. જ્યારે છોકરીએ એલાર્મ વગાડ્યું, ત્યારે બસમાં તૈનાત માર્શલ સંદીપ ચકરાએ તેને પકડી લીધો. પકડાયા બાદ આરોપી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં રડતો જોવા મળ્યો હતો.

દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) વધુ એક ઘૃણાસ્પદ કૃત્ય સામે આવ્યું છે. રોહિણી વિસ્તારમાં બસમાં બેઠેલા વ્યક્તિએ યુવતીની સામે જ હસ્તમૈથુન (Masturbation) કરવાનું શરૂ કરી દીધું હતું. આ ગંદા કૃત્યને કારણે બસમાં હાજર લોકોએ તેને જોરદાર માર માર્યો હતો. આના પર તે વ્યક્તિ જોરથી રડવા લાગ્યો. માર્શલે તે માણસને ઠપકો આપ્યો અને તેને પોલીસને હવાલે કર્યો. તે જ સમયે આ કેસમાં પોલીસે કહ્યું કે આરોપીની ધરપકડ કરવામાં આવી નથી કારણ કે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી.

વાયરલ વીડિયો અનુસાર આરોપીએ મંગળવારે (3 જાન્યુઆરી) ના રોજ DTC બસમાં કથિત રીતે હસ્તમૈથુન કર્યું હતું, જ્યારે છોકરીએ એલાર્મ વગાડ્યું ત્યારે બસમાં તૈનાત માર્શલ સંદીપ ચકરાએ તેને પકડી લીધો. પકડાયા બાદ આરોપી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં રડતો જોવા મળ્યો હતો.

આ સમગ્ર મામલે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે બિહારના રહેવાસી આરોપીને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. પરંતુ તેની ધરપકડ કરવામાં આવી ન હતી. કારણ કે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. અધિકારીએ કહ્યું કે બુધવારે (4 જાન્યુઆરી) ઘટનાની માહિતી મળ્યા બાદ ઉત્તર રોહિણી પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર સુમનના નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે પીડિતાનું નિવેદન નોંધવા અથવા આ સંબંધમાં ફરિયાદ આપવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે ઈનકાર કર્યો હતો. આ સાથે પોલીસે જણાવ્યું હતું કે ભવિષ્યમાં કથિત ઘટના અંગે કોઈ ફરિયાદ મળશે તો કાયદાની યોગ્ય કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

બીજી તરફ દિલ્હી પોલીસે બુધવારે એફઆઈઆર નોંધી છે અને ન્યૂયોર્કથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સહ-મુસાફર પર પેશાબ કરનાર પેસેન્જરને પકડવા માટે ઘણી ટીમો બનાવી છે. પોલીસે જણાવ્યું કે એર ઈન્ડિયાને આપવામાં આવેલી પીડિતાની ફરિયાદના આધારે ભારતીય દંડ સંહિતા અને એરક્રાફ્ટ નિયમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર

0

Gujarat government is doing contract based recruitment here

  • રાજ્યના મહેસૂલ વિભાગે એક આદેશમાં જણાવ્યું છે કે રાજ્યના ૩૩ જિલ્લાઓમાં કલેક્ટર કચેરીમાં કાયદા અધિકારીઓની જગ્યા ઉભી કરી કરાર આધારિત નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક અંગેની વય મર્યાદા પણ નિશ્ચિત કરવામાં આવેલી છે અને તેમાં સુધારો પણ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં ભાજપની સરકાર ફરી રચાતાં નિયમોમાં પણ નવા નવા ફેરફારો આવી રહ્યાં છે. જિલ્લાઓમાં કાયદા અધિકારી હવે કલેક્ટરના કાયદા સલાહકાર રહશે. હવે સરકારે કલેક્ટર કચેરી (Collector Office) બાદ ગુજરાત માહિતી આયોગમાં પણ કાયદા અધિકારી ભરવાનો નિર્ણય લીધો છે. જે માટે 7 જગ્યાઓ ભરવામાં આવશે. જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો 15મી ફેબ્રુઆરી અહીં સુધી અરજી કરી શકે છે.

11 માસના કરાર આધારિત આ જગ્યાઓ માટે નિવૃત્ત અધિકારીઓને પણ લાયક ગણવામાં આવ્યા છે. 64 વર્ષની વય મર્યાદા નિવૃત્ત અધિકારીઓ માટે રાખવામાં આવી છે. અન્ય ઉમેદવારો માટે ઓછામાં ઓછી 30 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની વય મર્યાદા નક્કી કરાઈ છે. આમ સરકાર દરેક જગ્યાએ હવે કાયદાકીય રીતે પણ મજબૂત થવા માગે છે એટલે કાયદા સલાહકારોની નિમણુંક કરી રહી છે.

ગુજરાતના પ્રત્યેક જિલ્લામાં સરકારે કાયદા અધિકારીઓની નિમુણુંક કરી હતી પરંતુ હવે તેમના હોદ્દામાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે એ કાયદા સલાહકાર ગણાશે. હવેથી આ અધિકારીઓ જિલ્લા કલેક્ટરના સલાહકાર તરીકે કામ કરશે. કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા કરાર આધારિત અધિકારીઓને ૪૦ હજારની જગ્યાએ ૬૦ હજારનો માસિક પગાર મળશે. સરકારે પગારમાં પણ વધારો કરવાનો નિર્ણય લીધો છે.

રાજ્યના મહેસૂલ વિભાગે એક આદેશમાં જણાવ્યું છે કે રાજ્યના ૩૩ જિલ્લાઓમાં કલેક્ટર કચેરીમાં કાયદા અધિકારીઓની જગ્યા ઉભી કરી કરાર આધારિત નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક અંગેની વય મર્યાદા પણ નિશ્ચિત કરવામાં આવેલી છે અને તેમાં સુધારો પણ કરવામાં આવ્યો છે.

જિલ્લા કલેક્ટર કચેરીમાં જુદા જુદા નાણાંકીય વર્ષોમાં ૧૧ માસના ધોરણે કરાર આધારિત જગ્યાઓ મંજૂર થયા પછી તે જગ્યાને ભરવામાં આવી છે. પ્રત્યેક જિલ્લા કલેક્ટર પાસે એક કાયદા અધિકારી છે જેમને હવે કાયદા સલાહકારની પદવી આપવામાં આવી છે.

આ અધિકારીઓને અત્યાર સુધી માસિક ફિક્સ વેતન તરીકે ૪૦,૦૦૦ રૂપિયા આપવામાં આવતા હતા પરંતુ હવે મહેસૂલ વિભાગે તેમાં ૨૦,૦૦૦ રૂપિયાનો વધારો કર્યો છે. જેથી આ અધિકારીઓને પ્રતિમાસ ફિક્સ ૬૦,૦૦૦ રૂપિયા આપવામાં આવશે. પગાર વધારાનો આ લાભ ડિસેમ્બર ૨૦૨૨ની અસરથી મળવાનો શરૂ થશે.

આ પણ વાંચો :-

આજે કરો યા મરો ! શ્રેણીમાં 1-1ની બરોબરી હોવાથી બન્ને ટીમ જીત માટે મરણીયો પ્રયાસ કરશે, આ ખેલાડીઓ પર રહેશે નજર

0

Do or die today

  • હાલમાં ભારત માટે કપરો સમય છે. આજે ભારત અને શ્રીલંકા વચ્ચે રાજકોટમાં નિર્ણાયક ટી20નો રોમાંચ જામશે. ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 શ્રેણીમાં 1-1ની બરોબરી હોથી ત્રીજી અને અંતિમ ટી 20 જીતવા માટે બન્ને ટીમો મરણીયો પ્રયાસ કરો તે નક્કી છે. રાજકોટમાં સાજે 7 વાગ્યાથી ત્રીજી ટી20 મેચનો પ્રારંભ થશે.

રાજકોટમાં સાજે 7 વાગ્યાથી ત્રીજી ટી20 મેચનો પ્રારંભ થશે. ભારતે પ્રથમ ટી20 છેલ્લા બોલે જીત મેળવ્યા બાદ આત્મવિશ્વાસ વધ્યો હતો. પરંતુ પુણેમાં બીજી મેચમાં 200 નથી વધુના ટાર્ગેટને ચેઝ કરવામાં ભારતે લડત આપી હોવા છતાં પરાજય થયો હતો. પુનામાં ભારતની હારનું કારણ ખરાબ બોલિંગ રહી હતી.

આ પરાજયમાંથી ભારતને ઘણું શીખવા મળ્યું છે. ભારતીય બોલર્સની ખરાબ લાઈન લેન્થ સાથેની બોલિંગનો શ્રીલંકાના બેટસમેનો ભરપૂર ફાયદો લીધો હતો. ઈજામાંથી કમબેક કરનાર અર્શદીપ સિંઘે બે ઓવરમાં પાંચ નો બોલ ફેંક્યા હતા કુલ 37 રન ખર્ચ્યા હતા જે ટી20 ફોર્મેટમાં કોઈપણ બોલર માટે કંગાળ દેખાવ હતો.

ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે જણાવ્યું કે યુવા ખેલાડીઓની કારકિર્દીમાં આવી મેચો આવે અને અમારે તેમની સાથે સંયમથી વર્તવું પડે છે. જો કે એ પણ સમજવું પડશે કે અને આ પ્રકારનું પ્રદર્શન ના થવું જોઈએ. તેઓ શીખી રહ્યા છે. આ કપરું છે. આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં શીખવું સરળ નથી માટે જ અમારે સંયમ જાળવવો પડશે.

બન્ને ટીમો :

ભારત : હાર્દિક (કેપ્ટન), કિશન (વિકી), ગાયકવાડ, ગિલ, સૂર્યકુમાર, હુડ્ડા, ત્રિપાઠી, જીતેશ, સુંદર, ચહલ, અક્ષર, અર્શદીપ, હર્ષલ, ઉમરાન, શિવમ, મુકેશ.

શ્રીલંકા : શનાકા (કેપ્ટન), નિસંકા, આવિષ્કા, સમરવિક્રમ, કુસાલ, ભાનુકા, અસાલન્કા, ધનંજય, હસરંગા, બંદારા, થીકશાના, કરુણારત્ને, મધુશન્કા, કાસુન, વેલાલાગે, તુષારા

આ પણ વાંચો :-

આવી રહી છે જોરદાર ઈલેક્ટ્રિક કાર જે સિંગલ ચાર્જમાં 700km ચાલશે, જાણી લો તેના ફીચર્સ

A powerful electric car is coming which will run 700 km in a single charge

  • સારી બેટરી બેકઅપ માટે કંપનીએ બે બેટરીની સુવિધા આપી છે. એક વેરિઅન્ટની બેટરી 61.4 kWhની ક્ષમતા ધરાવે છે. જ્યારે બીજી બેટરીની ક્ષમતા 82.5 kWh છે. કંપનીનો દાવો છે કે લો વર્ઝનની બેટરી સિંગલ ચાર્જમાં લગભગ 550 કિલોમીટર સુધી ચાલશે. જ્યારે હાઈ વર્ઝનની બેટરી સિંગલ ચાર્જમાં લગભગ 700 કિલોમીટર સુધી ચાલશે.

ચીનની અગ્રણી વાહન ઉત્પાદન કંપની BYD વિશ્વના બજારમાં તે તેના ખાસ ફીચર માટે જાણીતી છે. આ વખતે પણ આ કંપનીએ પોતાની ઈલેક્ટ્રિક કારમાં લોકો પર ખાસ ધ્યાન આપ્યું છે. BYDની નવી ઇલેક્ટ્રિક કારને એકવાર ચાર્જ કર્યા બાદ તે 700 કિલોમીટર સુધી ચાલશે. કંપની આ કારને ગ્રેટર નોઈડામાં (Greater Noida) 13 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી દરમિયાન યોજાનાર ઓટો એક્સપોમાં રજૂ કરશે.

BYD કંપની આ ઈલેક્ટ્રિક સેડાન કારને વિશ્વ બજારમાં ઉતારી ચૂકી છે અને હવે કંપની ભારતીય બજાર તરફ વળી છે. આ સેડાન કાર ઓશન એક્સ કોન્સેપ્ટ પર આધારિત છે. આ કારની લંબાઈ 4.80 મીટર અને પહોળાઈ 1.87 મીટર અને ઊંચાઈ 1.46 મીટર છે. તેથી આ કારમાં બેસવા માટે ઘણી જગ્યા છે. તેમાં કેબિન સ્પેસ પણ છે.

સારી બેટરી બેકઅપ માટે કંપનીએ બે બેટરીની સુવિધા આપી છે. એક વેરિઅન્ટની બેટરી 61.4 kWhની ક્ષમતા ધરાવે છે. જ્યારે બીજી બેટરીની ક્ષમતા 82.5 kWh છે. કંપનીનો દાવો છે કે લો વર્ઝનની બેટરી સિંગલ ચાર્જમાં લગભગ 550 કિલોમીટર સુધી ચાલશે. જ્યારે હાઈ વર્ઝનની બેટરી સિંગલ ચાર્જમાં લગભગ 700 કિલોમીટર સુધી ચાલશે.

ઈલેક્ટ્રિક સેડાન કાર માત્ર 3.8 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટરની ઝડપ પકડી લેશે. આ કારની ડ્રાઇવિંગ રેન્જ 650 કિમી છે. આ કારમાં 15.6 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ સ્માર્ટફોન ચાર્જર, ફ્લેટ બોટમ સ્ટીયરિંગ, લાર્જ એસી, બૂમરેંગ શેપ એલઈડી લાઈટ્સ અને અન્ય ઘણી ખાસ સુવિધાઓ છે. BYD એ વિશ્વની ચોથી સૌથી મોટી ઈલેક્ટ્રિક કંપની છે. કંપનીએ લગભગ 6.5 લાખ કાર વેચી છે.

આ પણ વાંચો :-

WhatsAppએ આપી નવા વર્ષની ભેટ : હવે ઈન્ટરનેટ વિના પણ કરી શકશો ચેટિંગ, આ છે વપરાશની નવી રીત

WhatsApp gave a new year gift

  • WhatsAppના ઉપયોગ માટે તમારે અત્યારસુધી ઈન્ટરનેટની જરૂર હતી પરંતુ જો ફક્ત તમારા ફોન પર જ નહીં પરંતુ વિસ્તારમાં પણ ઈન્ટરનેટ નથી. આમ છતાં તમે WhatsAppનો ઉપયોગ કરી શકશો. એપમાં નવા વર્ષ નિમિત્તે એક અપડેટ ઉમેરવામાં આવ્યું છે. જેના પછી વપરાશકર્તાઓ ઈન્ટરનેટ વિના પણ તેનો ઉપયોગ કરી શકશે. ચાલો જાણીએ તેની વિગતો.

WhatsApp યુઝર્સના બહેતર અનુભવ માટે સતત નવા ફીચર્સ ઉમેરે છે. એપ ડેવલપર્સે આ પ્લેટફોર્મને એક ડગલું આગળ લઈ જવાનો નિર્ણય કર્યો છે. વોટ્સએપનું લેટેસ્ટ ફીચર તેનો પુરાવો છે. એપએ વિશ્વભરના યુઝર્સ માટે Proxy Support લોન્ચ કર્યો છે. વોટ્સએપે ગુરુવારે આ જાણકારી આપી છે.

Proxy Supportની મદદથી WhatsApp યુઝર્સ ઈન્ટરનેટ વિના પણ આ પ્લેટફોર્મ પર કનેક્ટેડ રહી શકશે. યુઝર્સ માત્ર તેમના ફોનમાં જ નહીં પરંતુ એરિયામાં પણ ઈન્ટરનેટ ન હોય તો પણ વોટ્સએપ સર્વિસનો ઉપયોગ કરી શકશે.

આ ફીચરની મદદથી વોટ્સએપ યુઝર્સ વિશ્વભરના વોલંટિયર્સ અને ઓર્ગેનાઈઝેશનના પ્રોક્સી સર્વર સેટઅપ દ્વારા કનેક્ટેડ રહી શકશે. ચાલો જાણીએ તેની વિગતો.

વોટ્સએપની New Year Gift શું છે :

WhatsAppએ કહ્યું કે પ્રોક્સી નેટવર્ક સાથે કનેક્ટ થવા પર પણ યુઝર્સને પ્રાઈવસી અને સિક્યોરિટી વિશે ચિંતા કરવાની જરૂર નથી. તેમને પહેલાની જેમ ગોપનીયતા અને સુરક્ષા મળતી રહેશે.

તેમના સંદેશાઓ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હશે. કંપનીના જણાવ્યા અનુસાર આ વચ્ચે યુઝર્સના મેસેજને કોઈ જોઈ શકશે નહીં. ન તો પ્રોક્સી નેટવર્ક્સ પર ન તો મેટા કે ન તો WhatsApp પર. વોટ્સએપે એક બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે, ‘વર્ષ 2023 માટે અમારી શુભકામનાઓ છે કે ઈન્ટરનેટ બંધ ક્યારેય ન થાય.’

આ રીતે ઉપયોગ કરી શકો છો :

નવો વિકલ્પ WhatsAppના સેટિંગ્સ મેનૂમાં જોવા મળશે. તમારી પાસે તમારા ફોનમાં WhatsAppનું નવીનતમ સંસ્કરણ હોવું આવશ્યક છે. કંપનીનું કહેવું છે કે જો તમારી પાસે ઈન્ટરનેટ એક્સેસ છે. તો તમે સોશિયલ મીડિયા અથવા સર્ચ એન્જિન પર વિશ્વસનીય પ્રોક્સી સ્ત્રોતો શોધી શકો છો.

પ્રોક્સી નેટવર્ક સાથે જોડાયેલા રહેવા માટે તમારે WhatsApp સેટિંગ્સમાં જવું પડશે. અહીં તમને સ્ટોરેજ અને ડેટાનો વિકલ્પ મળશે. તમારે Proxy ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારે Use Proxyના ઓપ્શન પર ક્લિક કરવું પડશે અને Proxy એડ્રેસ એન્ટર કરીને સેવ કરવું પડશે.

આ રીતે તમે પછીથી આ નેટવર્કનો ઉપયોગ કરી શકશો. જો કનેક્શન સફળ થાય તો તમે એક ચેકમાર્ક જોશો. જો કોઈ કારણોસર તમે પ્રોક્સી કનેક્શન કનેક્ટ થયા પછી પણ મેસેજ મોકલી શકતા નથી તો સંભવ છે કે તેને બ્લોક કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં તમારે બીજા Proxy નેટવર્કનો ઉપયોગ કરવો પડશે.

આ પણ વાંચો :-