Home Blog Page 1199

કળિયુગમાં પહેલીવાર જીવતો જોવા મળ્યો જટાયુ ! અસલી રૂપ જોઈને લોકોએ વન વિભાગની ટીમને બોલાવી પડી

0

Jatayu was seen alive for the first time in Kali Yuga

  • સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક પક્ષી છે. જે રામાયણ કાળના જટાયુ જેવું લાગે છે.

ઉત્તર પ્રદેશમાંથી (Uttar Pradesh) એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર સાંભળ્યા પછી ઘણા લોકોને વિશ્વાસ નથી કરી રહ્યાં. આવું જ એક પક્ષી કાનપુરના બેનઝાબાર વિસ્તારમાં જોવા મળ્યું છે. જેને લોકો રામાયણ કાળ સાથે જોડી રહ્યા છે. આ પક્ષીને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

બેનઝાબર ઈદગાહ કબ્રસ્તાન પાસે એક દુર્લભ હિમાલયન ગ્રિફોન ગીધને (Himalayan Griffon Vulture) બચાવી લેવામાં આવ્યું હતું. જો તમે આ પક્ષીને જુઓ તો તે જટાયુ જેવું લાગે છે. આ પક્ષીને 15 દિવસની ક્વોરેન્ટાઈન માટે એલન ફોરેસ્ટ ઝૂની વેટરનરી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું છે.

15 દિવસ માટે ક્વોરેન્ટાઈન માટે મોકલવામાં આવ્યું :

જિલ્લા વન અધિકારી શ્રદ્ધા યાદવે જણાવ્યું કે ગીધને 15 દિવસ માટે ઝૂ હોસ્પિટલમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે. બેનઝાર વિસ્તારમાં વધુ એક ગીધ છે. તેની શોધ ચાલી રહી છે. પ્રાણીસંગ્રહાલયના પશુચિકિત્સક ડો. નાસીર ઝૈદીએ જણાવ્યું કે પકડાયેલા હિમાલયન ગીધને હોસ્પિટલના પરિસરમાં અન્ય પક્ષીઓથી અલગ રાખવામાં આવ્યો છે. તેનું વજન લગભગ 8 કિલો છે. એમ તેમણે જણાવ્યું હતું. ડોક્ટરોની ટીમ દુર્લભ ગીધ પર નજર રાખી રહી છે. પ્રાણી સંગ્રહાલયમાં પહેલેથી જ ચાર હિમાલયન ગ્રિફોન ગીધ છે.

ગીધ ઊડી શકે તેવી સ્થિતિમાં નથી :

કેટલાક લોકોએ તેને બેનજબાર ઈદગાહ કબ્રસ્તાનમાં જોયું આ ગીધ ઉડી શકતું ન હતું. જે બાદ તેણે તાત્કાલિક વન વિભાગને આ અંગે જાણ કરી હતી. ગ્રિફોન ગીધ હિમાલય અને આસપાસના તિબેટીયન ઉચ્ચપ્રદેશમાં જોવા મળે છે. આ પ્રજાતિ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ, 1972 હેઠળ સુરક્ષિત છે.

આ પણ વાંચો :-

સુરત બન્યું અસુરક્ષિત ! 24 કલાકની અંદર 3 હત્યાની ઘટના ઘટતા ખળભળાટ, પોલીસ તંત્ર પર ઉઠ્યા અનેક સવાલ

Surat became unsafe

  • ગૃહમંત્રી હર્ષ સંઘવીના હોમટાઉનમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ-ત્રણ હત્યાની ઘટના સામે આવતા ખળભળાટ..

સુરતમાં (Surat) ફરી ખુની ખેલ ખેલાતાં કાયદો અને વ્યવસ્થાની (Law and Order) સ્થિતિ કથળી હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે છેલ્લા 24 કલાકમાં સુરતમાં ત્રણ-ત્રણ હત્યાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં ડિંડોલી (Dindoli) વિસ્તારમાં બે અને લીંબાયત વિસ્તારમાં હત્યાની ઘટના ઘટી છે. મહત્વનું છે કે પોલીસ નિષ્ક્રિયતાના કારણે અસામાજીક તત્વો (Antisocial elements) બેફામ બન્યા છે.

ડાયમંડ નગરી સુરતમાં ગુનાખોરીની પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. વિગતો મુજબ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હોમટાઉન સુરતમાં છેલ્લા 24 કલાકમાં હત્યાની એક નહીં પણ 3-3 ઘટના સામે આવી છે. વિગતો મુજબ સુરતના ડીંડોલી વિસ્તારમાં રમેશ રાઠોડ નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવકના ગળાને ભાગે તીક્ષ્ણ હથિયાર મારી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.

હત્યાની બીજી ઘટના સુરતના લિંબાયત વિસ્તારમાં બની છે. લિંબાયતમાં જૂની અદાવત રાખી હત્યાને અંજામ આપ્યો હતો. યુવકની હત્યા કરવામાં આવી હતી. દશરથ કાણિયા નામના શખ્સે જૂની અદાવત રાખી યુવકની હત્યા કરી હતી.

આ સાથે સુરતમાં હત્યાની ત્રીજી ઘટના ફરી ડિંડોલીમાં ઘટી છે. જેમાં ભેસ્તાન આવાસમાં યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે. મહત્વનું છે કે ડીંડોલી વિસ્તારમાં રમેશ રાઠોડ નામના યુવકના ગળાને ભાગે તીક્ષ્ણ હથિયાર મારી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

પોલીસ નિષ્ક્રિયતાના કારણે અસામાજીક તત્વો બેફામ બન્યા હોઈ તેમ છેલ્લા 24 કલાકમાં હત્યાની 3 ઘટના સામે આવી છે. અસામાજિક તત્વો બેફામ બનતા પોલીસની નિષ્ક્રિયતા સામે પણ સવાલ ઊભા થયા છે.

આ પણ વાંચો :-

 

ગુજરાતમાં ફરી ભડકે બળ્યા CNGના ભાવ, અદાણીએ CNGમાં વધારો ઝીંક્યો

0

ગુજરાતમાં ફરી ભડકે બળ્યા CNGના ભાવ, અદાણીએ CNGમાં વધારો ઝીંક્યો

  • નવા વર્ષમાં પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર. અદાણીએ CNG ગેસના ભાવમાં કર્યો કિલો દીઠ એક રૂપિયાનો વધારો. વાહન ચાલકોએ હવે એક કિલો CNG ગેસ માટે ચૂકવવા પડશે 80.34 રૂપિયા.

અદાણીએ (Adani) CNG ગેસના ભાવમાં વધારો ઝીંક્યો છે. અદાણી ગેસે CNGના ભાવમાં કિલો દીઠ રૂ.1નો વધારો જાહેર કર્યો છે. અદાણી CNG નો જૂનો ભાવ 79.34 રૂપિયા હતો. જે હવેથી વધારીને 80.34 પર પહોંચ્યો છે. ત્યારે વધુ એકવાર મોંઘવારીનો મારો લોકો પર ઝીંકાયો છે.

નવા વર્ષમાં પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. અદાણીએ CNG ગેસના ભાવમાં કિલો દીઠ 1 રૂપિયાનો વધારો કર્યો છે. જેથી આજથી વાહન ચાલકોને હવે એક કિલો CNG ગેસ માટે 80.34 રૂપિયા ચૂકવવા પડશે. હાલના સમયમાં લોકો પહેલેથી મોંઘવારીના મારે તળે દબાયેલા છે. ત્યારે રોજબરોજની વસ્તુઓના સતત વધી રહેલા ભાવ હવે લોકોની કમર તોડી રહ્યાં છે.

દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ જનતાની કમરતોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રસોઈ ગેસ, શાકભાજી, દૂધ સહિત ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ત્યારે હવે અદાણીએ ગેસના ભાવ વધાર્યાં છે.

લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગ્રાહકોને મોંઘવારીનો માર પડવાનું શરૂ થઇ ગયું હતું. પેટ્રોલ તેમજ ડીઝલ પર હવે મોંઘવારીનો માર પડવાનું શરૂ થઈ ગયું છે. તે પહેલા જ સીએનજીના ભાવ વધવાની શરૂઆત થઈ ગઈ છે.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂરી થઈ ત્યારથી ચૂંટણીના પરિણામ બાદ તેની અસર ભાવ પર પડવા લાગી છે. આવામાં એટલું તો સ્પષ્ટ છે કે આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તેજી જોવા મળી શકે છે. ગુજરાતમાં આજથી અદાણીએ સીએનજીમાં નવો ભાવવધારો લાગુ કર્યો છે.

આ પણ વાંચો :-

આ SUVની માર્કેટમાં છે ધૂમ ! Brezza, Creta કે Punch બધી ગાડીઓ એની સામે છે ફેલ !

This SUV is booming in the market

  • છેલ્લા કેટલા સમયથી કારના વેચાણના આંકડા પર નજર કરશો તો ખબર પડશે કે SUV સેગમેન્ટના વેચાણમાં ખૂબ જ ઉછાળો આવ્યો છે. SUV કારની તરફ લોકો વધારે ઢળી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયમાં વેચાણના આંકડાઓ પર નજર કરીએ તો ખબર પડશે કે લોકોને SUV ખૂબ જ પસંદ આવી રહી છે.

છેલ્લા કેટલા સમયથી કારના વેચાણના આંકડા પર નજર કરશો તો ખબર પડશે કે SUV સેગમેન્ટના વેચાણમાં ખૂબ જ ઉછાળો આવ્યો  છે. SUV કારની તરફ લોકો વધારે ઢળી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયમાં વેચાણના (Sale) આંકડાઓ પર નજર કરીએ તો ખબર પડશે કે લોકોને SUV ખૂબ જ પસંદ આવી રહી છે.

SUV કારના સેગમેન્ટના વેચાણમાં વધારો થયો છે. એ જ કારણ છે કે નિર્માતાઓ SUV કારને વધુ પસંદ કરી રહ્યા છે. સૌથી વધુ વેચાણ સબ 4-મીટર SUVની હોય છે. જો કે અનેકવાર ક્રેટા સૌથી વધુ વેચાનારી SUV રહી ચૂકી છે. પરંતુ ડિસેમ્બર મહિનામાં એવું નહોતું.

ડિસેમ્બર 2022 ટાટા નેક્સન સૌથી વધુ વેચાઈ છે. મારુતિ બ્રેઝા, ટાટા પંચ અને હુંડઈ ક્રેટા જેવી તમામ SUV વેચાણના મામલામાં પાછળ રહી ગઈ. ટાટા નેક્સનની કુલ 12 હજાર 53 યુનિટ વેચાઈ છે. તો બીજા નંબર પર 11 હજાર 200 યુનિટ સાથે બ્રેઝા છે અને ત્રીજા નંબર પર 10 હજાર 586 યુનિટ સાથે ટાટા પંચ અને ચોથા નંબર પર ક્રેટા 10 હજાર 205 યુનિટ સાથે છે. જણાવી દઈએ કે નેક્સન આ પહેલા નવેમ્બર 2022માં બીજી સૌથી વેચાનારી કાર હતી. ત્યારે તેના 15 હજાર 871 યુનિટ્સ વેચાયા હતા.

આ છે નેક્સનની ખાસિયત :

ટાટા નેક્સનની પ્રાઈઝ 7.70 લાખ રૂપિયાથી 14.18 લાખ રૂપિયા(એક્સ-શોરૂમ) સુધી છે. આ રેગ્યુલર વેરિયન્ટ્સની સાથે ડાર્ક એડિશન, કાઝિરંગા એડિશન અને જેટ એડિશનમાં પણ આવે છે. આ 5 સીટર SUV છે. કારમાં પેટ્રોલ અને ડિઝલ બંને ઓપ્શન મળે છે.

જેમાં 1.2 લીટર, 3 સિલેન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ અને 1.5 લીટર, 4 સિલેન્ડર ડિઝલ એન્જિન આવે છે. પેટ્રોલ 110 પીસ/170 એમએમ અને ડિઝલ એન્જિન 110 પીએમ/260 એનએમનું ઈનપુટ આવે છે. બંને સાથે 5 સ્પીડ મેન્યુઅલ અને એએમટી ગિયર બોક્સ મળે છે.

ફીચર્સની વાત કરીએ તો તેમાં 7 ઈંચ ટચસ્ક્રીન ઈન્ફોટેન્ટમેન્ટ સિસ્ટમ મળે છે. ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ક્રૂઝ કંટ્રોલ, ઓટો એસી, રિયર એસી વેન્ટ્સ, રેન-સેન્સિંગ વાઈપર, ડ્યૂલ ફ્રંટ એરબેગ, રિયર પાર્કિગ સેન્સર, ઈબીડીની સાથે એબીએસ અને ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ જેવા ફીચર્સ મળે છે.

આ પણ વાંચો :-

UPI પેમેન્ટ માટે હવે નહીં પડે સ્માર્ટફોનની જરૂર, આંગળીના ઈશારે થશે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન

Smartphones are no longer needed for UPI payments

  • ટેક્નોલોજી સાથે જોડાયેલી વસ્તુઓ નાની અને સરળ બનાવવામાં આવી રહી છે. ઈયરફોન, ઘડિયાળો અને ફિટનેસ ટ્રેકર્સ તો ઠીક પણ હવે આવી ગઈ છે સ્માર્ટ રિંગ.

ટેકનોલોજીમાં (Technology) સતત વિકાસ થઈ રહ્યો છે. એક સમય હતો જ્યારે કોમ્પ્યુટર રૂમ જેટલા કદના હતા અને ધીરે ધીરે સમય વિત્યો નવી ટેક્નોલોજી આવી અને કોમ્પ્યુટર પહેલા ડેસ્કટોપ અને પછી લેપટોપમાં ફેરવાઈ ગયું. જો કે આટલું જ નહીં હાલ લેપટોપ પર કરવામાં આવતા ઘણા કાર્યો સ્માર્ટફોનમાં (smartphone) રજૂ કરવામાં આવી રહ્યા છે અને લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરવા લાગ્યા.

ટેક્નોલોજી સાથે જોડાયેલી વસ્તુઓ નાની અને સરળ બનાવવામાં આવી રહી છે. જેમાં ઈયરફોન, ઘડિયાળો અને ફિટનેસ ટ્રેકર્સનો પણ સમાવેશ થાય છે. એ જ રીતે હવે સ્માર્ટ રિંગ પણ આવી ગઈ છે જેની મદદથી યુઝર્સ UPI પેમેન્ટ કરી શકે છે. આવો જાણીએ તેના વિશે..

સ્માર્ટ રીંગ કેમ બનાવવામાં આવી?

Acemoney નામના સ્ટાર્ટઅપે હાલમાં જ તિરુવનંતપુરમમાં કેરળ સ્ટાર્ટઅપ મિશનના સ્ટાર્ટઅપ કોન્ક્લેવમાં તેની સ્માર્ટ રિંગ રજૂ કરી હતી અને આ રિંગને રજૂ કરતી વખતે, કંપનીએ કહ્યું હતું કે સ્માર્ટ રિંગ પાછળનો ખ્યાલ એકદમ સિમ્પલ છે. તેનો હેતુ NFC નો ઉપયોગ કરતાં યુઝર્સને તેમના કાર્ડ, વોલેટ અથવા ફોન ન હોવા પર પણ લેવડ-દેવડ કરી શકે. વધુમાં જણાવવામાં આવ્યું હતું કે આ રીંગ ખાસ એવા સમય માટે બનાવવામાં આવી છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાનો ફોન અથવા એટીએમ કાર્ડ લાવવાનું ભૂલી જાય છે.

સ્માર્ટ રીંગના ફીચર્સ :

સ્માર્ટ રીંગ ઝીરકોનીયા સિરામિકમાંથી બનાવવામાં આવી છે. તે હાઈપોઅલર્જેનિક છે  તેમજ વોટરપ્રૂફ છે. આ સાથે જ તેને કોઈ પણ ઋતુમાં પહેરી શકાય છે. જો કે આ રિંગમાં કોઈ બેટરી કે ચાર્જિંગ કમ્પોનન્ટ આપવામાં આવ્યું નથી, તેથી તમારે તમારી સાથે ચાર્જર લઈ જવાની જરૂર રહેશે નહીં. આ રિંગ NFC-સક્ષમ છે. આનો અર્થ એ છે કે તે બ્લૂટૂથ કનેક્શન પર પણ નિર્ભર નથી.

ઉપયોગ કરવાની રીત :

આ રિંગને ઈનેબલ કરવા માટે તમારે તમારા ફોન પર Acemoney એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અને ચુકવણી કરવા માટે તમારા ડિજિટલ વોલેટમાં નાણાં ઉમેરવાની જરૂર છે. એપ્લિકેશન પર આગળ વ્યક્તિએ રિંગમાં ફંડ ટ્રાન્સફર કરવા માટે “કોન્ટેક લેસ” સક્ષમ કરવાની જરૂર છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમારે ચુકવણી કરવા માટે તમારો ફોન તમારી સાથે રાખવાની જરૂર નથી.

આ રીંગનો ઉપયોગ કરતી વખતે પેમેન્ટ માટે જમણા હાથનો ઉપયોગ કરવો પડશે અને એ માટે તમારે તમારી આંગળીઓને એવી રીતે વાળવી પડશે કે જાણે તમે કોઈ દરવાજો ખટખટાવતા હોવ. પેમેન્ટ ટર્મિનલ પર તમારી આંગળી મૂકો. બીપ અવાજ આવે ત્યાં સુધી રાહ જુઓ.

આ પણ વાંચો :-

વ્યાજખોરીના દુષણને નાથવાનું સરકારનું અભિયાન સરાહનીય, પરંતુ મજબૂર લોકોની સ્થિતિ જાણવી પણ જરૂરી

The government’s campaign to combat the scourge

  • ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી જમીનનાં માણસ છે, તેમને ખબર છે કે, રોજેરોજનું કમાનારા ગરીબો શા માટે વ્યાજખોરો પાસે જાય છે ?
  • વ્યાજખોરોનાં ત્રાસથી ઘણાં આખાને આખા પરિવારોએ આપઘાત કરી લીધા હતા પરંતુ કેટલાંને સજા થઈ? ઘણાં તો સ્યુસાઈટનોટ પણ લખી ગયા હતા પરંતુ કેટલાંને ફાંસીએ લટકાવાયા?
  • વ્યાજખોરીને ચોક્કસ નાથી શકાય પરંતુ સરકારે સમસ્યાનાં મૂળમાં ઉતરવાની જરૂર છે, મોટાભાગનાં ચેક રિર્ટનનાં ચાલતા કેસની પણ તપાસ કરવી જરૂરી.
  • ગરીબોને બેંકો લોન આપતી નથી, કારણ તેમની પાસે મિલક્તો નથી અને એટલે પોતાનાં બાવડાની તાકાત ઉપર ધિરાણ આપતા વ્યાજખોરોનાં શરણે ગયા વગર છુટકો નથી.

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (State Home Minister Harsh Sanghvi) રાજ્યમાં મજબૂર લોકોનું શોષણ કરતાં વ્યાજખોરો સામે ઝૂંબેશ શરૂ કરીને વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા સેંકડો મજબૂર લોકોને છુટકારો મળવાની આશા ઊભી કરી છે. પરંતુ વ્યાજખોર (Usury) સામેની ઝૂંબેશ કેટલી હદે અસરકારક નીવડશે તેની સામે શંકા છે. સરકારની ઝૂંબેશને પગલે છુટક વ્યાજનો ધંધો કરતાં લોકો ઉપર આંશિક લગામ આવશે. પરંતુ જ્યાં સુધી ગરીબોને, મજબૂર લોકોને સરકારી, સહકારી બેંકોમાંથી સરળતાથી ધિરાણ નહીં મળે ત્યાં સુધી વ્યાજખોરીના ‘દાનવ’ને નાથવો મુશ્કેલ છે. શાકભાજીનાં ફેરિયા કે કટલરીવાળા પાસેથી રોજેરોજનાં ૧૦ ટકા જેટલું વ્યાજ વસૂલ કરતાં એક નહીં સેંકડો શોષણખોરો જ્યાં હાથ નાંખો ત્યાંથી પકડાઈ જશે. પરંતુ પોતાની રોજની કમાણીમાંથી ૧૦ ટકા સુધીનો હિસ્સો વ્યાજખોરોને ચૂકવી આપતા આવા વ્યાજખોરો મજબૂર લોકોનો મૂળ આધાર છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી જમીનનાં માણસ છે. આ એવા રાજકારણીઓ છે કે, જેઓ ફૂટપાથ ઉપર કે રેંકડી (લારી)માં ધંધો કરતાં અને રોજનું રોજ કમાણી કરીને પરિવારનો ગુજારો કરતાં લોકોની સ્થિતિથી વાકેફ છે. તેમ છતાં એક એ પણ હકીકત છે કે, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પોતે ઈચ્છે તો પણ ગરીબ, મજબૂર શ્રમજીવીઓની આર્થિક જરૂરિયાત સંતોષી શકે તેમ નથી.

bhupendra patel (1)

કારણ કે, આપણા બેકીંગ કાયદા એવા છે કે, એક રૂપિયાનું ધિરાણ આપતાં પહેલા સો રૂપિયાની મિલકતો લખાવી લેવામાં આવે છે. હવે આ ગરીબો પાસે મિલકત જ નથી તો બેંકો ક્યાંથી ધિરાણ આપવાની? અને એટલે જ ગરીબો અને મજબૂર લોકો માટે ભલે શોષણખોર હોય તો પણ ખાનગી વ્યાજખોરો જ હાથવગુ સાધાન ગણાય છે. વળી, આ વ્યાજખોરો કાયદાનાં જોરે નહીં પરંતુ પોતાની વ્યક્તિગત બાવડાની તાકાત ઉપર જરૂરિયાતમંદને ધિરાણ આપતા હોય છે. એટલે જ પોલીસ ગમે તેટલા અભિયાન ચલાવે તો પણ વ્યાજખોરીનાં દુષણને નાથવાનું મુશ્કેલ જ નહીં પરંતુ અતિમુશ્કેલ છે. વળી હવે ચેક રિર્ટનનાં કેસમાં પણ આકરા કાયદા હોવાથી સરકાર ઈચ્છે તો પણ કોર્ટનાં કઠેરામાં વ્યાજખોરીનાં ચક્કરમાં ફસાયેલા મજબૂર વ્યક્તિને બચાવી શકે તેમ નથી. આ ઉપરાંત સરકાર કે પોલીસ એક વખત વ્યાજખોર સામે ગુનો દાખલ કરીને પેલી મજબૂર વ્યક્તિને ચૂંગાલમાંથી છોડાવી શકશે, પરંતુ આખી જિંદગી રક્ષણ આપવાનું કે શ્રમજીવીને રોજગારીનું સાધન આપવાની સરકારની ત્રેવડ નથી અને શક્ય પણ નથી.

એકલા ગુજરાતમાં વ્યાજખોરોનાં ત્રાસથી અનેક પરિવારોએ સામૂહિક આપઘાત કરી લીધાની ઘટનાઓ બનવા પામી છે. ઘણાં પરિવારો આપઘાત કરતાં પહેલાં સ્યુસાઈડનોટ પણ લખતા ગયા હતા, પરંતુ વિતેલા વર્ષો દરમિયાન એકપણ વ્યાજખોરને દાખલારૂપ સજા થઈ હોવાનું ધ્યાને નથી. કારણ કે, વ્યાજખોરોનાં ત્રાસ અને ભય સરકારનાં કાયદા કરતાં વધુ ભયાનક હોય છે. વ્યાજખોરનાં ચક્કરમાં ફસાયેલા લોકોને પોલીસ એકાદ બે દિવસ રક્ષણ આપશે. વ્યાજખોરો કેટલી હદે ત્રાસ આપે છે એ કહેવાની જરૂર નથી. મજબૂર લોકોનાં ઘરમાં વસૂલાત માટે અડીંગા જમાવીને બેસતા વ્યાજખોરોનાં સાગિરતો ગરીબ પરિવારની માં, બેનની પણ સતામણી કરવાનું છોડતા નથી. આ બધુ મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પોલીસ અધિકારીઓ જાણે જ છે. પરંતુ કાયદાથી રોકી શકાતા નથી.

ગુજરાતમાં અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ સરકાર સત્તામાં છે. પરંતુ સમાજમાં પથરાયેલા વ્યાજખોરી કરતાં તત્ત્વોને કોઈ જ ફરક પડતો નથી. કારણ કે, આવા તત્ત્વો કાયદાની છટકબારીને સારી રીતે જાણતા હોય છે. સરકાર ખરેખર લોકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી છોડાવવા ઈચ્છતી હોય તો ખાનગીરાહે તપાસ કરાવશે તો ખ્યાલ આવશે કે રાજ્યનાં ગરીબોનાં ખૂબ મોટા વર્ગનાં લોકોની મિલકતો વ્યાજખોરોનાં પંજામાં સપડાયેલી હશે. સરકાર ગમે તે કહે, ગમે તેટલો વિશ્વાસ અપાવે તો પણ ગણ્યા ગાંઠ્યા લોકોને બાદ કરતાં એક પણ શ્રમજીવી પરિવાર વ્યાજખોરોની સામે લડવા મેદાનમાં નહીં આવે. કારણ કે, પાણીમાં રહીને ‘મગરમચ્છ’ની સામે વેર કોણ બાંધે? લોકોને એ પણ ખબર છે કે, સરકાર કે પોલીસ થોડા દિવસ રક્ષણ આપશે. પછીનાં દિવસો તો આ ‘મગરમચ્છ’ સામે જ જીવવાનાં છે.

હર્ષ-૧

સરકારનો અભિગમ સરાહનીય છે. સરકાર ખરેખર વ્યાજખોરોની જાળને નાશ કરવા માંગતી હોય તો સૌપ્રથમ માથાફરેલા અને વ્યાજખોરોની ચુંગાલમાં કઈ અને કેવી રીતે ફસાયેલા લોકોને સાંભળીને, અભ્યાસ કરીને વ્યાજખોરીની પ્રવૃત્તિ સામે કાયદાનો કોરડો વિંઝશે તો વ્યાજખોરી નેસ્તનાબૂદ નહીં થાય પરંતુ અંકુશ ચોક્કસ મુકી શકાશે. આ ઉપરાંત કોર્ટમાં ચાલતા ચેક રિર્ટનનાં કેસમાં પ્રત્યેક કેસનો અભ્યાસ કરવામાં આવશે તો અનેક મજબૂરીનાં કિસ્સા બહાર આવશે.

આ પણ વાંચો :-

આનાથી મોટી ખુશખબર બીજી કઈ હોઈ શકે, સસ્તા થઈ જશે મોંઘા મોબાઈલ, જાણો ક્યાં મળશે

What can be more good news than this

  • Samsung, શિયોમી અને Realme વર્તમાન સમયમાં પોતાના બજેટ ફોન પર મોટી છૂટ આપી રહી છે. મોટી કંપનીઓ સિવાય ઈ-કોમર્સ વેબસાઈટ પર પણ ફોન પર સારો એવો ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યો છે. નવા વર્ષે ફોન પણ સસ્તામાં મળી શકશે.

મોબાઈલ ખરીદવાની પ્લાનિંગ કરી રહ્યાં ગ્રાહકો માટે એક સારા સમાચાર છે. જો તમે પણ સ્માર્ટફોન લેવાનો વિચાર કરી રહ્યાં છો તો થોડાં દિવસ રહીને સ્માર્ટફોન (Smartphone) પર મોટા ડિસ્કાઉન્ટ મળવાનાં છે. માહિતી અનુસાર સ્માર્ટફોનની કંપનીઓ પાસે ઘણો સ્ટોક બચ્યો છે.

વિશેષજ્ઞોનું કહેવું છે કે ઈન્ડસ્ટ્રી માટે આ સૌથી ખરાબ ચોથું ક્વાર્ટર હોવાની સંભાવના છે. તેથી મોટાભાગની સ્માર્ટફોન બનાવનારી કંપનીઓ મુખ્યરૂપે એન્ટ્રી લેવલ અને બજેટ ફોન પર નવા વર્ષે મોટો ડિસ્કાઉન્ટ (Big Discount) આપી શકે છે.

ઓક્ટોબરનો સ્ટોક અત્યારસુધી નથી વેંચાયો :

ET અનુસાર માર્કેટ એનાલિસ્ટએ જણાવ્યું કે વધુ સ્ટોક અને ઓછી ડિમાન્ડને કારણે નવેમ્બરનાં શિપમેન્ટમાં ઘટાડાની આશા છે. વિશ્લેષકે કહ્યું કે આ વર્ષે સ્માર્ટફોન બ્રાન્ડ માટે અત્યાર સુધીની આ સૌથી સારી ખબર હોઈ શકે છે. ઓક્ટોબરનો સ્ટોક અત્યારસુધી પાઈપલાઈનમાં અટકાયેલ છે. વધુ સ્ટોક હોવાને કારણે ઓફલાઈન અને ઓનલાઇન બંને ચેનલોનાં પાર્ટનરો હાલનાં સ્ટોકને ખાલી કરવા માટે નવા સ્ટોકને લાવવાનું બંધ કરશે.

દરેક પ્લેટફોર્મ પર ચાલે છે યર એન્ડ સેલ :

હાલનાં સમયમાં Xiomi, Samsung અને Realme સહિત લગભગ દરેક મોટી સ્માર્ટફોનની બ્રાન્ડ પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર મુખ્યરૂપે પોતાના બજેટ ફોન પર મોટી છૂટ આપી રહી છે.

6 મહિનામાં બજાર પાછી ટ્રેક પર આવી શકશે :

કાઉન્ટર પોઈન્ટ રિસર્ચએ પોતાના પૂર્વાનુમાનને ઘટાડીને 163 મિલિયન કરી દીધેલ છે જે તેના પહેલાંનાં પૂર્વાનુમાન 175થી ઘણું ઓછું છે. તો IDC ઈન્ડિયાએ આ વર્ષની શરૂઆતમાં અનુમાનિત 160 મિલિયન યૂનિટથી લગભગ 150 મિલિયન યૂનિટ સુધીનાં શિપમેન્ટની ભવિષ્યવાણી કરી છે. જો કે કાઉન્ટર પોઈન્ટ અનુસાર વર્ષ 2023નાં બીજાં 6 મહિનામાં બજાર પાછી ટ્રેક પર આવી શકશે કારણ કે મેક્રોઈકોનોમિક હેડવિંડસ સરળ છે.

આ પણ વાંચો :-

09 જાન્યુઆરી 2023, આજનું રાશિફળ : આ 4 રાશિ માટે મહાદેવની અસીમ કૃપાથી દિવસ રહેશે ભાગ્યશાળી

09 January 2023, Today’s Horoscope Gujarat Guardian

મેષ
દિવસ દરમિયાન નવી શક્તિનો સંચય થતો જણાય. પરિવારમાં તમામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો જણાય. જુના રોકાણથી લાભ મળતો જણાય. પરંતુ નવા રોકાણો મુલતવી રાખવા. માતાની તબિયત બગડતી જણાય.

વૃષભ
પરિવારમાં વિખવાદ થવાની શક્યતા છે. કરેલા કાર્યની સફળતામાં મુશ્કેલી રહે. જમણા હાથની કાળજી રાખવી. આજે આપને ભાગ્યનો  સાથ મળતો નથી. મિત્રો સાથેના સંબંધો ન બગડે એનું ખાસ ધ્યાન રાખવું.

મિથુન
દિવસ દરમિયાન આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઈ બહેનોની તબિયતની કાળજી રાખવી જરૂરી. જમણી આંખમાં ઈજાથી સાચવવું. સંતાન સુખ સારું મળશે. સંતાન મોજશોખમાં પૈસા વાપરશે. નવા નાણાંકીય રોકાણો લાભદાયક પૂરવાર થાય.

કર્ક
અભ્યાસ, ગ્રહણશક્તિ વધે. બીજાની નકલ કરવાની ઈચ્છા થાય. વ્યસનથી દૂર રહેવું. ધનનો બગાડ ટાળવો. યાર્નને લગતાં, ટ્રાવેલીંગ, દલાલ, પ્રાણીઓ-પશુઓને લગતા ધંધાવાળાને ફાયદો. જીવનસાથીની તબિયત બગડતી જણાય.

‌સિંહ
રોગપ્રતિકારક શક્તિ નબળી પડતી જણાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધે. ડિપ્રેશનના શિકાર ન બનાવ એનું ધ્યાન રાખવું. આકસ્મિક ધનહાનિના યોગ બને છે. દામ્પત્ય જીવનમાં ઉગ્રતા રહે. નોકરી-ધંધામાં પ્રગતિ.

કન્યા
ખોટી સોબતને કારણે પસ્તાવાનો વખત આવે. સંતાનો તરફથી ચિંતા રહે. વિદ્યાર્થીવર્ગને માનસિક ટેન્શન રહે. આવક ઘટતી જણાય. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય કાર્યો મુલતવી રાખવા.

તુલા
વિચારવાયુનું પ્રમાણ વધે. વિલંબે કાર્યસફળતા સિદ્ધ થતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા રહે. ધંધાકીય બાબતે અંગે ચિંતા વધે. ખોટા નિર્ણય લેવાઈ જાય. પ્રતિષ્ઠાને હાનિ પહોંચતી જણાય.

વૃ‌શ્ચિક
આવક ઓછી થતી જણાય. પરિવારમાં મન દુઃખ થવાના યોગ બને છે. જો જમીન-મકાનમાં રોકાણ કર્યું હોય તો તેમાંથી ફાયદો મેળવી શકાય. નસીબનો સાથ મળતો નથી. ધાર્મિક બાબતોમાં રસ વધતો જણાય.

ધન
આજે આપને માટે સૌથી અગત્યની બાબત આપનું આરોગ્ય છે. આજે સંભાળજો. શરદી-ખાંસી તાવથી અવશ્ય સાચવશો. માનસિક હાલત બગડતી જણાય. પાણીથી દૂર રહેવું. આજનો દિવસ ઘરમાં જ રહેવાની સલાહ છે.

મકર
આજે આપે પત્નિની તબિયતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી પત્નિએ બહાર નીકળવાનું ટાળવું. થોડી માનસિક અશાંતિ રહેશે. આપનું આરોગ્ય જળવાશે. નોકરી-ધંધા માટે સારો દિવસ છે.

કુંભ
મક્કમ મનોબળના દર્શન થશે. તકલીફનો હિંમતથી સામનો કરી શકાશે. આરોગ્યની કાળજી રાખવી જરૂરી બને છે. તાવ-શરદી-ખાંસી સતાવશે. જમણા પગનો દુઃખાવો સંભવી શકે. આર્થિક બાબતો માટે શુભ. સ્ત્રીવર્ગથી લાભ.

મીન
આજે સંતાનના પ્રશ્નો સતાવશે. સંતાનની તબિયતની સાવચેતી રાખવી. પેટના રોગોથી સાચવવું. મિત્રોથી લાભ. આવક અંગે સંતોષ જળવાશે. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાશે. બેંક, એક્સપોર્ટ-ઈમ્પોર્ટના ધંધામાં પ્રગતિ.

આ પણ વાંચો :-

એક એવું ગામ જ્યાં લોકો નિર્વસ્ત્ર રહીને જિંદગી જીવે છે, જાણો કારણ !

A village where people live naked

  • રોટી, કપડાં અને મકાન આ ત્રણ વસ્તુઓ માનવ જીવનની મૂળભૂત જરૂરિયાતો છે. જો તેમાંથી કોઈ એક વસ્તુ પણ હટાવી દેવામાં આવે તો જીવનની કલ્પના કરવી મુશ્કેલ બને છે. અહીં વાત કપડાં વિશે કરીશું. એક ગામ છે જ્યાં લોકોએ લગભગ 94 વર્ષથી કપડાં વગર રહેવાનું જીવન પસંદ કર્યું છે.

રોટી, કપડાં અને મકાન આ ત્રણ વસ્તુઓ માનવ જીવનની મૂળભૂત જરૂરિયાતો છે. જો તેમાંથી કોઈ એક વસ્તુ પણ હટાવી દેવામાં આવે તો જીવનની કલ્પના કરવી મુશ્કેલ બને છે. અહીં વાત કપડાં વિશે કરીશું. કોઈ પણ દેશનો પહેરવેશ તે દેશની સંસ્કૃતિ (Culture) સાથે સીધી રીતે જોડાયેલો છે. સમગ્ર દુનિયામાં માણસ જ એક એવું પ્રાણી છે જે કપડાં પહેરે છે. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે.

આજે પણ ધરતી પર એવા અનેક સમુદાય રહેલા છે જે કપડાં પહેરતા નથી. અનેક આદિવાસી સમુદાય કપડાં પહેરતા નથી પરંતુ આદિવાસી સમાજ (Tribal society) સામાન્ય રીતે પોતાને મુખ્ય પ્રવાહથી અલગ રાખે છે પરંતુ અહીં જે સમુદાયનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે તે ખુબ શિક્ષિત છે અને જે ગામ વિશે વાત કરવામાં આવી છે તે ઘણો વધુ એડવાન્સ પણ છે.

આ ગામમાં લોકો રહે છે કપડાં વગર :

બ્રિટનમાં સ્પીલપ્લાટ્ઝ નામનું એક ગામ છે જ્યાં લોકોએ લગભગ 94 વર્ષથી કપડાં વગર રહેવાનું જીવન પસંદ કર્યું છે. આ ગામ હર્ટફોર્ડશાયરના બ્રિકેટવુડ પાસે છે. અહીં મહિલાઓ અને પુરુષો બધાએ નિર્વસ્ત્ર રહેવું પડે છે. અહીં એક ખાસ વાત એ છે કે અહીં ફરવા આવનારાઓએ પણ એ જ રીતે રહેવું પડે છે. સ્પીલપ્લાટ્ઝના લોકોની જીવનશૈલીની વાત કરીએ તો તે ઘણી આધુનિક છે.

આ તમે એ રીતે સમજી શકો કે ગામમાં પોતાનું પબ, સ્વિમિંગ પુલ, અને અન્ય અનેક સુવિધાઓ હાજર છે. આ ગામને વસાવવાનો શ્રેય ઈસુલ્ટ રિચર્ડસનને આપવામાં આવે છે. રિચર્ડસને તેને વર્ષ 1929માં વસાવ્યું હતું. ઠંડીના સમયે અહીં કપડાં પહેરવાની છૂટ હોય છે.

કેમ રહે છે નગ્ન :

આ ગામને વસાવનારા ઈસુલ્ટ રિચર્ડ્સનું માનવું હતું કે તેઓ શહેરના શોરબકોરથી દૂર જવા માંગે છે કારણ કે તેમને પ્રકૃતિની નજીક જીવન પસાર કરવું હતું. એ જ પ્રકારની જીવનશૈલીથી ગામના લોકો પોતાને પ્રકૃતિની નજીક માને છે. અત્રે જણાવવાનું કે જ્યારે આ ગામનો પાયો નખાયો હતો. ત્યારે તેને લઈને ખુબ વિરોધ થયો હતો. પરંતુ જીવવાના હકના કારણે બધા વિરોધોએ અટકવું પડ્યું. નોંધનીય છે કે ભારતમાં આંદમાનના એક દ્વિપ પર રહેતી જારવા આદિવાસી જનજાતિ પણ પોતાનું જીવન કપડાં વગર વીતાવે છે.

આ પણ વાંચો :-

08 જાન્યુઆરી 2023, રાશિફળ : આ 7 રાશિના જાતકોને માં ખોડલની અસીમ કૃપાથી તમામ દુ:ખ થશે દુર

08 January 2023, Horoscope Gujarat Guardian

મેષ
આત્મવિશ્વાસમાં વધારો થતાં યોગ્ય નિર્ણયો લઇ શકાય. શુક્રને કારણે આવકમાં વધારો થતો જણાય.  પરિવારમાં પરસ્પર મનદુઃખ ન થાય એનું ધ્યાન રાખવું. ધંધામાં પ્રગતી થતી જણાય. મિત્રોનો સાથ મળતાં આનંદ વધે.

વૃષભ
ભાગ્યનો સાથ મળતા કાર્યક્ષેત્રે સફળ મળે. પરિણામે માનસિક આનંદનો અનુભવ થાય. ધાર્મિક કાર્યનું આયોજન શક્ય બને. નવા રોકાણો કરી શકાય. માતા-પિતા સાથે મતભેદ સંભવે. સ્વાસ્થ્ય સારૂં રહેવું અનુભવાય.

મિથુન
દિવસ દરમિયાન ગુસ્સો વધે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઇ-બહેનની તબિયત સાચવવી. વાણી ઉપર કાબૂ રાખવો જરૂરી છે. અગત્યના કાર્યો ટાળવા. ફેફસાના રોગોથી કાળજી રાખવી. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

કર્ક
નિરાશાવાદી વિચારધારા તથા ડરપોક સ્વભાવ છોડી મન સ્થિર કરવું. આંખની તકલીફોની કાળજી રાખવી. ખનીજ, કોલસો, રસાયણ જેવા ધંધાર્થી માટે શુભ ફળ મળે. સાંસારિક જીવનમાં મધુરતાનો અનુભવ થાય.

‌સિંહ
દિવસ દરમિયાન નકારાત્મક વિચારો સતાવે. ધારેલી આવક મેળવવામાં અવરોધ ઉભા થાય. પરિવારમાં લાગણીશીલતા વધે. કાપડના તથા સ્ત્રીઓને લગતી વસ્તુઓના ધંધામાં ફાયદો થતો જણાય. તબિયતનું ધ્યાન રાખવું હિતાવહ છે.

કન્યા
પુત્ર-પૌત્રાદી તરફથી સ્નેહ વધતો જણાય. લક્ષ્મીની યોગ્ય હેરફેર શક્ય બને. મિત્રો તરફથી લાભો મળવાની તકો ઉજળી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. વધારે કામ કરવાને કારણે થાકનો અનુભવ થાય.

તુલા
આનંદ ઉત્સાહમાં વૃદ્ધિ થાય. કરેલા રોકાણો નફાકારક સાબિત થાય. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિના યોગ બને છે. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાન સાથે મતભેદ ટાળવા. માન-સન્માનમાં વૃદ્ધિ થાય.

વૃ‌શ્ચિક
આવક વધતા માનસિક ચિંતા ઓછી થતી જણાય છતાં અકારણ અજંપો રહે. પરિવારના તમામ સભ્યોનો સાથ-સહકાર મળતો જણાય. પિતા તરફથી આર્થિક લાભ મળવાના યોગ છે. સંતાન સંબંધી ચિંતા સતાવે. ભાગ્યનો સાથ મળતો અનુભવાય.

ધન
આવક વધતા માનસિક‌ ચિંતા ઓછી થતી જણાય છતાં અકારણ અજંપો રહે. પરિવારના તમામ સભ્યોનો સાથ સહકાર મળતો જણાય. પિતા તરફથી આર્થિક લાભ મળવાના યોગ છે. સંતાન સંબંધી ચિંતા સતાવે. ભાગ્યનો સાથ મળતો અનુભવાય.

મકર
ગુરુ-ચન્દ્રને કારણે આનંદમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્ય સફળતા મળતી જણાય. પાન, સોપારી, દૂધ, ખેડૂત, માછીમારી જેવા ધંધામાં વધુ પ્રગતિ થતી જણાય.

કુંભ
મન અશાંત રહે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. આવક અંગે અસંતોષ વધતો જણાય. નાણાં ઉછીના લેવા કે આપવા નહીં, અન્યથા નાણાં ફસાઇ જવાના યોગ બને છે. જમણી આંખની થતા મગજના રોગોથી સાવચેત રહેવું.

મીન
મિત્રોથી આવકનો લાભ મળતો જણાય છે. જૂની ઉઘરાણી છૂટી થાય. પરિવારમાં તથા કાર્યક્ષેત્રે સ્ત્રી વર્ગ તરફથી વિશેષ લાભ. સંતાનની પ્રગતી અનુભવાય. આરોગ્યનું ધ્યાન રાખવું.

આ પણ વાંચો :-