Home Blog Page 1198

ફ્લેટની ચાવી કુંડા કે ડોરમેટ નીચે છુપાવીને જવાની આદત હોય તો ચેતજો, નહિ તો આવું થશે

If you have a habit of hiding

  • વલસાડમાં ફેલટ ધારકોમાટે લાલ બતી સમાન કિસ્સો આવ્યો સામે. વલસાડના છીપવાડ ખાતે દિયા એપાર્ટમેન્ટમાંથી તસ્કર 25 તોલા સોનું અને રોકડ રૂપિયા ચોરી કરી ગયો.

જો તમને ફ્લેટની બહાર જતી વખતે ચાવી કુંડા, ડોરમેટ કે બીજે ક્યાંક છુપાઈની જવાની આદત હોય તો ચેતી જજો. વલસાડમાં આવી રીતે ચાવી મૂકીને બહાર જવાનું પરિણામ એક પરિવારે ભોગલવ્યું. વલસાડમાં (Valsad) એક ફ્લેટમાં રહેતી મહિલાને ચાવી બુટમાં મૂકતા જોયા બાદ અજાણ્યા યુવકે ત્યાંથી ચાવી લઈ ફ્લેટમાં ચોરી કરી હતી. અજાણ્યા યુવક દ્વારા ફ્લેટમાં ઘૂસી 25 તોલા સોનું તથા 25 હજાર રોડક રૂપિયા ચોરી કરાઈ હતી. ચોરી કરવા આવેલો યુવાન સીસીટીવીમાં કેદ થયો છે.

વલસાડના છીપવાડમાં આવેલા દિયા એપાર્ટમેન્ટમાં તસ્કર ઘોળા દિવસે વેપારીના ફ્લેટનું તારું ખોલીને સોનાના દાગીના અંદાજિત 25 તોલા સોનું તથા રૂપિયા 25,000 રોકડા મળી કુલ 10.25 લાખની ચોરી કરી હતી. ચોરી કરીને ભાગતો ચોર એપાર્ટમેન્ટમાં લગાવેલા CCTV કેમેરા કેદ થયો છે.

પોલીસ સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર વલસાડના છીપવાડમાં આવેલા દિયા રેસીડેન્સી એપાર્ટમેન્ટના બીજા માળે 205 નંબરના ઘરમાં કિશોરભાઈ જયંતીલાલ મોદી રહે છે. જેઓ શાકભાજીનો વેપાર કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સોમવારે બપોરે 12:00 વાગે કિશોરભાઈ દુકાન ઉપર હતા ત્યારે તેમના પત્ની વૈશાલીબેન ફ્લેટમાં તાળું મારીને ચાવી બુટમાં મૂકીને દુકાન ઉપર જતા હતા. ત્યારે એક યુવાન ફ્લેટ પાસે આવ્યો હતો. ત્યારે વૈશાલીબેને યુવાનને પૂછ્યું કે તમે શા માટે આવ્યા છો અહીં. તો યુવાને જણાવ્યુ હતું કે, હું અહીં ફર્નિચરનું કામ કરવા માટે આવ્યો છું.

આ દરમિયાન વૈશાલીબેને બુટમાં ચાવી મુકી બજાર જાવા માટે નીકળી ગયા હતા. ત્યારે ચાવી મુક્તા યુવાને જોયુ હતું. યુવાને બુટમાંથી ચાવી કાઢીને ફ્લેટ ખોલ્યો હતો. તેના બાદ બેડરૂમમાં મુકેલા કબાટને ચપ્પુ અને સાણસી વડે તોડી કબાટમાંથી સોનાના દાગીના ચોરી ગયો હતો. ચોરે સોનાના દાગીના મળીને અંદાજે 25 તોલા સોનું ચોરી કર્યુ હતું. જેની આશરે કિંમત 14 લાખ રૂપિયા થાય છે. તેમજ 25,000 રોકડા રૂપિયાની ચોરી કરીને ભાગી છુટ્યો હતો.

ઘટનાની જાણ થતા સિટી પોલીસે ઘટના સ્થળ પર પહોંચી સીસીટીવી લઈ વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં યુવક ચોરીને અંજામ આપી દિવાલ કૂદીને ભાગતો CCTV કેમેરામાં કેદ થયો હતો. જે અંગે પોલીસે સીસીટીવીના ફૂટેજ લઈને આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

વિજય રૂપાણી અને નીતિન પટેલના આવશે ‘અચ્છે દિન’, જાણો દિગ્ગજ નેતાઓ માટે ભાજપનો શું છે પ્લાન

0

Vijay Rupani and Nitin Patel’s

  • ગુજરાતમાં નો રીપિટ થિયરી લાગુ થવાથી લાંબા સમય સુધી સરકારનો ચહેરો રહેલા વિજય રૂપાણી અને નીતિન પટેલના અચ્છે દિન આવવાના છે. હાલના સમયે ભૂતપૂર્વ બનીને ઘરે બેઠેલા બંને નેતાઓને ઓગસ્ટમાં રાજ્યસભાની ટિકીટ મળી શકે છે. રાજ્યમાં ખાલી થઈ રહેલી બેઠક માટે બંને નેતાઓના નામ સૌથી આગળ છે.

ગુજરાતમાં 5 વર્ષથી વધારે સમય સુધી મુખ્યમંત્રી (Chief Minister) અને નાયબ મુખ્યમંત્રીની (Deputy Chief Minister) જવાબદારીની સાતે કામ કરનારા વિજય રૂપાણી (Vijay Rupani) અને નીતિન પટેલનો (Nitin Patel) એકાંતવાસ ટૂંક સમયમાં પૂરો થઈ શકે છે. પાર્ટીના બંને નેતા 2023માં જ રાજ્યસભામાં પહોંચી શકે છે. ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકનો કાર્યકાળ ઓગસ્ટમાં પૂરો થઈ રહ્યો છે.

એવામાં જુલાઈના અંતમાં બંને નેતાઓને રાજ્યસભામાં મોકલવાની જાહેરાત થઈ શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બંને નેતા ચૂંટણી લડ્યા ન હતા. બીજેપીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબના પ્રભારી બનાવ્યા હતા. તો નીતિન પટેલ પાસે હાલમાં કોઈ મોટી જવાબદારી નથી.

ગુજરાતમાં રાજ્યસભાની 11માંથી 8 સીટ ભાજપ પાસે :

ગુજરાતમાં રાજ્યસભાની હાલમાં 11 સીટ છે. જેમાંથી 8 ભાજપ પાસે છે. જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 3 જ બેઠક છે. બીજેપીની 8માંથી 3 બેઠકનો કાર્યકાળ ઓગસ્ટમાં પૂરો થઈ રહ્યો છે. હાલમાં આ બેઠક પર વિદેશ મંત્રી એસ.જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશચંદ્ર અનાવડિયા છે. સંભાવના છે કે વિદેશ મંત્રી એસ. જયશંકર ફરીથી ગુજરાતમાંથી રાજ્યસભા જશે.

જ્યારે બીજી બે બેઠક માટે વિજય રૂપાણી અને નીતિન પટેલનું નામ સૌથી ઉપર છે. વિજય રૂપાણી એકવાર રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. જ્યારે 4 મુખ્યમંત્રીની સાથે કામ કરનારા નીતિન પટેલને તક મળશે તો તે પહેલીવાર રાજ્યસભા પહોંચશે.

2024માં ફરી ખાલી થશે બેઠક :

ઓગસ્ટ 2023માં જ્યાં 3 બેઠક ખાલી થઈ રહી છે. તો 2024ની લોકસભા ચૂંટણી પહેલાં એપ્રિલમાં બીજી 4 બેઠકનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. જેમાંથી 2 કોંગ્રેસ પાસે છે અને 2 ભાજપ પાસે છે. કોંગ્રેસમાંથી પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણ રાઠવા અને અમી યાજ્ઞિક હાલમાં રાજ્યસભામાં છે. જ્યારે ભાજપ તરફથી મનસુખ માંડવિયા અને પરશોત્તમ રૂપાલા રાજ્યસભામાં છે.

બંને નેતાઓ ફરી રીપિટ થાય તેવી શક્યતા છે. એવામાં બીજેપી કોંગ્રેસના કબજાવાળી રાજ્યસભાની બેઠક પર લોકસભાની ચૂંટણી પહેલાં પોતાના બે નેતાને રાજ્યસભામાં મોકલી શકશે. ગુજરાતમાં બીજેપીની પ્રચંડ જીત પછી જૂન 2026માં બીજેપી તમામ 11 બેઠકો પર કબજો કરી લેશે.

આ પણ વાંચો :- 

ભારતીય મૂળનો યુએસમાં જલવો, આ મહિલા બન્યા અમેરિકાના પહેલા મહિલા શીખ જજ

Indian-origin Jalva in US

  • ભારતીય મૂળના મનપ્રીત મોનિકા સિંહ અમેરિકાના પહેલા મહિલા શીખ જજ બન્યા છે. તે ટેક્સાસ રાજ્યના હેરિસ કાઉન્ટીમાં જજ તરીકે પોતાની સેવા આપશે.

ભારતીય મૂળના મનપ્રીત મોનિકા સિંહ (Manpreet Monika Singh) અમેરિકાના પહેલા મહિલા શીખ જજ બન્યા છે. તે ટેક્સાસ (Texas) રાજ્યના હેરિસ કાઉન્ટીમાં (Harris County) જજ તરીકે પોતાની સેવા આપશે. જજ તરીકે પસંદગી થયા પછી મોનિકાએ સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી. મોનિકાએ લખ્યું કે મા, અમે કરી બતાવ્યું. સિવિલ કોર્ટ જજ (Civil Court Judge) બનીને હેરિસ કાઉન્ટીના લોકો માટે કામ કરવું મારા માટે ગર્વની વાત હશે. મોનિકાના જજ બનવાની સિરેમની દરમિયાન આખો કોર્ટ રૂમ લોકોથી ખીચોખીચ ભરાઈ ગયો હતો.

અમેરિકામાં કોઈપણ શીખ જજ બની શકશે :

જજ બન્યા પછી મોનિકાએ કહ્યું કે આ ઐતિહાસિક ક્ષણ છે. એક દિવસ એવો આવશે જ્યારે કોઈ મહિલા અને શીખનું જજ બનવું સામાન્ય બની જશે. હું મારા 20 વર્ષના અનુભવનો સારો ઉપયોગ કરીશ. મને લાગે છે કે અભ્યાસ કરતાં બાળકો માટે જરૂરી છે કે તે જોઈ શકે કે હવે તે એવા પ્રોફેશન તરફ જઈ શકે છે જે પહેલાં તેમના એપ્રોચની બહાર હતા.

રવિ સાંડિલે કાર્યક્રમનું આયોજન કર્યુ :

મોનિકાના જજ બનવાની સિરેમનીનું નેતૃત્વ કરનારા જજ પણ ભારતીય મૂળના રવિ સાંડિલ હતા. સાંડિલે કહ્યું કે આ ક્ષણ અમેરિકામાં શીખ સમુદાય માટે અત્યંત મહત્વની છે. મનપ્રીત માત્ર શીખ સમુદાય જ નહીં પરંતુ અશ્વેત મહિલાઓ માટે એક રોલ મોડલ હશે.

અમેરિકામાં 5 લાખ શીખ લોકો રહે છે :

મોનિકા મનપ્રીત સિંહનો જન્મ અમેરિકાના હ્યુસ્ટનમાં થયો હતો. તે હવે પોતાના પતિ અને બે બાળકોની સાથએ બેલેયરમાં રહે છે. શીખ દુનિયાનો પાંચનો સૌથી મોટો ધર્મ છે. NBC ન્યૂઝના જણાવ્યા પ્રમાણે અમેરિકામાં શીખ સમુદાયના લગભગ 5 લાખ લોકો રહે છે. તેમ છતાં અમેરિકામાં કોઈ મહિલા શીખ જજ ન હતા.

આ પણ વાંચો :-

ક્યારે ક્યાં જાવ છો તમે, ગૂગલને બધી ખબર છે ? ફોનમાં બદલી નાખજો આ સેટિંગ નહીંતર પકડાઈ જશો

When and where do you go, Google knows everything

  • સર્ચ એન્જિન કંપની Google તમારા સ્થાન સંબંધિત ઘણો ડેટા એકત્ર કરી રહ્યું છે અને તમને સતત ટ્રેક કરે છે. એન્ડ્રોઈડ ફોનના સેટિંગમાં જઈને લોકેશન ટ્રેકિંગને તરત જ બંધ કરવું ખૂબ જ જરૂરી છે.

પ્રથમ વખત એક નવો એન્ડ્રોઈડ સ્માર્ટફોન (Android smartphone) સેટ કરતી વખતે તમને ઘણી પરવાનગીઓ માટે કહેવામાં આવે છે.આ દરમિયાન તમારે Google એકાઉન્ટથી લોગિન કરવું પડશે અને અહીંથી Google તમારો ડેટા એકત્રિત કરવાનું શરૂ કરે છે. ફોનમાં ડિફોલ્ટ રૂપે ઘણી સેટિંગ્સ સક્ષમ હોય છે.

જેની સાથે Google દરેક ક્ષણે તમારા પર નજર રાખે છે. તમને જાણીને નવાઈ લાગશે કે તમે ક્યારે અને ક્યાં ગયા છો. ગૂગલ પણ આનો સંપૂર્ણ રેકોર્ડ રાખે છે. ગૂગલ લોકેશન ટ્રેકિંગ માટે સ્માર્ટફોનમાં મળતા જીપીએસ ટ્રેકર્સ અને સેન્સર્સનો ઉપયોગ કરે છે.

કંપનીનું કહેવું છે કે આ રીતે એકત્રિત કરવામાં આવેલ લોકેશન ડેટાનો ઉપયોગ વધુ સારો યુઝર અનુભવ પ્રદાન કરવા અને તેની આસપાસના સ્થળોને લગતી જાહેરાતો બતાવવા માટે કરવામાં આવે છે.જો કે ભાગ્યે જ કોઈ ઈચ્છશે કે Google તેની દરેક ગતિવિધિ અને હિલચાલનો સંપૂર્ણ રેકોર્ડ રાખે. તે મહત્વપૂર્ણ છે કે તમે વધુ સારી ગોપનીયતા માટે ટ્રેકિંગને બંધ કરો.

Google એપ્લિકેશનમાં ઝડપથી સેટિંગ્સ બદલો :

Google એપ્લિકેશન દરેક Android ઉપકરણ પર ડિફોલ્ટ રૂપે ઈન્સ્ટોલ કરેલી છે.તેમાં ગયા પછી તમને લોકેશન ડેટા પર સંપૂર્ણ નિયંત્રણ મળી જશે અને તમારે કેટલીક સેટિંગ્સ બદલવી પડશે.આ માટે નીચે દર્શાવેલ સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.

  • સૌથી પહેલા એન્ડ્રોઈડ ફોન પર ગૂગલ એપ ઓપન કરો.અહીં ઉપર જમણી બાજુએ, તમારા પ્રોફાઈલ આઇકન પર ટેપ કરો.
  • સ્ક્રીન પર દેખાતા મેનુમાં તમને તમારા ઈમેલ આઈડીની નીચે ‘Google એકાઉન્ટ‘ લખેલું દેખાશે, તેના પર ટેપ કરો.
  • એકાઉન્ટ સંબંધિત માહિતી તમારા નામ અને પ્રોફાઈલ ફોટો સાથે બતાવવામાં આવશે, જેમાંથી તમારે ‘ડેટા એન્ડ પ્રાઈવસી’ પર ટેપ કરવાનું રહેશે.
  • આ વિભાગમાં નીચે સ્ક્રોલ કરો અને તમને ‘લોકેશન હિસ્ટ્રી‘ વિકલ્પ દેખાશે.તેના પર ટેપ કર્યા પછી, તમને ‘લોકેશન હિસ્ટ્રી’ બંધ કરવાનો અને વર્તમાન ઈતિહાસને મેનેજ કરવાનો વિકલ્પ મળશે.

ગૂગલ મેપ્સ ટાઈમલાઈનમાંથી ડેટા કાઢી નાખો :

જ્યારે તમે ક્યાં ક્યાં મુસાફરી કરી હોય તેનો ડેટા પણ ગૂગલ મેપ પર સેવ કરી શકાય છે.તેને પણ કાઢી નાખવાની જરૂર છે. તમારે નીચે જણાવેલ સ્ટેપ ફોલો કરવા પડશે.

  • તમારા Android ફોન પર Google Maps એપ્લિકેશનને નવીનતમ સંસ્કરણ પર અપડેટ કરો અને તેને ખોલો.
  • તળિયે એક્સપ્લોર અને ગો વિકલ્પોની બાજુમાં સાચવેલ વિકલ્પ દેખાશે. તેના પર ટેપ કરો.
  • નીચે સ્ક્રોલ કરવાથી તમને ‘ટાઈમલાઈન‘ બટન દેખાશે, તેના પર ટેપ કર્યા પછી નકશામાં સેવ કરેલો તમારો લોકેશન ડેટા ટાઈમલાઈન તરીકે દેખાશે.
  • તમે એક દિવસ માટે સ્થાન ડેટા કાઢી શકો છો અથવા તમે સમય શ્રેણી પણ પસંદ કરી શકો છો.
  • તમે ‘બધી મુલાકાતો દૂર કરો’ પસંદ કરીને અગાઉના તમામ સ્થાન ડેટાને કાઢી શકો છો.

રીઅલ-ટાઈમ લોકેશન ટ્રેકિંગને રોકવા માટે તમારા ફોનની નોટિફિકેશન પેનલમાં દર્શાવેલ લોકેશન વિકલ્પને હંમેશા બંધ રાખવો ખૂબ જ જરૂરી છે. સિલેક્ટ એપ્સને તમારું લોકેશન જાણવા માટે આની જરૂર પડી શકે છે. આવી સ્થિતિમાં થોડા સમય માટે લોકેશન ચાલુ કરો અને તેને ફરીથી બંધ કરો. ખાતરી કરો કે ફક્ત તે જ એપ્લિકેશન્સ તમારા સ્થાનને ટ્રેક કરી રહી છે જેના માટે ખરેખર આવું કરવું જરૂરી છે.

આ પણ વાંચો :-

 

શું તમારો ડેટા જલ્દી વપરાઈ જાય છે ? આ ટિપ્સ તમને જબરદસ્ત કામ લાગશે

Is your data used up quickly

  • એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં બેકગ્રાઉન્ડમાં ચાલતી રહેતી એપ્લિકેશન સૌથી વધુ ડેટા યુઝ કરે છે. આ માટે સેટિંગ્સમાં જઈને બેકગ્રાઉન્ડ ડેટા રિસ્ટ્રિક્ટ કરી દેવાથી તમે ડેટાને બચાવી શકો છો. એટલે કે જ્યારે તમે એપનો ઉપયોગ કરશો ત્યારે જ આ એપ્સ ખુલશે બાકી બંધ રહેશે.

પાછલા થોડા સમયથી મોબાઈલ ડેટાના (Mobile data) વપરાશમાં ખૂબ જ વધારો થયો છે. એકબાજુ ડેટા સસ્તો થયો છે તો બીજી બાજુ તેનો વપરાશ પણ તેટલી જ માત્રામાં વધ્યો છે. તેનું કારણ છે કે તમારા મોબાઈલમાં રહેલી એપ્સ હવે પહેલાની સરખામણીએ વધુ ડેટા વાપરે છે. સતત એપ્સના અપડેટ આવતા રહે છે.

હવે વેબ સર્ફિંગમાં પણ ટેક્સ્ટની જગ્યાએ તમને વીડિયો અને ગ્રાફિક્સ જ જોવા મળે છે જે વધુ ડેટા યુઝ કરે છે.ત્યારે અમે આજે તમને એવી કેટલીક ટિપ્સ અંગે જાણકારી આપીશું જે તમારા મોબાઇલ ફોનમાં ડેટાનો ઉપયોગ ઘટાડે અને તેમ છતા તમારા બધા જ મહત્વના કામ બરાબર જ પૂર્ણ થાય.

એપ્સને વાઈફાઈ દ્વારા જ કરો અપડેટ : 

લાઈટ વર્ઝન એપ્સ
રિસ્ટ્રિક્ટ બેકગ્રાઉન્ડ ડેટા
ડેટાના વપરાશની લિમિટ બાંધી દો
વીડિયો રિઝોલ્યુશન કરો એડજસ્ટ
વીડિયો-ફોટોના ઓટો-ડાઉનલોડથી બચો

1.   એપ્સને વાઈફાઈ દ્વારા જ કરો અપડેટ :

મોબાઈલ ડેટાના વપરાશને ઓછો કરવા માટે એક મહત્વ પૂર્ણ રસ્તો છે ઓટોમેટિક એપ્સના અપડેટને ડિસેબલ કરવું. અથવા ડુ નોટ ઓટો અપડેટ એપ્સને પણ સિલેક્ટ કરી શકો છો.

2.  લાઈટ વર્ઝન એપ્સ :

જી હાં આ પણ એક રસ્તો છે તમારા ડેટાને સેવ કરવાનો. આજકાલ મોટાભાગની એપ્સના લાઈટ વર્ઝન પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. જેમાં ફેસબુક લાઈટ, મેસેન્જર લાઈટ, ટવિટર લાઈટ જેવી એપ્સ સામેલ છે. આ એપ્સ સ્ટોરેજમાં પણ ઓછી જગ્યા રોકે છે.

3.  રિસ્ટ્રિક્ટ બેકગ્રાઉન્ડ ડેટા :

એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં બેકગ્રાઉન્ડમાં ચાલતી રહેતી એપ્લિકેશન સૌથી વધુ ડેટા યુઝ કરે છે. આ માટે સેટિંગ્સમાં જઈને બેકગ્રાઉન્ડ ડેટા રિસ્ટ્રિક્ટ કરી દેવથી તમે ડેટાને બચાવી શકો છો. એટલે કે જ્યારે તમે એપનો ઉપયોગ કરશો ત્યારે જ આ એપ્સ ખુલશે બાકી બંધ રહેશે. કઈ એપ્સનો ડેટા બંધ કરવો જોઈએ તે ચેક કરવા માટે ડેટા યુસેજમાં જઈને તમે આ ઓપ્શનને જોઈ શકો છો.

4.  ડેટાના વપરાશની લિમિટ બાંધી દો :

શું તમને ખબર છે કે તમે તમારા એન્ડ્રોઈડ ફોનમાં કેટલો ડેટા યુઝ કરવો તેની લિમિટ બાંધી શકો છો? આ માટે સેટિંગ્સમાં જઈને ડેટા યુસેજ પર ક્લિક કરો. જ્યાં તમને બિલિંગ સાયકલ દેખાશે જેમાં ડેટા લિમિટ પર જઈને તમે મહત્તમ સીમા નક્કી કરી શકો છો. આ સાથે જ ઓટોમેટિક ડિસકનેક્શનનો ઓપ્શન પણ સિલેક્ટ કરી શકો છો. એટલે કે જેવી ડેટા લિમિટ ખતમ થશે ઓટોમેટિક ઈન્ટરનેટનો ઓપ્શન બંધ થઈ જશે.

5.  વીડિયો રિઝોલ્યુશન કરો એડજસ્ટ :

ઓનાલાઈન વીડિયો સ્ટ્રિમિંગ આજકાલ ખૂબ ઝડપે વધી રહ્યું છે પરંતુ જો તમારે ઓનલાઈન જ વીડિયો જોવો હોય તો તેના રિઝોલ્યુશન સેટ કરી લો જેનાથી ડેટા યુઝ બચી જશે. HD રિઝોલ્યુશન ડેટાની વધુ ખપત કરે છે માટે જ્યારે વાઈફાઈ પર હોવ તો ઠીક છે અન્યથા લો રિઝોલ્યુશન સેટ કરી લેવું જોઇએ.

6.  વીડિયો-ફોટોના ઓટો ડાઉનલોડથી બચો :

વોટ્સએપ જેવી મેસેજિંગ એપમાં ઘણીવાર ઢગલાબંધ વીડિયો અને ફોટોઝ મોકલવામાં આવતા હોય છે જેમાંથી ઘણા વીડિયો એવા હોય છે જે રીપિટ થતા હોય ત્યારે જો ઓટો ડાઉનલોડ ઓન હોય તો તમારા ડેટાનો ખોટો ખર્ચ થશે આ માટે આવી એપના સેટિંગ્સમાં જઈને ઓટો ડાઉનલોડ ઓવર વાઈફાઈ ઓન્લી ઓપ્શન સિલેક્ટ કરો.

આ પણ વાંચો :-

સસ્તામાં Thar નું સપનું થશે પૂર્ણ, લોન્ચ થઈ ગઈ નવી Mahindra Thar RWD, બસ આટલી છે કિંમત

The dream of cheap Thar will be fulfilled

  • મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ આખરે આજે તેની બહુપ્રતીક્ષિત થારનું સસ્તું વેરિઅન્ટ નવા આકર્ષક રંગો સાથે બજારમાં ઉતાર્યું છે અને આ સાથે જ તેનું ઓફિશિયલ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

મહિન્દ્રા થારનો (Mahindra Thar) ઉલ્લેખ થતાં જ દરેક લોકોના મગજમાં એક દમદાર ઓફ-રોડરની છબી આવી જાય છે. પાવરફુલ એન્જિન અને ખાસ સ્ટાઇલના કારણે આ SUV યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. જો કે સુવિધાઓ અને લાભો હોવા છતાં આ SUV તેની ઊંચી કિંમત અને ઓછી સિટિંગ કેપીસીટીને હજુ પણ કારણે ઘણા ખરીદદારોની બકેટ લિસ્ટની બહાર છે. પણ હવે લોકોનું થાર ખરીદવાનું સપનું પૂરું થશે.

દેશની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ આખરે આજે તેની બહુપ્રતીક્ષિત થારનું સસ્તું રીઅર-વ્હીલ ડ્રાઈવ (RWD) વેરિઅન્ટ લોન્ચ કરી દીધું છે. નવી લોન્ચ કરવામાં આવેલ આ થારનો દેખાવ ઘણો આકર્ષક અને મજબૂત એન્જિન ક્ષમતાથી સજ્જ આ ઓફરોડિંગ SUVની શરૂઆતી કિંમત માત્ર 9.99 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

કંપનીએ તેને બે નવા આકર્ષક રંગો સાથે બજારમાં ઉતારી છે અને આ સાથે જ તેનું ઓફિશિયલ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ગ્રાહકો કંપનીની વેબસાઈટ અને અધિકૃત ડીલરશીપ દ્વારા બુક નવી થાર બુક કરાવી શકે છે.

બે રંગોમાં લોન્ચ કરી નવી થાર :

મહિન્દ્રાએ નવી થાર RWDને બે નવા રંગો સાથે બજારમાં ઉતારી છે જેમાં બ્લેઝિંગ બ્રોન્ઝ અને એવરેસ્ટ વ્હાઇટનો સમાવેશ થાય છે. આ સાથે જ ત્રણ દરવાજા અને ચાર સીટ સાથે આવતી નવી મહિન્દ્રા થારની કિંમત ઓછામાં ઓછી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. લોન્ચિંગ પહેલા તેની કિંમતોને લઈને લોકો વચ્ચે ઘણી અટકળો હતી પણ જણાવી દઈએ કે તેના ફોર-વ્હીલ ડ્રાઈવ વેરિઅન્ટ અને નવા વેરિઅન્ટની કિંમતોમાં ઘણો તફાવત છે.

નવી થારનું કેવું છે પાવર અને પર્ફોમન્સ :

કંપનીએ નવી એન્ટ્રી-લેવલ મહિન્દ્રા થારને પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન વિકલ્પો સાથે રજૂ કરી છે. તેના રીઅર વ્હીલ ડ્રાઇવ (RWD) વેરિઅન્ટના ડીઝલ વર્ઝનમાં, કંપનીએ 1.5 લિટર ક્ષમતા (D117) ડીઝલ એન્જિન આપ્યું છે. જણાવી દઈએ કે થારને બજારમાં પહેલીવાર લોન્ચ કરવામાં આવી ત્યારે આ જોવા મળ્યું હતું. આ એન્જિન 117 BHPનો પાવર અને 300 Nmનો ટોર્ક જનરેટ કરે છે.

આ એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સિસ્ટમ સાથે જોડાયેલું છે. જો પેટ્રોલ વર્ઝનની વાત કરી તો તેમાં કંપનીએ 2.0-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે. જે 150 BHPનો પાવર અને 320 Nmનો ટોર્ક જનરેટ કરે છે, સાથે જ આ એન્જિનને 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનો ઓપ્શન પણ મળે છે.

નવી થારમાં મળશે આ ફેસીલીટી :

થાર 2WDને કેબિનની અંદર ઓટો સ્ટાર્ટ/સ્ટોપ ફીચર મળશે અને આ સાથે જ સ્ટીયરીંગ વ્હીલ અને ડ્રાઈવરના દરવાજા વચ્ચેના કંટ્રોલ પેનલ દ્વારા એક્સેસ કરી શકાય છે. બટનની વાત કરીએ તો તે ટ્રેક્શન કંટ્રોલ સાથે આવે છે અને હિલ ડિસેન્ટ કંટ્રોલ અને ડોર અનલોક/લોક જે કંટ્રોલ પેનલથી સેન્ટર કન્સોલ પર રિપોઝિશન કરવામાં આવ્યા છે.

આ સિવાય થારને Apple CarPlay અને Android Auto કનેક્ટિવિટી સાથે 7.0-ઇંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઈલેક્ટ્રિકલી એડજસ્ટેબલ આઉટ મિરર્સ (ORVM’s) અને LED ડે ટાઇમ રનિંગ લેમ્પ્સ પણ આપ્યા છે.

આ સાથે જ નવી મહિન્દ્રા થાર નવા એક્સેસરી પેક સાથે આવશે જેમાં બિલ્ટ-ઈન સ્ટોરેજ સાથે આર્મરેસ્ટ, કપ હોલ્ડર્સ સાથે પાછળના આર્મરેસ્ટ અને USB ચાર્જિંગ પોર્ટ મળશે. થારનું આ સસ્તું વેરિઅન્ટ ફક્ત હાર્ડ ટોપ બોડી સાથે જ ઉપલબ્ધ છે અને મોડલમાં સોફ્ટ-ટોપ ફોલ્ડ કરવાનો કોઈ વિકલ્પ નથી. સાથે જ ડેશબોર્ડ પરના કેટલાક સ્વિચગિયરને પણ બદલવામાં આવ્યા છે.

ક્યારે થશે નવી થારની ડિલિવરી : 

કંપની દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ SUVને પ્રારંભિક કિંમત તરીકે રજૂ કરવામાં આવી છે, જેનો લાભ ફક્ત પહેલા 10,000 ગ્રાહકો જ લઈ શકે છે. જણાવી દઈએ કે કંપનીને આશા છે કે આ તમામ યુનિટ પ્રથમ દિવસે જ વેચાઈ જશે. મહિન્દ્રા થારના આ નવા વેરિઅન્ટની ડિલિવરી 14 જાન્યુઆરીથી શરૂ થશે.

આ પણ વાંચો :-

10 જાન્યુઆરી 2023 રાશિફળ : 6 રાશિઓની અધૂરી ઈચ્છાઓ થશે પૂર્ણ, ગણેશજીની કૃપાથી ચમકશે ભાગ્ય

10 January 2023 Horoscope Gujarat Guardian

મેષ
નાણાંકીય બાબતો માટે અનુકૂળતા જળવાય. આવકનું પાસુ મજબૂત બને. કુટુંબમાં પરસ્પરના મતભેદો ટાળવા. કાર્યક્ષેત્રે સફળતા મળે. નવા રોકાણો મુલતવી રાખવા. માતાની તબિયતની કાળજી જરૂરી. આરોગ્ય સારું રહેશે.

વૃષભ
લાગણીશીલતાનું પ્રમાણ વધતું જણાય. સંબંધના ખેંચાણને કારણે ખોટું કામ ન થઈ જાય એનું ધ્યાન રાખવું. પારિવારિક જીવનમાં સ્નેહ વધે. ભાગ્યનો સાથ મળે છે. ધંધાકીય ક્ષેત્રે નવીન ઉર્જાનો અનુભવ થાય.

‌મિથુન
ગુસ્સાનું પ્રમાણ વધે. આવકનું પ્રમાણ ઘટે. ગળાના રોગથી સાચવવું. જમણી આંખની કાળજી રાખવી. ફાયનાન્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, હોટલના ધંધામાં લાભ. ધંધામાં ઓચિંતિ સારી તક આવે.

કર્ક
વિચારવાયુનું પ્રમાણ વધે. યશ-પ્રતિષ્ઠામાં વધારો થતો જણાય. પરિવારમાં આનંદ વર્તાય. હાલના રોકાણોથી લાભ તથા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. સ્વાસ્થ્ય સારું રહેશે. દામ્પત્ય સુખમાં આનંદ વર્તાય.

‌સિંહ
આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં પરસ્પર પ્રેમની ભાવના બળવત્તર બને. ધારેલા કાર્ય પાર પાડી શકાય. નાણાંકીય રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. આરોગ્ય જળવાય. થોડો શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

કન્યા
આવકનું પાસુ મજબૂત બને છે. ગણત્રીપૂર્વકના આર્થિક રોકાણો યોગ્ય રીતે કરી શકશો. કાર્યક્ષેત્રે સફળતા અને યશના સહભાગી બનશો. માતાની તબિયત સાચવવાની સલાહ છે. સંતાનની પ્રગતિથી આનંદ જળવાય.

તુલા
આળસનો અનુભવ થાય. કામકાજ કરવાની ઈચ્છા ન થાય. આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં માનસિક તણાવ રહે. અગત્યના કાર્યો, રોકાણો મુલતવી રાખવા. આરોગ્ય જળવાશે. ભાગ્યનો સાથ મળશે. ધાર્મિક યાત્રાનું આયોજન શક્ય બને.

વૃ‌શ્ચિક
આત્મવિશ્વાસમાં વધારો થાય. આવકનું પ્રમાણ જળવાય. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં તણાવ રહે. સ્થાવર-જંગમ મિલકત ક્ષેત્રે ફાયદો અનુભવી શકાય. ગળાના રોગોથી સાવચેતી જરૂરી. વૈવાહિક જીવનમાં પ્રેમ વધે.

ધન
મન અશાંત રહે. નકારાત્મક વિચારો વધે. ડિપ્રેશનના દર્દી માટે વિશેષ સાવધાની જરૂરી. નાણાંકીય આવક અટકતી જણાય. સ્થાવર-જંગમ મિલકત અંગેના  પ્રશ્નો ઉકેલાય. માતાની તબિયત સાચવવી. દામ્પત્ય જીવનમાં ગુસ્સો ટાળવો.

મકર
માનસિક સ્થિરતા જળવાય. સામાજીક કાર્યોમાં સમય પસાર થાય. માન-સન્માન વધતા જણાય. ખોટા ખર્ચ ટાળવા. મિલકત તથા વાહન અંગે શુભ સમય છે. સંતાન સુખમાં વધારો સંભવે. આરોગ્ય જળવાય. માથામાં ઈજા થાય તો સાવધાની જરૂરી.

કુંભ
માનસિક તણાવ વધતો જણાય. આવકનું પ્રમાણ ધાર્યા કરતાં ઘટે. ખર્ચનું પ્રમાણ વધે. ધંધામાં નાણાં ફસાઈ જવાના યોગ બને છે. માતૃસુખ જળવાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. પાણીના રોગોથી સાચવવું.

મીન
આત્મવિશ્વાસ વધવાને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારમાં પરસ્પર પ્રેમમાં વધારો થાય. સંતાનની તબિયતની ચિંતા રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. જુના મિત્રોની મુલાકાત શક્ય બને.

આ પણ વાંચો :-

ઓસ્કર 2023માં ગુજરાતી ફિલ્મનો વાગ્યો ડંકો ! જુઓ ભારતના કયા ગીતો થયા શોર્ટલિસ્ટ

Oscar 2023 Gujarati film hit

  • ગુજરાતી તરીકે આપણી માટે ગૌરવની વાત એ છે કે ગુજરાતી ભાષાની ફિલ્મ છેલ્લો શો (The Last Show) એ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કેટેગરીમાં એવોર્ડ્સ માટે ભારતની સત્તાવાર એન્ટ્રી છે.

આરઆરઆર (RRR) ફિલ્મે થિયેટરમાં રિલીઝ થતાંની સાથે જ લોકોના દિલમાં એક અલગ જગયા બનાવી લીધી હતી. એસ એસ રાજામૌલીના ડિરેક્શનમાં બનેલ આ ફિલ્મે દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ ધૂમ મચાવીને ખૂબ નામ કમાયું હતું. આ સાથે જ આ વર્ષે ફિલ્મ આરઆરઆર સાથે ગુજરાતી ફિલ્મ (Gujarati movie) છેલ્લો શો પણ ઓસ્કાર સુધી પંહોચીને લોકોને ચોંકાવ્યા હતા.

બેસ્ટ ઓરિજનલ સોંગ કેટેગરી :

જણાવી દઈએ કે ફિલ્મ RRR અને છેલ્લો શો ઓસ્કારની એક ડગલું વધુ નજીક પહોંચી ગયા છે. ફિલ્મ RRR ના નાટુ નાટુ ટ્રેકને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં પસંદ કરવામાં આવ્યો છે અને આ સાથે જ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ કેટેગરીમાં ઓલ ધેટ બ્રેથ્સ અને ધ એલિફન્ટ વ્હીસ્પર્સને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે એકેડેમિક એવોર્ડ માટે નોમિનેશન 24 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે.

છેલ્લો શો થયું શોર્ટ લિસ્ટ :

આ બધા સિવાય એક ગુજરાતી તરીકે આપણી માટે ગૌરવની વાત એ છે કે ઓસ્કાર 2023 માટે ફિલ્મ ‘છેલ્લો શો’ શોર્ટ લિસ્ટ થઇ છે. ગુજરાતી ભાષાની ફિલ્મ છેલ્લો શો (The Last Show) એ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કેટેગરીમાં એવોર્ડ્સ માટે ભારતની સત્તાવાર એન્ટ્રી છે.

જણાવી દઈએ કે ધ લાસ્ટ શો આ સીરિઝમાં બીજી 14 ફિલ્મો સાથે કમ્પિટ કરશે. આ કોમ્પિટિશનમાં આર્જેન્ટિના, 1985, ડિસીઝન ટુ લીવ, ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ, ક્લોઝ અને ધ બ્લુ કફ્તાનનો પણ સમાવેશ થાય છે.

જો  RRR વિશે વાત કરીએ તો આ ફિલ્મ વિશ્વભરમાં હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થઈ હતી. અને એ સિવાય RRR આવતા મહિને ગોલ્ડન ગ્લોબ્સમાં બે એવોર્ડસ માટે સ્પર્ધા કરશે.

આ ભારતીય ફિલ્મને નોમિનેટ કરવામાં આવી હતી :

જો ભારતના ઈતિહાસની વાત કરીએ તો કુઝાંગલ, જલ્લીકટ્ટુ, ગલી બોય, વિલેજ રોકસ્ટાર્સ, ન્યુટન, વિસરનાની, આ ફિલ્મો શોર્ટલિસ્ટ થઈને ઓસ્કર જીતવામાં સફળ થઈ શકી નથી. અત્યાર સુધી ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવેલ ભારતીય ફિલ્મમાં મધર ઈન્ડિયા, સલામ બોમ્બે અને લગાન સામેલ છે

આ પણ વાંચો :-

દારૂ થોડો પીવામાં તો કોઈ વાંધો નથી : જો એવું સમજતા હોવ તો સાવધાન, WHO એ શું કહ્યું તે ખાસ જાણો

There is no harm in drinking a little alcohol

  • WHO એ હાલમાં જ ધ લાન્સેટ પબ્લિક હેલ્થમાં એક નિવેદન પ્રકાશિત કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે દારૂના વપરાશની વાત આવે ત્યારે એવી કોઈ જ સુરક્ષિત માત્રા નથી જે સ્વાસ્થ્યને પ્રભાવિત ન કરે.  નોન કમ્યુનિકેબલ ડિસિસ મેનેજમેન્ટ અને રિજિયોનલ એડવાઈઝર ડો. કેરિના ફેરેરા-બોર્ગેસ કહે છે કે અમે દારૂના ઉપયોગના તથાકથિત સુરક્ષિત લેવલ અંગે કોઈ પણ દાવો કરી શકતા નથી.

દારૂના સેવન (Alcohol consumption) અંગે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક સ્ટડી થઈ ચૂક્યા છે. જેમાં અલગ અલગ દાવા પણ કરવામાં આવ્યા છે. પરંતુ વિશ્વ આરોગ્ય સંગઠને (World Health Organization) દારૂ અંગે ચોંકાવનારો દાવો કર્યો છે. WHO એ દાવો કર્યો છે કે દારૂનું પહેલું ટીપુ પીવાથી કેન્સરનું જોખમ શરૂ થઈ જાય છે. આ સાથે જ દારૂ પીવાના એવા કોઈ માપદંડ નથી કે કહી શકાય કે કેટલા પ્રમાણમાં દારૂ પીવો તો તે હાનિકારક નથી.

WHO એ હાલમાં જ ધ લાન્સેટ પબ્લિક હેલ્થમાં એક નિવેદન પ્રકાશિત કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે દારૂના વપરાશની વાત આવે ત્યારે એવી કોઈ જ સુરક્ષિત માત્રા નથી જે સ્વાસ્થ્યને પ્રભાવિત ન કરે.  નોન કમ્યુનિકેબલ ડિસિસ મેનેજમેન્ટ અને રિજિયોનલ એડવાઈઝર ડો. કેરિના ફેરેરા-બોર્ગેસ કહે છે કે અમે દારૂના ઉપયોગના તથાકથિત સુરક્ષિત લેવલ અંગે કોઈ પણ દાવો કરી શકતા નથી.

સ્ટડીમાં કહેવાયું છે કે આલ્કોહોલનું સેવન કરવાથી ઓછામાં ઓછા 7 પ્રકારના કેન્સરનું જોખમ ઘણું વધી જાય છે. જેમાં મોઢાનું કેન્સર, ગળાનું કેન્સર, લિવર કેન્સર, એસોફેગસ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, કોલન કેન્સર સામેલ છે. વાત જાણે એમ છે કે દારૂ કોઈ સામાન્ય પીણું નથી. તે શરીરને ઘણું નુકસાન પહોંચાડે છે. આલ્કોહોલ એક એવો ઝેરી પદાર્થ છે જે દાયકાઓ પહેલા ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર તરફથી સમૂહ 1 કાર્સિનોઝેન તરીકે વર્ગીકૃત કરાયો હતો. આ સૌથી વધુ જોખમભર્યો છે. તેમાં એસ્બેસ્ટસ અને તમાકું પણ સામેલ છે.

WHO એ પોતાના સ્ટડીમાં દાવો કર્યો છે કે ઈથેનોલ જૈવિક તંત્રના માધ્યમથી કેન્સરનું કારણ બને છે. અર્થ સ્પષ્ટ છે કે દારૂ ગમે તેટલો મોંઘો કેમ ન હોય કે પછી તે ભલે ઓછા પ્રમાણમાં પીવામાં આવે, કેન્સરનું જોખમ પેદા કરે છે. સ્ટડીમાં કહેવાયું છે કે વધુ દારૂનું સેવન કરવાથી કેન્સર થવાનું જોખમ ઘણું વધી જાય છે.

નવા આંકડા દર્શાવે છે કે યુરોપીયન ક્ષેત્રમાં કેન્સરના કારણો પાછળ ફક્ત આલ્કોહોલ જવાબદાર છે. આવામાં એવા લોકો પણ સામેલ છે જેમણે ઓછા પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કર્યું હતું. એટલું જ નહીં દારૂની શોખીન મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરની સમસ્યા પણ જોવા મળી છે. તેના માટે ફક્ત આલ્કોહોલ જવાબદાર છે. આ સાથે જ યુરોપીયન યુનિયનમાં કરાયેલો એક સ્ટડી ખુલાસો કરે છે કે ત્યાં મોતનું મોટું કારણ કેન્સર છે.

ડો. ફરેરા-બોર્ગેસે કહ્યું કે જ્યારે આપણે દારૂના સેવનના સંભવિત તથાકથિત સુરક્ષિત સ્તર વિશે વાત કરીએ તો આપણે આપણા ક્ષેત્ર અને દુનિયામાં દારૂના નુકસાનની મોટી તસવીરને અવગણીએ છીએ. જો કે એ પૂરેપૂરી રીતે સાબિત થઈ ચૂક્યું છે કે દારૂ કેન્સરનું કારણ બની શકે છે. જો કે હજુ સુધી આ ફેક્ટ મોટાભાગના દેશોના લોકોને ખબર નથી. તેમણે કહ્યું કે આપણે તમાકુથી બનેલા ઉત્પાદનો બાદ દારૂની બોટલ ઉપર પણ કેન્સર સંબંધિત મેસેજ આપવાની જરૂર છે.

આ પણ વાંચો :-

ભાવનગરમાં રિલેશનમાં રહેતા યુવક-યુવતીએ વેપારીને ફસાવ્યો, ન્યૂડ વીડિયો બનાવી કરોડો રૂપિયાની માંગી ખંડણી

A young man and a young woman living in a relationship

  • ભાવનગરમાં પતિ-પત્ની તરીકે રિલેશનમાં રહેતા ભરત અને સુરેન્દ્રનગર રહેતી એક મહિલાએ વાંકાનેરના વેપારીને ફસાવી તેનો ન્યૂડ વીડીયો ઉતારી અઢી કરોડ રૂપિયાની ખંડણી માંગ્યાની ઘટના સામે આવી.

ભાવનગરમાં (Bhavnagar) ચોંકાવનારો હની ટ્રેપનો (Honey Trap) કિસ્સો બહાર આવ્યો છે. પતિ-પત્ની તરીકે રિલેશનમાં રહેતા એક યુવક અને એક યુવતીએ વાંકાનેરના વેપારીને ફસાવી તેનો ન્યૂડ વીડિયો (Nude videos) ઉતારી અઢી કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. પરંતુ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા યુવક અને યુવતીના કરોડપતિ બનવાના સપના એક મિનીટમાં રોળાઈ ગયા હતા. હાલ બંનેની ધરપકડ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અકવાડાના વેપારીને ફસાવ્યો હનીટ્રેપમાં :

ભાવનગરના યુવક યુવતીને કરોડપતિ બનવાના સપના અધૂરા રહ્યા છે. સમગ્ર મામલો એ પ્રકારે છે કે ભરત ઉર્ફે ભોલી અને સુરેન્દ્રનગર રહેતી એક મહિલા છેલ્લા છ સાત મહિનાથી ભાવનગરમાં સાથે રહે છે. જેમાં ભાવનગરમાં રહેતી મહિલાના પૂર્વ પતિના મિત્ર વાંકાનેરના એક વેપારી છે જેને બે જાન્યુઆરીના રોજ ભાવનગરના અકવાડા ખાતે મહિલાના ઘરે પહોંચ્યા હતા.

ત્યાર બાદ આ વેપારીનો ન્યૂડ વીડિયો બનાવવામાં આવ્યો હતો અને બાદમાં આ વેપારી પાસે મહિલા સાથે રહેતો યુવક ભરત ઉર્ફે ભોલીએ વીડિયો વાંકાનેરના વેપારીને મોકલ્યો હતો અને અઢી કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી ત્યારબાદ વેપારી દ્વારા ભાવનગર શહેરના બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને બંને યુવક યુવતીની અટકાયત કરી હતી હાલ હનીટ્રેપના સમગ્ર મામલે વધુ તપાસ ભાવનગર પોલીસ હાથ ધરી છે.

પોલીસે યુવક-યુવતીની કરી અટકાયત :

ભાવનગરમાં અગાઉ પણ એક તબીબ સાથે હનીટ્રેપની ઘટના બની હતી અને બાદમાં વધુ એક ફરિયાદ થતા ચકચાર મચી જાવ પામી છે વાંકાનેર નો વેપારી સિરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલો છે અને આ યુવાન સાથે તે 5 વર્ષથી સંપર્કમાં હોવાનું પણ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ભાવનગરના યુવકને યુવતીએ આ વેપારીને તાજેતરમાં પોતાને ત્યાં નાસ્તો કરવા બોલાવીને ન્યૂડ વીડિયો બનાવ્યો હતો જો કે વેપારી એ આખરે કંટાળીને પોલીસ ફરિયાદ નોંધાવી છે. આજ કાલ લોકો રાતોરાત પૈસાદાર બનવા ગમે તે હદે જઈ શકે છે તેનો ઉદાહરણ આ હનીટ્રેપનો કિસ્સો છે.

આ પણ વાંચો :-