સસ્તામાં Thar નું સપનું થશે પૂર્ણ, લોન્ચ થઈ ગઈ નવી Mahindra Thar RWD, બસ આટલી છે કિંમત

Share this story

The dream of cheap Thar will be fulfilled

  • મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ આખરે આજે તેની બહુપ્રતીક્ષિત થારનું સસ્તું વેરિઅન્ટ નવા આકર્ષક રંગો સાથે બજારમાં ઉતાર્યું છે અને આ સાથે જ તેનું ઓફિશિયલ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

મહિન્દ્રા થારનો (Mahindra Thar) ઉલ્લેખ થતાં જ દરેક લોકોના મગજમાં એક દમદાર ઓફ-રોડરની છબી આવી જાય છે. પાવરફુલ એન્જિન અને ખાસ સ્ટાઇલના કારણે આ SUV યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. જો કે સુવિધાઓ અને લાભો હોવા છતાં આ SUV તેની ઊંચી કિંમત અને ઓછી સિટિંગ કેપીસીટીને હજુ પણ કારણે ઘણા ખરીદદારોની બકેટ લિસ્ટની બહાર છે. પણ હવે લોકોનું થાર ખરીદવાનું સપનું પૂરું થશે.

દેશની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ આખરે આજે તેની બહુપ્રતીક્ષિત થારનું સસ્તું રીઅર-વ્હીલ ડ્રાઈવ (RWD) વેરિઅન્ટ લોન્ચ કરી દીધું છે. નવી લોન્ચ કરવામાં આવેલ આ થારનો દેખાવ ઘણો આકર્ષક અને મજબૂત એન્જિન ક્ષમતાથી સજ્જ આ ઓફરોડિંગ SUVની શરૂઆતી કિંમત માત્ર 9.99 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

કંપનીએ તેને બે નવા આકર્ષક રંગો સાથે બજારમાં ઉતારી છે અને આ સાથે જ તેનું ઓફિશિયલ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ગ્રાહકો કંપનીની વેબસાઈટ અને અધિકૃત ડીલરશીપ દ્વારા બુક નવી થાર બુક કરાવી શકે છે.

બે રંગોમાં લોન્ચ કરી નવી થાર :

મહિન્દ્રાએ નવી થાર RWDને બે નવા રંગો સાથે બજારમાં ઉતારી છે જેમાં બ્લેઝિંગ બ્રોન્ઝ અને એવરેસ્ટ વ્હાઇટનો સમાવેશ થાય છે. આ સાથે જ ત્રણ દરવાજા અને ચાર સીટ સાથે આવતી નવી મહિન્દ્રા થારની કિંમત ઓછામાં ઓછી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. લોન્ચિંગ પહેલા તેની કિંમતોને લઈને લોકો વચ્ચે ઘણી અટકળો હતી પણ જણાવી દઈએ કે તેના ફોર-વ્હીલ ડ્રાઈવ વેરિઅન્ટ અને નવા વેરિઅન્ટની કિંમતોમાં ઘણો તફાવત છે.

નવી થારનું કેવું છે પાવર અને પર્ફોમન્સ :

કંપનીએ નવી એન્ટ્રી-લેવલ મહિન્દ્રા થારને પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન વિકલ્પો સાથે રજૂ કરી છે. તેના રીઅર વ્હીલ ડ્રાઇવ (RWD) વેરિઅન્ટના ડીઝલ વર્ઝનમાં, કંપનીએ 1.5 લિટર ક્ષમતા (D117) ડીઝલ એન્જિન આપ્યું છે. જણાવી દઈએ કે થારને બજારમાં પહેલીવાર લોન્ચ કરવામાં આવી ત્યારે આ જોવા મળ્યું હતું. આ એન્જિન 117 BHPનો પાવર અને 300 Nmનો ટોર્ક જનરેટ કરે છે.

આ એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સિસ્ટમ સાથે જોડાયેલું છે. જો પેટ્રોલ વર્ઝનની વાત કરી તો તેમાં કંપનીએ 2.0-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કર્યો છે. જે 150 BHPનો પાવર અને 320 Nmનો ટોર્ક જનરેટ કરે છે, સાથે જ આ એન્જિનને 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનો ઓપ્શન પણ મળે છે.

નવી થારમાં મળશે આ ફેસીલીટી :

થાર 2WDને કેબિનની અંદર ઓટો સ્ટાર્ટ/સ્ટોપ ફીચર મળશે અને આ સાથે જ સ્ટીયરીંગ વ્હીલ અને ડ્રાઈવરના દરવાજા વચ્ચેના કંટ્રોલ પેનલ દ્વારા એક્સેસ કરી શકાય છે. બટનની વાત કરીએ તો તે ટ્રેક્શન કંટ્રોલ સાથે આવે છે અને હિલ ડિસેન્ટ કંટ્રોલ અને ડોર અનલોક/લોક જે કંટ્રોલ પેનલથી સેન્ટર કન્સોલ પર રિપોઝિશન કરવામાં આવ્યા છે.

આ સિવાય થારને Apple CarPlay અને Android Auto કનેક્ટિવિટી સાથે 7.0-ઇંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઈલેક્ટ્રિકલી એડજસ્ટેબલ આઉટ મિરર્સ (ORVM’s) અને LED ડે ટાઇમ રનિંગ લેમ્પ્સ પણ આપ્યા છે.

આ સાથે જ નવી મહિન્દ્રા થાર નવા એક્સેસરી પેક સાથે આવશે જેમાં બિલ્ટ-ઈન સ્ટોરેજ સાથે આર્મરેસ્ટ, કપ હોલ્ડર્સ સાથે પાછળના આર્મરેસ્ટ અને USB ચાર્જિંગ પોર્ટ મળશે. થારનું આ સસ્તું વેરિઅન્ટ ફક્ત હાર્ડ ટોપ બોડી સાથે જ ઉપલબ્ધ છે અને મોડલમાં સોફ્ટ-ટોપ ફોલ્ડ કરવાનો કોઈ વિકલ્પ નથી. સાથે જ ડેશબોર્ડ પરના કેટલાક સ્વિચગિયરને પણ બદલવામાં આવ્યા છે.

ક્યારે થશે નવી થારની ડિલિવરી : 

કંપની દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ SUVને પ્રારંભિક કિંમત તરીકે રજૂ કરવામાં આવી છે, જેનો લાભ ફક્ત પહેલા 10,000 ગ્રાહકો જ લઈ શકે છે. જણાવી દઈએ કે કંપનીને આશા છે કે આ તમામ યુનિટ પ્રથમ દિવસે જ વેચાઈ જશે. મહિન્દ્રા થારના આ નવા વેરિઅન્ટની ડિલિવરી 14 જાન્યુઆરીથી શરૂ થશે.

આ પણ વાંચો :-