ઓસ્કર 2023માં ગુજરાતી ફિલ્મનો વાગ્યો ડંકો ! જુઓ ભારતના કયા ગીતો થયા શોર્ટલિસ્ટ

Share this story

Oscar 2023 Gujarati film hit

  • ગુજરાતી તરીકે આપણી માટે ગૌરવની વાત એ છે કે ગુજરાતી ભાષાની ફિલ્મ છેલ્લો શો (The Last Show) એ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કેટેગરીમાં એવોર્ડ્સ માટે ભારતની સત્તાવાર એન્ટ્રી છે.

આરઆરઆર (RRR) ફિલ્મે થિયેટરમાં રિલીઝ થતાંની સાથે જ લોકોના દિલમાં એક અલગ જગયા બનાવી લીધી હતી. એસ એસ રાજામૌલીના ડિરેક્શનમાં બનેલ આ ફિલ્મે દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ ધૂમ મચાવીને ખૂબ નામ કમાયું હતું. આ સાથે જ આ વર્ષે ફિલ્મ આરઆરઆર સાથે ગુજરાતી ફિલ્મ (Gujarati movie) છેલ્લો શો પણ ઓસ્કાર સુધી પંહોચીને લોકોને ચોંકાવ્યા હતા.

બેસ્ટ ઓરિજનલ સોંગ કેટેગરી :

જણાવી દઈએ કે ફિલ્મ RRR અને છેલ્લો શો ઓસ્કારની એક ડગલું વધુ નજીક પહોંચી ગયા છે. ફિલ્મ RRR ના નાટુ નાટુ ટ્રેકને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં પસંદ કરવામાં આવ્યો છે અને આ સાથે જ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ કેટેગરીમાં ઓલ ધેટ બ્રેથ્સ અને ધ એલિફન્ટ વ્હીસ્પર્સને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે એકેડેમિક એવોર્ડ માટે નોમિનેશન 24 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે.

છેલ્લો શો થયું શોર્ટ લિસ્ટ :

આ બધા સિવાય એક ગુજરાતી તરીકે આપણી માટે ગૌરવની વાત એ છે કે ઓસ્કાર 2023 માટે ફિલ્મ ‘છેલ્લો શો’ શોર્ટ લિસ્ટ થઇ છે. ગુજરાતી ભાષાની ફિલ્મ છેલ્લો શો (The Last Show) એ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ કેટેગરીમાં એવોર્ડ્સ માટે ભારતની સત્તાવાર એન્ટ્રી છે.

જણાવી દઈએ કે ધ લાસ્ટ શો આ સીરિઝમાં બીજી 14 ફિલ્મો સાથે કમ્પિટ કરશે. આ કોમ્પિટિશનમાં આર્જેન્ટિના, 1985, ડિસીઝન ટુ લીવ, ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ, ક્લોઝ અને ધ બ્લુ કફ્તાનનો પણ સમાવેશ થાય છે.

જો  RRR વિશે વાત કરીએ તો આ ફિલ્મ વિશ્વભરમાં હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થઈ હતી. અને એ સિવાય RRR આવતા મહિને ગોલ્ડન ગ્લોબ્સમાં બે એવોર્ડસ માટે સ્પર્ધા કરશે.

આ ભારતીય ફિલ્મને નોમિનેટ કરવામાં આવી હતી :

જો ભારતના ઈતિહાસની વાત કરીએ તો કુઝાંગલ, જલ્લીકટ્ટુ, ગલી બોય, વિલેજ રોકસ્ટાર્સ, ન્યુટન, વિસરનાની, આ ફિલ્મો શોર્ટલિસ્ટ થઈને ઓસ્કર જીતવામાં સફળ થઈ શકી નથી. અત્યાર સુધી ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવેલ ભારતીય ફિલ્મમાં મધર ઈન્ડિયા, સલામ બોમ્બે અને લગાન સામેલ છે

આ પણ વાંચો :-