વિજય રૂપાણી અને નીતિન પટેલના આવશે ‘અચ્છે દિન’, જાણો દિગ્ગજ નેતાઓ માટે ભાજપનો શું છે પ્લાન

Share this story

Vijay Rupani and Nitin Patel’s

  • ગુજરાતમાં નો રીપિટ થિયરી લાગુ થવાથી લાંબા સમય સુધી સરકારનો ચહેરો રહેલા વિજય રૂપાણી અને નીતિન પટેલના અચ્છે દિન આવવાના છે. હાલના સમયે ભૂતપૂર્વ બનીને ઘરે બેઠેલા બંને નેતાઓને ઓગસ્ટમાં રાજ્યસભાની ટિકીટ મળી શકે છે. રાજ્યમાં ખાલી થઈ રહેલી બેઠક માટે બંને નેતાઓના નામ સૌથી આગળ છે.

ગુજરાતમાં 5 વર્ષથી વધારે સમય સુધી મુખ્યમંત્રી (Chief Minister) અને નાયબ મુખ્યમંત્રીની (Deputy Chief Minister) જવાબદારીની સાતે કામ કરનારા વિજય રૂપાણી (Vijay Rupani) અને નીતિન પટેલનો (Nitin Patel) એકાંતવાસ ટૂંક સમયમાં પૂરો થઈ શકે છે. પાર્ટીના બંને નેતા 2023માં જ રાજ્યસભામાં પહોંચી શકે છે. ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકનો કાર્યકાળ ઓગસ્ટમાં પૂરો થઈ રહ્યો છે.

એવામાં જુલાઈના અંતમાં બંને નેતાઓને રાજ્યસભામાં મોકલવાની જાહેરાત થઈ શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બંને નેતા ચૂંટણી લડ્યા ન હતા. બીજેપીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબના પ્રભારી બનાવ્યા હતા. તો નીતિન પટેલ પાસે હાલમાં કોઈ મોટી જવાબદારી નથી.

ગુજરાતમાં રાજ્યસભાની 11માંથી 8 સીટ ભાજપ પાસે :

ગુજરાતમાં રાજ્યસભાની હાલમાં 11 સીટ છે. જેમાંથી 8 ભાજપ પાસે છે. જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 3 જ બેઠક છે. બીજેપીની 8માંથી 3 બેઠકનો કાર્યકાળ ઓગસ્ટમાં પૂરો થઈ રહ્યો છે. હાલમાં આ બેઠક પર વિદેશ મંત્રી એસ.જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશચંદ્ર અનાવડિયા છે. સંભાવના છે કે વિદેશ મંત્રી એસ. જયશંકર ફરીથી ગુજરાતમાંથી રાજ્યસભા જશે.

જ્યારે બીજી બે બેઠક માટે વિજય રૂપાણી અને નીતિન પટેલનું નામ સૌથી ઉપર છે. વિજય રૂપાણી એકવાર રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. જ્યારે 4 મુખ્યમંત્રીની સાથે કામ કરનારા નીતિન પટેલને તક મળશે તો તે પહેલીવાર રાજ્યસભા પહોંચશે.

2024માં ફરી ખાલી થશે બેઠક :

ઓગસ્ટ 2023માં જ્યાં 3 બેઠક ખાલી થઈ રહી છે. તો 2024ની લોકસભા ચૂંટણી પહેલાં એપ્રિલમાં બીજી 4 બેઠકનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. જેમાંથી 2 કોંગ્રેસ પાસે છે અને 2 ભાજપ પાસે છે. કોંગ્રેસમાંથી પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણ રાઠવા અને અમી યાજ્ઞિક હાલમાં રાજ્યસભામાં છે. જ્યારે ભાજપ તરફથી મનસુખ માંડવિયા અને પરશોત્તમ રૂપાલા રાજ્યસભામાં છે.

બંને નેતાઓ ફરી રીપિટ થાય તેવી શક્યતા છે. એવામાં બીજેપી કોંગ્રેસના કબજાવાળી રાજ્યસભાની બેઠક પર લોકસભાની ચૂંટણી પહેલાં પોતાના બે નેતાને રાજ્યસભામાં મોકલી શકશે. ગુજરાતમાં બીજેપીની પ્રચંડ જીત પછી જૂન 2026માં બીજેપી તમામ 11 બેઠકો પર કબજો કરી લેશે.

આ પણ વાંચો :-