Home Blog Page 1193

ભેંસને બચાવવા વાંદરાઓએ સિંહણ સાથે બાથ ભીડી, પછી જે થયું જોઈને ડરી જશો

The monkeys bathed with the lioness

  • બધા જાણે છે કે વાંદરાઓ બહુ તોફાની હોય છે. તેઓ ગમે ત્યારે ગમે તેને ચિડવીને ભાગી જાય  છે. જેવા વાંદરાઓ દેખાય તો લોકો પણ પોતાનો સામાન સંતાડી દેતા હોય છે. અને જો વાંદરાઓનું ટોળું આવી જાય તો લોકો ડરવા પણ માંડે છે. પરંતુ આજે તમે વાંદરાઓનો જે વીડિયો જોવાના છો તે જોઈને તમે ખુશ થઈ જશો.

બધા જાણે છે કે વાંદરાઓ (Monkey) બહુ તોફાની હોય છે. તેઓ ગમે ત્યારે ગમે તેને ચિડવીને ભાગી જાય  છે. જેવા વાંદરાઓ દેખાય તો લોકો પણ પોતાનો સામાન સંતાડી દેતા હોય છે. અને જો વાંદરાઓનું ટોળું આવી જાય તો લોકો ડરવા પણ માંડે છે. પરંતુ આજે તમે વાંદરાઓનો જે વીડિયો (Videos) જોવાના છો તે જોઈને તમે ખુશ થઈ જશો.

વાંદરાઓ વિશે એવું કહેવામાં આવે છે કે તે કોઈનાથી ડરતા નથી. પરંતુ તેઓ બીજાને ડરાવે છે. પછી તે ભલે સિંહ હોય કે પછી દીપડો હોય. જો કે જંગલી પ્રાણીઓને લગતા અનેક પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. પરંતુ વાંદરાઓનો આજનો વીડિયો તમને ખૂબ હસાવશે.

આજના વાયરલ વીડિયોમાં ત્રણ પ્રાણીઓ છે. વાંદરો, સિંહણ અને એક ભેંસ. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક જંગલી ભેંસ ઝાડ પાસે ઉભી છે. એ ઝાડ પર ઘણા વાંદરાઓ પણ છે. તે જ સમયે નજીકમાં થોડા અંતરે એક સિંહણ બેઠી છે, જે ભેંસના શિકારની રાહ જોઈ રહી છે. પરંતુ વાંદરાઓ કદાચ સિંહણના ઈરાદાને સમજી જાય છે અને તેઓ સિંહણને સતત ચીડવવા લાગે છે. તેઓ ઝાડ પર જ એટલા બધા કૂદકા મારે છે કે સિંહણનું ધ્યાન ભટકી જાય છે અને ભેંસ પોતાનો જીવ બચાવીને ભાગી જાય છે.

સિંહણ ભેંસનો શિકાર તો નથી કરી શકતી પરંતુ વાંદરાઓ પર ચોક્કસપણે ગુસ્સે ભરાય છે. ક્રોધિત સિંહણ વાંદરાઓ સાથે ઝાડની નીચે આવીને બેસે છે જેથી હવે તે વાંદરાઓનો શિકાર કરી શકે. પરંતુ વાંદરાઓ તો હોંશિયાર છે ને તેઓ વારંવાર ઝાડ પરથી અડધે સુધી આવવાની એક્ટિંગ કરે છે જેવી સિંહણ આવે કે ફટાક કરતા ફરી ઝાડ પર ચડી જાય છે.

આ પણ વાંચો :-

Flight Ticket Booking : સસ્તી થઈ હવાઈ યાત્રા, માત્ર 1199માં દેશભરમાં કરો મુસાફરી ! હમણાં બુક કરો

0

Flight Ticket Booking

  • જો તમે પણ મોંઘી એર ટિકિટથી પરેશાન છો તો હવે તમારે ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. ઈન્ડિયન એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટ ઓફર ખાસ ઓફર લઈને આવી છે. જેમાં તમે માત્ર રૂ.1199માં તમારી એર ટિકિટ બુક કરાવી શકો છો. ડોમેસ્ટિક ટિકિટની સાથે સાથે ઈન્ટરનેશનલ ટિકિટ પણ સસ્તામાં મળી રહી છે.

જો તમે પણ મોંઘી એર ટિકિટથી (Air ticket) પરેશાન છો તો હવે તમારે ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. ઈન્ડિયન એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટ ઓફર (Go first offer) ખાસ ઓફર લઈને આવી છે, જેમાં તમે માત્ર રૂ.1199માં તમારી એર ટિકિટ બુક કરાવી શકો છો. ડોમેસ્ટિક ટિકિટની સાથે સાથે ઇન્ટરનેશનલ ટિકિટ પણ સસ્તામાં મળી રહી છે.

Go First દ્વારા ટ્વીટ :

Go First એ ઓફિશિયલ ટ્વીટમાં લખ્યું છે કે હવે તમે માત્ર રૂ.1199માં ડોમેસ્ટિક હવાઈ મુસાફરી કરી શકશો. આ સાથે તમારે આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે 6599 રૂપિયા ખર્ચવા પડશે. ઈન્ડિયન એરલાઈન તમારા માટે એક ખાસ ઓફર લઈને આવી છે. જેમાં તમે સસ્તામાં હવાઈ મુસાફરી કરી શકો છો.

ફ્રી રિશેડ્યુલિંગ અને કેન્સલેશનની પણ મળશે સુવિધા :

તમને જણાવી દઈએ કે કંપનીની આ ઓફરમાં તમને ફ્રી રિશેડ્યુલિંગની સુવિધા મળી રહી છે. આ સાથે જ તમને ફ્રી કેન્સલેશનનો લાભ પણ મળશે એટલે કે જો તમે ટિકિટ કેન્સલ કરાવો છો તો તમારે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં.

Go Firstની ઓફરમાં 1 મિલિયન સુધી સીટ મળશે :

ગો ફર્સ્ટના આ સેલમાં 1 મિલિયનથી વધુ સીટો ઉપલબ્ધ હશે. જેના માટે તમે બુક કરી શકો છો. તમે આ સેલમાં 16 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી 2023 સુધી બુક કરી શકો છો. આ સાથે જો આપણે મુસાફરીના સમયગાળા વિશે વાત કરીએ તો તમે 4 ફેબ્રુઆરીથી 30 સપ્ટેમ્બર, 2023 સુધી મુસાફરી કરી શકો છો. તમે આવનારા 8 મહિના માટે ટિકિટ બુક કરાવી શકો છો.

કંપનીના અધિકારીએ આપી માહિતી :

ગો ફર્સ્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કૌશિક ખોનાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે આ ઓફર દ્વારા કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને સસ્તી, આરામદાયક અને સુવિધાજનક હવાઈ મુસાફરી પૂરી પાડવાનો છે.

સત્તાવાર વેબસાઈટ પર તપાસ કરો :

ઓફરની વધુ જાણકારી માટે તમે કંપનીની સત્તાવાર વેબસાઈટ https://www.flygofirst.com/offers-and-promotions/travel-india-travel-sale/ ની મુલાકાત લઈ શકો છો. જ્યાં તમને આ ઓફર વિશેની બધી જ જાણકારી મળી  રહેશે.

આ પણ વાંચો :-

 

દુબઈ-પાકિસ્તાન નથી કરી શક્યું તે કચ્છે કરી દેખાડ્યું ! ઊંટડીના દૂધનો પ્રથમ પ્લાન્ટ શરૂ

0

Kutch showed that Dubai-Pakistan could not do it

  • વિશ્વમાં ઊંટના દૂધના પ્રોસેસિંગ માટે દુબઈ અને પાકિસ્તાનમાં ત્રણ કેન્દ્ર છે અને ચોથું ત્યાંથી પણ અત્યાધુનિક એવું પ્રોસેસિંગ કેન્દ્ર કચ્છના ચાંદ્રાણી ગામે 2023ના આરંભ સાથે શરૂ થયું છે. ઊંટના દૂધના પ્રોસેસિંગ માટે દુબઈ અને પાકિસ્તાનમાં ત્રણ કેન્દ્ર અને ચોથું રાષ્ટ્રનું પ્રથમ તથા વિશ્વનું એવું સર્વપ્રથમ પ્રોસેસિંગ યુનિટ છે.

ભારતનો ઊંટડીના દૂધનો પ્રથમ પ્લાન્ટ શરૂ થઈ ચૂક્યો છે. ઊંટડીના દુર્ગંધમુક્ત દૂધમાં કચ્છને (Kutch) મોટી સફળતા મળી છે. દુબઈ-પાકિસ્તાનમાં પણ ઊંટના દૂધમાં વાસ તો રહે જ છે. ત્યારે ઊંટની ઉપયોગિતા રણમાં તો છે પણ હવે વૈશ્વિકસ્તરે વધી ગઈ છે. મેડિકલ ક્ષેત્રે પ્રમાણિત થયું છે કે ઊંટના દૂધમાં ‘ઈન્સ્યુલિન’નું (Insulin) પ્રમાણ ભારે વધુ હોવાથી જો મધુપ્રમેહથી પીડિત વ્યક્તિ ઊંટના દૂધનું સેવન કરે તો ડાયાબિટીસ પણ અંકુશમાં આવી જાય છે.

અગાઉ 20 રૂપિયે લીટર ઊંટડીનું દૂધ વેચાતું અને હવે 50 રૂપિયે લિટર મળે છે. વિશ્વમાં ઊંટના દૂધના પ્રોસેસિંગ માટે દુબઇ અને પાકિસ્તાનમાં ત્રણ કેન્દ્ર છે અને ચોથું ત્યાંથી પણ અત્યાધુનિક એવું પ્રોસેસિંગ કેન્દ્ર કચ્છના ચાંદ્રાણી ગામે 2023ના આરંભ સાથે શરૂ થયું છે. ઊંટના દૂધના પ્રોસેસિંગ માટે દુબઈ અને પાકિસ્તાનમાં ત્રણ કેન્દ્ર અને ચોથું રાષ્ટ્રનું પ્રથમ તથા વિશ્વનું એવું સર્વપ્રથમ પ્રોસેસિંગ યુનિટ છે. જેમાં દૂધમાંથી દુર્ગંધ સદંતર દૂર કરવામાં સફળતા મળી છે.

રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલાં ઓગસ્ટ 22મા વડાપ્રધાને લોકાર્પણ કર્યું એ ચાંદ્રાણી ગામે નિર્મિત સરહદ ડેરીના દૂધ ઉત્પાદન અને પેકેજિંગ પ્લાન્ટ એ જાન્યુઆરી-23થી કામ કરવાનું શરૂ કર્યું. કરોડોના ખર્ચે નિર્માણ પામેલા આ પ્લાન્ટમાં આવેલા ‘કેમલમિલ્ક’ પ્રોસેસિંગ યુનિટમાં ‘ડિયોડરલાઇઝેશન’ મશીનની મદદથી ઊંટડીના દૂધમાં રહેલી પરંપરાગત દુર્ગંધ દૂર થઈ જતા આવનારા સમયમાં આ પ્લાન્ટને મોટી સફળતા મળશે કારણ કે, વિશ્વમાં ઊંટડીના દૂધક્ષેત્રે હજુ સુધી ક્યાંયે દૂર્ગંધ દૂર કરી શકાઈ નથી.

કચ્છમાં ઊંટ ઉછેરક માલધારી સંગઠન રચાયું છે. અહીં હાલ 13,300 ઊંટ છે. જેમાં 1600 ખારાઇ ઊંટ છે. ખારાઇ ઊંટ ફકીરાણી જત સમુદાય પાળે છે અને તે દરિયામાં તરીને બેટ પર ચેરિયા ખાય છે. જો ચેરિયા લુપ્ત થશે તો ખારાઈ ઊંટની જાત લુપ્ત થઈ જશે. વિશ્વમાં એકમાત્ર આ ઊંટ તરી શકે છે. દેશભરમાં ઊંટની સંખ્યા ઘટે છે.

જ્યારે કચ્છ-રાજસ્થાનમાં તેમની સંખ્યા વધી રહી છે.

આ પણ વાંચો :-

 

 

 

શરદીની સિઝનમાં ઉઠાવવો છે ગરમીનો આનંદ ? તો આજે જ ફાઇનલ કરો આ હોટ ડેસ્ટિનેશન

0

Enjoy the heat in the cold season

  • શિયાળામાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો આજે અમે તમને ગરમ પાણીના કુંડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ કુંડની ખાસિયત એ છે કે તેનું પાણી શિયાળામાં પણ ગરમ રહે છે.

જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે અને ઠંડી ધીરે ધીરે જોર જમાવી રહી છે એવામાં ઘણા લોકો ફરવા જવાનું વિચારી રહ્યા હશે અને જો તમે પણ વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા કામના છે. આપણો ભારત દેશ એ ફરવા માટે એક રસપ્રદ પ્રવાસ સ્થળ છે કારણ કે આપણા દેશમાં ઉનાળામાં ઠંડી અને શિયાળામાં (Winter) ગરમીનો અનુભવ થઈ શકે છે.

હાલ ઉત્તર ભારત સહિત દેશના મોટા ભાગના ભાગોમાં ઠંડી સતત તબાહી મચાવી રહી છે અને જો તમે આ સિઝનમાં ઉનાળાની મજા માણવા માંગતા હોય તો ભારતના આ ગરમ પાણીના કુંડની મુલાકાત લેવી જોઈએ. શિયાળામાં ફરવા જવા માટે આવા ઘણા ગરમ પાણીના કુંડ (Hot water tank) ભારતમાં તો આજે અમે તમને ગરમ પાણીના કુંડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. છે જેનું પાણી શિયાળામાં ગરમ રહે છે. જણાવી દઈએ કે આ તમામ કુંડ પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે અને ફરવા માટે એક સારી જગ્યા છે.

પનામીક, નુબ્રાવેલી :

આપણે બધા જાણીએ છીએ કે લેહ એ ભારતનો સૌથી ઠંડો પ્રદેશ છે પણ તમે અહીં હાજર પનામિક નામના ગરમ કુંડ ડેસ્ટિનેશનની મુલાકાત લઈ શકો છો.જણાવી દઈએ કે આ કુંડ લગભગ 10442 ફૂટની ઉંચાઈ પર હાજર છે અને અહીંના નજારા મનને મોહી લે છે.

મણિકરણ :

હિમાચલ પ્રદેશમાં આવેલું ઐતિહાસિક મણિકરણ ગામ પણ ગરમ પાણીના કુંડ માટે ઘણું પ્રખ્યાત છે. આ સ્થળ પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે અને શિયાળાની ઠંડીમાં પણ આ કુંડનું પાણી ગરમ રહે છે. આ સિવાય કુંડ સાથે અનેક ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી છે.

અત્રી કુંડ :

આ સિવાય ઓડિશામાં પણ એક આઆવો કુંડ આવેલ છે. ઓડિશાનો અત્રી કુંડ પણ તેના ગરમ પાણી માટે પણ લોકો વચ્ચે ઘણો પ્રખ્યાત છે. જણાવી દઈએ કે આ કુંડ ભુવનેશ્વરથી લગભગ 40 કિમીના અંતરે આવેલ છે અને એવું માનવામાં આવે છે કે શિયાળાની ઋતુમાં પણ આ કુંડના પાણીનું તાપમાન 55 ડિગ્રીની આસપાસ રહે છે.

ખીર ગંગા :

આ સિવાય હિમાચલ પ્રદેશમાં વધુ એક પ્રખ્યાત ગરમ પાણીનો કુંડ આવેલ છે અને એવું કહેવાય છે કે આ કુંડનું પાણી 12 મહિના સુધી ગરમ રહે છે. ખીર ગંગા કુલ્લુ, હિમાચલ પ્રદેશમાં આવેલ છે.

આ પણ વાંચો :-

મલાઈકા અરોરા ને યોગ કરતી જોઈને લોકો થયા બેકાબૂ, Video એ સોશિયલ મીડિયામાં આગ લગાવી

People went wild after seeing Malaika Arora doing yoga

  • બોલિવૂડની દિવા મલાઈકા અરોરા અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. તાજેતરમાં મલાઈકા અરોરાનો (Malaika Arora) વર્કઆઉટ વીડિયો જોયા પછી ઘણા લોકોને પરસેવો આવવા લાગ્યો અને લોકો પણ અભિનેત્રીથી પ્રેરિત પણ થયા છે.

મલાઈકા અરોરા (Malaika Arora) તેના શો ‘મૂવિંગ ઈન વિથ મલાઈકા’ના કારણે લોકોનું ધ્યાન આકર્ષિ રહી છે. શોના પ્રોમો જોયા બાદ લોકો એપિસોડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ વખતે મલાઈકાના વર્કઆઉટ વીડિયોએ (Workout Video) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામનું તાપમાન વધારી દીધું છે.

વીડિયો જોઈને લોકોનો પરસેવો છૂટી ગયો :

આ વીડિયો જોયા બાદ ઘણા લોકો અભિનેત્રીના દિવાના બની ગયા છે. તમને જણાવી દઈએ કે મલાઈકાનું નામ બોલિવૂડની સૌથી ફિટ અભિનેત્રીઓમાં સામેલ છે. આ વીડિયો જોયા પછી લોકો સમજી જશે કે ફિટ બોડી જાળવવા માટે કેટલી મહેનત કરવી પડે છે. પહેલા તમે પણ જુઓ આ વિડિયો..

મલાઈકા અરોરા ફિટનેસને લઈને હંમેશા એલર્ટ રહે છે. સોશિયલ મીડિયા પર તેના જિમ લુક્સની ઘણી વાર ચર્ચા થાય છે. અભિનેત્રી ઘણીવાર જીમની બહાર મેકઅપ વગર જોવા મળે છે. આ વીડિયોમાં મલાઈકા અરોરાનો બોડી શેપ જોઈને ઘણા લોકો ચોક્કસપણે ફિટનેસ માટે વર્કઆઉટ અને યોગા કરવાનું મન બનાવી શકે છે. મલાઈકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર કોમેન્ટ સેક્શનમાં ઘણા લોકો મલાઈકાની પ્રશંસાના પુલ બાંધતા જોવા મળ્યા હતા. ઘણા લોકોએ ફાયર ઈમોજી મોકલ્યા અને ઘણા લોકો મલાઈકાની દિનચર્યા પૂછતા જોવા મળ્યા. અભિનેત્રીએ લોકોને સોમવારે (સોમવાર મોટિવેશન) ફિટ રહેવાની સલાહ આપી હતી અને સ્વાસ્થ્યના મામલે સાવધ રહેવા પણ કહ્યું હતું.

આ પણ વાંચો :-

ચાલતી ટ્રેનમાં કિન્નરોએ મહિલાની ડિલીવરી કરાવી, બાળકને આશીર્વાદ આપી હાથમાં રૂપિયા પણ આપ્યા

0

In the moving train, Kinnaro delivered the woman

  • હકીકતમાં જોઈએ તો હાવડા પટના શતાબ્દી એક્સપ્રેસના એક ડબ્બામાં ગર્ભવતી મહિલા પોતાના પતિ સાથે મુસાફરી કરી રહી હતી. જેવી આ ટ્રેન જસીડીહ સ્ટેશન પહોંચી. તો મહિલાની પ્રસવ પીડા વધી ગઈ હતી.

કિન્નરો (Kinnaro) દ્વારા ટ્રેનમાં મહિલાની ડિલીવરી કરાવાની ઘટના સામે આવી છે. આ ઘટના જસીડીહથી (Jasidih) ટ્રેન ઉપડ્યા બાદ ઝાઝા સ્ટેશન પહોંચવાની વચ્ચે થઈ હતી. કહેવાય છે કે ટ્રેનમાં પૈસા માગનારા કિન્નર જો તે ડબ્બામાં ન આવ્યા હોત. જેમાં મહિલા સવાર થઈને મુસાફરી કરી રહી હતી અને પ્રસવ પીડાથી પરેશાન હતી. તો તેની મુશ્કેલીઓ વધી જાત. પણ કિન્નરો પહોંચ્યા બાદ લેબર પેનથી (Labor pen) પરેશાન મહિલા અને તેના પતિને મદદ મળી ગઈ અને કિન્નરોએ માનવતાની મિસાલ રજૂ કરતા મહિલાની સેફ ડિલીવરી કરાવી હતી.

હકીકતમાં જોઈએ તો હાવડા પટના શતાબ્દી એક્સપ્રેસના (Howrah Patna Shatabdi Express) એક ડબ્બામાં ગર્ભવતી મહિલા પોતાના પતિ સાથે મુસાફરી કરી રહી હતી. જેવી આ ટ્રેન જસીડીહ સ્ટેશન પહોંચી તો મહિલાની પ્રસવ પીડા વધી ગઈ હતી. મહિલા લેબર પેનથી પરેશાન થઈ રહી હતી. પ્રસવ પીડીથી પરેશાન મહિલાની મદદ માટે ઘણી વાર સુધી કોઈ આગળ આવ્યું નહીં. જ્યારે તે ડબ્બામાં કોઈ મહિલા મુસાફર નહોતું. ત્યારે ટ્રેન સિમુલતલા પહોંચતા કિન્નરોને એક ટોળી તે ડબ્બામાં આવી અને તેમણે આ મહિલાની ડિલીવરી કરાવી હતી.

કિન્નરોએ દેખાડી હિમ્મત :

પૈસા માગવા માટે ડબ્બામાં પહોંચેલા કિન્નરોને જ્યારે ખબર પડી કે મહિલા પ્રસવ પીડાથી પરેશાન છે તો તેમણે સમય વેડફ્યા વિના મહિલાને ટ્રેનના ડબ્બામાં વોશરુમમાં લઈ ગયા અને ત્યાં ડિલીવરી કરાવી. પ્રસવ બાદ મહિલા અને તેનું બાળક બંને સ્વસ્થ્ય છે. પ્રાપ્ત જાણકારી અનુસાર ટ્રેનમાં સવાર જે મહિલાની પ્રસવ કરવાનો નિર્ણય કર્યો તે શેખપુરાની રહેવાસી છે અને તે પોતાના પતિ સાથે હાવડાથી લખીસરાય જઈ રહી હતી. પ્રસવ કર્યા બાદ તમામ કિન્નર ઝાઝા સ્ટેશન પર ઉતરવા લાગ્યા હતા.

ટ્રેનની ઘટનાનો વીડિયો વાયરલ :

આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કિન્નરોએ પ્રસવ બાદ ગરીબ દંપતીને રૂપિયા આપીને મદદ પણ કરી જેનો વીડિયો સામે આવ્યો છે. તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પ્રસવ કરનારી કિન્નર ટ્રેનની બોગીમાં બેઠેલા મુસાફરો ખાસ કરીને મહિલાઓને સંભળાવી રહી હતી કે એક મહિલા કેવી રીતે દર્દથી પીડાતી હતી અને કોઈ તેની મદદ માટે આગળ ન આવ્યું. વીડિયોમાં તમામ કિન્નરો બાળકને આશીર્વાદ પણ આપી રહ્યા હતા કે ભણી ગણીને તે ડોક્ટર બને અને આવી રીતે મુસીબતમાં ફસાયેલા લોકોના જીવ બચાવી તેમની મદદ કરે.

આ પણ વાંચો :-

ડોન દાઉદ ઈબ્રાહિમે પાકિ.ની મહિલા સાથે કર્યા બીજા લગ્ન, ભાણિયાએ ખોલી નાખી પોલ

Don Dawood Ibrahim married a Pakistani woman for the second time

  • ભાગેડુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અંગે મોટો ખુલાસો થયો છે. ટેરર નેટવર્ક મામલે સુરક્ષા એજન્સી NIA એ દાઉદ ઈબ્રાહિમના ભાણીયા અલીશાહનું નિવેદન નોંધ્યું હતું. અલીશાહે પોતાના નિવેદનમાં દાઉદ વિશે ચોંકાવનારી વાતો કરી છે. અલીશાહે જણાવ્યું કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ બીજી બેગમ લઈ આવ્યો છે.

ભાગેડુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ (Don Dawood Ibrahim) અંગે મોટો ખુલાસો થયો છે. ટેરર નેટવર્ક મામલે સુરક્ષા એજન્સી NIA એ દાઉદ ઈબ્રાહિમના ભાણીયા અલીશાહનું નિવેદન નોંધ્યું હતું. અલીશાહે (Alisha) પોતાના નિવેદનમાં દાઉદ વિશે ચોંકાવનારી વાતો કરી છે. અલીશાહે જણાવ્યું કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ બીજી બેગમ લઈ આવ્યો છે. તેણે તેની પહેલી પત્નીને તલાક આપીને બીજીવાર નિકાહ કર્યા છે. જો કે નિકાહ કઈ મહિલા સાથે કર્યા તેના નામનો ખુલાસો તેણે કર્યો નથી.

અલીશાહ ઈબ્રાહિમ દાઉદની બહેન હસીના પારકરનો પુત્ર છે. દાઉદના ભાણીયા અલીશાહે NIA ની પૂછપરછમાં જણાવ્યું છે કે ડોન દાઉદ ઈબ્રાહિમ કરાચીના ડિફેન્સ એરિયામાં છૂપાયેલો છે અને બીજા લગ્ન કર્યા છે. NIA એ દાઉદ ઈબ્રાહિમ અને ડી કંપની સાથે સંબંધ રાખવાના મામલે મુંબઈમાં મોટા પાયે કાર્યવાહી કરી હતી. જેમાં અનેક લોકોના નિવેદનો લેવાયા હતા. આ જ કડીમાં અલીશાહ ઈબ્રાહિમ પારકરનું તે સ્ટેટમેન્ટ પણ હાથ લાગ્યું છે જે તેણે એનઆઈએની પૂછપરછમાં આપ્યું હતું.

પઠાણ પરિવારમાંથી આવે છે :

દાઉદની આ બીજી બેગમ પાકિસ્તાનના જ એક પઠાણ પરિવારમાં આવે છે. જો કે NIA ના સૂત્રોના જણાવ્યાં મુજબ દાઉદ ઈબ્રાહિમે એવું કહે છે કે બીજા લગ્ન કરવા માટે તેણે પહેલી પત્ની મહેજબીનને તલાક આપ્યા છે. પરંતુ અલીશાહના નિવેદન મુજબ આવું બિલકુલ નથી.

NIA ના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે દાઉદ ઈબ્રાહિમની પહેલી પત્ની મહેજબીન સાથે મારી મુલાકાત જુલાઈ 2022માં દુબઈમાં થઈ હતી. ત્યારે મને દાઉદ ઈબ્રાહિમની બીજી પત્ની વિશે ખબર પડી હતી. અલીશાહના જણાવ્યાં મુજબ દાઉદ ઈબ્રાહિમની પહેલી પત્ની મહેજબીન જ દરેક તહેવારે અવસરે ભારતમાં બેઠેલા સંબંધીઓ સાથે વોટસએપ કોલ દ્વારા સંપર્કમાં રહે છે.

અત્રે જણાવવાનું કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં ઈડીએ પણ અલીશાહની પૂછપરછ કરી હતી. ત્યારે અલીશાહે જણાવ્યું હતું કે મને અનેક લોકોથી જાણવા મળ્યું છે કે મામા દાઉદ ઈબ્રાહિમ અને પત્ની મહેજબીનના પાંચ બાળકો છે અને બધા પાકિસ્તાનમાં જ રહે છે.

આ પણ વાંચો :-

18 જાન્યુઆરી 2023, રાશિફળ : આ રાશિના લોકોને ગજાનંદની કૃપાથી તણાવનો અંત આવશે, આર્થિક સ્થિતિમાં થશે સુધારો

January 18, 2023, Horoscope Gujarat Guardian

મેષ
બપોર સુધી પ્રસન્‍નતા જળવાય. પરિવારમાં આનંદ રહે. નવા રોકાણો સારી રીતે કરી શકાય. જૂના રોકાણોમાંથી ફાયદો થતો જણાય. પત્ની સાથે મનમેળ રહે. પરંતુ બપોર બાદ પરિસ્થિતિ ઉલટી થતાં સાવધાની રાખવી જરૂરી.

વૃષભ
બપોર સુધી ગુસ્સાવાળું વાતાવરણ રહે. ધારેલી આવક મળતી ન જણાય. શરદી-ખાંસીની કાળજી રાખવ‌ી. બપોર બાદ પરિસ્થિતિ સુધરતી જણાય. આવક વધે. જીવનસાથી સાથે આનંદ ઉત્સાહ રહે. ભાગ્ય વૃદ્ધિ થતી જણાય.

મિથુન
આવકનો પ્રવાહ ઘટતો જણાય. નાના ભાઇ-બહેનની ચિંતા રહે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. સ્થાવર-જંગમ મિલકત સંબંધી લાભ અનુભવાય. આરોગ્ય સારૂં રહે. નોકરી-ધંધામાં મિશ્ર ફળ મળતું જણાય.

કર્ક
આજનો દિવસ શુભત્વનો સંદેશ લાવ્યું છે. નાણાંની વૃદ્ધિ થથી જણાય. સ્થાવર જંગમ મિલકત અંગે શુભ ફળ પ્રાપ્‍ત થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. વિદ્યા પ્રાપ્‍તી માટે સારો દિવસ. પત્ની સાથે આનંદ, આરોગ્ય જળવાય.

સિંહ
થોડી માનસિક અશાંતી રહે, શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. નાણાંકીય ક્ષેત્રે ફાયદાકારક બનશે. નવા રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બનશે. નવા વાહનની ખરીદી શક્ય બને. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

કન્યા
નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં સુખ-શાંતી અને સ્નેહ વધે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. નવા રોકાણો ટાળવા. માતાની તબિયતની કાળજી રાખવી. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

તુલા
મોજશોખમાં ખર્ચ વધારે થાય. નવા કપડામાં ખર્ચ કરવાનું થાય. બપોર સુધી આવકમાં વૃદ્ધિ થતી જણાય. બપોરબાદ સાવધાનીથી કાર્ય કરવું. માતૃસુખમાં વૃદ્ધિ થતી જણાય. ભાગ્ય બળવાન બને છે.

વૃશ્ચિક
આદ્યાત્મિકતા વધે. હોંશિયારી અને કાબેલીયતથી સફળતા મળે. કરિયાણા, શાકભાજીના વેપારી, ધાતુનો ધંધો કરવા વાળા માટે લાભ. વિજાતીય પાત્રનું આકર્ષણ વધે. આરોગ્ય જળવાય.

ધન
માનસિક અશાંતી રહે. વિચારવાયુંનું પ્રમાણ વધે. પાણીથી દૂર રહેવાની સલાહ છે. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધશે. કાર્યમાં સ ફલતા મળતી જણાય. નોકરી-ધંધા માટે બપોર સુધી સારૂ. આકસ્મિક ખર્ચની તૈયારી રાખવી. સ્વાસ્થ્ય જળવાશે.

મકર
મિત્રો તરફથી લાભ મળતો જણાય. નવી ઓળખાણ ફળદાયી નીવડે. આવકના નવા રસ્તા ખુલતા જણાય. પિતાની તબિયત સાચવવી. નાણાંનો બગાડ અટકાવવાની સલાહ છે. કોસ્મેટીક્સ, સ્ત્રી શણગારના ધંધાર્થીઓને લાભ.

કુંભ
નોકરી-ધંધા માટે ઉત્તમ દિવસ. નવી નોકરી ઇચ્છુકને સફળતા મળતી જણાય. આત્મવિશ્વાસમાં વધારો થાય. યોગ્ય નિર્ણય લઇ શકાય. આવક જળવાય. કાર્યમાં સફળતા અનુભવાય. સંતાનો સાથે શાંતીથી કામ લેવું.

મીન
આર્થિક ક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો વચ્ચે સંપ વધે. પિતાની તબિયતની કાળજી રાખવી જરૂરી. માનહાનીના યોગ બને છે. આથી લોકોને સલાહ આપવાનું ટાળવવું. ભાગ્ય સાથ આપતું જણાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે.

આ પણ વાંચો :-

હેલમેટ પહેરવાનું ચાલુ કરી દેજો : ગુજરાત હાઈકોર્ટે સરકારને કરી ટકોર, નિયમોનું અમલીકરણ કરો…

0

Start Wearing Helmets

  • ટ્રાફિક નિયમના અમલીકરણ મામલે સુનાવણી પર હેલમેટ પહેરવાના મુદ્દા વિશે ગુજરાત હાઈકોર્ટે સરકારને ટકોર કરી.

અમદાવાદ સહિત ગુજરાતભરમાં ટ્રાફિક નિયમો (Traffic Rules) તોડનારા લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. લોકો ઘણીવાર હેલમેટ પહેર્યા વિના રસ્તાઓ પર ટુ વ્હીલર (Two wheeler) ચલાવતા જોવા મળે છે અને તેને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે દરેક ટુ વ્હીલર સવાર માટે હેલમેટ (Helmet) પહેરવું ફરજિયાત છે. આ નિયમનું પાલન હજુ પણ ઘણા લોકો નથી કરતાં.

ટ્રાફિક નિયમો મૂદ્દે હાઈકોર્ટે કરી ટકોર :

એવામાં હેલમેટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરી છે. જણાવી દઈએ કે ટ્રાફિક નિયમો મૂદ્દે હાઇકોર્ટે સરકારને ટકોર કરતા કહ્યું કે ‘હજી પણ લોકો હેલમેટ પહેરતા નથી. કેલમેટ ન પહેરવાને કારણે અકસ્માતમાં મૃત્યુના કેસમાં ઘણો વધારો થયો છે, આ મુદ્દે ચિંતા દર્શાવતા હાઈકોર્ટે સરકારને ફરી એક વખત ટકોર કરી છે.

લોકો હજુ હેલમેટ કેમ નથી પહેરી રહ્યા ?

ટ્રાફિક નિયમના અમલીકરણ મામલે હાઈકોર્ટમાં સુનાવણી પર હેલમેટ પહેરવાના મુદ્દા વિશે હાઇકોર્ટે કહ્યું છે કે, ‘  ટુ વહીલર માટે ચાલકો માટે હેલમેટ જરૂરી બનાવો, સરકારના આટલા કાયદા હોવા છતાં પણ લોકો હજુ હેલમેટ કેમ નથી પહેરી રહ્યા?’ આ સાથે જ સરકારને ટોકતાં હાઇ કોર્ટે કહ્યું હતું કે, ‘ હેલમટને લઈને કોઈ બેદરકારી ન દાખવવી જોઈએ. હેલમેટ પહેરવાના નિયમનું ફરજીયાત પાલન કરવું જોઈએ..’

શું છે નિયમ ?

મોટર વાહન અધિનિયમ હેઠળના નવા નિયમો હેઠળ, જો ટુ-વ્હીલર સવાર હેલમેટ પહેરે છે પરંતુ પટ્ટા વિના હેલમેટ પહેરે છે અથવા હેલમેટ પાસે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) પ્રમાણપત્ર નથી અથવા ISI માર્ક નથી તો આ બધાને કલમ 129 હેઠળ ઉલ્લંઘન ગણવામાં આવે છે.

આ પણ વાંચો :-