Home Blog Page 1176

SBI કાર્ડે આપ્યો મોટો ઝટકો, હવે 99 રૂપિયાની જગ્યાએ આટલાં રૂપિયા લાગશે ચાર્જ, જાણો બીજી બેંક કેટલો વસૂલે છે

0

SBI card has given a big boost

  • જો તમારી પાસે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું ક્રેડિટ કાર્ડ હોય તો આ ખબર તમારા કામની છે.

એસબીઆઈએ (SBI) ક્રેડિટ કાર્ડધારકોને (Credit card holders) મોટો ઝટકો આપ્યો છે. કંપનીએ ક્રેડિટ કાર્ડ દ્વારા રેન્ટ પેમેન્ટ પર પ્રોસેસિંગ ફીમાં વધારો કર્યો છે. એસબીઆઈ કાર્ડે યૂઝર્સને મોકલેલા મેસેજમાં જણાવ્યું છે કે હવે તેણે 99 રૂપિયા + ટેક્સની જગ્યાએ 199 રૂપિયા + ટેક્સ આપવો પડશે.

એસબીઆઈમાં આ ફેરફાર 15 માર્ચ 2023થી લાગૂ થશે. આ અગાઉ એસબીઆઈ કાર્ડ  દ્વારા નવેમ્બર 2022માં ક્રેડિટ કાર્ડ યૂઝર્સ માટે રેન્ટ પેમેન્ટ પર પ્રોસેસિંગ ફી વધારીને 99 રૂપિયા + ટેક્સ કરવામાં આવી હતી.

બીજી બેંક પણ વસૂલે છે ચાર્જ :

ICICI બેંક પોતાના ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સ પાસેથી 1 ટકા પ્રોસેસિંગ ચાર્જ વસૂલે છે. પ્રોસેસિંગ ફી 20 ઓક્ટોબર 2022થી લાગૂ થઈ ચૂકી છે. એચડીએફસી બેંકે ક્રેકિડ દ્વારા રેન્ટ પેમેન્ટ પર રિવોર્ડ પોઈન્ટ્સને 500 સુધી સીમિત કરી દીધુ છે. મહિનાના બીજા રેન્ટલ પેમેન્ટથી ટ્રાન્ઝેક્શન અમાઉન્ટનો 1 ટકો + ટેક્સ લાગૂ થાય છે.

બેંક ઓફ બરોડા પણ 1 ફેબ્રુઆરી 2023થી ક્રેડિટ કાર્ડ દ્વારા રેન્ટ પેમેન્ટ પર 1 ટકો ફી વસૂલે છે. 2 માર્ચ 2023થી આઈડીએફસી ફર્સ્ટ બેંકના ક્રેડિટ કાર્ડ ધારકોને ક્રેડિટ કાર્ડ દ્વારા રેન્ટ પેમેન્ટ પર 1 ટકો ચાર્જ આપવો પડશે. કોટક મહિન્દ્રા બેંકે 15 ફેબ્રુઆરી 2023થી  કેટલીક શરતો હેઠળ ટ્રાન્ઝેક્શન અમાઉન્ટની 1 ટકો + ટેક્સ લગાવવાનું શરૂ કર્યું છે.

ક્રેડિટ કાર્ડ કંપનીઓ ઉપરાંત થર્ડ પાર્ટી પ્લેટફોર્મ્સ પણ લગાવે છે ચાર્જ :

અનેક ભાડૂઆતો પેટીએમ, ક્રેડ, નો બ્રોકર, પેઝેપ, રેડ ઝિરાફ, મોબિક્વિક, ફોનપે જેવા પ્લેટફોર્મ્સ પર રેસિપિએન્ટના ઓપ્શનમાં મકાન માલિકનું  બેંક અકાઉન્ટ કે યુપીઆઈ ડિટેલ નાખે છે અને ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરે છે. જો કે આ થર્ડ પાર્ટી પ્લેટફોર્મ્સ ક્રેડિટ કાર્ડ દ્વારા રેન્ટ પેમેન્ટ કરવા પર કન્વીનીયન્સ ફી લે છે.

  • Mobikwik- ક્રેડિટ કાર્ડથી રેન્ટ પેમેન્ટ કરવા પર 2.36 ટકાનો એક્સ્ટ્રા ચાર્જ
  • PhonePe- ક્રેડિટ કાર્ડથી રેન્ટ પેમેન્ટ કરવા પર 2 ટકાનો એકસ્ટ્રા ચાર્જ
  • Paytm- ક્રેડિટ કાર્ડથી રેન્ટ પેમેન્ટ કરવા પર 1.75 ફીનો એકસ્ટ્રા ચાર્જ

આ પણ વાંચો :-

માત્ર 1949 રૂપિયાનો નાનો કેમેરા, ઘરના દરેક ખૂણાનું ધ્યાન રાખશે

A small camera priced at just

  • ઈન્ફ્રારેડ કેમેરા રાતના સમયે પણ સારી રીતે વીડિયો રેકોર્ડ કરે છે. અને લોકો ઘરે તેનો ઉપયોગ કરીને પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા સુનિશ્વિત કરી શકે છે. આજ કારણ છે કે આ કેમેરાની ડિમાન્ડ ઘણી વધારે છે.

વાઈફાઈ કેમેરા (WiFi camera) આજકાલ માર્કેટમાં સરળતાથી ઉપલબ્ધ છે. જોકે તેમાંથી મોટાભાગના કેમેરાની કિંમત ઘણી વધારે હોય છે અને આજ કારણ છે કે લોકો તેને ખરીદી શકતા નથી. જેનાથી લોકો પોતાના ઘરે સસ્તા કેમેરા લગાવી દે છે. જેમાં દિવસ દરમિયાન તો બધું વીડિયોમાં દેખાય છે પરંતુ રાતના સમયમાં જે અંધારુ જરૂરિયાત કરતાં વધારે હોય છે. તે સમયે વીડિયોમાં કંઈપણ દેખાતું નથી.

જેના કારણે લોકો હેરાન-પરેશાન થઈ જાય છે. આવું તમારી સાથે  ન થાય તે માટે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે માર્કેટમાં કયા એવી સીસીટીવી કેમેરા છે જે એચડી ક્વોલિટીમાં વીડિયો બનાવે છે. આવા જ એક સીસીટીવી કેમેરા છે જે આકારમાં ઘણો નાનો છે અને આજ કારણે તે ઘરના કોઈપણ ખૂણામાં રાખી શકાય છે અને તેને અલગથી ઈન્સ્ટોલ કરવાની જરૂરિયાત પડતી નથી.

કયો છે કેમેરા :

જે કેમેરા વિશે અમે વાત કરી રહ્યા છીએ તે હકીકતમાં સીપી પ્લસનો ફૂલ એચડી સ્માર્ટ વાઈફાઈ કેમેરા છે. જે આકારમાં અત્યંત નાનો છે અને તમે તેને ટેબલથી લઈને ફ્રીજ પર ગમે ત્યાં રાખી શકો છો. આ કેમેરાની રેન્જ ઘણી સારી છે અને તે ફૂલ એચડી વીડિયો રેકોર્ડ કરે છે. ખાસ વાત એ છે કે આ કેમેરાની મદદથી તમે 360 ડિગ્રી પર વીડિયો રેકોર્ડ કરી શકો છો સાથે જ તેને લાઈવ પણ જોઈ શકો છો.

આ કેમેરાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં બંને તરફથી વાતચીત કરી શકાય છે. તમને જણાવી દઈએ કે આ મોશન સેન્સરની સાથે આવે છે અને જેવી કોઈ હલચલ થાય છે તે એક્ટિવ થઈ જાય છે. વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ  થઈ જાય છે. કેમ કે અનેક વખત ચોરની ગતિવિધિ પણ આવી જ હોય છે. એવામાં આ દમદાર ફીચર છે.

આ કેમેરા કેટલો મોટો છે :

જો વાત કરીએ કેમેરાના આકારની તો તે લગભગ 11 સેન્ટીમીટર લાંબો છે અને લગભગ 9 સેન્ટીમીટર પહોળો છે. જેનાથી તમે સમજી શકો છો કે તે કેટલી જગ્યા રોકતો હશે. તે વજનમાં એકદમ હળવો છે. પરંતુ તેની બોડી ઘણી મજબૂત છે. જેનાથી જો તે પડી જાય તો તેની બોડી પર કોઈ પ્રકારનું નુકસાન થતું નથી. કેમેરા શાનદાર હોવાના કારણે ગ્રાહક તેને માત્ર 1949 રૂપિયાનો ખર્ચ કરીને પોતાના ઘરે લાવી  શકો છો.

તમને જણાવી દઈએ કે આ કેમેરામાં અનેક અન્ય ફીચર્સ પણ છે. આ ફીચર્સનો ઉપયોગ તમે એપની મદદથી કરી શકો છો. જો તમે અંધારામાં પણ રેકોર્ડિંગ કરવા ઈચ્છો છો તો આ કેમેરા નાઈટ વિઝનની સાથે આવે છે. જેની મદદથી તમે ગાઢ અંધારામાં પણ લોકોની દરેક હિલચાલ પર નજર રાખી શકે છે.

આ પણ વાંચો :-

પેટ્રોલ-ડીઝલ થશે સસ્તું ! સામાન્ય લોકોને મોટી રાહત આપવાના મૂડમાં મોદી સરકાર

0

Petrol-diesel will be cheaper! Modi government

  • Petrol-Diesel price: જો બધુ બરાબર રહ્યું તો સામાન્ય લોકોને પેટ્રોલ અને ડીઝલની કિમતોમાં એકવાર ફરી રાહત મળી શકે છે.

પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં (Petrol Diesel Prices) રાહત મળવાની આશા છે. ભારત સરકાર કેટલાક ઉત્પાદકો પર ટેક્સ ઘટાડી શકે છે. રિટેલ ફુગાવાને (Retail Inflation) ને ઘટાડવામાં મદદની આરબીઆઈની ભલામણ પર સરકાર આ નિર્ણય લઈ શકે છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે સૂત્રોના હવાલાથી આ જાણકારી આપી છે. પરંતુ કોઈ નિર્ણય ફેબ્રુઆરી મહિનાના મોંઘવારીના આંકડા સામે આવ્યા બાદ લેવામાં આવશે. જાન્યુઆરી 2023માં ભારતનો વાર્ષિક રિટેલ ફુગાવાનો દર વધીને 6.52 ટકા રહ્યો છે. તે ડિસેમ્બર 2022માં 5.72 ટકા હતો.

વધી શકે છે ખાવાની વસ્તુના ભાવ :

આ મામલામાં જાણકારી રાખનાર એક સીનિયર સૂત્રએ કહ્યું- ફુડ ઈન્ફ્લેશન (Food Inflation) ઉચ્ચ રહી શકે છે. દૂધ, મકાઈ અને સોયાબીન ઓયલની કિંમતોમાં આવનારા સમયમાં મોંઘવારીની ચિંતા વધારી શકે છે. સોર્સે કહ્યું- સરકાર મકાઈ જેવા ઉત્પાદકો પર આયાત શુલ્ક ઘટાડવા તરફ જોઈ રહી છે. તેના પર 60 ટકા બેસિક ડ્યૂટી છે. નાણામંત્રાલય અને આરબીઆઈએ તેના પર હજુ કોઈ ટિપ્પણી કરી નથી.

ફ્યૂલ પર પણ ઘટી શકે છે ટેક્સ :

ફ્યૂલ પર ટેક્સ (Tax on Fuel)ને ફરી ઘટાડી શકાય છે. ક્રૂડ ઓયલની વૈશ્વિક કિંમતો (Crude Oil Prices) પાછલા મહિને ઘટીને અને હવે સ્થિર છે. બુધવારે બપોરે બ્રેન્ડ ઓયલ ફ્યૂચર્સ ઘટાડા સાથે 84.32 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું હતું. ફ્યૂલ કંપનીઓએ ઘટેલી આયાત કિંમતોનો ફાયદો હજુ સુધી ગ્રાહકોને આપ્યો નથી કે કંપનીઓ હજુ સુધી પોતાની જૂની ખોટને ભરપાઈ કરવામાં લાગેલી હતી.

ભારત તેલને આયાત કરે છે :

ભારત પોતાની તેલ જરૂરીયાતના બે-તૃતિયાંશથી વધુ આયાત કરે છે. કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સમાં ઘટાડાથી પંપ ઓપરેટર્સ પર રિટેલ ગ્રાહકો માટે કિંમતો ઘટાડવાનો દબાવ વધશે. તેનાથી મોંઘવારી ઘટાડવામાં મદદ કરશે.

આ પણ વાંચો :-

સુરતમાં ઘરોમાંથી કાદવ બાદ નીકળ્યું ફીણ વાળું પાણી ! 72 કલાકથી કારણ જાણવા તંત્રના ધમપછાડા

0

Foamy water came out after the mud from the

  • સુરતમાં હીરાબાગ સર્કલ ખાતે આવેલી વિઠ્ઠલ નગર સોસાયટીમાં ગત સોમવારે  મેટ્રોના કામગીરી દરમિયાન એકાએક ફીણ વાળું પાણી ઘરમાં નીકળવાનો શરૂ થતા અફરાતરફીનો માહોલ જોવા મળ્યો હતો. મેટ્રોના અધિકારીઓ સહિત સ્થાનિક ધારાસભ્ય દોડી આવ્યા હતા.

શહેરના વરાછા રોડની વિઠ્ઠલ નગર સોસાયટીમાં (Vitthal Nagar Society) મકાનમાંથી ફરી ફીણ વાળું પાણી નીકળવાનું ફરી શરૂ થયું છે. ગત સોમવારે મેટ્રોના કામગીરી (Metro operations) દરમિયાન એકાએક ફીણ વાળું પાણી ઘરમાં નીકળવાનો શરૂ થતા લોકો ચોંકી ગયા હતા. મેટ્રો દ્વારા બે મકાનોના સીલ કરાયા હતા.

જ્યારે મેટ્રોની કામગીરી દરમિયાન આજે ફરી બે મકાનમાંથી ફીણ વાળું પાણી નીકળવાનું શરૂ થયું છે. હાલમાં મેટ્રોની કામગીરી બંધ કરવામાં આવી છે, પણ જે રીતે ફરીથી ફીણ વાળું પાણી નીકળતા સોસાયટીના લોકો ચિંતામાં મુકાયા છે કે ફરી કોઈ મોટું નુકસાન થશે તો તેની ભરપાઈ કોણ કરશે.

સુરતમાં હીરાબાગ સર્કલ ખાતે આવેલી વિઠ્ઠલ નગર સોસાયટીમાં ગત સોમવારે  મેટ્રોના કામગીરી દરમિયાન એકાએક ફીણ વાળું પાણી ઘરમાં નીકળવાનો શરૂ થતા અફરાતરફીનો માહોલ જોવા મળ્યો હતો. મેટ્રોના અધિકારીઓ સહિત સ્થાનિક ધારાસભ્ય દોડી આવ્યા હતા. જ્યારે ફીણ વાળું પાણી કયા કારણોસર નીકળે છે તેને લઈને મેટ્રો વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી અને સોસાયટીના બે મકાનોને પણ સીલ કરાયા હતા.

મકાનમાં મેટ્રોનિક અધિકારીઓની કામગીરી દરમિયાન ફરી સીલ કરેલા મકાન માટે ફીણ વાળું પાણી નીકાળવાનું શરૂ થયું હતું. હાલ ફીણ વાળું પાણી ક્યાંથી નીકળે છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. મેટ્રોના દિલ્હી મુંબઈથી પણ ટેકનિકલ ટીમ સુરત આવી પહોંચી છે અને સંશોધન કરવામાં આવી રહ્યું છે કે આ મેટ્રોની કામગીરી દરમિયાન લીકેજ ક્યાંથી થયું છે અને તેની પાછળનું શું હોઈ શકે છે.

કારણ કે હજુ તો મેટ્રોની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આવનારા દિવસોની અંદર હજુ કેટલાક કિલોમીટર સુધી આ સુરંગ ખોદવાની હોવાથી તો આવનારા દિવસોની અંદર બીજું કોઈ મોટું નુકસાન ના થાય તે માટે પણ ખાસ તકેદારી રાખવા માટે આ સર્ચ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :-

Marutiએ લોન્ચ કરી 32Kmની માઈલેજ આપતી સેડાન કાર, કિંમત પણ પરવડે તેવી

Maruti has launched a sedan car that gives

  • Dzire Tour S ની શરુઆતની કિંમત 6.51 લાખ રૂપિયા અને ટોપ વેરિઅન્ટની કિંમત 7.36 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. આ નવા મોડલે અગાઉની સેકન્ડ જનરેશન ટૂઅર-એસને રિપ્લેસ કરી છે.

દેશની સૌથી મોટી કાર બનાવતી કંપની મારુતિ સુઝુકી (Maruti Suzuki) એ ઘરેલુ ફ્લીટ માર્કેટમાં નવી Dzire Tour S સેડાન કાર લોન્ચ કરી છે. આકર્ષક લૂક અને મજબૂત એન્જિન ક્ષમતાવાળી આ કારને પેટ્રોલ એન્જિન સાથે કંપની ફીટ CNG કિટ સાથે લોન્ચ કરવામાં આવી છે.

તેની શરુઆતની કિંમત 6.51 લાખ રૂપિયા અને ટોપ વેરિઅન્ટની કિંમત 7.36 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. આ નવા મોડલે અગાઉની સેકન્ડ જનરેશન ટૂઅર-એસને રિપ્લેસ કરી છે.

આ સાથે જ નવી મારુતિ ડિઝાયર ટૂઅર-એસએ કંપનીના એરિના અને કોમર્શિયલ ડીલરશિપ દ્વારા વેચાતી અર્ટિંગા (ટૂઅર એમ) અને વેગન આર (ટૂઅર એચ3)ને જોઈન કર્યું છે. નવી Maruti Tour S કંપનીની ડિઝાયર થર્ડ જનરેશન મોડલ પર બેસ્ડ છે. આ સેડાન કારમાં કંપનીના કેટલાક ખાસ સેફ્ટી ફીચર્સને પણ સ્થાન આપવામાં આવ્યું છે, જે તેને વધુ ખાસ બનાવે છે.

કેવી છે નવી Dzire Tour S :

નવી Tour S ત્રણ કલર ઓપ્શન- આર્કટિક વ્હાઈટ, મિડનાઇટ બ્લેક અને સિલ્કી સિલ્વરમાં ઉપલબ્ધ છે. નવી કાર મોટાભાગે ડિઝાઈનના મામલે વર્તમાન ડિઝાયર સેડાન જેવી જ છે. જોકે તેમાં કેટલાક મુખ્ય તફાવતો જોવા મળી રહ્યા છે. જેમ કે સ્ટીલ વ્હીલ્સ, બ્લેક ડોર હેન્ડલ્સ, મિરર કેપ્સ અને ટેલગેટ પર ‘ટૂર એસ‘ બેજિંગ જેવા ફેરફાર છે. આ સિવાય બહારની બધી વસ્તુઓ મારુતિ ડિઝાયર જેવી જ છે.

ફીચર્સ તરીકે કંપનીએ Maruti Tour Sમાં LED ટેલ લાઈટ્સ આપી છે, આ સિવાય મેન્યુઅલ એર કંડીશન, સ્પીડ સેન્સિંગ ડોર લોક વગેરે આ કારને વધુ સારી બનાવે છે. આ કારમાં સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેથી તેમાં ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP), એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), ડ્યુઅલ એરબેગ્સ અને બાળકો માટે ISOFIX ચાઈલ્ડ સીટ એન્કર્સ   આપવામાં આવ્યા છે.

પાવર અને પરફોર્મન્સ : નવી Dzire Tour Sમાં  કંપનીએ 1.2-લીટર ક્ષમતાનું K-સિરીઝ એન્જિનનો ઉપયોગ કર્યો છે. જે પેટ્રોલ મોડમાં 90hpનો પાવર અને 113Nm ટોર્ક જનરેટ કરે છે. જ્યારે CNG મોડમાં આ એન્જિન 77hp નો પાવર અને 98.5Nm ટોર્ક જનરેટ કરે છે.

કંપનીનો દાવો છે કે આ કાર પેટ્રોલ મોડમાં 23.15 કિમી પ્રતિ લીટર અને સીએનજી મોડમાં 32.12 કિમી પ્રતિ કિલોની માઈલેજ આપે છે. મારુતિ સુઝુકીનું કહેવું છે કે નવી ટૂર એસ અગાઉના મોડલ કરતાં CNG મોડમાં 21 ટકા વધુ માઇલેજ આપે છે.

આ પણ વાંચો :-

સિદ્ધાર્થ-કિઆરાના રિસેપ્શનમાં દિશા પટણી બની Oops મોમેન્ટનો શિકાર, ઉર્ફી તરીકે ટ્રોલ કરી

Disha Patani becomes victim of Oops moment

  • દિશાના કપડાં જોઈને લાગી રહ્યું હતું કે તે પણ કમ્ફર્ટેબલ નથી અને જ્યારે તે ચાલતી હતી ત્યારે તે ડ્રેસને એક હાથથી સંભાળતી જોવા મળી હતી. ફોટોશૂટ દરમિયાન પણ તેના ચહેરા પર બેચેનીનો ભાવ જોવા મળી રહ્યો હતો.

બોલીવૂડ એક્ટ્રેસ દિશા પટણી (Bollywood actress Disha Patni) સિદ્ધાર્થ-કિઆરાના (Siddharth-Kiara) વેડિંગ રિસેપ્શનમાં જોવા મળી હતી. આ દરમિયાન તેણે સિમરી થાઈ હાઈ સ્લિટ ગાઉન પહેર્યું હતું. તેના વાળ ખુલ્લા હતા. તેણે હાઈ હીલ્સ પણ પહેરી હતી. જોકે  તેના કપડાં જોઈને લાગી રહ્યું હતું કે તે પણ કમ્ફર્ટેબલ નથી અને જ્યારે તે ચાલતી હતી ત્યારે તે ડ્રેસને એક હાથથી સંભાળતી જોવા મળી હતી. ફોટોશૂટ દરમિયાન પણ તેના ચહેરા પર બેચેનીનો ભાવ જોવા મળી રહ્યો હતો.

દિશા પટની ઓપ્સ મોમેન્ટનો શિકાર બની :

ફોટોગ્રાફર માનવ મંગલાનીએ વિડિયો શેર કર્યો અને લખ્યું છે, ‘દિશા પટણી સિદ્ધાર્થ મલ્હોત્રા કિઆરા અડવાણીના વેડિંગ રિસેપ્શનમાં.’ તેમનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને હજારો લાઈક મળી છે. દિશાના ચાહકો આ વિડિયો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયો જોઈને લાગી રહ્યું છે દિશા ઓપ્સ મોમેન્ટનો શિકાર બની છે.

દિશા પટણીની અનકમ્ફોર્ટેબલ ડ્રેસ પર ઘણા લોકોએ ધ્યાન આપ્યું :

ઘણા લોકોનું ધ્યાન દિશા પટણીના અનકમ્ફર્ટેબલ ડ્રેસ પર પણ ગયું છે. ઘણા લોકોએ લખ્યું છે,’ લગ્નના રિસેપ્શનમાં આવો ડ્રેસ પહેરીને કેમ આવી. એક યૂઝર્સે લખ્યું, ‘તેણે લગ્નના રિસેપ્શનને સ્વિમવિયર કેલેન્ડર લોન્ચ સમજી લીધુ. અન્ય એક યૂઝર્સે લખ્યું છે ‘તે લગ્નના રિસેપ્શન આવી છે કે મેટ ગાલામાં.

બીજા એક યૂઝર્સે  લખ્યું, ‘તે ક્યારેય પણ થાઈ બતાવ્યા વગર રહી શકે નહીં. આ બોલિવૂડની ઉર્ફી છે. કોઈ મોટી વાત નથી ટાઈગર શ્રોફે તેની સાથે બ્રેકઅપ કરી લીધું. અન્ય એકે લખ્યું જો તમે ડ્રેસ પહેરી અનકમ્ફર્ટેબલ રહો તો શું મતલબ છે ડ્રેસ પહેરવાનો ? અન્ય યૂઝર્સે લખ્યું ખૂબ જ અનકમ્ફર્ટેબલ છે.

આ પણ વાંચો :-

16 ફેબ્રુઆરી 2023 રાશિફળ : આજે આ તમામ રાશિના જાતકોને ભગવાન વિષ્ણુની કૃપાથી હીરાની જેમ ચમકી ઉઠશે ભાગ્ય

16 February 2023 Horoscope Gujarat Guardian

મેષઃ
સત્ય વાત કડવી રીતે કહેવાને કારણે અપ્રિય થવાય. આત્મવિશ્વાસ વધતો જણાય. નાણાંકીય આવક વધતી જણાય. પરિવારમાં આનંદ. રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ. આરોગ્ય જળવાય.

વૃષભઃ
સ્વભાવમાં લાગણી શીલતા વધે. આવક વધે, સાથે સાથે મોજશોખમાં ખર્ચ વધે. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. વિદ્યાર્થીમિત્રો માટે શુભ. કરેલા રોકાણો ફળદાયી નીવડે.

મિથુનઃ
આર્થિક બાબતો અંગે શુભ દિવસ. નાના ભાઈ-બહેનોની પ્રગતિથી આનંદ. પરિવારમાં સભ્યોની ચિંતા હળવી થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા. આરોગ્ય જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

કર્કઃ
માનસિક સ્થિરતા જળવાય. આવકનું પ્રમાણ વધે. યોગ્ય નિર્ણય લેવાને કારણે કાર્યક્ષેત્રે સફળતા મળે. આર્થિક રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સ્વાસ્થ્ય સારું રહેશે. જીવનસાથી સાથે ગુસ્સો ટાળવો.

સિંહઃ
મનની ચંચળતા વધે. મિત્રોનો સાથ સહકાર મળે. મિત્ર વર્તુળમાં વધારો થાય. નાણાંકીય બાબતોમાં લાભ. સંતાનની પ્રગતિથી આનંદ થતો જણાય. વાહન ચલાવવામાં અકસ્માતની શક્યતા છે. આથી સાવધાની જરૂરી.

કન્યાઃ
આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. અગત્યનાં નાણાંકીય વ્યવહારો મુલતવી રાખવા. માતાની તબિયતની કાળજી રાખવી હીતાવહ. માથાનાં દુઃખાવાની શક્યતા છે. આદ્યાત્મિક ક્ષેત્રે રસ વધે.

તુલાઃ
વધુ મહેનતે ઓછો લાભ મળતો જણાય. આળસ વધારે રહે. કુટુંબમાં શાંતિભર્યું વાતાવરણ જળવાય. શેર સટ્ટામાં લાભ. પિતાની તબિયત સાચવવી. ધંધામાં સાવધાનીથી કામ લેવું. આરોગ્ય સંબંધી ચિંતા ઓછી થાય.

વૃશ્ચિકઃ
નોકરીમાં ઉપરી અધિકારી તરફથી પ્રશંસા થાય. નવા ધંધાનું આયોજન તથા ધંધાકીય ક્ષેત્રે યોગ્ય નિર્ણય લઈ શકાય. યાત્રા-પ્રવાસમાં કાળજી રાખવી. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એની કાળજી રાખવી.

ધનઃ
ભાગ્યનો સાથ મળતાં ઓછી મહેનતે કાર્યમાં વધુ સફળતા મળે. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ.

મકરઃ
નાણાંકીય ક્ષેત્રે નુકસાનીની શક્યતા છે. આવક ઘટે. પરિવારમાં તણાવભર્યું વાતાવરણ રહે. જીવનસાથી સાથે શાંતિથી કામ લેવું. અગત્યનાં નિર્ણયો મુલતવી રાખવા. શરદી-ખાંસી, કફની સમસ્યા રહે.

કુંભઃ
દામ્પત્ય ક્ષેત્રે આનંદભર્યો દિવસ. નવા પ્રેમ સંબંધનું નિર્માણ થાય. નિર્ણય શક્તિમાં વધારો થતો જણાય. હયાત રોકાણોથી ફાયદો તથા નવા રોકાણ યોગ્ય રીતે કરી શકાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને.

મીનઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. દૃઢ નિર્ણય શક્તિથી અગત્યનાં કાર્યોમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતમાંથી લાભ મળતો જણાય. જ્યોતિષ, કર્મકાંડ, એક્ષપોર્ટ-ઈમ્પોર્ટનાં ધંધામાં વિશેષ લાભ.

આ પણ વાંચો :-

દ્વારકાના એક-બે નહિ, 21 ટાપુ પર પ્રતિબંધ. ફરવા જવાના હોય તો ધ્યાન રાખો 

0

Ban on 21 islands, not one or two of Dwarka

  • દ્વારકાના 21 ટાપુ પર લોકોના પ્રવેશ પર અધિક કલેક્ટરે લગાવ્યો પ્રતિબંધ. દેશ વિરોધી પ્રવૃતિઓ અટકાવવા અને સુરક્ષાની દ્રષ્ટીએ નિર્જન ટાપુ પર પ્રતિબંધનો કર્યો નિર્ણય.

દ્વારકાનું (Dwarka) જગત મંદિર વિશ્વ પ્રખ્યાત છે તેમજ દ્વારકામાં બ્લ્યૂફ્લેગનો શિવરાજપુર બીચ (Shivrajpur Beach) પણ આવેલો છે. ત્યારે અહી પ્રવાસીઓ બારેમાસ આવે છે. માત્ર મંદિર અને શિવરાજપુર બીચ નહિ. પરંતુ દ્વારકાના ખૂણે ખૂણે આવેલા સુંદર બીચ પણ પ્રવાસીઓમાં હોટ ફેવરિટ (Hot Favorite) છે.

ત્યારે આ ટાપુઓ પર જવા પ્રતિબંધ લગાવાયો છે. એક-બે નહિ, દ્વારકાના 21 ટાપુ પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ (Prohibition) લગાવાયો છે. દ્વારકાના અધિક કલેક્ટરે આ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. દ્વારકા જિલ્લાના આ ટાપુઓ પર પૂર્વ મંજુરી વિના પ્રવેશ નહિ મળે.

દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં અનેક સુંદર સુંદર ટાપુ આવેલા છે. ત્યારે અહીંના 21 જેટલા ટાપુઓ પર લોકોના અવર જવર પર તંત્ર દ્વારા રોક લગાવવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા અધિક કલેક્ટરે જાહેરનામુ બહાર પાડી અહી જવા પર પ્રતિબંધ મૂક્યો છે. દ્વારકામાં આવા 24 ટાપુ આવેલા છે. જેમાંથી માત્ર 2 ટાપુ પર જ માનવ વસાહત છે. ત્યારે દેશ વિરોધી પ્રવૃતિઓ અટકાવવા બાકીના 21 ટાપુ પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. સુરક્ષાની દ્રષ્ટિએ નિર્જન ટાપુ પર પ્રવેશબંધી ફરમાવાઈ છે.

કયા કયા ટાપુ પર પ્રતિબંધ :

દેવભૂમિ દ્વારકા જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી, જિલ્લામાં આવેલા નીચે મુજબના ૨૧ ટાપુઓ જેવા કે ખંભાળિયા તાલુકા હકુમત હેઠળના ધાની ઉર્ફે ડની ટાપુ, ગાંધીયોકડો ટાપુ, કાલુભાર ટાપુ, રોઝી ટાપુ, પાનેરો ટાપુ, કલ્યાણપુર હકુમત હેઠળના ગડુ (ગારૂ) ટાપુ, સાનબેલી (શિયાળી) ટાપુ, ખીમરોઘાટ ટાપુ, દ્વારકા હકુમત હેઠળના આશાબાપીર ટાપુ, ભૈદર ટાપુ, ચાંક ટાપુ, ધબધબો (દબદબો) ટાપુ, દીવડી ટાપુ, સામીયાણી ટાપુ, નોરૂ ટાપુ, માન મરૂડી ટાપુ, લેફા મરૂડી ટાપુ, લંધા મરૂડી ટાપુ, કોઠાનું જંગલ ટાપુ, ખારા મીઠા ચુષ્ણા ટાપુ અને કુડચલી ટાપુ ઉપર જે તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ કે તેના ઉપરી અધિકારીની લેખીત પુર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકયો છે. આ જાહેરનામું તા. ૨ નવેમ્બર સુધી અમલમાં રહેશે.

આ 21 નિર્જન ટાપુ પર કોઈપણ વ્યકિત ધાર્મિક પ્રવૃતિના નામ પર દેશ વિરોધી પ્રવૃત્તિ હાથ ના ધરે તે બાબતે ટાપુઓ પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરાઇ છે. થોડા સમય પહેલા જ બેટ દ્વારકા ટાપુ પર મેગા ડીમોલિશન હાથ ધરાયું હતું. ત્યારે હાલ 21 ટાપુ પર અવર જવરની રોક લગાવી તંત્રએ સુરક્ષા વધુ મજબૂત કરી છે.

આ પણ વાંચો :-

વેફર અને ફ્રેન્ચફ્રાઈથી ખલાસ થઈ શકે છે તમારી કિડની ! ઉંઘુ ઘાલીને પાણીપુરી ખાનારા પણ ચેતજો

Wafers and french fries can exhaust your kidneys

  • જો નિષ્ણાતોનું માનીએ તો બટાકાનું વધુ સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ છે. તેનું કારણ એ છે કે બટાકામાં સ્ટાર્ચની માત્રા વધારે હોય છે. જેના કારણે જો કોઈ વ્યક્તિ તેનું વધુ સેવન કરે છે તો તેને ડાયાબિટીસનો ખતરો વધી જાય છે.

બટાકાની ચિપ્સ (Potato chips) અને ફ્રેન્ચફ્રાઈ (French Fries) ખાનારા સાવધાન. તમે જાણતા અજાણતા બની શકો છો ગંભીર રોગોનો શિકાર. બટાકાનું વધુ પડતું સેવન તમારી સમસ્યા વધારી શકે છે. આ વસ્તુના સેવનને કારણે તમે બીમારીમાં સપડાઈ શકો છો. જાણો નિષ્ણાતોના અભિપ્રાય. જો નિષ્ણાંતોનું માનીએ તો વધુ બટાકા ખાવા સ્વાસ્થ્ય માટે હિતાવહ નથી. તેમના મતે વેફર ખાવાથી તમને સ્થૂળતા (Obesity) અને ડાયાબિટીસ (Diabetes) જેવી સમસ્યા થઈ શકે છે.

બાળકો હોય કે વૃદ્ધ, દરેક જણ બટેટા ખાવાના અને તેનાથી બનેલી બનાવટો વેફર, ફ્રેન્ચફ્રાઈ, બટાટાવડા, સમોચા વગેરે ખાવાના ખુબ શોખીન હોય છે. કેટલાક લોકોને તેની શાકભાજી વધુ પસંદ છે તો કેટલાક લોકો તેના નાસ્તાના મોટા ચાહક છે.

બટાકાની ઘણી વસ્તુઓ બનાવવામાં આવે છે. જેમાં બટેટાની ચિપ્સ અને ફ્રેન્ચ ફ્રાઈસ ખૂબ જ લોકપ્રિય છે અને લોકો તેને ખૂબ જ પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે કોઈ વ્યક્તિ માટે બટાકાનું વધુ પડતું સેવન કરવું શરીર માટે હાનિકારક છે. તેના વધુ પડતા સેવનથી તમને અનેક પ્રકારની બીમારીઓ પણ થઈ શકે છે અને તે તમારું સ્વાસ્થ્ય પણ બગાડી શકે છે.

આ ઉપરાંત ઘણાં લોકોને પાણીપુરી ખાવાનો બહુ શોખ હોય છે. તો પાણીપુરીમાં પણ મેદો આવે છે. અને બટાકા આવે છે. રગડો હોય કે નોર્મલ પકોડી તેમાં બટાકા તો આવશે જ. વધારે પ્રમાણમાં બટાકાનું કે તેનાથી બનેલી વસ્તુઓનું સેવન તમને ગંભીર બીમારીઓનો ભોગ બનાવી શકે છે.

બટાકાના વધુ પડતા ઉપયોગ પર નિષ્ણાતો શું કહે છે?

જો નિષ્ણાતોનું માનીએ તો બટાકાનું વધુ સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ છે. તેનું કારણ એ છે કે બટાકામાં સ્ટાર્ચની માત્રા વધારે હોય છે. જેના કારણે જો કોઈ વ્યક્તિ તેનું વધુ સેવન કરે છે તો તેને ડાયાબિટીસનો ખતરો વધી જાય છે. આટલું જ નહીં આ ડાયાબિટીસને કારણે તમારી કિડની પણ પ્રભાવિત થાય છે અને તમે દરેક પ્રકારની બીમારીઓથી ઘેરાયેલા છો.

બટાકા વધારી શકે છે કિડનીની સમસ્યા :

નિષ્ણાતો એમ પણ કહે છે કે બટાકાની ચિપ્સ અને ફ્રેન્ચ ફ્રાઈસ જેવી બટાકામાંથી બનેલી ખાદ્ય ચીજો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. પરંતુ આ બધી વસ્તુઓ સ્થૂળતાનું કારણ બને છે. આ જ કારણ છે કે જે લોકો વજન ઓછું કરવા માંગે છે તેમને નિષ્ણાતો બટાકાનું સેવન ટાળવાની સલાહ આપે છે.

એટલું જ નહીં બટાકામાં કાર્બોહાઈડ્રેટ પણ સારી માત્રામાં જોવા મળે છે. જે તમારા શરીરમાં ચરબી ફેલાવવાનું કામ કરે છે. આ સિવાય બટાકામાં પોટેશિયમ પણ જોવા મળે છે. જે કિડનીના દર્દીઓ માટે ખૂબ જ હાનિકારક છે. જે લોકોની કિડની ડેમેજ થઈ ગઈ હોય અથવા તેમની કિડનીની કાર્યક્ષમતા ઘટી ગઈ હોય. તેમણે તેનાથી ઘણું બચવું જોઈએ.

આ પણ વાંચો :-

વાયરલ થયા Sara Ali Khan ના બીચ લુકના બોલ્ડ ફોટો, ચાહકોની વધારી દીધી હાર્ટબીટ

The bold photo of Sara Ali Khan’s

  • સૈફ અલી ખાનની દીકરી અને અભિનેત્રી સારા અલી ખાન તેના કામ અને ફિલ્મોમાંથી બ્રેક લઈ અને વેકેશનની મજા માણી રહી છે. સારા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે. અને તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર કેટલાક નવા ફોટા શેર કર્યા છે.

સારા અલી ખાન (Sara Ali Khan) ઓસ્ટ્રેલિયામાં (Australia) વેકેશન માણતી જોવા મળી હતી. ફરી એકવાર સારાએ એવા ફોટા શેર કર્યા છે કે જેના પર ચાહકોની નજર અને ધડકન બંને અટકી જાય છે. સારાએ બોલ્ડ ડ્રેસિંગ (Bold dressing) સાથે ફોટો શેર કર્યા છે જે વાયરલ થયા છે.

સારા અલી ખાને સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા છે. સારા જ્યારે સિડની અને મેલબોર્નમાં હતી ત્યાંના ફોટો તેણે શેર કર્યા છે. આ ફોટોમાં તે શોર્ટસમાં જોવા મળે છે. બીજો ફોટો પણ તેણે શેર કર્યો છે. તેમાં અભિનેત્રી બીચ પર મજા કરતી જોવા મળે છે.

સૌથી વધુ ચર્ચા સારા અલી ખાનના આ ફોટોની છે જેમાં તે ગ્રીન રંગના મીની શોર્ટસ અને ગ્રીન બ્રામાં બીચ પર બેઠી છે. તે રેતીમાં બેઠી છે અને આ ફોટોમાં તેનું ટોન્ડ ફિગર દેખાઈ છે. સારાના વેકેશનના બધા જ ફોટોમાંથી આ ફોટોને સૌથી વધુ લાઈક કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-