Home Blog Page 1166

IPL બાદ હવે WPLનું ટાઈટલ સ્પોન્સર બન્યું આ ગ્રુપ, ખરીદ્યા 5 વર્ષ માટેના રાઈટ્સ

0

Title sponsor of WPL

  • બીસીસીઆઇ અને ટાટા ગ્રૂપ વચ્ચે ગઈ કાલે ડીલ સાઈન થઈ છે. બીસીસીઆઈના સચિવ જય શાહે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે કે ટાટાએ પાંચ વર્ષ માટે WPLના રાઈટ્સ ખરીદ્યા છે.

ટાટા ગ્રૂપે WPL (Tata Group WPL) એટલે કે વિમેન પ્રીમિયર લીગના (Women’s Premier League) ટાઈટલ રાઈટ્સ ખરીદી લીધા છે. બીસીસીઆઇ અને ટાટા ગ્રૂપ વચ્ચે ગઈ કાલે ડીલ સાઈન થઈ. બીસીસીઆઈના સચિવ જય શાહે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે. ટાટાએ પાંચ વર્ષ માટે WPLના રાઈટ્સ ખરીદ્યા છે. જોકે હજુ સુધી એ વાતનો ખુલાસો નથી થયો કે ટાટાએ કેટલી રકમમાં આ રાઈટ્સ ખરીદ્યા છે. ટાટા ગ્રૂપ પાસે આઈપીએલના પણ રાઈટ્સ છે.

ટાટા ગ્રૂપ પ્રથમ WPLનું ટાઈટલ સ્પોન્સર  :

જય શાહે ટ્વીટ કર્યું કે, ”મને એ જાહેરાત કરતાં બહુ જ ખુશી થઈ રહી છે કે ટાટા ગ્રૂપે પ્રથમ WPLનું ટાઈટલ સ્પોન્સર હશે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે એમના સહયોગથી અમે મહિલા ક્રિકેટને વધુ ઊંચા સ્તરે લઈ જઈ શકીશું.” બોર્ડે સ્પોન્સર રાઈટ્સ ખરીદવા ઇચ્છુક કંપનીઓ માટે ટેન્ડર જારી કર્યું હતું.

જોકે બોર્ડે એ સ્પષ્ટ કરી દીધું હતું કે ટેન્ડર ડોક્યુમેન્ટ ખરીદવાનો એ અર્થ નથી કે માત્ર એના આધારે જ બોલીમાં ભાગ લેવાની મંજૂરી મળી જશે. બોર્ડ પહેલાં બધી કંપનીઓની યોગ્યતા ચકાસશે અને ત્યાર બાદ બોલીમાં ભાગ લેવાની મંજૂરી મળશે. તા. 4 માર્ચથી WPL શરૂ થઈ રહી છે.

WPLની એક મેચના રાઈટ્સની કિંમત રૂ. 7.09 કરોડ થશે

ઉલ્લેખનીય છે કે રિલાયન્સ ગ્રૂપની બ્રોડકાસ્ટ કંપની વાયકોમ 18એ વિમેન્સ આઈપીએલના પાંચ વર્ષ (2023થી 2027)ના મીડિયા રાઈટ્સ ખરીદ્યા છે. આમાં ટીવી અને ડિજિટલ બંને રાઈટ્સ સામેલ છે. કંપની આના માટે બીસીસીઆઈને 951 કરોડ રૂપિયા ચૂકવશે. એટલે કે WPLની એક મેચના રાઈટ્સની કિંમત રૂ. 7.09 કરોડ થશે. આઠ કંપનીએ હરાજીમાં ભાગ લેવા માટે ટેન્ડર ડોક્યુમેન્ટ્સ ખરીદ્યા હતા. પરંતુ બોલી ફક્ત બે કંપનીએ લગાવી હતી. વાયકોમ 18 ઉપરાંત ડિઝની સ્ટાર રેસમાં સામેલ હતી. જેમાં વાયકોમે બાજી મારી લીધી હતી.

23 દિવસ ચાલનારી આ લીગની શરૂઆત તા. 4 માર્ચથી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ગુજરાત-મુંબઈ મેચની સાથે થશે. જ્યારે ફાઇનલ મુકાબલો 26 માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. આ જ બે મેદાન પર આખી ટૂર્નામેન્ટ રમાશે. પાંચ ટીમ 23 દિવસમાં 22 મેચ રમશે. જેમાં 20 લીગ, એક એલિમિનેટર અને એક ફાઈનલ હશે. WPLની પ્રથમ સિઝનમાં ચાર ડબલ હેડર મુકાબલા રમાશે.

આ પણ વાંચો :-

23 ફેબ્રુઆરી 2023 રાશિફળ : ભગવાન વિષ્ણુની કૃપાથી આ રાશિના લોકોની તમામમાં ઇચ્છાઓ થશે પૂરી -જાણો તમારું રાશિફળ

23 February 2023 Horoscope

મેષઃ
માનસિક આનંદ જળવાય. યોગ્ય ખર્ચ કરવાની વ્યવસ્થા સરળ બને. જવાબદારી વધે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે. ભાગ્યનો સાથ મળતો જણાય છે. નસ ખેંચાઇ જવી, સ્નાયુના દુઃખાવાથીની કાળજી રાખવી

વૃષભઃ
માનસિક ઉચાટ રહે. ખર્ચનું પ્રમાણ વધતું જણાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. ધારેલી આવક અટકતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે, નોકરી-ધંધામાં શાંતીનું વાતાવરણ રહેતું જણાય.

મિથુનઃ
દિવસ દરમિયાન આનંદનું વાતાવરણ રહેશે. પરિવારમાં શાંતી અને સંપ જળવાશે. નોકરી, ધંધામાં અનુકૂળ વાતાવરણનું નિર્માણ થાય. આર્થિક લાભ મેળવવો શક્ય બને. પત્નીની તબિયત નરમ ગરમ રહે.

કર્કઃ
માનસિક ઉચાટ અનુભવાય. છતાં પૈસાની આવક આવતી અનુભવી શકાય. માતૃસુખ સારૂ મળે. સત્તા, હોદ્દો, માન વધતા જણાય. આરોગ્ય સંબંધી થોડી ચિંતા રહે. ગેસ, એસીડિટી જેવી પેટની તકલીફો રહે.

સિંહઃ
મિજાજ થોડો ગરમ રહે. સ્પષ્ટ વક્તા બનવાને કારણે લોકોમાં અપ્રિય થ વાય આથી મગજ શાંત રાખવું. સંતાનોની પ્રગતિથી આનંદ અનુભવાય. ભાગ્યનો સાથ મળતો જણાય.

કન્યાઃ
દિવસની શરૂઆત ખુશખુશાલ રીતે થાય. મનમાં તથા પરિવારમાં સુખ, શાંતી રહે. સંતાનો તરફથી આનંદનો અનુભવ થાય. નવી વાત વાંચવા કે જાણવા મળે. પડવા-વાગવાથી સાવધાની જરૂરી.

તુલાઃ
મોજશોખની વસ્તુઓની ખરીદી શક્ય બને. નવી વસ્તુઓનો ઉપભોગ કરી શકાય. કરેલા કાર્યના સારા ફળ મળતા જણાય. પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ જળવાય. પેટ છાતીની તકલીફથી સાવધાની જરૂરી.

વૃશ્ચિકઃ
સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. આર્થિક લાભના યોગ બને. પરિવારમાં થોડો અજંપો રહે. વિલંબે કાર્ય સફળતા મળતી જણાય છે. સંતાન તરફથી આનંદ, ભાગ્ય મજબૂત બનતું જણાય છે.

ધનઃ
દિવસની શરૂઆત ખૂબ સુંદર રીતે થાય. મન ચંચળ રહે. પૈસાની આવક આવતી જણાય. નોકરી-ધંધામાં પણ નિર્ણયો સફળ થતા જણાય. જીવનસાથી સાથે પ્રેમ અનુભવાય. પ્રિય પાત્ર સાથે મિલન-મુલાકાત શક્ય બને.

મકરઃ
માનસિક રીતે મુંઝવણ વધતી જણાય. નકારાત્મક વિચારો હાવી થતા જણાય. આકસ્મિક ખર્ચ ઉદભવતો જણાય. પરિવારના સ્ત્રીવર્ગની તબિયત સાચવવી. દામ્પત્ય સુખમાં આનંદની વૃદ્ધિ થતી જણાય.

કુંભઃ
દિવસ દરમિયાન ખૂબજ શક્તિનો અનુભવ કરી શકશો. સ્થાવર-જંગમ મિલકતથી ફાયદો થતો જણાય. સ્થાવર-જંગમ મિલકતથી ફાયદો થતો જણાય. લક્ષ્મીનું સુખ સારૂ મળે. મિત્રો તરફથી સારા સમાચાર પ્રાપ્‍ત થાય. પત્નીના સ્વભાવમાં ઉગ્રતા જણાય.

મીનઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. નિર્ણય લેવામાં મન દ્વિધા અનુભવે. નાના ભાઇ બહેનો સાથે મતભેદની શક્યતા. જમીન-મકાન અંગેના નિર્ણયો લેવાનું ટાળવું. સંતાન સંબંધી ચિંતાનો અનુભવ થાય. મિત્રોથી લાભ.

આ પણ વાંચો :-

Salman Khan કેમ નથી કરતો લગ્ન ? વર્ષોથી દબાયેલી વાત આવી ગઈ સામે

Why is Salman Khan not getting married

  • Salman Khan Marriage : 90ના દાયકામાં અનેક સુપરહિટ ફિલ્મો આપનાર જૂહી ચાવલાની ઓળખ ચુલબુલી અભિનેત્રી તરીકેની હતી. જૂહી ચાવલાએ અનિલ કપૂર, ગોવિંદા, ઋષિ કપૂર, અનિલ કપૂર અને આમિર ખાન તથા શાહરૂખ ખાન સાથે કામ કર્યુ છે. જૂહી ચાવલાએ બોલિવુડના દબંગ સલમાન ખાન સાથે હજી સુધી સિલ્વર સ્ક્રીન પર જોડી બનાવી નથી.

Salman Khan Marriage : બોલિવુડની દુનિયામાં અનેક પ્રેમકહાની સફળ રહી તો ઘણી પ્રેમકહાની બોલિવુડની ડાયરીઓમાં કેદ થઈ ગઈ. ફિલ્મ ઈન્ડસ્ટ્રીની (Film industry) ઘણી પ્રેમ કહાનીઓ સમય પસાર થવાની સાથે આગળ ન વધી શકી. સલમાન ખાનની એશ્વર્યા રાય સાથેની પ્રેમકહાની અધૂરી રહી એ કોઈનાથી છૂપાયેલું નથી પરંતું બહુ ઓછા લોકો જાણતા હશે કે એકસમયે જૂહી ચાવલા માટે સલમાન ખાનનું (Salman Khan) દિલ ધબકતું હતું.

એક ટીવી શોમાં સલમાન ખાનના પિતા પણ કહી ચુક્યા છેકે, સલમાન દરેક સ્ત્રીમાં પોતાની માતાને શોધે છે. એને હજુ એની માતા જેટલી મમતા આપનારી કોઈ સ્ત્રી મળી નથી. બીજી બાજુ એકવાર સલમાન ખાને એ વાતનો એકરાર કર્યો હતો કે તેને જુહી ચાવલા (Juhi Chawla) ખુબ ગમતી હતી. તે જુહીના પિતા પાસે તેનો હાથ માંગવા ગયો હતો.

90ના દાયકામાં જુહી ચાવલાનો રહ્યો જલવો :

90ના દાયકામાં અનેક સુપરહિટ ફિલ્મો આપનાર જૂહી ચાવલાની ઓળખ ચુલબુલી અભિનેત્રી તરીકેની હતી. જૂહી ચાવલાએ અનિલ કપૂર, ગોવિંદા, ઋષિ કપૂર, અનિલ કપૂર અને આમિર ખાન તથા શાહરૂખ ખાન સાથે કામ કર્યુ છે. જૂહી ચાવલાએ બોલિવુડના દબંગ સલમાન ખાન સાથે હજી સુધી સિલ્વર સ્ક્રીન પર જોડી બનાવી નથી.

જૂહી ચાવલા અને આમિર ખાનની જોડી સિલ્વર સ્ક્રીન પર લોકોએ ખૂબ પસંદ કરી. ઘણા ફેન્સની ઈચ્છા રહી કે સિલ્વર સ્કીન પર સલમાન અને જૂહીની જોડી જોવા મળે. ‘કોફી વિથ કરણ’માં સાથે કામ ન કરવાની વાતનો ખુલાસો કર્યો. ‘મને સાથે કામ કરવામાં કોઈ વાંધો નહોતો.

પરંતું સલમાન ખાનના મગજમાં હજી તે વાત છે, જે કદાચ ભૂલી શક્યા નહીં’  જૂહીએ વધુમાં એમ પણ કીધુ હતું કે, ‘આ વાત સલમાને કદાચ જાહેર કરેલી છે, મને એવું કઈ થયું હોય તે યાદ નથી’..

સલમાન જૂહી ચાવલા સાથે કરવા માગતો હતો લગ્ન :

તમને જાણીને નવાઈ લાગશે કે સલમાન ખાન એકસમયે જૂહી ચાવલા સાથે લગ્ન કરવા માગતા હતા. જૂહી ચાવલા માટે પણ સલમાન ખાનનું દિલ ધડક્યુ હતું. તે સમયે કહેવાતું હતું કે સલમાન ખાન જૂહી ચાવલા સાથે લગ્ન કરવા માગતો હતો જેથી જૂહી ચાવલાના પિતા સાથે તેનો હાથ માગવા પણ ગયો હતો.

જૂહી ચાવલાના પિતાએ સલમાનનો લગ્ન માટેનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. સલમાન ખાને કોઈ ઈન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. સલમાને વધુમાં કહ્યુ હતું કે- ‘કદાચ તેના પિતાના મતે તે જૂહી ચાવલા માટે યોગ્ય નથી’

આ પણ વાંચો :-

Namrata Malla Hot Photos :  ભોજપુરી યુવતીએ મચાવી ધમાલ, હલી ગયું સોશિયલ મીડિયા

Namrata Malla Hot Photos

  • Namrata Malla Bold Pics Viral : ભોજપુરી બ્યુટી નમ્રતા મલ્લાએ ફરી એકવાર પોતાના બોલ્ડ લુકથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.

નમ્રતા મલ્લના (Namrata Malla) લેટેસ્ટ ફોટોઝ ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. તસવીરોમાં હસીનાની સ્ટાઈલ એટલી કિલર છે કે દરેક જોનારને પરસેવો છૂટી જાય છે. નમ્રતાએ (Namrata Malla) લેટેસ્ટ ફોટોઝમાં એકદમ બોલ્ડ બિકીની પહેરી છે અને પાર્કમાં ઉભા રહીને ઘણા પોઝ આપ્યા છે.

નમ્રતા મલ્લની સ્ટાઈલનો જાદુ ભોજપુરી સિનેમાના ચાહકો માટે બોલે છે. જ્યારે પણ નમ્રતા તેની બોલ્ડ તસવીરો અને વીડિયો સાથે ગ્લેમ સ્ટાઈલનો ઉમેરો કરે છે. ત્યારે દર્શકો નિસાસો નાખતા રહે છે. તાજેતરમાં જ નમ્રતાએ બ્લેક બિકીની ફોટો પોસ્ટ કરીને કંઈક આવું જ કર્યું છે.

નમ્રતા મલ્લાએ બ્લેક બિકીનીમાં જોરદાર સેક્સી સ્ટાઈલ બતાવી છે. નમ્રતાએ સ્ટાઈલિશ સ્ટાઈલમાં બિકીની સાથે શૂઝ કેરી કર્યા છે. એટલું જ નહીં હસીનાએ તેના વાળને બાજુથી પાર્ટિશન કરીને ખુલ્લા છોડી દીધા છે.

લેટેસ્ટ ફોટોઝમાં નમ્રતા મલ્લ સૂર્યપ્રકાશમાં સોનાની જેમ ચમકતી જોવા મળી રહી છે. નમ્રતા મલ્લાએ નવા ફોટોશૂટ માટે લાઈટ બેઝ સાથે ન્યૂડ લિપ કલર લગાવ્યો છે. આંખોને બોલ્ડ લુક આપવા માટે હસીનાએ લાઇનર લોંગ દોર્યું છે.

જો આપણે નમ્રતા મલ્લના વર્ક ફ્રન્ટ પર નજર કરીએ તો હસીના છેલ્લા 15 વર્ષથી ગ્લેમ વર્લ્ડમાં સક્રિય છે. નમ્રતાએ તેના અભિનય કરતાં પણ વધુ તેના બોલ્ડ ડાન્સથી ઈન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવી છે. નમ્રતાએ ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં ખેસારી લાલ યાદવના ગીતથી ડેબ્યૂ કર્યું હતું.

નમ્રતા મલ્લાએ માત્ર ભોજપુરી જ નહીં પરંતુ સાઉથ સિનેમા અને બોલિવૂડમાં પણ પોતાનો જાદુ ચલાવ્યો છે. નમ્રતા મલ્લની આજે સોશિયલ મીડિયા પર ગજબની ફેન ફોલોઈંગ છે.

આ પણ વાંચો :-

Video : ‘તારક મહેતા’ છોડ્યાના 5 વર્ષ બાદ ‘દયાબેન’ એટલી બદલાઈ ગઈ કે ઓળખી પણ નહીં શકો 

5 years after leaving ‘Taarak Mehta’

  • આ દરમિયાન દિશા વાકાણીનો અનસીન વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં દિશાની સાથે સાથે તેના રિયલ લાઈફ દીકરાની પણ પહેલી ઝલક જોવા મળી છે.

ટીવીનો સૌથી જાણીતો કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘માં (Tarak Mehta Ka Ulta Chashma) સમયાંતરે ઘણા ફેરફારો થયા છે. આ શોની TRPમાં થોડો ઘટાડો થયો હતો. જે બાદ મેકર્સે આ શોને ફરી એકવાર હિટ બનાવવાની કોશિશ શરૂ કરી દીધી છે. ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આ શોમાં નવા ટપુની એન્ટ્રી બાદ હવે તેની ગર્લફ્રેન્ડ (Girlfriend) આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. જો કે અનેક બદલાવ પછી પણ દિશા વકાણી એટલે કે દયાબેનને લોકો ખૂબ યાદ કરે છે.

 દિશા વાકાણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં લગભગ 5 વર્ષથી જોવા મળી નથી. પરંતુ ફેન્સ હજુ પણ તેને ભૂલ્યા નથી. દિશાએ આ શોમાં પોતાની અનોખી સ્ટાઈલ અને સેન્સ ઓફ હ્યુમરથી દર્શકોના દિલમાં એક અલગ જ છાપ છોડી છે. જો કે શો છોડ્યા બાદ તેણે પાપારાઝીથી પણ પોતાની જાતને પૂરી રીતે દૂર કરી લીધી છે. અભિનેત્રી આ દિવસોમાં પોતાનો તમામ સમય પરિવારને આપી રહી છે.

આ દરમિયાન દિશા વાકાણીનો અનસીન વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં દિશાની સાથે સાથે તેના રિયલ લાઈફ દીકરાની પણ પહેલી ઝલક જોવા મળી છે.

આ વાયરલ ક્લિપ મહાશિવરાત્રિ તહેવારની છે. જેમાં દિશા પોતાના પતિ મયુર સાથે શિવલિંગની પૂજા કરતી જોવા મળી રહી છે. આ સાથે જ દિશા વાકાણીના દીકરાની પહેલી ઝલક પણ આ વિડીયોમાં જોવા મળી રહી છે. દિશા ખુલ્લા વાળમાં જોવા મળે છે. કોઈ મેકઅપ કર્યો નથી અને થોડી બદલાઈ ગઈ હોય તેવું લાગે છે.

આ વિડીયો જોયા બાદ ફેન્સ ફરી એકવાર એક્ટ્રેસને તારક મહેતામાં પરત ફરવાનું કહેતા જોવા મળ્યા હતા. આ વિડીયો પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, ‘મેમ પ્લીઝ TMKOCમાં પાછા આવી જાવ. અન્ય યુઝરે પણ આવી વિનંતી કરી હતી.

આ પણ વાંચો :-

લ્યો બોલો, સુરત એરપોર્ટ પર સોનાના બિસ્કિટનું કોઈ વારસદાર ન મળ્યું, જાણો શું છે ઘટના

Lyo Bolo, No Heir of Gold Biscuits Found at Surat Airport

  • રાજ્યમાં અનેક વખત એરપોર્ટ પરથી સોનું પકડવાની ઘટના સામે આવી છે ત્યારે વધુ એક વખત સુરત એરપોર્ટ પરથી સોનું ઝડપાયું છે.

સુરત એરપોર્ટ (Surat Airport) પરથી બિનવારસી સોનાના બિસ્કીટ (Gold Biscuits) મળ્યા છે. જેમાં રૂપિયા 67 લાખના 10 સોનાના બિસ્કીટ મળી આવ્યા છે. એરપોર્ટ પર લગેજ ટ્રોલીમાંથી (Luggage trolley) બિનવારસી સોનાના બિસ્કીટ મળ્યા છે. તપાસમાં ઝડપાવાના ડરથી પેસેન્જર ફરાર થયાની આશંકા છે. ત્યારે કસ્ટમ વિભાગે (Customs Department) સોનાનો કબજો લઈ તપાસનો ધામધમાટ શરૂ કર્યો છે.

આ રીતે લાવવામાં આવું હતું સોનું :

સુરત એરપોર્ટ પર લગેજ ટ્રોલીમાં મોબાઈલનું ફ્લિપ કવર અને અન્ય વસ્તુઓ બિનવારસી હાલતમાં પડી હોવાની માહિતી કસ્ટમ વિભાગને કરવામાં આવી હતી. એને આધારે એરપોર્ટ પર હાજર કસ્ટમ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફ્લિપ કવર અને અન્ય વસ્તુ કસ્ટમ વિભાગે જપ્ત કરી હતી. તપાસ દરમિયાન વિદેશમાં તૈયાર કરવામાં આવેલા 1166 ગ્રામનાં 10 સોનાનાં બિસ્કીટ મળ્યાં હતાં.

પકડાઈ જવાના ડરથી બિસ્કિટ મૂકી થયો ફરાર :

જોકે એરપોર્ટ પર હાજર લોકોની પૂછપરછ કરતાં કોઈએ પણ આ ફ્લિપ કવર અને અન્ય વસ્તુ તેની માલિકીની છે તેવો દાવો કર્યો નહોતો. પ્રાથમિક તપાસમાં સોનાનાં બિસ્કીટની બજાર કિંમત 67 લાખ 10 હજાર છે. અગાવ પણ દુબઇ થી આવતા પેસેંજર પાસે અનેક વાર દાણ ચોરીનું સોનુ કસ્ટમ વિભાગએ ઝડપી પાડ્યું છે . ત્યારે હવે તપાસમાં પકડાય જવાના દર થી કોઈ પેસેન્જર બિસ્કિટ મૂકી ને ફરાર થઈ ગયા હોવાની આ શંકા.

આ પણ વાંચો :-

દેશના આ 13 સાંસદોને મળશે સંસદ રત્ન એવોર્ડ : રાજ્યસભાના 5 અને લોકસભાના 8 સાંસદોને મળશે સન્માન

0

These 13 MPs of the country will get Parliament Ratna Award

  • ડો. અબ્દુલ કલામ આજે નથી પણ એમને જે પરંપરા આપી છે એ ભારત આજે પણ નિભાવી રહ્યું છે. કલામને ભારતના મિસાઈલમેન કહેવામાં આવે છે. આજે કલામની સલાહ પ્રમાણે ભારતે શરૂ કરેલા સાંસદ રત્ન એવોર્ડની જાહેરાત થઈ છે. જેમાં સંસદના ૧૩ સાંસદોને સંસદ રત્ન એવોર્ડ ૨૦૨૩ માટે પસંદ કરવામાં આવ્યા છે.

ડો. અબ્દુલ કલામ (Dr. Abdul Kalam) આજે નથી પણ એમને જે પરંપરા આપી છે એ ભારત આજે પણ નિભાવી રહ્યું છે. કલામને ભારતના મિસાઈલમેન (Missileman) કહેવામાં આવે છે. આજે કલામની સલાહ પ્રમાણે ભારતે શરૂ કરેલા સાંસદ રત્ન એવોર્ડની જાહેરાત થઈ છે. જેમાં સંસદના ૧૩ સાંસદોને સંસદ રત્ન એવોર્ડ ૨૦૨૩ (Parliament Ratna Award 2023) માટે પસંદ કરવામાં આવ્યા છે.

જેમાંથી પાંચ સાંસદો રાજ્યસભાના અને આઠ સાંસદો લોકસભાના છે. જેમાં સંસદના કાર્યકાળ દરમિયાન સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા સાંસદોનો સમાવેશ કરવામાં આવે છે. આ સાંસદોને પ્રોત્સાહન આપવાનું કામ છે. જેમાં સાંસદમાં થયેલી કામગીરીને બિરદાવામાં આવે છે.

કલામે આ પરંપરા શરૂ કરવાની સલાહ આપી હતી અને સરકારે એ નિભાવી હતી.  જે સાંસદોને એવોર્ડ માટે પસંદ કરાયા છે તેમાં સીપીઆઇ(એમ)ના રાજ્યસભાના સાંસદ જોન બ્રિટ્સ, આરજેડીના સાંસદ મનોજ જ્હા, એનસીપીના સાંસદ ફૌઝીયા અહેમદ ખાન, સમાજવાદી પાર્ટીના નેતા વિશ્વંભર પ્રસાદ, કોંગ્રેસના નેતા છાયા વર્મા, અધીર રંજન ચૌધરી, કુલદીપ રાય શર્મા, ભાજપના વિદ્યુત બરન મહતો, ડો. સુકાંત મજૂમદાર, વિજયકુમાર ગવિત, ગોપાલ શેટ્ટી, સુધીર ગુપ્તા અને એનસીપીના ડો. અમોલ રામસિંહનો સમાવેશ થાય છે. જેમાં ગુજરાતના એક પણ સાંસદોનો સમાવેશ થયો નથી.

કલામે ખુદ પણ વર્ષ ૨૦૧૦માં ચેન્નઇમાં આ એવોર્ડના પ્રથમ તબક્કાનો પ્રારંભ કર્યો હતો. અત્યાર સુધીમાં કુલ ૯૦ સાંસદોને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી ચુક્યા છે. જેમાં સત્તાધારી અને વિપક્ષ એમ બન્નેના સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

સંસદીય બાબતોના મંત્રી અર્જુન રામ મેઘવાલ અને પૂર્વ ચૂંટણી કમિશનર ટીએસ ક્રિષ્નમૂર્તીની જ્યૂરી કમિટી દ્વારા આ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. જે સાંસદોને આ એવોર્ડ માટે પસંદ કરાયા છે તેમાં કોંગ્રેસના કેટલાક સાંસદોનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-

યુપી મેં કા બા… ગીતે છેડ્યો વિવાદનો મધપૂડો, સિંગર નેહા સિંહે કહ્યું ‘મે નહીં ડરનેવાલી’

0

UP Main Ka Baa… song sparks controversy

  • આ ગીતમાં નેહાએ કાનપુર દેહાતમાં બુલડોઝરની કાર્યવાહી અને તેમાં સળગી ગયેલી માતા-પુત્રીને લઈને યુપી સરકારને ટોણો માર્યો હતો.

યુપી પોલીસે મંગળવારે ‘યુપી મેં કા બા‘ (Up main ka ba) ફેમ લોક ગાયિકા નેહા સિંહ (Singer Neha Singh) રાઠોડને નોટિસ મોકલી છે. કાનપુર આગની ઘટનાને મુદ્દો બનાવીને ગાવામાં આવેલા ગીતને લઈને આ નોટિસ મોકલવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે નેહાએ ‘કા બા સીઝન-2‘ (Ka Baa Season-2) વીડિયો દ્વારા સમાજમાં તણાવ અને અસંતોષ ફેલાવવાનું કામ કર્યું છે.

આ નોટિસમાં તેમને 7 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. જેનો ખુલાસો ત્રણ દિવસમાં આપવા માટે કહેવામાં આવ્યું છે. પોલીસે કહ્યું છે કે જો જવાબો સંતોષકારક નહીં હોય તો તેમની સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

કાનપુરની ઘટના પર નેહાએ બનાવ્યું હતું ગીત :

કાનપુર દેહાતના અકબરપુર પોલીસ સ્ટેશનની પોલીસે નેહાને આ નોટિસ મોકલી છે. વાસ્તવમાં કાનપુરમાં માતા-પુત્રીને સળગાવી દેવામાં આવ્યા હતા. આ કિસ્સામાં નેહા સિંહ રાઠોડે ‘યુપીમાં કા બા સીઝન 2‘ ગાયું હતું. જેમાં તેણે કહ્યું હતું કે, બાબાના દરબારમાં ઘર-બાર તૂટી રહ્યા છે, મા-દીકરીને આગમાં ફેંકવામાં આવી રહ્યા છે.

નેહાએ ગીતમાં શું કહ્યું ? 

નેહાએ પોતાની આગવી શૈલીમાં ગીત ગાયું અને કહ્યું દીક્ષિત પરિવારને બુલડોઝરથી કચડી નાખવામાં આવી રહ્યો છે. યુપીમાં બાબાના ડીએમ મોટા રંગબાઝ બા, કાનપુરના ગ્રામ્ય વિસ્તારમાં રામ રાજ બા, બુલડોઝરથી કચડી નાખવામાં આવ્યું દિક્ષિતનું ઘર બા, આ સાથે અધિકારીઓ અને લોકશાહી પર સવાલ ઉઠાવતા નેહાએ યોગી સરકાર પર પણ નિશાન સાધ્યું.

શું કહ્યું નેહાએ ? 

લોક ગાયિકા નેહા સિંહે કાનપુર દેહાત પોલીસની નોટિસ પર કહ્યું કે, “કા બા સિઝન-2” ગાયું ત્યાર બાદ મને નોટિસ મોકલવામાં આવી છે. નોટિસ મળે તે મુજબ જવાબ આપવામાં આવશે. આ લોકો જાણી જોઈને મને નિશાન બનાવે છે. પણ હું ડરતી નથી. સરકાર પર સવાલ ઉઠાવવો હવે ખોટો બની ગયો છે.

જે સત્તામાં છે તેને સામાન્ય માણસ સવાલ કરશે. ભાજપ સત્તામાં હશે તો જ તેની પર સવાલો થશે. આવું એક જૂથ મને નોટિસ આપવા આવ્યું. પહેલા આંબેડકર મારા સાસરે પહોંચ્યા અને પછી દિલ્હીમાં મારા ઘરે આવ્યા. પણ હું ડરતી નથી. હું ન તો કોઈની સાથે છું કે ન તો કોઈની વિરુદ્ધ.

આ પણ વાંચો :-

ટીમ ઈન્ડિયાના આ ધાકડ ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, યુવતીએ કહ્યું- મારા પ્રાઈવેટ પાર્ટને..

0

A serious accusation was made on this brave player

  • Team India : એક બાજુ ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસે છે. ટેસ્ટ મેચ સિરીઝ ચાલુ છે અને બીજી બાજુ ટીમ ઈન્ડિયાનો આ ધાકડ બેટર મોટી મુશ્કેલીમાં મૂકાયો છે. યુવતીએ તેના પર પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કરવાનો અને લાફા મારવાનો આરોપ લગાવ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમનો (Indian Cricket Team) એક ખેલાડી હાલ મોટી સમસ્યામાં મૂકાઈ ગયો હોય તેવું જણાય છે. ટીમ ઈન્ડિયાના આ ધાકડ ખેલાડી વિરુદ્ધ એક સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુઅન્સરે અપરાધિક ફરિયાદ નોંધાવી છે અને ગંભીર આરોપ લગાવ્યા છે. આ ખેલાડી કોણ હશે તે તમે વિચારતા હશો….

આ ખેલાડી બીજુ કોઈ નહીં પરંતુ પૃથ્વી શો (Prithvi Show) છે. પૃથ્વી શો અને સોશિયલ મીડિયા ઈન્ફ્યુઅન્સર સપના ગિલ વચ્ચે ચાલી રહેલો વિવાદ હજુ સંપૂર્ણ રીતે ખતમ થયો નથી. આ બધા વચ્ચે પૃથ્વી શો પર સપના ગિલે ગંભીર આરોપ લગાવ્યા છે.

સપના ગિલે લગાવ્યો ગંભીર આરોપ :

મુંબઈની એક કોર્ટે પૃથ્વી શો સાથે કથિત રીતે દુર્વ્યવહાર કરવા અને તેમની કાર પર બેઝબોલ બેટથી હુમલા કરવાના મામલે સપના ગિલ અને અન્ય ત્રણ આરોપીઓને સોમવારે જામીન આપ્યા હતા. જામીન પર બહાર આવ્યા બાદ સપના ગિલે પૃથ્વી શો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. સપના ગિલે કેસ દાખલ કર્યા બાદ કહ્યું કે અમે કોઈને માર્યું નથી કે પૈસાની પણ માંગણી કરી નથી. અમારા પર ખોટા આરોપ લગાવવાાં આવ્યા છે.

પૃથ્વી શોની વધી શકે છે મુશ્કેલીઓ :

સપના ગિલે કહ્યું કે મે કોઈ સેલ્ફી માટે કહ્યું નહતું. અમે લોકો મસ્તી કરી રહ્યા હતા તો મારો મિત્ર વીડિયો બનાવવાની કોશિશ કરવા લાગ્યો. ત્યારે જ મે જોયું કે તે લોકો મારા મિત્રને મારવા લાગ્યા. મારો મિત્ર પુરાવા દેખાડવા માટે વીડિયો બનાવવાની કોશિશ કરી રહ્યો હતો. મે મારા મિત્રને બચાવ્યો. પરંતુ ત્યારબાદ તે લોકો મને બેઝબોલથી પીટવા લાગ્યા. એક કે 2 લોકોએ મને મારી અને મારા પ્રાઈવેટ પાર્ટને પણ સ્પર્શ કર્યો. એટલે સુધી કે  તેમણે મને થપ્પડ પણ માર્યા.

પૃથ્વી શો વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર :

સપના ગિલે પૃથ્વી શો પર છેડછાડનો આરોપ લગાવ્યો છે. પૃથ્વી શો ઉપરાંત આશીષ સુરેન્દ્ર યાદવ, બ્રજેશ અને અન્ય લોકો પર કેસ દાખલ થયો છે. વકીલ અલી કાશિફ દેશમુખના જણાવ્યા મુજબ સપના ગિલે આઈપીસીની કલમ 34, 120B, 144, 146, 148, 149, 323, 324, 351, 354, 509 હેઠળ કેસ દાખલ કર્યો છે.

અત્રે જણાવવાનું કે 14 ફેબ્રુઆરીના રોજ મુંબઈના સાંતાક્રૂઝ વિસ્તારમાં એક હોટલની બહાર પૃથ્વી શો સાથે કથિત રીતે ગેરવર્તણૂંક કરવાનો મામલો સામે આવ્યો હતો. તેમની કાર પર બેઝબોલના બેટથી હુમલો કરાયો હતો. જો કે સપના ગિલે આ તમામ આરોપો ફગાવ્યા છે.

આ પણ વાંચો :-

કઠણાઈ કહો કે કરૂણતા, વિશ્વ માતૃભાષા દિવસના સરકારી કાર્યક્રમમાં જ જોડણીની અનેક ભૂલો…… Video

0

Call it hard or pathetic, there are many spelling mistakes

  • અમદાવાદ બોડકદેવ પંડીત દિનદયાળ ઓડિટોરીયમમાં શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.

એ વિચારીને ફુલે ગજ ગજ મારી છાતી.. હું અને મારી ભાષા ગુજરાતીપંક્તિઓ વાંચીને આપણને ગુજરાતી હોવાનું જરૂરથી ગર્વ થાય પણ કઠણાઈ કહો કે કરૂણતા વાસ્તવિકતા કંઈ જુદી જ સામે આવી છે. રાજ્ય સરકારનો માતૃભાષા અંગે જાગૃતિ ફેલાવતો (Spreading awar) કાર્યક્રમ આજે અમદાવાદના પોશ વિસ્તાર એવા બોડકદેવમાં આવેલા પંડિત દિનદયાળ ઓડિટોરિયમાં યોજાયો.

આ કાર્યક્રમ યોજાય તે પહેલા ગુજરાતી ગ્રંથો અને સાહિત્યને હાથીની અંબાડીમાં મુકીને શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સ્વભાવિક છે આનાથી દરેક ગુજરાતીઓને ગર્વ થાય કે આપણા ગ્રંથો અને સાહિત્યને આટલું સમ્માન મળે, પરંતુ શોભાયાત્રા બાદ પંડિત દિનદયાળ ઓડિટોરિયમાં યોજાયેલા વિશ્વ માતૃભાષા દિવસના કાર્યક્રમમાં જ ગુજરાતી ભાષાનું હળહળતું અપમાન થયું છે.

કાર્યક્રમના બેનરોમાં અનેક ભાષાકીય ભૂલો સામે આવી જેમાં જાણીતા લેખકો અને મહાનુભાવોના નામમાં અઢળક ભૂલો સામે આવી છે. એક રીતે કહીએ તો ગુજરાતી ભાષાનું શિક્ષણમંત્રી અને શિક્ષકોની હાજરીમાં ચીરહરણ થયું.

પંડીત દિનદયાળ ઓડિટોરીયમમાં મંગળવારે માતૃભાષા દિનની સવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં કેબિનેટ શિક્ષણમંત્રી કુબેર ડિંડોર, રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા, અમદાવાદના અનેક ધારાસભ્યો તથા શિક્ષકોથી આખો હોલ ભરેલો હતો. પરંતુ કાર્યક્રમ જે હેતુથી યોજાયો હતો તેમાં જ ઢગલાબંધ ભૂલો જોવા મળી. ગુજરાતી ભાષા માટે પોતાનું જીવન સમર્પિત કરી દેનારા મહાનુભાવોના નામ સુદ્ધાં સરખા લખાયા નથી.

Untitled

રાષ્ટ્રીય શાયરથી લઈને અનેક સાહિત્યકારોના નામ સુધ્ધાં સરખા લખ્યા નથી. ગુજરાતી ભાષાના આ અપમાનના જવાબદાર કોણ? વાહવાહી મેળવવા ગુજરાતી ભાષાની ચિંતા કરવાનો ડોળ કરવા ભેગા થયેલા લોકોમાંથી આવી ગંભીર ભૂલ પ્રત્યે કોઈએ ધ્યાન નહી દોર્યું હોય.

કાર્યક્રમની જવાબદારી કોની હતી ? શું આ ગંભીર બેદરકારી દાખવનારાઓ સામે પગલાં લેવાશે ? મહત્વની વાત તો એ છે કે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા આગેવાનો પણ આ મહાનુભાવોનું નામ જેવું લખેલું હતું તેવું જ બોલ્યા.

આ પણ વાંચો :-