Home Blog Page 1158

ઉત્તર-દક્ષિણ ગુજરાતના ખેડૂતો ફરી થઈ જજો સાવધાન, આ તારીખથી ફરી કડાકા ભડાકા સાથે ત્રાટકશે મેઘો

0

Farmers of North-South Gujarat

  • Gujarat Forecast: આગામી સમયમાં ગરમીનો પ્રકોપ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં રાજ્યના તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થશે. આગામી 13-14 તારીખ પછી ફરીથી માવઠાની આગાહી કરી છે.

ગુજરાતમાં ગરમીનો (Heat) પ્રારંભ થઈ ગયો છે. જો કે ઉનાળાની વચ્ચે અચાનક ચોમાસું ક્યાંથી આવી ગયું…એ મોટો સવાલ છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં આગામી 13-14 તારીખ પછી ફરીથી માવઠું પડશે. હવામાન ખાતાએ (weather account) રાજયમાં માવઠાની આગાહી કરી દીધી છે. હવામાન વિભાગના મતે ડાંગ, વલસાડ, સુરત અને નવસારી, બનાસકાંઠા, સાબરકાંઠા (Sabarkantha) અને કચ્છમાં માવડું પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં કમોસમી વરસાદ વરસશે.

 આગામી સમયમાં ગરમીનો પ્રકોપ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં રાજ્યના તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થશે. આગામી 13-14 તારીખ પછી ફરીથી માવઠાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, સુરત, નવસારીમાં વરસાદ પડવાની આગાહી કરી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અને કચ્છમાં વરસાદ પડવાની આગાહી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદ થશે. એટલું જ નહીં, કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હિટવેવની આગાહી કરાઈ છે. આજે અને આવતીકાલે હીટવેવની આગાહી રહેશે. આજે અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાનનો પારો જશે. આવતીકાલે ખેડૂતોને સિંચાઈને લઇને પણ હવામાન વિભાગ એડવાઈઝરી જાહેર કરશે.

હવામાન વિભાગ પણ આ પ્રકારના વાતાવરણને કારણે ચિંતામાં છે કે, આ ઉનાળો છેકે, પછી ચોમાસું. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 24 કલાકમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હજુ પણ આગામી 24 કલાક ખુબ જ ચિંતાજનક છે. ગુજરાતમાં આગામી 24 કલાક માવઠાની આગાહી કરવામાં આવી છે.

ખાસ કરીને ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આ સમાચાર ખુબ જ ચિંતાજનક છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને હવામાન વિભાગે રાજકોટ, અમરેલી, અરવલ્લીમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.

આ પણ વાંચો :-

Disney+ Hotstar યૂઝર્સ માટે ખરાબ સમાચાર ! 31 માર્ચ પછી આ સુવિધા થઈ રહી છે સમાપ્ત

0

Bad news for Disney+ Hotstar users 

  • હવે Disney+ Hotstar યુઝર્સ માટે ખરાબ સમાચાર છે. એપ્લિકેશન 31 માર્ચથી સબસ્ક્રાઇબર્સને HBO કન્ટેન્ટ ઓફર કરશે નહીં. કંપનીએ તેના Twitter હેન્ડલ દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે. આ સમાચાર ચાહકોને ચોંકાવી રહ્યાં છે.

Disney + Hotstar એ ભારતમાં સૌથી લોકપ્રિય OTT પ્લેટફોર્મ છે. લાઇવ ક્રિકેટ, વેબ સિરીઝ અને લેટેસ્ટ મૂવીઝને કારણે IPL ટ્રેન્ડમાં રહે છે. હવે  Disney+ Hotstar યુઝર્સ માટે આ ખરાબ સમાચાર છે. એપ્લિકેશન 31 માર્ચથી સબસ્ક્રાઈબર્સને HBO કન્ટેન્ટ ઓફર કરશે નહીં. કંપનીએ તેના ટ્વિટર હેન્ડલ (Twitter handle) દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે.

HBO સામગ્રી Disney + Hotstar પર દેખાશે નહીં :

એટલે કે હવે ડિઝની પ્લસ હોટસ્ટાર યુઝર્સ The Last of Us, Succession, Game of Thrones, House of the Dragon, The Wire, The Sopranos, Silicon Valley જેવી સામગ્રી જોઈ શકશે નહીં.  Disney+ Hotstar પ્લેટફોર્મ પર તાજેતરની હિટ ફિલ્મોમાંની એક HBOની નવી ટીવી શ્રેણી ધ લાસ્ટ ઓફ અસ છે.

IPL પણ માણી શકશે નહીં :

અમે તમને જણાવીએ કે Disney + Hotstar ભારતીય વપરાશકર્તાઓને IPL સ્ટ્રીમિંગ પણ ઓફર કરશે નહીં કારણ કે તેણે Viacom18 ના સ્ટ્રીમિંગ અધિકારો ગુમાવ્યા છે.  Disney+ Hotstar સબ્સ્ક્રાઇબર્સ માટે આ એક મોટા આંચકા જેવું છે.

Disney + Hotstar નું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન હાલમાં ભારતમાં 1499 રૂપિયામાં ઉપલબ્ધ છે. પ્લેટફોર્મ પરથી IPL અને HBO કન્ટેન્ટને દૂર કર્યા પછી ઘણા ભારતીય વપરાશકર્તાઓ માટે Disney+ Hotstar સબ્સ્ક્રિપ્શન ખરીદવું વધુ અર્થપૂર્ણ નથી.

Tweet કરેલી માહિતી :

Tweetના જવાબમાં @Hotstar_Helpsએ કહ્યું, ‘HBO સામગ્રી 31 માર્ચથી Disney+ Hotstar પર ઉપલબ્ધ રહેશે નહીં. તમે Disney+ Hotstar ની વિશાળ લાઇબ્રેરી અને 10 ભાષાઓમાં ટીવી શો અને મૂવીઝમાં 100,000 કલાકથી વધુ સામગ્રીના પ્રીમિયર કવરેજનો આનંદ લેવાનું ચાલુ રાખી શકો છો.’

તમને જણાવી દઈએ કે ઘણા ભારતીય ટેલિકોમ ઓપરેટરોએ Disney + Hotstar બંડલ પ્રીપેડ પ્લાન ઘટાડી દીધા છે. IPL અને HBO કન્ટેન્ટ Disney + Hotstarમાંથી જતું હોવા છતાં, પ્લેટફોર્મ હજુ પણ ડિઝની અને માર્વેલ કન્ટેન્ટના અધિકારો ધરાવે છે. આ માટે યુઝર્સ તેનું સબસ્ક્રિપ્શન લઈ શકે છે.

આ પણ વાંચો :-

શું ગુજરાતમાં જ્વાળામુખી ફાટશે ? આ શહેરમાં સતત 18 કલાકથી નીકળી રહ્યો છે ભેદી ધુમાડો

0

Smoke has been coming out  

  • Smoke Coming From Land : સાબરકાંઠાના પ્રાંતિજના નાનપુર ગામમાં ભેદી ઘટના. જમીનમાંથી સતત 18 કલાકથી નીકળી રહ્યા છે ધૂમાડા. 25 ફૂટના અંતરે 2 અલગ-અલગ જગ્યાએ બની ઘટના. મહિલા દાજી જતા સારવાર માટે હોસ્પિટલમાં કરાઈ દાખલ.

ગુજરાત (Gujarat) પર આફતો રોકાવાનું નામ નથી લેતું. એક પછી એક ઘટનાઓ ગુજરાતના આંગણે દસ્તક દેતી રહે છે. ક્યારેક માવઠું, ક્યારેક ભૂકંપ, ક્યારેક ભારે વરસાદ, તો ક્યારેક વાવાઝોડું (Storm) . પરંતું ઉત્તર ગુજરાતમાં જોવા મળેલી આફત ગુજરાત માટે નવી છે. આ આફત જ્વાળામુખી (Volcano) તરફ તો સંકેત નથી કરી રહી ને એવી ચર્ચા છે. સાબરકાંઠાના (Sabarkantha) પ્રાંતિજમાં સતત 18 કલાકથી જમીનમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. આ ધુમાડો કેવી રીતે આવે છે, એ ખબર નથી. પરંતુ ફાયર વિભાગના પ્રયાસો બાદ પણ ધુમાડો રોકાવાનું નામ નથી લઈ રહ્યો.

સાંબરકાંઠાના પ્રાંતિજના નાનપુરમાંથી એક જમીનમાંથી સતત ધુમાડો નીકળી રહ્યો છે. સતત બીજા દિવસે 25 ફૂટના અંતરે બે જગ્યાએ ધુમાડો બહાર નીકળી રહ્યો છે. ફાયર વિભાગે પાણીનો મારો કર્યો છતાં પણ ધુમાડો નીકળવાનું ચાલું છે. મહત્વનું છે કે 10 વર્ષ પહેલાં ગ્રામજનો દ્વારા ફેક્ટરીના કચરાનું અહીંયા પૂરાણ કરવામાં આવ્યું હતું. પરંતું હવે એકાએક કેમ ધુમાડો ફાટ્યો છે તે વાતે ચર્ચા જગાવી છે.

પ્રાંતિજના નાનપુરમાં જમીનમાંથી સતત ૧૮ કલાકથી ધુમાડા નીકળે છે. સતત બીજ દિવસે 25 ફૂટના અંતરે બે અલગ સ્થળે જમીનમાંથી ધુમાડા નીકળે છે. 10 વર્ષ પહેલા ગ્રામજનો ફેક્ટરીના કચરાથી આ જગ્યાનુ પુરાણ કર્યું હતું. ઘટનાની જાણ ફાયર વિભાગે કરી હતી. જેથી ફાયર વિભાગે અહી આવીને પાણીનો મારો પણ કર્યો. ફાયર વિભાગે પાણીનો મારો કર્યો, પરતું ધુમાડા નીકળવાનું યથાવત છે.

એક મહિલા ઈજાગ્રસ્ત :

તો બીજી બાજુ ધુમાડામાં એક મહિલાના પગ ઢીચણ સુધી ઉતરી જતા તેઓ બંને પગે દાઝી ગયા હતા. મહિલાના પગ દાઝી જતા તાત્કાલિક 108 માં સારવાર અર્થે ખસેડાયા હતા. પ્રાંતિજ ફાયર વિભાગે આવીને પાણીનો મારો કર્યો હતો. મોડી રાત સુધી ટેન્કર દ્વારા પાણીનો મારો કર્યા બાદ પણ ધુમાડો યથાવત છે.

આ પણ વાંચો :-

લીલા નાળિયેરની મલાઈ ખાવાથી શરીરને થાય છે આ 5 જબરદસ્ત ફાયદા, ઉનાળામાં તો ખાવી જ જોઈએ

These 5 great benefits of eating green coconut milk for the body are a must
  • Tender Coconut Malai Benefit : નાળિયેર પાણીને લોકો પોતાની ડેઈલી ડાયટમાં પણ ઉપયોગમાં લેતા હોય છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે નાળિયેર પાણીની જેમ તેની અંદરની મલાઈ પણ ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક હોય છે.

નાળિયેર પાણીની (Coconut water) ડિમાન્ડ ભારત સહિત દુનિયા ભરમાં રહે છે કારણ કે નાળિયેર પાણી બોડીને હાઇડ્રેટ કરે છે. તેનો સ્વાદ પણ મીઠું હોય છે તેથી લોકો તેને પીવાનું પસંદ કરે છે. માત્ર સમુદ્ર કિનારે જ નહીં પરંતુ મહાનગરોમાં પણ લોકો નાળિયેર (Coconut) પીવાનું પસંદ કરે છે. નાળિયેર પાણીને લોકો પોતાની ડેઈલી ડાયટમાં પણ ઉપયોગમાં લેતા હોય છે.

પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે નાળિયેર પાણીની જેમ તેની અંદરની મલાઈ પણ ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક હોય છે. ઘણા લોકો તો નાળિયેર પાણી પીધા પછી મલાઈને ફેંકી દેતા હોય છે પરંતુ નાળિયેર પાણી પીધા પછી મલાઈને પણ ખાવી જોઈએ. કારણ કે તેનાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે.

વજન ઘટાડવામાં મદદ :

ઘણા લોકો એવું માને છે કે નાળિયેરની મલાઈમાં કેલેરી વધારે હોય છે જેના કારણે વજન વધી શકે છે પરંતુ આ વાત ભૂલ ભરેલી માન્યતા છે. જો તમે મર્યાદિત માત્રામાં મલાઈ ખાશો તો તમારા પેટ અને કમરની ચરબી ધીરે ધીરે ઓછી થવા લાગશે.

ડાયજેશન સુધરે છે :

જે લોકોને પાચન સંબંધિત સમસ્યાઓ રહેતી હોય તેમણે નાળિયેરની મલાઈ જરૂર ખાવી જોઈએ. પાચનતંત્ર માટે નાળિયેરની મલાઈ સુપરફૂડ છે. તે ભોજનને બચાવવામાં મદદ કરે છે અને આંતરડા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેથી તેનું સેવન કરવું જ જોઈએ.

ઈમ્યુનિટી વધે છે :

આજના સમયમાં જરૂરી છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય. તેવામાં આ કામ કરવામાં મદદ નાળિયેરની મલાઈ કરી શકે છે. નાળિયેરની મલાઈમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

ચેહરા પર ગ્લો લાગે છે :

જો તમે ઉનાળા દરમિયાન નાળિયેરની મલાઈ ખાવાનું રાખશો તો તમારા ચહેરા ઉપર ગ્લો પણ વધશે. મલાઈ ખાવાથી વધતી ઉંમરની અસર પણ ત્વચા પર થતી નથી.

ઈન્સ્ટન્ટ એનર્જી સોર્સ :

ગરમીમાં ઘણી વખત એવું થાય છે કે અચાનક જ તડકાના કારણે તમને નબળાઈ લાગવા લાગે. આ ઉપરાંત પરસેવો પણ વધુ થતો હોય છે તેના કારણે પાણીની ઉણપ પણ સર્જાઈ શકે છે. તેવામાં જો તમે નાળિયેર પાણી કે તેની મલાઈનું સેવન કરો છો તો શરીરને તુરંત જ ઊર્જા મળે છે અને તમે તરોતાજા અનુભવ કરો છો.

આ પણ વાંચો :-

WPL 2023 : 18 બોલમાં ધૂઆધાર બેટિંગ ! WPLમાં સૌથી ઝડપી ફિફ્ટી, સતત 6 બોલમાં…

0

WPL 2023 

  • WPL 2023 : સિઝનની પહેલી જ મેચમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ ગુજરાત જાયન્ટ્સ સામે બન્યો હતો અને આગામી 5 મેચમાં જ ગુજરાતના બેટ્સમેને તે રેકોર્ડ તોડી નાખ્યો હતો.

વુમન્સ પ્રીમિયર લીગ (WPL 2023)માં માત્ર 5 મેચ રમાઈ છે અને તાબડતોડ બલ્લેબાજીનો સિલસિલો આગળ વધી રહ્યો છે.  મેચ દર મેચે નવી વિસ્ફોટક ઇનિંગ્સ જોવા મળી રહી છે. આવું જ કંઈક ટૂર્નામેન્ટની છઠ્ઠી મેચમાં જોવા મળ્યું હતું, જ્યાં ગુજરાત જાયન્ટ્સની (Gujarat Giants) વિસ્ફોટક ઓપનર સોફિયા ડંકલીએ (Sophia Dunkley) સિઝનની પ્રથમ મેચમાં બનાવેલા રેકોર્ડને તોડી નાખ્યો હતો. બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) સામેની પોતાની ત્રીજી મેચ દરમિયાન ઇંગ્લેન્ડના આ બેટ્સમેને માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારીને નવો રેકોર્ડ બનાવ્યો હતો.

બ્રેબોર્ન સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે પાવરપ્લેમાં જ બેંગ્લોરના બોલરોને ખરાબ રીતે ઝૂડ્યા હતા અને 64 રન લૂટી લીધા હતા. ઇનિંગની પહેલી ઓવર મેડન હતી ત્યારે આ સ્થિતિ હતી. મેગન શૂટની આ ઓવરમાં ગુજરાતની ઓપનર સબ્બિનેની મેઘના કોઈ રન બનાવી શકી ન હતી. ત્યાર બાદ બીજી ઓવરમાં સ્ટ્રાઈક પર આવેલા ડંકલીએ ધૂઆધાર બેટીંગ શરૂ કરી હતી.

સતત 6 બોલમાં 26 રન :

ડંકલીએ અહીંથી દરેક ઓવરમાં ઓછામાં ઓછી બે બાઉન્ડ્રી ફટકારવાની પ્રક્રિયા શરૂ કરી. તેણે ચોથી ઓવરમાં રેણુકા ઠાકુરની ઓવરમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 14 રન લૂટી લીધા હતા. ડંકલીનો સૌથી મજબૂત હુમલો પાંચમી ઓવરમાં આવ્યો હતો.

ડાબા હાથની સ્પિનર ​​પ્રીતિ બોસ સામે બીજા બોલ પર સ્ટ્રાઈક પર આવેલા ડંકલીએ ઓવરના બાકીના પાંચ બોલમાં 22 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 4, 6, 4, 4, 4 ફટકાર્યા હતા. ડંકલીએ છેલ્લી ઓવરના છેલ્લા બોલ પર પણ ચોગ્ગો ફટકાર્યો હતો. આ રીતે તેણે સતત 6 બોલમાં 26 રન બનાવ્યા.

આ પણ વાંચો :-

આ બોલિવૂડ સુંદરીઓ 1 પોસ્ટથી છાપે છે કરોડો રૂપિયા, ચોંકાવશે Priyanka Chopraની કમાણી

These Bollywood beauties print crores

  • Bollywood Actress instagram income : આજકાલ દરેક વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે. પરંતુ સેલિબ્રિટીઝ માટે ઇન્સ્ટાગ્રામ માત્ર મનોરંજનનું સાધન નથી અને તેમના ચાહકો સાથે જોડાયેલા રહેવાનું માધ્યમ છે.

પરંતુ આ દ્વારા તેઓ મોટી કમાણી કરે છે. બોલિવૂડની (Bollywood) ટોચની અભિનેત્રીઓ દરેક પોસ્ટ માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે. કરીના કપૂરથી લઈને પ્રિયંકા ચોપરા સુધી તે પોતાની દરેક પોસ્ટ માટે તગડી રકમ વસૂલે છે. આવો જાણીએ તેમના વિશે.

આલિયા ભટ્ટ :

સૌથી પહેલા વાત કરીએ આલિયા ભટ્ટની જેના કરોડો ફેન્સ છે. ફિલ્મો અને એન્ડોર્સમેન્ટ સિવાય આલિયા ઈન્સ્ટાગ્રામ પરથી પણ ઘણી કમાણી કરે છે. આલિયાના ઇન્સ્ટાગ્રામ પર 75.6 મિલિયન ફોલોઅર્સ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પર દરેક પોસ્ટ માટે 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

કેટરીના કૈફ :

હવે વાત કરીએ કેટરિના કૈફની જેની ઇન્સ્ટાગ્રામ પર 70.9 મિલિયન ફોલોઅર્સ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટરિના તેની દરેક પોસ્ટ માટે લગભગ 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

દીપિકા પાદુકોણ :

બોલિવૂડની મસ્તાની દીપિકા પાદુકોણે બોલિવૂડની સાથે સાથે હોલીવુડમાં પણ પોતાનું કૌશલ્ય બતાવ્યું છે. ઈન્સ્ટાગ્રામ પર દીપિકાના 72.5 મિલિયન ફોલોઅર્સ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપિકા તેની દરેક પોસ્ટ માટે 1.5 કરોડ રૂપિયા લે છે.

પ્રિયંકા ચોપરા :

અંતમાં વાત કરીએ બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાની, જેણે આખી દુનિયામાં પોતાની પ્રતિભા બતાવીને નામ કમાવ્યું છે. ગ્લોબલ સેલિબ્રિટી બની ચૂકેલી પ્રિયંકા ચોપરાના ઈન્સ્ટાગ્રામ પર 85.4 મિલિયન ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામથી કમાણીના મામલામાં PC બોલિવૂડની તમામ સુંદરીઓથી આગળ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રિયંકા 1 પોસ્ટ માટે 3 કરોડ રૂપિયા લે છે.

આ પણ વાંચો :-

 

હોળીમાં મૂકાયેલા માટીના લાડુથી વરસાદનું અનુમાન : ચાર મહિના આવું રહેશે ગુજરાતનું ચોમાસું

0

Prediction of rain from clay ladles placed in Holi

  • આપણા દેશમાં અનેક પ્રકારની પરંપરા પાળવામાં આવે છે. આજે પણ ગામડાઓમાં આ પ્રથા જીવંત છે. આપણા પૂર્વજોએ વરસાદનુ અનુમાન કરવા માટે અનેક રીત બનાવી છે. જે મુજબ આગામી વર્ષમાં વરસાદ કેવુ રહેશે તેવું ભાંખવામા આવે છે. ત્યારે હોળીનો તહેવાર વરસાદના વરતારા માટે યોગ્ય છે. કેટલાક લોકો હોળીની જ્વાળા કઈ દિશામાં જશે તેના પરથી વરસાદનું અનુમાન લગાવે છે. ત્યારે પંચમહાલના શહેરમાં હોળીના દિવસે માટીના લાડવા દાટીને વરસાદનુ અનુમાન કરાય છે.

આપણા દેશમાં અનેક પ્રકારની પરંપરા પાળવામાં આવે છે. આજે પણ ગામડાઓમાં આ પ્રથા જીવંત છે. આપણા પૂર્વજોએ વરસાદનું (Rain) અનુમાન કરવા માટે અનેક રીત બનાવી છે. જે મુજબ આગામી વર્ષમાં વરસાદ કેવુ રહેશે તેવું ભાંખવામા આવે છે. ત્યારે હોળીનો (Holi) તહેવાર વરસાદના વરતારા માટે યોગ્ય છે. કેટલાક લોકો હોળીની જ્વાળા કઈ દિશામાં જશે તેના પરથી વરસાદનું અનુમાન લગાવે છે. ત્યારે પંચમહાલના (Panchmahal) શહેરમાં હોળીના દિવસે માટીના લાડવા દાટીને વરસાદનું અનુમાન કરાય છે.

પંચમહાલના શહેરા વિસ્તારમાં વર્ષોથી આ રીતે પરંપરા પાળવામાં આવે છે. જેમાં માટીના લાડવા બનાવવામાં આવે છે અને તેને ધૂળેટીના દિવસે કાઢીને તેની ભીનાશ પરથી વરસાદનો વરતારો કાઢવામાં આવે છે. માટીના ચાર લાડવા બનાવવામાં આવે છે અને તેને આપણી ગુજરાતી મહિનાઓના પ્રમાણે નામ અનુક્રમે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો નામ આપવામાં આવે છે.

શું છે આ પરંપરા જુઓ :

હોળીના દિવસે માટીના ચાર લાડવા બનાવવામા આવે છે. તેના પર સફેદ દોરો વીંટવામાં આવે છે. જ્યાં હોળીનો ખાડો ખોદાય છે તેમાં ચાર લાડવા મૂકવામાં આવે છે. તેના પર પાણી ભરેલી ગાગર મૂકવામાં આવે છે. ત્યાર બાદ તેના પર છાણાં મૂકવામાં આવે છે. ત્યાર બાદ તેને માટીથી ઉપર દાટી દેવામાં આવે છે. ત્યાર બાદ હોળી પ્રગટાવવામાં આવે છે. તેના બાદ ધૂળેટીના દિવસે માટીના લાડવા બહાર કાઢવામાં આવે છે.

આ સમયે ગામના તમામ લોકો એકઠા થાય છે. ધૂળેટીના દિવસે લાડવા બહાર કાઢીને માટીમાં કેવુ ભેજ હોય છે તે તપાસવામાં આવે છે. તે મુજબ વરસાદનો વરતારો કાઢવામાં આવે છે.

જેની સાથે માન્યતા છે કે આ પાણી પીવાથી તાવ આવતો નથી. તેમજ ઘરમાં પાણી છાંટવાથી આખુ વર્ષ સુખ શાંતિમય રહે છે. આ વખતે તમામ લાડવા સરખા ભેજ વાળા થયા હોવાથી ચોમાસાના ચારેય મહિના પુરો વરસાદ પડવાનો વર્તારો કાઢવામાં આવ્યો હતો. જોકે આ એક માન્યતા છે. પરંતુ ગ્રામજનો સાથે તેમની શ્રધ્ધા જોડાયેલી છે. આમ, શહેરા પંથકમાં પણ અનોખી રીતે હોળી-ધુળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

મોટું બજેટ અને સુપર સ્ટાર્સની કાસ્ટિંગ છતાં આ ફિલ્મો રહી ફ્લોપ, ફિલ્મો જોઈ દર્શકોએ ખેંચ્યા માથાના વાળ

Despite the big budget and the casting

  • Flop Sequel Of Bollywood : બોલિવૂડમાં હિટ રહેલી ફિલ્મોની સિક્વલ બનાવવી એ કોઈ નવી વાત નથી. બોલિવૂડમાં ઘણી સુપરહીટ ફિલ્મોની સિક્વલ બનાવવામાં આવી છે અને લોકોએ તેને વધાવી પણ હતી.

અજય દેવગન (Ajay Devgn) અભિનીત ફિલ્મ દ્રષ્યમ રિલીઝ થયા બાદ આ ફિલ્મની સિક્વલ આવી અને તેને પણ દર્શકોનો પ્રેમ મળ્યો છે. જો કે આ સાથે ઘણી ફિલ્મો એવી છે જેની સિક્વલ ખરાબ રીતે પીટાઈ છે. પહેલી ફિલ્મ હિટ થયા બાદ તેની સિક્વલ આવી હતી પરંતુ આ ફિલ્મોને (movies) દર્શકોની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો.

અક્ષય કુમાર, કેટરિના કૈફ, અનિલ કપૂર, નાના પાટેકર અને પરેશ રાવલ સ્ટારર કોમેડી ફિલ્મ વેલકમ વર્ષ 2007માં રિલીઝ થઈ હતી. અને લોકોને ફિલ્મ વેલકમને ખૂબ જ પસંદ કરી હતી. નિર્દેશક અનીસ બઝમીની આ કોમેડી ફિલ્મ સુપરહિટ રહી હતી. આજે પણ લોકો આ ફિલ્મને ખૂબ જ રસથી જુએ છે.

આ ફિલ્મની સફળતા પછી અનીસ બઝમીએ વર્ષ 2015માં સિક્વલ વેલકમ બેક બનાવી. આ ફિલ્મમાં અક્ષય કુમારની જગ્યાએ જોન અબ્રાહમ અને શ્રુતિ હાસનને કાસ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ લોકોને આ સિક્વલ બિલકુલ પસંદ ન આવી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ હતી..

વર્ષ 2009માં આ ફિલ્મ રિલીઝ થઈ હતી. ફિલ્મ ‘લવ આજ કલ‘માં સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.  ઇમ્તિયાઝ અલીના નિર્દેશિત આ ફિલ્મ હિટ રહી હતી. આ ફિલ્મ યુવાનોમાં ઘણી લોકપ્રિય બની હતી. આ પછી આ ફિલ્મ 2020 ના વેલેન્ટાઇન ડે પર રિલીઝ થઈ, જે બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ.

અજય દેવગન અને કંગના રનૌત સ્ટારર ફિલ્મ ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ‘ વર્ષ 2010માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. આ ફિલ્મ ન માત્ર સુપરહિટ રહી પરંતુ અજય દેવગનના કરિયરની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક બની. આ ફિલ્મની સફળતા બાદ આ ફિલ્મની સિક્વલ ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ દોબારા’ વર્ષ 2013માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ઈમરાન ખાનને કાસ્ટ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ થઈ હતી.

આ પણ વાંચો :-

આધાર કાર્ડમાં નામ, જન્મતારીખ અને સરનામું બદલવા મળે છે આટલી જ વાર મોકો? ભૂલો ના કરતા

How many times can you change name

  • આધાર કાર્ડ (Aadhar card)અન્ય દસ્તાવેજોથી અલગ છે કારણ કે તેમાં નાગરિકોની બાયોમેટ્રિક માહિતી હોય છે. આધારની વધતી જતી ઉપયોગિતાને કારણે તેને અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે.

ઘણી વાર આધાર બનાવતી સમયે ઘણી માહિતી ખોટી રીતે દાખલ થાય છે અથવા અધૂરી રહી જાય છે. જેના કારણે પાછળથી આધાર કાર્ડનો (Aadhar card) ઉપયોગ કરતી વખતે સમસ્યા થાય છે. આધારની (Aadhar card) તમામ માહિતી સાચી અને સાચી હોવી ખૂબ જ જરૂરી છે.

આધાર કાર્ડ જારી કરતી સંસ્થા UIDAI આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ, સરનામું, મોબાઈલ નંબર, લિંગ વગેરે અપડેટ કરવાની સુવિધા પૂરી પાડે છે. પરંતુ, અહીં એ જાણવું જરૂરી છે કે તમે દરેક માહિતીને વારંવાર અપડેટ કરી શકતા નથી.

આધાર કાર્ડ (Aadhar card)અન્ય દસ્તાવેજોથી અલગ છે કારણ કે તેમાં નાગરિકોની બાયોમેટ્રિક માહિતી હોય છે. આધારની વધતી જતી ઉપયોગિતાને કારણે તેને અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે. તેથી, જો તમારા આધારમાં (Aadhar card) પણ કોઈ માહિતી ખોટી રીતે દાખલ કરવામાં આવી હોય તો તેને તરત જ સુધારી લો. અને અલબત્ત, બધી વિગતો પણ બારીકાઈથી તપાસો જેથી બધી ભૂલો એક જ વારમાં સુધારી શકાય.

2 વખત નામ બદલી શકો છો :

જો આધાર કાર્ડમાં (Aadhar card) નામના સ્પેલિંગમાં કોઈ ભૂલ હોય અથવા તો મહિલાઓ લગ્ન પછી તેમની અટક બદલવા માંગતી હોય તો તેઓ આમ કરી શકે છે. નામ ઓનલાઈન અથવા ઓફલાઈન બંને મોડમાં બદલી શકાય છે. તમે આધાર કાર્ડમાં નામ (Name Update in Aadhar card) અપડેટ માત્ર બે વાર કરી શકો છો.

લિંગ 1 વખત બદલાશે :

ઘણા આધાર કાર્ડ (Aadhar card)બનાવતી વખતે, જાતિ (Gender) ખોટી અપડેટ થયું હોય તો  UIDAI ના નિયમો અનુસાર તેને બદલી શકાય છે. તમને આધાર કાર્ડમાં જેન્ડર અપડેટ કરવાની માત્ર એક જ તક મળશે.

જન્મ તારીખ 1 વખત બદલી શકાય છે :

જો આધાર કાર્ડમાં (Aadhar card) ખોટી જન્મ તારીખ દાખલ કરવામાં આવી હોય, તો તે માત્ર એક જ વાર અપડેટ કરી શકાય છે (Name Update in Aadhar card). આ પછી તેમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં.

આ માહિતી ગમે ત્યારે બદલો :

તમે આધારમાં (Aadhar card) ઘરનું સરનામું, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, ફોટો, ફિંગર પ્રિન્ટ અને રેટિના સ્કેન વારંવાર અપડેટ કરી શકો છો. તેમને અપડેટ કરવા માટે કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી.

આ પણ વાંચો :-

Pension Scheme : ઘડપણમાં આવકની ગેરન્ટી ! 100 રૂપિયાનું કરો રોકાણ, દર મહિને મળશે 20 હજારનું પેન્શન

0

Pension Scheme: Guaranteed income in old age

  • Government Pension Scheme : આ યોજના જાન્યુઆરી 2004 માં સરકારી કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવી હતી. પછી 2009 માં તેને તમામ કેટેગરીના લોકો માટે ખોલવામાં આવી હતી. આ યોજના અંતગર્ત પોતાની વર્કિંગ લાઇફમાં તમારે લાંબા સમય સુધી રોકાણ કરવાનું હોય છે.

જો તમે કોઇપણ સ્કીમમાં રોકાણ (Investment) કરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો આ સમાચાર તમારા માટે જ છે. આજે અમે તમને એક એવી સરકારી સ્કીમ (Government Scheme) વિશે જણાવવા જઇ રહ્યા છે. જ્યાં રોકાણ કરતાં તમે વૃદ્ધાશ્રમ સિક્યોર કરી શકો છો. કારણ કે સ્કીમ નિવૃતિ બાદ તમને ખૂબ કામ આવી શકે છે. આ સ્કીમથી તમને સારું પેન્શન મળી શકે છે. નિવૃતિ બાદ પણ તમને નિયમિત આવક થતી રહે છે. આવો આ ખાસ સ્કીમ વિશે જણાવીએ.

રોકાણ કરવામાં કોઇ રિસ્ક નહી :

અમે વાત કરી રહ્યા છીએ નેશનલ પેન્શન સ્કીમ કરી. આ એક સરકારી યોજના છે, જે ખાસ કરીને વૃદ્ધોને લાભ આપવા માટે બનાવવામાં આવી છે. આ યોજનામાં રોકાણ કરવામાં કોઇ રિસ્ક નથી. આ યોજના જાન્યુઆરી 2004 માં સરકારી કર્મચારીઓ માટે શરૂ કરવામાં આવી હતી. પછી 2009 માં તેને તમામ કેટેગરીના લોકો માટે ખોલવામાં આવી હતી.

આ યોજના અંતગર્ત પોતાની વર્કિંગ લાઇફમાં તમારે લાંબા સમય સુધી રોકાણ કરવાનું હોય છે. આ સ્કીમમાં તમને 400 ટકા રકમ એન્યુટીમાં લગાવવાની હોય છે. એન્યુટીની રકમથી જ તમને આગળ જઇને પેન્શન તરીકે પ્રાપ્ત થાય છે.

આ રીતે મળશે 20 હજાર રૂપિયા પેન્શન :

જો તમે આ યોજનામાં રોકાણ કરવા માંગો છો. તો તમે તેની શરૂઆત ફક્ત 1000 રૂપિયાના ઇન્વેસ્ટથી કરી શકો છો. 18 થી 70 વર્ષ સુધી લોકો આ યોજનાનો લાભ ઉઠાવી શકો છો. જો તમે 20 વર્ષની ઉંમરમાં 1000 રૂપિયા દર મહિને આ યોજનામાં રોકાણ કરી શકો છો, તો નિવૃતિ સુધી તમારી પાસે કુલ 5.4 લાખ રૂપિયા ફંડ જમા થઇ જાય છે.

તેના પર 10 ટકા રિટર્ન હશે, તેનાથી આ રોકાણ વધીને 1.05 કરોડ રૂપિયા થઇ જશે. જો તમે 40 ટકા કોર્પસને વર્ષમાં બદલી લો. તો આ પ્રાઇઝ 42.28 લાખ રૂપિયા હશે. આ મુજબથી 10 ટકા વાર્ષિક દર માનીને તમને દર મહિને 21,140 રૂપિયા પેન્શન મળશે. સાથે જ લગભગ 63.41 લાખ એક હપ્તે રકમ મળશે.

આ મળશે ફાયદા :

– જો તમે NPS માં રોકાણ કરો છો, તો ફાઇનલ વિડ્રોલ પર 60 ટકા રકમ પર ટેક્સ ફ્રી હશે.
– એનપીએસ એકાઉન્ટમાં કંટ્રીબ્યૂશન લિમિટ 14 ટકા છે.
– કોઇપણ NPS સબ્સક્રાઇબર રૂપિયાની કુલ સીમામાં ઇનકમ ટેક્સ એક્ટના સેક્શન 80CCD (1) હેઠળ ગ્રોસ ઇનકમનું 10 ટકા સુધી ટેક્સમાં ડિડક્શન ક્લેમ કરી શકો છો. સેક્શન 80CCE ના અંતગર્ત આ લિમિટ 1.5 લાખ છે.
– સેક્શન 80CCE અંતગર્ત સબ્સક્રાઇબર 50 હજાર રૂપિયા સુધીનું વધારાનું ડિડક્શન ક્લેમ કરી શકે છે.

આ પણ વાંચો :-