WPL 2023 : 18 બોલમાં ધૂઆધાર બેટિંગ ! WPLમાં સૌથી ઝડપી ફિફ્ટી, સતત 6 બોલમાં…

Share this story

WPL 2023 

  • WPL 2023 : સિઝનની પહેલી જ મેચમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ ગુજરાત જાયન્ટ્સ સામે બન્યો હતો અને આગામી 5 મેચમાં જ ગુજરાતના બેટ્સમેને તે રેકોર્ડ તોડી નાખ્યો હતો.

વુમન્સ પ્રીમિયર લીગ (WPL 2023)માં માત્ર 5 મેચ રમાઈ છે અને તાબડતોડ બલ્લેબાજીનો સિલસિલો આગળ વધી રહ્યો છે.  મેચ દર મેચે નવી વિસ્ફોટક ઇનિંગ્સ જોવા મળી રહી છે. આવું જ કંઈક ટૂર્નામેન્ટની છઠ્ઠી મેચમાં જોવા મળ્યું હતું, જ્યાં ગુજરાત જાયન્ટ્સની (Gujarat Giants) વિસ્ફોટક ઓપનર સોફિયા ડંકલીએ (Sophia Dunkley) સિઝનની પ્રથમ મેચમાં બનાવેલા રેકોર્ડને તોડી નાખ્યો હતો. બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) સામેની પોતાની ત્રીજી મેચ દરમિયાન ઇંગ્લેન્ડના આ બેટ્સમેને માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારીને નવો રેકોર્ડ બનાવ્યો હતો.

બ્રેબોર્ન સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે પાવરપ્લેમાં જ બેંગ્લોરના બોલરોને ખરાબ રીતે ઝૂડ્યા હતા અને 64 રન લૂટી લીધા હતા. ઇનિંગની પહેલી ઓવર મેડન હતી ત્યારે આ સ્થિતિ હતી. મેગન શૂટની આ ઓવરમાં ગુજરાતની ઓપનર સબ્બિનેની મેઘના કોઈ રન બનાવી શકી ન હતી. ત્યાર બાદ બીજી ઓવરમાં સ્ટ્રાઈક પર આવેલા ડંકલીએ ધૂઆધાર બેટીંગ શરૂ કરી હતી.

સતત 6 બોલમાં 26 રન :

ડંકલીએ અહીંથી દરેક ઓવરમાં ઓછામાં ઓછી બે બાઉન્ડ્રી ફટકારવાની પ્રક્રિયા શરૂ કરી. તેણે ચોથી ઓવરમાં રેણુકા ઠાકુરની ઓવરમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 14 રન લૂટી લીધા હતા. ડંકલીનો સૌથી મજબૂત હુમલો પાંચમી ઓવરમાં આવ્યો હતો.

ડાબા હાથની સ્પિનર ​​પ્રીતિ બોસ સામે બીજા બોલ પર સ્ટ્રાઈક પર આવેલા ડંકલીએ ઓવરના બાકીના પાંચ બોલમાં 22 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 4, 6, 4, 4, 4 ફટકાર્યા હતા. ડંકલીએ છેલ્લી ઓવરના છેલ્લા બોલ પર પણ ચોગ્ગો ફટકાર્યો હતો. આ રીતે તેણે સતત 6 બોલમાં 26 રન બનાવ્યા.

આ પણ વાંચો :-