મોટું બજેટ અને સુપર સ્ટાર્સની કાસ્ટિંગ છતાં આ ફિલ્મો રહી ફ્લોપ, ફિલ્મો જોઈ દર્શકોએ ખેંચ્યા માથાના વાળ

Share this story

Despite the big budget and the casting

  • Flop Sequel Of Bollywood : બોલિવૂડમાં હિટ રહેલી ફિલ્મોની સિક્વલ બનાવવી એ કોઈ નવી વાત નથી. બોલિવૂડમાં ઘણી સુપરહીટ ફિલ્મોની સિક્વલ બનાવવામાં આવી છે અને લોકોએ તેને વધાવી પણ હતી.

અજય દેવગન (Ajay Devgn) અભિનીત ફિલ્મ દ્રષ્યમ રિલીઝ થયા બાદ આ ફિલ્મની સિક્વલ આવી અને તેને પણ દર્શકોનો પ્રેમ મળ્યો છે. જો કે આ સાથે ઘણી ફિલ્મો એવી છે જેની સિક્વલ ખરાબ રીતે પીટાઈ છે. પહેલી ફિલ્મ હિટ થયા બાદ તેની સિક્વલ આવી હતી પરંતુ આ ફિલ્મોને (movies) દર્શકોની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો.

અક્ષય કુમાર, કેટરિના કૈફ, અનિલ કપૂર, નાના પાટેકર અને પરેશ રાવલ સ્ટારર કોમેડી ફિલ્મ વેલકમ વર્ષ 2007માં રિલીઝ થઈ હતી. અને લોકોને ફિલ્મ વેલકમને ખૂબ જ પસંદ કરી હતી. નિર્દેશક અનીસ બઝમીની આ કોમેડી ફિલ્મ સુપરહિટ રહી હતી. આજે પણ લોકો આ ફિલ્મને ખૂબ જ રસથી જુએ છે.

આ ફિલ્મની સફળતા પછી અનીસ બઝમીએ વર્ષ 2015માં સિક્વલ વેલકમ બેક બનાવી. આ ફિલ્મમાં અક્ષય કુમારની જગ્યાએ જોન અબ્રાહમ અને શ્રુતિ હાસનને કાસ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ લોકોને આ સિક્વલ બિલકુલ પસંદ ન આવી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ હતી..

વર્ષ 2009માં આ ફિલ્મ રિલીઝ થઈ હતી. ફિલ્મ ‘લવ આજ કલ‘માં સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.  ઇમ્તિયાઝ અલીના નિર્દેશિત આ ફિલ્મ હિટ રહી હતી. આ ફિલ્મ યુવાનોમાં ઘણી લોકપ્રિય બની હતી. આ પછી આ ફિલ્મ 2020 ના વેલેન્ટાઇન ડે પર રિલીઝ થઈ, જે બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ.

અજય દેવગન અને કંગના રનૌત સ્ટારર ફિલ્મ ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ‘ વર્ષ 2010માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. આ ફિલ્મ ન માત્ર સુપરહિટ રહી પરંતુ અજય દેવગનના કરિયરની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક બની. આ ફિલ્મની સફળતા બાદ આ ફિલ્મની સિક્વલ ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ દોબારા’ વર્ષ 2013માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ઈમરાન ખાનને કાસ્ટ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ થઈ હતી.

આ પણ વાંચો :-