Home Blog Page 1157

માનવામાં ન આવે તેવો કિસ્સો, Online Shopping માં ગુજરાતી યુવકોએ મંગાવી….

0

Unbelievable case

  • Online Shopping : લોકો ઓનલાઈન શોપિંગમાં ઘરવખરી અને ફેશનની વસ્તુઓ મંગાવે, પણ અમરેલીના ટાબરિયાઓએ નકલી ચલણી નોટો ઓર્ડર કરી દીધી.

અમરેલીના (Amreli) નાના ભંડારીયા ગામનાં બે યુવાનો અને એક સગીરાએ સાથે મળીને એવું ઓનલાઈન શોપિંગ (Online shopping) કર્યું કે પોલીસ દોડતી થઈ. યુવકોએ ઓનલાઈન શોપિંગ ફેસેલિટીનો (Shopping facility) ગજબનો ફાયદો ઉઠાવ્યો. લોકો પોતાના કામની વસ્તુઓ ઓનલાઈન શોપિંગમાં મંગાવે. કોઈ જીવન જરૂરિયાતની વસ્તુઓના બદલે બનાવટી ચલણી નોટો જ મંગાવી લે તો ! અને એ પણ કેશ ઓન ડિલીવરી (Cash on delivery). અમરેલીમાં જે થયું તેનાથી સતર્ક થઈ જવું પડે.

ઓનલાઈન શોપિંગ કરવાનો આજકાલ જબરો ક્રેઝ છે, પગરખાંથી લઈને લીંબુપાણી સુધી આપણે ઓનલાઈન મંગાવી લઈએ છીએ. પરંતુ અમરેલી તાલુકાના નાના ભંડારીયા ગામનાં બે યુવાનો અને એક બાળ કિશોરે એ તો હદ જ કરી નાંખી. અમરેલી એસઓજીના જાપ્તામાં રહેલ આ બંને યુવાનો અને એક ટાબરિયાની ત્રીપુટીએ બનાવટી ભારતીય ચલણી નોટો જ ઓનલાઈન ઓર્ડર કરી દીધી, એ પણ થોડી ઘણી નહી. બે લાખની.

સોશિયલ મીડિયા પર ફેક કરન્સી નામની એક રીલ્સ જોયા બાદ આ ત્રિપુટીએ જે તે વેબસાઈટનો સંપર્ક કરીને બે લાખ ની બનાવટી ચલણી નોટોનો ઓર્ડર પણ આપી દીધો. જેમાં કેશ ઓન ડિલીવરીમાં 50 હજાર ચૂકવીને 2 લાખની બનાવટી નોટો મેળવી હતી.

જોકે આ ત્રિપુટી આખરે અમરેલી એસઓજીના હાથે ઝડપાઇ ગઈ છે. હાલ આરોપીઓ પાસેથી રૂપિયા ૨૦૦ ના દરની ૮૩ નોટો અને રૂપિયા ૫૦૦ ના દરની ૧૯૭ બનાવટી ચલણી નોટો જપ્ત કરી છે. જેની માર્કેટ કિંમત ૧,૧૫,૧૦૦ થાય છે. તેમજ એક ફોન મળી કુલ ૧,૩૩,૧૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

અમરેલીના નાના ભંડારીયા ગામનાં આરોપીઓ : 

(૧) અમિત વિનુભાઇ માધડ ઉવ.-૨૧, ધંધો-પ્રા.નોકરી, રહે.ભંડારીયા, તા.જિ.અમરેલી
(૨) કાયદાનાં સંધર્ષમાં આવેલ બાળકિશોર, ૧૬ વર્ષ ૯ માસ ૧૩ દિવસ ધંધો-મજુરી, રહે, ભંડારીયા, તા.જિ.અમરેલી
(૩) ધર્મેશભાઇ દાનાભાઇ રાઠોડ, ઉંવ-૨૩. ધંધો-હીરા ધસવાનો, રહે.સાળવા દલીતવાસ, તા.ખાંભા, હાલ રહે.સુરત, કતારગામ, શ્યામ મારબલની બાજુમાં, તીવારી શેઠનાં હીરાનાં કારખાનામાં તા.જિ.સુરત..

અમરેલી એસઓજીના પીઆઈ એસજી દેસાઈએ જણાવ્યું કે, આ તમામ આરોપીઓએ ૨ લાખ રૂપિયાની કિંમતની બનાવટી ભારતીય ચલણની નોટો ઓનલાઈન મંગાવી હતી.

જેમાંથી એસઓજી પોલીસને ૧,૧૫,૧૦૦ ની કિંમતની બનાવટી નોટો કબજે કરી છે. આ સિવાયની અન્ય બનાવટી ચલણી નોટો આરોપીઓ એ ક્યાં ખર્ચ કરી તે માટે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :-

લેડી ડોન બનવાના અભરખા સાથે ભાવલી સડકો ઉપર મચાવતી હતી આતંક, પોલીસે કર્યા આવા હાલ

0

Bhavli was creating terror on the

  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉન સુરતમાં હવે લેડી ડોનનો આતંક પણ વધવા લાગ્યો છે.

સુરત શહેરના વરાછા કાપોદ્રા (Varachha Kapodra) પુના વિસ્તારમાં ગેંગ બનાવીને ફરતી લેડી ડોન ભૂરી પછી વધુ એક લેડી ડોન નું નામ ભાવના ઉર્ફે ભાવલીવાળાના નામ સામે આવ્યો છે. ભાવલીએ (Bhavli) સુરતમાં રોડ પર આવરગીરી શરૂ કરી હતી અને વિડીયો સોશિયલ મીડિયામાં (Social media) વાયરલ થતાં કાપોદ્રા પોલીસે યુવતીની કરી ધરપકડ કરી છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં લેડી ડોન ભાવલીએ હાથમાં લાકડાના ફટકા લઇ મિત્રો સાથે યુવતીની આવારાગીરી , ગાડીના કાચ તોડ્યા તો રસ્તામાં જતા લોકોને હેરાન કર્યા. ધમાલના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, કાપોદ્રા પોલીસે યુવતીની કરી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં વધુ એક યુવતીને લેડી ડોન બનવાના અભરખા ભારે પડી રહ્યા છે. લોકોમાં ભય ઉપજાવા અને પોતાનો ડર બનાવી રાખવા હવે યુવતીઓ પણ અસામાજિક પ્રવૃત્તિમાં આગળ આવી રહી છે. ચાર દિવસ પહેલા સોશિયલ મીડિયામાં કાપોદ્રા વિસ્તારમાં જાહેરમાં ધમાલ મચાવતી યુવતી સાથે કેટલાક યુવકોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના આધારે કાપોદ્રા પોલીસે ભાવના ઉર્ફે ભાવલી વાળા નામની યુવતીની બે જુદાજુદા ગુનામાં ધરપકડ કરી છે. જાહેરમાં લોકોને હેરાન કરવા બાબતે અને રાયોટિંગના ગુનામાં ધરપકડ કરી વધુ તપાસ હથ ધરી છે.

ભાવલીની ઉમર ફક્ત 24 વર્ષ :

ભાવલી ઉર્ફે ભાવના જેની ઉંમર હાલ 24 વર્ષની જાણવા મળી છે. આ ઉંમરમાં લેડી ડોન બનવાના અભરખા ઉભા થયા છે. ભાવલીએ અભ્યાસ છોડી દીધો છે. હાલ કોઈ જ કામકાજ કરતી નથી. શહેરના લુખ્ખાતત્વો કે જેઓ કોઈ જ કામ ધંધો નથી કરતા અને માત્ર અસામાજિક પ્રવૃત્તિ કરી લોકોમાં ડર ઉભો કરે છે.

તેવા અલગ અલગ યુવાનો સાથે ગ્રુપ બનાવીને ફર્યા કરે છે. તેમની સાથે મળી ભાવલી પણ કાપોદ્રા, પુણા, યોગીચોક સહિતના વિસ્તારમાં ધમાલ કરી, લોકોને હેરાન કરી. ધાક ધમકીઓ આપી લોકોમાં ડર ઉભો કરે છે અને પોતાનો હાવ બનાવવાનો પ્રયાસ કરે છે.

આ પણ વાંચો :-

 

 પૈસા રાખો તૈયાર ! આગામી સપ્તાહે આવશે દમદાર IPO, ઈશ્યૂ પ્રાઈઝ પણ નક્કી, જાણો વિગત

0

Keep the money ready!

  • નાણાકીય વર્ષ 2022માં કંપનીનું રેવેન્યૂ 190.31 કરોડ રૂપિયા રહ્યું, જ્યારે એક વર્ષ પહેલાં તે 175.37 કરોડ રૂપિયા હતું. આ સમયમાં નેટ પ્રોફિટ પાછલા વર્ષના 33.93 કરોડ રૂપિયાથી વધી 35.63 કરોડ રૂપિયા થઈ ગયો હતો.

Global Surfaces IPO : ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (Initial Public Offering) પર દાંવ લગાવી કમાણીની યોજના બનાવી રહ્યાં છો તો પૈસા તૈયાર રાખો. આ એટલે માટે કહી રહ્યાં છીએ કારણ કે Global Surfaces એ આઈપીઓ માટે ઈશ્યૂ પ્રાઈઝ નક્કી કરી દીધી છે. Global Surfaces આઈપીઓની ઈશ્યૂ પ્રાઈઝ 133-140 રૂપિયા પ્રતિ શેર છે.

ક્યારે ખુલશે આઈપીઓ : કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે આઈપીઓ 13 માર્ચે ખુલશે અને 15 માર્ચે બંધ થશે. આઈપીઓ હેઠળ 85.20 લાખ ફ્રેશ ઇક્વિટી શેર જારી કરવાની સાથે ડાયરેક્ટર મયંક શાહ અને શ્વેતા શાહ દ્વારા 25.5 લાખ સુધીના ઈક્વિટી શેરનું વેચાણ (ઓએફએસ) કરવામાં આવી રહ્યું છે.

શું થશે પૈસાનું : IPOમાંથી એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ દુબઈમાં કંપનીની સૂચિત એન્ટિટી – ગ્લોબલ સરફેસ FZEની સ્થાપના માટે કરવામાં આવશે. કંપની કુદરતી પથ્થરોની પ્રક્રિયા અને કૃત્રિમ પથ્થરના ઉત્પાદનના ક્ષેત્રમાં છે.

કેવી છે નાણાકીય સ્થિતિ : તમને જણાવી દઈએ કે કંપનીનું નાણાકીય પ્રદર્શન નિરાશાજનક રહ્યું કારણ કે તેના માર્જિનમાં ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ 2022માં કંપનીનું રેવેન્યૂ 190.31 કરોડ રૂપિયા રહ્યું. જ્યારે એક વર્ષ પહેલા 175.37 કરોડ રૂપિયા હતું. આ સમયમાં નેટ પ્રોફિટ પાછલા નાણાકીય વર્ષના 33.93 કરોડ રૂપિયાથી વધારી 35.63 કરોડ રૂપિયા થઈ ગયો હતો.

પરંતુ EBITDA માર્જિન છેલ્લા એક વર્ષમાં 27.05 ટકાથી ઘટી 21.97 ટકા થઈ ગયો. સપ્ટેમ્બર 2022 સુધી કંપનીનું શુદ્ધ ઋણ 50.68 કરોડ રૂપિયા હતું, જે માર્ચ 2022 સુધી 37.29 કરોડ રૂપિયા હતું.

આ પણ વાંચો :-

Most Dirty Trains in India : આ ટ્રેનોમાં ભૂલથી પણ ટિકિટ બુક ન કરાવતા! જાણો ભારતની 10 સૌથી ગંદી ટ્રેન વિશે 

0

Most Dirty Trains in India

  • Most Dirty Trains in India : ભારતીય રેલવેમાં સતત સુધારી થઈ રહ્યો છે. તેમ છતાં પણ ટ્રેનોમાં ગંદકીની સમસ્યા જતી નથી. જાણો ભારતની 10 સૌથી ગંદી ટ્રેન વિશે. જેમાં મુસાફરોની યાત્રા બેરંગ બની.

રાજધાની એક્સપ્રેસથી (Rajdhani Express) ગરીબ રથ અને અન્ય એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરો તેમાં ફેલાયેલી ગંદકીના કારણે પરેશાન છે. સોશિયલ મીડિયા (Social Media) ઉપરાંત રેલ મદદ એપ પર પણ લોકો ભારતીય રેલવેને આ અંગે ફરિયાદ કરી રહ્યાં છે. જાણો આ 10 ટ્રેનો વિશે જેમાં છે ગંદકી. રેલવેને ગંદકીની (The Dirt) સૌથી વધુ ફરિયાદો મળી છે. જો તમે પણ આ ટ્રેનોમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યાં છો.

ભૂલથી પણ ન કરો આ ટ્રેનમાં મુસાફરી :

રેલ મદદ એપ પર મળેલી ફરિયાદો અનુસાર સહરસા-અમૃતસર ગરીબ રથ ટ્રેન ગંદકીના સંદર્ભમાં પ્રથમ ક્રમે છે . તે ભારતની સૌથી ગંદી ટ્રેન છે. આ ટ્રેન પંજાબના અમૃતસરથી બિહારના સહરસા જિલ્લા સુધી જાય છે. આ ટ્રેન બંને બાજુથી ભરચક દોડે છે. આ ટ્રેનમાં ગંદકીની સૌથી વધુ 81 ફરિયાદો મળી છે. કોચથી લઈને સિંક અને ટોઈલેટ કેબીન સુધી ગંદકી ફેલાઈ રહી હોવાની લોકોએ ફરિયાદ કરી છે. આ ટ્રેનની ગણતરી દેશની સૌથી ખરાબ સુવિધાઓમાં થાય છે.

આ ટ્રેનોમાં પણ ગંદકીની ફરિયાદો મળી હતી :

ત્યાર બાદ  જોગબની-આનંદ વિહાર સીમાંચલ એક્સપ્રેસ ટ્રેનમાં 67, શ્રી માતા વૈષ્ણોદેવી-બાંદ્રા સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં 64, બાંદ્રા-શ્રી માતા વૈષ્ણોદેવી સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં 61 અને ફિરોઝપુર-અગરતલા ત્રિપુરા સુંદરી એક્સપ્રેસ ટ્રેનમાં 57 ફરિયાદો મળી છે. . મુસાફરોએ આ ટ્રેનોમાં ગંદકી અને સ્વચ્છતાના અભાવની ફરિયાદ કરી છે.

આ ટ્રનો પણ ગંદકીની બાબતમાં આગળ :

જ્યારે દિલ્લીથી બિહાર જતી આનંદ વિહાર-જોગબની સીમાંચલ એક્સપ્રેસ ટ્રેનમાં 52, અમૃતસર ક્લોન સ્પેશિયલ ટ્રેનમાં 50, અજમેર-જમ્મુ તાવી પૂજા એક્સપ્રેસ ટ્રેનમાં 40 અને નવી દિલ્હી-ડિબ્રુગઢ રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં 35 ફરિયાદો મળી છે.

આ 10 ટ્રેનોમાં એક મહિનામાં રેલવેને કુલ 1079 ફરિયાદો મળી છે. જેમાં ગંદકી, પાણી ન મળવું, ધાબળા-ચાદરની ગંદકી અને ફાટેલી બેઠકોની ફરિયાદોનો સમાવેશ થતો હતો.

રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં પણ ફરિયાદ સામે આવી છે :

ખાસ વાત એ છે કે ગંદકીની સૌથી વધુ ફરિયાદો પૂર્વ ભારત તરફ જતી ટ્રેનોમાંથી આવી હતી. ગંદકીની વાત કરીએ તો ટોચની 10 ટ્રેનોમાં 7 ટ્રેનો ઉત્તર અને પૂર્વ ભારતને જોડતી હતી. જ્યારે મુંબઈથી માતા વૈષ્ણોદેવી કટરા જતી ટ્રેનો પણ ગંદી જોવા મળી હતી. એક્સપ્રેસ ટ્રેનોની સાથે રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં પણ લોકોએ ગંદકીની ફરિયાદ કરી હતી.

રેલવે અધિકારીઓનું કહેવું છે કે ગંદકી દૂર કરવા માટે હવે ટ્રેનોમાં ઓન બોર્ડ હાઉસ કીપિંગ સેવા શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત ફરિયાદ મળતાની સાથે જ તેનો ટ્રેનમાં નિકાલ કરવામાં આવે છે.

આ પણ વાંચો :-

Twitterનું કામ તમામ.? Meta લાવી રહ્યું છે નવી એપ, એલન મસ્કના ટેન્શનનો પારો હાઈ

All of Twitter’s work.? Meta

  • ફેસબુકની પેરેન્ટ કંપની META હવે એક નવા એપ પર કામ કરી રહી છે. આ એપ હવે Twitterનું સ્થાન લેવાની તૈયારી કરી રહ્યું છે.

એલોન મસ્કની એન્ટ્રી, નવી પોલિસી, પેઈડ સર્વિસ જેવા અનેક પગલાંઓ બાદ લોકો Twitterનું અલ્ટરનેટિવ શોધી રહ્યાં છે. મેટા આ મોકા પર પોતાની નવી એપ પર કામ કરી રહ્યું છે. FB, Instagram બાદ હવે મેટા નવું સોશિયલ મીડિયા એપ તૈયાર કરી રહ્યું છે જે ઘણું ખરું ટ્વિટર જેવું જ કામ કરી શકે છે. આ એપ પર લોકો ટેક્સટ બેઝ્ડ અપડેટ પોસ્ટ કરી શકશે.

ટેક્સટ અપડેટ્સ શેર કરવા તૈયાર થાય છે એપ :

કંપનીએ સૂત્રોને જણાવ્યું કે ‘અમે ટેક્સટ અપડેટ્સ શેર કરવા માટે એક સ્ટેન્ડઅલોન ડિસેન્ટ્રાલાઈઝ્ડ સોશિયલ નેટવર્ક તૈયાર કરી રહ્યાં છીએ.’ તેમણે જણાવ્યું કે ‘અમને લાગે છે કે હાલમાં એક સ્પેસ હાજર છે જ્યાં ક્રિએટર્સ અને પબ્લિક ફિગર્સ પોતાના ઈન્ટરેસ્ટનાં વિશે સમય-સમય પર વાત શેર કરી શકશે.’

એપ હજુ પોતાના શરૂઆતી સમયમાં :

તેને P92 કોડનેમથી સ્પોટ કરવામાં આવ્યું છે જેમાં યૂઝર્સ instagram ક્રેડેંશિયલ્સની મદદથી લોગ ઈન કરી શકશે. પ્રોજેક્ટનાં વિશે હાલમાં ઘણી ઓછી માહિતી મળી આવી છે કારણકે એપ હજુ પોતાના શરૂઆતી સમયમાં છે. રિપોર્ટ્સ અનુસાર આ એપને લઈને કોઈપણ પ્રકારની ટાઈમફ્રેમ તૈયાર કરવામાં આવી નથી પરંતુ લીગલ અને રેગ્યુલેટરી ટીમ્સએ કામ શરૂ કરી દીધું છે. આ પ્રોજેક્ટને ઈન્સ્ટાગ્રામનાં પ્રમુખ Adam Mosseri લીડ કરી રહ્યાં છે.

એપનું નેટવર્ક ડિસેંટ્રલાઈઝ્ડ હશે :

આ પ્રોજેક્ટ અંગે સૌથી સારી વાત તો એ છે કે Meta તેનો નેટવર્ક ડિસેંટ્રલાઈઝ્ડ રાખશે. મેટાનું આ પગલું અન્ય સોશિયલ મીડિયાનાં પ્લેટફોર્મને ચેલેન્જ કરવામાં મદદરૂપ રહેશે. પહેલાં પણ ડિસેંટ્રલાઈઝ્ડ એપને લઈને માગ કરવામાં આવી રહ્યું છે. કોઈપણ એપનાં નેટવર્કનું ડિસેંટ્રલાઈઝ્ડ થવાનો અર્થ છે કે તેનો ડેટા કોઈ એક જગ્યા કે સર્વર પર સ્ટોર કે કંટ્રોલ કરવામાં આવશે નહીં. એટલે કે તેનું કોઈ કેન્દ્ર રહેશે નહીં.

આ પણ વાંચો :-

સુંદર મહિલાના ચક્કરમાં ફસાયો સુરતનો રત્નકલાકાર : રૂમમાં ઉતાર્યો બીભત્સ વીડિયો પછી..

0

Jeweler of Surat caught

  • સુરતના મહિધરપુરા વિસ્તારમાં રહેતા 38 વર્ષીય રત્નકલાકાર 6 મહિના અગાઉ પલસાણા ખાતે ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા તે વેળાએ તેઓની મોપેડમાં પેટ્રોલ પૂર્ણ થઇ ગયું હતું આ દરમ્યાન એક ઇસમ ત્યાં આવ્યો હતો.

શહેરમાં રત્નકલાકારને મળવાના બહાને બોલાવી હનીટ્રેપમાં (Honeytrap) ફસાવી તોડ કરતી ગેંગને ઉધના પોલીસે ઝડપી પાડી છે. પોલીસે એક મહિલા સહીત 5 લોકોની ધરપકડ કરી છે.

સુરતના મહિધરપુરા (Mahidharpura) વિસ્તારમાં રહેતા 38 વર્ષીય રત્નકલાકાર 6 મહિના અગાઉ પલસાણા ખાતે ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા તે વેળાએ તેઓની મોપેડમાં પેટ્રોલ પૂર્ણ થઇ ગયું હતું આ દરમ્યાન એક ઇસમ ત્યાં આવ્યો હતો અને પોતાની બાઈકમાંથી પેટ્રોલ (Petrol) કાઢી રત્નકલાકારને આપ્યું હતું અને બાદમાં પોતાનું નામ જીતું જણાવી રત્નકલાકારનો નબર મેળવી લીધો હતો અને બાદમાં અવાર નવાર રત્નકલાકારને ફોન કરીને વાતચીત કરતો હતો.

આ દરમ્યાન રૂમમાં એક મહિલા હાજર હતી. દરમ્યાન થોડી જ વારમાં અજણ્યા ત્રણ થી ચાર ઈસમો રૂમમાં પ્રવેશ્યા હતા જેમાં બે ઈસમોએ હથકડી અને પોલીસના લોગો વાળા માસ્ક પહેર્યા હતા. આ ઈસમોએ રત્નકલાકારને ધાક ધમકીઓ આપી માર માર્યો હતો તેમજ મહિલા સાથે તેનો બીભત્સ વિડીયો ઉતારી લીધો હતો.

એટલું જ નહી 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. ડરી ગયેલા રત્નકલાકારે મિત્ર હસ્તક 50 હજાર રૂપિયા મંગાવી આપી દીધા હતા તેમજ અન્ય આરોપીઓએ તેની પત્નીનું ક્રેડીટ કાર્ડ પણ લઇ લીધું હતું અને માર મારી તેનો નબર મેળવી તેમાંથી 18,999 રૂપિયા પણ ઉપાડી લીધા હતા. બાદમાં રત્નકલાકારને કોઈને કહેશે તો જાનથી મારી નાખીશું તેમ કહી ધમકીઓ આપી હતી.

જો કે આ સમગ્ર મામલે રત્નકલાકારે હિમ્મત ભેગી કરી ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ઉધના પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પકડાયેલા આરોપીઓના નામ :

  • જીતું ઉર્ફે જીતેન્દ્ર ઓમપ્રકાશ શર્મા [ઉ.૨૭]
  • રાજેશ ઉર્ફે રાજ શંભુભાઈ પાટીલ [ઉ.૨૮]
  • સુનીલ પુન્જુ સૂર્યવંશી [ઉ.૨૮]
  • જ્ગેશ્વર ઉર્ફે રાજા રામનરેશ ચૌધરી [ઉ.૩૨]
  • સુમા મિરાજ મહેબુબ શેખ

આ પણ વાંચો :-

11 માર્ચ 2023, આજનું રાશિફળ: આ 7 રાશિના લોકો પર હંમેશા રહે છે હનુમાનજીની કૃપા -ઘરમાં ભરાશે ધનનો ભંડાર

11 March 2023, Today’s Horoscope Gujarat Guardian

મેષ
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધારે રહે. આવકમાં વધારો થાય. પરિવારમાં થોડો મતભેદ જણાય. મિલકતમાં કરેલા રોકાણોથી ફાયદો થાય. નોકરી ધંધામાં રાહતનો અનુભવ થાય. અગ્નિથી સાચવવું.

વૃષભ
દિવસની શરૂઆત મોજ શોખથી થાય. ભાગ્ય સાથ આપતું જણાય. આવકમાં વધારો થાય. માન સન્માન વધે. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. ચામડીના રોગથી સાચવવું.

મિથુન
જકકી અને જંડ વલણનો ત્યાગ કરવો. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. સંતાન સાથે મતભેદ ટાળવા. ફસાયેલા નાણાં છુટા થાય. અશક્તિનો અનુભવ થાય. મિત્રો તરફથી લાભ મળે.

કર્ક
દિવસની શરૂઆત આનંદથી થાય. આવક આવતી અનુભવી શકાય. પરિવારમાં પ્રેમ જળવાય. શેર બજારથી લાભની શકયતા. જીવનસાથી સાથે આનંદથી દિવસ વ્યતિત થાય. દગા ફટકાથી સાચવવું.

સિંહ
પ્રભાવમાં વધારો થાય. માન સન્માન વધે. સફેદ વસ્તુની ખરીદી થાય. આર્થિક ઉપાર્જન સારૂં થાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. સંતાનની ચિંતા રહે. શરદી-ખાંસી-કફનો ઉપદ્રવ રહે.

કન્યા
વાણી ઉપરનો પ્રભાવ વધે. આનંદથી દિવસ વ્યતિત થાય. નાણાંની વૃદ્ધિ થતી જણાય. પરિવારમાં શાંતિ મનમેળ જળવાય. સંતાન તરફથી આનંદના સમાચાર મળે. ભાગ્ય બળવાન.

તુલા
ખોટું લાગે એવા પ્રસંગો બને. માનસિક સ્થિરતા ઓછી થાય. જમીન, મકાન, મિલકતથી લાભની શકયતા. કુટુંબમાં સુખ-શાંતિ રહે. તંદુરસ્તી જળવાય. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે.

વૃશ્ચિક
આત્મવિશ્વાસમાં વધારો થાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. પરિવારમાં સુખ-શાંતિ જળવાય. મિલકતમાંથી આવક મેળવી શકાય. દામ્પત્ય સુખમાં આનંદ અનુભવી શકાય. પડવા વાગવાથી સાચવવું.

ધન
માનસિક રીતે અજંપો અનુભવાય. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં મનમેળ રહે. માતૃસુખમાં વધારો થાય. ખોટા વિચારોથી દૂર રહેવું. શરદી-કફના રોગોથી સાવચેતી રાખવી.

મકર
ખૂબ જ સુંદર રીતે દિવસ વ્યતિત થાય. આવક આવતી જણાય. પરિવારમાં આનંદ. સંતાનોની પ્રગતિથી મન હરખાય. આરોગ્ય સારૂં રહેશે. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય. નોકરી ધંધામાં પ્રગતિ.

કુંભ
મક્કમ મનોબળની અનુભૂતિ થાય. નાણાંની આવક વધતી જણાય. પરિવારમાં ખુશી સ્થાવર જંગમ મિલકતથી લાભ. આંખના રોગોથી સાચવવું. ભાગ્ય બળવાન બને છે. ધાર્મિક કાર્યોમાં સહભાગી થવાય.

મીન
મિલનસાર સ્વભાવ રહે. આર્થિક દૃષ્ટિએ સારો દિવસ. સ્થાવર ‌જંગમ મિલકત, શેર બજારમાં રોકાણ ટાળવું. માતાની તબિયતનું ધ્યાન રાખવું. સંતાનો તરફથી આનંદ. નોકરી-ધંધામાં શાંતિ જળવાય.

આ પણ વાંચો :-

આ વ્યક્તિઓની બાતમી આપો અને મેળવો 20 લાખ રૂપિયા ! સરકારી સંસ્થાની સૌથી મોટી જાહેરાત

0

Give the information of these persons

  • SEBI : બાતમી આપનાર પુરસ્કાર સમિતિ ઈનામ માટે બાતમીદારોની પાત્રતા અને બાતમીદારોને આપવામાં આવનાર ઈનામની રકમ અંગે સક્ષમ અધિકારીને ભલામણો કરશે. સેબીએ જણાવ્યું હતું કે માહિતી આપનારને આપવામાં આવતા ઈનામની રકમ ઈન્વેસ્ટર પ્રોટેક્શન એન્ડ એજ્યુકેશન ફંડમાંથી ચૂકવવામાં આવશે.

સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીએ ડિફોલ્ટર્સની પ્રોપર્ટી (Property of defaulters) વિશે માહિતી આપનારને 20 લાખ રૂપિયા સુધીના ઈનામની જાહેરાત કરી છે. ઈનામ બે તબક્કામાં વચગાળાના અને અંતિમ આપી શકાય છે. સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીએ ડિફોલ્ટર્સની પ્રોપર્ટી વિશે માહિતી આપનારને 20 લાખ રૂપિયા સુધીના ઈનામની જાહેરાત કરી છે.

ઈનામ બે તબક્કામાં  વચગાળાના અને અંતિમ આપી શકાય છે. વચગાળાનું પુરસ્કાર મિલકતના મૂલ્યના અઢી ટકા અથવા રૂ. પાંચ લાખ (જે ઓછું હોય તે) હશે અને અંતિમ પુરસ્કાર વસૂલ કરાયેલ બાકી રકમના 10 ટકા અથવા રૂ. 20 લાખ (જે ઓછું હોય તે) સુધીનું હશે.

આ સાથે સેબીએ 515 ડિફોલ્ટર્સની યાદી બહાર પાડી છે :

સેબીએ વસૂલાત પ્રક્રિયા હેઠળ ડિફોલ્ટર્સની મિલકતો વિશે નક્કર માહિતી પ્રદાન કરનારાઓને પુરસ્કાર અંગે માર્ગદર્શિકા જારી કરી છે. સેબીએ કહ્યું કે પ્રોપર્ટીની જાણ કરનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખવામાં આવશે એટલું જ નહીં પરંતુ તેને મળેલી રકમ પણ ગુપ્ત રાખવામાં આવશે. આ સાથે સેબીએ 515 ડિફોલ્ટર્સની યાદી બહાર પાડી છે.

2021-22ના વાર્ષિક અહેવાલ મુજબ, SEBIએ DTR કેટેગરી હેઠળ રૂ. 67,228 કરોડની બાકી રકમને અલગ કરી છે. મતલબ કે આ રકમ વસૂલવી અત્યંત મુશ્કેલ છે. વચગાળાના પુરસ્કારની રકમ તે સંપત્તિની અનામત કિંમતના અઢી ટકાથી વધુ ન હોવી જોઈએ. સેબીએ જણાવ્યું હતું કે માહિતી આપનાર દ્વારા આપવામાં આવેલી માહિતી અને ઓળખ અથવા તેને ચૂકવવામાં આવેલ પુરસ્કાર ગુપ્ત રાખવામાં આવશે.

બાતમી આપનાર પુરસ્કાર સમિતિ ઈનામ માટે બાતમીદારોની પાત્રતા અને બાતમીદારોને આપવામાં આવનાર ઈનામની રકમ અંગે સક્ષમ અધિકારીને ભલામણો કરશે. સેબીએ જણાવ્યું હતું કે માહિતી આપનારને આપવામાં આવતા ઈનામની રકમ ઈન્વેસ્ટર પ્રોટેક્શન એન્ડ એજ્યુકેશન ફંડમાંથી ચૂકવવામાં આવશે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ જણાવ્યું હતું કે નવી માર્ગદર્શિકા 8 માર્ચથી લાગુ થઈ ગઈ છે.

આ પણ વાંચો :-

હોટલ-રેસ્ટોરન્ટવાળા તમને બનાવી રહ્યાં છે ઉલ્લુ ! બિલમાં આ રીતે કરાય છે છેતરપિંડી, જાણો શું કરવું

0

Hotel-restaurant owners are making you an owl

  • જો કે તમારી આજ બેદરકારી તમને નુક્સાન કરાવી શકે છે. જેનો ફાયદો અને રેસ્ટોરન્ટ અને હોટલ ઉઠાવી રહી છે. હકીકતમાં કેટલીક હોટલ અને રેસ્ટોરન્ટ એવી કેટેગરીમાં ના આવતા હોવા છતાં તમારી પાસેથી GSTનો ચાર્જ વસૂલે છે. બિલમાં GST ચાર્જ લગાવવાના પણ નિયમ છે.

હવેથી હોટલ કે રેસ્ટોરન્ટમાં (Hotel or restaurant) જાઓ તો ચેતજો. હોટલ અને રેસ્ટોરન્ટવાળા તમને બનાવી રહ્યાં છે ઉલ્લુ. વધુ પૈસા કમાવવાની લ્હાયમાં હોટલવાળા (hotelier) તમને લગાડી રહ્યાં છે જીએસટીના નામે ચુનો. જીહાં વાત જાણીને તમને નવાઈ લાગશે પણ આ હકીકત છે. અને કેવી રીતે બિલમાં જીએસટીના (GST) નામે તમારી સાથે કરવામાં આવે છે છેતરપિંડી એ જાણીને તમારી આંખો પણ પહોંળી થઈ જશે.

ઉલ્લેખનીય છે કે આપણામાંથી મોટાભાગના લોકો હોટલ કે રેસ્ટોરન્ટમાં ખાઈને બિલ પેમેન્ટ કરીને નીકળી જઈએ છીએ. પરંતુ બિલને વધારે ધ્યાનથી નથી જોતા. અનેક વખત તો લોકો બિલને જોયા વિના જ ટોટલ એમાઉન્ટ પૂછીને પૈસા ચૂકવીને ચાલતી પકડે છે.

જો કે તમારી આજ બેદરકારી તમને નુક્સાન કરાવી શકે છે. જેનો ફાયદો અને રેસ્ટોરન્ટ અને હોટલ ઉઠાવી રહી છે. હકીકતમાં કેટલીક હોટલ અને રેસ્ટોરન્ટ એવી કેટેગરીમાં ના આવતા હોવા છતાં તમારી પાસેથી GSTનો ચાર્જ વસૂલે છે. બિલમાં GST ચાર્જ લગાવવાના પણ નિયમ છે. એવામાં તમારે જાણવું જરૂરી છે કે કેવી રીતે હોટલ અને રેસ્ટોરન્ટના માલિકો GSTના નામે ગોરખધંધો ચલાવે છે. એવી અનેક રેસ્ટોરન્ટ અને હોટલો હશે. જે તમારી પાસેથી GST વસૂલી શકે તેમ ના હોવા છતાં તમારી પાસેથી પૈસા કઢાવી રહી છે.

ક્યાં કરવી છેતરપિંડીની ફરિયાદ?

જો કોઈ હોટલ કે રેસ્ટોરન્ટ તમારી પાસેથી ખોટી રીતે GST ચાર્જ વસૂલી રહી હોય, તો તમે તે બિલ ચૂકવવાનો ઈનકાર કરી શકો છે. આમ છતાં રેસ્ટોરન્ટ તમારી પાસેથી GST ચાર્જ કરે, તો તમે GST હેલ્પલાઈન નંબર 1800-120-0232 પર કૉલ કરીને ફરિયાદ કરી શકો છે. જે બાદ તપાસના અંતે હોટલ કે રેસ્ટોરન્ટ પર કાર્યવાહી કરવામાં આવશે.

આવી રેસ્ટોરન્ટ અને હોટલ ત્રણ રીતે લોકોને GSTના નામે ગેરમાર્ગો દોરે છે :

જેમાં પ્રથમ બિલ પર GST દર્શાવ્યા વિના પણ ગ્રાહકો પાસેથી GST ચાર્જ વસૂલવામાં આવે છે. બીજી રીતેમાં બિલ પર GST દર્શાવેલું તો હોય છે. પરંતુ GST નંબર એક્ટિવ નથી હોતો. જ્યારે ત્રીજી રીતમાં બિલ પર દર્શાવેલ GST નંબર એક્ટિવ હોવા છતાં તે GST ભરવાના નિયમ અંતર્ગત નથી આવતું. આવી સ્થિતિમાં તમે GST બિલોની તપાસ કરાવી શકો છે.

આ પણ વાંચો :-

કરોડો મહિલાઓની સમસ્યા આ એક ગુજરાતણે દૂર કરી, શોધી કાઢ્યો એવા કાંસકો જેનાથી વાળ નહિ તૂટે

This one Gujarati solved the problem

  • Hair Problem : ગુજરાતની એક મહિલાએ LED કાંસકો બનાવ્યો છે. જેનાથી વાળ ખરતા અટકે છે, સાથે જ વાળમાંથી ડેન્ડ્રફ પણ દૂર થાય છે.

આજની દરેક મહિલાની (Women) એક જ સમસ્યા છે કે વાળ બહુ જ ખરે છે. દરેક મહિલાને એવો ડરે છે કે ક્યાંક તે ટાલિયા તો નહિ બની જાય ને. વાળની સમસ્યાઓ દિવસેને દિવસે વધી રહી છે. આવામાં ગુજરાતની એક મહિલાએ એક એવી શોધ કરી છે જે કરોડો મહિલાઓ માટે આશાનું નવુ કિરણ લઈને આવી છે.

મહિલાઓની આ સમસ્યા જોઈને ગુજરાતની તનીષાને એવુ થયું કે, એવુ કંઈક કરું કે મહિલાઓની સમસ્યા દૂર થાય. ડેન્ડ્રફ (Dandruff) અને ખરતા વાળ માટે મહિલાઓ લાખો રૂપિયા ખર્ચે છે. પંરતુ દરેકની તાકાત આટલા રૂપિયા ખર્ચવાની હોતી નથી. તેથી તેઓએ LED કાંસકો બનાવ્યો.

મૂળ ભાવનગરના તનીષા લાખાણી હાલ અમદાવાદમાં રહે છે. તેઓ શરૂઆતમાં અલગ અલગ બ્યૂટી પ્રોડક્ટની કંપનીમાં નોકરી કરતા હતા. પરંતું તેના બાદ તેઓને કંઈક કરવાની ઈચ્છા થઈ. તેથી તેઓએ બે વર્ષ પહેલા પોતાની કંપની શરૂ કરી. જેમાં તેઓએ સ્કીન અને હેલ્થકેર પ્રોડક્ટ બનાવવાનું શરૂ કર્યું. આ બાદ તેઓએ નવી નવી પ્રોડક્ટ લોન્ચ કરવાનુ શરૂ કર્યું. પરંતુ તેઓને મહિલાઓની વાળની સમસ્યા માટે કંઈક કરવુ હતું. તેથી તેઓએ LED કાંસકાની શોધ કરી.

આ LED કાંસકો વાળ ખરવાની સમસ્યા તો દૂર કરે જ છે સાથે જ વાળમાંથી ડેન્ડ્રફ પણ દૂર કરે છે. તનીષાએ રિસર્ચ બાદ આ કાંસકો તૈયાર કર્યો છે. જેના ફાયદા અદભૂત છે.

LED કાંસકાના ફાયદા :

  • કાંસકામાં લાલ અને વાદળી કલરની લાઈટ છે. બંને કલરની લાઈટ અલગ અલગ કામ કરે છે.
  • કાંસકામાં વાઇબ્રેટર હોવાથી તેનાથી મસાજ પણ થઈ શકે છે.
  • તેમજ સ્કેલ્પનું બ્લડ સર્ક્યુલેશન પણ ઇમ્પ્રૂવ થાય છે.
  • કાંસકામાં લાલ કલરની લાઈટથી વાળને મજબૂતી મળે છે. જ્યારે વાદળી કલરની લાઈટથી વાળમાં રહેલા ડેન્ડ્રફ કે કચરો પણ રહેતો નથી.
  • કાસકામાં વાઇબ્રેશનથી વાળ પણ મજબૂત થાય છે.

આજકાલ વાળની સમસ્યાથી નિજાત મેળવવા જ્યાં મહિલાઓ લાખો રૂપિયા પાર્લરમાં જઈને ખર્ચે છે છતાં કોઈ સોલ્યુશન આવતુ નથી. પરંતું આ કાંસકાથી વાળ ઉતરવાની સમસ્યામાં 67 ટકાનો ઘટાડો થાય છે તેવુ તનીષાનો દાવો છે. તો સાથે જ વાળનો ગ્રોથ પણ 98 ટકા વધે છે.

કાંસકા માટે ISO અને BIS સર્ટિફિકેટ પણ મેળવાયા છે. માર્કેટમાં કાંસકો લાવ્યા બાદ તેને લોકો સુધી પહોંચાડવું તનીષા માટે અઘરું હતુ. છતાં તેઓએ ધીરે ધીરે લોકોમાં વિશ્વાસ કેળવ્યો.

આ પણ વાંચો :-