Home Blog Page 1133

31 માર્ચ 2023, આજનું રાશિફળ : આ રાશિના લોકોએ બિનજરૂરી ખર્ચ ટાળવો જોઈએ ,જાણો બીજા રાશિનાં લોકોનો દિવસ કેવો રહેશે તે.. 

31 March 2023, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ

મક્કમ મનોબળને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પરિણામે આવકનું પ્રમાણ પણ વધવા પામે. બેંક બેલેન્સ વધતું જણાય. અગત્યના નાણાંકીય વ્યવહારો, રોકાણો બપોર સુધી કરી દેવા. ત્યારબાદ દિવસ શાંતિથી પસાર કરી દેવો.

વૃષભઃ

આવક જળવાય. મોજ શોખનું પ્રમાણ વધતું જણાય. કાર્યક્ષેત્રે બપોર સુધી સફળતા. બપોર બાદ સંઘર્ષ. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. નોકરી, ધંધા ક્ષેત્રે પ્રગતિ થતી જણાય.

મિથુનઃ

સરળ અને સિદ્ધાંતવાદી વલણ રહે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. અગત્યના નાણાંકીય વ્યવહારોમાં સાવધાની જરૂરી. પરિવારમાં થોડી ઉગ્રતા રહે. માતાની તબિયત અંગે સાવચેતી રાખવી. સંતાનની પ્રગતિના સાક્ષી બની શકાય.

કર્કઃ

બપોર સુધી માનસિક સ્વસ્થતા જળવાય. ત્યારબાદ ચિંતાનું વાતાવરણ પેદા થતું જણાય. આર્થિક બાબતોમાં લાભ, આવકનું પ્રમાણ જળવાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. નોકરી, ધંધામાં ભાગ્યનો સાથ મળી રહે.

સિંહઃ

આવક-ખર્ચનું પાસું સરભર થતું જણાય. પરિવારમાં સ્નેહ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્ત્રીવર્ગથી લાભ. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મળતો જણાય. સંતાન અંગેના પ્રશ્નોનો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય.

કન્યાઃ

સરળ સ્વભાવને કારણે વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આવકનું પ્રમાણ જળવાશે. પરંતુ બપોર બાદ નાણાં ફસાઈ જવાની શકયતા છે. સોબતથી સાચવવું. નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ.

તુલાઃ

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. ખોટા ખર્ચા ટાળવા. નાના ભાઈ બહેન સાથે મતભેદની શકયતા. કરેલા રોકાણોમાંથી લાભ મળતો જણાય. આરોગ્ય સારૂ રહેશે. ધાર્મિક પ્રવાસ, પ્રસંગનું આયોજન થાય.

વૃશ્ચિક:

આત્મવિશ્વાસ વધતો જણાય. ભાગ્યને સથવારે આવકમાં વૃદ્ધિ થતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. સંતાન સાથે મતભેદ ટાળવા. દામ્પત્ય જીવનમાં આનંદની અનુભૂતિ જણાય.

ધનઃ

માનસિક રીતે અસંતોષ રહે. નિર્ણય લેવામાં ભુલ થતી જણાય. આવકમાં ખાસ વધારો જણાતો નથી. નવા રોકાણો સાવધાની પૂર્વક કરવા. મહત્વના નિર્ણયો મુલતવી રાખવી. તાવ, શરદી, ખાંસીથી સાચવવું.

મકરઃ

આત્મવિશ્વાસ તથા ખંતમાં વૃદ્ધિ થતી જણાય. યોગ્ય ખર્ચ કરવાનું આયોજન સરળ બનશે. ઓઇલ, કેરોસીન, ધાતુ ને લગતા ધંધામાં લાભ. નર્સીંગના ક્ષેત્રે નોકરી કરતી બહેનોને પ્રગતિ. આંખની કાળજી રાખવી જરૂરી.

કુંભઃ

માનસિક વ્યગ્રતા રહે. નાણાંનો બગાડ અટકાવવો. ધંધાર્થીઓને પૈસા ફસાઈ જવાના યોગ છે. આથી નાણાં ઉધાર-ઉછીના આપવા નહીં. રોકાણોનું આયોજન સારી રીતે કરી શકાય. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે.

મીનઃ

પોતે સાચા અને બીજા ખોટા એવી વૃત્તિ પ્રબળ બનતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં આનંદ રહે. સંતાન સુખમાં વૃદ્ધિ થતી જણાય. વિદ્યાર્થી મિત્રોને સફળતા. પત્નિ સાથે મતભેદ ટાળવા. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

આ પણ વાંચો :-

અંધશ્રદ્ધાનું ભૂત ક્યારે દૂર થશે ? બે બાળકીઓ પર થયા એવા એવા અત્યાચાર…જાણીને લોહી ઉકળી જશે

When will the ghost of superstition 

  • જૂનાગઢના પીપળીમાં સતના પારખા કરવા બાળકીઓ પર અત્યાચાર માતાજીના મઢ પર બાળકીઓને ધુણાવી, હવન કુંડના અંગારા પર ચલાવાઈ. માતાએ વિરોધ કરતા સાસરિયાઓએ માર માર્યો.

21મી સદીમાં જીવતા આપણે આધુનિકતાના મોટા મોટા બણગા ફૂંકીએ છીએ પરંતુ હજુ પણ એવા અનેક લોકો જોવા મળે છે જે અંધશ્રદ્ધાનો (Superstition) પીછો છોડતા નથી અને તેના પગલે પોતાના કુંટુંબીજનોને પણ હેરાન પરેશાન કરે છે અને મોતના મુખમાં સુદ્ધા ધકેલતા હોય છે.

જૂનાગઢના કેશોથી પણ આવો જ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં સતના પારખા કરવા માટે બાળકીઓ પર અત્યાચાર કરવામાં આવ્યા. માતાજીના મઢ પર બાળકીઓને ધુણાવી, હવનકુંડના અંગારાઓ પર ચલાવવામાં આવી. બાળકીની માતાએ તેનો વિરોધ કર્યો તો સાસરિયાઓએ ઢોર માર માર્યો.

મળતી માહિતી મુજબ જૂનાગઢ (Junagadh) જિલ્લાના કેશોદ (Keshod) તાલુકાના પીપળીમાં ગજેરા પરિવારની દીકરીઓમાં ભૂતપ્રેત હોવાનું કહીને ફૂલ જેવી દીકરીઓ પર સગા પિતા અને ફોઈ સહિત પરિવારના સભ્યોએ અત્યાચાર ગુજારવામાં કઈ બાકી ન રાખ્યું. દીકરીને ખુબ મારી. વાત જાણે એમ છે કે ગજેરા પરિવારમાં પુત્રવધુ પોતાની ત્રણ દીકરીઓ સાથે પતિથી સાત વર્ષથી અલગ રહે છે.

ઘરમાં હવનનું આયોજન થતા સમાધાનનું કહીને માતાને આમંત્રણ મોકલ્યું હતું. આ કારણસર માતાએ પહેલા દિવસે બે દીકરીઓને મોકલી અને પછી સવારે અન્ય એક પુત્રીને લઈને હવનમાં હાજરી આપવા ગઈ. પણ પછી એવું થયું કે હવન બાદ પતિ સહિત પરિજનોનું વર્તન જ સાવ બદલાઈ ગયું.

માતાના જણાવ્યાં મુજબ તેમણે પહેલા દિવસે બે દીકરીઓને મોકલી અને બીજા દિવસે તેઓ પોતે ગયા હતા પરંતુ જાણવા મળ્યું કે પહેલી રાતે ઓ તથા મારા પતિ સહિત સાસરિયાઓએ મારી એક દીકરીને ધૂણાવી હતી અને એમ કહ્યું કે દીકરીને માતાજી  આવે છે એ પ્રમાણ આપશે. અત્યાચાર વધતા ગયા. દીકરીને આગ પર ચલાવી, હવનમાં હાથ નખાવ્યા, ખાવા માટે અન્નનો દાણો પણ ન આપ્યો અને હેરાન કરવામાં આવી. માતાએ વિરોધ કર્યો તો દીકરીઓ સાથે ઢોર માર માર્યો.

ઘટનાના પડઘા :

આ સમગ્ર ઘટનાને પગલે મહિલા અને બાળવિકાસ મંત્રીએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. આ ઘટના કઈ પહેલી નથી આ અગાઉ પણ ગુજરાતમાં આવી ઘટનાઓ જોવા મળી છે. જેને જોતા એમ થાય કે આધુનિકતાના બણગાઓ વચ્ચે આવી ઘટનાઓ પર ક્યારે અંત આવશે?

આ પણ વાંચો :-

બોલીવુડની આ અભિનેત્રીઓ એક ફિલ્મ જેટલો ચાર્જ કરે છે ઈન્સ્ટા પોસ્ટ માટે, જાણો કોણ કરે છે કેટલી કમાણી

These Bollywood actresses  

  • Highly Paid Bollywood Actresses : Instagram બોલિવૂડની ટોચની અભિનેત્રીઓ માટે કમાણીનું મોટું સાધન છે. તેનો ઉપયોગ પોતાના ચાહકોને અપડેટ આપવા માટે નહીં પરંતુ કમાણી કરવા માટે પણ થાય છે.

આ જ કારણ છે કે દરેક સેલિબ્રિટી ઈચ્છે છે કે વધુને વધુ લોકો તેમને ફોલો કરે. વધારે ફોલોવર્સ એટલે વધુ કમાણી. આજે તમને બોલીવુડની એ અભિનેત્રીઓ વિશે જણાવીએ જે કરોડો રૂપિયા કમાય છે.

પ્રિયંકા ચોપરાના (Priyanka Chopra) ઈન્સ્ટાગ્રામ પર 85 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે અને તે વિશ્વની સૌથી પ્રભાવશાળી હસ્તીઓમાંથી એક છે. પ્રિયંકા ઈન્સ્ટાગ્રામ પર બ્રાન્ડેડ પોસ્ટ શેર કરવા માટે લગભગ 3 કરોડ રૂપિયાનો ચાર્જ કરે છે.

Deepika Padukone Pictures - Rotten Tomatoes

દીપિકા પાદુકોણ (Deepika Padukone) પણ ગ્લોબલ સ્ટાર બની ગઈ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 73 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બ્રાન્ડ પ્રમોશન માટે લગભગ 1.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

Kareena Kapoor Khan: 23 years in this industry taught me that nothing lasts  forever | Hindi Movie News - Times of India

કરીના કપૂર (Kareena Kapoor) ભલે બે બાળકોની માતા બની ગઈ હોય. પરંતુ તેને ઈન્સ્ટાગ્રામ પર 1 કરોડથી વધુ લોકો ફોલો કરે છે. તે કોઈપણ બ્રાન્ડની પોસ્ટ શેર કરવા માટે 1 થી 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

આ પણ વાંચો :-

IPL Rule Recap : શું છે ઈમ્પેક્ટ પ્લેયર નિયમ ? મેચ દરમિયાન ક્યારે થશે ટીમમાં ફેરફાર.

0

IPL Rule Recap: What is Impact Player Rule? When will the team change

  • હવે ક્રિકેટ ચાહકોની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની રાહનો અંત આવવા જઈ રહ્યો છે. ટૂર્નામેન્ટ શુક્રવાર એટલે કે 31 માર્ચથી શરૂ થશે.

હવે ક્રિકેટ ચાહકોની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની રાહનો અંત આવવા જઈ રહ્યો છે. ટૂર્નામેન્ટ શુક્રવાર એટલે કે 31 માર્ચથી શરૂ થશે. પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) વચ્ચે અમદાવાદમાં રમાશે. ચેન્નઈની કેપ્ટનશીપ મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) સંભાળી રહ્યો છે. જ્યારે ગુજરાતનો કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) છે.

IPLને વધુ રસપ્રદ બનાવવા માટે આ વખતે કેટલાક નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આમાં ઈમ્પેક્ટ પ્લેયરના નિયમની ખૂબ ચર્ચા થાય છે. ચાહકોના મનમાં આ નિયમને લઈને ઘણા પ્રશ્નો છે. જેમ કે- આખરે IPLમાં ખેલાડીઓના નિયમો કેવી રીતે પ્રભાવિત થશે. મેચ દરમિયાન ટીમમાં કેવી રીતે અને ક્યારે ફેરફાર થશે. શું વિદેશી ખેલાડીઓ ખેલાડીને બદલી શકશે? ચાલો જાણીએ આવા જ કેટલાક સવાલોના જવાબ.

આખરે ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ શું છે?

સરળ રીતે સમજીએ તો આ નિયમનો અર્થ એ છે કે મેચ દરમિયાન પ્લેઈંગ-11 ખેલાડીઓમાંથી કોઈ એકને પડતો મૂકીને તેની જગ્યાએ નવા ખેલાડીનો સમાવેશ કરવાનો હોય છે. આ માટે બંને ટીમના કેપ્ટને ટોસ દરમિયાન પ્લેઈંગ-11 સિવાય 4-4 ખેલાડીઓના નામ જણાવવાના રહેશે. આમાંથી એક જ ખેલાડી બદલી શકાય છે.

આ નિયમ મેચમાં ક્યારે વાપરી શકાય?

દરેક દાવમાં 14મી ઓવર પહેલા ટીમ આ ઈમ્પેક્ટ પ્લેયર નિયમનો ઉપયોગ કરી શકે છે. જ્યારે ઓવર પૂરી થઈ જાય અથવા વિકેટ પડી કે કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય ત્યારે ઈમ્પેક્ટ પ્લેયર નિયમનો ઉપયોગ કરીને ખેલાડીને બદલી શકાય છે.

જ્યારે વરસાદ પડે અને મેચમા ઓછી ઓવરો હોય ત્યારે શું થાય છે?

જો વરસાદને કારણે મેચ 10-10 ઓવરથી ઓછી કરવામાં આવે તો આ નિયમનો ઉપયોગ કરી શકાતો નથી. ઈમ્પેક્ટ પ્લેયરના નિયમનો ઉપયોગ કરવા માટે મેચ 10-10 ઓવરથી વધુની હોવી જરૂરી છે.

ઈમ્પેક્ટ પ્લેયર નિયમનો ઉપયોગ કેવી રીતે થશે?

ટીમના કેપ્ટન, કોચ, ટીમ મેનેજર અથવા ચોથો અમ્પાયર ફિલ્ડ અમ્પાયરને ઈમ્પેક્ટ પ્લેયરના નિયમના ઉપયોગ વિશે જાણ કરી શકે છે. આ પછી ફિલ્ડ અમ્પાયર બંને હાથ ઉંચા કરીને ક્રોસ બનાવશે અને મુઠ્ઠી બનાવીને સહી કરશે. તો સમજો કે આ નિયમનો ઉપયોગ થયો છે.

મેચની વચ્ચે આઉટ થનાર ખેલાડીનું શું થશે?

ઈમ્પેક્ટ પ્લેયર હેઠળ જે ખેલાડી મેચની બહાર થઈ જાય છે તેની ફરીથી કોઈ ભૂમિકા રહેશે નહીં. જો તે પ્લેઈંગ-11માંથી બહાર થઈ જશે તો તેનો કોઈપણ રીતે ઉપયોગ થઈ શકશે નહીં.

શું વિદેશી ખેલાડીઓ પર પણ નિયમ લાગુ પડશે?

હા, આઈપીએલના નિયમો અનુસાર પ્લેઈંગ-11માં માત્ર 4 વિદેશી ખેલાડી જ રમી શકે છે. જો કોઈ ટીમના પ્લેઈંગ-11માં પહેલાથી જ 4 વિદેશી ખેલાડી હોય તો 5માં વિદેશી ખેલાડીનો સમાવેશ કરી શકાય નહીં. જો પ્લેઈંગ-11માં પહેલાથી જ ત્રણ વિદેશી ખેલાડી હોય તો ચોથા વિદેશી ખેલાડીને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે સામેલ કરી શકાય છે.

ઈમ્પેક્ટ પ્લેયર પ્લેઈંગ-11માં જોડાતાની સાથે જ 4 ઓવર ફેંકી શકે છે. જો તે ખેલાડીના સ્થાને લેવામાં આવેલ ખેલાડીએ તેની 4 ઓવર પૂરી કરી લીધી હોય તો પણ પ્રભાવિત ખેલાડી 4 ઓવર ફેંકી શકશે. પરંતુ જો ઈમ્પેક્ટ પ્લેયરને ઓવરની વચ્ચે સામેલ કરવામાં આવે તો તે તે ઓવર પૂરી કરી શકશે નહીં. તેને માત્ર નવી ઓવર આપી શકાય છે.

શું ઈમ્પેક્ટ પ્લેયર નિયમનો ઉપયોગ પહેલાં ક્યારેય કરવામાં આવ્યો છે?

બીસીસીઆઈએ આઈપીએલ પહેલા સ્થાનિક ટી20 ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ટ્રાયલ તરીકે આ નિયમ લાગુ કર્યો હતો. ત્યારપછી દિલ્હીની ટીમે આ નિયમનો પ્રથમ ઉપયોગ કર્યો હતો અને મણિપુર સામે ઋત્વિક શૌકીનને સ્થાન આપ્યું હતું. ત્યારબાદ તે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર બન્યો.

આ પણ વાંચો :-

Watch Video : રામનવમી પર 222 તોલા સોનું અને 10 કિલો ચાંદીમાંથી બનેલી આ રામાયણ વિશે ખાસ જાણો

0

Watch Video : 

  • Ram Navami Celebration in Surat : ગુજરાત સહિત દેશભરમાં આજે રામનવમીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે આવા પાવન અવસરે સોના ચાંદીથી બનલી આ અદભૂત રામાયણ વિશે ખાસ જાણો.

સુરતમાં રામનવમીના (Ram Navami) પર્વની ઉજવણી નિમિત્તે લોકોના દર્શન માટે સોના-ચાંદીથી બનેલી રામાયણ મૂકવામાં આવી જેને જોઈને લોકો દંગ રહી ગયા. ભગવાન રામના જીવનકાલને રામભક્તો સ્વર્ણકાલ માની રહ્યા છે. ભગવાન હોવા છતાં એક સામાન્ય માનવી ની જેમ તેઓએ પોતાનું જીવન વ્યતીત કર્યું અને મર્યાદા પુરુષોત્તમ કહેવાય.

રામની જીવની અંગે ઋષિ વાલ્મિકીની રામાયણ અંગે ઘણું સાંભળ્યું હશે પરંતુ સુરત ખાતે એક 19 કિલોની દુર્લભ કહી શકાય એવી સોનાની રામાયણ છે કે જે માત્ર વર્ષમાં એક વાર રામનવમી ના દિવસે જાહેર જનતા માટે મુકવામાં આવે છે. 1981માં રામ ભાઈ ભક્ત દ્વારા આ સ્વર્ણ રામાયણ ને ખાસ પુષ્ય નક્ષત્રમાં જ લખવામાં આવી છે.

એટલે કુલ 9 મહિના અને 9 કલાકમાં આ રામાયણ લખવામાં આવી જેમાં 12 લોકો શામેલ હતા. 530 પાના પર રામના જીવનને ચિત્રિત કરવામાં આવ્યુ છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં આ રામાયણ લોકોના દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવી.

સુવર્ણ રામાયણ અંગે ખાસ વાતો…

સુરતના લોકો માટે રામનવમીના દિવસે ભક્તિ કરવાની સાથે અન્ય એક બાબત ખાસ છે કારણ કે આ દિવસે રામ ભક્તો ને સોનાની રામાયણ જોવા મળે છે. આ સોનાની રામાયણ ભક્તો માટે વર્ષમાં એક જ દિવસ લોકોના દર્શન માટે મુકવામાં આવે છે માત્ર રામનવમીના દિવસે ભક્તો આ સુવર્ણ રામાયણ જોઈ શકે છે. બીજી વાર જો આ સ્વર્ણ રામાયણ જોવી હોય તો એક વર્ષ રાહ જોવી પડે છે.

222 તોલા સોનાનો ઉપયોગ :

530 પાનાની સોનાની આ રામાયણ 222 તોલાના સ્વર્ણ ની સ્યાહીથી લખવામાં આવી છે. જેનું વજન 19 કિલો છે. 10 કિલો ચાંદી, ચાર હજાર હીરા, માણેક, પન્ના અને નીલમ થી સજાવવામાં આવી છે જેની કિંમત કરોડોમાં છે. સુવર્ણ રામાયણના સુવર્ણ રામાયણના મુખપૃષ્ઠ પર ભગવાનશ્રી રામચંદ્રની મૂર્તિ 20 તોલા સોનામાંથી, શ્રી શંકર ભગવાનની મૂર્તિ એક તોલા સોનાની, જ્યારે શ્રી ગણેશજીની તેમજ શ્રી હનુમાનજી મહારાજની મૂર્તિ અડધા-અડધા તોલાની બનાવવામાં આવી છે.

1981માં રામ ભાઈ ભક્ત દ્વારા આ સ્વર્ણ રામાયણ ને ખાસ પુષ્ય નક્ષત્ર માંજ લખવામાં આવી છે. એટલે કુલ 9 મહિના અને 9 કલાકમાં આ રામાયણ લખવામાં આવી જેમાં 12 લોકો શામેલ હતા. 530 પાના પર રામના જીવનને ચિત્રિત કરવામાં આવ્યુ છે.

5 કરોડવાર શ્રીરામનું નામ :

આ રામાયણ માં 5 કરોડ વાર શ્રીરામ લખવામાં આવ્યુ છે. આ રામાયણ લખનાર રામભાઈ ભક્તના સંબધી ગુણવંત ભાઈએ જણાવ્યું કે રામાયણ માટે જર્મનીથી પાના મંગાવવમાં આવ્યા હતા જેને પાણીથી ધોવા છતાં પણ તેની ઉપર કોઈ અસર થતી નથી.

જર્મનીનો આ કાગળ એટલા સફેદ છે કે હાથ લાગે તો પણ એની પર કોઈ ડાઘ લાગતો નથી. વર્ષમાં એક વાર આ રામયણ ભક્તોના દર્શન માટે મુકવામાં આવે છે. ભક્તો પણ આ સોનાની રામાયણ ના દર્શન કરીને ધન્ય થઈ જાય છે.

આ પણ વાંચો :-

Hondaની મોટી જાહેરાત ! ભારતમાં લોન્ચ કરશે બે નવા ઈલેક્ટ્રિક સ્કૂટર, જાણો શું છે કંપનીની યોજના ?

Honda’s big announcement 

  • હોન્ડા તેના ઈલેક્ટ્રિક સ્કૂટર્સને સંપૂર્ણપણે નવા પ્લેટફોર્મ પર બનાવશે.

ભારતીય બજારમાં ઈલેક્ટ્રિક સ્કૂટરની (Electric scooter) માંગ દિવસેને દિવસે વધી રહી છે. આવી સ્થિતિમાં મોટાભાગના ગ્રાહકોની નજર અગ્રણી ટુ-વ્હીલર ઉત્પાદક હોન્ડા મોટરસાઈકલ (Honda Motorcycle) એન્ડ સ્કૂટર ઈન્ડિયા પર છે. પોતાના એક્ટિવાની મદદથી સ્કૂટર સેગમેન્ટમાં રાજ કરનારી આ કંપનીએ હવે ઈલેક્ટ્રિક વાહનોને લઈને મોટી જાહેરાત કરી છે.

ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરનો (Electric two-wheeler) મેગા પ્લાન શેર કરતા કંપનીએ જણાવ્યું છે કે કંપની 2024 સુધીમાં ભારતીય માર્કેટમાં બે ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરશે. તો ચાલો જાણીએ હોન્ડાના ઈલેક્ટ્રિક સ્કૂટર્સને લઈને કંપનીનો શું પ્લાન છે?

હોન્ડા તેના ઈલેક્ટ્રિક સ્કૂટર્સને સંપૂર્ણપણે નવા પ્લેટફોર્મ પર બનાવશે અને આ પ્લેટફોર્મ ખાસ માત્ર ઈલેક્ટ્રિક વાહનો માટે જ વિકસાવવામાં આવ્યું છે. કંપનીએ તેને ‘પ્લેટફોર્મ-ઇ’ કોડનેમ આપ્યું છે. આ પ્લેટફોર્મ પર ઘણાં વિવિધ મોડલ બનાવવામાં આવશે જે વિવિધ બેટરી પેક અને આર્કિટેક્ચર પર વિકસાવવામાં આવશે.

નાણાકીય વર્ષ-24 (એપ્રિલ 2023-માર્ચ 2024) ની વચ્ચે કંપની બજારમાં તેનું પ્રથમ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર લોન્ચ કરશે. તે નિશ્ચિત બેટરી સાથેનું ‘મિડ-રેન્જ’ ઈલેક્ટ્રિક વાહન હશે. જો કે તેની કિંમત વિશે અત્યારે ઘણું કહેવું મુશ્કેલ છે. પરંતુ એવું માનવામાં આવે છે કે તે વધુ સસ્તું અને સારી ડ્રાઈવિંગ રેન્જ સાથે માર્કેટમાં ઓફર કરવામાં આવશે.

કંપનીએ હજી સુધી તેના ઈલેક્ટ્રિક સ્કૂટરના નામ વિશે કોઈ માહિતી શેર કરી નથી. પરંતુ સંભવ છે કે કંપની પહેલું મોડલ એક્ટિવા ઈલેક્ટ્રિક તરીકે રજૂ કરે. હોન્ડાએ તાજેતરમાં એક પેટન્ટ પણ નોંધાવી છે જે આ આગામી ઈ-સ્કૂટરમાં ઉપયોગમાં લેવાતા કેટલાક ઘટકો માટે હોઈ શકે છે.

‘ઈ-ફેક્ટરી’માં સ્કૂટર બનશે :

Honda Motorcy & Scooter India કર્ણાટકના નાલાસુપારા ખાતે ઈલેક્ટ્રિક વાહનો માટે એક સમર્પિત પ્લાન્ટ બનાવી રહી છે. તેનું નામ Factory-E રાખવામાં આવ્યું છે. અહીં કંપની તેના આગામી ઈલેક્ટ્રિક વાહનોનું નિર્માણ કરશે. આ સુવિધામાં એડવાન્સ મશીનરી અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્લાન્ટમાં 2030 સુધીમાં 1 મિલિયન ઈલેક્ટ્રિક વાહનો બનાવવાની ક્ષમતા હશે.

આ પણ વાંચો :-

 

 

Bank Holiday in April 2023 : ફટાફટ પતાવી લેજો બેન્કના કામ, એપ્રિલમાં 15 દિવસ બંધ રહેશે બેંકો

0

Bank Holiday in April 2023

  • Bank Holiday in April 2023 : બેંકો એપ્રિલ મહિનામાં કુલ 15 દિવસ બંધ રહેશે. તેમાં મહાવીર જયંતિ, ગુડ ફ્રાઈડે, આંબેડકર જયંતી જેવા અનેક તહેવારોની રજાઓનો સમાવેશ થાય છે.

એપ્રિલ (April) મહિનો શરૂ થવાનો છે. આ મહિનાની સાથે જ નવું નાણાકીય વર્ષ (Financial year) શરૂ થશે. નાણાકીય દૃષ્ટિકોણથી એપ્રિલ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને જો તમારે બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ કરવું હોય.

તો જાણો આ મહિનામાં બેંકો કેટલા દિવસ બંધ રહેશે. રિઝર્વ બેંક (Reserve Bank) દ્વારા જારી કરવામાં આવેલી યાદી અનુસાર એપ્રિલ મહિનામાં બેંકો કુલ 15 દિવસ બંધ રહેશે. તેમાં શનિવાર અને રવિવારની રજાઓ પણ સામેલ છે.

એપ્રિલમાં ઘણા તહેવારોને કારણે બેંકો 15 દિવસ બંધ રહેશે :

રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલી રજાઓની યાદી અનુસાર એપ્રિલ મહિનામાં અનેક તહેવારો અને જયંતી આવશે. જેના કારણે સરકારી, ખાનગી અને સહકારી બેંકો 15 દિવસ સુધી બંધ રહેશે. સાલાના ક્લોઝીંગને કારણે એપ્રિલની પહેલી તારીખે બેંકો ગ્રાહકો માટે બંધ રહેશે.

આ ઉપરાંત મહાવીર જયંતિ, ગુડ ફ્રાઈડે, આંબેડકર જયંતી જેવા અનેક તહેવારોના કારણે બેંકમાં રજા રહેશે. જો તમારે પણ એપ્રિલ મહિનામાં કોઈ મહત્વપૂર્ણ કામ પાર પાડવાનું હોય તો બેંકની રજાઓનું લિસ્ટ ચોક્કસ તપાસો.

એપ્રિલ 2023માં કયા દિવસે બેંકો રહેશે બંધ :

  • 1 એપ્રિલ, 2023- વાર્ષિક ક્લોઝીંગને કારણે આઈઝોલ, શિલોંગ, શિમલા અને ચંદીગઢ સિવાય દેશભરની બેંકોમાં રજા રહેશે.
  • 2 એપ્રિલ, 2023 – રવિવારની રજા.
  • 4 એપ્રિલ, 2023- મહાવીર જયંતિના કારણે અમદાવાદ, આઈઝોલ, બેલાપુર, બેંગલુરુ, ભોપાલ, ચંદીગઢ, રાયપુર, ચેન્નાઈ, જયપુર, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હીમાં બેંકોમાં રજા રહેશે.
  • 5 એપ્રિલ, 2023- બાબુ જગજીવન રામની જન્મજયંતિના કારણે હૈદરાબાદમાં બેંકમાં રજા રહેશે.
  • 7 એપ્રિલ 2023- ગુડ ફ્રાઈડેના કારણે અગરતલા, અમદાવાદ, ગુવાહાટી, જયપુર, જમ્મુ, શિમલા અને શ્રીનગર સિવાય સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
  • 8 એપ્રિલ, 2023 – બીજા શનિવારની રજા
  • 9 એપ્રિલ, 2023 – રવિવારની રજા.
  • 14 એપ્રિલ, 2023- ડો. બાબાસાહેબ આંબેડકરના કારણે આઈઝોલ, ભોપાલ, નવી દિલ્હી, રાયપુર, શિલોંગ અને શિમલા સિવાય દેશભરની બેંકોમાં રજા રહેશે.
  • 15 એપ્રિલ, 2023- વિશુ, બોહાગ બિહુ, હિમાચલ દિવસ, બંગાળી નવા વર્ષને કારણે, અગરતલા, ગુવાહાટી, કોચી, કોલકાતા, શિમલા અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે.
  • 16 એપ્રિલ, 2023 – રવિવારની રજા.
  • 18 એપ્રિલ, 2023 – જમ્મુ અને શ્રીનગરમાં શબ-એ-કદરના કારણે બેંક રજા
  • 21 એપ્રિલ, 2023- ઈદ-ઉલ-ફિત્રના કારણે અગરતલા, જમ્મુ, કોચી, શ્રીનગર અને તિરુવનંતપુરમની બેંકોમાં રજા રહેશે.
  • 22 એપ્રિલ, 2023- ઈદ અને ચોથા શનિવારને કારણે ઘણી જગ્યાએ બેંકો બંધ રહેશે.
  • 23 એપ્રિલ, 2023 – રવિવારની રજા.
  • 30 એપ્રિલ, 2023 – રવિવારની રજા.

આ પણ વાંચો :-

જો તમે વડોદરા-અમદાવાદ કારમાં મુસાફરી કરતા હોવ તો તમારા માટે આંચકાજનક સમાચાર

0

Shocking news for you if you are

  • સામાન્ય લોકોને પડતા પર માટું મારવા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. જો તમે વડોદરા અને અમદાવાદ વચ્ચે કાર દ્વારા મુસાફરી કરતા હોવ તો તમારા ખિસ્સા પર હવે ભાર વધવા જઈ શકે છે. વધુ માહિતી માટે વાંચો અહેવાલ.

સામાન્ય લોકોને પડતા પર માટું મારવા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. કારણ કે બે દિવસ બાદ એટલે કે પહેલી એપ્રિલથી હવે વડોદરા (Vadodara) અને અમદાવાદ (Ahmedabad) વચ્ચે નેશનલ એક્સપ્રેસ વે (National Expressway) તથા નેશનલ હાઈવે 48 પર ટોલ ફીનો વધારો અમલી કરવામાં આવશે જેના કારણે આ રસ્તે અવરજવર કરતા લોકોના ખિસ્સા પર અસર થઈ શકે છે. આ જાહેરાત આરબીઆઈ (RBI) દ્વારા કરવામાં આવી છે.

કેટલો થયો વધારો :

મળતી માહિતી મુજબ આરબીઆઈ દ્વારા જે  જાહેરાત કરવામાં આવી છે તે મુજબ વડોદરાથી આણંદ, નડિયાદ, ઔડા રિંગ રોડ અને અમદાવાદ માટેના ટોલમાં 5 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધીનો વધારો કરાયો હોવાનું જાણવા મળ્યું છે. આ વધારા બાદ હવે પહેલી એપ્રિલથી વડોદરાથી આણંદ જો કાર લઈને જતા હશો તો ફાસ્ટટેગની ટોલ ફી 50 રૂપિયા, નડિયાદ માટે 70 રૂપિયા, વડોદરાથી ઔડા રિંગ રોડના 130 રૂપિયા અને અમદાવાદ માટે 135 રૂપિયા ચૂકવવા પડશે.

અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે (NH 48) રઘવાણજના ટોલ નાકા પર પણ મોટરકારના 105 રૂપિયા અને વાસદથી વડોદરા માટે વાસદના ટોલનાકા પર કારના હવેથી 150 રૂપિયા વસૂલવામાં આવશે. આ વધારા બાદ હવે સામાન્ય લોકોના ખિસ્સા વધુ ખાલી થશે જે તેમના બજેટ પણ ખોરવી શકે છે.

આ પણ વાંચો :-

Unseasonal Rain : બે દિવસ છે ભારે ! ગુજરાતના આ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

0

Unseasonal Rain : બે દિવસ છે ભારે ! ગુજરાતના આ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

  • Weather Update : ઉનાળો શરૂ થયો પરંતુ હજુ જાણે કમોસમી વરસાદ ગુજરાતનો પીછો છોડતો નથી એવું લાગે છે. હજુ બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે જેના કારણે ખેડૂતો ચિંતાતૂર બન્યા છે.

છેલ્લા કેટલાય દિવસોથી કમોસમી વરસાદ (Unseasonal Rain) ગુજરાતને ધમરોળી રહ્યો છે. ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. વધુ એક ચિંતાજનક વાત એ છે કે હજુ પણ 2 દિવસ ગુજરાતમાં (Gujarat) કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ પવન સાથે વરસાદ વરસે તેવું અનુમાન છે.

આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ :

કમોસમી વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. કચ્છ, જામનગર, રાજકોટ વગેરે વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, અરવલ્લી અને પાટણમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી છે. પવન અને થંડર સ્ટ્રોમ સાથે વરસાદ વરસી શકે છે.

રાજકોટના ઉપલેટામાં વાતાવરણમાં પલટો :

બીજી બાજુ રાજકોટના ઉપલેટમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ઉપલેટા શહેર અને ગ્રામ્ય પંથકમાં હળવો વરસાદ જોવા મળ્યો છે. વાતાવરણમાં પલટો આવતા જગતના તાત ચિંતામાં મૂકાયા છે. ઘઉં, ધાણા, તલ અને જીરૂના પાકને નુકસાન થાય તેવી ભીતિ છે.

આ પણ વાંચો :-

હવે ઓવર સ્પીડમાં વાહન ચલાવતા લોકો ચેતી જજો, પોલીસ કરવા જઈ રહી છે આ કામ

0

Now people driving at over speed beware

  • બાઈકથી લઈને કાર સુધીના વાહનો ઓવર સ્પીડમાં ચલાવીને મજા લેતા હોય છે. પણ હવે ચેતી જજો કેમ કે, તંત્ર તમારા ઉપર નજર રાખી રહ્યું છે અને જો તમારુ વાહન ઓવર સ્પીડ હશે. તો તેને બ્રેક મારવા તમારે તગડો દંડ ચુકવવો પડશે.

શહેરમાં હવે ઓવર સ્પીડમાં (Over speed) વાહન ચલાવતા લોકો ચેતી જજો કારણ કે હવે સુરત ટ્રાફિક પોલીસને રાજ્ય સરકાર દ્વારા 30 સ્પીડ ગન ફાળવવામાં આવી છે અને હવે ટ્રાફિક પોલીસ (Traffic Police) આ સ્પીડ ગનની મદદથી ઓવર સ્પીડમાં વાહન ચલાવતા લોકોને દંડ કરશે.

સુરત શહેરમાં અત્યાર સુધી ટ્રાફિક પોલીસ પાસે એક જ સ્પીડ ગન હતી પરંતુ હવે રાજ્ય સરકારે 30 સ્પીડ ગન ફાળવી હોવાના કારણે સ્પીડ ગનની સંખ્યા 31 થઈ છે. જેથી હવે પ્રતિદિન ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં અલગ અલગ 31 જેટલા પોઈન્ટ પર આ સ્પીડ ગનની મદદથી ઓવર સ્પીડમાં વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ બાબતે સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર દ્વારા મીડિયાને સંબોધન કરતાં જણાવવામાં આવ્યું હતું કે શહેરમાં 2018માં ફેટલ અકસ્માતની સંખ્યા 325 હતી. જે 2022માં 293 થઈ છે. તો 2018માં કુલ અકસ્માતની ઘટના 1177 હતી જે 2022માં 886 થઈ છે એટલે કે 2018ની તુલનામાં 2022માં 329 અકસ્માતના કેસમાં ઘટાડો થયો છે.

સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે 45% અકસ્માતો જે થાય છે તે ઓવર સ્પીડિંગના કારણે થાય છે અને 7% અકસ્માત ભયજનક ઓવરટેક કરવાના કારણે થાય છે. ત્યારે શહેરમાં બાઈક માટેની સ્પીડ 50 કિલોમીટર પ્રતિ કલાક, થ્રી વ્હીલર માટે 40 કિલોમીટર પ્રતિ કલાક અને કાર માટે 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ નક્કી કરવામાં આવી છે અને જો આ ગતિથી કોઈ વાહન ચાલક વધુ સ્પીડથી વાહન ચલાવશે તો પોલીસ દ્વારા તાત્કાલિક જ વાહન ચાલકને દંડ કરવામાં આવશે.

આ પણ વાંચો :-