Hondaની મોટી જાહેરાત ! ભારતમાં લોન્ચ કરશે બે નવા ઈલેક્ટ્રિક સ્કૂટર, જાણો શું છે કંપનીની યોજના ?

Share this story

Honda’s big announcement 

  • હોન્ડા તેના ઈલેક્ટ્રિક સ્કૂટર્સને સંપૂર્ણપણે નવા પ્લેટફોર્મ પર બનાવશે.

ભારતીય બજારમાં ઈલેક્ટ્રિક સ્કૂટરની (Electric scooter) માંગ દિવસેને દિવસે વધી રહી છે. આવી સ્થિતિમાં મોટાભાગના ગ્રાહકોની નજર અગ્રણી ટુ-વ્હીલર ઉત્પાદક હોન્ડા મોટરસાઈકલ (Honda Motorcycle) એન્ડ સ્કૂટર ઈન્ડિયા પર છે. પોતાના એક્ટિવાની મદદથી સ્કૂટર સેગમેન્ટમાં રાજ કરનારી આ કંપનીએ હવે ઈલેક્ટ્રિક વાહનોને લઈને મોટી જાહેરાત કરી છે.

ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરનો (Electric two-wheeler) મેગા પ્લાન શેર કરતા કંપનીએ જણાવ્યું છે કે કંપની 2024 સુધીમાં ભારતીય માર્કેટમાં બે ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરશે. તો ચાલો જાણીએ હોન્ડાના ઈલેક્ટ્રિક સ્કૂટર્સને લઈને કંપનીનો શું પ્લાન છે?

હોન્ડા તેના ઈલેક્ટ્રિક સ્કૂટર્સને સંપૂર્ણપણે નવા પ્લેટફોર્મ પર બનાવશે અને આ પ્લેટફોર્મ ખાસ માત્ર ઈલેક્ટ્રિક વાહનો માટે જ વિકસાવવામાં આવ્યું છે. કંપનીએ તેને ‘પ્લેટફોર્મ-ઇ’ કોડનેમ આપ્યું છે. આ પ્લેટફોર્મ પર ઘણાં વિવિધ મોડલ બનાવવામાં આવશે જે વિવિધ બેટરી પેક અને આર્કિટેક્ચર પર વિકસાવવામાં આવશે.

નાણાકીય વર્ષ-24 (એપ્રિલ 2023-માર્ચ 2024) ની વચ્ચે કંપની બજારમાં તેનું પ્રથમ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર લોન્ચ કરશે. તે નિશ્ચિત બેટરી સાથેનું ‘મિડ-રેન્જ’ ઈલેક્ટ્રિક વાહન હશે. જો કે તેની કિંમત વિશે અત્યારે ઘણું કહેવું મુશ્કેલ છે. પરંતુ એવું માનવામાં આવે છે કે તે વધુ સસ્તું અને સારી ડ્રાઈવિંગ રેન્જ સાથે માર્કેટમાં ઓફર કરવામાં આવશે.

કંપનીએ હજી સુધી તેના ઈલેક્ટ્રિક સ્કૂટરના નામ વિશે કોઈ માહિતી શેર કરી નથી. પરંતુ સંભવ છે કે કંપની પહેલું મોડલ એક્ટિવા ઈલેક્ટ્રિક તરીકે રજૂ કરે. હોન્ડાએ તાજેતરમાં એક પેટન્ટ પણ નોંધાવી છે જે આ આગામી ઈ-સ્કૂટરમાં ઉપયોગમાં લેવાતા કેટલાક ઘટકો માટે હોઈ શકે છે.

‘ઈ-ફેક્ટરી’માં સ્કૂટર બનશે :

Honda Motorcy & Scooter India કર્ણાટકના નાલાસુપારા ખાતે ઈલેક્ટ્રિક વાહનો માટે એક સમર્પિત પ્લાન્ટ બનાવી રહી છે. તેનું નામ Factory-E રાખવામાં આવ્યું છે. અહીં કંપની તેના આગામી ઈલેક્ટ્રિક વાહનોનું નિર્માણ કરશે. આ સુવિધામાં એડવાન્સ મશીનરી અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્લાન્ટમાં 2030 સુધીમાં 1 મિલિયન ઈલેક્ટ્રિક વાહનો બનાવવાની ક્ષમતા હશે.

આ પણ વાંચો :-