Home Blog Page 1129

Bollywood : પતિ સાથે રિક્ષાની સવારી પર નીકળી પ્રિયંકા ચોપરા, જુઓ Photos

Mukesh Ambani Cultural Centre

  • આ કપલ મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા માટે ભારત આવ્યું છે અને સતત બે દિવસ સુધી ચાલેલા આ ઈવેન્ટમાં બંને પોતાના લુકના કારણે ચર્ચામાં રહ્યા હતા.

સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) આ દિવસોમાં તેના પતિ નિક જોનાસ અને દીકરી માલતી મેરી સાથે મુંબઈમાં છે. ત્રણેય તાજેતરમાં જ મુંબઈ (Mumbai) પહોંચ્યા હતા અને એરપોર્ટ પર પાપારાઝી માટે પોઝ આપ્યા હતા. આ કપલ મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના (Mukesh Ambani Cultural Centre) ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા માટે ભારત આવ્યું છે અને સતત બે દિવસ સુધી ચાલેલા આ ઈવેન્ટમાં બંને પોતાના લુકના કારણે ચર્ચામાં રહ્યા હતા.

નિક-પ્રિયંકા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા માટે આવ્યા :

બિઝનેસ ટાયકૂન નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનો શનિવારે બીજો દિવસ શાનદાર રહ્યો હતો. પ્રથમ દિવસે અદભૂત લોન્ચિંગ પછી બીજા દિવસે પણ ઘણા સ્ટાર્સ ઇવેન્ટમાં હાજરી આપવા માટે આવ્યા હતા. આવી સ્થિતિમાં જ્યારે પ્રિયંકા ચોપરા આ ઈવેન્ટમાં હાજરી આપવા માટે મોડી રાત્રે તેની બેસ્ટ ફ્રેન્ડ ઈશા અંબાણીના ઘરે પહોંચી ત્યારે આ સ્ટાર કપલ સામે આખું બોલિવૂડ ફિક્કું પડી ગયું હતું.

આ ઈવેન્ટમાં હાજરી આપવા માટે નિક અને પ્રિયંકા ખાસ વિદેશથી ભારત આવ્યા હતા. સાથે જ નિક પ્રિયંકાની પુત્રી માલતી પણ પહેલીવાર ભારત આવી હતી. આ સાથે નિક જોનાસ બ્લેક ફોર્મલ લુકમાં તેની સાથે એકદમ ડેશિંગ દેખાઈ રહ્યો હતો. નિક અને પ્રિયંકાની જોડીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને ચાહકો તેમના પર પ્રેમ પણ વરસાવી રહ્યા છે.

નિક અને પ્રિયંકાએ ઓટોમાં પોઝ આપ્યો :

પ્રિયંકા અને નિક ઓટોરિક્ષા પાસે પોઝ આપતા જોવા મળ્યા હતા. અંબાણીની ઈવેન્ટમાં પ્રિયંકાએ ડિઝાઈનર અમિત અગ્રવાલનો હેન્ડક્રાફ્ટેડ ડ્રેસ પહેર્યો હતો. જ્યારે નિક નેવી બ્લુ સૂટમાં ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે. પ્રિયંકાએ તેની સાથે કેપ્શનમાં લખ્યું- ‘ડેટ નાઈટ એન્ડ એક (રિક્ષા ઇમોજી)… નિક જોનાસ કાયમ મારી સાથે, આભાર.’ અભિનેત્રીએ આ સાથે ડિઝાઇનરનો આભાર માન્યો.

તેણે કહ્યું, ‘તે આધુનિક ટવિસ્ટ સાથે વિન્ટેજ લુક પહેરવા માંગતી હતી. તેણીનો પોશાક પૂર્વ અને પશ્ચિમના મિશ્રણને પ્રતિબિંબિત કરે છે. પ્રિયંકાએ વધુમાં કહ્યું કે, ‘આ સુંદર ડ્રેસ 65 વર્ષ જૂની બનારસી પટોળા સાડીમાંથી ચાંદીના દોરા અને ખાદી સિલ્ક પર ગોલ્ડ ઈલેક્ટ્રોપ્લાન્ટિંગથી બનાવવામાં આવ્યો છે. તેમાં કુલ 9 રંગો દેખાય છે. આ સાથે તેણે નીતા અંબાણીનો પણ આભાર માન્યો હતો.

આ પણ વાંચો :-

Gold Price Today : સોના-ચાંદીના ભાવમાં ઘરખમ ઘટાડો, ખરીદવાનું ચૂકતા નહી, આ છે 10 ગ્રામનો ભાવ

0

Gold Price Today 

  • Gold-Silver Price : નિષ્ણાતો દાવો કરી રહ્યા છે કે આ વર્ષે દિવાળી પર બંને કિંમતી ધાતુઓ ઝડપનો નવો રેકોર્ડ બનાવશે. નિષ્ણાતોનો દાવો છે કે દિવાળી પર સોનું રૂ. 65,000 અને ચાંદી રૂ. 80,000 સુધી પહોંચી શકે છે.

લાંબા સમયથી સોના (Gold) અને ચાંદીના (Silver) ભાવમાં ઉતાર-ચઢાવનો સમય ચાલી રહ્યો છે. છેલ્લા દિવસોમાં 60,000 રૂપિયાનો રેકોર્ડ બનાવનાર સોનું હવે નીચે આવી ગયું છે. એ જ રીતે ચાંદીએ પણ ફેબ્રુઆરીમાં રૂ.71,000નો રેકોર્ડ બનાવ્યો હતો. નિષ્ણાતો દાવો કરી રહ્યા છે કે આ વર્ષે દિવાળી પર બંને કિંમતી ધાતુઓ (precious metal) ઝડપનો નવો રેકોર્ડ બનાવશે. નિષ્ણાતોનો દાવો છે કે દિવાળી પર સોનું રૂ. 65,000 અને ચાંદી રૂ. 80,000 સુધી પહોંચી શકે છે.

સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો :

સપ્તાહના પ્રથમ દિવસે ઓપનિંગ ટ્રેડમાં સોમવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પહેલા શુક્રવારે બુલિયન માર્કેટમાં તેજી જોવા મળી હતી. સોમવારે સવારે MCX સોનું રૂ.635 ઘટીને રૂ.71583 પ્રતિ કિલો અને સોનું રૂ.276 ઘટીને રૂ.59336 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. આ પહેલા શુક્રવારે ચાંદી 72218 રૂપિયા અને સોનું 59612 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

શુક્રવારે તેજી સાથે બંધ થયું હતું સોનું અને ચાંદી :

શુક્રવારે ટ્રેડિંગ સેશનના અંતે, બુલિયન માર્કેટમાં સોના અને ચાંદી બંનેના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. શુક્રવારે સાંજે ઈન્ડિયા બુલિયન્સ એસોસિએશન (https://ibjarates.com) દ્વારા જારી કરાયેલા ભાવ મુજબ, 24 કેરેટ સોનું 59751 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 71582 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયું હતું. તમને જણાવી દઈએ કે બુલિયન માર્કેટના રેટ બપોરે 12 વાગ્યે જાહેર કરવામાં આવે છે.

આ પણ વાંચો :-

‘જન્મ આપનારી મા એ મને તરછોડી દીધો’ Indian Idol 13 ના વિજેતા Rishi Singh એ સંભળાવી પોતાની કહાની

0

 Indian Idol 13 Winner Rishi Singh

  • Indian Idol 13 : ‘ઈન્ડિયન આઈડલ 13’ના વિજેતા બનેલા ઋષિ સિંહે પોતાની કહાની સંભળાવતા કહ્યું હતું કે તેને જન્મ આપનારી માતા એ અનાથ છોડી દીધો હતો. ત્યારબાદ માતાપિતા દ્વારા દત્તક લેવામાં આવ્યો હતો.’

Indian Idol 13 : સિંગિંગ રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ 13‘ના વિજેતા બનેલા અયોધ્યાના (Ayodhya) રહેવાસી ઋષિ સિંહના સિંગિંગના ફેન તો ક્રિકેટર વિરાટ કોહલી પણછે. જણાવી દઈએ કે હાલ ‘ઈન્ડિયન આઈડલ 13‘ના વિજેતા બનેલા ઋષિ સિંહે (Rishi Singh) અગાઉ ઈન્ડિયન આઈડલ સીઝન 11 માટે પણ ઓડિશન આપ્યું હતું પણ તે સમયે નસીબે તેનો સાથ આપ્યો ન હતો. આજે તે સિઝન 13ના વિનર બની ગયા છે.

જન્મ આપનારી માતા એ અનાથ છોડી દીધો હતો :

અયોધ્યામાં જન્મેલ ઋષિ સિંહે ‘ઈન્ડિયન આઈડલ 13’ના મંચ પર પોતાની કહાની સંભળાવી હતીએ સાંભળીને ત્યાં હાજર દરેકની આંખો ભીની થઈ ગઈ હતી.એ સમયે સ્ટેજ પર બધા વચ્ચે ઋષિ સિંહે પોતાના માતા-પિતાને ભગવાન કહ્યા હતા. જણાવી દઈએ કે ‘ઈન્ડિયન આઈડલ 13’ના મંચ પર પર્ફોર્મન્સ આપ્યા બાદ ઋષિ સિંહે તેની કહાની સંભળાવતા નેશનલ ટીવી પર જણાવ્યું હતું કે ‘તેના માતા-પિતાએ તેને દત્તક લીધો છે અને આ માટે તેના માતાપિતાને લોકો પાસે ઘણી ખરાબ વાતો પણ સાંભળવા મળી હતી.

ઋષિ સિંહે કહ્યું કે જો તે આજે આ સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યો છે તો તે તેના માતા-પિતાને કારણે છે જે તેના માટે ભગવાન છે. તેને જન્મ આપનારી માતા એ અનાથ છોડી દીધો હતો ત્યારબાદ તેને તેના માતાપિતા દ્વારા દત્તક લેવામાં આવ્યો હતો.’

આજ સુધી કરેલી તમામ ભૂલો માટે મને માફ કરજો :

ઈન્ડિયન આઈડલ 13‘ના વિજેતા બનેલા ઋષિ સિંહે આ વિશે આગળ કહ્યું હતું કે શોમાં આવ્યા પછી તેને ખબર પડી કે તે તેના માતા-પિતાનો સગો પુત્ર નથી. ઋષિએ કહ્યું કે જો મારા આ માતા-પિતાએ મારો ઉછેર ન કર્યો હોત તો તે ક્યાંક સડી રહ્યો હોત. સાથે જ એ સમયે ઋષિએ પોતાના માતા-પિતા પાસે માફી માંગતા કહ્યું કે આજ સુધી કરેલી તમામ ભૂલો માટે મને માફ કરજો.

આ વાત લોકો સમક્ષ શેર કરતી વખતે ઋષિ સતત રડતો હતો અને અંતે તેને તેની સામે બેઠેલા માતા-પિતાના ચરણોમાં શીશ નમન કર્યું હતું. ની આ વાત સાંભળીને ત્યાં હાજર તમામ લોકોની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી.

આ પણ વાંચો :-

‘ગધેડીના દૂધનો સાબુ બનાવે છે મહિલાઓના શરીરને સુંદર…” મેનકા ગાંધીનું ચોંકાવનારું નિવેદન

0

“Donkey milk soap makes women 

  • Maneka Gandhi Video News : સાંસદ મેનકા ગાંધી એક વખત ફરી પોતાના નિવેદનના કારણે ચર્ચામાં આવી ગયા છે. તેમણે એક નિવેદમાં કહ્યું છે, “ગધેડીના દૂધનો સાબુ મહિલાઓના શરીરને હંમેશા સુંદર રાખે છે.”

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સુલ્તાનપુરના સાંસદ મેનકા ગાંધીનો (MP Maneka Gandhi) એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક મંચ પર તે કહી રહ્યા છે કે ગધેડીના દૂધનો સાબુ મહિલાઓના શરીરને હંમેશા સુંદર રાખે છે. તે કહે છે કે એક ખૂબ જ ફેમસ રાણી હતી ‘ક્લિયોપૈટ્રા’ (Cleopatra), તે ગધેડીના દૂધથી નહાતી હતી.

રિપોર્ટ અનુસાર વાયરલ વીડિયોમાં મેનકા ગાંધી કહે છે. “દિલ્હીમાં ગધેડીના દૂધનો સાબુ 500 રૂપિયામાં વેચાય છે. આપણે ગધેડીના દૂધ અને બકરીના દૂધનો સાબુ બનાવીએ તો?” તેમણે આગળ કહ્યું, “કેટલા દિવસ થઈ ગયા તમને લોકોને ગધેડા જોયે? તેમની સંખ્યા ઓછી થઈ રહી છે. ધોબીએ પણ ગધેડાનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધુ છે. લદ્દાખમાં એક સમુદાય છે જેમણે જોયું કે ગધેડાની સંખ્યા ઘટી રહી છે. માટે તેમણે ગધેડીનું દૂધ દોવાનું શરૂ કર્યું અને તેનો ઉપયોગ સાબુ બનાવવામાં કર્યો. ગધેડીના દૂધનો સાબુ મહિલાના શરીરને સદા સુંદર બનાવી રાખે છે.”

બકરી પાલન-ગાય પાલનના વિરૂદ્ધ  :

મેનકા ગાંધીએ કહ્યું, “હું નથી ઈચ્છતી કે તમે જાનવરો દ્વારા કોઈ પણ પૈસા કમાઓ. આજ સુધી કોઈ પણ બકરી કે ગાય પાળવાથી અમીર નથી થયું.” ત્યાર બાદ તેમણે કહ્યું, “આપણી પાસે એટલા ડોક્ટર નથી. સુલ્તાનપુરના 25 લાખ લોકોમાં મુશ્કેલથી ત્રણ ડોક્ટર હોય છે. ક્યારેક ક્યારેક એ પણ નહીં. જો કોઈ ગાય કે ભેંસ કે બકરી બિમાર થઈ જાય છે તો તેમના પર લાખો ખર્ચ કરવામાં આવે છે.

મહિલાઓને કૃષિ પશુઓની મદદ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તે કેટલું કરી શકે છે?” એટલામાં બકરી પાલન કે ગાય પાલનના વિરૂદ્ધ છું. તમને કમાણી માટે એક દશક લાગી જશે. કારણ કે જાનવર એક રાત્રે મરી જશે અને બધુ ખતમ થઈ જશે.”

આ પણ વાંચો :-

ફેશનેબલ દાઢી રાખનારને 51 હજારના દંડ, ગુજરાતના આ સમાજે યુવાનોને કર્યું ફરમાન

0

A fine of 51 thousand

  • Panelty On Beard : ધાનેરામાં 54 ગામના આજણા ચૌધરી સમાજની બેઠક યોજાઈ. આંજણા સમાજના યુવાનોને દાઢી ન રાખવા ફરમાન. દાઢી રાખનાર યુવાનને કરવામાં આવશે 51 હજારનો દંડ.

દાઢી (Beard) પર દંડ વસૂલાય તેવુ ક્યારેય સાંભળ્યુ છે તમે? આવો વિચિત્ર નિયમ (Rules) ગુજરાતના એક સમાજ દ્વારા લાગુ કરાયો છે. ગુજરાતના આંજણા સમાજના (Anjana Samaj) યુવાનોને દાઢી ન રાખવા ફરમાન કરાયું છે. સમાજનો જે પણ યુવક દાઢી રાખશે તેને 51 હજારનો દંડ ફટકારવામાં આવશે. સમાજ દ્વારા લેવાયેલા આ વિચિત્ર નિર્ણય માટે તર્ક પણ રજૂ કરવામાં આવ્યા છે.

બનાસકાંઠાના આંજણા ચૌધરી સમાજમાં યુવાનોને દાઢી નહીં રાખવા ફરમાન કરાયું છે. ધાનેરામાં 54 ગામની સુધારણા બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. ફેશનેબલ દાઢી રાખનારને 51 હજારના દંડની જાહેરાત કરાઈ છે. વિવિધ 22 જેટલા સુધારા કરી સમાજ સુધારણા માટે આ બેઠક યોજાઈ હતી.

હિન્દુ ધર્મમાં દાઢી રાખવીએ સંત મહાત્માનું કામ છે. પરંતુ યુવાનો આવી દાઢી રાખે એ સમાજને શોભતું નથી. ધાનેરાની ત્રીસી અને ચોવીસી સમાજના આગેવાનોએ અને યુવાનોની મિટિંગમાં સમાજમાં પ્રથમ સમૂહલગ્ન કરવાનું આયોજન કરાયું છે.

સમાજ દ્વારા બીજા કયા નિર્ણયો લેવાયા :

  • તો મરણ પ્રસંગમાં વ્યસનને તીલાંજલિ આપવી નહિતર એક લાખનું દંડ કરવાની કરાઈ જોગવાઈ કરાઈ છે
  • ભોજન પ્રસંગમાં પૌષ્ટિક ભોજન બનાવવું અને પીરસવા માટે ભાડૂતી માણસો ના લાવવા કરાઈ અપીલ
  • લગ્ન પ્રસંગે ડીજે પર પ્રતિબંધ મૂકવો
  • જન્મદિવસ હોટલમાં મનાવવા પર પ્રતિબંધ
  • લગ્ન પ્રસંગમાં ફટાકડા લિમિટમાં ફોડવા
  • લગ્નમાં પત્રિકા સાદી છપાવવી

આમ દાઢીના વિચિત્ર નિયમો હાલ ગુજરાતમાં ચર્ચામાં આવ્યા છે. ધાનેરામાં 54 ગામના આજણા ચૌધરી સમાજમાં સમાજ સુધારણા અને સમુહ લગ્ન બાબતે યોજાયેલી સભામાં આ નિર્ણય લેવાયો છે. વિવિધ 22 જેટલા સુધારા કરી સમાજ સુધારણા માટે બેઠક કરાઈ હતી.

આ પણ વાંચો :-

 

એકાઉન્ટ બનાવતાની સાથે જ INSTA પર જોવા મળ્યો આ સાઉથ એક્ટરનો દબદબો.. 15 કલાકમાં તો..

As soon as the account

  • Thalapathy Vijay Instagram : સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયે ઈન્સ્ટાગ્રામ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું છે. ત્યાં જ એન્ટ્રી કરતા જ અમુક જ કલાકમાં પેજ પર તેમના લાખો ફોલોઅર્સ થઈ ગયા છે.

થલાપતિ વિજય (Thalapathy Vijay) સાઉથ સિનેમાના એક ખૂબ જ પોપ્યુલર અને હાઈએસ્ટ પેડ એક્ટર છે. તેમણે પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. લોકો તેમની એક્ટિંગના દિવાના છે. ન ફક્ત સાઉથમાં (South) પરંતુ આખા દેશમાં તેમની ખૂબ જ ફેનફોલોઈંગ છે. તેમના કરોડો ફેન્સ છે. ત્યાં જ હવે ઈન્સ્ટાગ્રામ (Instagram) પર પણ તેમના માટે ફેંસની દિવાનગી જોવા મળી રહી છે.

વિજયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સાગ્રામ પર ડેબ્યૂ કર્યું છે. રવિવારે તેમણે પોતાનું પેજ ક્રિએટ કર્યું છે. ઈન્સ્ટાગ્રામ પર તેમણે જેવી એન્ટ્રી કરી ત્યાર બાદ તે પોતાનો જલવો બતાવવા લાગ્યા. અમુક જ કલાકમાં તેમને લાખો લોકોએ ફોલો કર્યા છે.

15 કલાકમાં 38 લાખ ફોલોઅર્સ :

ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાવતા જ લોકોએ થલાપતિ વિજયને ફોલો કરવાનું શરૂ કરી દીધુ. ત્યાં જ 15 કલાકમાં તેમને 38 લાખથી વધારે લોકો ફોલો કરી ચુક્યા છે.

ફોલોઅર્સના આ આંકડા ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. વિજયે જે પ્રોફાઈલ ફોટો લગાવ્યો છે. તે તેણે પોસ્ટ પણ કર્યો છે.

ફોટો શેર કરી લખ્યું આ કેપ્શન  :

પોતાનો ફોટો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, “હેલો નંબાસ અને નંબીસ.” તેમની આ પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

અત્યાર સુધી આ પોસ્ટને 38 લાખથી પણ વધારે લોકો લાઈક કરી ચુક્યા છે. સાથે જ લોકો ખૂબ જ કમેન્ટ પણ કરી રહ્યા છે અને ઈન્સ્ટાગ્રામ ડેબ્યૂ માટે તેમને શુભકામનાઓ આપી રહ્યા છે.

આ ફિલ્મમાં વિજય અને સંજય દત્ત જોવા મળશે સાથે  :

ત્યાં જ ઈન્સ્ટાગ્રામ ડેબ્યૂ ઉપરાંત વાત કરીએ તેમની ફિલ્મી લાઈફની તો આવનાર સમયમાં તે ફિલ્મ લિયોમાં જોવા મળશે. ત્યાં જ ફિલ્મ ઓક્ટોબરમાં રિલીઝ થવા જઈ રહી છે.

ત્યાં જ જ્યાં એક તરફ એક્ટ્રેસ તૃષા કૃષ્ણન આ ફિલ્મમાં વિજયની સાથે સ્કીન શેર કરશે તો ત્યાં જ બીજી તરફ બોલિવુડ એક્ટર સંજય દત્ત પણ તેમાં જોવા મળશે.

આ પણ વાંચો :-

ગુજરાતીઓએ હવે થાઈલેન્ડ કે દૂબઈ જવાની જરૂર નથી, 2 આઈલેન્ડને બનાવાશે 

0

Gujaratis no longer need

  • Gujarat Tourism : રાજ્યના બે ટાપુઓને પ્રવાસન હોટસ્પોટ તરીકે વિકાસાવાશે. ગાંધીનગરમાં ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની પાંચમી બેઠકમાં લેવાયો નિર્ણય.

ગુજરાતે (Gujarat) હંમેશાથી દેશમાં પ્રવાસન માટે પહેલ કરી છે. આ કારણે ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓ પણ ખેંચાઈને આવે છે. ગુજરાતમાં પ્રવાસીઓની (tourist) સંખ્યા વધતી રહે તે માટે પ્રવાસનમાં સતત નવુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગઈકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની (Bhupendra Patel) અધ્યક્ષતામાં આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની પાંચમી બેઠક યોજાઈ હતી.

જેમાં ગુજરાતના બે ટાપુઓનો વિકાસ કરવાની જાહેરાત કરાઈ છે. ગુજરાતના આ બે ટાપુઓ હવે થાઈલેન્ડના (Thailand) ટાપુની જેમ હાઈફાઈ બનાવાશે. જેમા સૌરાષ્ટ્રમા આવેલા બેટદ્વારકા (Bet Dwarka) અને શિયાળ બેટને (Shiyalbet) હવે નવી રીતે વિકસાવાશે.

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની પાંચમી બેઠક યોજવામાં આવી હતી. વિશાળ સાગરકાંઠો અને 144થી વધુ આયલેન્ડ ધરાવતું ગુજરાત વિકાસમાં અગ્રેસર છે. તે સંદર્ભમાં ભારત સરકારની આયલેન્ડ ડેવલપમેન્ટ પોલિસીને સુસંગત રહીને રાજ્ય સરકારે આ આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીને રચના કરી છે. આ ઓથોરિટીનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષાની જાળવણી સાથે ટાપુઓ પર આર્થિક-સામાજિક અને પ્રવાસન ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાનો છે.

ટાપુના વિકાસ માટે 2077 કરોડની ફાળવણી :

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ ઓથોરિટીની પાંચમી બોર્ડ બેઠકમાં અગાઉની બોર્ડ બેઠકમાં જે બે ટાપુઓ બેટદ્વારકા અને શિયાળ બેટનો પ્રવાસન હોટસ્પોટ તરીકે વિકાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું તે માટેની નાણાકીય ફાળવણી આ વર્ષના રૂપિયા 2077 કરોડના પ્રવાસન બજેટમાંથી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. મુખ્ય સચિવ રાજકુમારે દ્વારકા કોરિડોર ડેવલપમેન્ટ માટે એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી રચવાનું સૂચન કર્યું હતું.

આ પણ વાંચો :-

 

Kajal Hindustani : કોણ છે ભડકાઉ ભાષણ આપીને ચર્ચામાં આવનાર કાજલ હિન્દુસ્તાની ?

0

Kajal Hindustani

  • Who is Kajal Hindustani : લોકોએ આરોપ લગાવ્યો છે કે કાજલ હિન્દુસ્તાનીએ એક ખાસ સમુદાય પર હુમલો કરતી વખતે નફરતભર્યા ભાષણ આપ્યા. ત્યારબાદ સાંપ્રદાયિક તણાવ વધવા લાગ્યો.

વડોદરામાં (Vadodara) રામ નવમી (Ram Navami) પર થયેલા હંગામા બાદ ઉનામાં પણ સ્થિતિ તંગ છે. ઉનામાં તણાવનું કારણ રામ નવમીના દિવસે ઉશ્કેરણીજનક ભાષણ (inflammatory speech) હોવાનું કહેવાય છે. ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ કાજલ હિન્દુસ્તાની પર છે. આરોપ છે કે કાજલ સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે ભારતીય લોકોમાં નફરત ફેલાવી રહી છે.

અચાનક લાઇમલાઇટમાં આવેલી કાજલ હિન્દુસ્તાનીએ ઉનામાં વિશ્વ હિન્દુ પરિષદના સંમેલનમાં ભાગ લીધો હતો. લોકોનો આરોપ છે કે આ કોન્ફરન્સમાં કાજલે ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું અને લોકોમાં સાંપ્રદાયિક તણાવ વધવા લાગ્યો. તણાવ એટલો વધી ગયો કે પ્રશાસનને ભીડને શાંત કરવા માટે તમામ પ્રયાસો કરવા પડ્યા.

લોકપ્રિયતા માટે સસ્તી રાજનીતિ..!

લોકોએ આરોપ લગાવ્યો છે કે કાજલ હિન્દુસ્તાનીએ એક ખાસ સમુદાય પર હુમલો કરતી વખતે નફરતભર્યા ભાષણ આપ્યા. ત્યારબાદ સાંપ્રદાયિક તણાવ વધવા લાગ્યો. આ હંગામા પછી કાજલ હિન્દુસ્તાનીનું નામ સતત ચર્ચામાં રહ્યું છે. તમને જણાવી દઈએ કે કાજલ હિન્દુસ્તાનીનું સાચું નામ કાજલ સિંગલા છે.

વિશ્વ હિંદુ પરિષદના સંમેલનમાં જોડાયા બાદથી તે ચર્ચાનો વિષય બની છે. હવે સમાજનો એક વર્ગ કાજલની ધરપકડની માંગ કરી રહ્યો છે. આવો તમને જણાવીએ કે કાજલ હિન્દુસ્તાનીએ વિશ્વ હિન્દુ પરિષદના સંમેલનમાં શું કહ્યું અને કેવી રીતે આ સાંપ્રદાયિક તણાવ પ્રશાસન માટે નાસકો સમાન બની ગયો.

ધર્મની આડમાં ફૂલીફાલી રહ્યા છે નફરતના સોદાગર  :

સૌથી પહેલા તો અમે તમને જણાવી દઈએ કે જ્યારે પણ કોઈ ખાસ ધર્મની ઘટના બને છે ત્યારે આસ્થાના નામે નફરતનું ઝેર ઓકતા લોકો તેના પર નજર રાખે છે. મોકો મળતાં જ તેઓ નફરતના બીજ વાવવાથી બચતા નથી. હિન્દુઓનો તહેવાર હોય, રામનવમી હોય કે શિવરાત્રી..

છેલ્લાં કેટલાંક વર્ષોથી આ પવિત્ર તહેવારો તોફાનો કર્યા વિના પૂરા થતા નથી. કેટલાક સ્વયં-ઘોષિત હિન્દુ પ્રવક્તા અને ઇસ્લામના પ્રચારકો ધર્મની આડમાં લોકોમાં નફરત ફેલાવવાનું કામ કરે છે. ઉના અને વડોદરામાં જે બન્યું તે આ કૃત્યનું જીવંત ઉદાહરણ છે. દુર્ભાગ્યપૂર્ણ છે કે દેશની શાંતિ અને અસ્મિતા સાથે રમત કરનારા આવા લોકોની સંખ્યા વધી રહી છે. કાજલ હિન્દુસ્તાની પર પણ આવા જ આરોપો લગાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો :-

જેલમાં ભેંસોને નવડાવશે અતીક અહમદ, કચરો કાઢવા ઉપરાંત કરશે આ કામ

0

Atiq Ahmad will bathe the buffaloes

  • Atiq Ahmed in Sabarmati jail : ઉમેશ પાલ અપહરણ કેસમાં સુનાવણી માટે અતીક અહેમદને સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. અહીં કોર્ટે અતીક અહેમદ, વકીલ ખાન સુલત હનીફ અને તેના નજીકના મિત્ર દિનેશ પાસીને આજીવન કેદની સજા ફટકારી છે.

Umesh Pal Case : ગુજરાતની (Gujarat) સાબરમતી સેન્ટ્રલ જેલમાં (Sabarmati Central Jail) આજીવન કેદની સજા ભોગવી રહેલા માફિયા અતીક અહેમદનું કામ નક્કી થઈ ગયું છે. તેણે જેલમાં ભેંસોને નવડાવવી, ઝાડુ મારવા, ઢોરની સંભાળ રાખવા સહિત સુથારનું કામ પણ કરવાનું રહેશે. આ સિવાય તેને જેલમાં જ ખેતીનું કામ પણ કરવું પડશે.

આ કામો માટે તેને રોજના 25 રૂપિયા રોજના વેતન તરીકે મળશે. વાસ્તવમાં અતીક અહેમદને અકુશળ કારીગરોની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. જો તેમને કુશળ કારીગરોની શ્રેણીમાં રાખવામાં આવ્યા હોત તો તેમને રોજના રૂ. 40 પ્રતિદિન વેતન તરીકે મળત.

કેદી નંબર 17052, અતીક અહેમદ ઉમેશ પાલ અપહરણ કેસમાં સાબરમતી જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. અતીકનું ખાતું જેલની બેંકમાં ખોલવામાં આવ્યું છે. તેને મળતું દૈનિક વેતન તે જ ખાતામાં જમા કરવામાં આવશે. અતીકને જેલમાં રહેવા માટે બે જોડી કપડાં આપવામાં આવ્યા છે. આ કપડાંમાં સફેદ રંગનો કુર્તા-પાયજામા, કેપ અને ગમછાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અતીક અહેમદ જે વ્યભિચારી જીવન જીવતા હતા. તે આ દિવસોમાં જેલમાં રોટલી ખાઈ રહ્યા છે. તેને જેલમાં ભોજન તરીકે રોટલી, દાળ અને ચોખા આપવામાં આવી રહ્યા છે. તેની બેરેક બદલી દેવામાં આવી છે અને હવે તેને સજા કાપી ચૂકેલા કેદીઓની બેરેકમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.

ઉમેશ પાલ અપહરણ કેસમાં સુનાવણી માટે તેને સાબરમતી જેલમાંથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની MPMLA કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. આ પછી કોર્ટે અતીક અહેમદ, વકીલ ખાન સુલત હનીફ અને તેના નજીકના મિત્ર દિનેશ પાસીને આજીવન કેદની સજા સંભળાવી. જો કે આ કેસમાં 7 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :-

Vivo Y11 Launch : વીવોએ 6GB રેમ સાથે લોન્ચ કર્યો સસ્તો સ્માર્ટફોન, જાણો ફીચર્સ અને કિંમત

Vivo Y11 Launch

  • Vivo એ ખુબ સસ્તા ભાવમાં Vivo Y11 ને લોન્ચ કર્યો છે. કિંમત ઓછી રાખવાની સાથે કંપનીએ શાનદાર ફીચર્સ આપ્યા છે.

Vivo Y11 Launch : સ્માર્ટફોન મેકર કંપની વીવોએ Y સિરીઝનો એક નવો સ્માર્ટફોન (Vivo New Smartphone) લોન્ચ કરી દીધો છે. વીવીઓ યૂઝર્સ માટે Vivo Y11 રજૂ કર્યો છે. કંપનીનો આ એક બજેટ સેગમેન્ટનો સ્માર્ટફોન (Vivo Budget Smartphone)છે.

સ્માર્ટફોનને કંપનીની સત્તાવાર વેબસાઇટ પર પણ એડ કરવામાં આવ્યો છે. જો તમે આ સ્માર્ટફોનને લેવા ઈચ્છો છો તો તે વાત યાદ રાખો કે આ 4જી સ્માર્ટફોન છે. કિંમત ઓછી હોવા છતાં વીવોએ તેમાં શાનદાર ફીચર્સ આપ્યા છે.

Vivo Y11 (2023) ની આ છે કિંમત :

Vivo Y11 સ્માર્ટફોનને કંપનીએ બે વેરિએન્ટમાં લોન્ચ કર્યો છે. જેનું બેસ મોડલ 4GB RAM ની સાથે જ્યારે અપર મોડલ 6 GB RAM ની સાથે આવે છે. જો કિંમતની વાત કરીએ તો 4જીબી વેરિએન્ટ લગભગ 10500 રૂપિયામાં મળશે, જ્યારે 6જીબી વેરિએન્ટ તમે 12 હજારમાં ખરીદી શકો છો.

Vivo Y11 (2023) ના સ્પેસિફિકેશન્સ :

– Vivo Y11 મોડલમાં યૂઝર્સને 6.52 ઇંચની મોટી ડિસ્પ્લે આપવામાં આવી છે.

– રેઝોલ્યૂશન 1,600 x 720 પિક્સલ છે. ડિસ્પ્લે ડ્રોપ નોચ ડિઝાઇનની સાથે આવે છે.

Vivo Y11 માં યૂઝર્સને  4GB RAM અને 6GB RAM ના બે વેરિએન્ટ મળે છે. તેમાં 128 જીબી સ્ટોરેજ આપવામાં આવ્યું છે.

– યૂઝર્સ સ્માર્ટફોનના સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડની મદદથી વધારી શકે છે.

– લો બજેટ સેગમેન્ટના આ ડિવાઇસમાં પણ વીવોએ યૂઝર્સને વર્ચ્યુઅલ રેમનો ઓપ્શન આપવામાં આવ્યો છે.

– Vivo Y11 માં MediaTek Helio P35 નું પ્રોસેસર આપવામાં આવ્યું છે.

– જો આ ડિવાઇસના કેમેરા ફીચર્સની વાત કરીએ તો તેમાં 8 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ફ્રંટમાં સેલ્ફી માટે પાંચ મેગાપિક્સલનો કેમેરો છે.

Vivo Y11 માં 5000 mAh ની મોટી બેટરી મળે છે. જે 10 વોટના ફાસ્ટ ચાર્જિંગથી ચાર્જ થાય છે.

આ પણ વાંચો :-