Home Blog Page 1128

દર મહિને 1 લાખની કમાણી કરવી હોય તો શરૂ કરો આ બિઝનેસ, ઝડપથી વધી રહી છે માંગ

0

If you want to earn 1 lakh

  • ફ્લાય એશ બિક્સ એટલે કે, ઈંટ બનાવવાના બિઝનેસમાં તમને માત્ર 1 વાર 2 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. ત્યારબાદ તમે તેના દ્વારા દર મહિને 1 લાખ રૂપિયા સુધી સરળતાથી કમાઈ શકો છો.

જો તમે પણ કંઈક નવુ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હોવ, તો આજે અમે તમારા માટે એક જોરદાર બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ. આ બહુ જ ફાયદાકારક બિઝનેસ આઈડિયા (Business idea) છે. જો તમે મોટી કમાણીવાળો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો તમે રાખમાંથી ઈંટો બનાવી શકો છો.

ફ્લાય એશ બિક્સ (Fly Ash Bix) એટલે કે ઈંટ બનાવવાના બિઝનેસમાં તમને માત્ર 1 વાર 2 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. ત્યારબાદ તમે તેના દ્વારા દર મહિને 1 લાખ રૂપિયા સુધી સરળતાથી કમાઈ શકો છો. જાણકારી અનુસાર, રાખમાંથી ઈંટ બનાવવાનો સામાન્ય રીતે સિમેન્ટની ઈંટ પણ કહેવામાં આવે છે. આજકાલ તે ખૂબ જ ચર્ચામાં છે અને તેનો ઉપયોગ પણ વધી રહ્યો છે.

સિમેન્ટની ઈંટો બનાવવા માટે તમારે રાખ, ફ્લાય એશ, રેતી અને સિમેન્ટ વગેરેની જરૂર પડશે. આ ઉપરાંત તમે ઈચ્છો તો, તેને બનાવવા માટે ચૂનો અને જિપ્સમના મિક્ચરથી પણ ઈંટ બનાવી શકો છો. તેના માટે તમારે 100 યાર્ડ જમીન અને ઓછામાં ઓછા 2 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ બિઝનેસ માટે રોકાણનો મોટાભાગનો હિસ્સો મશીનરીમાં લાગશે. આ મશીન દ્વારા બનાવવા માટે ઓછામાં ઓછા 5-6 લોકોની જરૂર પડે છે.

ફ્લાય એશથી બનેલી ઈંટો, માટીથી બનેલી ઈંટોના પ્રમાણમાં સસ્તી હોય છે. આ ઈંટથી મકાન બનાવવા પર સિમેન્ટનો ખર્ચ પણ ઘટી જાય છે. તેની દિવાલની બંને બાજુએ સારુ ફિનિશિંગ આવે છે અને પ્લાસ્ટરમાં પણ ઓછો સિમેન્ટ ખર્ચ થાય છે. આ ઉપરાંત ફ્લાય એસથી બનેવી ઈંટોમાં સૂકી રાખ હોવાને કારણે મકાનમાં ભેજ પણ આવતો નથી. જેનાથી તેની મજબૂતાઈ વધી જાય છે. આ બધા ફાયદાનો જોતા માર્કેટમાં તેની માંગ ઘણી વધી છે અને આમાં સતત વધારો થઈ રહ્યો છે.

જો તમે આ બિઝનેસને નાના સ્તર પર શરૂ કરો છો. તો તમને 2 લાખ રૂપિયાના રોકાણમાં દર મહિને 1 લાખ રૂપિયાની કમાણી થઈ શકે છે. આ ઈંટોની માંગ પહાડી વિસ્તારોમાં અને ઓછી માટીવાલી જગ્યાઓ પર વધારે છે. આ બિઝનેસને શરૂ કરવા માટે તમારે કેન્દ્ર સરકારની મુદ્રા યોજના હેઠળ સરળતાથી લોન મળી જાય છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. Gujarat Guardian કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

આ પણ વાંચો :-

IPLમાં ઋતુરાજ ગાયકવાડે મેચમાં ફટકારી એવી સિક્સ કે ઈનામમાં મૂકેલી કાર થઈ ડેમેજ, VIDEO વાયરલ

0

Rituraj Gaikwad’s six hit in the match

  • IPL 2023 : CSKના સ્ટાર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે મેદાન પર એવી સિક્સ ફટકારી જે ટાટા કાર પર ડેન્ટ પાડી દીધો હતો.

પ્રથમ વખત હાર ભોગવનાર ચેન્નાઈ સુપર કિંગ્સે (Chennai Super Kings) બીજી મેચમાં જીતનો સ્વાદ ચાખ્યો છે.  IPL 2023મા ચેપોક સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) અને ચેન્નાઇ સુપર કિંગ વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો. જેમાં ભારે રસાકસી બાદ ચેન્નાઇ સુપર કિંગ્સે જીત હાંસલ કરી લીધી હતી. ચેન્નાઈએ સિઝનની તેની બીજી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને 12 રને હરાવ્યું.

લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે (KL Rahul) ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો પણ આ મેચમાં ચેન્નાઈ ટીમના ઓપનરોએ ધમાકેદાર બેટિંગ કરીને 217 રનનો ખડકલો કરી દીધો હતો. સીએસકેના ઋતુરાજ ગાયકવાડની સતત બીજી અડધી સદી ફટકારી હતી. જેમાં એક સ્ટ્રોક એવો માર્યો હતો કે નવી ઈનામમાં આપવાની કાર પર ડેન્ટ થઈ ગયું હતું.

ગાયકવાડે ફટકારી હતી શાનદાર સિક્સ : 

CSKના સ્ટાર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે મેદાન પર એવો સ્ટ્રોક માર્યો કે જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે કૃષ્ણપ્પા ગૌતમના બોલ પર સિક્સ ફટકારી જે ટાટા કાર પર ડેન્ટ પાડી દીધો હતો. સિક્સ મારતાની સાથે જ બોલ કારને જોરથી અથડાયો અને તેના પર ખાડો પડી ગયો. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઋતુરાજે 31 બોલમાં 57 રન બનાવ્યા હતા :

ઋતુરાજ ગાયકવાડે લખનૌ સુપર જાયન્ટ્સ માટે શાનદાર બેટિંગ કરી હતી. તેને 31 બોલમાં 57 રન બનાવ્યા જેમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા ગાયકવાડે ગુજરાત ટાઇટન્સ સામે પણ 92 રનની ઇનિંગ રમી હતી.

આ પણ વાંચો :-

OTPની કે પિનની નથી કોઈ જરૂર. હવે Aadhaar Card થી પૈસાની કરો લેવડદેવડ

No need for OTP or PIN

  • Money Transfer By Aadhaar Card : આ સિસ્ટમ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા વિકસાવવામાં આવી છે. આધાર નંબર નાખીને અને ફિંગરપ્રિન્ટ વડે વેરિફિકેશન કરીને ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. તે એકદમ સુરક્ષિત પણ છે કારણ કે તેને બેંક વિગતો આપવાની જરૂર નથી.

આધાર કાર્ડ (Aadhaar Card) એ આજે ​​આપણી ઓળખનો સૌથી મજબૂત પુરાવો છે. આજે લગભગ દરેક જગ્યાએ આધાર ફરજિયાત બની ગયું છે. તમે આધાર કાર્ડનો (Aadhaar Card) ઉપયોગ માત્ર ઓળખ કાર્ડ તરીકે કરી શકતા નથી, પરંતુ તેની મદદથી તમે પૈસા પણ ઉપાડી શકો છો. તમે એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર પણ કરી શકો છો.

આ બધું આધાર સક્ષમ પેમેન્ટ સિસ્ટમ (AePS) ના કારણે શક્ય બન્યું છે. આ સિસ્ટમ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા વિકસાવવામાં આવી છે. આધાર નંબર (Aadhaar Card) નાખીને અને ફિંગરપ્રિન્ટ વડે વેરિફિકેશન કરીને ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. તે એકદમ સુરક્ષિત પણ છે કારણ કે તેને બેંક વિગતો પ્રદાન કરવાની જરૂર નથી.

આ પેમેન્ટ સિસ્ટમ યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) પ્લેટફોર્મ પર આધારિત છે. તે એક પ્રકારનું બેંક-આધારિત મોડલ છે જે ATM, કિઓસ્ક અને મોબાઈલ ઉપકરણો પર આધાર (Aadhaar Card) ઓથેન્ટિકેશન દ્વારા ઓનલાઈન વ્યવહારોને મંજૂરી આપે છે. જો તમે આ સેવાનો લાભ લેવા ઈચ્છો છો, તો તમારું આધાર કાર્ડ (Aadhaar Card) બેંક ખાતા સાથે લિંક હોવું જરૂરી છે. જો તમારું એકાઉન્ટ બેંક સાથે લિંક નથી, તો તમે આ સિસ્ટમ દ્વારા પૈસાની લેવડદેવડ કરી શકશો નહીં. આ સિસ્ટમ હેઠળ વ્યવહારો કરવા માટે કોઈ OTP અને PIN ની જરૂર નથી. એક આધાર કાર્ડને (Aadhaar Card) અનેક બેંક ખાતાઓ સાથે લિંક કરી શકાય છે.

AePS સાથે કઈ સેવાઓ જોડાયેલ છે?

AePS સિસ્ટમની મદદથી યૂઝર પૈસા ઉપાડી શકે છે, બેલેન્સ ચેક કરી શકે છે, પૈસા જમા કરી શકે છે અને આધારથી આધારમાં ફંડ ટ્રાન્સફર કરી શકે છે. આધાર આધારિત પેમેન્ટ સિસ્ટમ (AePS) માં બેલેન્સ પૂછપરછ, પૈસા ઉપાડવા, ડિપોઝિટ, આધારથી આધાર ફંડ ટ્રાન્સફર, ચૂકવણી, વ્યવહારો અને આવી અન્ય સેવાઓનો સમાવેશ થાય છે. આ સેવા ગ્રાહકને કોઈ પણ બેંક શાખાની મુલાકાત લીધા વિના ઘરના દરવાજા પર બેંકિંગ કરવા અને બેંકની મૂળભૂત સુવિધાઓનો લાભ લેવાની મંજૂરી આપે છે.

વ્યવહાર કેવી રીતે કરવો :

તમે આધાર સક્ષમ પેમેન્ટ સિસ્ટમ (AePS) નો ઉપયોગ ફક્ત બેંકિંગ કોરોસપોન્ડેંટની પાસે જઈને જ શકો છો અથવા તમે તેને ઘરે ફોન કરીને આ સેવાનો લાભ લઈ શકો છો. કોમન સર્વિસ સેન્ટર (CSC) ઓપરેટરો પણ આ સેવા પૂરી પાડે છે. બેંકિંગ સંવાદદાતાઓને બેંકો દ્વારા ડિજિટલ વ્યવહારો માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

બે નંબરમાં અમેરિકા ગયા બાદ પત્ની તેના પ્રેમી સાથે ભાગી ગઈ, આ ગુજરાતીનો કિસ્સો છે અજીબ

In number two

  • Gujarati In America : એજન્ટો એક વ્યક્તિને અમેરિકા પહોંચાડવા માટે હવે લાખો અને કરોડો રૂપિયા વસૂલી રહ્યાં છે. તેમાં કેટલાક લોકો બે નંબરમાં અમેરિકા જવાની લ્હાયમાં શું ને શું કરે છે.

Illegal immigration In America : ગુજરાતીઓનો અમેરિકા (America) જવાનો મોહ ક્યારેય ઘટતો નથી. અમેરિકા જવા માટે ગુજરાતીઓ ગમે તે હદે જતા રહે છે. લાખો રૂપિયા તો શું, કરોડો આપવા તૈયાર થઈ જાય છે. સીધી રીતે જવા ન મળે તો બે નંબરમાં અમેરિકા (America) જવા માટે લોકો આતુર હોય છે. પછી ભલેને રસ્તામાં ગમે તેવી યાતના મળે. લોકો આ યાતના પણ સહન કરવા તૈયાર થાય છે. અમેરિકા પહોંચવા માટે લોકો એવા એવા તિકડમ અજમાવતા હોય છે કે જાણીને તમારા હોંશ ઉડી જશે. ગમે તે ભોગે લોકો અમેરિકા જવા તૈયાર થાય છે.

મહેસાણાનો એક કિસ્સો અજીબોગરી છ. મહેસાણામાં એક માતાપિતાએ પોતાના પુત્ર, પુત્રવધુ અને પૌત્રીને બે નંબરમાં અમેરિકા મોકલ્યા હતા. આ માટે વૃદ્ધ દંપતીએ પોતાની 20 વીધા જમીન દોઢ કરોડ રૂપિયામાં વેચી હતી. પરંતુ અમેરિકા ગયા બાદ તેમના પુત્રની દુનિયા લૂંટાઈ ગઈ હતી. તેમની પુત્રવધુ અમેરિકામાં રહેતા પ્રેમી સાથે ભાગી ગઈ હતી. તેથી પતિ અને દીકરો અમેરિકા ભટકવા મજબૂર બન્યો હતો. તો બીજી તરફ ગામડામાં રહેતા માતાપિતા નોંધારા બન્યા હતા.

તો અન્ય એક કિસ્સો પણ અજીબોગરીબ છે. કલોલના એક ગામમાં લાખો રૂપિયા ખર્ચીને એક યુવક અને તેની પત્ની અમેરિકા ગયા હતા. ત્યાં એરપોર્ટ પર ઉતર્યા બાદ પુત્રવધુ તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. બીજા દિવસે તેણે પતિને છૂટાછેડાના કાગળો મોકલ્યા હતા.

મહેસાણાના એક વ્યક્તિની આપવીતી  :

અમેરિકા રહેતા ઉત્તર ગુજરાતના એક યુવકે પોતાની આપવીતી જણાવી હતી, જે કહેતા તે રડી પડ્યો હતો. તેણે કહ્યું કે, હું વર્ષ 2011 માં 33 લાખ રૂપિયા ખર્ચીને અમેરિકા આવ્યો હતો. ગુજરાતથી દિલ્હી, અને ત્યાંથી અનેક દેશો ફરીને 45 દિવસે હું મેક્સિકો બોર્ડર પહોંચ્યો હતો. જ્યાં પોલીસે મને પકડી લીધો હતો. આ બાદ હું 6 મહિના જેલમાં રહ્યો હતો. 6 મહિના બાદ એજન્ટોએ છોડાવીને મને ફ્લોરીડા મોકલ્યો હતો. ત્યાં મેં હોટલમાં વેઈટરથી લઈને રસોઈ બનાવવાના કારીગર સુધીના બધા કામ કર્યાં.

અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવા શું શું ન કર્યું. 22 લાખ આપીને એક હબસી છોકરી સાથે કોન્ટ્રાક્ટ મેરેજ પણ કર્યાં. જેના માટે 11 લાખ એડવાન્સમાં આપવાના હતા, અને બીજા 11 લાખ ગ્રીન કાર્ડ મળ્યા બાદ આપવાના હતા. પરંતુ આ વચ્ચે કોરોના આવી ગયો, ને મને ગ્રીન કાર્ડ ન મળ્યું. અત્યાર સુધી મારા 55 લાખ જેટલા ખર્ચાયા. પરંતુ છતા હું વતન આવી શક્તો નથી.

આ પણ વાંચો :-

Car Care Tips : Ohh No ! પેટ્રોલની જગ્યાએ ડીઝલ ભરાઈ ગયું છે, તો પહેલાં કરો આ કામ

Car Care Tips

  • Car Care Tips : ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે તેઓ ઉતાવળમાં પેટ્રોલ એન્જિનમાં ડીઝલ અને ડીઝલ એન્જિનમાં પેટ્રોલ પૂરાઈ જાય છે. જો આવી સ્થિતિ ક્યારેય થાય છે તો તે તમારા એન્જિન પર ખરાબ અસર કરી શકે છે.

કાર ખરીદતી વખતે ગ્રાહકો ઘણી બાબતોનું ધ્યાન રાખે છે. ઉદાહરણ તરીકે- વાહનમાં કયું એન્જીન (Engine) આપવામાં આવ્યું છે અને વાહનની (Vehicle) વિશિષ્ટતાઓ શું છે. પરંતુ ઘણી વખત કાર ખરીદ્યા બાદ તેઓ કારની સંભાળ રાખવામાં અસમર્થ હોય છે. ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે ઉતાવળમાં પેટ્રોલ (Petrol) એન્જિનમાં ડીઝલ અને ડીઝલ એન્જિનમાં (Diesel Engine) પેટ્રોલ નાખે છે.

જો આવી સ્થિતિ ક્યારેય થાય છે તો તે તમારા એન્જિન પર ખરાબ અસર કરી શકે છે. આવું કરવું ગ્રાહકોને ઘણું મોંઘુ પડી શકે છે અને તમારા વાહનનું એન્જિન ફેલ થવાની પણ શક્યતા છે.

કાર ટ્રાન્સમિશન એન્જિન સાથે જોડાય છે :

તમને જણાવી દઈએ કે વાહનના એન્જિન અને સ્પેરપાર્ટ્સ તેના ઈંધણના પ્રકાર અનુસાર બનાવવામાં આવે છે. એટલું જ નહીં કારનું સમગ્ર ટ્રાન્સમિશન પણ એન્જિન સાથે જોડાયેલું છે. હવે જો આવી સ્થિતિમાં તમારી સાથે આવું થાય છે, તો અહીં જાણો તેનાથી બચવા અને એન્જિન બગડે નહીં તે માટે શું કરવું જોઈએ.

ખોટું ઈંધણ નાખવા પર કરો આ કામ :

  • જો ઇંધણની ટાંકી પેટ્રોલની હોય અને તમે ડીઝલ નાખ્યું હોય અથવા તેનાથી ઊલટું નાખ્યું હોય તો પહેલા વાહનની સ્વીચ ઓફ કરો.
  • વાહનને બેટરી મોડમાં ન રાખો. આમ કરવાથી ઇંધણ પંપ ચાલુ રહે છે અને તમારા એન્જિનમાં ઇંધણ મોકલી શકે છેકારને મિકેનિક પાસે લઈ જાવ, પણ કાર ટોઈંગ કરીને મિકેનિક પાસે લઈ જાઓ
  • મિકેનિક ઇંધણ લાઇનને ડિસ્કનેક્ટ કરશે અને તેને સંપૂર્ણપણે ડ્રેઇન કરશે.
  • આ સિવાય ઈંધણ નાખતી વખતે ધ્યાન રાખો. પેટ્રોલ પંપ પર સ્પષ્ટપણે જણાવો કે તમારું વાહન પેટ્રોલ છે કે ડીઝલ એન્જિન.

જો ઈંધણ ખોટી રીતે નાખવામાં આવે તો મોટું નુકસાન થઈ શકે છે.

ખોટું ઈંધણ ભરવાથી વાહનને ભારે નુકસાન થઈ શકે છે. જો પેટ્રોલ કારમાં ડીઝલ નાખીને વાહન ચાલુ કરવામાં આવે તો ઇન્જેક્ટર, સ્પાર્ક પ્લગ, ફિલ્ટર સહિત એન્જિન સીઝ થવાનું જોખમ રહેલું છે. આ કિસ્સામાં સેન્સર પણ ક્ષતિગ્રસ્ત થઈ શકે છે. પરંતુ ડીઝલ કારમાં પેટ્રોલ પૂરાય તો પણ તેનાથી બચી શકાય છે. જો કે, સેન્સર અને ઇન્જેક્ટર સિવાય ડીઝલ ફિલ્ટરને નુકસાન થવાની સંભાવના છે.

આ પણ વાંચો :-

Gujarat Weather Forecast : ગુજરાતમાં આગામી 4 દિવસ ખુબ જ ભારે ! માર્ચ કરતા પણ ખતરનાક જશે એપ્રિલ-મે મહિનો !

0

Gujarat Weather Forecast

  • રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડવાની સંભાવના છે. હાલમાં ગુજરાતમાં દરેક જગ્યાએ તાપમાન જે હોવું જોઈએ તેનાથી 2 થી 3 ડીગ્રી ઓછું છે. ત્યારે આગામી 24 કલાકમાં ગુજરાતમાં તાપમાનમાં એક-બે ડિગ્રીનો વધારો-ઘટાડો થઈ શકે છે.

ગુજરાતમાં (Gujarat) વારંવાર માવઠું થઈ રહ્યું છે. ક્યાંક વરસાદ, ક્યાંક આંધી-વંટોળ (Whirlwind) તો કોઈ ભાગોમાં કરા પડી રહ્યાં છે. શુક્ર ગ્રહના રાશિ નક્ષણ સંયોગ જોતા 3 એપ્રિલથી ગુજરાત અને સમગ્ર દેશમાં ફરીથી વાતાવરણમાં પલટો આવશે. વરસાદ (Rain) આવતા વાતાવરણમાં વધઘટ થવાની શક્યતા છે. હવે આગામી સમયને લઇ હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા એક આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, હજી પણ માવઠાનું જોર રહેશે. બે દિવસ બાદ ત્રણ દિવસ ગુજરાતમાં માવઠું પડશે. આગામી 5, 6 અને 7 એપ્રિલે રાજ્યમાં છૂટો છવાયો વરસાદની આગાહી કરતા ધરતીપુત્રો ચિંતામાં પેઠા છે. 5 એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. માવઠાની વધુ શક્યતા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં રહેશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આજનું તાપમાન 36 ડિગ્રી તાપમાન અને રાજકોટમાં સૌથી વધુ 36.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હાલનું તાપમાન સામાન્ય કરતા પણ નીચું છે. આ સિવાય મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, મોરબી, દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદ રહેશે. આ સિવાય સુરત, તાપી. ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદ રહેશે.

આ પણ વાંચો :-

તારીખ 04 એપ્રિલ 2023 આજનું રાશિફળ : મકર, મિથુન, વૃષભ સહિત આ જાતકોના આજે ભાગ્ય ખુલી જશે, જુઓ અન્યનું કેવું રહેશે રાશિ ભવિષ્ય

04 April 2023 Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
દિવસની શરૂઆત આનંદથી થતી જણાય. બપોર સુધી આવક પણ જળવાય. બપોર પછી આવક ઓછી થતી જણાય અને તબિયતમાં પણ અસ્વસ્થતા જણાય. શરદી-ખાંસી થાક લગાવાની તકલીફ જણાય. ધંધામાં પ્રગતિ

વૃષભઃ
સ્વભાવમાં થોડી ઉગ્રતા જણાય. સિધ્ધાંતયાદી વલણ વધે. આર્થિક મોરચે ફાયદો થતો જણાય. પરિવારમાં આનંદ-પ્રમોદનું વાતાવણ પેદા થાય. માતૃસુખ સારૂ. નોકરી ધંધામાં પ્રગતિ. સ્વાસ્થ્ય જળવાય.

મિથુનઃ
કોઈ બનાવી ન જાય એનુ ધ્યાન રાખવું. સરકારી કામકાજ, લખાણ બરોબર વાંચીને કરવું. નાણાંકીય લાભ મેળવી શકાશે. પરિવારમાં આનંદ, સંતાન ની પ્રગતિથી મન હરખાય. વાહન સુખ મળે. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય.

કર્કઃ
આજનો દિવસ તમામ રીતે આનંદ-ઉત્સાહ લઈને આવ્યો છે. આવકમાં વધારો થાય પરિવારના તમામ સભ્યો વચ્ચે એકરાગીતા જળવાશે. નોકરી-ધંધામાં મિશ્રફળ મળે. આરોગ્ય સારૂ રહેશે. માત્ર જમણી ધાતની કાળજી રાખવી.

સિંહઃ
મનમાં ચંચળતા રહે. આપનું મન કોઈ કળી શકે નહીં. નવા મિત્રો બનશે. જુના મિત્રોને મળવાનું થાય. પ્રિય પાત્ર સાથે પ્રેમ જળવાશે. જીવનસાથીની પ્રગતિથી આનંદ ધંધામા પ્રગતિ. સત્તા હોદ્દો, માનમાં વધારો થાય.

કન્યાઃ
દિવસ દરમ્યાન આનંદ ઉત્સાહમાં વધારો થતો જણાય. માનસિક શાંતિ આનુભવાય. નાણાંની આવક અંગે મધ્યમ દિવસ છે. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. નોકરી-ધંધામાં ફાયદો થતો જણાય. માથાનો દુઃખાવો રહે.

તુલાઃ
વિદેશના સંબંધો તરફથી લાભ મળતો જણાય. વિદેશ જવાની વ્યવસ્થાનું આયોજન થતું જણાય. માનસિક સંતોષ રહેતો જણાય. પરિવારના સભ્યોના આરોગ્યની ‌ચિંતા રહે. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ શક્ય બને.

વૃશ્ચિકઃ
સ્વભાવમાં થોડી ઉગ્રતા જણાય. સિધ્ધાંતવાદી વલણ રહે. આર્થિક દૃ‌ષ્ટિએ સારો દિવસ. માતા-પિતા સાથે મનમેળ રહે. નવા રોકાણ ફાયદા કારક નીવડે. વાહન સુખ, મિલકત સુખમાં વધારો થાય. સ્વાસ્થય જળવાય.

ધનઃ
માનસિક રીતે અસંતોષની ભાવના પેદા થાય. નાના ભાઈ બહેનો સાથા સારૂં કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવાર પ્રત્યે ઉદાસીનતા વર્તાય. ભાગ્ય બળવાન છે. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ અનુભવાય.

મકરઃ
માન સન્માનમાં વધારો થતો જણાય. નાણાંકીય બાબતો અંગે સંતોષ પરિવારમાં આનંદ, સ્થાવર જંગમ મિલકતના રોકાણોમાં સાનુંકુળતા જણાય. સંતાનના પ્રશ્નો ઉકેલાય. સંતાન તરફથી પ્રેમ મળતો જણાય. આરોગ્ય સારૂં.

કુંભઃ
આર્થિક બાબતો અંગે શુંભ દિવસ. છતાં આજે કોઈને ઉધાર આપવું નહીં. નાણાં ઉછીના આપવા નહીં. પૈસા ફસાઈ ન જાય તેનું ધ્યાન રાખવું. શરદી ખાસી તાવનો ઉપદ્દવ રહે. દિવસના પૂર્વાર્ધમાં ધંધા બાબતે સારૂં

મીનઃ
આનંદ-ઉત્સાહસભર દિવસ જણાય. આર્થિક પાસુ મજબુત બને. પરિવારના સ્ત્રીવર્ગને સફળતા મળતી જણાય. પત્નિ સાથે ઉત્તમ પ્રેમ જળવાશે. ધંધાકીય બાબતોમાં સાચવવું. વિચારીને નિર્ણયો લેવાની સલાહ છે.

આ પણ વાંચો :-

વજન વધારવા માટે દૂધની સાથે આ વસ્તુઓનું કરો સેવન

Consume  

  • Weight Gain Tips : વજન વધારવા માટે તમારે દૂધ સાથે કેટલીક વસ્તુઓ ખાવાની રહેશે. જેના થોડા દિવસ પછી તમારું શરીર સુડોળ બની જશે.

લગભગ દરેક દુબળી પાતળી (Lean Thin) વ્યક્તિ પોતાનું વજન વધારવા માંગે છે અને તે માટે અનેક ઉપાય પણ અપનાવે છે. આ ઉપાયથી ફાયદો પણ થાય છે. અમે તમને કેટલીક એવી બાબતો વિશે જણાવી રહ્યા છીએ, જેનાથી તમારું શરીર સુડોળ (shapely) બની જશે. દૂધ એક એવી વસ્તુ છે. જેનો રોજ અલગ અલગ વસ્તુઓમાં ઉપયોગ કરવામાં આવે છે. દૂધને (Milk) સર્વાહાર કહેવામાં આવે છે. જેનાથી શરીરમાં તાકાત આવે છે.

આ કારણોસર બાળપણથી બાળકોને દૂધ પીવાની આદત પાડવામાં આવે છે. દૂધથી વજન વધે છે. વજન વધારવા માટે તમારે દૂધ સાથે કેટલીક વસ્તુઓ ખાવાની રહેશે. જેના થોડા દિવસ પછી તમારું શરીર સુડોળ બની જશે. દૂધ સાથે કઈ કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ. તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

દૂધ અને ભાત :

દૂધ અને ભાત વજન વધારવા માટે ખૂબ જ લાભદાયી છે. દૂધ અને ભારત કેલરી તથા કાર્બ્સમાં વૃદ્ધિ કરે છે. પેટ ભરીને ખાવાથી વજન પણ વધે છે.

દૂધ અને મધ :

જે લોકોનું શરીર ખૂબ જ પાતળું છે. તેમણે દૂધ અને મધ મિશ્ર કરીને તેનું સેવન કરવું જોઈએ. આ પ્રકારે કરવાથી ઝડપથી વજન વધે છે. ગણતરીના દિવસોમાં તમારું શરીર સુડોળ બની જશે.

દૂધ અને કિશમિશ :

દુબળા પાતળા લોકો માટે દૂધ અને કિશમિશ રામબાણ તરીકે કામ કરે છે. દુધ અને કિશમિશ મેટાબોલિક એક્ટિવિટીમાં વૃદ્ધિ કરે છે.

આ પણ વાંચો :-

 

ફ્રી OTT, અનલિમિટેડ કોલિંગ અને ડેટા…. આ છે રિલાયન્સ Jioનો સૌથી કમાલનો પ્લાન

Free OTT, Unlimited Calling and Data 

  • Jio Best Recharge Plan : આજે અમે તમને ઓછી કિંમતમાં ઓટીટી સહિત અન્ય બેનિફિટ્સની સાથે આવનાર જિયોના સસ્તા પ્લાનની માહિતી આપવાના છીએ.

Jio Best Recharge Plan : વાત જ્યારે રિચાર્જ પ્લાન પસંદ કરવાની આવે છે તો આપણે એવો પ્લાન શોધીએ છીએ જેમાં ઓછી કિંમતમાં વધુ બેનિફિટસ મળતા હોય. ટેલીકોમ કંપનીઓમાં સૌથી વધુ પ્રસિદ્ધ રિલાયન્સ જિયો (Reliance Jio) પોતાના યૂઝર્સ માટે ઘણા બેનિફિટસની સાથે ધાંસૂ પ્લાન ઓફર કરે છે.

જિયોની પાસે પોતાના ગ્રાહકો માટે જબરદસ્ત પોસ્ટપેડ પ્લાન છે, જેમાંથી એક પ્લાનની માહિતી આજે અમે તમને આપી રહ્યાં છીએ. આવો જાણીએ ક્યા પ્લાનમાં ઓછી કિંમતમાં ઓટીટી સહિત અન્ય બેનિફિટસ આપવામાં આવી રહ્યાં છે.

આ છે જિયોનો દમદાર પ્લાન (Jio Best Recharge Plan) :

જિયો તરફથી 399 રૂપિયાનો એક પોસ્ટપેડ પ્લાન ઓફર કરવામાં આવે છે. 400 રૂપિયાથી ઓછી કિંમતના આ પ્લાન ઘણા બેનિફિટસ ઓફર કરવામાં આવે છે. ઓટીટી બેનિફિટસ સિવાય તમે કોલિંગ, એસએમએસ અને ડેટાનો લાભ લઈ શકો છો.

Jio Rs 399 Plan Benefits :

જિયોના 399 રૂપિયાવાળો પોસ્ટપેડ પ્લાન ઓલ ઈન્ડિયા કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા આપે છે. આ સિવાય 75 જીબી ડેટાનો બેનિફિટ મળે છે. આ સિવાય પ્લાનમાં તમને 200GB ડેટા રોલઓવરની પણ ઓફર કરવામાં આવે છે.

Jio 399 Plan Details :

જિયો તરફથી 399 રૂપિયાનો આ સૌથી સસ્તો પ્લાન ઓફર કરવામાં આવે છે, જેમાં Netflix અને Amazon Prime નું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. જો તમે એક પ્રીપેડ યૂઝર છો તો તમે પોસ્ટપેડ કનેક્શન પર સ્વિચ કરી શકો છો.

નોંધનીય છે કે જિયો તરફથી 399 રૂપિયાનો ફાઈબર પ્લાન પણ ઓફર કરવામાં આવે છે. જેમાં અનલિમિટેડ ડેટા મળે છે. તેની સ્પીડ 30 Mbps હોય છે અને તેમાં અનલિમિટેડ વોયસ કોલિંગની સુવિધા મળે છે. વાત કરીએ વેલિડિટીની તો તેમાં 30 દિવસની વેલિડિટી મળે છે. જીએસટી લાગ્યા બાદ તેની કિંમત વધી શકે છે.

આ પણ વાંચો :-

 

હે ભગવાન ક્યાં છે તું ? પરીક્ષામાં જવાબના બદલે આવું લખીને આવ્યો વિદ્યાર્થી, જાણો શિક્ષક માટે શું લખ્યું ?

0

oh god where are you In the exam 

  • ચંદીગઢ વિશ્વવિદ્યાલયની. જ્યાં એક વિદ્યાર્થીએ પરીક્ષામાં પોતાની આન્શરશીટને બોલીવુડના ગીતોના શબ્દોથી ભરી નાખી. આ વિદ્યાર્થીની આન્શરશીટનો વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ જવાબ જોઈને લોકો હસવાનું રોકી શકતા નથી.

તમામ સ્કૂલોમાં પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ પેપર ચેકમાં (Paper check) કેટલીક એવી ઘટનાઓ સામે આવી છે જેને જોઈને તમે આશ્ચર્યમાં પડી જશો. કેટલીક વખત તો શિક્ષકોને વિદ્યાર્થીઓની આન્સરશીટ ખાલી જોવા મળે છે તો કેટલીક આન્શરશીટ (Answer sheet) જવાબના બદલે ગીત અને કવિતાઓથી ભરેલ હોય છે.

સામાન્ય રીતે તો આન્શરશીટમાં લખેલા જવાબ પર જ શિક્ષકો માર્ક આપે છે. પરંતુ કેટલા વિદ્યાર્થીઓને જવાબ ના આવતા હોવાથી એવી વાતો લખીને આવે છે જે સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દે છે. આવી કેટલીક મજેદાર ઘટનાઓ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થાય છે. જેમાં વધુ એક આન્શરશીટ સામે આવીછે. જેમાં વિદ્યાર્થી જવાબ લખવાના બદલે હિન્દી ગીતના શબ્દો લખીને આવ્યો.

ચંદીગઢના વિદ્યાર્થીનો વીડિયો થયો વાયરલ :

આ ઘટના છે ચંદીગઢ વિશ્વવિદ્યાલયની. જ્યાં એક વિદ્યાર્થીએ પરીક્ષામાં પોતાની આન્શરશીટને બોલીવુડના ગીતોના શબ્દોથી ભરી નાખી. આ વિદ્યાર્થીની આન્શરશીટનો વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ જવાબ જોઈને લોકો હસવાનું રોકી શકતા નથી. આ આન્શરશીટમાં માત્ર ત્રણ જ જવાબ લખ્યા છે અને તે તમામ એકથી એક ચડીયાતા છે. વિદ્યાર્થીએ જવાબ લખવાના બદલે પેપર ચેક કરનાર શિક્ષકના વખાણ જ કર્યા છે.

આ પણ વાંચો :-