દર મહિને 1 લાખની કમાણી કરવી હોય તો શરૂ કરો આ બિઝનેસ, ઝડપથી વધી રહી છે માંગ

Share this story

If you want to earn 1 lakh

  • ફ્લાય એશ બિક્સ એટલે કે, ઈંટ બનાવવાના બિઝનેસમાં તમને માત્ર 1 વાર 2 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. ત્યારબાદ તમે તેના દ્વારા દર મહિને 1 લાખ રૂપિયા સુધી સરળતાથી કમાઈ શકો છો.

જો તમે પણ કંઈક નવુ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હોવ, તો આજે અમે તમારા માટે એક જોરદાર બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ. આ બહુ જ ફાયદાકારક બિઝનેસ આઈડિયા (Business idea) છે. જો તમે મોટી કમાણીવાળો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો તમે રાખમાંથી ઈંટો બનાવી શકો છો.

ફ્લાય એશ બિક્સ (Fly Ash Bix) એટલે કે ઈંટ બનાવવાના બિઝનેસમાં તમને માત્ર 1 વાર 2 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. ત્યારબાદ તમે તેના દ્વારા દર મહિને 1 લાખ રૂપિયા સુધી સરળતાથી કમાઈ શકો છો. જાણકારી અનુસાર, રાખમાંથી ઈંટ બનાવવાનો સામાન્ય રીતે સિમેન્ટની ઈંટ પણ કહેવામાં આવે છે. આજકાલ તે ખૂબ જ ચર્ચામાં છે અને તેનો ઉપયોગ પણ વધી રહ્યો છે.

સિમેન્ટની ઈંટો બનાવવા માટે તમારે રાખ, ફ્લાય એશ, રેતી અને સિમેન્ટ વગેરેની જરૂર પડશે. આ ઉપરાંત તમે ઈચ્છો તો, તેને બનાવવા માટે ચૂનો અને જિપ્સમના મિક્ચરથી પણ ઈંટ બનાવી શકો છો. તેના માટે તમારે 100 યાર્ડ જમીન અને ઓછામાં ઓછા 2 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ બિઝનેસ માટે રોકાણનો મોટાભાગનો હિસ્સો મશીનરીમાં લાગશે. આ મશીન દ્વારા બનાવવા માટે ઓછામાં ઓછા 5-6 લોકોની જરૂર પડે છે.

ફ્લાય એશથી બનેલી ઈંટો, માટીથી બનેલી ઈંટોના પ્રમાણમાં સસ્તી હોય છે. આ ઈંટથી મકાન બનાવવા પર સિમેન્ટનો ખર્ચ પણ ઘટી જાય છે. તેની દિવાલની બંને બાજુએ સારુ ફિનિશિંગ આવે છે અને પ્લાસ્ટરમાં પણ ઓછો સિમેન્ટ ખર્ચ થાય છે. આ ઉપરાંત ફ્લાય એસથી બનેવી ઈંટોમાં સૂકી રાખ હોવાને કારણે મકાનમાં ભેજ પણ આવતો નથી. જેનાથી તેની મજબૂતાઈ વધી જાય છે. આ બધા ફાયદાનો જોતા માર્કેટમાં તેની માંગ ઘણી વધી છે અને આમાં સતત વધારો થઈ રહ્યો છે.

જો તમે આ બિઝનેસને નાના સ્તર પર શરૂ કરો છો. તો તમને 2 લાખ રૂપિયાના રોકાણમાં દર મહિને 1 લાખ રૂપિયાની કમાણી થઈ શકે છે. આ ઈંટોની માંગ પહાડી વિસ્તારોમાં અને ઓછી માટીવાલી જગ્યાઓ પર વધારે છે. આ બિઝનેસને શરૂ કરવા માટે તમારે કેન્દ્ર સરકારની મુદ્રા યોજના હેઠળ સરળતાથી લોન મળી જાય છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. Gujarat Guardian કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

આ પણ વાંચો :-