HomeSportsIPLમાં ઋતુરાજ ગાયકવાડે મેચમાં ફટકારી એવી સિક્સ કે ઈનામમાં મૂકેલી કાર થઈ...

IPLમાં ઋતુરાજ ગાયકવાડે મેચમાં ફટકારી એવી સિક્સ કે ઈનામમાં મૂકેલી કાર થઈ ડેમેજ, VIDEO વાયરલ

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

Rituraj Gaikwad’s six hit in the match

  • IPL 2023 : CSKના સ્ટાર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે મેદાન પર એવી સિક્સ ફટકારી જે ટાટા કાર પર ડેન્ટ પાડી દીધો હતો.

પ્રથમ વખત હાર ભોગવનાર ચેન્નાઈ સુપર કિંગ્સે (Chennai Super Kings) બીજી મેચમાં જીતનો સ્વાદ ચાખ્યો છે.  IPL 2023મા ચેપોક સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) અને ચેન્નાઇ સુપર કિંગ વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો. જેમાં ભારે રસાકસી બાદ ચેન્નાઇ સુપર કિંગ્સે જીત હાંસલ કરી લીધી હતી. ચેન્નાઈએ સિઝનની તેની બીજી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને 12 રને હરાવ્યું.

લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે (KL Rahul) ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો પણ આ મેચમાં ચેન્નાઈ ટીમના ઓપનરોએ ધમાકેદાર બેટિંગ કરીને 217 રનનો ખડકલો કરી દીધો હતો. સીએસકેના ઋતુરાજ ગાયકવાડની સતત બીજી અડધી સદી ફટકારી હતી. જેમાં એક સ્ટ્રોક એવો માર્યો હતો કે નવી ઈનામમાં આપવાની કાર પર ડેન્ટ થઈ ગયું હતું.

ગાયકવાડે ફટકારી હતી શાનદાર સિક્સ : 

CSKના સ્ટાર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે મેદાન પર એવો સ્ટ્રોક માર્યો કે જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે કૃષ્ણપ્પા ગૌતમના બોલ પર સિક્સ ફટકારી જે ટાટા કાર પર ડેન્ટ પાડી દીધો હતો. સિક્સ મારતાની સાથે જ બોલ કારને જોરથી અથડાયો અને તેના પર ખાડો પડી ગયો. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઋતુરાજે 31 બોલમાં 57 રન બનાવ્યા હતા :

ઋતુરાજ ગાયકવાડે લખનૌ સુપર જાયન્ટ્સ માટે શાનદાર બેટિંગ કરી હતી. તેને 31 બોલમાં 57 રન બનાવ્યા જેમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા ગાયકવાડે ગુજરાત ટાઇટન્સ સામે પણ 92 રનની ઇનિંગ રમી હતી.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img