ધોનીની જીદ અને જુસ્સાને સલામ : ચાલુ મેચમાં ઈજા પછી પણ સ્મિત સાથે અડગ રહ્યો, જાણો કેવી છે તબિયત

Share this story

Salute to Dhoni’s stubbornness and passion 

  • IPL 2023ની પહેલી મેચમાં વિકેટકીપિંગ દરમિયાન લેગ સાઈડ નીચે ડાઈવ કરી હતી જેના પછી ધોનીના પગમાં દુખાવો થયો હતો. થોડા સમય બાદ ધોની ફરી સ્મિત સાથે એક્શનમાં જોવા મળ્યો હતો.

IPL 2023ની પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) વચ્ચે રમવામાં આવી હતી. મહેન્દ્ર સિંહ ધોનીની (Mahendra Singh Dhoni) કેપ્ટનશીપ હેઠળ ચેન્નઈ સુપર કિંગ્સની ગુજરાત ટાઈટન્સ સામે 5 વિકેટથી હાર થઈ હતી. CSKએ પહેલા બેટીંગ કરી હતી અને 20 ઓવરમાં 7 વિકેટે 178 રન કર્યા હતા. ગુજરાત ટાઈટન્સે 19.2 ઓવરમાં આ ટાર્ગેટ પૂર્ણ કરી લીધો હતો.

ચાલુ મેચે ધોનીના પગમાં દુખાવો થયો હતો :

ચેન્નાઈ સુપર કિંગ્સનાં ચાહકો પહેલી મેચ હાર્યા તેનું દુઃખ તો હતું જ પણ 19મી ઓવર સમયે વિકેટકીપિંગ દરમિયાન ધોની જ્યારે દર્દથી પીડાતો હતો એ જોઇને ફેન્સ વધુ દુઃખી થયા હતા. એ ઓવર દરમિયાન લેગ સાઈડ નીચે ડાઈવ કરી હતી જેના પછી ધોનીના પગમાં દુખાવો થયો હતો.

https://twitter.com/FanIplt20/status/1641867625646153728

જો કે થોડા સમય બાદ ધોની ફરી ચહેરા પર એક સ્મિત સાથે એક્શનમાં જોવા મળ્યો હતો.મેચ પુરી થયા બાદ એવી અટકળો ચાલી રહી હતી કે આ ઈજા ધોનીના ઘૂંટણ સાથે જોડાયેલી હોઈ શકે છે. આ ઈજાના કારણે ધોનીની ઓપનિંગ મેચમાં ભાગ લેવા પર પણ શંકા થઈ હતી.

મેચ પુરી થયા બાદ ટીમના કોચ સ્ટીફન ફ્લેમિંગે ધોનીની ઈજાને લઈને મોટું અપડેટ આપ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કોચનું કહેવું છે કે ધોનીને 19મી ઓવર દરમિયાન જે ઈજા થઈ હતી તે ઘૂંટણ સાથે સંબંધિત નથી. તે માત્ર એક ખેંચાણ એટલે કે ક્રેમ્પ હતું .

આ પણ વાંચો :-