Home Blog Page 1127

05 એપ્રિલ 2023 આજનું રાશિફળ : પ્રેમસંબંધોમાં મન પ્રસન્ન, આર્થિક લાભ, આ રાશિના જાતકો થશે લાભ જુઓ રાશિ ભવિષ્ય

05 April 2023 Today’s Horoscope

મેષઃ
આવક ઓછી થવાના કારણે માનસિક અસ્વસ્થતા જણાય. ઉપરાંત તબિયત પણ થોડી અસ્વસ્થ રહે. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. માન સન્માનમાં વધારો થાય.

વૃષભઃ
આદ્યાત્મિકતામાં વધારો થતો જણાય. સિધ્ધાંતવાદી વલણ રહે. સંતાનો તરફથી વિશેષ આનંદ મળતો જણાય. સંતાનની પ્રગતિથી દીલ હરખાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્ય સારૂં છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય.

મિથુનઃ
વાહનસુખ, મકાન-મિલકતના સુખમાં ‌વૃધ્ધિ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતમાં સુધારો જણાય. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. ધંધામાં પરિસ્થિતિ સુધરતાં આવકમાં વૃધ્ધિ થાય. ભાગ્ય સારૂં રહે.

કર્કઃ
આજે શરૂ કરવામાં આવેલા તમામ કાર્યો સફળ થતાં જણાય. પરિવારમાં આનંદ-ઉત્સાહમાં વધારો થાય. શુભ પ્રસંગનું આયોજન થાય. આરોગ્ય સંબંધી થોડી ચિંતા રહે. હિત શત્રુઓથી સાવધ રહેવું.

સિંહઃ
આનંદ, ઉત્સાહ, ઉમંગમાં વધારો થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કપડાંની ખરીદી શક્ય બને. દામ્પત્ય જીવનમાં મધુરતા જણાય. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય સારૂં જળવાશે.

કન્યાઃ
માનસિક આનંદ વધતો જણાય. ખર્ચમાં અણધાર્યો વધારો થાય. ઉષ્ણવાતની શરદીનો પ્રકોપ રહે. સુકી ખાંસી, માથાનો દુઃખાવો, માઇગ્રેનથી પરેશાની વધે. માતાની તબિયતની કાળજી રાખવી. અગત્યના રોકાણો મુલતવી રાખવા.

તુલાઃ
સંઘર્ષથી સફળતા મળતી જણાય. આવક અંગે અસંતોષ રહે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય, માતૃપક્ષ તરફી ચિંતા રહે. પરિવારમાં ઉચાટ ભર્યું વાતાવરણ રહે. સ્વાસ્થ્ય અંગેની સુખાકારી જળવાય.

વૃશ્ચિકઃ
આજે આપના મિત્રોને કારણે આપને આનંદનો અનુભવ થશે. મિત્રોનો સાથ મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. પરિવારમાં સુખ-શાંતિ, સમૃધ્ધિ જળવાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાય.

ધનઃ
નોકરી ધંધામાં સફળતા. નવી નોકરી મળવાના યોગ બને છે. ધંધામાં સફળતા-યશ મળતો જણાય. આવક જાવકનું પલ્લુ સરભર થતું જણાય. સાસરા પક્ષ તરફથી લાભ. આરોગ્ય સારૂ રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકરઃ
આજે ભાગ્ય બળવાન છે. ઓછી મહેનતે કાર્યમાં સફળતા મળે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. પરિવારમાં મનમેળ રહે. નવા કાર્યો હાથ પર લઇ શકાય. જુની ઉઘરાણી છુટી થતી જણાય. પરિણામે નાણાંમાં વૃધ્ધિ થાય.

કુંભઃ
દિવસ દરમ્યાન માનસિક પરિતાપ રહે. નકારાત્મક વિચારો મન ઉપર હાવી થતા જણાય. અને પરિણામે જેવા વિચારો તેવું ફળ પ્રાપ્‍ત થાય. આથી હકારાત્મક વિચારો કરવાની સલાહ છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

મીનઃ
શેખચલ્લી જેવા વિચારો ટાળવા. મીઠાઇ, ઠંડાપીણાનો શોખ વધતો જણાય. વાણિજ્ય, દુર સંચાર, જળ આધારિત કાર્યો તથા સુગંધીત દ્રવ્યો, ચાંદી, રબ્બરના વેપારવાળાને લાભ. પત્નિ સાથે પ્રેમ જળવાશે. આરોગ્ય સારૂ રહેશે. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-

IPL 2023માં કોરોનાની એન્ટ્રી : આ દિગ્ગજ આવ્યો પોઝિટિવ ; લીગ પર ખતરો મંડરાયો

0

Corona’s entry in IPL 2023

  • IPL 2023 : કોરોનાએ હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝનમાં દસ્તક આપી છે. તમને જણાવી દઈએ કે IPL 2021 દરમિયાન પણ કોરોનાના કારણે લીગને અધવચ્ચેથી સ્થગિત કરી દેવામાં આવી હતી. આવી સ્થિતિમાં હવે આ સિઝન જોખમમાં છે.

Corona in IPL 2023 :  ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023)ની ધમાકેદાર શરૂઆત થઈ છે. લીગની આ શ્રેણીમાં કુલ 6 મેચ રમાઈ છે. આ દરમિયાન એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. IPL 2023 પર કોરોનાનો ખતરો તોળાઈ રહ્યો છે. એક દિગ્ગજ ખેલાડી કોરોના પોઝિટિવ જોવા મળ્યો છે.

આ દિગ્ગજ ખેલાડીએ પોતે જ તેના ચાહકોને આ માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે IPL 2021 દરમિયાન પણ કોરોનાના કારણે લીગને અધવચ્ચેથી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ પછી બાકીની મેચો UAE માં યોજવામાં આવી હતી.

આ દિગ્ગજ IPL 2023 દરમિયાન કોરોના પોઝિટિવ આવ્યો હતો :

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023) વચ્ચે ભૂતપૂર્વ ભારતીય ઓપનર અને પ્રખ્યાત કોમેન્ટેટર આકાશ ચોપરા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ વાતની જાણકારી ખુદ આકાશ ચોપરાએ પોતાના ફેન્સને આપી છે. આકાશ ચોપરાએ (Aakash Chopra) તેની યુટ્યુબ ચેનલ પર પણ માહિતી આપી છે કે તે કોરોનાને કારણે IPL 2023માં થોડા દિવસો સુધી કોમેન્ટ્રી કરી શકશે નહીં.

આકાશ ચોપરાએ આ વાત કહી :

આકાશ ચોપરા (Aakash Chopra)એ તેની યુટ્યુબ ચેનલની કોમ્યુનિટી પોસ્ટમાં લખ્યું છે, ‘રૂકાવટ કે લિયે ખેદ હૈ. કોવિડે ફરી સ્ટ્રાઈક કરી છે. થોડા દિવસો સુધી કમેન્ટ્રી બોક્સમાં જોવા નહીં મળે. અહીં સામગ્રી પણ થોડી ઓછી હોઈ શકે છે. જો ગળું ખરાબ હશે તો અવાજના લોચા હશે. ભગવાનનો આભાર કે લક્ષણો હળવા હોય છે. આકાશ ચોપરાએ પણ ટ્વિટ કરીને તેમના કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી છે.

આ પણ વાંચો :-

દારૂ અહીં નહીં, બાજુમાં મળે છે…. ગુજ્જુ મકાન માલિકે આવુ બોર્ડ મારતા પોલીસ દોડતી થઈ

0

Liquor is not available here 

Liquor Board Viral : બનાસકાંઠાના પાલનપુરમાં દારૂ વેચાણના લાગ્યા પોસ્ટર. દારૂડિયાથી કંટાળી મકાન માલિકે બોર્ડ લગાવ્યુ. બોર્ડમાં લખ્યુ- દારૂ અહીં નહીં, બાજુમાં મળે છે.

બનાસકાંઠાના (Banaskantha) મુખ્ય મથક પાલનપુરના (Palanpur) દિલ્હીગેટ વિસ્તારમાં એક મકાન ઉપર મકાન માલિકે ‘દારૂ અહીંયા નથી મળતો બાજુમાં મળે છે અહીંયા કોઈએ આવવું નહિ’ તેવું લખીને પોસ્ટર મારતાં હડકંપ મચી ગયો હતો. પાલનપુર (Palanpur) પોલીસે ઘટના સ્થળે પહોંચીને બોર્ડ કઢાવી દઈ તપાસ હાથ ધરી છે. જોકે યુવકે દારૂડિયાઓના ત્રાસથી કંટાળીને બોર્ડ મારતા પોલીસની ભૂમિકાઓ ઉપર અનેક સવાલો થઈ રહ્યા છે.

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અનેક જગ્યાએ દારૂ મળતો હોવાનું અનેકવાર સામે આવ્યું છે, ત્યારે પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં આવેલા એક મકાન ઉપર મકાન માલિક યુવક જીતેન્દ્ર ઠાકોરે ‘દારૂ અહીંયા નથી મળતો બાજુમાં મળે છે અહીંયા કોઈએ આવવું નહિ’ લખીને પોસ્ટર મારતા હડકંપ મચી જવા પામ્યો છે. જેને લઈને એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે યુવકના ઘરની નજીક દારૂનું વેચાણ થતું હતું અને અનેકવાર દારૂડિયાઓ યુવકના ઘરે આવીને દારૂ ક્યાં મળે છે તેવી પૂછપરછ કરતા હતા જેથી આખરે કંટાળીને યુવકે આ પ્રકારનું બોર્ડ માર્યું હતું.

જોકે યુવકે બોર્ડ મારતા તેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને ઘટના સ્થળે પહોંચીને યુવકના ઘર આગળ લગાવેલું પોસ્ટર કાઢી મૂક્યું હતું અને દારૂ વેચવાની શંકાના આધારે વ્યક્તિને પોલીસ મથકે લઈ જઈને પૂછપરછ હાથ ધરી હતી. જોકે આ મામલે પોલીસે કોઈ જ ફરિયાદ નોંધી ન હતી. જોકે આ સમગ્ર મામલો ગંભીર થતાં પોતાના ઘર આગળ પોસ્ટર મારનાર યુવકે આ મામલે કશુંજ બોલવાનું ટાળ્યું હતું. જોકે યુવક કોઈ ડરના કારણે બોલી નથી રહ્યો કે પછી કોઈ અન્ય કારણ છે તે સ્પષ્ટ થતું નથી.

પોસ્ટર લગાવનાર યુવક જીતેન્દ્ર ઠાકોરે જણાવ્યું કે, હું આ મામલે હાલ કશુંજ બોલવા તૈયાર નથી તમે ગમેં તે કહો પણ હું કશુંજ બોલીશ નહિ.

પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારના એક મકાન ઉપર દારૂ અહીં નથી મળતો બાજુમાં મળે છે તેવું પોસ્ટર માર્યું હતું. તે ઘરે પાલનપુર પૂર્વ પોલીસ મથકના પીઆઈ સહિત ડી સ્ટાફનો કાફલો પહોંચ્યો હતો અને જે ઘર ઉપર પોસ્ટર લાગ્યું હતું, તેના બાજુના ઘરે જઈને ત્યાં દારૂ વેચાય છે કે નહીં તેવી વિડિઓ રેકોર્ડિંગ સાથે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસ તપાસમાં બાજુના ઘર માંથી કશુંજ મળ્યું નહતું. પરંતુ આ મામલે પોલીસ ઇન્સપેક્ટર એસ કે પરમારે કશુંજ બોલવાનું ટાળ્યું હતું.

યુવકે ઘર ઉપર દારૂ બાબતે પોસ્ટર મારતા પાલનપુર પૂર્વ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આપ જોઈ રહ્યા છો બાજુના ઘરે દારૂ છે કે નહીં તેની પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :-

VIDEO : પ્રિયંકા ચોપરાને આ હાલતમાં જોવાનું પસંદ કરે છે નિક જોનસ, ‘દેસી ગર્લે’ કર્યો રૂમ સિક્રેટનો ખુલાસો

VIDEO 

  • પ્રિયંકા ચોપરાના આ ઈન્ટરવ્યૂની ક્લિપને લૌરેન જિમાએ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી હતી. લૌરેન જિમ એક એન્ટરટેનમેન્ટ રિપોર્ટર હોવાની સાથે મશહૂર ટીવી પર્સનાલિટી અને પ્રોડ્યૂસર પણ છે.

Priyanka Chopra-Nick Jonas Facts : પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) આ દિવસો ફિલ્મી દુનિયાથી ભલે દૂર હોય પરંતુ ટૂંક સમયમાં તે ‘લવ અગેન‘માં જોવા મળશે. જેનું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું છે. પ્રિયંકાના આ ફિલ્મના ટ્રેલરને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. બોલીવૂડની દેસી ગર્લ પ્રિયંકાએ વર્ષ 2018માં અમેરિકી સિંગર નિક જોનાસ (American singer Nick Jonas) સાથે લગ્ન કર્યા હતા.

બંનેની જોડી આજના યૂથને કપલ ગોલ્સ આપતી જોવા મળે છે. પ્રિયંકા ચોપરા તેના બેબાક અંદાજ માટે જાણીતી છે. તે દરેક મુદ્દા પર ખુલીને બોલે છે. એવામાં પ્રિયંકા ચોપરાનો એક જૂનો ઈન્ટરવ્યૂ સામે આવ્યો છે. જેમાં તે નિક વિશે વાત કરતી જોવા મળી રહી છે.

વાયરલ થયો પ્રિયંકાનો વીડિયો :

સોશિયલ મીડિયા પર પ્રિયંકાનો આ થ્રોબેક વીડિયો ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં મહિલા રિપોર્ટર પ્રિયંકાને પૂછે છે કે નિક જોનસને તમે સૌથી વધારે સુંદર ક્યારે લાગો છો ? જેના પર જવાબ આપતા દેસી ગર્લ પ્રિયંકા કહે છે. આ ખૂબ જ પરેશાન કરનાર છે. પરંતુ મારા સૂઈને ઉઠવાના સમયે નિક જોનસને મારો ચહેરો જોવો ખૂબ જ પસંદ છે.એ પણ મેકઅપ વગર મને જોવુ તેને પસંદ છે. તમને ખબર હશે કે અમને કેવું લાગે છે. હું કહુ છુ થોડી રાહ જુઓ મને મસ્કરા લગાવી લેવા દો. આ સ્વિટ અને થોડુ ઓકવર્ડ પણ છે. પરંતુ તમે તમારા પતિ પાસેથી આ જ ઈચ્છા રાખો છો.

https://www.instagram.com/laurenzima/?utm_source=ig_embed&ig_rid=a0ba1aa7-69b2-41ee-a433-ab7f464bf51f

ત્યારબાદ રિપોર્ટરે પ્રિયંકાને પૂછ્યું કે તેને નિક જોનસ ક્યારે એટ્રેક્ટિવ લાગે છે. તેના પર એક્ટ્રેસે કહ્યું હંમેશા, મને તે હંમેશા એટ્રેક્ટિવ લાગ છે. પ્રિયંકા ચોપરાના આ ઈન્ટરવ્યૂની ક્લિપને લૌરેન જિમાએ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી હતી. લૌરેન જિમ એક એન્ટરટેનમેન્ટ રિપોર્ટર હોવાની સાથે મશહૂર ટીવી પર્સનાલિટી અને પ્રોડ્યૂસર પણ છે. પ્રિયંકા ચોપરાના વર્કફ્રંટની વાત કરવામાં આવે તો તે કૈટરીના કૈફ અને આલિયા ભટ્ટ સાથે જી લે જરામાં જોવા મળશે.

આ પણ વાંચો :-

ઓ બાપ રે ! 2BHK ફ્લેટનું ભાડું 50,000 Rs, આ શહેરમાં મકાનોના ભાડાએ તોડ્યો રેકોર્ડ

0
O father! 2BHK flat rent Rs 50,000, house rent breaks record in
  • India hottest rental market : દેશના IT હબ બેંગલુરુમાં ઘરનું ભાડું ગયા વર્ષથી લગભગ બમણું થઈ ગયું છે. બેંગ્લોર હાલમાં દેશમાં સૌથી વધુ માંગવાળું રહેણાંક બજાર બની ગયું છે. આ શહેરમાં ભાડાએ નવા રેકોર્ડ બનાવ્યા છે.

2BHK Rent in Noida : જો તમને પૂછવામાં આવે કે 2BHK (2BHK) ફ્લેટનું ભાડું કેટલું હશે? તો કદાચ તમારો જવાબ 10 હજાર, 20 હજાર અથવા વધુમાં વધુ 30 હજાર રૂપિયા હશે. પરંતુ અહીં તમને જણાવી દઈએ કે તમે ખોટા છો. હા 2BHK ફ્લેટનું ભાડું 50 હજાર રૂપિયા છે. આ વાસ્તવિકતા છે. દેશના IT હબ બેંગલુરુમાં (IT hub Bengaluru) ઘરનું ભાડું ગયા વર્ષથી લગભગ બમણું થઈ ગયું છે. બેંગ્લોર હાલમાં દેશમાં સૌથી વધુ માંગવાળું રહેણાંક બજાર બની ગયું છે.

બેંગ્લોરમાં લગભગ 1.5 મિલિયન કામદારો :

બજારના નિષ્ણાતોનું કહેવું છે કે શહેરના મકાનમાલિકો તેમની મિલકતો માટે મળતા ઊંચા ભાડાથી ખૂબ ખુશ છે. કર્ણાટક રાજ્યની રાજધાની બેંગલુરુમાં લગભગ 15 લાખ કામદારો રહે છે. આમાં વૈશ્વિક કંપનીઓ જેમ કે આલ્ફાબેટ ઈન્ક., ગૂગલ, એમેઝોન ઈન્ક., ગોલ્ડમેન સેક્સ ગ્રુપ ઈન્ક. અને એક્સેન્ચર ઈન્ક.ના કર્મચારીઓનો સમાવેશ થાય છે. કોરોના રોગચાળો આવતાંની સાથે જ આ લોકો શહેર છોડીને પોતાના ઘર તરફ રવાના થઈ ગયા હતા. જ્યારે કંપનીઓ દ્વારા ઘરથી કામ કરવાની સુવિધા શરૂ કરવામાં આવી ત્યારે મોટાભાગના લોકો તેમના ઘરે પરત ફર્યા હતા.

ભાડાનું બજાર ખૂબ ઊંચું :

હવે જ્યારે કંપનીઓ દ્વારા ઘરેથી કામ કરવાની સંસ્કૃતિ ધીમે ધીમે સમાપ્ત થઈ રહી છે. ત્યારે બેંગલુરુની અર્થવ્યવસ્થા પાટા પર પાછી આવવા લાગી છે. મકાનમાલિકો તેમની ખોવાયેલી આવકની ભરપાઈ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. નિષ્ણાતો કહે છે કે ભાડાનું બજાર ઘણું ઊંચું છે.

કોવિડ દરમિયાન લોકોએ ખૂબ ઓછા ભાડા પર એપાર્ટમેન્ટ્સ લીધા હતા. પરંતુ હવે લોકો તેમના ઘરેથી પાછા આવી રહ્યા છે અને ફરીથી ઓફિસમાં જોડાઈ રહ્યા છે. જેથી મકાનમાલિકો ઊંચા ભાડાથી તેમની ખોટની ભરપાઈ કરી રહ્યા છે.

2019 પછી ભાડામાં ડબલ જમ્પ :

એક ડેટા દર્શાવે છે કે બેંગલુરુના વિવિધ વિસ્તારોમાં 2019 થી ભાડામાં બે ગણો વધારો થયો છે. નોઈડા, દિલ્હી, ગુરુગ્રામ સહિત સમગ્ર એનસીઆરમાં ભાડામાં આવો જ ઉછાળો આવ્યો છે. જો આપણે નોઈડાને અડીને આવેલા ગ્રેટર નોઈડા વેસ્ટ વિશે વાત કરીએ તો કોવિડ પહેલા અહીં 2BHKનું ભાડું 10,000 રૂપિયા સુધી હતું. પરંતુ હવે તે વધીને 18,000 રૂપિયા થઈ ગયું છે.

અહીં પણ મોંઘા ભાડાનું કારણ ઘરેથી કામ પરથી પરત આવતા લોકો છે. આ સ્થિતિ અમદાવાદની પણ છે. અમદાવાદમાં પણ 2 બીએચકે ફ્લેટના ભાડા પોશ વિસ્તાર સિવાય 15થી 20 હજાર છે. અમદાવાદના ઘણા વિસ્તારોમાં ભાડા હાલમાં 25થી 40 હજારની વચ્ચે ચાલે છે.

ભાડાનું બજાર કેમ સતત વધી રહ્યું છે?

આ સિવાય દિલ્હી અને નોઈડાના અલગ-અલગ વિસ્તારોમાં 2BHKનું ભાડું 25થી 30 હજાર રૂપિયા સુધી પહોંચી ગયું છે. વાસ્તવમાં કોવિડ રોગચાળો ફાટી નીકળ્યા બાદ કંપનીઓ ઓફિસ કલ્ચરને પુનઃસ્થાપિત કરી રહી છે. જેના કારણે ભાડાના મકાનોની માંગમાં એકાએક ઉછાળો આવ્યો છે. માંગ અને પુરવઠાના ગુણોત્તરમાં ગરબડને કારણે મકાનોના ભાડા ઝડપથી વધ્યા છે.

આ પણ વાંચો :-

VIDEO : Kane Williamson IPLમાંથી બહાર જતાં જતાં ઈન્ડિયાને આપ્યો ઈમોશનલ મેસેજ, જુઓ વીડિયો

0

VIDEO 

  • Kane Williamson out of IPL 2023 : IPLના 16માં સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને પહેલી મેચ જીતનાર ગુજરાત ટાઈટન્સના ફેંસ માટે ખરાબ ખબર સામે આવી છે. ટીમના ટોપ ઓર્ડર બેટસમેન કેન વિલિયમસન ઈજાના કારણે આ સીઝનથી બહાર થઈ ગયા છે.

ચેન્નાઈ (Chennai) વિરૂદ્ધ મેચમાં કેન વિલિયમસનને (Kane Williamson) ઈજા પહોંચી હતી. તેના કારણે તે સીઝનમાં કોઈ મેચ નહીં રમી શકે. તેમના સીઝનમાંથી બહાર થવાની પુષ્ટિ ગુજરાત જાયન્ટસના (Gujarat Giants) ઓફિશ્યલ ટવીટરના માધ્યમથી આપવામાં આવી છે. પોતાના ઘરે પરત ફરી રહેલા વિનલિયમસને પોતાની ટીમને એક ઈમોશનલ ગુડ બાય કહ્યું છે જેનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે વિલિયમસન કારમાં બેસી રહ્યા છે અને પોતાની ટીમના નામે સંદેશો આપતા કહે છે. “મારી ટીમને આટલી જલ્દી છોડીને જઈ રહ્યો છું. ખરાબ લાગી રહ્યું છે. મને આ કેમ્પની ખૂબ જ યાદ આવશે. જલ્દી જ તમને લોકોને મળીશ.”

આ પણ વાંચો :-

ડાયરો તો ગીતા રબારીનો, એવી જમાવટ થઈ કે રૂપિયાના ઢગલા થઈ ગયા, જુઓ Video

0

Diro to Geeta Rabari 

  • Geeta Rabari Dayro : ગીતા રબારી પર નોટોનો વરસાદ, ડાયરામાં આવેલા લોકો જોતા જ રહી ગયા !

Viral Video : ફરી એકવાર લોકગાયિકા ગીતા રબારીના (Folk singer Geeta Rabari) ડાયરામાં નોટોનો વરસાદ થયો હતો. બનાસકાંઠાના (Banaskantha) થરાદમાં નાંણદેવી માતાની વાવના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોતસ્વ અને નવચંડી યજ્ઞ નિમિતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની કોયલ કહેવાતા ગીતા રબારીના ડાયરામાં લોકોએ મન મૂકીને રૂપિયાનો વરસાદ કર્યો હતો. જોતજોતામાં રૂપિયાનો ઢગલો થઈ ગયો હતો.

ગીતા રબારીએ તેના અવાજથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. થરાદમાં માતાજીના ભક્તો અને દાતાઓ દ્વારા ગીતા રબારી પર નોટો ઉડાવવામાં આવી હતી.

થરાદમાં આયોજીત ભવ્ય લોક ડાયરમાં આસપાસના ગામોના લોકો ઉપસ્થિત રહ્યા અને ગીતા રબારીના સુરીલા ભજન અને ગીતો પર ઝૂમી ઉઠ્યા હતા. કોઈપણ પ્રસંગે ડાયરાનું અવારનવાર આયોજન થતું રહે છે. જેમાં અનેક કલાકારો હાજરી આપતા હોય છે. લોકો કલાકારો પર રૂપિયાનો વરસાદ પણ કરતા હોય છે. ત્યારે થરાદમાં ગીતા રબારીના ભજન પર લોકોએ રૂપિયાનો વરસાદ કરી નાંખ્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ પણ વાંચો :-

પરિણીતી-રાઘવની સગાઈ થશે આ અઠવાડિયે જ ! દિલ્હીમાં થઈ રહી છે રિંગ સેરેમની તૈયારીઓ

Parineeti-Raghava  

  • Parineeti Chopra Raghav Chadha Ring Ceremony : રાઘવ ચઢ્ઢાનું ઘર દિલ્હીમાં છે તેથી આ સગાઈ દિલ્હીમાં રાખવામાં આવી છે. હાલ પરિણીતી ચોપડા પણ દિલ્હીમાં છે. જ્યારે પરિણીતી દિલ્હી પહોંચી હતી ત્યારે એરપોર્ટ ઉપર તેને રાઘવ ચઢ્ઢાએ રિસીવ કરી હતી.

બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપડા (Parineeti Chopra) અને આપના સાંસદ રાઘવ ચઢ્ઢા (MP Raghav Chadha) તેમના સંબંધોને લઈને હાલ ચર્ચામાં છે. છેલ્લા કેટલાક સમયથી બંને સતત એકબીજાની સાથે જોવા મળે છે. તેવામાં હવે તેમની સગાઈની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. ચર્ચાઓ છે કે બંને ટૂંક સમયમાં જ સગાઈ કરશે અને આ સગાઈનું ફંક્શન દિલ્હીમાં યોજાશે. દિલ્હીમાં (Delhi) પરિવારના સભ્યો અને ખાસ મિત્રોની હાજરીમાં બંનેની સગાઈ થવાની છે.

ચર્ચાઓ એવી પણ છે કે પરિણીતી અને રાઘવ પાંચ એપ્રિલ પછી સગાઈ કરશે. રાઘવ ચઢ્ઢાનું ઘર દિલ્હીમાં છે તેથી આ સગાઈ દિલ્હીમાં રાખવામાં આવી છે. હાલ પરિણીતી ચોપડા પણ દિલ્હીમાં છે. જ્યારે પરિણીતી દિલ્હી પહોંચી હતી ત્યારે એરપોર્ટ ઉપર તેને રાઘવ ચઢ્ઢાએ રિસીવ કરી હતી.

પરિણીતી અને રાઘવની સગાઈ એપ્રિલના પહેલા વીકમાં જ થશે તે ચર્ચા એ જોર એટલા માટે પણ પકડ્યું છે કે હાલ પ્રિયંકા ચોપડા જોનસ પોતાના પતિ નિક જોનસ અને દીકરી માલતી સાથે મુંબઈમાં છે. ચર્ચાઓ છે કે પ્રિયંકા પોતાની બહેનની સગાઈમાં હાજરી આપશે. આ સાથે જ પરિણીતિની બહેન મીરા ચોપડા અને ખાસ મિત્રો પણ દિલ્હી પહોંચી શકે છે. જોકે પરિણીતી ચોપડા કે તેના પરિવારના સભ્યોએ આ અંગે કોઈ જ પુષ્ટિ કરી નથી.

આ પણ વાંચો :-

Direct Tax Collection : Tax Payers ને સરકારે આપી ખુશખબરી, સરકારી ખજાનાને લઇને પહેલીવાર બન્યો આ રેકોર્ડ

0

Direct Tax Collection

  • Tax Collection : ટેક્સ કલેક્શન શરૂઆતી બજેટ અનુમાન કરતાં 16.97 ટકા વધુ અને સુધારેલા અંદાજ કરતાં 0.69 ટકા વધુ હતી. નાણાકીય વર્ષ 2021-22ની સરખામણીમાં નેટ ટેક્સ કલેક્શનમાં 17.63 ટકાનો વધારો થયો છે.

જો તમે પણ ઈનકમ ટેક્સ (Income tax) ભરો છો તો આ સમાચારની અપડેટ તમારી પાસે હોવી જરૂરી છે. 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ 2022-23માં ટેક્સપેયર્સે સરકારી તિજોરી પર મહેરબાન થયા છે. આ સમયગાળા દરમિયાન નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન (Direct Tax collections) એક વર્ષ અગાઉની સરખામણીમાં 17.63 ટકા વધીને રૂ. 16.61 લાખ કરોડ થયું છે. આ ટેક્સ કલેક્શન સુધારેલા બજેટ અંદાજ કરતાં વધુ છે.

બજેટ અનુમાન 14.20 લાખ રૂપિયા હતું :

નાણા મંત્રાલય તરફથી  2022-23 માટે ટેક્સ કલેક્શનના આંકડાઓ જાહેર કરતા, એવું કહેવામાં આવ્યું હતું કે તાજેતરમાં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. 19.68 લાખ કરોડ હતું. આ ટેક્સ કલેક્શન નાણાકીય વર્ષ 2021-22માં 16.36 લાખ કરોડ રૂપિયા કરતાં 20.33 ટકા વધુ છે. નાણાકીય વર્ષ 2022-23 માટે પ્રત્યક્ષ કર વસૂલાતનો અંદાજપત્ર રૂ. 14.20 લાખ કરોડ હતો. જે પાછળથી સુધારીને રૂ. 16.50 લાખ કરોડ કરવામાં આવ્યો હતો.

ટેક્સ કલેક્શનમાં 17.63 ટકાનો વધારો :

નેટ ટેક્સ કલેક્શન શરૂઆતીબજેટ અંદાજ કરતાં 16.97 ટકા વધુ અને સુધારેલા અંદાજ કરતાં 0.69 ટકા વધુ હતું. નાણાકીય વર્ષ 2021-22ની સરખામણીમાં નેટ ટેક્સ કલેક્શનમાં 17.63 ટકાનો વધારો થયો છે. એક વર્ષ પહેલા તે 14.12 લાખ કરોડ રૂપિયા હતો. નાણા મંત્રાલયે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2022-23માં ગ્રોસ કોર્પોરેટ ટેક્સ કલેક્શન એક વર્ષ અગાઉની સરખામણીમાં 16.91 ટકા વધીને રૂ. 10.04 લાખ કરોડ થયું છે.

વ્યક્તિગત આવકવેરામાં વધારો :

ગ્રોસ પર્સનલ ઈન્કમ ટેક્સ કલેક્શન (એસટીટી સહિત) સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં રૂ. 9.60 લાખ કરોડ હતું. આ રીતે નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 7.73 લાખ કરોડની સરખામણીમાં 24.23 ટકાનો વધારો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 3,07,352 કરોડના રિફંડ પણ જારી કરવામાં આવ્યા હતા. જે એક વર્ષ અગાઉના રૂ. 2,23,658 કરોડ કરતાં 37.42 ટકા વધુ છે.

આ પણ વાંચો :-

#DelhiMetro માં સનસની મચાવનારી બિકિની ગર્લની આ છે અસલ કહાની

0

This is the original

  • બિકીની પહેરીને દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરતી એક છોકરી આ દિવસોમાં ચર્ચામાં છે.

તેના વીડિયો અને તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે તે છોકરી કોણ છે. જાણો મેટ્રોમાં (Metro) સફર કરીને સનસનાટી મચાવનાર આ બિકીની ગર્લની (Bikini Girl) વાસ્તવિક કહાની…

છેલ્લા કેટલાક દિવસોથી મેટ્રોમાં મુસાફરી ન કરતા લોકો સોશિયલ મીડિયા પર #delhimetro હેશટેગ પણ સર્ચ કરી રહ્યા છે. આ હેશટેગ (Hashtag) ઘણો ટ્રેન્ડ કરી રહ્યો છે. કારણ એ છે કે છોકરીની આવી તસવીરો અને વીડિયો જોઈને લોકો દાંત કચકચાવી રહ્યા છે.

19 વર્ષની આ છોકરીનું નામ રિદમ ચન્ના (Rhythm chanana) છે. જે ખુદને મોડલ કહે છે અને અભિનેત્રી કહે છે. રિદમે કહ્યું કે, તે એક પારંપરિક પરિવારથી આવે છે પણ પોતાના ખુલ્લા વિચારોને કારણે પરિવારથી તેની વધુ બનતી નથી. તેના ઈંસ્ટાગ્રામ પેજ પર આવી જ બોલ્ડ તસવીરોની ભરમાર છે.

રિદમનું કહેવું છે કે તે ઉર્ફી જાવેદથી પ્રભાવિત નથી પણ પોતાની મરજીના કપડા પહેરવામાં માને છે. તેણે ખુદ આ બાબતની પુષ્ટી કરી છે કે જે તસવીરો વાયર છે. તે તેની જ છે. મેટ્રોમાં બિંદાસ પોઝમાં પોતાની તસવીર નાખવાનો તેને એટલો શોખ છે, તેના માટે અલગ સેક્શન બનાવી રાખ્યું છે.

જોકે પછી ગયા વર્ષથી નવ ઓક્ટોબરથી તેણે એક એવી પોસ્ટ નાખી જેનાથી બધું જ બદલાઈ ગયું. આ ફોટો પર કમેંટ કરતા કોઈએ લખ્યું હતું કે તોફાન પહેલાની શાંતિ ! રિદમ એક એક્ટિંગ સ્કૂલથી કોર્સ પણ કરી રહી છે અને તેને વિશ્વાસ છે કે તે એક સફળ મોડેલ બનવાના રસ્તા પર છે. રિદમે કહ્યું કે તેને પિંક લાઈન મેટ્રો છોડીને ક્યારેય પણ કપડાને લઈને કોઈ મુશ્કેલી થઈ નથી.

આ પણ વાંચો :-