HomeNationalDirect Tax Collection : Tax Payers ને સરકારે આપી ખુશખબરી, સરકારી ખજાનાને...

Direct Tax Collection : Tax Payers ને સરકારે આપી ખુશખબરી, સરકારી ખજાનાને લઇને પહેલીવાર બન્યો આ રેકોર્ડ

Date:

Related stories

3 ઓક્ટોબરનું રાશિફળ: શ્રાદ્ધ પક્ષમાં કોની કિસ્મત ચમકશે?

૩ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર નું ૧૨ રાશીઓ માટે રાશીફળ...

એફિલ ટાવર મહિલા સ્ટાફ વિવાદનું સત્ય આવ્યું સામે, BAPSને મળી મોટી રાહત

પેરિસના વિશ્વ પ્રસિદ્ધ એફિલ ટાવર ખાતે સર્જાયેલા ભારે વિવાદ...

ચોમાસું ગયું કે હજુ બાકી છે? અંબાલાલ પટેલની ઓક્ટોબર માટેની આગાહીએ વધારી ચિંતા

ગુજરાતમાંથી ચોમાસાની વિદાયના એંધાણ વચ્ચે શું ઓક્ટોબરમાં મેઘરાજા ફરી...
spot_img

Direct Tax Collection

  • Tax Collection : ટેક્સ કલેક્શન શરૂઆતી બજેટ અનુમાન કરતાં 16.97 ટકા વધુ અને સુધારેલા અંદાજ કરતાં 0.69 ટકા વધુ હતી. નાણાકીય વર્ષ 2021-22ની સરખામણીમાં નેટ ટેક્સ કલેક્શનમાં 17.63 ટકાનો વધારો થયો છે.

જો તમે પણ ઈનકમ ટેક્સ (Income tax) ભરો છો તો આ સમાચારની અપડેટ તમારી પાસે હોવી જરૂરી છે. 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ 2022-23માં ટેક્સપેયર્સે સરકારી તિજોરી પર મહેરબાન થયા છે. આ સમયગાળા દરમિયાન નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન (Direct Tax collections) એક વર્ષ અગાઉની સરખામણીમાં 17.63 ટકા વધીને રૂ. 16.61 લાખ કરોડ થયું છે. આ ટેક્સ કલેક્શન સુધારેલા બજેટ અંદાજ કરતાં વધુ છે.

બજેટ અનુમાન 14.20 લાખ રૂપિયા હતું :

નાણા મંત્રાલય તરફથી  2022-23 માટે ટેક્સ કલેક્શનના આંકડાઓ જાહેર કરતા, એવું કહેવામાં આવ્યું હતું કે તાજેતરમાં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. 19.68 લાખ કરોડ હતું. આ ટેક્સ કલેક્શન નાણાકીય વર્ષ 2021-22માં 16.36 લાખ કરોડ રૂપિયા કરતાં 20.33 ટકા વધુ છે. નાણાકીય વર્ષ 2022-23 માટે પ્રત્યક્ષ કર વસૂલાતનો અંદાજપત્ર રૂ. 14.20 લાખ કરોડ હતો. જે પાછળથી સુધારીને રૂ. 16.50 લાખ કરોડ કરવામાં આવ્યો હતો.

ટેક્સ કલેક્શનમાં 17.63 ટકાનો વધારો :

નેટ ટેક્સ કલેક્શન શરૂઆતીબજેટ અંદાજ કરતાં 16.97 ટકા વધુ અને સુધારેલા અંદાજ કરતાં 0.69 ટકા વધુ હતું. નાણાકીય વર્ષ 2021-22ની સરખામણીમાં નેટ ટેક્સ કલેક્શનમાં 17.63 ટકાનો વધારો થયો છે. એક વર્ષ પહેલા તે 14.12 લાખ કરોડ રૂપિયા હતો. નાણા મંત્રાલયે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2022-23માં ગ્રોસ કોર્પોરેટ ટેક્સ કલેક્શન એક વર્ષ અગાઉની સરખામણીમાં 16.91 ટકા વધીને રૂ. 10.04 લાખ કરોડ થયું છે.

વ્યક્તિગત આવકવેરામાં વધારો :

ગ્રોસ પર્સનલ ઈન્કમ ટેક્સ કલેક્શન (એસટીટી સહિત) સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં રૂ. 9.60 લાખ કરોડ હતું. આ રીતે નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 7.73 લાખ કરોડની સરખામણીમાં 24.23 ટકાનો વધારો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 3,07,352 કરોડના રિફંડ પણ જારી કરવામાં આવ્યા હતા. જે એક વર્ષ અગાઉના રૂ. 2,23,658 કરોડ કરતાં 37.42 ટકા વધુ છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories