ઓ બાપ રે ! 2BHK ફ્લેટનું ભાડું 50,000 Rs, આ શહેરમાં મકાનોના ભાડાએ તોડ્યો રેકોર્ડ

Share this story
O father! 2BHK flat rent Rs 50,000, house rent breaks record in
  • India hottest rental market : દેશના IT હબ બેંગલુરુમાં ઘરનું ભાડું ગયા વર્ષથી લગભગ બમણું થઈ ગયું છે. બેંગ્લોર હાલમાં દેશમાં સૌથી વધુ માંગવાળું રહેણાંક બજાર બની ગયું છે. આ શહેરમાં ભાડાએ નવા રેકોર્ડ બનાવ્યા છે.

2BHK Rent in Noida : જો તમને પૂછવામાં આવે કે 2BHK (2BHK) ફ્લેટનું ભાડું કેટલું હશે? તો કદાચ તમારો જવાબ 10 હજાર, 20 હજાર અથવા વધુમાં વધુ 30 હજાર રૂપિયા હશે. પરંતુ અહીં તમને જણાવી દઈએ કે તમે ખોટા છો. હા 2BHK ફ્લેટનું ભાડું 50 હજાર રૂપિયા છે. આ વાસ્તવિકતા છે. દેશના IT હબ બેંગલુરુમાં (IT hub Bengaluru) ઘરનું ભાડું ગયા વર્ષથી લગભગ બમણું થઈ ગયું છે. બેંગ્લોર હાલમાં દેશમાં સૌથી વધુ માંગવાળું રહેણાંક બજાર બની ગયું છે.

બેંગ્લોરમાં લગભગ 1.5 મિલિયન કામદારો :

બજારના નિષ્ણાતોનું કહેવું છે કે શહેરના મકાનમાલિકો તેમની મિલકતો માટે મળતા ઊંચા ભાડાથી ખૂબ ખુશ છે. કર્ણાટક રાજ્યની રાજધાની બેંગલુરુમાં લગભગ 15 લાખ કામદારો રહે છે. આમાં વૈશ્વિક કંપનીઓ જેમ કે આલ્ફાબેટ ઈન્ક., ગૂગલ, એમેઝોન ઈન્ક., ગોલ્ડમેન સેક્સ ગ્રુપ ઈન્ક. અને એક્સેન્ચર ઈન્ક.ના કર્મચારીઓનો સમાવેશ થાય છે. કોરોના રોગચાળો આવતાંની સાથે જ આ લોકો શહેર છોડીને પોતાના ઘર તરફ રવાના થઈ ગયા હતા. જ્યારે કંપનીઓ દ્વારા ઘરથી કામ કરવાની સુવિધા શરૂ કરવામાં આવી ત્યારે મોટાભાગના લોકો તેમના ઘરે પરત ફર્યા હતા.

ભાડાનું બજાર ખૂબ ઊંચું :

હવે જ્યારે કંપનીઓ દ્વારા ઘરેથી કામ કરવાની સંસ્કૃતિ ધીમે ધીમે સમાપ્ત થઈ રહી છે. ત્યારે બેંગલુરુની અર્થવ્યવસ્થા પાટા પર પાછી આવવા લાગી છે. મકાનમાલિકો તેમની ખોવાયેલી આવકની ભરપાઈ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. નિષ્ણાતો કહે છે કે ભાડાનું બજાર ઘણું ઊંચું છે.

કોવિડ દરમિયાન લોકોએ ખૂબ ઓછા ભાડા પર એપાર્ટમેન્ટ્સ લીધા હતા. પરંતુ હવે લોકો તેમના ઘરેથી પાછા આવી રહ્યા છે અને ફરીથી ઓફિસમાં જોડાઈ રહ્યા છે. જેથી મકાનમાલિકો ઊંચા ભાડાથી તેમની ખોટની ભરપાઈ કરી રહ્યા છે.

2019 પછી ભાડામાં ડબલ જમ્પ :

એક ડેટા દર્શાવે છે કે બેંગલુરુના વિવિધ વિસ્તારોમાં 2019 થી ભાડામાં બે ગણો વધારો થયો છે. નોઈડા, દિલ્હી, ગુરુગ્રામ સહિત સમગ્ર એનસીઆરમાં ભાડામાં આવો જ ઉછાળો આવ્યો છે. જો આપણે નોઈડાને અડીને આવેલા ગ્રેટર નોઈડા વેસ્ટ વિશે વાત કરીએ તો કોવિડ પહેલા અહીં 2BHKનું ભાડું 10,000 રૂપિયા સુધી હતું. પરંતુ હવે તે વધીને 18,000 રૂપિયા થઈ ગયું છે.

અહીં પણ મોંઘા ભાડાનું કારણ ઘરેથી કામ પરથી પરત આવતા લોકો છે. આ સ્થિતિ અમદાવાદની પણ છે. અમદાવાદમાં પણ 2 બીએચકે ફ્લેટના ભાડા પોશ વિસ્તાર સિવાય 15થી 20 હજાર છે. અમદાવાદના ઘણા વિસ્તારોમાં ભાડા હાલમાં 25થી 40 હજારની વચ્ચે ચાલે છે.

ભાડાનું બજાર કેમ સતત વધી રહ્યું છે?

આ સિવાય દિલ્હી અને નોઈડાના અલગ-અલગ વિસ્તારોમાં 2BHKનું ભાડું 25થી 30 હજાર રૂપિયા સુધી પહોંચી ગયું છે. વાસ્તવમાં કોવિડ રોગચાળો ફાટી નીકળ્યા બાદ કંપનીઓ ઓફિસ કલ્ચરને પુનઃસ્થાપિત કરી રહી છે. જેના કારણે ભાડાના મકાનોની માંગમાં એકાએક ઉછાળો આવ્યો છે. માંગ અને પુરવઠાના ગુણોત્તરમાં ગરબડને કારણે મકાનોના ભાડા ઝડપથી વધ્યા છે.

આ પણ વાંચો :-