HomeGujaratદારૂ અહીં નહીં, બાજુમાં મળે છે.... ગુજ્જુ મકાન માલિકે આવુ બોર્ડ મારતા...

દારૂ અહીં નહીં, બાજુમાં મળે છે…. ગુજ્જુ મકાન માલિકે આવુ બોર્ડ મારતા પોલીસ દોડતી થઈ

Date:

Related stories

video : ન્યૂયોર્કમાં ટ્રેનની અડફેટે ભારતીય મૂળની યુવતી અને મિત્રનાં મોત

ન્યૂયોર્કના લોઅર મેનહટનની સ્પ્રિંગ સ્ટ્રીટ સબવે સ્ટેશન પર એક...

મુંબઈ ઘાટકોપરના ભાજપના કરોડપતિ ધારાસભ્ય પરાગ શાહ ભિક્ષુક બનીને ભિક્ષા માંગવા નીકળ્યા!

મુંબઈગરાઓ, જૈનસમાજ અને રાજકીયતખ્તે અચરજ પમાડનારી ઘટના હતી, અનેક...

16 સપ્ટેમ્બરનું રાશિફળ: કોનું ભાગ્ય ચમકશે? જાણો મેષથી મીન સુધી 12 રાશિનું ભવિષ્યફળ

૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર માટેનું ૧૨ રાશીઓનું રાશીફળ (Rashifal)...

Blinkit Laddu Controversy: સુરતમાં ફૂગવાળા લાડુ મળ્યાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ફૂડ સેફ્ટિ પર સવાલ

સુરતમાં તહેવારની પ્રસાદી માટે મંગાવેલા મોતીચૂરના લાડુનો બોક્સ ખોલતાં...
spot_img

Liquor is not available here 

Liquor Board Viral : બનાસકાંઠાના પાલનપુરમાં દારૂ વેચાણના લાગ્યા પોસ્ટર. દારૂડિયાથી કંટાળી મકાન માલિકે બોર્ડ લગાવ્યુ. બોર્ડમાં લખ્યુ- દારૂ અહીં નહીં, બાજુમાં મળે છે.

બનાસકાંઠાના (Banaskantha) મુખ્ય મથક પાલનપુરના (Palanpur) દિલ્હીગેટ વિસ્તારમાં એક મકાન ઉપર મકાન માલિકે ‘દારૂ અહીંયા નથી મળતો બાજુમાં મળે છે અહીંયા કોઈએ આવવું નહિ’ તેવું લખીને પોસ્ટર મારતાં હડકંપ મચી ગયો હતો. પાલનપુર (Palanpur) પોલીસે ઘટના સ્થળે પહોંચીને બોર્ડ કઢાવી દઈ તપાસ હાથ ધરી છે. જોકે યુવકે દારૂડિયાઓના ત્રાસથી કંટાળીને બોર્ડ મારતા પોલીસની ભૂમિકાઓ ઉપર અનેક સવાલો થઈ રહ્યા છે.

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અનેક જગ્યાએ દારૂ મળતો હોવાનું અનેકવાર સામે આવ્યું છે, ત્યારે પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં આવેલા એક મકાન ઉપર મકાન માલિક યુવક જીતેન્દ્ર ઠાકોરે ‘દારૂ અહીંયા નથી મળતો બાજુમાં મળે છે અહીંયા કોઈએ આવવું નહિ’ લખીને પોસ્ટર મારતા હડકંપ મચી જવા પામ્યો છે. જેને લઈને એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે યુવકના ઘરની નજીક દારૂનું વેચાણ થતું હતું અને અનેકવાર દારૂડિયાઓ યુવકના ઘરે આવીને દારૂ ક્યાં મળે છે તેવી પૂછપરછ કરતા હતા જેથી આખરે કંટાળીને યુવકે આ પ્રકારનું બોર્ડ માર્યું હતું.

જોકે યુવકે બોર્ડ મારતા તેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને ઘટના સ્થળે પહોંચીને યુવકના ઘર આગળ લગાવેલું પોસ્ટર કાઢી મૂક્યું હતું અને દારૂ વેચવાની શંકાના આધારે વ્યક્તિને પોલીસ મથકે લઈ જઈને પૂછપરછ હાથ ધરી હતી. જોકે આ મામલે પોલીસે કોઈ જ ફરિયાદ નોંધી ન હતી. જોકે આ સમગ્ર મામલો ગંભીર થતાં પોતાના ઘર આગળ પોસ્ટર મારનાર યુવકે આ મામલે કશુંજ બોલવાનું ટાળ્યું હતું. જોકે યુવક કોઈ ડરના કારણે બોલી નથી રહ્યો કે પછી કોઈ અન્ય કારણ છે તે સ્પષ્ટ થતું નથી.

પોસ્ટર લગાવનાર યુવક જીતેન્દ્ર ઠાકોરે જણાવ્યું કે, હું આ મામલે હાલ કશુંજ બોલવા તૈયાર નથી તમે ગમેં તે કહો પણ હું કશુંજ બોલીશ નહિ.

પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારના એક મકાન ઉપર દારૂ અહીં નથી મળતો બાજુમાં મળે છે તેવું પોસ્ટર માર્યું હતું. તે ઘરે પાલનપુર પૂર્વ પોલીસ મથકના પીઆઈ સહિત ડી સ્ટાફનો કાફલો પહોંચ્યો હતો અને જે ઘર ઉપર પોસ્ટર લાગ્યું હતું, તેના બાજુના ઘરે જઈને ત્યાં દારૂ વેચાય છે કે નહીં તેવી વિડિઓ રેકોર્ડિંગ સાથે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસ તપાસમાં બાજુના ઘર માંથી કશુંજ મળ્યું નહતું. પરંતુ આ મામલે પોલીસ ઇન્સપેક્ટર એસ કે પરમારે કશુંજ બોલવાનું ટાળ્યું હતું.

યુવકે ઘર ઉપર દારૂ બાબતે પોસ્ટર મારતા પાલનપુર પૂર્વ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આપ જોઈ રહ્યા છો બાજુના ઘરે દારૂ છે કે નહીં તેની પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img