Home Blog Page 1130

સાહિત્ય પ્રેમી અને કવિ હૃદય પો.કમિ. તોમરનું વૈદ્યનું નવું રૂપ જોવા મળ્યું !

  • એલોપથી અને ઔષધીય સારવારની છણાવટ કરવા સાથે ઇ.સ.૩૦૦ અને ૬૦૦ વર્ષ પૂર્વે વૈદ્ય ચરક અને વૈદ્ય સુશ્રૃતે કરેલી ઔષધીય શોધો અને ઇલાજ અંગે વાત કરી લોકોને દંગ કરી દીધા.
  • ઉપસ્થિત વનવાસીઓના ‘સુડોળ’ શરીર તરફ ઇશારો કરીને શહેરોમાં વસતા લોકોના વધતા જતા પેટ (ફાંદ)ની પણ વાત કરીને લોકોને હસાવવા સાથે ‘ફીટ’ રહેવા સુચન કર્યા હતા.
  • સમારંભના અંતે પો.કમિ. તોમર બંદોબસ્તમાં ઉભેલા પોલીસ જવાનોને પણ મળ્યા અને વધતા પેટ તરફ ઈશારો કરી આરોગ્યલક્ષી સલાહ-સુચનો કર્યા

આજે વધુ એક વખત સુરતના (Surat) પો.કમિ. અજયકુમાર તોમરના (Po. Comm. Ajay Kumar Tomar) નવા રૂપના દર્શન થયા હતા.આજે તેઓનું એક પરંપરાગત નિષ્ણાંત વૈદ્ય તરીકેનું રૂપ પણ જોવા મળ્યું હતું. અજયકુમાર તોમર સાહિત્યમાં જબરદસ્ત રૂચિ અને જાણકારી ધરાવે છે અને કવિ હૃદય પણ છે. આર્યુવેદ અને જંગલોમા થતી જડીબુટ્ટીઓથી (Herb) પણ પરિચિત હશે એવું જાણમા નહોતુ. પરંતુ આજે એ રૂપ પણ જોવા મળ્યું.

સુરતમાં આદિવાસી પરંપરાગત વૈદુભગતના ઔષધીય વનસ્પતિ (Medicinal plants) પ્રદર્શન અને ઉપચાર મેળાનુ આયોજન કરવામાં આવ્યું છે. આ વૈદુભગત જડીબુટ્ટીઓની સારવાર પધ્ધતિથી કેન્સર જેવી ભયાનક બિમારીની સારવાર કરવા માટે જાણિતા છે અને હઠીલા રોગોને નિર્મૂળ કરવાનો પણ દાવો કરે છે. આ વનસ્પતિ પ્રદર્શન અને ઉપચાર મેળાનું પો.કમિ. અજયકુમાર તોમર સહિત અન્ય મહાનુભાવોએ ઉદ્દઘાટન કર્યુ હતું.

પો.કમિ. અજયકુમાર તોમરના પ્રવચનનો એક એક શબ્દ ઉપસ્થિત લોકોના દિલોદિમાગમાં અસર કરી ગયો હતો. એલોપથી અને જંગલની વનસ્પતિમાંથી મળતી જડીબુટ્ટીઓ (ઔષધીય) અંગે પો.કમિ. તોમરે જબરદસ્ત વિવરણ કર્યુ હતુ અને ભારત સહિત વિશ્વના ક્યાં દેશોનો જંગલમાં કઇ જડીબુટ્ટી ઉપલબ્ધ છે તેની તેઓએ જાણકારી આપી હતી.

તેમણે બ્લડના વિવિધ ગ્રુપની શોધ ક્યારે અને કોણે કરી અને શરીર રચનાની કેટલીક વાતો કરીને લોકોને ચોંકાવી દીધા હતા. સાથે તેમણે વૈદુભગતો અને તેમનું નેતૃત્વ કરતી સમાજસેવી સંસ્થાઓને ઔષધીય ઉપચારનું આધુનિક સમયને અનુરૂપ કાયદેસરતા અનુસરીને પેકીંગ અને માર્કેટીંગ કરવા અનુરોધ કર્યો હતો.

WhatsApp Image 2023-04-02 at 11.38.36 PM (4)

તેમણે કહ્યું હતુ કે આજે પેકીંગમાં વેચાતી વસ્તુ અને બ્રાન્ડ ઉપર લોકો વધારે ભરોસો કરે છે. એલોપથી દવાઓની આડઅસરો થાય છે. એવું કહી શકાય નહીં પરંતુ જડીબુટ્ટી એક પ્રકારની વનસ્પતિ છે અને ઔષધીય સારવાર પધ્ધતિથી શારિરીક નુકસાન થવાની શક્યતા નથી.

એલોપથીની શોધ પૂર્વે આપણા પૂર્વજો અને રાજઘરાનાનાં લોકો પણ વાનસ્પતિક ઔષધીય સારવાર પધ્ધતિ ઉપર જ વિશ્વાસ રાખતા હતા અને એટલે જ આપણે ત્યાં રાજવૈદ્યની પણ પરંપરા હતી. પરંતુ જ્યારથી એલોપથીની શોધ થઇ છે

ત્યારથી આપણો ક્રમશઃ વાનસ્પતિ, ઔષધીય સારવાર ઉપરથી વિશ્વાસ ઉઠી રહ્યો હતો. પરંતુ હવે લાંબાગાળે લોકોને સમજાઇ રહ્યું છે કે વાનસ્પતિથી થતી ઔષધીય સારવાર પધ્ધતિ ખરેખર ઉત્તમ છે અને એટલે જ ફરી લોકો આર્યુવેદ તરફ પાછા ફરી રહ્યા છે.

પો.કમિ. તોમરે ભારતની અને વિશ્વના કેટલાક દેશોની પર્વતમાળાની આખી યાદી બોલી ગયા હતા. આ પર્વતમાળાઓમા પેદા થતી વનસ્પતિ, અને જડીબુટ્ટીઓનો ઉલ્લેખ કરવા સાથે કઇ બિમારીમાં એની ઉપયોગીતા અંગે રસપ્રદ વાતો કરીને લોકોને જકડી રાખ્યા હતા.

શ્રી તોમરે ભારતીય આર્યુવેદ સારવાર પધ્ધતિ અંગે છણાવટ કરતા કહ્યું હતું કે ઇ.સ.૩૦૦ વર્ષ પૂર્વે વૈદ્ય ચરક અને લગભગ ઇ.સ.૬૦૦ વર્ષ પૂર્વે વૈદ્ય સુશ્રૃતે વનસ્પતિ અને ઔષધીય સારવાર પધ્ધતિની શોધ કરી હતી અને વૈધ સુશ્રૃતે ઓપરેશન પણ કર્યા હતા.

તેમણે સમગ્ર વકતવ્ય દરમિયાન ઉપસ્થિત લોકોનુ નિરીક્ષણ કર્યુ હતું અને ટકોર કરી હતી કે અહિંયા ઉપસ્થિત એક પણ વનવાસીમાં ‘ફાંદ’ (મોટું પેટ) જોવા મળતી નથી. સાથે તેમણે શહેરોમાં વસતા લોકોના વધી રહેલા પેટ તરફ પણ ઇશારો કરીને પરંપરાગત ઔષધીય વનસ્પતિ અને વૈદુભગતની ઉપચાર પધ્ધતિ તરફ ઇશારો કર્યો હતો અને કાર્યક્રમમાંથી વિદાય લેતી વખતે બંદોબસ્તમા ઉભેલા પોલીસ જવાનોને પણ વ્યક્તિગત મળ્યા હતા અને વધી ગયેલા પેટ (ફાંદ) તરફ ઇશારો કરીને ‘ફીટ’ રહેવા હળવી મીઠાશભરી ટકોર કરી હતી.

આ પણ વાંચો :-

તારીખ 03 એપ્રિલ 2023 આજનું રાશિફળ : કઈ-કઈ રાશિના જાતકોનું આજે કેવું રહેશે ભવિષ્ય? જાણો એક ક્લિકમાં આજનું રાશિફળ

Date 03 April 2023 Today’s Horoscope: What will be the future of the zodiac signs today?

મેષઃ
સ્વભાવમાં શાંતિનો અનુભવ થાય. આર્થિક બાબતો અંગે સામાન્ય. નાના ભાઈ-બહેનોનાં સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. પરિવારમાં શાંતિ. સંતાનોની તબિયત સંબંધી ચિંતા રહે. એમની આંખ સાચવવાની સલાહ છે. આપનું આરોગ્ય જળવાશે.

વૃષભઃ
આવક વધતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતૃસુખ સારું મળશે. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. નવું વાહન ખરીદવાનો યોગ બને છે. વાહનમાંથી ભાડાની આવક પેદા કરી શકાય. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય.

મિથુનઃ
સ્વભાવમાં જીદ્દીપણું વધતુ જણાય. આવક સંબંધી સમસ્યા હળવી થતી જણાય. કુટુંબમાં પરસ્પર સંપનું વાતાવરણ રહે. નાની મુસાફરીનાં યોગ બને છે. જીવનસાથી સાથે મનદુઃખનાં પ્રસંગ ઉદ્‍ભવે. આરોગ્ય સારું રહેશે.

કર્કઃ
આનંદ-ઉત્સાહ ભર્યો દિવસ. આવકનું પ્રમાણ વધે. અચાનક ધનલાભનાં યોગ છે. પરિવારમાં વાદ-વિવાદ વધતા જણાય. દગા-ફટકાથી સાચવવું. આરોગ્યની ચિંતા રહે. મિત્રો તરફથી લાભ મળતો જણાશે.

સિંહઃ
પૂર્વ જન્મોનાં કર્મ અનુસાર કલ્યાણકારી ફળ મળશે. સ્વમાની અધિકારની લાલસા વધતી જણાશે. સાથે સાથે રંગીન તત્ત્વ અને શારીરિક કલાનો સુમેળ સર્જાતો જણાશે. વેપાર, શેર, સ્ટોક એક્ષચેન્જ તથા કેમીસ્ટનાં ધંધાવાળા માટે શુભ.

કન્યાઃ
વિદેશથી સારા સમાચાર મળે. એક્ષપોર્ટ-ઈમ્પોર્ટનાં ધંધામાં લાભ. સાહિત્યમાં રસ વધે. નવા મિત્રો બનતા જણાય. માતૃસુખ તથા સ્થાવર-જંગમ મિલકત અંગે સામાન્ય દિવસ. ચામડીનાં રોગોની કાળજી રાખવી.

તુલાઃ
પરોપકારની ભાવના વધે. સ્વભાવમાં લાગણી શીલતા વિશેષ રહે. આવકમાં વધારો થતા આનંદ ઉત્સાહ વધે. પરિવારનાં સભ્યોની થોડી ચિંતા સતાવે. મિત્રો તરફથી સહકાર મળતો જણાય. આરોગ્ય જળવાય.

વૃશ્ચિકઃ
દામ્પત્ય સુખમાં ઉણપ આવે. પત્નિ સાથે ગુસ્સાનાં પ્રસંગ બને. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. નવા રોકાણો યોગ્ય રીતે થાય. જુના રોકાણોમાંથી સામાન્ય ફાયદો થતો જણાય. આરોગ્ય સારું રહે.

ધનઃ
આજે આપનું ભાગ્ય બળવાન છે. દરેક કાર્યમાં ભાગ્યનો સાથ મળે. પિતા તરફથી લાભ. ધાર્મિક યાત્રાનું આયોજન શક્ય બને. છતાં થોડો અસંતોષ વર્તાય. કાર્યમાં સફળતા મળે. આરોગ્ય સારું રહેશે.

મકરઃ
આવકમાં ઘટાડો થતો જણાય. પરિવારનાં સ્ત્રી વર્ગને તકલીફનો અનુભવ કરવો પડે. આથી માનસિક શાંતિ હણાતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. પડવા-વાગવાથી સાચવવું. નોકરી-ધંધા માટે સામાન્ય દિવસ છે.

કુંભઃ
આવકનાં નવા નવા સ્ત્રોતો ખુલતા જણાય કરેલા રોકાણોમાંથી સારી આવક આવતી જણાય. શેરબજારમાંથી પણ લાભ થવાના યોગ બને છે. સંતાનને ગરમીનો ઉપદ્રવ રહે. આરોગ્ય સારું રહેશે. સામાન્ય શરદી-કફ રહેતા જણાય.

મીનઃ
સેવા દ્વારા સાચા આનંદનો અનુભવ કરી શકશો. સંતાનથી આનંદ રહેશે. નવી વિદ્યા પ્રાપ્‍ત કરવાનાં યોગ બને છે. વિદ્યાર્થીમિત્રો માટે ખૂબ સરસ દિવસ. જમણા હાથની કાળજી રાખવી. નોકરી-ધંધામાં મિશ્રફળનો અનુભવ થશે.

આ પણ વાંચો :-

02 એપ્રિલ 2023, આજનું રાશિફળ : આ સાત રાશિના જાતકો પર રહેશે માં ખોડલની વિશેષ કૃપા

02 April 2023, Today’s Horoscope Gujarat Guardian

મેષ
સ્વભાવમાં ચિડિયાપણું વધતું જણાય. પરિવારનાં સભ્યોની પ્રગતી થતી જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય. માતાની તબિયત નરમ-ગરમ રહે. નાણાંકીય રોકાણોમાં સાવધાની રાખવી જરૂરી. આરોગ્ય જળવાય.

વૃષભ
દિવસની શરૂઆતમાં થોડી ચિંતા રહે. ત્યારબાદ મોજ શોખ-આનંદનો અનુભવ થાય. પરિવારના સભ્યોની ચિંતા સતાવશે. અગત્યના કાર્યો સાવધાની પૂર્વક કરવા. દામ્પત્ય સુખ અંગે મિશ્ર ફળ મળતું જણાય.

મિથુન
હાજર જવાબી, ટીખળી, નીખાલસ તથા આનંદી સ્વભાવ રહે. કંઇક નવું જાણવાનો યોગ બને છે. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય અેનું ધ્યાન રાખવું. પડવા-વાગવાથી તથા વાહન અકસ્માતથી સાચવવું. નોકરી-ધંધા માટે સામાન્ય દિવસ.

કર્ક
આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. સ્વભાવમાં સરળતા વધે. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા અનુભવાય. મિત્રોથી લાભ. મિત્ર વર્તુળમાં વધારો થાય. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. સ્નાયુનો દુઃખાવો રહે.

સિંહ
માનસિક ટેન્શન રહે. સ્વભાવમાં ઉગ્રતા રહે. કાર્ય સફ‍ળતા માટે મહેનત વધારે કરવી પડે. દિવસની શરૂઆત પિતૃને યાદ કરીને કરવાથી પરિસ્થિતિ હળવી થતી જણાય. દામ્પત્ય સુખમાં વધારો થતો જણાય.

કન્યા
આવકનુું પ્રમાણ ઘટે. વાણીમાં ઉગ્રતા ટાળવી. આંખનું ધ્યાન રાખવું. માથાનો દુઃખાવો તથા તાવ રહે. ભાગ્ય સાથ આપતું જણાય. માતાની સાથે વાદ-વિવાદ સંભવે. ધંધા-નોકરીમાં શાંત મગજ રાખવું. જીવનસાથી સાથે પ્રેમ જળવાય.

તુલા
દિવસ દરમિયાન ખોટું લાગે અેવા પ્રસંગો ઉપસ્થિત થતા જણાય. આવકનું પ્રમાણ જળવાય. અગત્યના કાર્યો મુલતવી રાખવા. પિતા સાથે મતભેદ થાય અથવા પિતાની તબિયત બગડતી જણાય. આરોગ્ય સારૂ રહે. નોકરી-ધંધામાં સંતોષ.

વૃશ્ચિક
નાના ભાઇ-બહેનો‌ની‌ ચિંતા સતાવે. કાર્યમાં સફળતા મળતી જણાય. વિદેશ અંગેના કાર્યોમાં સફળતા મળે. પ્રવાસનું આયોજન શક્ય બને. સાસરા પક્ષ તરફતી લાભ મળતો જણાય. જ્ઞાનતંતુઓ સંબંધિત રોગથી સાચવવું.

ધન
આજે આરોગ્યમાં સુધારો થતો જણાય. પરંતુ થોડી માનસિક અશાંતી રહે. મેડીટેશન કરવાથી ફાયદો જણાય. આવકનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળી રહે. નોકરી-ધંધા માટે મિશ્ર દિવસ પસાર થાય.

મકર
માનસિક શાંતી, આનંદ-ઉત્સાહ વધે. આવકમાં વધારો થતો જણાય. પરિવારના સ્ત્રી સભ્યોની ચિંતા રહે. કરેલા રોકાણોમાંથી લાભ મળતો જણાય. ભાડાની આવક ઉભી કરી શકાય. સ્વાસ્થ્ય સારૂં રહેતું જણાય.
કુંભ
આત્મવિશ્વાસ જળવાય. આવકમાં વધારો થાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ મળતો જણાય. સંતાનની પ્રગતીથી આનંદ થાય. આરોગ્ય સાચવવાની સલાહ છે. શરદી-ખાંસી રહે. આઇસક્રીમ-ઠંડા પીણાથી દૂર રહેવું.

મીન
નાના ભાઇ-બહેનોના વ્યવહારથી દુઃખ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતના વ્યવહારોમાં ધ્યાન રાખવું. સંતાન સાથે પ્રેમ જળવાય. વિદ્યાર્થી મિત્રોને સફળતા મળે. હાડકાની સંભાળ રાખવી.

આ પણ વાંચો :-

પાર્લરમાં હજારો રૂપિયા નહીં બગાડવા પડે, રસોડામાં રહેલી આ એક વસ્તુથી સફેદ વાળ થઈ જશે કાળા, જાણો ઉપયોગ કરવાની રીત

No need to waste thousands of rupees  

  • નાની ઉંમરમાં જો સફેદ વાળ આવી જાય તો આપણે અલગ અલગ ઉપયોગ કરીએ છીએ. પરંતુ ઘણી વખત આપણને જોઈએ તેવું રિઝલ્ટ નથી મળી શકતું. એવામાં આ રીતે મેથીનો ઉપયોગ કરવાથી ચમત્કારી ફાયદા મળી શકે છે.

પહેલાના જમાનામાં સફેદ વાળને (White hair) વધતી ઉંમરની નિશાની માનવામાં આવતા હતા. પરંતુ હાલના સમયમાં 25 વર્ષના યુવાનોના વાળ પણ સફેદ થઈ જાય છે. હાલના સમયમાં લાઈફસ્ટાઈલ, પ્રદુષણ અને અનહેલ્ધી ફૂડ હેબિટ્સ (Unhealthy food habits) તેનું સૌથી મોટુ કારણ છે. જો તમે પણ નાની ઉંમરમાં આ સમસ્યાથી પરેશાન છો તો અમે તમને આ ટેન્શનથી દૂર કરી શકીએ છીએ.

સફેદ વાળમાંથી મળી છુટકારો :

યંગ એજમાં વાળ સફેદ થવાથી કોન્ફિડન્સ લો થવાનો સામનો કરવો પડી શકે છે. જો તેના માટે કેમિકલ યુક્ત હેર ડાઈનો ઉપયોગ કરવામાં આવશે તો વાળ ડેમેજ થઈ શકે છે. એવામાં મેથીના ઉપયોગથી ઈચ્છા અનુસાર રિઝલ્ટ મળી શકે છે.

મેથીના પાણીથી ધોવો વાળ  :

વાળના ફાયદા માટે મેથીનો બીજી રીતે પણ ઉપયોગ કરી શકાય છે. તેના માટે તમે એક વાસણમાં પાણી લો અને મેથીના દાણાને મિક્સ કરી લો. ત્યાર બાદ તેને ઉકાળો અથવા ઠંડુ કરવા મુકી દો. આ મેથી પાણીથી માથુ ધોવો અને લગભગ 15 મિનિટ સુધી વાળને ન ઘોવો. અમુક દિવસ સુધી આમ કરવાથી ઈચ્છા અનુસાર રિઝલ્ટ મળશે.

સવારના સમયે કરો આ કામ  :

તમે મેથીના દાણાને રાત્રે પાણીમાં પલાળીને છોડી દો અને સવારે તેને પીસીને પેસ્ટ તૈયાર કરી લો અને વાળમાં લગાવી દો. અમુક દિવસો સુધી આમ કરવાથી તમારા વાળ નેચરલ રીતે કાળા થઈ જશે.

આ પણ વાંચો :-

TRAI નો નવો નિયમ ! શું 5 દિવસમાં બંધ થઈ જશે આવા મોબાઈલ નંબર? વિગતો જાણો

TRAI’s new rule 

  • Trai Guidelines For Mobile Number : ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) તમારો મોબાઈલ નંબર બંધ કરી શકે છે. ટ્રાઈ એવા 10 આંકડાના મોબાઈલ નંબર પર લગામ કરવા જઈ રહી છે. જે બિઝનેસ હેતુથી પ્રમોશનલ કોલિંગ અને મેસેજિંગ માટે ઉપયોગમાં લેવાય છે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) તમારો મોબાઈલ નંબર બંધ કરી શકે છે. જી હા ટ્રાઈએ એક નિયમ બનાવ્યો છે જે હેઠળ તમારો 10 ડિજિટનો મોબાઈલ નંબર બંધ થઈ શકે છે. હાલમાં જ એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે ટ્રાઈ હવે અનરજિસ્ટર્ડ મોબાઈલ નંબર બંધ કરશે. આ નંબર્સથી ન તો કોલ થશે કે ન તો મેસેજ થઈ શકશે.

અત્રે જણાવવાનું કે ટ્રાઈ એવા 10 આંકડાના મોબાઈલ નંબર પર લગામ કરવા જઈ રહી છે જે બિઝનેસ હેતુથી પ્રમોશનલ કોલિંગ અને મેસેજિંગ માટે ઉપયોગમાં લેવાય છે. ટ્રાઈના નિયમ મુજબ પ્રમોશનલ હેતુ માટે અલગથી નંબર રિલીઝ કરાય છે. જો તમે પણ પર્સનલ નંબરથી પ્રમોશનલ કોલ કરો છો તો તમારો નંબર બંધ થઈ શકે છે.

કોલિંગ માટે આ છે નિયમો :

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે નોર્મલ કોલિંગ અને પ્રમોશનલ કોલિંગ માટે ટ્રાઈ તરફથી અલગ અલગ નંબર ઈશ્યુ કરાય છે. પ્રમોશનલ કોલિંગવાળા નંબરમાં ડિજિટની સંખ્યા વધુ હોય છે અને તેના દ્વારા જ એક યૂઝર ઓળખી શકે છે કે તેમની પાસે પ્રમોશનલ કોલ આવી રહ્યા છે. આ જાણ્યા બાદ રિસિવર પર નિર્ભર કરે છે કે તે કોલને રિસીવ કરે કે ન કરે.

પકડાઈ જવા પર 5 દિવસમાં બંધ થશે ફોન :

જો કે અનેકવાર લોકો પ્રમોશનલ કોલ રિસીવ કરતા નથી જેના કારણે લોકો નોર્મલ નંબરથી કોલ કરવા લાગે છે. મળતી માહિતી મુજબ ટ્રાઈએ તેના પર રોક લગાવવા માટે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર સાથે પણ વાત કરી છે. નિયમો મુજબ જો કોઈ યૂઝર નોર્મલ નંબરથી પ્રમોશનલ કોલ કરતા પકડાય તો તેનો નંબર 5 દિવસની અંદર બંધ થઈ શકે છે.

આ પણ વાંચો :-

ધોનીની જીદ અને જુસ્સાને સલામ : ચાલુ મેચમાં ઈજા પછી પણ સ્મિત સાથે અડગ રહ્યો, જાણો કેવી છે તબિયત

0

Salute to Dhoni’s stubbornness and passion 

  • IPL 2023ની પહેલી મેચમાં વિકેટકીપિંગ દરમિયાન લેગ સાઈડ નીચે ડાઈવ કરી હતી જેના પછી ધોનીના પગમાં દુખાવો થયો હતો. થોડા સમય બાદ ધોની ફરી સ્મિત સાથે એક્શનમાં જોવા મળ્યો હતો.

IPL 2023ની પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) વચ્ચે રમવામાં આવી હતી. મહેન્દ્ર સિંહ ધોનીની (Mahendra Singh Dhoni) કેપ્ટનશીપ હેઠળ ચેન્નઈ સુપર કિંગ્સની ગુજરાત ટાઈટન્સ સામે 5 વિકેટથી હાર થઈ હતી. CSKએ પહેલા બેટીંગ કરી હતી અને 20 ઓવરમાં 7 વિકેટે 178 રન કર્યા હતા. ગુજરાત ટાઈટન્સે 19.2 ઓવરમાં આ ટાર્ગેટ પૂર્ણ કરી લીધો હતો.

ચાલુ મેચે ધોનીના પગમાં દુખાવો થયો હતો :

ચેન્નાઈ સુપર કિંગ્સનાં ચાહકો પહેલી મેચ હાર્યા તેનું દુઃખ તો હતું જ પણ 19મી ઓવર સમયે વિકેટકીપિંગ દરમિયાન ધોની જ્યારે દર્દથી પીડાતો હતો એ જોઇને ફેન્સ વધુ દુઃખી થયા હતા. એ ઓવર દરમિયાન લેગ સાઈડ નીચે ડાઈવ કરી હતી જેના પછી ધોનીના પગમાં દુખાવો થયો હતો.

જો કે થોડા સમય બાદ ધોની ફરી ચહેરા પર એક સ્મિત સાથે એક્શનમાં જોવા મળ્યો હતો.મેચ પુરી થયા બાદ એવી અટકળો ચાલી રહી હતી કે આ ઈજા ધોનીના ઘૂંટણ સાથે જોડાયેલી હોઈ શકે છે. આ ઈજાના કારણે ધોનીની ઓપનિંગ મેચમાં ભાગ લેવા પર પણ શંકા થઈ હતી.

મેચ પુરી થયા બાદ ટીમના કોચ સ્ટીફન ફ્લેમિંગે ધોનીની ઈજાને લઈને મોટું અપડેટ આપ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કોચનું કહેવું છે કે ધોનીને 19મી ઓવર દરમિયાન જે ઈજા થઈ હતી તે ઘૂંટણ સાથે સંબંધિત નથી. તે માત્ર એક ખેંચાણ એટલે કે ક્રેમ્પ હતું .

આ પણ વાંચો :-

Gujarat Weather : અંબાલાલ કરતા પણ ખતરનાક છે બાબુકાકાની આગાહી, માર્કેટમાં આવ્યા નવા નિષ્ણાત

0

Gujarat Weather 

  • Gujarat Weather Forecast : હાલ ગુજરાતનું વાતાવરણ જે રીતે પલટાતું રહે છે. તેમાં આગાહી કરનારાનુ મહત્વ વધી રહ્યું છે. ત્યારે વધુ એક નિષ્ણાતની આગાહીનો પત્ર વાયરલ થયો છે.

નિષ્ણાત અંબાલાલ પટેલ (Ambalal Patel) હવામાનની આગાહી માટે પ્રખ્યાત છે. તેઓની હવામાનની દરેક આગાહી આજ દિન સુધી સચોટ સાબિત થઈ છે. અંબાલાલ કાકા (Ambalal kaka) કહે તો એ દિવસ વરસાદ પડે જ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ સચોટ આગાહી કરીને ફેમસ થઈ ગયા છે.

પરંતું હાલ એક નવી આગાહીનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પત્રમાં આખા વર્ષની આગાહી કરવામાં આવી છે. બાબુભાઈ વિરજીભાઈના નામનો આ પત્ર છે. જેમાં માર્ચ મહિનાથી લઈને ડિસેમ્બર મહિના સુધી ગુજરાતમાં હવામાનની આગાહી કરવામાં આવી છે.

2023 ના વર્ષની શરૂઆતથી જ ગુજરાતનું વાતાવરણ એકધારું રહ્યું નથી. ઠંડી અને ગરમી વચ્ચે માવઠું ટપકા ભરે છે. ગમે ત્યારે વરસાદ તટી પડે છે. ત્યારે બાબુભાઈ વિરજીભાઈના નામે જે પત્ર વાયરલ થયો છે તેમાં માર્ચથી ડિસેમ્બર મહિના સુધીની આગાહી કરવામાં આવી છે.

પત્રમાં ઉલ્લેખ કરાયા મુજબ આ વર્ષના મે મહિનામાં વાવાઝોડાની આગાહી કરવામા આવી છે. તો જુલાઈ મહિનામાં અતિવૃષ્ટીની આગાહી કરવામા આવી છે. તો સપ્ટેમ્બર મહિનામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

પત્રમાં લખાયું છે કે 2023 નો વરસાદ કેવો આવશે તે આવતું ચોમાસું બહુ ભારે થશે અને વાવાઝોડા બે થી ત્રણ થશે. અતિવૃષ્ટી થશે ભયંકરથી ભારે વરસાદ થશે. શરૂઆતમાં તોફાની વરસાદ તારીખ 7 જુલાઈથી 14 જુલાઈ સુધીમાં અતિભારે વરસાદ થશે. તારીખ 17 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર 2023 સુધીમાં વાવાઝોડું થશે. તારીખ 1 ઓક્ટોબરથી તારીખ 3 ઓક્ટોબર કુદરતી વરસાદનો નજારો ગાજવીજ સાથે કરાના વરસાદ થશે. 2023 નુ વર્ષ તોફાની રહેશે.

આ પણ વાંચો :-

૫૦૦ રૂપિયાની નોટ પર અત્યંત મહત્વની અપડેટ, જો તમારી પાસે પણ હોય તો ખાસ જાણો

0
A very important update
  • Currency Note Latest News : તમારી પાસે પણ જો ૫૦૦ રૂપિયાની નોટ હોય તો આ સમાચાર તમારા  કામના છે.  સોશિયલ મીડિયા પર થોડા સમય પહેલા એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં નોટને નકલી બતાવવામાં આવી હતી. આ વિશે તમારે જાણવું ખુબ જરૂરી છે.

ભારતમાં નોટબંધી (Demonetisation) થઈ હતી. કેન્દ્ર સરકાર તરફથી કરાયેલી નોટબંધી બાદ ઈન્ડિયન કરન્સી (Indian currency) અંગે અનેક સમાચારો સામે આવતા રહે છે. તમારી પાસે પણ જો ૫૦૦ રૂપિયાની નોટ હોય તો આ સમાચાર તમારા  કામના છે. 500 રૂપિયાની નોટ વિશે રિઝર્વ બેંક (Reserve Bank) તરફથી એક મહત્વની જાણકારી આપવામાં આવી છે.

માર્કેટમાં ૨ પ્રકારની છે ૫૦૦ રૂપિયાની નોટ :

માર્કેટમાં ૫૦૦ રૂપિયાની નોટ 2 પ્રકારની જોવા મળે છે અને બંને નોટોમાં ખુબ મામૂલી તફાવત છે. આ બંને નોટોમાંથી એક પ્રકારની નોટ એવી છે જે નકલી ગણવામાં આવી છે. સોશિયલ મીડિયા પર થોડા સમય પહેલા એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં નોટને નકલી બતાવવામાં આવી હતી. આ વિશે તમારે જાણવું ખુબ જરૂરી છે.

શું કહેવાયું છે વીડિયોમાં :

વીડિયોમાં કહેવાયું છે કે તમારે 500 રૂપિયાની એવી કોઈ નોટ લેવી જોઈએ નહીં. જેમાં લીલી પટ્ટી આરબીઆઈ ગવર્નરની સહી પાસે થઈને પસાર ન થતી હોય અને ગાંધીજીની તસવીરની ખુબ નજીક હોય. આ વીડિયોમાં એવું પણ કહેવાયું કે એક પ્રકારની નોટ નકલી છે. આ વીડિયો વિશે પીઆઈબીએ ફેક્ટ ચેક કરેલું છે. ત્યારબાદ તેની સચ્ચાઈ સામે આવી છે.

બંને પ્રકારની નોટ અસલી :

વીડિયોના ફેક્ટ ચેક બાદ જાણવા મળ્યું છે કે આ વીડિયો સંપૂર્ણ રીતે નકલી છે. બજારમાં ચાલતી બંને પ્રકારની નોટ અસલી છે. તમારી પાસે ૫૦૦ રૂપિયાની કોઈ પણ નોટ હોય તો ગભરાવવાની જરૂર નથી. આરબીઆઈએ કહ્યું છે કે બંને પ્રકારની નોટ માન્ય છે.

વાયરલ મેસેજની આ રીતે સચ્ચાઈ ચકાસો :

જો તમારી પાસે પણ આ પ્રકારનો કોઈ મેસેજ આવે તો બિલકુલ પરેશાન થવાની જરૂર નથી. આ પ્રકારનો ફેક મેસેજ કોઈની પણ સાથે શેર કરો નહીં. આ ઉપરાંત તમે કોઈ પણ ખબર વિશે ફેક્ટ ચેક કરાવી શકો છો. આ માટે તમારે ઓફિશિયલ લિંક https://factcheck.pib.gov.in/ પર જવાનું રહેશે. આ સિવાય તમે વોટ્સએપ નંબર +918799711259 કે પછી ઈમેઈલ pibfactcheck@gmail.com ઉપર પણ વીડિયો મોકલી શકો છો.

 આ પણ વાંચો :-

Priyanka Chopra Photos : અંબાણીની ઇવેન્ટમાં સ્ટાર્સનો મેળો, પ્રિયંકા ચોપરાના બોલ્ડ લુક પર ફિદા થયા ફેન્સ

Priyanka Chopra Photos

  • Priyanka Chopra and Nick Jonas : પ્રિયંકા ચોપરા શુક્રવારે જ મુંબઈ પહોંચી હતી અને અહીં પહોંચતાની સાથે જ તેણે ફરી એકવાર ફેન્સના દિલમાં છવાઈ જવાની તૈયારીઓ કરી લીધી છે. અંબાણી ફેમિલીની ઈવેન્ટમાં છવાઈ ગઈ પ્રિયંકા-નિકની સ્ટાઈલ, જુઓ ફોટોઝ.

પ્રિયંકા ચોપરાએ (Priyanka Chopra) ભારત આવતાની સાથે જ સૌથી પહેલા અંબાણી પરિવારના ફંક્શનમાં હાજરી આપી હતી. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના (Nita Mukesh Ambani Cultural Centre) ઉદ્ઘાટન સમારોહમાં પ્રિયંકા પહોંચી ત્યારે ચાહકો પણ હસીનાની સ્ટાઈલ જોઈને દંગ રહી ગયા. હંમેશાની જેમ પ્રિયંકા ચમકદાર અંદાજમાં જોવા મળી.

પ્રિયંકાએ આ ખાસ અવસર પર ટ્રાન્સપરન્ટ બોલ્ડ અને ગ્લેમરસ ડ્રેસ પહેર્યો હતો. જેમાં હસીના ઘણી સુંદર લાગી રહી હતી. પ્રિયંકા આ ઈવેન્ટમાં પતિ નિક જોનાસ સાથે હાજરી આપી હતી. પ્રિયંકાએ એન્ટ્રી લેતા જ પાપારાઝીઓએ તેના નામને લઈને ખૂબ શોર મચાવ્યો હતો.

જોકે કેટલાક લોકોને પ્રિયંકાની આ સ્ટાઈલ પસંદ ન આવી કારણ કે તેમને પ્રિયંકાનો આ લુક મેટ ગાલા ઈવેન્ટ જેવો લાગ્યો. તેથી સોશિયલ મીડિયા પર યુઝર્સે તેને સાડી પહેરવાની સલાહ આપી. પ્રિયંકા ખૂબ જ સ્ટાઈલિશ છે અને તે હંમેશા પોતાની સ્ટાઈલના કારણે ચર્ચામાં રહે છે.

કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા પરિણીતી ચોપરાના લગ્ન માટે ખાસ ભારત આવી છે. આ દિવસોમાં પરિણીતી અને રાઘવ ચઢ્ઢાના લગ્નના સમાચારો હવામાં છે. જો કે આ વાતોમાં કેટલું સત્ય છે તે તો થોડા સમય પછી જ ખબર પડશે.

હસીનાએ અંબાણીના ફંક્શનમાં હાજરી આપી હતી અને લાઈમલાઈટ શેર કરી હતી. જો કે આ ઇવેન્ટમાં માત્ર પ્રિયંકા જ નહીં પરંતુ તમામ બોલિવૂડ સેલેબ્સ પણ પહોંચ્યા હતા. કિયારા-સિદ્ધાર્થથી લઈને દીપિકા-રણવીર આ ઈવેન્ટમાં શાનદાર અંદાજમાં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો :-

લગ્નનાં દિવસે સ્ટંટ પડયો ભારે ! પોઝ આપતી દુલ્હને એકાએક પાડી ચીસ, VIDEO જોઈ ચોંકી જશો

0

On the day of the wedding

  • લગ્નનાં દિવસે સ્ટંટ કરવું દુલ્હનને ભારે પડ્યું. VIDEOમાં જુઓ કે કેવી રીતે સ્પાર્કલ ગનને લઈને કપલ પોઝ આપી રહ્યું હતું અને અચાનક દુલ્હને ચીસ પાડી !

પોતાના લગ્નને (Marriage) શાનદાર બનાવવા માટે આજકાલ કપલ (Couple) અનેક નવા કરતૂત કરતાં હોય છે. ત્યારે એક કપલ પોતાના લગ્નનાં શુભ પ્રસંગે સ્પાર્કલ ગનથી પોઝ આપી રહ્યું હતું. આ વાયરલ વીડિયોમાં (Viral video) સાબિત થયું કે હંમેશા સ્ટંટ કરવું સુરક્ષિત હોય નહીં. કપલનાં પોઝની વચ્ચે અચાનક જ દુલ્હને ચીસ પાડી અને સૌ લોકો એકઠાં થઈ ગયાં.

જુઓ વીડિયો :

વીડિયોમાં જોઈ શકો છો કે કપલ સ્પાર્કલ ગન લઈને પોઝ આપી રહ્યાં છે. બંને કેમેરાની સામે જોઈને સ્મિત આપે છે અને પોતાની બંદૂકથી ફાયર કરે છે જેના લીધે સ્પાર્કલ વિખરાવા લાગે છે. આ દરમિયાન દુલ્હનની સાથે એક દુર્ઘટના બની હતી.

દુલ્હનનાં ચહેરા પર આગ :

વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે દુલ્હન સ્પાર્કલ ગનથી ફાયર કરે છે. થોડી જ ક્ષણમાં એકાએક ગન ફાટે છે અને આગ સીધી દુલ્હનનાં ચહેરા પર આવે છે. ગભરાઈ ગયેલી દુલ્હન ચીસ પાડે છે અને ગનને ફેંકીને ત્યાંથી હટી જાય છે. પછી આગથી ગભરાયેલી દુલ્હન પોતાની વરમાળાને હટાવી દે છે અને પછી આસપાસનાં હાજર લોકો દુલ્હનની મદદ કરવા પહોંચે છે.

યૂઝરે કરી કમેન્ટ્સ :

દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિયો મહારાષ્ટ્રનો (Maharashtra) છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક યૂઝરે શેર કર્યો છે. આ ક્લિપ પર લોકોએ કમેન્ટ કરી છે. એક યૂઝરે લખ્યું કે’મને નથી ખબર કે આજકાલ લોકોને શું થઈ ગયું છે. તે લગ્નનાં દિવસોને પાર્ટીઓની જેમ ટ્રીટ કરી રહ્યાં છે. તેવામાં તેઓ પોતાના ખાસ દિવસને વેળફે છે. ‘

આ પણ વાંચો :-