Home Blog Page 1123

EMI પર ખરીદો કેરી : 12 મહિનામાં હપ્તા ચૂકવો રૂપિયા, આ ઓફરે આખા દેશમાં ચર્ચા જગાવી

0

Buy Carry on EMI

  • Buy Alphonso mangoes on EMI : તમે મકાન, કાર, ટીવી, ફ્રીઝ અને મોબાઈલ ફોન જેવી વસ્તુઓ EMI પર ખરીદી હશે, પણ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કેરી EMI પર વેચાતી હોય. પૂણેના એક વેપારીએ આમ કરી દેખાડ્યું છે. આ વેપારી માસિક હપ્તા પર લોકોને કેરી વેચી રહ્યા છે.

Mango On EMI : કેરીની (Mango) આ દુકાન દેખાવમાં અન્ય દુકાનો જેવી જ છે. જો કે અહીં ગ્રાહકોને એક સુવિધા એવી મળે છે. જે અન્ય દુકાનો પર નથી મળતી. અહીં ગ્રાહક EMI પર કેરી ખરીદી શકે છે. રિટેઈલમાં માસિક હપ્તા પર કેરી વેચતી કદાચ આ દેશની પહેલી દુકાન છે. પૂણેના (Pune) વેપારી ગૌરવ સનસ 12 વર્ષથી કેરીનો વેપાર કરે છે પણ EMIનો વિકલ્પ તેમણે પહેલી વાર અપનાવ્યો છે. તેઓ ગ્રાહકોને ત્રણ મહિનાથી લઈને 18 મહિનાના હપ્તા કરી આપે છે.

મોંઘી કેરી વેચવા પૂણેના વેપારીનો નવો કીમિયો ચાલુ કર્યો છે. 18 મહિના સુધીના EMI પર કેરીનું વેચાણ થાય છે. 600થી 1300 રૂપિયા ડઝનના ભાવે વેચાતી રત્નાગીરી આફૂસ કેરી હવે ઈએમઆઈ પર મળશે. EMI ની સુવિધા માટે ગ્રાહકે 5 હજારની કેરી ખરીદવી જરૂરી છે. ફાઈનાન્સ કંપની સાથે ટાઈ અપ કરવાનું વેપારીનું આયોજન છે.

વેપારી ગૌરવ સનસનો દાવો છે કે તેમની દુકાન પર વેચાતી હાફુસ સહિતની કેરીઓ કુદરતી રીતે પાકેલી હોય છે, તેને પકવવા કેમિકલનો ઉપયોગ નથી કરાતો. રત્નાગીરીની જગ વિખ્યાત હાફુસ કેરીનો એક ડઝનનો ભાવ 600 રૂપિયાથી 1300 રૂપિયા સુધી છે. આ ભાવે કેરી ખરીદવા આમ તો સામાન્ય વ્યક્તિને EMIની જ જરૂર પડે પણ વેપારી તેની પાછળનું કારણ લૉકડાઉન દરમિયાનના પોતાના અનુભવને ગણાવે છે.

EMI પર કેરીના વેચાણ માટે આ દુકાનમાં ચોક્કસ પદ્ધતિ અને શરતોને અનુસરવામાં આવે છે. POS મશીન દ્વારા કેરીના બિલને EMIમાં કન્વર્ટ કરવામાં આવે છે. EMIની સુવિધા માટે ગ્રાહકે ઓછામાં ઓછા 5 હજાર રૂપિયાની કેરી ખરીદવી પડે છે. ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ કે પેટીએમ દ્વારા 18 મહિના સુધીના EMIની સુવિધા આપવામાં આવે છે. કેરી મોંઘી જરૂર છે પણ તેનો સ્વાદ માણવા EMIની સુવિધા મળતા લોકો પણ ખુશ છે.

જો આ વર્ષે EMI પર કેરીના વેચાણને સારો પ્રતિસાદ મળશે. તો આવતા વર્ષે ફાઈનાન્સ કંપની સાથે ટાઈ અપ કરવાનું વેપારી ગૌરવ સનસનું આયોજન છે. હવે ગ્રાહકોએ વિચારવાનું છે કે તેમણે પૈસા ખર્ચ્યા બાદ કેરીનો સ્વાદ માણવો છે કે પછી કેરીનો સ્વાદ માણ્યા બાદ હપ્તા ચૂકવવા છે.

આ પણ વાંચો :-

Coin : તમારા પાસે રહેલો ચલણી સિક્કો કયા શહેરમાં બનેલો છે, આ નિશાનીથી કરો ઓળખ

0

In which city

  • Identify the Origin of Your Coin with Mint Mark : દરેક ભારતીય સિક્કા ટંકશાળમાં બને છે. ટંકશાળ તે સરકારી કારખાનું છે. જ્યાં સરકારના આદેશ પર અને બજારની માંગને જોતા સિક્કા બનાવવામાં આવે છે.

જો આપણે માણસની મૂળભૂત જરૂરિયાતોની વાત કરીએ તો તેમાં રોટી, કપડા અને મકાન પ્રથમ આવે છે. હવે આ બધી મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે જે વસ્તુની જરૂર છે તે પૈસા છે. આપણે બધા જાણતા નથી કે આપણે આપણા રોજિંદા ખર્ચાઓને પહોંચી વળવા માટે કેટલા રૂપિયા ખર્ચીએ છીએ. તે રૂપિયામાં નોટ અને સિક્કા બંને સામેલ છે.

હવે જો આ રૂપિયાના સિક્કાની વાત કરીએ તો આપણે સૌએ નાનપણથી જ અનેક રીતે સિક્કા જોયા હશે. પરંતુ શું તમે કોઈ સિક્કો જોઈને કહી શકો છો કે આ સિક્કો ભારતના કયા શહેરમાં બન્યો હતો ? જો નહીં તો કોઈ સમસ્યા નથી. આજે અમે તમને જણાવીશું કે તમારા ખિસ્સામાં પડેલા સિક્કાને જોઈને તમે કહી શકશો કે તે કયા શહેરમાં બનાવવામાં આવ્યો હતો.

સમગ્ર ભારતમાં ચાર ટંકશાળ છે :

વાસ્તવમાં સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે તમામ ભારતીય સિક્કા ટંકશાળમાં બનેલા છે. ટંકશાળ એ સરકારી ફેક્ટરી છે, જ્યાં સરકારના આદેશ પર અને બજારની માંગને ધ્યાનમાં રાખીને સિક્કા બનાવવામાં આવે છે. સમગ્ર ભારતમાં કુલ 4 ટંકશાળ છે.

જે નોઈડા, મુંબઈ, હૈદરાબાદ અને કોલકાતામાં આવેલી છે. દરેક ટંકશાળમાં બનેલા સિક્કા પોતાની આગવી ઓળખ ધરાવે છે. આ સિક્કાઓ પર બનેલી ખાસ નિશાની જોઈને તમે સરળતાથી કહી શકો છો કે તે સિક્કો ભારતમાં કઈ ટંકશાળમાં બનાવવામાં આવ્યો હતો.

તમે સિક્કો જોઈને કઈ રીતે જાણી શકો ક્યા શહેરમાં બન્યો છે :

નોંધનીય છે કે દરેક સિક્કા પર લખેલ વર્ષ નીચે એક ખાસ પ્રકારનું નિશાન બનેલું હોય છે. જેને જોઈને તમે સિક્કો ક્યા શહેરમાં બન્યો તેની જાણકારી મેળવી શકો છો.

1. જે સિક્કા પર Dot નું નિશાન બનેલું હોય છે, તે સિક્કો નોઇડાની ટંકશાળમાં બનેલો હોય છે.

2. જે સિક્કાની નીચે Diamond નો શેપ બનેલો હોય છે, તે સિક્કો મુંબઈની ટંકશાળમાં બનેલો હોય છે.

3. આ પ્રકારે જે સિક્કા પર Star નો શેપ બનેલો જોવા મળે, તો સમજી જવું કે આ સિક્કો હૈદરાબાદની ટંકશાળમાં બનેલો છે.

4. હવે તમને સિક્કા પર કોઈ પ્રકારનું નિશાન કે શેપ ન જોવા મતે તો તમારે તત્કાલ સમજી જવું કે આ સિક્કાને કોલકત્તાની ટંકશાળમાં બનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

Pakistan : આ છે પાકિસ્તાનની સૌથી અમીર હિંદુ મહિલાઓ, જાણો શું કરે છે અને કેટલી કરે છે કમાણી

Pakistan

  • Sangeeta Aka Parveen Rizvi : આ બંને હિન્દુ મહિલાઓ અબજોપતિ છે. પાકિસ્તાનમાં રહેવા છતાં આ હિંદુ મહિલાઓએ એવું કારનામું કર્યું છે જેના વિશે ત્યાં રહેતી હિંદુ મહિલાઓ વિચારી પણ શકતી નથી.

પાકિસ્તાનમાં (Pakistan) લઘુમતીઓની હાલત કોઈનાથી છુપી નથી. હિંદુઓ સાથે ઉત્પીડન અહીં સામાન્ય છે. આવી સ્થિતિમાં લઘુમતી સમુદાય માટે અહીં ટકી રહેવું સરળ કામ નથી. પાકિસ્તાનમાં હિન્દુઓને (Hindu) બીજા વર્ગના નાગરિક ગણવામાં આવે છે. આટલું બધું હોવા છતાં પાકિસ્તાનમાં એવી કેટલીક હિંદુ મહિલાઓ છે જેમણે પોતાની મહેનત, સમર્પણ અને પરિશ્રમના કારણે એક સ્થાન હાંસલ કર્યું છે.

આજે અમે પાકિસ્તાનની એવી જ બે હિન્દુ મહિલાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે વિષયની પરિસ્થિતિમાં પણ એક નવો આયામ સ્થાપિત કર્યો છે. હાલમાં બંને હિન્દુ મહિલાઓની ગણના પાકિસ્તાનના સૌથી અમીર લોકોમાં થાય છે. આ બંને હિન્દુ મહિલાઓ અબજોપતિ છે. પાકિસ્તાનમાં રહેવા છતાં આ હિંદુ મહિલાઓએ એવું કારનામું કર્યું છે જેના વિશે ત્યાં રહેતી હિંદુ મહિલાઓ વિચારી પણ શકતી નથી.

જોકે પાકિસ્તાનમાં હિંદુઓને સમાન તકો મળતી નથી, સાથે જ તેમને દરેક ક્ષેત્રમાં હેરાન કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, હિંદુ માટે અહીં પૈસા અને નામ કમાવવાનું સરળ કામ નથી. જોકે સંગીતા ઉર્ફે પરવીન રિઝવી અને રીટા ઈશ્વર પ્રસિદ્ધિ અને સંપત્તિ કમાવવાના મામલે ટોચ પર છે.

સંગીતા ઉર્ફે પરવીન રિઝવી :

પાકિસ્તાનના કરાચીમાં જન્મેલી સંગીતા ઉર્ફે પરવીન રિઝવીની ગણતરી પાકિસ્તાનના અમીર લોકોમાં થાય છે. સંગીતા પાકિસ્તાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી અને દિગ્દર્શક છે અને 1969થી આ ક્ષેત્રમાં કામ કરી રહી છે. સંગીતાને શરૂઆતના દિવસોમાં તેના નામના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ તેણે પરવીન રિઝવી બનીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નામ કમાવ્યું હતું.

સંગીતાએ નિકાહ, મુઠ્ઠી ભર ચાવલ, યે અમાન, નામ મેરા બદનામ જેવી ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. સંગીતાની વાર્ષિક કમાણી 39 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં તે પાકિસ્તાનની સૌથી અમીર હિન્દુ મહિલા છે.

રીટા ઈશ્વર :

કરાચીની રહેવાસી રીટા ઈશ્વરનો જન્મ 16 માર્ચ 1981ના રોજ થયો હતો. તે એક રાજકારણી છે અને 2013 થી 2018 સુધી પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના સભ્ય પણ રહી ચૂક્યા છે. નોંધપાત્ર વાત એ છે કે તે પાકિસ્તાનની પ્રથમ હિન્દુ મહિલા સાંસદ પણ છે. રીટાએ સક્રિય રાજનીતિ કરીને નામ અને પૈસા બંને કમાયા છે. પોતાની મહેનતના કારણે રીટા પાકિસ્તાનની સૌથી ધનિક મહિલા રાજનેતાઓમાંની એક છે. તેમની વાર્ષિક આવક લગભગ 30 કરોડ છે.

આ પણ વાંચો :-

Gujarat Weather 2023 : ખેડૂતો માટે ફરી સૌથી માઠા સમાચાર, અંબાલાલ પટેલની આ આગાહી ઉંઘ હરામ કરી દેશે !

0

Gujarat Weather 2023

  • અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આંધી વંટોળ જેવી અસર વર્તાશે. એપ્રિલ મહિનો કાળઝાળ ગરમીનો મહિનો પણ સાબિત થશે. 19 એપ્રિલ બાદ તાપમાન 44, 45 ડિગ્રીએ પહોંચવાની આગાહી કરાઈ છે. ત્યારબાદ 23 અને 24 તારીખે ફરી માવઠાની આગાહી કરાઈ છે.

ખેડૂતો માટે ફરી માઠા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતમાં (Gujarat) ફરી એકવખત માવઠાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમી પડવાની પણ આગાહી અંબાલાલે કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, સૂર્ય અને ગુરૂની યુતિ સર્જાતા વાતાવરણમાં (Atmosphere) ફેરફાર થશે. 10મી તારીખે કમોસમી વરસાદ (Unseasonal Rain) પડવાની શક્યતા છે. જ્યારે 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો આવશે. 12થી 15 એપ્રિલ સુધી ફરી કમોસમી વરસાદ પડશે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આંધી વંટોળ જેવી અસર વર્તાશે. એપ્રિલ મહિનો કાળઝાળ ગરમીનો મહિનો પણ સાબિત થશે. 19 એપ્રિલ બાદ તાપમાન 44, 45 ડિગ્રીએ પહોંચવાની આગાહી કરાઈ છે. ત્યારબાદ 23 અને 24 તારીખે ફરી માવઠાની આગાહી કરાઈ છે.

અંબાલાલ પટેલની આગાહી કરી છે કે એપ્રિલ અને મે મહિનામાં પણ વરસાદ થવાની સંભાવના છે. ગુજરાતને હજુ પણ કમોસમી વરસાદથી છુટકારો મળશે નહીં. એપ્રિલ મહિનામાં વાતાવરણ સુકુ થશે અને તારીક 10થી 16 વચ્ચે ફરીથી વરસાદ થવાની સંભાવના છે. અખાત્રીજના દિવસે પણ માવઠુ થવાની સંભાવના છે. 2થી 8 મે વચ્ચે પણ માવઠુ થવાની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરતા જણાવ્યું છે કે, એપ્રિલ મહિનો જ નહીં છેક જૂન મહિના સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન તેમણે એક ચોંકાનારી આગાહી કરતા ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે. અંબાલાલે માવઠાની આગાહી વચ્ચે સર્પદંશ અંગે એક ભયાનક આગાહી કરી છે.

આ પણ વાંચો :-

ભુલી જશો Nexon અને brezza, ઓછી કિંમતમાં આવી રહી છે Toyota Raize

Forget Nexon and Brezza

  • Toyota Raize પહેલેથી જ વૈશ્વિક બજારમાં ઉપલબ્ધ છે અને તાજેતરમાં કંપનીએ તેને ભારતીય બજાર માટે ટ્રેડમાર્ક કર્યું છે. એવું માનવામાં આવે છે કે આ આવનારી SUV નવા ફીચર્સ અને ટેક્નોલોજી સાથે રજૂ કરવામાં આવશે.

સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ (SUV) સેગમેન્ટ ભારતીય બજારમાં ઝડપથી લોકપ્રિયતા મેળવી રહ્યું છે. ખાસ કરીને કોમ્પેક્ટ એસયુવી શ્રેણીના વાહનોને વધુ ખરીદદારો મળી રહ્યા છે. હવે આ સેગમેન્ટમાં ટોયોટાએ (Toyota) ભારતમાં તેની બે નવી SUVs Raize અને Raize Space ને ટ્રેડમાર્ક કર્યું છે. તે વર્તમાન મારુતિ બ્રેઝાનું રિબેજ્ડ વર્ઝન હોવાનું કહેવાય છે. અગાઉ ટોયોટાએ બ્રેઝા પર આધારિત તેની અર્બન ક્રુઝર રજૂ કરી હતી.

જે કંઈ ખાસ કરી શકી ન હતી.  ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર ટોયોટાએ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં આ ટ્રેડમાર્ક રજીસ્ટર કરાવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ Toyota તરફથી સંપૂર્ણપણે નવો ટ્રેડમાર્ક નથી. આ SUV પહેલાથી જ ઈન્ટરનેશનલ માર્કેટમાં ઉપલબ્ધ છે. Toyota Raizeને વૈશ્વિક બજારમાં કોમ્પેક્ટ SUV તરીકે રજૂ કરવામાં આવી છે.

જેની લંબાઈ લગભગ 4 મીટર છે. એવું પણ શક્ય છે કે કંપની આ SUVને 5-સીટર અને 7-સીટર બંને કન્ફિગરેશનમાં ઓફર કરે. કારણ કે કંપનીએ રેઝ અને રેઝ સ્પેસ બંને નામ રજીસ્ટર કર્યા છે અને તેનાથી આ શક્યતાઓ વધુ વધી જાય છે.

કેવી છે ટોયોટા રાઈઝ :

વૈશ્વિક બજારમાં ઉપલબ્ધ ટોયોટા રાઈઝ 3,995 મીમી લંબાઈ અને 1,695 મીમી પહોળાઈના માપદંડમાં ઉપલબ્ધ છે. તેની કોમ્પેક્ટ સાઈઝ હોવા છતાં કાર તેના 17-ઈંચના વિશાળ ટાયર અને ઉભા થયેલા ફેંડર્સને કારણે એસયુવી દેખાવ આપે છે. આ SUVમાં 369 લિટરની બૂટ સ્પેસ પણ ઉપલબ્ધ છે.

કંપનીએ આ SUVને તેના DNGA પ્લેટફોર્મ પર બનાવી છે. જો કે, જાપાનીઝ માર્કેટમાં કંપનીએ 1.0-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન સાથે રાઈઝ પણ રજૂ કરી છે. પરંતુ અહીંના માર્કેટમાં તેને 1.5 લીટર K15C પેટ્રોલ એન્જિન સાથે લોન્ચ કરી શકાય છે.

જે Maruti Brezzaમાં આપવામાં આવ્યું છે. આ એન્જિન 100.6 PSનો પાવર અને 136 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તે 5-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. એવું પણ શક્ય છે કે કંપની તેને CNG વેરિઅન્ટમાં પણ રજૂ કરે.

Toyota Raize માં મળી શકે છે શાનદાર ફીચર્સ :

જો કંપની તેને ભારતીય માર્કેટમાં રજૂ કરશે તો તેમાં એડવાન્સ ફીચર્સ સામેલ કરવામાં આવશે. તે વર્તમાન મારુતિ બ્રેઝામાંથી પણ કેટલીક સુવિધાઓ ઉછીના લઈ શકે છે. આમાં ડ્યુઅલ એલઈડી પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, ક્રોમ ફ્રન્ટ ગ્રિલ, 9-ઇંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, સનરૂફ, વાયરલેસ ચાર્જિંગ, એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટો કનેક્ટિવિટી, TFT કલર ડિસ્પ્લે, એમ્બિયન્ટ લાઈટિંગ અને લેધર-રેપ્ડ સ્ટીયરિંગ વ્હીલનો સમાવેશ થાય છે. આ સિવાય કંપની વધુ સારી સુરક્ષા માટે એડવાન્સ સેફ્ટી ફીચર્સ પણ સામેલ કરી શકે છે.

લોન્ચિંગ અંગે શું છે રિપોર્ટ :

અહીં એ જાણવું જરૂરી છે કે હાલમાં આ SUVનું નામ ટ્રેડમાર્ક કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કંપની દ્વારા તેના લોન્ચ અંગે કોઈ માહિતી શેર કરવામાં આવી નથી. ઘણી વખત વાહન ઉત્પાદકો ઉપરોક્ત બજારમાં બસને સુરક્ષિત રાખવા માટે નોંધાયેલા વાહનોના ટ્રેડમાર્ક પણ મેળવે છે. પરંતુ અર્બન ક્રુઝરના તાજેતરના વેચાણે એવી અટકળોને વેગ આપ્યો છે કે ટોયોટા રાઈઝ અહીંના બજારમાં લોન્ચ થઈ શકે છે.

આ પણ વાંચો :-

10 એપ્રિલ 2023 આજનું રાશિફળ : કયું ફિલ્ડ ચમકાવશે તમારું ભાગ્ય? કયા કરિયરમાં મળશે સફળતા? જુઓ શું કહે છે આજનું રાશિફળ

10 April 2023 Today’s Horoscope

મેષઃ
ધારેલી આવક અટકતી જણાય. મોજશોખમાં ખર્ચનું પ્રમાણ વધે. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય રોકાણો મુલતવી રાખવા. ભાગ્ય સારું છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

વૃષભઃ
આવક જળવાય. ધંધામાં ભાગીદારો સાથે આનંદ વર્તાય. જીવનસાથી સાથે પ્રેમ વધે. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. રોમાંસનો અનુભવ થાય. અપચન, પેટની તકલીફો રહે. મિત્રોનો સાથ મળતો જણાય.

મિથુનઃ
આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઈ-બહેનોથી ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

કર્કઃ
આર્થિક પાસુુ મજબૂત બનતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. જુના રોકાણો ફળદાયી નીવડે તથા નવા રોકાણો ફાયદાકારક સાબિત થતા જણાય. સંતાનની પ્રગતિથી આનંદ. સ્નાયુના દુઃખાવા, જ્ઞાનતંતુની સમસ્યાથી સાચવવું.

સિંહઃ
વિચારોમાં નકારાત્મકતા ટાળવી. આવક જળવાય. નાણાંકીય બાબતો અંગે શુભ દિવસ. નવા રોકાણો ફાયદાકારક નીવડતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ. કાર્યક્ષેત્રે સફળતા.

કન્યાઃ
આવક વધતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા દૂર થતી જણાય. પરિવારમાં સ્નેહનું વાતાવરણ પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. અગત્યના કાર્યની શરૂઆત કરી શકો. આરોગ્ય જળવાય. ધંધામાં વિવાદ ટાળવો.

તુલાઃ
માન સન્માનમાં વધારો થતો જણાય. સ્ત્રીશણગાર તથા આઈસ્ક્રીમ, ઠંડાપીણાના વ્યાપારમાં વિશેષ લાભ. આવકનું પ્રમાણ વધે. પરિવારના સભ્યોની પ્રગતિ શક્ય બને. કાર્યક્ષેત્રે સફળતા અનુુભવાય. સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃશ્ચિકઃ
સંગીત પ્રત્યેનો પ્રેમ તથા વિજાતિય વ્યક્તિ તરફનું આકર્ષણ વધે. ઉન, વાળ, ધાતુને લગતા ધંધા અને શિક્ષક, ‌જ્યોતિષિ, મેનેજર જેવા વ્યવસાયમાં વિશેષ લાભ. પેટના રોગોથી સાવધાની જરૂરી. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે.

ધનઃ
સેવાકીય પ્રવૃત્તિને કારણે યશ-પ્રતિષ્ઠા વધતી જણાય. આવક મર્યાદીત રહે. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. ભાગ્યનો સાથ મળે છે. ધાર્મિક યાત્રા-પ્રવાસ શક્ય બને. માનસિક રોગોની કાળજી રાખવી.

મકરઃ
મિત્રોથી લાભ. જુના મિત્રોની મુલાકાત થાય. નવી મિત્રતા શુભફળદાયી નીવડે. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સુખમાં વૃદ્ધિ થાય. વિદ્યાર્થીમિત્રો માટે શુભ. હાડકાનાં રોગથી સાચવવું.

કુંભઃ
નકારાત્મક વિચારો ત્યાગવા. નાણાંકીય બાબતો અંગે મધ્યમ દિવસ. નવી નોકરી કે ધંધાની શરૂઆત શક્ય બને. હાલના નોકરી-ધંધામાં આનંદ વર્તાય. માતા-પિતાનું આરોગ્ય જળવાય. પત્નિ સાથે વાદ‌-વિવાદ ટાળવો.

મીનઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. ભાગ્યના બળે ઓછી મહેનતે વધુ કામ કરી શકાય. આવક જળવાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. પ્રિન્ટીંગ, સ્ટેશનરી, એક્સપોર્ટ-ઈમ્પોર્ટના ધંધામાં લાભ. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-

સફેદ વાળને કાળા કરવામાં મદદ કરશે આ ફુલ, 1 મહિનામાં નેચરલી વાળ થશે કાળા

This flower will help to turn

  • Hair Care Tips : આજના સમયમાં નાની ઉંમરના લોકોને પણ સફેદ વાળની સમસ્યા થવા લાગે છે. નિષ્ણાતોનું માનીએ તો આહાર શૈલીની ખૂબ જ ખરાબ અસર વાળ ઉપર જોવા મળે છે. તેવામાં જો નાની ઉંમરમાં જ હેર કલર કરવાની શરૂઆત કરવામાં આવે તો વાળ વધારે નબળા થઈ જાય છે.

આજના સમયમાં નાની ઉંમરના લોકોને પણ સફેદ વાળની (White hair) સમસ્યા થવા લાગે છે. નિષ્ણાતોનું માનીએ તો આહાર શૈલીની ખૂબ જ ખરાબ અસર વાળ ઉપર જોવા મળે છે. તેવામાં જો નાની ઉંમરમાં જ હેર કલર કરવાની શરૂઆત કરવામાં આવે તો વાળ (Hair) વધારે નબળા થઈ જાય છે. થોડાક સમયમાં વાળ ખરવાનું પણ વધી જાય છે. ત્યારે આજે તમને એક એવા ફૂલ (Flower) વિશે જણાવીએ જેને લગાડવાથી તમારા વાળ કુદરતી રીતે કાળા રહેશે અને કલર કરવાની જરૂર નહીં પડે.

બારમાસીના ફૂલ વાળને કુદરતી રીતે કાળા કરવામાં મદદ કરે છે. આ ફૂલનો ઉપયોગ કરવાથી વાળ સંબંધિત સમસ્યામાં ફાયદો થાય છે. જો તમે કેમિકલ યુક્ત રંગોથી બચવા ઇચ્છો છો તો આ ફૂલનો ઉપયોગ કરી શકો છો. આ ફૂલમાંથી હેર કલર બનાવવા માટે નીચે દર્શાવ્યા અનુસાર વિધિ ફોલો કરવી.

કલર બનાવવાની રીત :

20 થી 30 બારમાસીના ફૂલની પાંદડી લેવી. તેને બરાબર સાફ કરી લેવી અને તેમાં બે ચમચી ચા ની ભૂકી અને એક ચમચી કોફી ઉમેરો. તેમાં અડધો કપ પાણી ઉમેરી બરાબર ઉકાળો. બધી જ વસ્તુ બરાબર રીતે ઉકળી જાય પછી તેને ઠંડુ થવા દો અને પછી મિક્સચર ગ્રાઈન્ડર માં પીસી લો.

હવે આ પેસ્ટને લોઢાના વાસણમાં બે કલાક સુધી રાખો. બે કલાક પછી તેને વાળમાં લગાડો. વાળમાં લગાડ્યા પછી એક કલાક સુધી તેને રહેવા દો અને પછી માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ લેવા. અઠવાડિયામાં બે વખત આ રીતે ફૂલની પેસ્ટ માથામાં લગાડશો તો તમારા સફેદ વાળ કાળા થવા લાગશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. Gujarat Guardian તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો :-

કાગડા બધે જ કાળા…. અમેરિકામા રાજકીય ગજગ્રાહમાં ક્લિન્ટન પછી ડોનાલ્ડ ટ્રમ્પને ‘સ્ત્રી’ના નામે બદનામ કરાયા

Crows are black everywhere

  • અમેરિકામાં સ્ત્રી-પુરૂષ વચ્ચેના સ્વૈચ્છિક સંબંધો ઉપર કોઈ રોક નથી પરંતુ વ્યભિચાર ચોક્કસ ગણી શકાય, ટ્રમ્પે એક પોર્નસ્ટારને ચેકથી નાણા ચુકવ્યા અને રાજકીય હરીફોને મુદ્દો મળી ગયો!
  • પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક બિનદાસ્ત અને બોલ્ડ રાજકારણી છે અને આગામી ચૂંટણીમા ફરી ઉમેદવારી કરતા રોકવા શાસકોને ‘પોર્ન સ્ટાર’નો મુદ્દો મળી ગયો.
  • વિશ્વની લોકશાહીમાં સૌથી મોટી મહાસત્તા ગણાતા અમેરિકાના જાહેરજીવનમા ‘અનૈતિક’ સંબંધો સ્વીકાર્ય નથી, તેનું ટ્રમ્પ વધુ એક ઉદાહરણ ગણી શકાય, જ્યારે આપણે ત્યાં બાહ્ય સંબંધો ક્રમશઃ જાહેરજીવનનો એક ભાગ બનવા તરફ જઈ રહ્યા છે.
  • અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ક્લિન્ટન અને મોનિકા વચ્ચેના સંબંધો સામે સંસદમા વખોડતો ઠરાવ રજુ કરાયો હતો અને બીજી તરફ અમેરિકાની પ્રજાએ ક્લિન્ટનને માફ કરી દીધા હતા. પ્રજાની ખુમારીનુ આ પણ ઉદાહરણ ગણી શકાય.

પરસ્ત્રી કે પરપુરૂષ સાથેના શારિરીક સંબંધોને (Physical relations) આપણે વ્યભિચાર કહીએ છીએ.  તેમ છતાં આવા સંબંધો આદી, અનાદી કાળથી ચાલતા આવ્યા છે. સમાજમાં છાશવારે થતી લડાઇ, ઝઘડામાં ઘણી વખત ‘સ્ત્રી’ માટેનો ઝઘડો એક કારણ હોય છે. વ્યભિચાર એ કોઇ પણ સમાજમા સ્વીકાર્ય નથી, ઘણી વખત પશુ, પક્ષીઓમાં પણ આવા જ કારણોને લઇને હિંસા થતી હોય છે.

સમાજ વ્યવસ્થા ટકાવી રાખવા માટે પણ આવા સંબંધો ઉપર ચોક્કસ નિયંત્રણ અને પ્રતિબંધો હોવા જ જોઇએ. કાયદો મંજુરી આપતો હોય તો પણ પુરૂષ કે સ્ત્રીના અન્ય પાત્રો સાથેના સંબંધો ઘૃણાસ્પદ હોવા ઉપરાંત સુસંસ્કૃત સમાજમાં તેને હરગીજ સ્વીકારી શકાય નહી.

પશ્ચિમના દેશોમાં એસ્કોર્ટ, નાઇટ પાર્ટનર, ફ્રેન્ડઝ લીવ ઇન રિલેશન વગેરે વગેરે નામે કાયદાકીય છુટ આપવામાં આવે છે પરંતુ સમાજિક રીતે આવી કોઇપણ પ્રવૃત્તિને સાંખી શકાય નહી. અમેરિક જેવા વિકસીત રાષ્ટ્રમાં પણ પરસ્ત્રી સાથેના સંબંધોને સામાજિક માન્યતા આપવામાં આવતી નથી.

ખેર, વિશ્વના અનેક રાજા, મહારાજાઓ અને શાસકોએ સ્ત્રી મોહમાં સત્તા અને સામાજિક વર્ચસ્વ ગુમાવ્યાનો ઇતિહાસ મૈજુદ છે અને તેમ છતા દુષણજનક આ પ્રવૃ‌ત્તિ ખૂણેખાચરે ચાલતી રહે છે. ભૂતકાળમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને મોનિકાનો કિસ્સો જગજાહેર છે. બિલ ક્લિન્ટન અને મોનિકા વચ્ચેના સંબંધોને કારણે અમેરિકી સંસદમાં લેવેન્સ્કી બિલ ક્લિન્ટનને વખોડતો ઠરાવ રજુ કરાયો હતો. અલબત્ત અમેરિકાની (America) પ્રજાએ બિલ ક્લિન્ટન (Bill Clinton) અને મોનિકા વચ્ચેના સંબંધોને વ્યક્તિગત સંબંધો ગણાવીને ક્લિન્ટનને માફ કરી દીધા હતા. એટલે સુધી કે બિલ ક્લિન્ટનના ધર્મપત્ની હિલેરીએ (Hillary) પણ ક્લિન્ટનને ઉદાર મન રાખીને માફ કરી દીધા હતા.

આવા એક નહીં દુનિયામાં અનેક ઉદાહરણો જીવંત છે. જાહેર જીવન અને રોજી‍ંદા સંપર્કોને કારણે ઘણી વખત જાણ્યે અજાણ્યે પણ આવા સંબંધો જોડાઇ જતા હોય છે અને પછી એ અનિવાર્ય બની જાય છે. ઘણા કિસ્સામાં અપમૃત્યુ સુધીના બનાવો પણ નોંધાતા રહ્યા છે.

ભારતના સામાજિક અને રાજકીય જીવનમા આવા કિસ્સાઓનો કોઇ તોટો નથી અને હવે તો લોકો પણ આવા સંબંધોને સ્વીકારતા થઇ ગયા છે. સામે પક્ષે ‘મેડમ’ અને ‘સાહેબ’ જાહેર સમારંભોમાં પણ કોઇ ક્ષોભ કે સામાજિક ગુનાહિત ભાવ વગર અને લાજ-શરમને નેવે મુકીને બિન્દાસ ફરતા રહે છે.

આજકાલ અમેરિકાના તત્કાલિન પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પોર્નસ્ટાર વચ્ચેના આર્થિક વહેવારને લઇને ખૂબ વિવાદ ચગ્યો છે. વિવાદમાં એવું કહેવાય છે અંગત સંબંધો છુપાવવા ડોનાલ્ડ ટ્રમ્પે પોર્નસ્ટારને ખૂબ મોટી રકમ ચૂકવી હતી અને વળી એ પણ ચેકથી નાણા ચૂકવવામાં આવ્યા હતા ! ડોનાલ્ડ ટ્રમ્પ એક બિનદાસ્ત અને બોલ્ડ વ્યક્તિત્વ છે અને એટલે જ તેમણે પોર્નસ્ટારને ચેકથી નાણાં ચૂકવ્યા હતા. ગત રાષ્ટ્રપતિની ચૂંટણી સમયે પોતાના અંગત સંબંધોને જાહેર થતા રોકવા ડોનાલ્ડ ટ્રમ્પે પોર્નસ્ટારને નાણાંની ચૂકવણી કરી હતી. બીજા અર્થમાં એવું કહી શકાય કે ચૂંટણીના સમયે પેલી પોર્નસ્ટાર ડોનાલ્ડ ટ્રમ્પને બ્લેકમેઇલ કરતી હશે.

અમેરિકામા પોર્નસ્ટાર કે અન્ય મહિલા સાથે સ્વૈચ્છાએ સંબંધો બાંધવા એ કાયદાકીય ગુનો નથી. લાસવેગાસ સહિતના ઘણા એવા જાહેર હરવા ફરવાના સ્થળે આવી સ્ત્રીઓ સામે ચાલીને નાણાં લઇને સંબંધો બાંધતી હોય છે. બીજા અર્થમાં કહીએ તો શરીર વેચવાની હોય છે ભારતની દ્રષ્ટિએ આવા સંબંધોને ‘વેશ્યા’ના બદનામ સંબંધોથી જોવામાં આવે છે. ભારતમા પણ જાહેરમાં વેશ્યાવૃત્તિ ઉપર પ્રતિબંધ છે જ અને છતા ક્યાંકને ક્યાંક ખૂણેખાચરે આવી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે.

ડોનાલ્ડ ટ્રમ્પ એક રાજકીયપક્ષના વડા છે. અમેરિકાના જાહેરજીવનમાં શિખર ઉપર છે અને એટલે જ તેમના વ્યક્તિગત જીવનની ચારે તરફ ચર્ચા ચાલી રહી છે. એક વાત ચોક્કસ છે ડોનાલ્ડ ટ્રમ્પે કોઇ ગંભીર ગુનો કર્યો નથી. પોર્નસ્ટાર સાથેના સંબંધો હશે તો પણ એ વ્યક્તિગત અને ચાર દિવાલની વચ્ચેના હશે. વળી, ટ્રમ્પે નાણાંની ચૂકવણી કરી છે. એ જગજાહેર છે અને એટલે જ તેમની સામે કાદવ ઉછાળવામાં આવી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામા રાષ્ટ્રપતિ તરીકે કરેલા કાર્યનુ વિશ્લેષણ કરીને તેમની નબળી કામગીરીને મુદ્દો બનાવવામાં‌ શાસકો નિષ્ફળ નિવડ્યા છે.

એક અહેવાલ મુજબ આગામી વર્ષે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી યોજવાની છે અને ડોનાલ્ડ ટ્રમ્પ ફરી વખત રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી કરવાની તૈયારી કરી રહ્યા હોવાથી તેમને ચૂંટણીથી દૂર રાખવા શાસકપક્ષના લોકોનું એક ષડયંત્ર હોવાનુ મનાઇ રહ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પના શાસન દરમિયાન વેપાર, ઉદ્યોગ વધુ મજબૂત બન્યા હતા. અમેરિકાની સુરક્ષા વ્યવસ્થા અને ઘુસણખોરો ઉપર નિયંત્રણ આવ્યું હતું. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પના અનેક એવા મજબૂત પાસા છે કે જેના કારણે અમેરિકાનાે બહુમતિ વર્ગ ડોનાલ્ડ ટ્રમ્પને ફરી સત્તા ઉપર બેસાડવા માંગે છે અને શાસક પક્ષ કોઇપણ ભોગે કાવાદાવા કરીને પણ ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી લડતા રોકવા માંગે છે.

પરંતુ ચૂંટણીઓને હજુ ઘણીવાર હોવાથી કાનુની લડાઇમાં ટ્રમ્પ સાંગોપાંગ નિર્દોષ પુરવાર થશે એવો તેમના સમર્થકોને વિશ્વાસ છે.

ટ્રમ્પ-પોર્નસ્ટાર

૨૦૨૪ની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીમાંથી રાષ્ટ્રપતિ પદ માટે દાવેદારી કરવાની તૈયારી કરી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ હાલમા ૩૦ થી વધુ ગુનાના આરોપોનો સામનો કરી રહ્યા છે. ચૂંટણી જાહેરાત પૂર્વે કાનુની વિવાદોનો ઉકેલ લાવવામાં નહી આવે તો ટ્રમ્પની ઉમેદવારી સામે અવરોધો ઉભા થઇ શકે.

પોર્ન સ્ટારના નામે ટ્રમ્પને બદનામ કરવાની અમેરિકન સરકારની આ નીતિ સામે ટ્રમ્પના રાજકીય અને વ્યક્તિગત સમર્થકો ખૂબ જ નારાજ છે. અમેરિકામા રહેતા ભારતીય સમુદાયના લોકો પણ ટ્રમ્પના સમર્થનમાં હોવાના અહેવાલ છે.

લોસ એન્જલસ સ્થિત લેબોન હોસ્પિટાલીટી ગ્રુપના ચેરમેન અને ભારતીય ઉદ્યોગપતિ યોગી પટેલ રિપબ્લિકન પક્ષ સાથે જોડાયેલા છે. યોગી પટેલના કહેવા મુજબ બાઇડન સરકાર રાજકીય વેરભાવથી પીડાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રખર રાષ્ટ્રવાદી વ્યક્તિત્વ છે. તેમના શાસન દરમિયાન આતંકવાદ વિરોધી પગલા ભરવા સાથે ‌વૈશ્વિક વેપારમાં અમેરિકાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું હતું. પરિણામે આગામી ચૂંટણીઓમા ડોનાલ્ડ ટ્રમ્પ ફરી રાષ્ટ્રપતિ પદ માટે દાવેદારી કરે એવું લોકો ઇચ્છી રહ્યા છે.

ઉપરાંત ટ્રમ્પનો ફરી વિજય થવાની તકો ઉજળી હોવાથી વિરોધીઓ ટ્રમ્પના ચારિત્ર્યને ખરડવા ઉપરાંત અનેક કાયદાકીય અડચણો ઊભી કરી રહ્યા છે.

PHOTO-2023-04-06-22-23-47

અમેરિકામાં સત્તા કબજે કરવા ચાલી રહેલા કાવાદા જોતા ‘કાગડા બધે જ કાળા’ કહેવત યથાર્થ પુરવાર થઇ રહી છે. માત્ર અમેરિકા જ નહી. મહાસત્તા ગણાતા રશિયા, ચીનમાં પણ સર્વોચ્ચ સત્તા હાંસલ કરવા આખુ બંધારણ બદલી નાંખવા સુધીની રાજરમતો રમવામાં આવી રહી છે. રશિયામાં પુતિન તો ચીનમાં જીનપીંગે દાયકાઓ સુધી સત્તા ભોગવ્યા પછી પણ હજુ સત્તાનો નશો છુટતો નથી.

અલબત્ત ભારતમાં પણ બધુ જ પ્રમ‌ાણિકતાથી ચાલી રહ્યું છે. એવો દાવો કરી શકાય તેમ નથી. અહિયા ફરક એટલો છે કે ચૂંટણી જંગમાં માત્ર બે નહી અનેક રાજકીય હરીફ મેદાનમાં હોવાથી કોણ કોને વધુ નુકસાન કરી જશે? એ ગણિત આવડતુ હોય તો રાજકીય જંગ જીતવા માટે વધુ પરસેવો પાડવાની જરૂર નથી અને આવી વ્યુહરચના ઘડવામાં અને લાગ જોઇને કુકરી ફેંકવામા વિશ્વમાં આપણા નરેન્દ્ર મોદીથી બીજુ કોઇ મહાન હોઇ શકે જ નહીં.

આ પણ વાંચો :-

 

Electric Car : આ હશે દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક SUV, ટાટા નેક્સોન EVને મળશે ટક્કર !

Electric Car

Tata Electric Car: ટાટા કંપની Nexon, Tiago અને Tigorને ઈલેક્ટ્રિક વર્ઝનમાં વેચે છે. પરંતુ કંપનીનું ફોકસ પોતાની ઈવી લાઈનઅપને વધુ વિસ્તાર આપવા પર છે. જલદી કંપની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની છે.

Cheapest Electric SUV : ટાટા મોટર્સ (Tata Motors)એ ખુદને ભારતીય ઇલેક્ટ્રિક કાર બજારમાં સ્થાપિત કરી લીધી છે. હાલ આ દેશની નંબર વન ઈલેક્ટ્રિક કાર વેચનારી કંપની છે. દેશમાં કંપનીની સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક એસયૂવી ટાટા નેક્સોન ઈવી (Tata Nexon EV) ની સફળતાને આ મુકામ હાસિલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ટાટા કંપની Tiago અને Tigor ને પણ ઈલેક્ટ્રિક વર્ઝનમાં વેચે છે. પરંતુ કંપનીનું ફોકસ પોતાના ઈવી લાઈનઅપનો વિસ્તાર કરવા પર છે. જલદી કંપનીની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર આવવાની છે.

2023 ઓટો એક્સપોમાં ટાટા મોટર્સ (Tata Motors) એ પોતાની Harrier SUV ને ઈવી વર્ઝનમાં રજૂ કરી હતી. જેને જલદી બજારમાં લાવવાની આશા છે. હૈરિયર ઈવીને ટાટાના પોર્ટફોલિયોમાં નેક્સોન ઈવીની ઉપર પોઝિશન કરવામાં આવશે. ટાટા મોટર્સ કથિત રીતે વધુ એક ઈલેક્ટ્રિક SUV લોન્ચ કરવા પર વિચાર કરી રહ્યું છે. જેને નેક્સોનની નીચે પ્લેસ કરવામાં આવશે. રિપોર્ટનું માનીએ તો ટાટા પંચ માઇક્રો એસયૂવીનું ઈલેક્ટ્રિક વર્ઝન લાવવામાં આવી શકે છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે ટાટા મોટર્સની પંચ માઈક્રો એસયૂવીને 2023ના અંત સુધી લોન્ચ કરવાની યોજના છે. આ વાહન Gen 2 (સિગ્મા) પ્લેટફોર્મ પર આધારિત હશે. જે ટાટા અલ્ટ્રોઝમાં ઉપયોગ કરવામાં આવેલ ALFA આર્કિટેક્ચરનું એક સંશોધિત વર્ઝન છે. પંચ ઈવીને બે બેટરી પેક ઓપ્શનની સાથે લાવવાની આશા છે. એક બેટરી પેક  Tiago EVની જેમ 26kWh અને બીજુ Nexon EV ની જેમ 30.2kWh નું બેટરી પેક હોઈ શકે છે.

પંચ ઈવીના સંબંધમાં ટાટા મોટર્સ તરફથી કોઈ સત્તાવાર જાણકારી નથી. પરંતુ જો તેને લોન્ચ કરવામાં આવે તો તે ભારતની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક એસયૂવી હોવાની આશા છે. જેની અંદાજિત કિંમત 10થી 14 લાખ રૂપિયા હોઈ શકે છે.

આ પણ વાંચો :-

08 એપ્રિલ 2023 આજનું રાશિફળ : મોસાળપક્ષે ચિંતા, માનસિક અસ્વસ્થતા, હિસાબી કામકાજમાં સાવધાની: કઈ-કઈ રાશિના જાતકોએ આજે સાવધ રહેવું !

08 April 2023 Today’s Horoscope

મેષઃ
આવક ઓછી થવાના કારણે માનસિક અસ્વસ્થતા જણાય. ઉપરાંત તબિયત પણ થોડી અસ્વસ્થ રહે. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. માન સન્માનમાં વધારો થાય.

વૃષભઃ
આદ્યાત્મિકતામાં વધારો થતો જણાય. સિધ્ધાંતવાદી વલણ રહે. સંતાનો તરફથી વિશેષ આનંદ મળતો જણાય. સંતાનની પ્રગતિથી દીલ હરખાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્ય સારૂં છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય.

મિથુનઃ
વાહનસુખ, મકાન-મિલકતના સુખમાં ‌વૃધ્ધિ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતમાં સુધારો જણાય. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. ધંધામાં પરિસ્થિતિ સુધરતાં આવકમાં વૃધ્ધિ થાય. ભાગ્ય સારૂં રહે.

કર્કઃ
આજે શરૂ કરવામાં આવેલા તમામ કાર્યો સફળ થતાં જણાય. પરિવારમાં આનંદ-ઉત્સાહમાં વધારો થાય. શુભ પ્રસંગનું આયોજન થાય. આરોગ્ય સંબંધી થોડી ચિંતા રહે. હિત શત્રુઓથી સાવધ રહેવું.

સિંહઃ
આનંદ, ઉત્સાહ, ઉમંગમાં વધારો થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કપડાંની ખરીદી શક્ય બને. દામ્પત્ય જીવનમાં મધુરતા જણાય. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય સારૂં જળવાશે.

કન્યાઃ
માનસિક આનંદ વધતો જણાય. ખર્ચમાં અણધાર્યો વધારો થાય. ઉષ્ણવાતની શરદીનો પ્રકોપ રહે. સુકી ખાંસી, માથાનો દુઃખાવો, માઇગ્રેનથી પરેશાની વધે. માતાની તબિયતની કાળજી રાખવી. અગત્યના રોકાણો મુલતવી રાખવા.

તુલાઃ
સંઘર્ષથી સફળતા મળતી જણાય. આવક અંગે અસંતોષ રહે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય, માતૃપક્ષ તરફી ચિંતા રહે. પરિવારમાં ઉચાટ ભર્યું વાતાવરણ રહે. સ્વાસ્થ્ય અંગેની સુખાકારી જળવાય.

વૃશ્ચિકઃ
આજે આપના મિત્રોને કારણે આપને આનંદનો અનુભવ થશે. મિત્રોનો સાથ મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. પરિવારમાં સુખ-શાંતિ, સમૃધ્ધિ જળવાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાય.

ધનઃ
નોકરી ધંધામાં સફળતા. નવી નોકરી મળવાના યોગ બને છે. ધંધામાં સફળતા-યશ મળતો જણાય. આવક જાવકનું પલ્લુ સરભર થતું જણાય. સાસરા પક્ષ તરફથી લાભ. આરોગ્ય સારૂ રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકરઃ
આજે ભાગ્ય બળવાન છે. ઓછી મહેનતે કાર્યમાં સફળતા મળે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. પરિવારમાં મનમેળ રહે. નવા કાર્યો હાથ પર લઇ શકાય. જુની ઉઘરાણી છુટી થતી જણાય. પરિણામે નાણાંમાં વૃધ્ધિ થાય.

કુંભઃ
દિવસ દરમ્યાન માનસિક પરિતાપ રહે. નકારાત્મક વિચારો મન ઉપર હાવી થતા જણાય. અને પરિણામે જેવા વિચારો તેવું ફળ પ્રાપ્‍ત થાય. આથી હકારાત્મક વિચારો કરવાની સલાહ છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

મીનઃ
શેખચલ્લી જેવા વિચારો ટાળવા. મીઠાઈ, ઠંડાપીણાનો શોખ વધતો જણાય. વાણિજ્ય, દુર સંચાર, જળ આધારિત કાર્યો તથા સુગંધીત દ્રવ્યો, ચાંદી, રબ્બરના વેપારવાળાને લાભ. પત્નિ સાથે પ્રેમ જળવાશે. આરોગ્ય સારૂ રહેશે. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-