જુનિયર ક્લાર્કની પરીક્ષાની આ રહી A To Z માહિતી, તમારા માટે બહુ જ કામની સાબિત થશે

Share this story

This A To Z information of Junior Clerk  

  • Junior Clerk Exam Call Letter : પરીક્ષા કેન્દ્ર પર CCTV ના માધ્યમથી મોનિટરિંગ કરાશે. પરીક્ષા સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને મોબાઈલ રાખવા પર પ્રતિબંધ રહેશે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (Gujarat Panchayat Service Selection Board) દ્વારા આગામી 9 એપ્રિલનાં રોજ જુનિયર ક્લાર્કની (Junior Clerk) પરીક્ષા લેવામાં આવનાર છે. આવતી કાલે ગુજરાતમાં જૂનિયર ક્લર્કની પરીક્ષા યોજાનાર છે. 9 લાખથી વધુ ઉમેદવારો આ જૂનિયર ક્લાર્કની (Junior Clerk) પરીક્ષા આપવાના છે. ત્યારે આ પરીક્ષાને લઈને વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું છે. ગાંધીનગર જુનીયર ક્લાર્કની પરીક્ષાને લઈ સરકાર સજજ બની છે.

તમામ અધિકારી-કર્મચારીઓ ત્રણ દિવસ સુધી DDO હવાલે કરાયા છે. ગીર સોમનાથ સિવાયના અધિકારી-કર્મચારી DDO હવાલે છે. વર્ગ 1-2-3 ના કર્મચારીઓનો પરીક્ષાની કામગીરી માટે ઉપયોગ કરાશે. સામાન્ય વહીવટ વિભાગે તમામ જિલ્લાઓને આદેશ વહેતા કરાયા છે. જિલ્લા વિકાસ અધિકારી જરુરીયાત મુજબ તેમની પાસેથી કામ લઈ શકશે. ત્રણ દિવસ અધિકારી કર્મચારીઓ પરીક્ષા માટે કામ કરશે.

કર્મચારી મોબાઈલ નહિ રાખી શકે :

જુનિયર કલાર્કની પરીક્ષા માટે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. રાજ્યમાં આવેલા 3 હજાર પરિક્ષા કેન્દ્રો પર કડક વ્યવસ્થા કરાઈ છે. પોલીસ બંદોબસ્ત એક દિવસ અગાઉ ગોઠવી દેવાયો છે. એક વર્ગમાં 30 ઉમેદવારોની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. તો પાટલીઓ પર બેઠક નંબર લખવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્ર પર CCTV ના માધ્યમથી મોનિટરિંગ કરાશે. પરીક્ષા સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને મોબાઈલ રાખવા પર પ્રતિબંધ રહેશે.

બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ થશે :

આ પરીક્ષાને લઈને હસમુખ પટેલે જણાવ્યું કે આ વખતે જુનિયર ક્લાર્કની પરીક્ષામાં નવતર પ્રયોગ કરવામાં આવનાર છે. આ વખતે કોઈપણ ગેરરીતિ ન થાય તે માટે બોડીવોર્ન કેમેરાનો પોલીસ ઉપયોગ કરશે.

દોડશે સ્પેશિયલ ટ્રેન :

જુનિયર ક્લાર્કની પરીક્ષા માટેના ઉમેદવારો માટે 9 એપ્રિલે રાજકોટ અને જૂનાગઢ વચ્ચે પરીક્ષા સ્પેશિયલ ટ્રેન દોડશે. રાજકોટ-જૂનાાગઢ-રાજકોટ રૂટની ટ્રેન દોડશે. જૂનાગઢ-રાજકોટ-જૂનાગઢ રૂટની ટ્રેન દોડશે. રાજકોટથી જૂનાગઢ માટે સવારે 7 વાગ્યે ટ્રેન ઉપડશે. જે જૂનાગઢથી બપોરે 3 વાગ્યે રિટર્ન થશે. જૂનાગઢથી રાજકોટ જવા માટે સવારે 7:30 કલાકે ઉપડશે. રાજકોટથી બપોરે 2:55 કલાકે રિટર્ન થશે. ST વિભાગ પણ 250 એકસ્ટ્રા બસો દોડાવશે.

આ પણ વાંચો :-