‘યોગ્ય કપડાં ન પહેરતી છોકરીઓ લાગે છે શૂર્પણખા’, ભાજપ નેતાનું વિવાદિત નિવેદન

Share this story

‘Girls who don’t wear proper

  • બીજેપી નેતા કૈલાશ વિજયવર્ગીયએ ફરી એકવાર મહિલાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, કેટલીક મહિલાઓ એવા કપડા પહેરીને બહાર નીકળે છે કે થપ્પડ મારવાનું મન થાય.

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય (Kailash Vijayvargiya) ફરી એકવાર તેમના નિવેદનને કારણે વિવાદોમાં ઘેરાયા છે. તેમનો હનુમાન જ્યંતિનો (Hanuman Jyanti) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કૈલાશ વિજયવર્ગીય કહી રહ્યા છે કે કેટલીક મહિલાઓ એવા કપડા પહેરીને નીકળે છે કે. તેમણે કહ્યું કે કારમાંથી નીચે ઉતરીને થપ્પડ મારવાનું મન થાય છે તે શૂર્પણખા જેવી દેખાય છે.

કૈલાશ વિજયવર્ગીયનની વિવાદાસ્પદ ટિપ્પણી :

જે વીડિયોમાં કૈલાશ કહે છે કે હું ક્યારેક જોઉં છું કે, ‘આજે પણ જ્યારે હું બહાર નીકળું છું ત્યારે હું ભણેલા-ગણેલા યુવકો અને બાળકોને નાચતા જોઉં છું. ખરેખર એવી ઈચ્છા થાય છે કે, પાંચ સાત એવી આપુ કે, બધો નશો ઉતરી જાય. સાચુ કહી રહ્યું કે ભગવાનની કસમ. હનુમાન જ્યંતિ પર જૂઠ નહી બોલું.

છોકરીઓ એટલા ગંદા કપડા પહેરી નીકળે છે અને આપણે મહિલાઓને દેવી બોલીએ છીએ. એમાં દેવીનો સ્વરૂપ જ નથી દેખાતો. સંપૂર્ણ શૂર્પણાખા જેવી દેખાય છે. તેમણે કહ્યું કે ભગવાને એટલો સુંદર શરીર આપ્યો છે તો સારા કપડા પહેરો. થોડા સારા કપડા પહેરો તેમણે કહ્યું કે, બાળકોને સંસ્કાર આપો હું ચિંતિત છું.

આ પણ વાંચો :-