કાગડા બધે જ કાળા…. અમેરિકામા રાજકીય ગજગ્રાહમાં ક્લિન્ટન પછી ડોનાલ્ડ ટ્રમ્પને ‘સ્ત્રી’ના નામે બદનામ કરાયા

Share this story

Crows are black everywhere

  • અમેરિકામાં સ્ત્રી-પુરૂષ વચ્ચેના સ્વૈચ્છિક સંબંધો ઉપર કોઈ રોક નથી પરંતુ વ્યભિચાર ચોક્કસ ગણી શકાય, ટ્રમ્પે એક પોર્નસ્ટારને ચેકથી નાણા ચુકવ્યા અને રાજકીય હરીફોને મુદ્દો મળી ગયો!
  • પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક બિનદાસ્ત અને બોલ્ડ રાજકારણી છે અને આગામી ચૂંટણીમા ફરી ઉમેદવારી કરતા રોકવા શાસકોને ‘પોર્ન સ્ટાર’નો મુદ્દો મળી ગયો.
  • વિશ્વની લોકશાહીમાં સૌથી મોટી મહાસત્તા ગણાતા અમેરિકાના જાહેરજીવનમા ‘અનૈતિક’ સંબંધો સ્વીકાર્ય નથી, તેનું ટ્રમ્પ વધુ એક ઉદાહરણ ગણી શકાય, જ્યારે આપણે ત્યાં બાહ્ય સંબંધો ક્રમશઃ જાહેરજીવનનો એક ભાગ બનવા તરફ જઈ રહ્યા છે.
  • અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ક્લિન્ટન અને મોનિકા વચ્ચેના સંબંધો સામે સંસદમા વખોડતો ઠરાવ રજુ કરાયો હતો અને બીજી તરફ અમેરિકાની પ્રજાએ ક્લિન્ટનને માફ કરી દીધા હતા. પ્રજાની ખુમારીનુ આ પણ ઉદાહરણ ગણી શકાય.

પરસ્ત્રી કે પરપુરૂષ સાથેના શારિરીક સંબંધોને (Physical relations) આપણે વ્યભિચાર કહીએ છીએ.  તેમ છતાં આવા સંબંધો આદી, અનાદી કાળથી ચાલતા આવ્યા છે. સમાજમાં છાશવારે થતી લડાઇ, ઝઘડામાં ઘણી વખત ‘સ્ત્રી’ માટેનો ઝઘડો એક કારણ હોય છે. વ્યભિચાર એ કોઇ પણ સમાજમા સ્વીકાર્ય નથી, ઘણી વખત પશુ, પક્ષીઓમાં પણ આવા જ કારણોને લઇને હિંસા થતી હોય છે.

સમાજ વ્યવસ્થા ટકાવી રાખવા માટે પણ આવા સંબંધો ઉપર ચોક્કસ નિયંત્રણ અને પ્રતિબંધો હોવા જ જોઇએ. કાયદો મંજુરી આપતો હોય તો પણ પુરૂષ કે સ્ત્રીના અન્ય પાત્રો સાથેના સંબંધો ઘૃણાસ્પદ હોવા ઉપરાંત સુસંસ્કૃત સમાજમાં તેને હરગીજ સ્વીકારી શકાય નહી.

પશ્ચિમના દેશોમાં એસ્કોર્ટ, નાઇટ પાર્ટનર, ફ્રેન્ડઝ લીવ ઇન રિલેશન વગેરે વગેરે નામે કાયદાકીય છુટ આપવામાં આવે છે પરંતુ સમાજિક રીતે આવી કોઇપણ પ્રવૃત્તિને સાંખી શકાય નહી. અમેરિક જેવા વિકસીત રાષ્ટ્રમાં પણ પરસ્ત્રી સાથેના સંબંધોને સામાજિક માન્યતા આપવામાં આવતી નથી.

ખેર, વિશ્વના અનેક રાજા, મહારાજાઓ અને શાસકોએ સ્ત્રી મોહમાં સત્તા અને સામાજિક વર્ચસ્વ ગુમાવ્યાનો ઇતિહાસ મૈજુદ છે અને તેમ છતા દુષણજનક આ પ્રવૃ‌ત્તિ ખૂણેખાચરે ચાલતી રહે છે. ભૂતકાળમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને મોનિકાનો કિસ્સો જગજાહેર છે. બિલ ક્લિન્ટન અને મોનિકા વચ્ચેના સંબંધોને કારણે અમેરિકી સંસદમાં લેવેન્સ્કી બિલ ક્લિન્ટનને વખોડતો ઠરાવ રજુ કરાયો હતો. અલબત્ત અમેરિકાની (America) પ્રજાએ બિલ ક્લિન્ટન (Bill Clinton) અને મોનિકા વચ્ચેના સંબંધોને વ્યક્તિગત સંબંધો ગણાવીને ક્લિન્ટનને માફ કરી દીધા હતા. એટલે સુધી કે બિલ ક્લિન્ટનના ધર્મપત્ની હિલેરીએ (Hillary) પણ ક્લિન્ટનને ઉદાર મન રાખીને માફ કરી દીધા હતા.

આવા એક નહીં દુનિયામાં અનેક ઉદાહરણો જીવંત છે. જાહેર જીવન અને રોજી‍ંદા સંપર્કોને કારણે ઘણી વખત જાણ્યે અજાણ્યે પણ આવા સંબંધો જોડાઇ જતા હોય છે અને પછી એ અનિવાર્ય બની જાય છે. ઘણા કિસ્સામાં અપમૃત્યુ સુધીના બનાવો પણ નોંધાતા રહ્યા છે.

ભારતના સામાજિક અને રાજકીય જીવનમા આવા કિસ્સાઓનો કોઇ તોટો નથી અને હવે તો લોકો પણ આવા સંબંધોને સ્વીકારતા થઇ ગયા છે. સામે પક્ષે ‘મેડમ’ અને ‘સાહેબ’ જાહેર સમારંભોમાં પણ કોઇ ક્ષોભ કે સામાજિક ગુનાહિત ભાવ વગર અને લાજ-શરમને નેવે મુકીને બિન્દાસ ફરતા રહે છે.

આજકાલ અમેરિકાના તત્કાલિન પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પોર્નસ્ટાર વચ્ચેના આર્થિક વહેવારને લઇને ખૂબ વિવાદ ચગ્યો છે. વિવાદમાં એવું કહેવાય છે અંગત સંબંધો છુપાવવા ડોનાલ્ડ ટ્રમ્પે પોર્નસ્ટારને ખૂબ મોટી રકમ ચૂકવી હતી અને વળી એ પણ ચેકથી નાણા ચૂકવવામાં આવ્યા હતા ! ડોનાલ્ડ ટ્રમ્પ એક બિનદાસ્ત અને બોલ્ડ વ્યક્તિત્વ છે અને એટલે જ તેમણે પોર્નસ્ટારને ચેકથી નાણાં ચૂકવ્યા હતા. ગત રાષ્ટ્રપતિની ચૂંટણી સમયે પોતાના અંગત સંબંધોને જાહેર થતા રોકવા ડોનાલ્ડ ટ્રમ્પે પોર્નસ્ટારને નાણાંની ચૂકવણી કરી હતી. બીજા અર્થમાં એવું કહી શકાય કે ચૂંટણીના સમયે પેલી પોર્નસ્ટાર ડોનાલ્ડ ટ્રમ્પને બ્લેકમેઇલ કરતી હશે.

અમેરિકામા પોર્નસ્ટાર કે અન્ય મહિલા સાથે સ્વૈચ્છાએ સંબંધો બાંધવા એ કાયદાકીય ગુનો નથી. લાસવેગાસ સહિતના ઘણા એવા જાહેર હરવા ફરવાના સ્થળે આવી સ્ત્રીઓ સામે ચાલીને નાણાં લઇને સંબંધો બાંધતી હોય છે. બીજા અર્થમાં કહીએ તો શરીર વેચવાની હોય છે ભારતની દ્રષ્ટિએ આવા સંબંધોને ‘વેશ્યા’ના બદનામ સંબંધોથી જોવામાં આવે છે. ભારતમા પણ જાહેરમાં વેશ્યાવૃત્તિ ઉપર પ્રતિબંધ છે જ અને છતા ક્યાંકને ક્યાંક ખૂણેખાચરે આવી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે.

ડોનાલ્ડ ટ્રમ્પ એક રાજકીયપક્ષના વડા છે. અમેરિકાના જાહેરજીવનમાં શિખર ઉપર છે અને એટલે જ તેમના વ્યક્તિગત જીવનની ચારે તરફ ચર્ચા ચાલી રહી છે. એક વાત ચોક્કસ છે ડોનાલ્ડ ટ્રમ્પે કોઇ ગંભીર ગુનો કર્યો નથી. પોર્નસ્ટાર સાથેના સંબંધો હશે તો પણ એ વ્યક્તિગત અને ચાર દિવાલની વચ્ચેના હશે. વળી, ટ્રમ્પે નાણાંની ચૂકવણી કરી છે. એ જગજાહેર છે અને એટલે જ તેમની સામે કાદવ ઉછાળવામાં આવી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામા રાષ્ટ્રપતિ તરીકે કરેલા કાર્યનુ વિશ્લેષણ કરીને તેમની નબળી કામગીરીને મુદ્દો બનાવવામાં‌ શાસકો નિષ્ફળ નિવડ્યા છે.

એક અહેવાલ મુજબ આગામી વર્ષે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી યોજવાની છે અને ડોનાલ્ડ ટ્રમ્પ ફરી વખત રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી કરવાની તૈયારી કરી રહ્યા હોવાથી તેમને ચૂંટણીથી દૂર રાખવા શાસકપક્ષના લોકોનું એક ષડયંત્ર હોવાનુ મનાઇ રહ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પના શાસન દરમિયાન વેપાર, ઉદ્યોગ વધુ મજબૂત બન્યા હતા. અમેરિકાની સુરક્ષા વ્યવસ્થા અને ઘુસણખોરો ઉપર નિયંત્રણ આવ્યું હતું. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પના અનેક એવા મજબૂત પાસા છે કે જેના કારણે અમેરિકાનાે બહુમતિ વર્ગ ડોનાલ્ડ ટ્રમ્પને ફરી સત્તા ઉપર બેસાડવા માંગે છે અને શાસક પક્ષ કોઇપણ ભોગે કાવાદાવા કરીને પણ ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી લડતા રોકવા માંગે છે.

પરંતુ ચૂંટણીઓને હજુ ઘણીવાર હોવાથી કાનુની લડાઇમાં ટ્રમ્પ સાંગોપાંગ નિર્દોષ પુરવાર થશે એવો તેમના સમર્થકોને વિશ્વાસ છે.

ટ્રમ્પ-પોર્નસ્ટાર

૨૦૨૪ની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીમાંથી રાષ્ટ્રપતિ પદ માટે દાવેદારી કરવાની તૈયારી કરી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ હાલમા ૩૦ થી વધુ ગુનાના આરોપોનો સામનો કરી રહ્યા છે. ચૂંટણી જાહેરાત પૂર્વે કાનુની વિવાદોનો ઉકેલ લાવવામાં નહી આવે તો ટ્રમ્પની ઉમેદવારી સામે અવરોધો ઉભા થઇ શકે.

પોર્ન સ્ટારના નામે ટ્રમ્પને બદનામ કરવાની અમેરિકન સરકારની આ નીતિ સામે ટ્રમ્પના રાજકીય અને વ્યક્તિગત સમર્થકો ખૂબ જ નારાજ છે. અમેરિકામા રહેતા ભારતીય સમુદાયના લોકો પણ ટ્રમ્પના સમર્થનમાં હોવાના અહેવાલ છે.

લોસ એન્જલસ સ્થિત લેબોન હોસ્પિટાલીટી ગ્રુપના ચેરમેન અને ભારતીય ઉદ્યોગપતિ યોગી પટેલ રિપબ્લિકન પક્ષ સાથે જોડાયેલા છે. યોગી પટેલના કહેવા મુજબ બાઇડન સરકાર રાજકીય વેરભાવથી પીડાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રખર રાષ્ટ્રવાદી વ્યક્તિત્વ છે. તેમના શાસન દરમિયાન આતંકવાદ વિરોધી પગલા ભરવા સાથે ‌વૈશ્વિક વેપારમાં અમેરિકાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું હતું. પરિણામે આગામી ચૂંટણીઓમા ડોનાલ્ડ ટ્રમ્પ ફરી રાષ્ટ્રપતિ પદ માટે દાવેદારી કરે એવું લોકો ઇચ્છી રહ્યા છે.

ઉપરાંત ટ્રમ્પનો ફરી વિજય થવાની તકો ઉજળી હોવાથી વિરોધીઓ ટ્રમ્પના ચારિત્ર્યને ખરડવા ઉપરાંત અનેક કાયદાકીય અડચણો ઊભી કરી રહ્યા છે.

PHOTO-2023-04-06-22-23-47

અમેરિકામાં સત્તા કબજે કરવા ચાલી રહેલા કાવાદા જોતા ‘કાગડા બધે જ કાળા’ કહેવત યથાર્થ પુરવાર થઇ રહી છે. માત્ર અમેરિકા જ નહી. મહાસત્તા ગણાતા રશિયા, ચીનમાં પણ સર્વોચ્ચ સત્તા હાંસલ કરવા આખુ બંધારણ બદલી નાંખવા સુધીની રાજરમતો રમવામાં આવી રહી છે. રશિયામાં પુતિન તો ચીનમાં જીનપીંગે દાયકાઓ સુધી સત્તા ભોગવ્યા પછી પણ હજુ સત્તાનો નશો છુટતો નથી.

અલબત્ત ભારતમાં પણ બધુ જ પ્રમ‌ાણિકતાથી ચાલી રહ્યું છે. એવો દાવો કરી શકાય તેમ નથી. અહિયા ફરક એટલો છે કે ચૂંટણી જંગમાં માત્ર બે નહી અનેક રાજકીય હરીફ મેદાનમાં હોવાથી કોણ કોને વધુ નુકસાન કરી જશે? એ ગણિત આવડતુ હોય તો રાજકીય જંગ જીતવા માટે વધુ પરસેવો પાડવાની જરૂર નથી અને આવી વ્યુહરચના ઘડવામાં અને લાગ જોઇને કુકરી ફેંકવામા વિશ્વમાં આપણા નરેન્દ્ર મોદીથી બીજુ કોઇ મહાન હોઇ શકે જ નહીં.

આ પણ વાંચો :-