IPL 2023 માં સુરતનો ડંકો વાગ્યો : તમામ ટીમના પ્લેયર્સે પહેરેલા ખાસ પ્રકારના કપડા અહીં બન્યા છે

Share this story

IPL 2023 kicks off in Surat 

  • IPL 2023 : IPL ના તમામ ખેલાડીઓ અને તેમના દર્શકો જે ટીશર્ટ અને ટ્રેક પેન્ટ પહેરે છે તેનું કાપડ સુરતમાં તૈયાર થયું છે. છેલ્લા ચાર વર્ષથી ડ્રાયફીટ કાપડના ઉત્પાદનમાં સુરત હબ બન્યું છે. અગાઉ આ કાપડ ચીનથી ઈમ્પોર્ટ કરવામાં આવતું હતું. પરંતુ હવે આ સ્પોર્ટસવેર કાપડ ઉત્પાદનમાં સુરત આત્મનિર્ભર બન્યું છે.

હાલ ગુજરાત સહિત દેશભરમાં IPLનો ક્રેઝ જોવા મળે છે. જેમાં ખાસ કરીને પોતાની પસંદગીની ટીમની ટી-શર્ટ પહેરવાનું ક્રિકેટપ્રેમીઓમાં (Cricket Lover) ખુબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ખેલાડીઓ જે ટી-શર્ટ અને ટ્રેક પહેરે છે તેનું કાપડ સુરતમાં બની રહ્યું છે. જેથી IPLના લીધે સુરતના વેપારીઓને બમ્પર આવક થઈ રહી છે. છેલ્લા ચાર વર્ષથી ડ્રાયફીટ કાપડના ઉત્પાદનનું સુરત (Surat) હબ બન્યું છે.

અગાઉ આ કાપડ ચાઈનાથી ઈમ્પોર્ટ (Import) કરવામાં આવતું હતું. પરંતુ તેમાં હવે સુરત આત્મનિર્ભર બન્યું છે. IPLના ખેલાડીઓ માટે તૈયાર થતા ટી-શર્ટ અને ટ્રેક માટેનું જ્યુરિક મટીરિયલનું પોલિસ્ટર કાપડ સુરતમાં તૈયાર થઈ રહ્યું છે. જેની ખાસીયત એ છે કે તે બને તરફથી સ્ટેચેબલ હોય છે. સાથે મેદાનમાં પરેસવાથી ટી-શર્ટ ભીની થાય તો તે ભારે નથી થતી.

ત્યારે ખેલાડીઓ ઉપરાંત ક્રિકેટ પ્રેમીએ પણ આ ટી-શર્ટ પહેરી મેદાનમાં મેચ જોવા જઈ રહ્યા છે. જેથી સુરતના જ્યુરિક મટીરિયલના કાપડની ટી-શર્ટ અને ટ્રેકની ખૂબ જ ડિમાન્ડ જોવા મળી રહી છે. IPLના ખેલાડીઓ જે જર્સી અને ટ્રેકપેન્ટમાં જોવા મળી રહ્યા છે તેનું કાપડ સુરતમાં તૈયાર કરવામાં આવ્યું છે. IPL ના ખેલાડીઓ જે જર્સી પહેરી રહ્યા છે તેના કાપડનું ઉત્પાદન સુરતમાં થયું છે.

સુરતમાં તૈયાર આ કાપડની ડિમાન્ડ હાલ સ્પોર્ટસ ક્ષેત્રમાં સૌથી વધારે છે. સુરતના વેપારી વિષ્ણુ અગ્રવાલ દ્વારા IPL ટીમના ખેલાડીઓ માટે આ કાપડ મોકલવામાં આવ્યું હતું. આ કાપડ પર ડિજિટલ પ્રિન્ટ અને ગારમેન્ટિંગ ત્યાર પછી કરવામાં આવે છે.

પ્લેયર્સ માટે બનેલા કપડાની ખાસિયત :

  • આ કાપડ જ્યુરિક મટીરીયલ તરીકે ઓળખાય છે.
  • આ પોલિસ્ટર કાપડ હોય છે. પરંતુ તેની ખાસિયત છે કે આ ગરમીમાં પણ ખેલાડીના પરસેવાથી ભીંજાયને ભારે થતું નથી.
  • કાપડ બંને સાઈડથી આ કાપડ ખૂબ જ સ્ટ્રેચેબલ હોય છે.

આ પણ વાંચો :-