PM મોદી કરતાં મોટા બંગ્લામાં રહેવા જશે રાહુલ ગાંધી, દેશમાં TOP-3માં આવે છે આ સરકારી નિવાસ

Share this story

Rahul Gandhi will live in a bungalow  

  • માત્ર રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીનું નિવાસસ્થાન 10 જનપથથી મોટું છે. જ્યારે રાષ્ટ્રપતિ ભવન ઉપર રાષ્ટ્રપતિ નિવાસ અને 7 RCR સત્તાવાર નિવાસસ્થાનો છે. 10 જનપથ ગાંધી પરિવારને ફાળવવામાં આવ્યો છે.

હાલમાં રાહુલ ગાંધીની (Rahul Gandhi) સદસ્યતા રદ થયા બાદ હવે રાહુલ મા સોનિયા સાથે 10 જનપથમાં રહેવા જવાના છે. ત્યારથી 10 જનપથનો બંગલો (10 Janpath Bungalow) હવે ચર્ચામાં આવી ગયો છે. સોનિયા ગાંધીનું 10 જનપથ ખાતેનું ઘર વડાપ્રધાનના આવાસ કરતા પણ મોટું છે. દેશના અન્ય નેતાઓની સરખામણીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) પાસે સૌથી મોટું ઘર છે. આટલું જ નહીં તેમનું આવાસ 10 જનપથ વડાપ્રધાનના નિવાસસ્થાન 7 રેસકોર્સ કરતા પણ મોટું છે.

સેન્ટ્રલ પબ્લિક ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર વડાપ્રધાનનું આવાસ 14,101 ચોરસ મીટરમાં બનેલું છે. જ્યારે ગાંધી આવાસ 15,181 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. જે 7RCR કરતાં ઘણું મોટું છે. આ માહિતી એક સમયે દેવ આશિષ ભટ્ટાચાર્ય દ્વારા દાખલ કરવામાં આવેલી RTI અરજી હેઠળ આપવામાં આવી હતી.

320 એકરમાં ફેલાયેલું રાષ્ટ્રપતિ ભવન અન્ય તમામ સત્તાવાર મકાનો કરતાં મોટું છે. તે વિશ્વના કોઈપણ રાજ્યના વડાના ઘર કરતા પણ મોટું છે. બીજી તરફ 6 મૌલાના આઝાદ રોડ સ્થિત ઉપરાષ્ટ્રપતિનું આવાસ 26,33.49 ચોરસ મીટરમાં બનેલું છે. સોનિયા ગાંધી છેલ્લા 32 વર્ષથી 10 જનપથ પર રહે છે.

રાજીવ ગાંધીના અવસાન બાદ સોનિયાને ફાળવવામાં આવ્યો હતો આ બંગ્લો. 12 જાન્યુઆરી 1990ના રોજ રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી આ બંગલામાં રહેવા આવ્યા હતા. એક વર્ષ પછી 21 મે 1991ના રોજ રાજીવ ગાંધીનું તામિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં આત્મઘાતી હુમલામાં મૃત્યુ થયું. રાજીવ બાદ આ બંગલો 1991માં જ સોનિયા ગાંધીના નામે ટ્રાન્સફર કરીને ફાળવવામાં આવ્યો હતો. ત્યારથી ત્રણ દાયકા વીતી ગયા છે અને તે હજુ પણ સોનિયા ગાંધીના ઘરનું સરનામું છે.

રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા સમાપ્ત થઈ ગઈ છે. સાંસદના જવાથી હવે તેમણે સરકારી બંગલો પણ ખાલી કરવો પડશે. લોકસભા સચિવાલયે રાહુલને 24 એપ્રિલ સુધીમાં બંગલો ખાલી કરવા નોટિસ મોકલી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધીને તેમના નિવાસસ્થાને રહેવાની ઓફર કરી હતી. પરંતુ હવે રાહુલ તેમની માતા સાથે તેમના 10 જનપથ સ્થિત નિવાસસ્થાને રહેશે.

આ પણ વાંચો :-