Home Blog Page 1114

ટ્રેનમાં પગ મૂકવાની પણ જગ્યા નથી, સુરતથી ઉપડતી ટ્રેનોમાં ભીડના દ્રશ્યો ડરાવના લાગશે

0

There is no space to even step

  • Summer Vacation : સુરતમાં રિઝર્વેશન વિનાની અંત્યોદય ટ્રેન શરૂ થતાં ભારે ભીડ. બારીમાંથી મુસાફરો ટ્રેનના કોચમાં પ્રવેશતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા. મુસાફરોનો ધસારો વધતાં ટ્રેનની અંદરથી ગેટ બંધ કરવામાં આવ્યા.

સુરતમાં રોજગારી અર્થે આવેલા યુપી-બિહારના (UP-Bihar) લોકોને ઉનાળાના વેકેશનમાં પોતાના રાજ્યોમાં જવા માટે ટ્રેનના અભાવે પશુઓની જેમ લડતા-લડતા ગામ જવું પડે છે. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) જતી અંત્યોદય ટ્રેનની (Antyodaya train) હાલત જોઈને તમને પણ પરસેવો છૂટી જશે. તમામ અનરિઝર્વ્ડ કોચમાં (Unreserved Coach) પગ મુકવાની પણ જગ્યા નથી.

અંત્યોદય ટ્રેનમાં તમામ 18 અનરિઝર્વ કોચ છે. અઠવાડિયામાં એકવાર આ ટ્રેન ઉત્તર પ્રદેશ જવા માટે ઉધના રેલવે સ્ટેશનથી ઉપડે છે. સીટ મેળવવા માટે લોકો કલાકો સુધી પ્લેટફોર્મ પર બેસી રહે છે અને ટ્રેન આવે તો તરત જ આંખના પલકારામાં ટ્રેન મુસાફરોથી ભરાઈ જાય છે.

ટ્રેનની સીટો ત્રણ ઘણા મુસાફરો જોવા મળે છે. કોચના દરવાજામાં પણ લોકો તેમના બાળકો સાથે ઉભા હોય છે. ટ્રેનની તસવીરો પરથી ખ્યાલ આવે છે કે ટ્રેનના દરવાજામાં ઉભેલા મુસાફરો માટે આ મુસાફરી કેટલી જોખમી છે. મુસાફરોથી ભરેલી ટ્રેનમાં દરવાજા સુધી મુસાફરીથી ભરેલી જોવા મળશે.

એક તરફ કાળઝાળ ગરમીમાં આ ભરચક ટ્રેનમાં મુસાફરોની હાલત કફોડી બની છે.જે ટ્રેનમાં એટલા બધા મુસાફરો હોય છે કે પગ મુકવાની પણ જગ્યા નથી. આવી ટ્રેનમાં લગભગ 24 કલાકની મુસાફરી મુસાફરો કેવી રીતે કરશે આ સૌથી મોટી સમસ્યા છે.

રવિવારે અનરિઝર્વ્ડ અંત્યોદય ટ્રેન ઉધના અને જયનગર વચ્ચે નીકળી હતી. જેને પકડવા માટે હજારો મુસાફરો એકઠા થયા હતા. ઉનાળાની રજાઓમાં તાપ્તી ગંગા સહિત અન્ય ટ્રેનોમાં ટિકિટ ઉપલબ્ધ ન હતી. જેના કારણે આ અનરિઝર્વ્ડ અંત્યોદય ટ્રેનમાં ભારે ભીડ જોવા મળી હતી.આ ટ્રેનની ક્ષમતા બે હજાર મુસાફરોને લઈ જવાની છે. આ માટે સવારના 5 વાગ્યાથી જ સ્ટેશન પર ભીડ એકઠી થવા લાગી હતી. લગભગ ત્રણ હજાર મુસાફરો ઉધના સ્ટેશને પહોંચ્યા હતા.

આ પણ વાંચો :-

જ્યાં સુધી રાહુલ ગાંધી પ્રધાનમંત્રી ન બને ત્યાં સુધી ‘ઉધાર બંધ’, દુકાનદારે લગાવ્યું ગજબનું બોર્ડ

0

‘No Loans’ Till Rahul Gandhi

  • દુકાનદાર મોહમ્મદ હુસૈને જણાવ્યુ કે તેણે 1 જાન્યુઆરી 2023થી સંપૂર્ણ રીતે પોતાની દુકાનમાંથી લોકોને ઉધાર આપવાનું બંધ કરી દીધું છે. પરંતુ લોકો સતત તેની પાસે ઉધાર માંગતા હતા. ત્યારબાદ તેણે આ વસ્તુથી છુટકારો મેળવવા માટે દુકાનની બહાર બોર્ડ મારી દીધું.

orrowing stopped till Rahul Gandhi becomes PM: છિંદવાડા (Chindwara) શહેરની એક દુકાનની સોશિયલ મીડિયા પર અનેક ચર્ચાઓ થઈ રહી છે. છિંદવાડામાં હુસૈન પેલેસ (Hussain Palace) અને કરબલા ચોકની ડેલી નીડ્સની ચર્ચાનું કારણ તેમની દુકાનમાં લગાવવામાં આવેલા પોસ્ટર છે.

તમે દુકાનોમાં ઉધાર માંગનારા ગ્રાહકો માટે વિવિધ પ્રકારના ક્વોટેશન વાંચ્યા જ હશે જેમ કે આજે કેશ કાલે ઉધાર, ઉધાર એ પ્રેમની કાતર છે, ઉધાર માંગીને શરમમાં ના મુકશો.

એકદમ અલગ રીતે હુસૈન પેલેસના 30 વર્ષીય મોહમ્મદ હુસૈને તેમની દુકાનમાં એક પોસ્ટર લગાવ્યું, જેમાં લખ્યું છે કે 1 જાન્યુઆરી 2023થી ઉધાર બંધ છે. રાહુલ ગાંધી પ્રધાનમંત્રી ના બને ત્યાં સુધી ઉધાર બંધ છે. શહેરના કરબલા ચોકમાં રહેતા મોહમ્મદ હુસૈન છેલ્લા 5 વર્ષ કરતાં વધુ સમયથી પોતાની પૈતૃક દુકાન ચલાવે છે.

મોહમ્મદ હુસૈને જણાવ્યું કે, અગાઉ દુકાનમાં ઘણા લોકો ઉધાર માગતા હતા. રોજના સરેરાશ બે હજાર રૂપિયાનો ધંધો થતો હતો, જેમાંથી 500થી 700 રૂપિયાની ઉધારી થતી હતી. યોગ્ય સમયે ઉધારની વસૂલાત ના થવાના કારણે આર્થિક સમસ્યાનો સામનો કરવો પડયો હતો. આને ધ્યાનમાં રાખીને મેં એક પોસ્ટર લગાવ્યું છે, જેમાં લખ્યું છે કે 1 જાન્યુઆરી 2023થી ઉધાર બંધ છે. રાહુલ ગાંધી દેશના પ્રધાનમંત્રી ના બને ત્યાં સુધી ઉધાર લેવાનું બંધ છે. પોસ્ટર લગાવ્યા પછી દુકાનમાં ધિરાણ સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે અને હવે 1000 રૂપિયાનો ધંધો રોકડમાં થઈ રહ્યો છે.

આ પણ વાંચો :-

એક જ વ્યક્તિના ફોટોના દુરૂપયોગ કરી ગુજરાતભરમાં 29 હજારથી વધુ સીમકાર્ડ ઈસ્યૂ થયાનો ખુલાસો

0

It is revealed that

  • એક જ વ્યક્તિના ફોટોના દુરૂપયોગ કરી રાજ્યભરમાં 29 હજારથી વધુ સીમ કાર્ડ ઈસ્યૂ થયાનો ખુલાસો થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક જ વ્યક્તિના ફોટોના દુરૂપયોગ કરી સીમ કાર્ડ એક્ટિવ કરાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

મોબાઈલ સિમકાર્ડ (Mobile SIM card) ખરીદતાં ગ્રાહકોના ડોક્યુમેન્ટનો (Document) ઉપયોગ કરીને અન્ય ગ્રાહકોને સિમ કાર્ડ વેચવાના કૌભાંડનો અનેક વખત પર્દાફાશ થયો છે. પરંતુ હાલ એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક જ વ્યક્તિના ફોટોના દરૂપયોગ કરીને સીમકાર્ડ એક્ટિવ કરાયા હોવાની માહિતી મળી છે. આવી રીતે રાજ્યભરમાં 29 હજારથી વધુ સીમકાર્ડ ઈસ્યૂ (SIM Card Issue) થયાનો સૌથી મોટો ખુલાસો થયો છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે એક જ વ્યક્તિના ફોટોના દુરૂપયોગ (દુરૂપયોગ) કરી રાજ્યભરમાં 29 હજારથી વધુ સીમકાર્ડ (SIM card) ઈસ્યૂ થયાનો ખુલાસો થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક જ વ્યક્તિના ફોટોના દુરૂપયોગ કરી સીમકાર્ડ (SIM card) એક્ટિવ કરાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજ્યભરમાં આવા 29 હજારથી વધુ સીમકાર્ડ ઈસ્યૂ થયા છે. સામાન્ય વ્યક્તિના દસ્તાવેજ પર એક જ ફોટો લગાવી સીમ કાર્ડ વેચાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આવી રીતે 486 જેટલા ફોટોનો દુરૂપયોગ કરી સીમ કાર્ડ વેચાયા છે. આ કેસમાં રાજ્યભરમાં 15 ગુના દાખલ કરી 18ની ધરપકડ પણ કરવામાં આવી છે.

મહત્વનું છે કે આવા સીમકાર્ડનો ઉપયોગ છેતરપિંડી, ક્રિકેટ સટ્ટો, ગેમ્બલીંગ જેવી પ્રવૃત્તિઓમાં વપરાતા હોવાની શક્યતાને આધારે મોટી કાર્યવાહી કરાઈ છે. આ કૌભાંડનો પર્દાફાશ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિ કોમ્યુનિકેશન, સાયબર ક્રાઈમ, સીઆઈડી ક્રાઈમ અને ગુજરાત ATS એ સંયુક્ત કાર્યવાહી દ્વારા કર્યો છે.\

આ પણ વાંચો :-

 ગુજરાત કોંગ્રેસમાં મોટી હિલચાલ, અમિત ચાવડાએ ખાનગી હોટલમાં બોલાવી બેઠક

0

Gujarat Congress

  • ગાંધીનગરની એક હોટલમાં મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય ગેનિબેન ઠાકોર, કિરીટ પટેલ,પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા હાજર છે. પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ જેનિબેન ઠુમ્મર, પ્રદેશના મહામંત્રીઓ સહિતના ગુજરાતના આગેવાનો હાજર હતાં.

ગુજરાત કોંગ્રેસમાં (Gujarat) કંઈક નવા જુનીનાં એંધાણ જોવા મળી રહ્યા છે. ગાંધીનગરની (Gandhinagar) ખાનગી હોટલમાં ગુજરાત કોંગ્રેસની એક મહત્વની બેઠક મળી હતાં. આ બેઠક વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ (Amit Chavda) બોલાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્યો અને હોદ્દેદારો સહિત નેતાઓને બોલાવવામાં આવ્યા હતાં.

આ વિશે જાણવા મળી રહ્યું છે કે, વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ બોલાવેલી બેઠકમાં ધારાસભ્યો અને હોદ્દેદારો સહિત 50 જેટલા લોકોને મિટિંગમાં બોલાવ્યા હતાં. ગાંધીનગરની એક હોટલમાં મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય ગેનિબેન ઠાકોર, કિરીટ પટેલ,પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા હાજર હતાં. પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ જેનિબેન ઠુમ્મર, પ્રદેશના મહામંત્રીઓ સહિતના ગુજરાતના આગેવાનો હાજર હતાં.

આથી આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસમાં નવાજુની થાય તેવું સૂત્રો પાસે ચર્ચાઈ રહ્યું છે. જો કે આ બેઠકમાં કઈ બાબતો પર ચર્ચા કરવામાં આવી કે ક્યા મુદ્દે રણનીતિ ઘડવામાં આવી તે મામલે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ બેઠકને લઈને રાજકારણ ગરમાયું છે.

મહત્વનું છે કે ગુજરાત કોંગ્રેસની અંદરોઅંદર ખેંચતાણના કારણે ચૂંટણીમાં વળતા પાણી થયા હતા. આગાઉ એટલે કે 2017ની ચૂંટણીમાં 77 બેઠક પર જીત મેળવી લેનાર કોંગ્રેસ એટલી હદે નબળી પડી હતી કે તાજેતરની ચૂંટણીમાં માત્ર 17 બેઠક પર જ જીતી શકે છે.

આ પણ વાંચો :-

અતીક-અશરફની હ*ત્યાનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, પૂર્વ જજ દેખરેખમાં તપાસની

0

The case of Atiq-Ashraf’s

  • Atiq Ahmed Shot Dead:  શનિવારે અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની પ્રયાગરાજમાં કોલવિન હોસ્પિટલની સામે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ કસ્ટડીમાં થયેલી હત્યા પર સવાલો ઉઠી રહ્યા છે.

ઉનાળામાં આગનો ગોળો બની જશે Smartphone, આ 5 ભૂલો ટાળો અને રહો Safe

Smartphone will become

  • Smartphone care tips : છેલ્લા કેટલાક વર્ષોમાં મોબાઈલની બેટરીમાં બ્લાસ્ટ થતા અથવા તો આગ લાગતા યુઝર ઘાયલ થયા હોય એવા ઘણા બનાવો બન્યા છે. આપના ફોનની બેટરીમાં આગ લાગવાના કેટલાક મુખ્ય કારણો છે એ જાણી લેશો એટલે આપના ફોનનું આયુષ્ય વધી જશે.

છેલ્લા કેટલાક વર્ષોમાં મોબાઈલની બેટરીમાં (Mobile battery) બ્લાસ્ટ થતા અથવા તો આગ લાગતા યુઝર ઘાયલ થયા હોય એવા ઘણા બનાવો બન્યા છે. આપના ફોનની (Mobile) બેટરીમાં આગ લાગવાના કેટલાક મુખ્ય કારણો છે એ જાણી લેશો એટલે આપના ફોનનું આયુષ્ય વધી જશે. સ્માર્ટ ફોનમાં (Smart phone) આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે એ જાણી લેવું જરૂરી છે કે મોબાઈલની બેટરીમાં આગ કેમ લાગે છે શું છે તેના કારણો આવો જોઈએ.

પહેલું કારણ છે ઓવરહીટિંગ  :

સ્માર્ટ ફોનની બેટરીને એક નિશ્ચિત તાપમાનમાં કામ કરવા માટે ડિઝાઈન કરાઈ હોય છે. આપના સ્માર્ટ ફોનને નિયમિત રૂપે વધુ તાપમાનના સંપર્કમાં લાવતા બેટરીને લાંબા ગાળે નુકસાન થઈ શકે છે. તડકો કે બંધ કારમાં લાંબા સમય સુધી રહેવા પર પણ સ્માર્ટ ફોન ગરમ થઈ શકે છે.

વધુ ગરમી પકડી લેતા બેટરી સેલ્સ અનસ્ટેબલ થઈ જાય છે અને કાર્બન ડાયોક્સાઈડ તેમજ ઓક્સિજન જેવા ગેસ ઉત્પન્ન થાય છે. જેથી સ્માર્ટ ફોનમાં વિસ્ફોટ થઈ શકે કે આગ લાગી શકે છે.

બીજું કારણ છે ઓવર ચાર્જિંગ  :

ઘણાં સ્માર્ટફોન યૂઝર્સ પોતાના ફોનને આખી રાત ચાર્જિંગ પર મુકી રાખે છે જેના કારણે ઓવરહિટીંગ થઈ શકે છે. આવું કરવાથી લાંબા સમયે બેટરીને નુકસાન થતું હોવાનું તારણ છે અને ઘણી વખત શોર્ટ-સર્કિટના કારણે વિસ્ફોટ પણ થઈ શકે છે.

ત્રીજું કારણ થર્ડ પાર્ટી ચાર્જર :

હંમેશા પોતાના સ્માર્ટફોનને ઓરિજનલ કેબલ અને એડપ્ટરથી ચાર્જ કરવાની સલાહ આપવામાં આવે છે. કોઈ અન્ય બ્રાન્ડનો ઉપયોગ કરવાથી આપના સ્માર્ટ ફોનની બેટરી ખરાબ થઈ શકે છે. થર્ડ પાર્ટી ચાર્જિંગ કેબલ અને એડપ્ટર ડિવાઈસને વધુ ગરમ કરી શકે છે અને બેટરીમાં શોર્ટ-સર્કિટનું કારણ બની શકે છે.

આ પણ વાંચો :-

17 એપ્રિલ 2023 આજનું રાશિફળ : આ 4 રાશિના જાતકોએ આજે સાચવીને રહેવું, તો કોનું ખુલશે ભાગ્ય, જુઓ શું કહે છે ભવિષ્ય દર્શન

17 April 2023 Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
આખો દિવસ ઉત્સાહ સભર જણાય. આર્થિક બાબતોમાંથી લાભ. કૌટુંબિક ચિંતા મનમાં સતાવ્યા કરે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળે. સંતાન સાથે સ્નેહ રહે. આરોગ્ય સારૂ. કાર્યક્ષેત્રે પત્નિન પૂર્ણ સહકાર મળે. ખર્ચનું પ્રમાણ ઓછું રહે.

વૃષભઃ
ગુસ્સાનું પ્રમાણ વિશેષ રહે. આવક અવરોધાય. કાર્યક્ષેત્રે અનુકુળતા રહે. ધંધાકીય ક્ષેત્રે હરીફોને પરાસ્ત કરી શકશ. સંતાનોની પ્રગતિ થતી જણાય. જીનવસાથી સાથે મતભેદ અનુભવાય. પેટ બગડવાની સમસ્યા સર્જાય

મિથુનઃ
સાહસિક નિર્ણયો લાભદાયી નીવડે. ધાર્મિક કાર્યોના આયોજનોમાં મહત્વની તક મળે. નોકરી-ધંધામાં વિશ્વાસધાતથી સાચવું. સ્વાસ્થય સાનુકુળ રહે. વિદેશના કામકાજમાં સફળતા મળે. ખર્ચનું પ્રમાણ વધારે રહેશે.

કર્કઃ
મનમાં ચિંતા સતાવ્યા કરે. ખોટા વિચારોનું પ્રમાણ વધે. ખોટા વિચારોનું પ્રમાણ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળે. રોકાણો થી આવક વધતી જણાય. સંતાનની ચિંતા રહે. આરોગ્ય સાચવવું. જીવનસાથીનો પ્રેમ મળતો રહે. ભાગ્ય સાથ આપતું જણાય. મિત્રોથી લાભ

સિંહઃ
આત્મબળમાં વધારો થાય. બેંક બેલેન્સ વધતું જણાય. પારિવારિક સભ્યો સંબંધી મધુરતા અનુભવાય. લોકોપયોગી કાર્ય કરવાથી માન-સન્માનમાં વૃદ્ધિ થાય. સામાન્ય શરદી-ખાંસીનો ઉપદ્દવ રહે. મિત્રોથી ચિંતા રહે.કન્યાઃ

તુલાઃ
દિવસ દમ્યાન સંધર્ષનો અનુભવ કરવો પડશે. આર્થિક પાસુ મજબુત બનશે. કૌટુંબિક ચિંતા મનમાં સતાવ્યા કરશે. સંતાનો તરફથી આનંદ જણાશે. સરકારી કામકાજમાં સાવચેત રહેવું. ભાગ્યનો સાથ મળશે.

વૃશ્ચિકઃ
નાણાંકી બાબતોમાં અસંતોષ રહે. પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ જળવાય. વિદેશી બાબતોથી લાભ મળતો જણાય. સંતાન સંબંધી ચિંતાનો અનુભવ થાય. માન-સન્માન મળશે.

ધનઃ
ધાર્મિક કાર્યોમાં મન પરોવાય, નાણાંકીય બાબતોમાં અનુકુળત રહે પરિવારમાં પરસ્પર પ્રેમ જળ‍ાય. સંતાન જીદ વધારે કરે. આરોગ્ય જળવાશે. જીવનસાથી ચિંતા રહે. ભાગ્ય હાથતાળી આપતું જણાય.

મકરઃ
પરોપકારની ભાવના પેદા થાય નાણાંકીય વ્યવહારોમાં સફળથા. લાંબા સમયથી વિખુટા પડેલા સ્વજનનો મિલાપ થાય પેટમાં એસીડીટી રહે. સંતાનનું આરોગ્ય સાચવવુ. ભાગીદારો, સહકાર્યકર્તાઓ સાથે સુમેળ જળવાશે.

કુંભઃ
ભુલથી ચીજ વસ્તુ ખોવાઈ જાય, ફુટપોઈઝનીંગ કે દાવાના રીએક્શનથી સાચવવું. ઝેરી, જંતુ, કુલરૂ કરડવાના બનાવ બને. વિદેશી બાબતોથી લાભ મળે. અકંદરે દિવસ દરમ્યાન મિશ્રફળનો અનુભવ થાય.

મીનઃ
સીધો-સરળ સ્વભાવ રહે. પરિવારના સભ્યો સાથે મોજ શોખમાં ખર્ચ થાય. રોકાણ કરવામાં વિશેષ કાળજી રાખવી. સંતાનની પ્રગતિ અનુભવાય. હાડકા, આંખની કાળજી જરૂરી. બહેનોએ ગર્ભાશયના રોગોથી સાચવવું.

Anjali Arora Viral Video : MMS બાદ ફરી અંજલિ અરોરાનો વધુ એક બેડરૂમ વીડિયો થયો વાયરલ

Anjali Arora Viral Video

  • અંજલિ અરોરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં અંજલિ એક રેસ્ટોરન્ટમાં કેટલાક લોકો સાથે બેઠી છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અંજલિના કેટલાક ફેન્સ રેસ્ટોરન્ટની બહાર ઉભા છે.

Anjali Arora Viral Video: સોશિયલ મીડિયા સ્ટાર અંજલિ અરોરા (Anjali Arora) છેલ્લા કેટલાક સમયથી મજબૂત ફેન ફોલોઈંગ બની ગઈ છે. અંજલિના ફોટા અને વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થતા હોય છે, જેમાં ક્યારેક તેની ગ્લેમરસ સ્ટાઈલ તો ક્યારેક કિલર ડાન્સ મૂવ્સ જોવા મળે છે. ચાહકો પણ અંજલિ પર ઘણો પ્રેમ વરસાવે છે અને તે પોતાના ચાહકોનું પણ ખૂબ ધ્યાન રાખે છે. હાલમાં જ કંઈક આવું જ જોવા મળ્યું જ્યારે એક સિક્યુરિટી ગાર્ડે (Security Guard) અંજલિના કેટલાક ફેન્સ પર પાણી ફેંક્યું હતું.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, અંજલિ અરોરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં અંજલિ એક રેસ્ટોરન્ટમાં કેટલાક લોકો સાથે બેઠી છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અંજલિના કેટલાક ફેન્સ રેસ્ટોરન્ટની બહાર ઉભા છે. જે અભિનેત્રીને જોઈને ખૂબ જ ખુશ છે. જો કે આમાંના કેટલાક ચાહકો રેસ્ટોરન્ટના કાચની ખૂબ નજીક આવી જાય છે. જેના કારણે સુરક્ષા ગાર્ડ તેમને દૂર જવા માટે તેમના પર પાણી ફેંકે છે. અંજલિ આ જોઈને ગુસ્સે થઈ જાય છે અને તરત જ તેને આવું ન કરવા જણાવે છે.

તમને જણાવી દઈએ કે અંજલિ અરોરાના આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સની મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. જ્યાં કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ એક્ટ્રેસના આ વર્તનના વખાણ કરી રહ્યા છે તો બીજી તરફ અંજલિને પણ ટ્રોલ કરવામાં આવી રહી છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું- ‘યાર, આ કેટલી પ્રેમાળ છે, પોતાના ફેન્સનું ધ્યાન પણ રાખે છે.’ જ્યારે બીજાએ લખ્યું- ‘જો તે ઈચ્છતી હોત તો બહાર જઈને તેને મળી શકતી હતી. આ વીડિયો પર ઘણી બધી મિશ્ર કોમેન્ટ જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે અંજલિ અરોરા સોશિયલ મીડિયા પર તેના એક વીડિયોના કારણે ચર્ચામાં આવી હતી. કચ્ચા બદામ ફ્રેમ અંજલિ અરોરાનો ડાન્સ ઘણો ફેમસ થયો હતો. ત્યારબાદ તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. અંજલિ અરોરાના ઈન્સ્ટાગ્રામ પર ઘણા ફોટા અને વીડિયો વાયરલ થયા હતા. ત્યારબાદ તેને કંગના રનૌતના શો લોક અપમાં તક મળી હતી. પછી તે કેટલાક મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે. અંજલિનો ચાર્મ ઘણીવાર ઈન્સ્ટા પર જોવા મળે છે.

આ પણ વાંચો :-

ઘરે બનાવેલું આયુર્વેદિક આમળાનું તેલ લગાવશો તો વાળ થશે મજબૂત, ખરતાં વાળની સમસ્યા થશે દુર

If you apply homemade

  • Home Made Hair Oil For Hair Fall : આમળા આયુર્વેદિક જડીબુટ્ટી છે જેમાં વિટામિન ઈ, વિટામિન સી અને ટેનિન નામના તત્વ હોય છે. આમળાનો ઉપયોગ ઘણા વર્ષોથી વાળ માટે કરવામાં આવે છે. તેનો ઉપયોગ કરવાથી વાળની સમસ્યાઓ દૂર થઈ શકે છે. આજે તમને આમળાનું તેલ બનાવવાની રીત જણાવીએ.

આમળા (Amla) આયુર્વેદિક જડીબુટ્ટી (Ayurvedic herbs) છે જેમાં વિટામિન ઈ, વિટામિન સી અને ટેનિન નામના તત્વ હોય છે. આમળાનો ઉપયોગ ઘણા વર્ષોથી વાળ માટે કરવામાં આવે છે. તેનો ઉપયોગ કરવાથી વાળની સમસ્યાઓ દૂર થઈ શકે છે. આજે તમને આમળાનું તેલ (Oil) બનાવવાની રીત જણાવીએ.

આમળામાં એવા ઘણા ગુણ હોય છે જે તમારા વાળને મજબૂત કરે છે અને ખરતા વાળની સમસ્યા દૂર કરે છે. આ ઉપરાંત સફેદ થતાં વાળની તકલીફને પણ ઓછી કરે છે. તો ચાલો તમને જણાવીએ કે વાળ માટે ઉપયોગી આમળાનું આયુર્વેદિક તેલ ઘરે કેવી રીતે બનાવવું.

આમળાનું તેલ બનાવવા માટે જરૂરી સામગ્રી :

બે આમળા
બે ચમચી તલનું તેલ
બે ચમચી એક્સ્ટ્રા વર્જિન કોકોનટ ઓઈલ

આમળાનું તેલ બનાવવાની રીત :

આમળાનું તેલ બનાવવા માટે સૌથી પહેલા આમળાને ધોઈ અને તેના ચાર ટુકડા કરી લેવા. ત્યાર પછી તેને એક કલાક માટે સુકાવા રાખો. ત્યાર પછી આ તેલમાં તલનું તેલ અને કોકોનટ ઓઇલ ઉમેરીને સારી રીતે મિક્સ કરો. આ તમામ વસ્તુને એક કડાઈમાં ઉમેરો અને ધીમા તાપે ઉકળવા દો.

જ્યારે તેલનો રંગ બદલી જાય એટલે તેને ગાળી ઉપયોગમાં લો. જો તમારે આ તેલ સ્ટોર કરવું હોય તો આમળા સહિતની વસ્તુઓનું પ્રમાણ વધારી દેવું અને તેલ બનાવીને કાચની બોટલમાં ભરી લેવું. તૈયાર કરેલા તેલને વાળ ધોતા પહેલા માથામાં સારી રીતે લગાડી અને પછી શેમ્પુ કરવું.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. Gujarat Guardian તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો :-

Breaking News : માંડ-માંડ બચ્યા જાપાનના પ્રધાનમંત્રી, ભાષણ દરમિયાન વિસ્ફોટ, એકની અટકાયત

Breaking News

  • Blast At Japan PM Speech : જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા ભાષણ આપી રહ્યા હતા, તે જ સમયે સ્મોક બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.

જાપાનમાંથી (Japan) મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં વડાપ્રધાન ફુમિયો કિશિદા (Fumio Kishida) ની સભામાં જોરદાર ધડાકો થયો હતો. જો કે કિશિદાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જાપાની મીડિયાના અહેવાલ મુજબ કિશિદા (Kishida) પાસે પાઈપ જેવી વસ્તુ ફેંકવામાં આવી હતી. આ મામલે એક વ્યક્તિને પશ્ચિમ જાપાનના વાકાયામાના પોર્ટ (Port of Wakayama) પર અટકાયત કરી લેવામાં આવી છે.

આ ઘટનાનો વીડિયો ન્યૂઝ આઉટલેટ BNONE News દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. તેમાં જોઈ શકાય છે કે વાકાયામામાં એકઠા થયેલા પહેલા મીડિયા પર્સન અને અન્ય લોકો જોરથી વિસ્ફોટ થયા બાદ દોડતા જોવા મળે છે. 19-સેકન્ડના ફૂટેજમાં મીડિયાકર્મીઓ અને અન્ય લોકો જ્યાં કિશિદા હોવાના અહેવાલ છે ત્યાંથી ભાગતા દેખાઈ રહ્યા છે. આ સ્થળે બ્લાસ્ટ બાદ ચારેય તરફ ધુમાડો છવાઈ ગયો હતો.

ભાષણ શરૂ કરતા પહેલા જ થયો હતો બ્લાસ્ટ

મીડિયા અનુસાર ઘટનાસ્થળે વિસ્ફોટ જેવો અવાજ સંભળાયો હતો. તરત જ પીએમ ફ્યુમિયો કિશિદાને વિસ્ફોટના સ્થળે કવર કરી લેવામાં આવ્યા હતા. સ્થળ પર એકઠા થયેલા લોકો પણ આમતેમદોડવા લાગ્યા હતા. તો બીજી તરફ ધ જાપાન ટાઈમ્સે અહેવાલ આપ્યો હતો કે વડાપ્રધાન તેમનું ભાષણ શરૂ કરવાના હતા તે પહેલાં જ વાકાયામા શહેરમાં વિસ્ફોટ થયો હતો.

પોલીસે ટિપ્પણી કરવાનો કર્યો ઈનકાર :

આ ઘટનાની તાત્કાલિક કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સ્થાનિક પોલીસે ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો. નેશનલ બ્રોડકાસ્ટર NHKએ ઘટનાસ્થળ પર ભીડ વચ્ચે પોલીસ દ્વારા એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો હોવાના ફૂટેજ પણ દર્શાવ્યા હતા. આ પહેલા જુલાઈ 2022માં જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની એક પ્રચાર કાર્યક્રમ દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારથી જાપાને સુરક્ષા વધારી દીધી છે.

આ પણ વાંચો :-