Saturday, Sep 13, 2025

એક જ વ્યક્તિના ફોટોના દુરૂપયોગ કરી ગુજરાતભરમાં 29 હજારથી વધુ સીમકાર્ડ ઈસ્યૂ થયાનો ખુલાસો

2 Min Read

It is revealed that

  • એક જ વ્યક્તિના ફોટોના દુરૂપયોગ કરી રાજ્યભરમાં 29 હજારથી વધુ સીમ કાર્ડ ઈસ્યૂ થયાનો ખુલાસો થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક જ વ્યક્તિના ફોટોના દુરૂપયોગ કરી સીમ કાર્ડ એક્ટિવ કરાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

મોબાઈલ સિમકાર્ડ (Mobile SIM card) ખરીદતાં ગ્રાહકોના ડોક્યુમેન્ટનો (Document) ઉપયોગ કરીને અન્ય ગ્રાહકોને સિમ કાર્ડ વેચવાના કૌભાંડનો અનેક વખત પર્દાફાશ થયો છે. પરંતુ હાલ એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક જ વ્યક્તિના ફોટોના દરૂપયોગ કરીને સીમકાર્ડ એક્ટિવ કરાયા હોવાની માહિતી મળી છે. આવી રીતે રાજ્યભરમાં 29 હજારથી વધુ સીમકાર્ડ ઈસ્યૂ (SIM Card Issue) થયાનો સૌથી મોટો ખુલાસો થયો છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે એક જ વ્યક્તિના ફોટોના દુરૂપયોગ (દુરૂપયોગ) કરી રાજ્યભરમાં 29 હજારથી વધુ સીમકાર્ડ (SIM card) ઈસ્યૂ થયાનો ખુલાસો થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક જ વ્યક્તિના ફોટોના દુરૂપયોગ કરી સીમકાર્ડ (SIM card) એક્ટિવ કરાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજ્યભરમાં આવા 29 હજારથી વધુ સીમકાર્ડ ઈસ્યૂ થયા છે. સામાન્ય વ્યક્તિના દસ્તાવેજ પર એક જ ફોટો લગાવી સીમ કાર્ડ વેચાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આવી રીતે 486 જેટલા ફોટોનો દુરૂપયોગ કરી સીમ કાર્ડ વેચાયા છે. આ કેસમાં રાજ્યભરમાં 15 ગુના દાખલ કરી 18ની ધરપકડ પણ કરવામાં આવી છે.

મહત્વનું છે કે આવા સીમકાર્ડનો ઉપયોગ છેતરપિંડી, ક્રિકેટ સટ્ટો, ગેમ્બલીંગ જેવી પ્રવૃત્તિઓમાં વપરાતા હોવાની શક્યતાને આધારે મોટી કાર્યવાહી કરાઈ છે. આ કૌભાંડનો પર્દાફાશ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિ કોમ્યુનિકેશન, સાયબર ક્રાઈમ, સીઆઈડી ક્રાઈમ અને ગુજરાત ATS એ સંયુક્ત કાર્યવાહી દ્વારા કર્યો છે.\

આ પણ વાંચો :-

Share This Article