ગુજરાત કોંગ્રેસમાં મોટી હિલચાલ, અમિત ચાવડાએ ખાનગી હોટલમાં બોલાવી બેઠક

Share this story

Gujarat Congress

  • ગાંધીનગરની એક હોટલમાં મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય ગેનિબેન ઠાકોર, કિરીટ પટેલ,પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા હાજર છે. પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ જેનિબેન ઠુમ્મર, પ્રદેશના મહામંત્રીઓ સહિતના ગુજરાતના આગેવાનો હાજર હતાં.

ગુજરાત કોંગ્રેસમાં (Gujarat) કંઈક નવા જુનીનાં એંધાણ જોવા મળી રહ્યા છે. ગાંધીનગરની (Gandhinagar) ખાનગી હોટલમાં ગુજરાત કોંગ્રેસની એક મહત્વની બેઠક મળી હતાં. આ બેઠક વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ (Amit Chavda) બોલાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્યો અને હોદ્દેદારો સહિત નેતાઓને બોલાવવામાં આવ્યા હતાં.

આ વિશે જાણવા મળી રહ્યું છે કે, વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ બોલાવેલી બેઠકમાં ધારાસભ્યો અને હોદ્દેદારો સહિત 50 જેટલા લોકોને મિટિંગમાં બોલાવ્યા હતાં. ગાંધીનગરની એક હોટલમાં મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય ગેનિબેન ઠાકોર, કિરીટ પટેલ,પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા હાજર હતાં. પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ જેનિબેન ઠુમ્મર, પ્રદેશના મહામંત્રીઓ સહિતના ગુજરાતના આગેવાનો હાજર હતાં.

આથી આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસમાં નવાજુની થાય તેવું સૂત્રો પાસે ચર્ચાઈ રહ્યું છે. જો કે આ બેઠકમાં કઈ બાબતો પર ચર્ચા કરવામાં આવી કે ક્યા મુદ્દે રણનીતિ ઘડવામાં આવી તે મામલે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ બેઠકને લઈને રાજકારણ ગરમાયું છે.

મહત્વનું છે કે ગુજરાત કોંગ્રેસની અંદરોઅંદર ખેંચતાણના કારણે ચૂંટણીમાં વળતા પાણી થયા હતા. આગાઉ એટલે કે 2017ની ચૂંટણીમાં 77 બેઠક પર જીત મેળવી લેનાર કોંગ્રેસ એટલી હદે નબળી પડી હતી કે તાજેતરની ચૂંટણીમાં માત્ર 17 બેઠક પર જ જીતી શકે છે.

આ પણ વાંચો :-