Sunday, Apr 20, 2025

Breaking News : માંડ-માંડ બચ્યા જાપાનના પ્રધાનમંત્રી, ભાષણ દરમિયાન વિસ્ફોટ, એકની અટકાયત

2 Min Read

Breaking News

  • Blast At Japan PM Speech : જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા ભાષણ આપી રહ્યા હતા, તે જ સમયે સ્મોક બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.

જાપાનમાંથી (Japan) મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં વડાપ્રધાન ફુમિયો કિશિદા (Fumio Kishida) ની સભામાં જોરદાર ધડાકો થયો હતો. જો કે કિશિદાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જાપાની મીડિયાના અહેવાલ મુજબ કિશિદા (Kishida) પાસે પાઈપ જેવી વસ્તુ ફેંકવામાં આવી હતી. આ મામલે એક વ્યક્તિને પશ્ચિમ જાપાનના વાકાયામાના પોર્ટ (Port of Wakayama) પર અટકાયત કરી લેવામાં આવી છે.

આ ઘટનાનો વીડિયો ન્યૂઝ આઉટલેટ BNONE News દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. તેમાં જોઈ શકાય છે કે વાકાયામામાં એકઠા થયેલા પહેલા મીડિયા પર્સન અને અન્ય લોકો જોરથી વિસ્ફોટ થયા બાદ દોડતા જોવા મળે છે. 19-સેકન્ડના ફૂટેજમાં મીડિયાકર્મીઓ અને અન્ય લોકો જ્યાં કિશિદા હોવાના અહેવાલ છે ત્યાંથી ભાગતા દેખાઈ રહ્યા છે. આ સ્થળે બ્લાસ્ટ બાદ ચારેય તરફ ધુમાડો છવાઈ ગયો હતો.

ભાષણ શરૂ કરતા પહેલા જ થયો હતો બ્લાસ્ટ

મીડિયા અનુસાર ઘટનાસ્થળે વિસ્ફોટ જેવો અવાજ સંભળાયો હતો. તરત જ પીએમ ફ્યુમિયો કિશિદાને વિસ્ફોટના સ્થળે કવર કરી લેવામાં આવ્યા હતા. સ્થળ પર એકઠા થયેલા લોકો પણ આમતેમદોડવા લાગ્યા હતા. તો બીજી તરફ ધ જાપાન ટાઈમ્સે અહેવાલ આપ્યો હતો કે વડાપ્રધાન તેમનું ભાષણ શરૂ કરવાના હતા તે પહેલાં જ વાકાયામા શહેરમાં વિસ્ફોટ થયો હતો.

પોલીસે ટિપ્પણી કરવાનો કર્યો ઈનકાર :

આ ઘટનાની તાત્કાલિક કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સ્થાનિક પોલીસે ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો. નેશનલ બ્રોડકાસ્ટર NHKએ ઘટનાસ્થળ પર ભીડ વચ્ચે પોલીસ દ્વારા એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો હોવાના ફૂટેજ પણ દર્શાવ્યા હતા. આ પહેલા જુલાઈ 2022માં જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની એક પ્રચાર કાર્યક્રમ દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારથી જાપાને સુરક્ષા વધારી દીધી છે.

આ પણ વાંચો :-

 

Share This Article