Home Blog Page 1115

Breaking News : અમદાવાદથી ભાવનગર જનાર લોકો માટે સૌરાષ્ટ્રનો આ મુખ્ય રોડ 12 ડિસેમ્બર સુધી બંધ રહેશે

0

Breaking News 

  • Ahmedabad To Bhavngar : જો જો ધ્યાન રાખો, 12 ડિસેમ્બર સુધી બંધ રહેશે અમદાવાદથી ભાવનગરનો સૌથી વધુ ધમધમતો રોડ. ટ્રાફિક વિભાગ દ્વારા અપાયું ડાયવર્ઝન.

અમદાવાદ (Ahmedabad) થી ભાવનગર (Bhavngar) ટ્રાફિકથી સૌથી વધુ ધમધમતો માર્ગ છે. ત્યારે આ હાઈવે આગામી 12 ડિસેમ્બર સુધી બંધ રહેવાનો છે. ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વેનું (Dholera Ahmedabad Expressway) કામ ચાલતું હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

ત્યારે હવે જો અમદાવાદથી ભાવનગર જવું હોય તો અન્ય માર્ગથી જવુ પડશે. અમદાવાદ- ભાવનગર મુસાફરી માટે ADM  દ્વારા અમદાવાદ- ભાવનગર મુસાફરી માટે ટ્રાફિક વિભાગનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હવેથી ભાવનગર જવા માટે વાયા ધંધુકા, વલ્લભીપુર થઈને જવાનું રહેશે.

અમદાવાદ– ભાવનગર મુસાફરી માટે ટ્રાફિક વિભાગ દ્વારા બહાર પાડેલી માહિતી અનુસાર હાલ ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વેનું કામકાજ ચાલી રહ્યું છે. જેને પગલે ભાવનગરથી અમદાવાદ જતા તમામ પ્રકારના વાહનોનો રુટ ડાયવર્ટ કરાયો છે. આ માટે જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ છે. જે મુજબ હવેથી ભાવનગરથી વાયા વલ્લભીપુર, બરવાળા, ધંધુકા અને બગોદરા થઈને જઈ શકાશે. આ હુકમ તા. 14 એપ્રિલ, 2023થી તા.12 ડિસેમ્બર, 2023 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામું આગામી 12 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. એટલે કે, 12 ડિસેમ્બર, 2023 સુધી લોકોએ ડાયવર્ઝનના રુટ મુજબ જવુ પડશે.

આ છે ડાયવર્ઝનનો રૂટ :

  • ભાવનગરથી વડોદરા જવા માટે તમામ પ્રકારના વાહનો ભાવનગરથી વાયા વલ્લભીપુર, બરવાળા, ધંધુકા, ફેદરા, પીપળી તેમજ ધંધુકા, ધોલેરા, ભડીયાદ, પીપળી તેમજ ધંધુકા, ફેદરા, પીપળી, વટામણ થઈને વડોદરા જઈ શકાશે.
  • ધોલેરાથી બાવળીયારી તરફના હાઈ-વે રોડ ઉપરના ગામડાઓના જે તે ગામડાઓના જ નાના વાહનોની અવરજવર માટે બાવળીયારી, હેબતપુર, સાંગાસર, ઓતારીયા, ગોરાસુ થઈને ભડિયાદ જઇ શકાશે.
  • ભાવનગરથી વડોદરા જવા માટે પણ વાયા વલ્લભીપુર થઈને જવું પડશે.

આ પણ વાંચો :-

લોહી થીજાવી દે તેવી ઠંડીમાં પણ અહીં કેમ ઊભરાય છે પ્રવાસીઓ ? શું તમે જોઈ છે આ અદભુત જગ્યા ?

0

Why do tourists

  • હિમાચલ પ્રદેશમાં આવેલું સેથન ગામ જે બરફ આચ્છાદિત પહાડો અને ઘનઘોર જંગલોમાં વસ્યું છે. અહીં આવેલા ઈગ્લૂ હાઉસના કારણે સેથન ગામ ખૂબ પ્રચલિત છે. બરફથી બનેલા ઈગ્લૂમાં રહેવા માટે ખાસ સહેલાણીઓ સેથન ગામ પહોંચતા હોય છે.

હિમાચલ પ્રદેશની (Himachal Pradesh) વાત આવે ત્યારે આંખ સામે બરફ આચ્છાદિત પ્રદેશો આવી જાય. ફરવાની વાત આવે ત્યારે સિમલા, મનાલી (Manali), ડેલહાઉસી, ધર્મશાળા જેવા સ્થળોએ લોકો રજા ગાળવા પહોંચી જાય છે. સિમલા-મનાલીની (Shimla-Manali) સુંદરતાને માણવા ન માત્ર દેશ પરંતુ વિદેશમાંથી સહેલાણીઓ ઉમટી પડે છે. તો તમને એવા સ્થળની વાત કરીએ જે હિમાચલ પ્રદેશમાં આવેલી છે, અને ધીમે ધીમે આ સ્થળ પ્રવાસીઓની પસંદ બન્યું છે. આ સ્થાન 10 હજાર ફૂટની ઊંચાઈએ છે, અને તેનો નજારો એટલો સુંદર છે કે પ્રવાસીઓ ખેંચાઈ આવે.

હિમાચલ પ્રદેશમાં આવેલું સેથન ગામ જે બરફ આચ્છાદિત પહાડો અને ઘનઘોર જંગલોમાં વસ્યું છે. અહીં આવેલા ઈગ્લૂ હાઉસના કારણે સેથન ગામ ખૂબ પ્રચલિત છે. બરફથી બનેલા ઈગ્લૂમાં રહેવા માટે ખાસ સહેલાણીઓ સેથન ગામ પહોંચતા હોય છે. સહેલાણીઓ આ ગામમાં -15 ડિગ્રી સેલ્શિયસ તાપમાનમાં રહીને પણ ઈગ્લૂ હાઉસમાં રહેવાનો આનંદ લઈ શકે છે.

સેથન ગામ હિમાચલ પ્રદેશના હામતા વેલીમાં આવેલું છે. મનાલી થઈને આ ગામ પહોંચી શકાય છે. ભારે હિમવર્ષા થાય તો અહીં બધુ સફેદ જ દેખાય છે. આ ગામમાં સુંદર ઈગ્લૂ હાઉસ બનેલા છે. લોહી થીજાવી દે તેવી ઠંડી હોવા છતા પ્રવાસીઓ આ ઈગ્લૂમાં રહેવાનું પસંદ કરતા હોય છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 2012માં સ્થાનિક યુવક તશી અને વિકાસે ગામમાં ઈગ્લૂ બનાવવાની શરૂઆત કરી હતી. સતત પરિશ્રમની મહેનત રંગ લાવી. મનાલી જતા સહેલાણીઓ સેથન ગામમાં ઈગ્લૂ હાઉસની ઝલક મેળવવા અને તેમાં રહેવા માટે ઉત્સુક હોય છે. એકસમયનો ઈગ્લૂ બનાવવાનો શોખ આજે તેમના માટે રોજગારી બની ગયો છે.

આ પણ વાંચો :-

ટોપ હિલ સ્ટેશનો : સ્વિટઝરલેન્ડથી લઈને પેરિસને પણ રાખે છે પાછળ, એકવાર જઈ આવજો

0

Top Hill Stations

  • હાલમાં શહેરોમાં આકરી ગરમી પડી રહી છે જેના કારણે પ્રવાસીઓ હિલ સ્ટેશનો તરફ વળ્યા છે. વિવિધ રાજ્યો અને શહેરોના પ્રવાસીઓ તેમની આસપાસના હિલ સ્ટેશનો પર જતા હોય છે જેથી તેઓ તેમની રજાઓ ગાળી શકે અને થોડો સમય શાંતિથી જીવી શકે.

ભારત ભૌગોલિક વિવિધતા ધરાવતો દેશ છે. એક તરફ ઉત્તર ભારતમાં હિમાલયની ફેલાયેલી પર્વતમાળાઓ તો દક્ષિણ ભારતમાં (South India) આંખોને ઠંડક આપતું કુદરતી સૌંદર્ય. પૂર્વ ભારતની અવિસ્મરણીય સંસ્કૃતિ તો પશ્ચિમમાં કલા અને સ્વાદનો સંગમ.. ભારત એકમાત્ર દેશ છે છે જ્યાં દરેક રાજ્ય અને પ્રાંતમાં વિવિધતા જોવા મળે છે. ભારતીયો તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ હરવા ફરવાના શોખીન હોય છે.

તમે તમારા મિત્રો સાથે ફેમિલી કે કપલ ટુર કરવા માંગો છો તો આ આર્ટિકલ તમારા માટે છે. ભારતના અહીં કેટલાક એવા સ્થળોની માહિતી તમને મળશે જે તમારા પ્રવાસના અનુભવને કાયમ માટે યાદગાર રાખશે અને તમને વારંવાર આ ફરવાની જગ્યાઓએ મુલાકાત લેવાનું મન થશે..

જ્યારે વાત ફરવાની આવે ત્યારે હિલ સ્ટેશન (Hill station) લોકોના મનમાં પહેલા આવતા હોય છે. ભારતમાં હિલ સ્ટેશન પર પ્રવાસીઓનો ધસારો તો વધ્યો છે એને આ બધા સ્થળોએ ટુરિઝમ ડેવલોપમેન્ટ (Tourism Development) પણ ઘણું થયું છે. એક એવો વર્ગ હતો જે ફરવા માટે દેશની બહાર જવાનું વધારે પસંદ કરતો હતો તે લોકો પણ હવે ભારત દેશમાં જ આવેલા હિલ સ્ટેશનો પ્રત્યે આકર્ષાયા છે. તમે ઓછા બજેટમાં ભારતના આ હિલ સ્ટેશનોમાં ફરવાની મજા લઇ શકો છો..

1. લેહ (લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ)

લેહ ભારતમાં કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં આવેલું છે. લદાખના એક વિસ્તારને લેહ કહેવામાં આવે છે. પ્રકૃતિપ્રેમી અને પર્વતીય વિસ્તારોમાં એડવેન્ચર કરવાનો શોખ રાખતા લોકોની પહેલી પસંદગી લેહ હોય છે.મોટાભાગના પ્રવાસીઓ શ્રીનગર, ચંદીગઢ કે દિલ્લોથી હવાઈ માર્ગે જવાના બદલે લેહ જવા રોડ ટ્રીપની પસંદગી કરતા હોય છે. લેહ જવા માટે બે રસ્તા છે એક મનાલી અને બીજો શ્રીનગરથી રસ્તો જાય છે. મનાલીથી લેહ જવાનો રસ્તો તમારી જર્નીને વધુ રોમાંચિત બનાવે છે. લેહમાં અતિ રમણીય પહાડો, સુંદર નદીઓ અને ઝરણાઓ છે. લેહની આસપાસ જુદા જુદા મઠ જોવા મળે છે.

 2. નૈનીતાલ (ઉત્તરાખંડ)

નૈનીતાલ ઉત્તરાખંડનું ફેમસ ટુરિસ્ટ પ્લેસ છે.નૈના શબ્દનો અર્થ આંખો અને તાલનો અર્થ ઝીલ થાય છે. નૈનીતાલમાં પ્રસિદ્ધ નૈના દેવીનું મંદિર છે. નૈનીતાલ ન્યુ મેરીડ કપલ્સ માટે પણ પસંદગીની જગ્યા રહી છે. નૈનીતાલ તળાવ, નૈના ચોટી, ગવર્નર હાઉસ, ટિફિન ટોપ અને પંડિત જીબી પંત પ્રાણીસંગ્રહાલય નૈનીતાલના પ્રસિદ્ધ ફરવા લાયક સ્થળો છે.

શોપિંગ કરવા માટે તમે માર્કેટ મોલ રોડ પણ જઈ શકો છો. નેશનલ હાઈવે 87 પરથી નૈનીતાલ પહોંચી શકાય છે. નૈનીતાલથી 34 કિલોમીટર દૂર કાઠગોદામમાં રેલવે સ્ટેશન આવેલું છે. નૈનીતાલ જવા અહીંથી તમને ટેક્સી મળી રહે છે. આ સ્થળ દિલ્લીથી 320 કિલોમીટરના અંતરે છે.

 3.શિમલા – મનાલી (હિમાચલ પ્રદેશ)

હિમાચલ પ્રદેશમાં આવેલુ શિમલા મનાલી ભારતનું સૌથી પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે. આ બંને હિલ સ્ટેશન અલગ અલગ ઊંચાઈએ છે પણ લોકો પહેલેથી બંનેના નામ સાથે લે છે.

શિમલા : કુદરતના ખોળામાં વસેલા શિમલા શહેરને સાત પહાડીઓનું શહેર પણ કહેવામાં આવે છે. જાન્યુઆરીથી માર્ચ મહિના સુધીમાં તમને અહીંયા બરફ જોવા મળે છે. સીમલા કિન્નોર વિસ્તારમાં તમે ટ્રેકિંગની મજા માણી શકો છો. શિમલામાં તમે ધ મોલ, તારા દેવી મંદિર, સમરહિલ અને સ્ટેટ મ્યુઝીયમ જોવા જઈ શકો છો. ધ મોલ શિમલાની શોપિંગ ગલી છે. દિલ્લી થી શિમલા 345 કિલોમીટર દૂર છે. કારથી તમે સરળતાથી પહોંચી શકો છો. દિલ્હીથી શિમલા તમે હવાઈ માર્ગે પણ જઈ શકો છો. જો તમે રેલમાર્ગે જોવા માંગો છો તો કાલકાથી ટોય ટ્રેનમાં બેસીને સુંદર મજાનો અનુભવ મેળવી શકો છો.

મનાલી : મનાલી શિમલાથી અંદાજે 275 કિલોમીટર દુર છે. સુંદર પહાડીઓ વચ્ચે ઘેરાયેલું મનાલી તમને રોમાંચિત કરી દેશે. એડવેન્ચરનો તમને શોખ છે તો મનાલી તમારા માટે બેસ્ટ વિકલ્પ છે.અહીં તમે ટ્રેકિંગ અને રિવર રાફટિંગની મજા માણી શકશો. મનાલીમાં વ્યાસ નદી, જોગીની ઝરણું, સોલાંગ ઘાટી, વ્યાસ કુંડ, રોહતાંગ પાસ અને હિમ વેલી ફરવા લાયક સ્થળો છે.

આ પણ વાંચો :-

આદિત્ય ઠાકરેનો દાવો- એકનાથ શિંદે ઘરે આવ્યા અને રડતાં રડતાં કહ્યું… ભાજપમાં……

0

Aditya Thackeray

  • Aaditya Thackeray : ભાજપ પર પ્રહાર કરતાં આદિત્ય ઠાકરેએ કહ્યું કે તે એ જ પાર્ટી છે જેણે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) સાથે ગઠબંધન કર્યું હતું. જેણે આતંકવાદીઓને ટેકો આપ્યો હતો. શિવસેના (UBT) જૂથના નેતા સંજય રાઉતે આદિત્ય ઠાકરેના દાવાઓને યોગ્ય ઠેરવ્યા અને કહ્યું કે એકનાથ શિંદે તેમના ઘરે પણ આવ્યા હતા અને કહ્યું હતું કે તેઓ જેલમાં જવા માંગતા નથી.

શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે, UBT) નેતા આદિત્ય ઠાકરેએ (Aditya Thackeray) મહારાષ્ટ્રના (Maharashtra) મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde) વિશે મોટો ખુલાસો કર્યો છે. તેમણે દાવો કર્યો કે પાર્ટીની વિરુદ્ધ જતાં પહેલા તે તેમના ઘરે આવ્યા હતા અને ખૂબ રડ્યા હતા.

તે દરમિયાન તેમણે કહ્યું હતું કે જો તે ભારતીય જનતા પાર્ટીમાં નહીં જોડાય તો કેન્દ્ર સરકારની એજન્સી તેમને જેલમાં પૂરશે. આદિત્ય ઠાકરેના આ નિવેદન બાદ એકનાથ શિંદે જૂથમાં હોબાળો થયો હતો. મહારાષ્ટ્રમાં નવો રાજકીય ખળભળાટ શરૂ થયો છે. ઘણા નેતાઓએ એક પછી એક વળતો જવાબ આપ્યો.

એકનાથ શિંદે જૂથના ધારાસભ્ય સંતોષ બાંગરે આ દાવાને નકારી કાઢતા કહ્યું કે ભાજપ તરફથી કોઈ ખતરો નથી. ઠાકરે પરિવારની વિરૂદ્ધ જવાનું કારણ સમજાવતા તેમણે કહ્યું કે આનું કારણ શિવસેનાનું કોંગ્રેસ અને એનસીપી સાથે અગાઉનું જોડાણ હતું. તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે એકનાથ શિંદે ખૂબ જ મજબૂત નેતા છે. તેઓ રડનારાઓમાંના નથી. તેથી તેમના પર લાગેલા તમામ આરોપો ખોટા છે.

હકિકતમાં આદિત્ય ઠાકરે વિશાખાપટ્ટનમની એક યુનિવર્સિટીમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે અમારા 40 ધારાસભ્યોએ પૈસા માટે પોતાની બેઠકો અને વિધાનસભા દાવ પર લગાવી દીધી હતી અને અમારી સામે બળવાનું બ્યુગલ વગાડ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું, ‘હાલના મુખ્યમંત્રી (એકનાથ શિંદે) અમારા ઘરે આવ્યા અને રડવા લાગ્યા કારણ કે એક કેન્દ્રીય એજન્સી તેમની ધરપકડ કરવાની હતી. તેણે કહ્યું કે, તેમણે ભાજપમાં જોડાવું પડશે નહીં તો મારી ધરપકડ કરી લેશે.

આદિત્ય ઠાકરેએ કોંગ્રેસ સાથે તેમના પક્ષના જોડાણનો બચાવ કર્યો અને બાળ ઠાકરેના સમયને યાદ કરતા કહ્યું કે, ‘મારા દાદાએ અગાઉ પણ કોંગ્રેસ સાથે જોડાણ કર્યું હતું. ગાંધી પરિવાર સાથે અગાઉ પણ તેમના સારા સંબંધો હતા. તેમણે પ્રણવ મુખર્જી અને પ્રતિભા પાટીલને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું. જ્યારે ભાજપ રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન અન્ય ઉમેદવારને મેદાનમાં ઉતારી રહી હતી.

આ પણ વાંચો :-

ચોકલેટના શોખીનો સાવધાન ! રાત્રે ભૂલથી પણ ન ખાતા ચોકલેટ સહિત આ વસ્તુઓ નહીં તો…

Attention chocolate

  • ચોકલેટમાં કૈફીન અને ખાંડ હોય છે. ચોકલેટ તમારા હોર્મોનને તેજ કરે છે, જે તમને આખી રાત જગાવી શકે છે. રાત્રે ચોકલેટ ખાવાથી તમારી ઊંઘ ઉડી શકે છે.  એટલા માટે રાત્રે ચોકલેટ ન ખાવાની સલાહ અપાય છે.

ઘણા લોકોને ઊંઘ (Sleep) ન આવવાની સમસ્યા છે. સરખી ઉંઘ આવે તે માટે જાત જાતના પ્રયત્નો કરતો હોય છે. ત્યારે કેટલાક કારણો હોય છે જેના કારણે ઊંઘ નથી આવતી. રાત્રે સારી ઊંઘ લેવી સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. દરરોજ રાતની 8-9 કલાક ઊંઘ લેવાથી તન અને મનને ઉર્જા મળે છે. ત્યારે અહીં જાણીએ એવી કેટલીક વાતો છે જેનાથી ઊંઘ ન આવવાની સમસ્યામાંથી (Problem) રાહત મેળવી શકે છે.

1. સતત થાક બાદ પણ ઊંઘ ન આવી :

દિવસભરના સતત પરિશ્રમ કર્યા બાદ તમને લાગે કે રાત્રે ખૂબ સરસ ઊંઘ આવી જશે પરંતું વાસ્તવિકતામાં ઊંઘ નથી આવતી. બેડ પર પડ્યા રહે છે અને છત પર ઘૂરતા રહે છે તો રૂમમાં આમથી તેમ ફર્યા કરે છે. ઊંઘ ન આવવાનું મહત્વનું કારણ રાત્રે લીધેલો ખોરાક છે. ત્યારે રાત્રે શું ખાવું તે બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

2. રાત્રે ભૂલથી પણ ન ખાઓ ચોકલેટ :

ચોકલેટમાં કૈફીન અને ખાંડ હોય છે. ચોકલેટ તમારા હોર્મોનને તેજ કરે છે. જે તમને આખી રાત જગાવી શકે છે. રાત્રે ચોકલેટ ખાવાથી તમારી ઊંઘ ઉડી શકે છે.  એટલા માટે રાત્રે ચોકલેટ ન ખાવાની સલાહ અપાય છે.

3. સાંજે ડુંગળી- લસણ વાળો ખોરાક ન લેવો :

આમ તો ડુંગળી અને લસણના અનેક ફાયદા છે પરંતું તેને રાતમાં ભોજન લેવા હિતાવહ નથી. જો તમે તમારા રાતના ભોજનમાં લસણને રાખશે તો તમારી ઊંઘ ઉડી શકે છે. જો તમે રાત્રે સારી ઊંઘ ઈચ્છતા હોય તો લસણની માત્રા તમારા ભોજનમાં ઓછી રાખો

4. રાત્રે તળેલા અન જંક ફૂડને કરો અવોઈડ :

રાત્રે ચાઈનીઝ, પાસ્તા અને ચાઉમીન જેવી વસ્તુઓને તમારા ભોજનમાં ન લેવી જોઈએ. આ બધી વસ્તુઓ રાત્રે પચવામાં ભારે પડે છે. ખાધેલું ન પચતા રાત્રે ઊંઘ આવતી નથી અને બેચેની અનુભવાય છે. રાત્રે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટવાળા ખોરાકનું સેવન કરો અને હાઈ ફેટ ભોજનને લંચમાં સામેલ કરો. રાત્રે હળવો ખોરાક લેવાથી સારી ઊંઘ આવે છે.

આ પણ વાંચો :-

ખરેખર ફોન ખરાબ છે કે તમારો કાન ? જાણો ઘણીવાર કેમ સંભળાતો નથી…

Is the phone really bad or your ear

  • કહેવાય છે કે ફોનના સ્પીકરને સાફ કરવા માટે થિનરનો ઉપયોગ કરી શકાય છે. તેના દ્વારા ગંદકીને ઝડપથી બહાર કાઢી શકાશે. આના દ્વારા સ્પીકરમાં પાણી અને નુકસાન થતું નથી. પરંતુ તે ખૂબ જ સારી રીતે કામ કરવાનું શરૂ કરે છે.

સ્માર્ટફોન (Smartphone) વગર ઘણા લોકોનો દિવસ પણ શરૂ નથી થતો. આજે મોબાઈલ લોકો માટે ખુબ જરૂરી સાધન છે. ઘણી વખત ફોનનો ઉપયોગ એટલો વધી જાય છે કે બેદરકારીથી આપણે તેનો ઉપયોગ શરૂ કરી દઈએ છીએ અને પછી તે એકદમ ગંદો થઈ જાય છે. લોકો ફોનનો (Phone) તો ઉપયોગ ભરપુર કરે છે પરંતુ તેની સફાઈમાં બેદરકારી દાખવતા હોય છે.

એટલું જ નહીં ફોનના આવા ઉપયોગથી સ્પીકરમાં પણ સમસ્યા થઈ શકે છે અને તેમાં વધુ પડતી ગંદકી જામી શકે છે. જો તમારી સાથે પણ આવું જ કંઈક થાય છે અથવા તમને પણ લાગે છે કે ફોનના સ્પીકર યોગ્ય રીતે કામ નથી કરી રહ્યા તો તમે કેટલીક ટ્રિક્સ અપનાવી શકો છો.

આજે અમે તમારા માટે સ્માર્ટફોનની કેટલીક ટ્રિક્સ (Smartphone Cleaning Tips) લાવ્યા છીએ, જેને અપનાવીને તમે તમારા ફોનના સ્પીકરમાં જમા થયેલી ગંદકીને દૂર કરી શકો છો.

ટૂથપીકથી કરો સફાઈ :

જો તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે ફોનના સ્પીકરમાં ગંદકી છે અને અવાજ યોગ્ય રીતે નથી આવી રહ્યો. તો તમે આ માટે ટૂથપિકનો ઉપયોગ કરી શકો છો. જો કે આ દરમિયાન તમારે સાવચેત રહેવાની જરૂર પડશે. સ્માર્ટફોન સ્પીકર્સ ખૂબ જ નાજુક હોય છે અને જો બેદરકારીથી સાફ કરવામાં આવે તો તેને નુકસાન થઈ શકે છે.

થિનરનો કરો ઉપયોગ :

કહેવાય છે કે ફોનના સ્પીકરને સાફ કરવા માટે થિનરનો ઉપયોગ કરી શકાય છે. તેના દ્વારા ગંદકીને ઝડપથી બહાર કાઢી શકાશે. આના દ્વારા સ્પીકરમાં પાણી અને નુકસાન થતું નથી. પરંતુ તે ખૂબ જ સારી રીતે કામ કરવાનું શરૂ કરે છે.

મીની પોર્ટેબલ વેક્યુમ ક્લીનર :

સ્માર્ટફોન સ્પીકર્સ સાફ કરવા માટે બજારમાં મિની પોર્ટેબલ વેક્યુમ ક્લીનર્સ ઉપલબ્ધ છે. જો તમે ઈચ્છો, તો તમે તમારા ફોનના સ્પીકરને ખરીદીને તેને સાફ કરી શકો છો. આના દ્વારા ફોનમાં જમા થયેલી ગંદકી સરળતાથી બહાર આવી શકશે.

આ પણ વાંચો :-

Hania Amir : પાકિસ્તાની અભિનેત્રીએ ગણેશજીની મૂર્તિ સાથે તસવીર પડાવી, સોશિયલ મીડિયામાં હંગામો

Hania Amir

  • Pakistani Actress Controversy : તાજેતરમાં પાકિસ્તાની અભિનેત્રી હનિયા આમિરનો એક વીડિયો ખુબ વાયરલ થયો હતો. જેમાં તે આરઆરઆરના ઓસ્કર જીતનારા ગીત નાટુ નાટુ પર ખુબ ડાન્સ કરતી જોવા મળી હતી. પાકિસ્તાનમાં અનેક લોકોને આ વાત ગમી નહતી. હવે હનિયા આમિર એકવાર ફરીથી લોકોના નિશાન પર છે.

Pakistani Actress Controversy : તાજેતરમાં પાકિસ્તાની અભિનેત્રી હનિયા આમિરનો (Pakistani actress Hania Aamir) એક વીડિયો ખુબ વાયરલ થયો હતો. જેમાં તે આરઆરઆરના (RRR) ઓસ્કર જીતનારા ગીત નાટુ નાટુ પર ખુબ ડાન્સ કરતી જોવા મળી હતી. પાકિસ્તાનમાં (Pakistani) અનેક લોકોને આ વાત ગમી નહતી. હવે હનિયા આમિર (Hania Aamir) એકવાર ફરીથી લોકોના નિશાન પર છે. આ વખતે કારણ બન્યું છે એક ફોટો.

આ ફોટામાં હનિયા ભગવાન ગણેશની એક મૂર્તિ સામે છે. તેણે ભગવાનની પ્રતિમા સાથે આ ફોટો પડાવ્યા બાદ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો. અને ટીકાનો વરસાદ થવા લાગ્યો. સોશિયલ મીડિયામાં પાકિસ્તાનમાં અનેક લોકો તેનાથી નારાજ છે.

મિની ફોટોશૂટ અને મસાજ

તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરાયેલી તસવીરો પર ફોલોઅર્સની મિક્સ પ્રતિક્રિયા મળી રહી છે. કેટલાકે તેનું સમર્થન કર્યું છે તો કેટલાકે આકરો વિરોધ કર્યો છે. કેટલાક તેને અનફોલો પણ કરી દીધી. તસવીરો શેર કરતા હનિયાએ કેપ્શનમાં લખ્યું કે મિની ફોટોશૂટ અને મસાજ.

હવે પાકિસ્તાની અભિનેત્રીના હિન્દુ ભગવાનની મૂર્તિ સાથે કોઈ પણ મુસ્લિમ માટે અપમાનજનક ગણાવતા પાકિસ્તાનના લોકો નારાજ થયા છે. જ્યારે કેટલાક તેના આ પગલાને સારી પહેલ માની રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે તેમા શું ખોટું છે. તે પૂજા કરતી નથી. ફક્ત જોવા માટે આ તસવીર લેવાઈ છે. કેટલાક લોકો દરેક વસ્તુ પર ઓવરરિએક્શન કરે છે. હનિયાનો આ ફોટો કંબોડિયામાં રજા ગાળવા દરમિયાન ખેંચાયેલો છે.

ડાન્સ વીડિયો વાયરલ :

કોઈએ કહ્યું કે શું તમે ગણેશજી સાથે પોઝ આપી રહ્યા છો? એક વ્યક્તિએ લખ્યું કે માણસને એક જીવન મળે છે અને તેને પોતાનું જીવન જીવવા દો. તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તમે તમામ તસવીરો અને લોકોના કમેન્ટ જોઈ શકો છો. અત્રે જણાવવાનું કે ગત ફેબ્રુઆરીમાં હનિયા આમિરનો એક વીડિયો ખુબ વાયરલ થયો હતો.

ફિલ્મ આરઆરઆરને ત્યારે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો હતો અને આ ગીત પાકિસ્તાનમાં પણ ખુબ વાગતું હતું. તે સમયે હનિયાનો ડાન્સ વીડિયો સામે આવ્યો હતો. જેમાં તે નાટુ નાટુ ગીત પર નાચતી હતી.

આ પણ વાંચો :-

14 એપ્રિલ 2023 આજનું રાશિફળ : આજે તુલા, કુંભ સહિતની રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, જાણો શું કહે છે રાશિફળ

14 April 2023 Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
આત્મવિશ્વાસમાં વધારો થતાં યોગ્ય નિર્ણયો લઈ શકાય. સ્વગૃહી શુક્રને કારણે આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં પરસ્પર મનદુઃખ ન થાય એનું ધ્યાન રાખવું. ધંધામાં પ્રગતિ થતી જણાય. મિત્રોનો સાથ મળતાં આનંદ વધે.

વૃષભઃ
ભાગ્યનો સાથ મળતા કાર્યક્ષેત્રે સફળતા મળે. પરિણામે માનસિક આનંદનો અનુભવા થાય. ધાર્મિક કાર્યનું આયોજન શક્ય બને. નવા રોકાણે કરી શકાય. માતા-પિતા સાથે મતભેદ અંભવે, સ્વાસ્થય સારૂ રહેતું અનુભવાય.

મિથુનઃ
દિવસ દમ્યાન ગુસ્સો વધે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઈ બહેની તબિયત સાચવવી. વાણી ઉપર કાબુ રાખવો જરૂરી છે. અગત્યના કાર્યો ટાળવા. ફેફસના રોગોથી કાળજી રાખવી. ભાગ્યનો સાથ મળતો જણાય.

કર્કઃ
નિરાશાવાદી વિચારધારા તથા ડરપોક સ્વભાગ છોડી મન સ્થિર કરવું. આંખની તકલીફોની કાળજી રાખવી. ખનીજ, કોલસો, રસાયણ, જેવા ધંધાર્થી માટે શુભ ફળ મળે. સંસારિક જીવનમાં મધુરતાનો અનુભવ થાય.

સિંહઃ
દિવસ દરમ્યાન નકારાત્મક વિચારો સતાવે. ધારેલી આવક મેળવવામાં અવરોધ ઉભા થાય. પરિવારમાં લાગણી શીલતા વધે. કાપડના તથા સ્ત્રીઓને લગતી વસ્તુઓના ધંધામાં ફાયદો થતો જણાય. તબિયતનું ધ્યાન રાખવુ હિતાવહ છે.

કન્યાઃ
પુત્ર-પૌત્રાદી તરફથી સ્નેહ વધતો જણાય. લક્ષ્મીની યોગ્ય હેરફેર શક્ય બને. મિત્રો તરફથી લાભ મળવાની તકો ઉજળી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. વધારે કામ કરવો કારણે થાકનો અનુભવ થાય.

તુલાઃ
આનંદ ઉત્સાહમાં વૃદ્ધિ થાય. કરેલા રોકાણો નફાકારક સાબિત થાય. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિના યોગ બને છે. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાન સાથે મતભેદ ટાળવા. માન સન્માનમાં વૃદ્ધિ થાય.

વૃશ્ચિકઃ
મોજ શોખમાં ખર્ચ વધે. બચત ઓછી થથી જણાય. નાના ભાઈ બહેની તબિયતની કાળજી જરૂરી. ગળાના રોગોથી સાચવવુ. કુટુંબ શાંતિ અને સંપનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આરોગ્ય સારૂં રહેશે.

ધનઃ
આવક વધતા માનસિક ચિંતા ઓછી થતી જણાય. છતાં અકારણ અજંપો રહે. પરિવારના તમામ સભ્યોનો સાથ સહકાર મળતો જણાય. પિતા તરફથી આર્થિક લાભ મળવાના યોગય છે. સંતાન સંબંધી ચિંતા સંતાવે. ભાગ્યનો સાથ મળતો અનુભવાય.

મકરઃ
ગુરૂ ચંન્દ્રને કારણે આનંદમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્ય સફળથા મળતી જણાય. પાન સોપારી, દૂધ, ખેડૂત, માછીમારી જેવા ધંધામાં વધુ પ્રગતિ થતી જણાય.

કુંભઃ
મન અશાંત રહે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. આવક અંગે અસંતોષ વધતો જણાય. નાણાં ઉછીના લેવા કે આપના નહીં, અન્યથા નાણાં ફસાઈ જવાના યોગ બને છે. જમણી આંખની તથા મગજના રોગોથી સાવચેત રહેવું.

મીનઃ
મિત્રો થકી આવકનો લાભ મળતો જણાય છે. જુની ઉધરાણી છુટી થાય. પરિવારમાં તથા કાર્યક્ષેત્રે સ્ત્રીવર્ગ તરફથી સહકાર મળતો જણાય. જમીન, મકાન, દલાલીના ધંધામાં વિશેષ લાભ. સંતાનની પ્રગતિ અનુભવાય. આરોગ્યનું ધ્યાન રાખવું.

આ પણ વાંચો :-

મુકેશ અંબાણીએ શ્લોકા મહેતાને ગિફ્ટ કર્યો વિશ્વનો સૌથી મોંઘો નેકલેસ, આટલી કિંમતમાં તો ‘પઠાન’ જેવી ફિલ્મો બની જાય

0

Mukesh Ambani  

  • મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ વહૂ શ્લોકા મહેતાને વિશ્વનો સૌથી મોંઘો હાર ભેટ આપ્યો છે. આ નેકલેસની કિંમત સાંભળીને તમે દંગ રહી જશો.

મુકેશ અંબાણી (Mukesh Ambani) વિશ્વના ધનાઢ્ય પરિવારમાંથી એક છે અને ખૂબ જ લક્ઝુરિઅસ જીવન જીવે છે. અંબાણી ફેમિલીના ફંક્શન, પાર્ટી તથા અન્ય ઈવેન્ટસ પર તમામ લોકોની નજર રહે છે. અંબાણી પરિવારની (Ambani family) વહૂ શ્લાકા મહેતાનો (Shlaka Mehta) નેકલેસ ચર્ચાનો વિષય બની ગયો છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ (Nita Ambani) વહૂ શ્લોકા મહેતાને વિશ્વનો સૌથી મોંઘો હાર ભેટ આપ્યો છે.

આ નેકલેસની કિંમત સાંભળીને તમે દંગ રહી જશો. નીતા અંબાણીએ અને મુકેશ અંબાણીએ આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતાને વિશ્વનો સૌથી કિંમતી નેકલેસ આપ્યો છે. આ નેકલેસની કિંમત 2-4 કરોડ નહીં પરંતુ, 450 કરોડ કરતા પણ વધુ છે.

450 કરોડ કરતા પણ વધુ કિંમતનો નેકલેસ :

તમે વિચારી રહ્યા હશો કે આ નેકલેસમાં એવી કઈ ખાસ વસ્તુ છે કે આ નેકલેસની કિંમત આટલી બધી છે. આ નેકલેસમાં વિશ્વના સૌથી મોટા ઈન્ટરનલી ફ્લોલેસ હીરા જડેલ છે. આ હારની કિંમત 450 કરોડ કરતા પણ વધુ છે. લેબનાની જ્વેલર મૌવાડે આ નેકલેસ બનાવ્યો હતો. જેને L’Incomparable કહેવામાં આવે છે. આ નેકલેસમાં વિશ્વના સૌથી મોટા ઈન્ટરનલી ફ્લોલેસ ડાયમંડ લગાવવામાં આવ્યા છે.

વિશ્વનો સૌથી કિંમતી નેકલેસ  :

શ્લોકા મહેતાના નેકલેસમાં 91 ડાયમંડ લગાવવામાં આવ્યા છે. 200 કેરેટ કરતા વધુના છે. આ હીરાને કારણે નેકલેસને અલગ યુનિક લૂક મળે છે. શ્લોકાના હારની ડિઝાઈન કે કોપી બિલકુલ પણ નહીં બનાવી શકાય અને રિડિઝાઈન પણ નહીં કરી શકાય. આ કારણોસર અંબાણી પરિવારની આ એન્ટીક જ્વેલરી છે.

કરોડોની ઘડિયાળ અને પર્સ :

અંબાણી પરિવાર લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે ખૂબ જ ફેમસ છે. પાર્ટીમાં તેમના કપડા, ઘડિયાળ, પર્સ અને ઘરેણાંની ખૂબ જ ચર્ચા કરવામાં આવે છે. નીતા મુકેશ અંબાણીએ કલ્ચરલ સેન્ટરની ઈવેન્ટમાં અનંત અંબાણી અને તેમના ફિયોન્સ રાધિકા મરચન્ટ ચર્ચાનો વિષય બની ગયા હતા.

રાધિકા મરચન્ટે ડ્રેસની સાથે એક નાનું પર્સ પણ રાખ્યું હતું. આ પર્સની કિંમત 2 કરોડ જણાવવામાં આવી રહી હતી. અનંત અંબાણી 18 કરોડની ઘડિયાળ પહેરીને આવ્યા હતા. અનંત અંબાણી અને રાધિકા મરચન્ટ ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે.

આ પણ વાંચો :-

સીલિંગ કે ટેબલ…. ક્યો પંખો બચાવે છે વીજળી ? જાણો તમારા માટે ક્યો સારો છે

Ceiling or table…. Which fan saves electricity 

  • Ceiling Fan VS Tablet Fan : મોંઘવારીના આ સમયમાં તમે એક એવો પંખો શાધી રહ્યાં છો જે વીજળીમાં બચત કરી શકે? જો હા તો આ સમાચાર તમને કામ લાગશે.

સીલિંગ ફેન (Ceiling Fan) અને ટેબલ ફેન (Table Fan) બંને ઘરને ઠંડુ કરવા માટે કામ કરે છે. જે લોકો ઉનાળામાં AC ખરીદી શકતા નથી. તેઓ મોટાભાગે તેમના ઘરમાં સીલિંગ ફેન અથવા ટેબલ ફેન લગાવે છે. હવે જો બેમાંથી કોઈ એકને પસંદ કરવાની વાત આવે તો એક પ્રશ્ન વારંવાર આવે છે કે કયો વધુ વીજળી બચાવી શકે છે.

મોંઘવારીએ કમર તોડી નાખી છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે મહિનામાં થતા ખર્ચમાંથી કેટલાક પૈસા બચે. આ સમાચારમાં અમે સીલિંગ ફેન અને ટેબલ ફેન વચ્ચેનો તફાવત જણાવી રહ્યા છીએ. આ સાથે અમે એ પણ જાણીશું કે મહિનાના વીજળી બિલમાં કોણ બચત કરી શકે છે.

સીલિંગ પંખો :

સીલિંગ ફેનને સીલિંગ ફેન્સ પણ કહેવામાં આવે છે. તેમાં પાસે લાંબી બ્લેડ હોય છે જે ઘરમાં હવાનું પરિભ્રમણ કરવા માટે ગોળાકાર ગતિમાં ફરે છે. સીલિંગ પંખાના વીજ વપરાશ વિશે સ્પષ્ટપણે કશું કહી શકાય નહીં કારણ કે દરેક પંખાનો વીજ વપરાશ અલગ અલગ હોઈ શકે છે. જો કે પંખાના કદ, ઝડપ અને પ્રકાર પર આધાર રાખીને સીલિંગ પંખાનો ઉર્જા વપરાશ 90 થી 100 વોટ સુધીનો હોઈ શકે છે.

સીલિંગ ફેનના ફાયદા :

સીલિંગ પંખા મોટા રૂમને ઠંડક આપવા માટે વધુ કાર્યક્ષમ હોય છે કારણ કે તે રૂમની આસપાસ હવાનું પરિભ્રમણ કરી શકે છે.

– સીલિંગ પંખા ઘરની સુંદરતા વધારવાનું કામ કરે છે.

– ટેબલ પંખા કરતાં સીલિંગ પંખા વધુ ટકાઉ હોય છે અને તેનું આયુષ્ય લાંબુ હોય છે.

સીલિંગ ફેનના ગેરફાયદા :

ટેબલ પંખા કરતાં સીલિંગ પંખા વધુ મોંઘા છે.

– છત ચાહકોને પ્રોફેશનલ ઈન્સ્ટોલેશનની જરૂર છે.

– કેટલાક છત પંખા અવાજ કરે છે અને રૂમની શાંતિને ખલેલ પહોંચાડે છે.

ટેબલ ફેન :

ટેબલ પંખા નાના અને પોર્ટેબલ હોય છે જે સરળતાથી ટેબલ અથવા ડેસ્ક પર મૂકી શકાય છે. તેમની પાસે ટૂંકા બ્લેડ છે. પાવર વપરાશના સંદર્ભમાં, પંખાના કદ અને ઝડપના આધારે, ટેબલ ફેનનો વીજ વપરાશ લગભગ 30 થી 60 વોટ સુધીનો હોય છે.

ટેબલ ફેનના ફાયદા :

ટેબલ પંખા છત પંખા કરતાં વધુ સસ્તા છે. આનો અર્થ એ છે કે તેઓ સસ્તા આવે છે.

– ટેબલ ફેન્સ પોર્ટેબલ છે અને તેને એક રૂમમાંથી બીજા રૂમમાં ખસેડી શકાય છે.

– ટેબલ ફેન લગાવવા માટે કોઈ પ્રોફેશનલની જરૂર નથી.

ટેબલ ફેનના નુકસાન :

– ટેબલ ફેન મોટા રૂમને ઠંડો કરી શકે નહીં, કારણ કે તે સીમિત માત્રામાં હવા સર્કુલેટ કરે છે. ઘણીવાર તો માત્ર એક વ્યક્તિ હવાની મજા લઈ શકે છે.

– ટેબલ પંખા ઓછા ટકાઉ હોય છે અને સીલિંગ ફેનની તુલનામાં તેનું આયુષ્ય ઓછુ હોય છે.

– ઘણા ટેબલ ફેન વધુ અવાજ કરે છે.

ક્યો પંખો વધુ વીજળી બચાવે છે?

જ્યારે વીજળી વપરાશની વાત આવે તો ટેબલ ફેન સામાન્ય રીતે સીલિંગ ફેનની તુલનામાં ઓછી વીજળી ખાય છે. તેનાથી લાઈટ બિલ ઓછુ આવે છે. પરંતુ ઘણા સીલિંગ ફેન પણ હવે ઓછી વીજળીનો વપરાશ કરતા ડિઝાઈન થવા લાગ્યા છે. તેવામાં તમે ખરીદતા સમયે પંખો કેટલી વીજળી વાપરશે તેની તપાસ કરી શકો છો.

આ પણ વાંચો :-