Home Blog Page 1107

Bhavnagar : જાણો યુવરાજસિંહ સામે કઈ કઈ કલમો હેઠળ નોંધવામાં આવી ફરિયાદ, કેટલી થઈ શકે છે સજા

0

Bhavnagar

  • આખરે લાંબી પૂછપરછ બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. યુવરાજ પર આરોપ છે કે, તેમણે ડમીકાંડમાં નામ જાહેર ન કરવા માટે બે લોકો પાસેથી 1 કરોડ રુપિયા લીધા હતા.

આખરે લાંબી પૂછપરછ બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની (Student leader Yuvraj Singh) ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. યુવરાજ પર આરોપ છે કે, તેમણે ડમી કાંડમાં (Dummy stem) નામ જાહેર ન કરવા માટે બે લોકો પાસેથી 1 કરોડ રુપિયા લીધા હતા. આ અંગે પોલીસે કહ્યું કે યુવરાજસિંહ (Yuvraj Singh) અને તેમના માણસોએ પ્રકાશ દવે પાસેથી 45 લાખ અને પ્રદિપ બારૈયા પાસેથી 55 લાખ રૂપિયા લીધા છે.

આ મામલે ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં યુવરાજસિંહ અને તેમના સાથીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. યુવરાજની સાથે સાથે શિવુભા જાડેજા, કાનભા જાડેજા, ઘનશ્યામભાઈ, બિપીન ત્રિવેદી અને રાજુ નામના વ્યકિત સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

યુવરાજ અને તેમના સાથીઓ સામે કલમ 288,286 અને 120 બી હેઠળ ફરિયાદ નોંધાઈ છે. આ કલમો અંગે વાત કરીએ 388 – વ્યક્તિને દબાણ કરીને પૈસા ઉઘારવાનો ગુન્હો સામેલ છે. આ કલમ હેઠળ આજીવન કેદ, 10 વર્ષ કે તેનાથી વધુની સજા થઈ શકે છે અને આ ગુન્હો બિનજામીનપાત્ર છે.

જ્યારે 120 B  – સ્વતંત્ર કલમ, ષડયંત્રની કલમ, આજીવન કેદ, 10 વર્ષ કે તેનાથી વધુની સજા થઈ શકે છે  અને આ કલમ પણ જામીનપાત્ર છે. નોંધનીય છે કે, પોલીસ ફરિયાદી બને એટલે કોર્ટમાં સમાધાનની શક્યતા રહેતી નથી.

આ પણ વાંચો :-

 

ધોનીએ અચાનક આપ્યા સંન્યાસના સંકેત, પોતાના નિવેદનથી ક્રિકેટ જગતમાં મચાવી હલચલ

0

Dhoni suddenly

  • MS Dhoni News : શુક્રવારે રમાયેલી IPL મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને 7 વિકેટે હરાવ્યું. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામેની આ IPL મેચમાં જોરદાર જીત બાદ પોતાના એક નિવેદનથી ક્રિકેટ જગતમાં તોફાન મચાવી દીધું છે. મહેન્દ્ર સિંહ ધોનીએ IPL 2023 પછી નિવૃત્તિનો સંકેત આપ્યો છે.

શુક્રવારે રમાયેલી IPL મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને 7 વિકેટે હરાવ્યું. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામેની આ IPL મેચમાં જોરદાર જીત બાદ પોતાના એક નિવેદનથી ક્રિકેટ જગતમાં તોફાન મચાવી દીધું છે.

મહેન્દ્ર સિંહ ધોનીએ IPL 2023 પછી નિવૃત્તિનો સંકેત આપ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકો માટે આ ખૂબ જ ખરાબ સમાચાર છે.

ધોનીએ અચાનક આપ્યા નિવૃત્તિના સંકેત :

ચેન્નાઈમાં પ્રેક્ષકો તરફથી મળેલા પ્રેમથી ખુશ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે 2 વર્ષ બાદ અહીં દર્શકોને મેચ જોવાનો મોકો મળ્યો છે અને તેમની સામે રમવું ખાસ છે. સનરાઈઝર્સ હૈદરાબાદને સાત વિકેટે હરાવ્યા બાદ ધોનીએ કહ્યું, ‘બીજું શું કહું. હવે બધુ કહી ચૂક્યો છું. આ મારી કારકિર્દીનો છેલ્લો તબક્કો છે. અહીં રમવું સારું લાગે છે. દર્શકોએ અમને ઘણો પ્રેમ આપ્યો છે.

પોતાના નિવેદન ક્રિકેટ જગતમાં મચાવી હલચલ :

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું, ‘બેટિંગ કરવાની વધુ તક નથી મળી. પરંતુ કોઈ ફરિયાદ નથી. અહીં હું પહેલા ફિલ્ડિંગમાં સંકોચ અનુભવતો હતો, કારણ કે મને લાગતું હતું કે વધારે ઝાકળ નહીં પડે. અમારા સ્પિનરોએ સારી બોલિંગ કરી અને ફાસ્ટ બોલરો, ખાસ કરીને પથિરાનાએ પણ સારી બોલિંગ કરી.

આ પણ વાંચો :-

125cc ના આ 3 બાઈક ભલભલી સ્પોર્ટી બાઈકને મુકી દે છે પાછળ, જુઓ તસવીરો અને ફિચર્સ

These 3 125cc Bikes

  • Top-5 Sportiest 125cc Bikes : ભારતમાં ટુ-વ્હીલર્સનું વિશાળ બજાર છે. એન્ટ્રી લેવલની 100cc બાઈકથી લઈને સુપરબાઈક સુધી મોટરસાઈકલની વિશાળ શ્રેણી અહીં વેચાય છે.

જો કે એ નોંધવું યોગ્ય છે કે અત્યારે 125cc બાઈક સેગમેન્ટ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે અને ગ્રાહકો માટે વિકલ્પોની કોઈ કમી નથી. ચાલો અમે તમને 125cc સેગમેન્ટમાં ટોપ-5 સ્પોર્ટી બાઈકો બતાવીએ.

TVS Raider : તે ભારતમાં સૌથી વધુ ફીચર લોડ 125cc મોટરસાયકલ છે. તે 124.8cc, સિંગલ-સિલિન્ડર, એર અને ઓઈલ-કૂલ્ડ, ફ્યુઅલ-ઈન્જેક્ટેડ એન્જિન દ્વારા સંચાલિત છે જે 11.2 Bhp અને 11.2 Nm જનરેટ કરે છે. તેમાં 5-સ્પીડ ગિયરબોક્સ છે. તેની એક્સ-શોરૂમ કિંમત 93,719 રૂપિયાથી શરૂ થાય છે.

Bajaj Pulsar 125/NS125 : બજાજ પલ્સર ભારતીય બજારમાં જાણીતું નામ છે અને તે હવે 125cc અવતારમાં પણ ઉપલબ્ધ છે. પલ્સર 125 અને NS125 સમાન એન્જિન સાથે આવે છે, જે 124.4cc, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિન છે. તે 11.8 Bhp અને 11 Nm જનરેટ કરે છે. પલ્સર 125 સિરીઝની એક્સ-શોરૂમ કિંમત રૂ.89,254 થી શરૂ થાય છે.

KTM 125 Duke : KTM 125 Duke પણ આ સેગમેન્ટમાં પોતાનું નામ કમાઈ ચૂક્યું છે. તેની કિંમત રૂ. 1.78 લાખથી શરૂ થાય છે, તે 124.7cc, સિંગલ-સિલિન્ડર, લિક્વિડ-કૂલ્ડ, ફ્યુઅલ-ઇન્જેક્ટેડ એન્જિન સાથે આવે છે, જે 14.3 bhp અને 12 Nm જનરેટ કરે છે. તે 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે.

આ પણ વાંચો :-

બાઈક અને ગાડી છોડો શું તમારે લોન પર લેવું છે એરોપ્લેન? જાણો કેટલામાં પડશે વિમાન

Ditch the bike and car Do

  • ભારતમાં ઉપયોગમાં લેવાતા યાત્રી વિમાનની વાત કરીએ તો તેમાં સૌથી વધુ બોઈંગ વિમાનનો ઉપયોગ લેવાય છે. મોડલના આધારે તેની કિંમતો 775 કરોડ રૂપિયાથી 3500 કરોડ રૂપિયા સુધીની છે. એટલે વિમાન ખરીદવા માટે તમારે બિલ્યનેર ગૃપમાં સામેલ થવું પડશે.

હવાઈ જહાજ (Aeroplane)માં ફરવું હવે સામાન્ય બાબત થઈ ગઈ છે, પણ કેટલાક મહત્વાકાંક્ષી લોકો એવા પણ હોય છે જે પ્લેનમાં ફરવા સાથે ખુદનું પ્રાઈવેટ પ્લેન (Private plane) પણ ખરીદવાનું સપનું જોઈ છે. એવું કરવું થોડું મુશ્કેલ જરુર છે પણ નામુમકિન નથી. તમે પણ એરોપ્લેન (Airplane) માટે લોન લઈ શકો છો.

આવી રીતે નક્કી થાય છે એરોપ્લેનની કિંમતો :

પ્રાઈવેટ પ્લેન લેવા માટે સૌથી પહેલાં તેની કિંમતો જાણી લો. વિમાની કિંમત હવાઈ જહાજની કંપનીઓ સાઈઝ, બેસવાની ક્ષમતા, હાઈટેક ફિચર્સ, સુવિધાઓને ધ્યાને રાખીને નક્કી કરવામાં આવે છે. દુનિયામાં વિમાન બનાવવા વાળી સૌથી મોટી કંપની બોઈંગ છે. આ અમેરિકન કંપની સમગ્ર દુનિયામાં એરોપ્લેન સપ્લાઈ કરે છે.

કેટલામાં આવે છે એક એરક્રાફટ :

ભારતમાં ઉપયોગમાં લેવાતા યાત્રી વિમાનની વાત કરીએ તો તેમાં સૌથી વધુ બોઈંગ વિમાનનો ઉપયોગ લેવાય છે. મોડલના આધારે તેની કિંમતો 775 કરોડ રૂપિયાથી 3500 કરોડ રૂપિયા સુધીની છે. એટલે વિમાન ખરીદવા માટે તમારે બિલ્યનેર ગૃપમાં સામેલ થવું પડશે. જોકે હેલીકોપ્ટર ખરીદવા માટે તમારે 10 કરોડ સુધીનો ખર્ચ થશે.

આટલા વર્ષે હોય છે વિમાનની ઉમર :

એરોસેમ.કોમ વેબસાઈટના મુજબ એક વિમાનની ઉમર તેની ગુણવત્તા અને ક્ષમતાના આધારે નક્કી થાય છે. જે 20થી 36 વર્ષની હોય છે. તેવી જ રીતે હેલીકોપ્ટરની લાઈફલાઈન 10થી 15 વર્ષ સુધીની હોય છે.

એરપોર્ટ પર લેવી પડે છે પાર્કિંગ ફેસેલિટી :

આ વિમાનો અને હેલીકોપ્ટરને પાર્ક કરવા માટે તમારે એરપોર્ટ પર જગ્યા બૂક કરવાની હોય છે અને તમારે તેનો પાર્કિંગ ચાર્જ પણ આપવો પડે છે. જ્યારે પણ તમે તમારા પ્રાઈવેટ એરપ્લેન કે હેલીકોપ્ટરની યાત્રા કરો છો તો તેના માટે સંબંધિત એરપોર્ટને સુચના આપવી પડે છે. જે બાદ એર ટ્રાફિક કંટ્રોલ લેન્ડ કરવાની તમને પરવાનગી આપે છે.

વિમાન ખરીદવા મળે છે લોન :

પ્રાઈવેટ પ્લેન કે હેલીકોપ્ટર ખરીદવા માટે જો પૈસા ઓછા પડતા હોય તો ગાડી અને ઘરની જેમ પ્લેન કે હેલીકોપ્ટર ખરીદવા માટે પણ બેન્ક લોન આપે છે. દેશમાં ઘણા એવા બિઝનેસમેન છે, જેમણે લોન લઈને પ્રાઈવેટ જેટ અથવા તો હેલીકોપ્ટર ખરીદ્યા છે.

આ પણ વાંચો :-

22 એપ્રિલ 2023 આજનું રાશિફળ : વિઘ્નસંતોષીઓ કામમાં નુક્સાન કરાવે, આ રાશિના જાતકો આજે તબિયત પણ સાચવજો, જુઓ રાશિ ભવિષ્ય

22 April 2023 Today’s Horoscope Gujarat Guardian

મેષ
આવકમાં વધતાં આનંદની અનુભૂતિ વધતી જણાય. સાથે સાથે ખર્ચનું પ્રમાણ વધે. શેર બજારમાં રોકાણ ટાળવું. અન્યથા નુકશાનનો સંભવ છે. પરિવામાં મતભેદ સંભવે. આરગ્ય સારૂં રહેશે. નોકરી-ધંધામાં રાહત રહેશે.

વૃષભ
દિવસ દરમ્યાન આનંદમાં વૃદ્ધિ થાય. મોજ શોખમાં ખર્ચ વધે. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. શેર બજારમાં સાચવવું. ઉછીના આપેલા નાણાં ફસાઈ જાય. દામ્પત્ય સુખ તથા નોકરી, ધંધા માટે ઉત્તમ દિવસ.

મિથુન
આકસ્મિક ખર્ચ આવી પડે. માનસિક અશાંતિનો અનુભવ કરવો પડે. પરિવારમાં મનમેળ જળવાય. માતાની તબિયત સારી રહે. માતૃપક્ષ તરફથી સહકાર મળતો જણાય. સંતાન સુખ સારૂ મળે. નવી વિદ્યા શીખવાનો યોગ બને છે.

કર્ક
નાણાંનો લાભ મળતો જણાય. મિત્રો તરફતી સહકાર મળે. જુના મિત્રોને મળવાનું થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. વાહન સુખ સારૂં સ્ત્રીવર્ગ તરફથી લાભ સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય સાચવવું. ગળાના રોગોથી સાવચેતી જરૂરી.

સિંહ
નવી નોકરી, બદલી અથવા બઢતી મળે. નવા ધંધાની શરૂઆત બને. માન સન્માન વધતા જણાય. માતા-પિતા તરફથી સ્નેહ વધતો જણાય. મિત્ર વર્ગની ચિંતા રહે. વિદેશ અંગેના કાર્યો સંબંધોમાં લાભ.

કન્યા
ઘરમાં આદ્યાત્મિક વાતાવરણ બને. પૂજન-અર્ચન શક્ય બને. તમામ કાર્યોમાં ભાગ્ય સાથ આપતું જણાય. લક્ષ્મીની પ્રાપ્તિ થાય પરિવારમાં શાંતિ વધે. માતાની તબિયત સાચવવી. સંતાન તરફથી સંતોષ.

તુલા
ધનહાનિના યોગ બને છે. આથી તમામ નાણાંકીય વ્યવહારોમાં સાવધાની રાખવી. પેટમાં ગેસ, ઝાડા થઈ શકે છે. પત્નિ સાથે પ્રેમ જળવાશે. દિવસ દરમિયાન મિશ્ર ફળનો અનુભવ થશે.

વૃશ્ચિક
ભાગીદારી તથા પત્નિસુખમાં વૃદ્ધિ થતી જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કરેલા રોકાણોથી લાભ મળે. નાવા રોકાણ કરવા માટે સારો દિવસ છે.

ધન
દિવસ દરમ્યાન ઉદાસીનતા વર્તાય. આવક જાવકનું પાસું સરભર થતું જણાય. પરિવારના સભ્યો સાથે સંઘર્ષ ટાળવો. જીવનસાથીની તબિયતના પ્રશ્નો ઉદ્ભવતા જણાય. આરોગ્ય જળવાય.

મકર
દિવસ દરમ્યાન આનંદ-ઉત્સાહનું વાતાવરણ રહે. આવકનું પ્રમાણ વધતું જણાય. પરિવારમાં મનમેળ રહે. સંતાનની અણધારેલી પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ સારૂં રહેશે. આંખ હાડકા નબળા થતા જણાય.

કુંભ
સાહસ કરવાની ભાવના વધે. થોડો ગુસ્સાો રહે. આર્થિક દ્રષ્ટિએ સારો દિવસ નોકરી ધંધામાં સફળતા મળતી જણાય. પિતા તરફથી લાભ મળતો જણાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય.

મીન
પરિવારમાં શુભ પ્રસંગનું આયોજન થાય. કરેલા કાર્યોમાં સફળતા મળે. નવું કાર્ય શરૂ કરવા માટે સારો દિવસ મિત્રો તરફથી સારા સમાચાર મળે દિવસ દરમ્યાન આરોગ્ય જળવાશે. ઉત્તમ દિવસ.

આ પણ વાંચો :-

5 મોંઘા ઘર ખરીદી શકાય તેટલી કિંમતનો નેકસેલ પહેરીને નીકળી દિગ્ગજ એક્ટ્રેસ, જ્વેલરી તાકતા રહ્યાં ફેન્સ

5 The legendary actress 

  • તાજેતરમાં સમંથાએ ‘સિટાડેલ’ના વર્લ્ડવાઈડ પ્રીમિયરમાં તેના લુક માટે હેડલાઈન્સમાં વાહવાહી મેળવી છે. અહીં આઉટફિટ કરતાં પણ વધુ તેની જ્વેલરીએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

સાઉથ ઈન્ડસ્ટ્રીની (South Industry) ખૂબ જ સુંદર અભિનેત્રી, સમંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu), એક શાનદાર અભિનેત્રી હોવા ઉપરાંત એક જબરદસ્ત ફેશનિસ્ટા પણ છે. જે તેના સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. તે પોતાના ડ્રેસિંગ સેન્સ અને સ્ટાઈલનો અવારનવાર એક્સપેરિમેન્ટ (Experiment) કરતી રહે છે. તાજેતરમાં સમંથાએ ‘સિટાડેલ’ના વર્લ્ડવાઈડ પ્રીમિયરમાં તેના લુક માટે હેડલાઈન્સમાં વાહવાહી મેળવી છે. અહીં તેના આઉટફિટ કરતાં પણ વધુ તેની જ્વેલરીએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

સમંથાએ લંડનમાં પ્રિયંકા ચોપરાની આગામી સિરિઝ સિટાડેલના ગ્લોબલ પ્રીમિયરમાં Bulgariનો ડાયમંડ સ્ટેટમેન્ટ નેકલેસ, મેચિંગ ઈયરિંગ્સ અને ચંકી ડાયમંડ બ્રેસલેટ સાથે બ્લેક કો-ઓર્ડિનેટિંગ સેટ પહેરીને હાજરી આપી હતી.

ડાયમંડ જ્વેલરીના આ સેટે અભિનેત્રીના લુકમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. તે આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે સાપના ડિઝાઈનવાળા ડાયમંડ જ્વેલરીની કિંમત કેટલી છે?

કહેવામાં આવી રહ્યું છે કે સામંથાના નેકપીસની કિંમત લગભગ 2.9 કરોડ રૂપિયા છે. બીજી તરફ તેના બ્રેસલેટની કિંમત 2.7 કરોડ રૂપિયા છે.

ઉલ્લેખનીય છે કે પ્રીમિયર ઈવેન્ટ માટે સામંથા દ્વારા પહેરવામાં આવેલ આઉટફિટની કિંમત 81,307 રૂપિયા હોવાનું કહેવામાં આવી રહી છે. તેણે સોશિયલ મીડિયા પર પ્રીમિયરની કેટલીક તસવીરો પણ શેર કરી છે. જેમાં તે તેના ગ્લેમરસ લુકને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

સામંથા રૂથ પ્રભુના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘શકુંતલમ‘માં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. તે હવે તેલુગુ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ કુશીમાં કામ કરી રહી છ. જેમાં વિજય દેવરાકોંડા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો :-

પૈસા કમાવવા માટે ફિલ્મો ઉપરાંત સલમાન-શાહરૂખ સહિતના સિતારાઓ કરે છે આવું કામ !.

Apart from films 

  • ફિલ્મી સિતારાઓ માત્ર ફિલ્મો જ નહીં એ ઉપરાંત પણ અનેક કામો કરતા હોય છે. એમની કમાણીના સોર્સ પણ ઘણાં બધા હોય છે. તમે કામ જાણીને વિચારમાં પડી જશો.

Bollywood Stars : બોલિવુડ એકટર મોટા આલિશાન ઘરમાં રહેતા હોય છે. સિતારાઓની જીવનશૈલીને લોકો ફોલો કરવા માગતા હોય છે. તમને ખબર છે કે આવી જીવનશૈલી જીવવા માટે તેઓ કયા કયા કામ કરે છે.

અભિનયની સાથે સાથે આ કલાકારો જુદી જુદી ફિલ્ડમાં હાથ અજમાવતા હોય છે. ઘણા સફળ કલાકારો વ્યવસાયિક રીતે પણ ખૂબ સફળ છે. આ લોકો BUSINESSમાં કરોડો રૂપિયા કમાય છે. શાહરૂખ ખાન, શિલ્પા શેટ્ટીથી લઈને ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા આ લિસ્ટમાં સામેલ છે.

1. શાહરૂખ ખાન :

બોલિવુડના કિંગ શાહરૂખ ખાન (Shah Rukh Khan) ન માત્ર જબરદસ્ત અભિનેતા છે પરંતુ ખૂબ સફળ બિઝનેસમેન છે. શાહરૂખ IPLમાં ક્રિકેટ ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સના સહ માલિક છે. વર્ષ 2008માં શાહરૂખે અભિનેત્રી જૂહી ચાવલા સાથે કોલકત્તા નાઈટ રાઈડર્સની (Kolkata Knight Riders) સહ સ્થાપના કરી હતી. શાહરૂખ-જૂહી ખૂબ સારા મિત્રો છે.

કરોડોના ટર્નઓવર સાથે KKR આઈપીએલની ધનિક ટીમોમાંથી એક છે. આ સાથે શાહરૂખ મોશન પિક્ચર પ્રોડકશન ફર્મ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના કો ચેરમેન પણ છે. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ ફિલ્મ નિર્માણ કંપની છે જે અન્ય સ્ટુડિયો અને ફિલ્મ નિર્માતાઓને VFX અને એનિમેશન સેવા આપે છે.

2. શિલ્પા શેટ્ટી :

શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) પતિ રાજ કુંદ્રા સાથે જુદા જુદા બિઝનેસમાં જોડાયેલી છે. શિલ્પા મુંબઈમાં ‘મોનાર્કો કલબ’ની માલિક છે. તે સાથે સાથે LOSIS સ્પા અને સલૂન ચેઈનની પાર્ટનર છે. શિલ્પા અને તેનો પતિ રાજ કુંદ્રા IPLમાં રાજસ્થાન રોયલ્સ ટીમના માલિક હતા પરંતુ વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે તેમના વિરુદ્ધ ચુકાદો આપતા ફ્રેન્ચાઈઝી વેચી મારી.

3. અનુષ્કા શર્મા :

અનુષ્કા શર્માએ થોડા વર્ષો પહેલા ‘નુશ’ નામની ક્લોથની ચેઈન શરૂ કરી. આ સાથે અનુષ્કાએ તેના ભાઈની સાથે મળીને પ્રોડકશન હાઉસ શરૂ કર્યું. આ પ્રોડકશન હાઉસે ‘NH 10’, ‘ફિલ્લોરી’ અને ‘પરી’ જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું. આ પ્રોડકશન હાઉસની વેબસિરીઝ ‘પાતાલ લોક’ લોકોને ખૂબ પસંદ આવી.

4. દીપિકા પાદુકોણે :

બોલિવુડની હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણેને પોતાના ‘અપેરલ લાઈન ઓલ અબાઉટ યૂ’ ની મદદથી ઘણા રૂપિયા મળે છે. અભિનેત્રીએ MYNTRA સાથે મળીને વર્ષ 2015માં ‘ઓનલાઈન કલોથિંગ બિઝનેસ’ની શરૂઆત કરી હતી. વર્ષ 2013માં દીપિકા અને વૈન હુસૈને મહિલાઓ માટે ફેશન લાઈન શરૂ કરી.

આ પણ વાંચો :-

 

આ વ્યક્તિને જોઈને પગે લાગ્યા સીઆર પાટીલ, નમસ્કાર કરીને આગળ વધ્યા, જુઓ તસ્વીર

0

Seeing this person CR Patil  

  • Viral Video : વડોદરામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો અનોખો અંદાજ. ભાજપના વરિષ્ઠ કાર્યકર એન.વી પટેલને વંદન કર્યા. કાર્યક્રમમાં આવતાની સાથે જ કર્યા વંદન.

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ (CR Patil) આજે વડોદરાની (Vadodara) મુલાકાતે હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાતના તમામ એપિસોડના પ્રદર્શનનું સાંસદ રંજન ભટ્ટે (Ranjan Bhatte) આયોજન કર્યુ હતું. ત્યારે આ પ્રદર્શનમાં અનોખું દ્રશ્ય જોવા મળ્યુ હતું. વડોદરામાં સી.આર.પાટીલે વયોવૃદ્ધ કાર્યકરને વંદન કર્યા હતા. ભાજપના વરિષ્ઠ કાર્યકર એન વી પટેલને (N.V Patel) સીઆર પાટીલ પગે લાગ્યા હતા. ત્યારે આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

વડોદરામાં PM મોદીના મન કી બાત કાર્યક્રમની પ્રદર્શનીનું આયોજન કરાયું છે. દેશમાં પ્રથમવાર 99 એપિસોડનું પ્રદર્શન યોજાયું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તેનું ઉદ્ઘાટન કર્યુ હતું. સાંસદ રંજનબેન ભટ્ટ અને તેમની ટીમે સમગ્ર પ્રદર્શનનું આયોજન કર્યુ હતું. જેમાં મન કી બાત કાર્યક્રમના 100માં એપિસોડની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રદર્શનીમાં PMના કાર્યક્રમના અંશોની માહિતી પણ અપાઈ છે.

ત્યારે આ પ્રદર્શનમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના સંસ્કાર સામે આવ્યા હતા. વડોદરામાં સી આર પાટીલ ભાજપના વરિષ્ઠ કાર્યકર્તા એનવી પટેલને પગે લાગ્યા હતા. કાર્યક્રમમાં આવતાની સાથે જ સીઆર પાટીલ એનવી પટેલને પગે લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે એન વી પટેલ વુડાના પૂર્વ ચેરમેન, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ અને પૂર્વ મેયર રહી ચૂક્યા છે. વરિષ્ઠ કાર્યકર્તાને પગે લાગતાં સૌ કોઈ આશ્ચર્યચકિત થયા છે.

આ પ્રદર્શન વિશે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું કે પીએમ નરેન્દ્ર મોદીના મન કી બાતના કાર્યક્રમની બે દિવસીય પ્રદર્શનીનું આયોજિત કરાયું છે. દેશમાં પહેલીવાર વડોદરામાં મન કી બાતના 99 એપિસોડની પ્રદર્શની યોજાઈ છે. મન કી બાતના પીએમ મોદીના 100માં એપિસોડની ઉજવણીના ભાગરૂપે પ્રદર્શની યોજાઈ છે.

સમા વિસ્તારમાં આવેલ ઊર્મિ સ્કૂલમાં આયોજિત પ્રદર્શનીનું પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલએ ઉદઘાટન કર્યું હતુ. આ પ્રદર્શની તૈયાર કરવા માટે સાંસદ અને તેમની ટીમ 10 દિવસથી મહેનત કરી રહ્યા હતા. પ્રદર્શનીમાં પીએમ મોદીના મન કી બાતના 99 એપિસોડના મહત્ત્વના અંશોના ફોટોગ્રાફ સાથેની માહિતી મૂકવામાં આવી છે.

આ પણ વાંચો :-

માઈભક્તો ખાસ વાંચે, અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં મોટો ફેરફાર

0
Ambaji Temple
  • Ambaji Temple : અંબાજી મંદિરમાં આવતી કાલથી 3 સમય થશે આરતી. ઋતુમાં ફેરફાર થતાં આરતીના સમયમાં કરાયું પરિવર્તન. સવારે 7 કલાકે બપોરે 12.30 કલાકે અને સાંજે 7 કલાકે થશે આરતી. સવારે 11.30ના બદલે 10.45 વાગ્યે બંધ થશે મંદિર.

યાત્રાધામ અંબાજી (Ambaji) ખાતે સુર્યોદય (Sunrise) અને સૂર્યાસ્તના (sunset) સમયમાં ફેરફાર થતા અંબાજી મંદિરમાં (Ambaji temple) દર્શનના સમયમાં પણ ફેરફાર કરાયો છે. અંબાજી મંદિરમાં આવતા ભક્તોની સગવડતા માટે નીજ મંદિરના દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એટલું જ નહિ અંબાજી મંદિરમાં (Ambaji temple) તારીખ 22 એપ્રિલ શનિવારના વૈશાખ સુદને અખાત્રીજથી સવાર સાંજ બે સમયે થતી આરતી હવે ત્રણ સમય કરવામાં આવશે.

ભાવિક ભક્તો ખાસ ધ્યાન રાખે કે ઋતુ પ્રમાણે સૂર્યાસ્ત અને સૂર્યોદયનો સમય બદલાયો છે. તેથી અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. હવે નવા ક્રમ મુજબ બપોરની આરતી વધારાની કરવામાં આવશે. અંબાજી મંદિરની પરંપરા મુજબ હાલની કાળઝાળ ગરમીમાં માતાજીને દિવસ દરમ્યાન ત્રણ સમય કપડાને શણગાર બદલાતા હોય છે. જેથી આરતીનો ત્રણ સમય કરવામાં આવશે.

તો જે મંદિર સવારે 11.30 કલાકે બંધ થતું હતું તેના બદલે 10.45 કલાકે બંધ થશે. યાત્રિકો મંદિરમાં સવારે માતાજીની બાલ્યા અવસ્થા, બપોરે યૌવન અવસ્થા અને સાંજે પૌઢ અવસ્થાના દર્શન કરી શકશે તેવું મંદિરના ભટ્ટજી મહારાજ તન્મયભાઈ ઠાકરે જણાવ્યું હતું.

આરતી અને દર્શનનો સમય 

  • સવારે આરતી   7.00 થી 7.30
  • સવારે દર્શન    7.30 થી 10.45
  • બપોરે આરતી  12.30 થી 1.00
  • બપોરે દર્શન   1.00 થી 4.30
  • સાંજે આરતી   7.00 થી 7.30 સુધી અને
  • સાંજે દર્શન   7.30  થી રાત્રી ના 9.00  સુધી ખુલ્લા રહેશે

જોકે અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાતા તારીખ 22/04/2023 થી 19/06/2023 સુધી માતાજીના મંદિરમાં અન્નકુટ ધરાવી શકાશે નહિ તેની ભક્તોએ ખાસ નોંધ લેવી.

આ પણ વાંચો :-

DC Vs KKR : દિલ્હી કેપિટલ્સને જીત અપાવ્યા બાદ ઈશાંત શર્માએ જણાવ્યું સફળતાનું રહસ્ય, બનાવ્યો હતો ખાસ પ્લાન

0

DC Vs KKR 

  • ગુરુવારે મોડી રાત્રે રમાયેલી રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સ ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સને ચાર વિકેટથી હરાવ્યું હતું.

ગુરુવારે રમાયેલી રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સને  (Kolkata Knight Riders) ચાર વિકેટથી હરાવ્યું હતું. આ સીઝનમાં દિલ્હી કેપિટલ્સનો આ પ્રથમ વિજય હતો. ખાસ વાત એ છે કે આ સીઝનમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા ઈશાંત શર્માએ (Ishant Sharma) દિલ્હી કેપિટલ્સને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શાનદાર બોલિંગ કરતા ઈશાંતે ચાર ઓવરમાં માત્ર 19 રન આપીને બે વિકેટ મેળવી હતી. પ્લેયર ઓફ ધ મેચ (Player of the match) તરીકે પસંદ થયા બાદ ઈશાંત શર્માએ પોતાની સફળતાનું રહસ્ય જાહેર કર્યું છે.

ઈશાંત શર્માએ દિલ્હી કેપિટલ્સને જીતવા માટે ખાસ પ્લાન બનાવ્યો હતો. ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર થયા બાદ ઈશાંત શર્માએ કહ્યું હતું કે “હું મારી તકની રાહ જોઈ રહ્યો હતો. મેં નક્કી કર્યું હતું કે મને જ્યારે પણ તક મળશે, હું ચોક્કસપણે ટીમને જીતાડશે.

જ્યારે ઈશાંત શર્માને ચોક્કસ યોજના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, “તે સંપૂર્ણ રીતે તેના પર નિર્ભર કરે છે કે તમે કેવા પ્રકારની તૈયારી કરી છે. એવા પ્રસંગો છે જ્યારે તમે તમારી યોજના પર કામ કરવા માંગો છો. ટીમમાં લકી ચાર્મ જેવું કંઈ નથી. અમે અહીંથી દરેક મેચ જીતવા માંગીએ છીએ. અમને આશા છે કે અમે ચોક્કસપણે જીતીશું અને અમે માત્ર પ્લેઓફ માટે જ ક્વોલિફાય નહીં થઈશું પણ ટુર્નામેન્ટ જીતવામાં પણ સફળ રહીશું.

દિલ્હી કેપિટલ્સને પ્રથમ જીત મળી હતી :

જોકે ટૂર્નામેન્ટમાં દિલ્હી કેપિટલ્સની આ પ્રથમ જીત છે. આ પહેલા દિલ્હી કેપિટલ્સ સતત પાંચ મેચ હારી ચૂકી છે. આ જીત બાદ દિલ્હી કેપિટલ્સ પ્લેઓફની રેસમાં પોતાને જાળવી રાખવામાં સફળ રહી છે. KKR vs DC: IPLની 16મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સ (DC) ટીમે આખરે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં 4 વિકેટથી જીત મેળવી હતી. આ સાથે દિલ્હી કેપિટલ્સે સીઝનની પ્રથમ જીત મેળવી હતી. 128 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમે ચોક્કસપણે તેની 6 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ અંતે ટીમે 4 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. ટીમ તરફથી કેપ્ટન ડેવિડ વોર્નરે સૌથી વધુ 57 રનની ઈનિંગ રમી હતી.

પૃથ્વી શોએ ફરી નિરાશ કર્યા :

128 રનના સ્કોરનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સ ટીમ માટે કેપ્ટન ડેવિડ વોર્નર અને પૃથ્વી શોની ઓપનિંગ જોડી મેદાનમાં ઉતરી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 38 રનની ભાગીદારી થઈ હતી. પૃથ્વી શો આ મેચમાં 11 બોલમાં 13 રનની ઈનિંગ રમીને વરુણ ચક્રવર્તીની ઓવરમાં આઉટ થયો હતો. આ પછી પ્રથમ 6 ઓવરના અંતે દિલ્હીની ટીમે 1 વિકેટના નુકસાન પર 61 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો :-