Home Blog Page 1080

દક્ષિણ ગુજરાતનાં સવા કરોડ લોકોનો દૈનિક વીજવપરાશ 80 કરોડ રૂપિયાને પાર કરી ગયો

0

The daily electricity consumption 

  • ઉનાળાની કાળઝાળ ગરમીમાં દક્ષિણ ગુજરાતનાં સવા કરોડ લોકોનો વીજવપરાશ રોજનાં 80 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.

દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં (South Gujarat Power Company) પાછલા ત્રણ ચાર દિવસથી રોજનો વીજવપરાશ (Power Consumption) 10 કરોડ યુનિટને પાર કરી રહ્યો છે. આ આંકડો આઝાદીના 75 વર્ષમાં એક દિવસનો સૌથી વધુ વપરાશનો નોંધાયો છે.

દક્ષિણ ગુજરાત વીજ કંપની (South Gujarat Power Company) દ્વારા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 7 જીલ્લાનાં 36 લાખ ગ્રાહકોને વીજપુરવઠો પુરો પાડી રહી છે. વીજ કંપની (Power Company) દ્વારા પુરો પાડવામાં આવી રહેલા વીજપુરવઠા અંગે પાછલા કેટલાક દિવસનાં નોંધાયેલા આંકડાઓ ચોંકવાનારા પુરવાર થયા છે. ખાસ કરીને જોવા જઇએ તો ગરમીનો ગ્રાફની જેમ વીજવપરાશનો ગ્રાફ પણ વધતો જોવા મળી રહ્યો છે.

દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં ગત 13 મે નાં રોજ સૌથી વધુ એટલે કે પાછલા 75 વર્ષનાં ઇિતહાસમાં સૌથી વધુ 4500 મેગા વોટ એટલે 100 મિલિયન યુનિટનો વપરાશ નોંધાયો હતો. જેને સરળ ભાષામાં જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં રોજનો વીજવપરાશ 10 કરોડ યુનિટને પાર કરી રહ્યો છે.

જે વીજ કંપની માટે પણ ચોંકાવનારો આંકડો છે. સાથે જ કોઈપણ જાતનાં અડચણ વગર આટલા મોટા પ્રમાણમાં વીજપુરવઠો પુરો પાડવો એ પણ વીજ કંપની માટે પડકાર ગણી શકાય તેમ છે.

આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપનીનાં એમ.ડી યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં મે મહિનાની ગરમી અને ખાસ કરીને હીટવેવને પગલે લોકોનો એ.સી, પંખા, ફ્રિઝ સહિતનાં ઉપકરણોનો વપરાશ વધુ કરી રહ્યા હોવાથી એક દિવસનો મહત્તમ વપરાશ જ 10 કરોડ યુનિટ નોંધાયો છે.

9ae36822-1954-4dfe-866c-7b559b84a552

અત્રે ઉલ્લેખનીય છે કે વીજ કંપની દ્વારા એક યુનિટનાં સરેરાશ 7 થી 8 રૂપિયાનો ચાર્જ વસુલવામાં આવે છે. જેની સીધી ગણતરી જોવા જઈએ તો રોજનાં 80 કરોડ રૂપિયાનો વીજવપરાશ દક્ષિણ ગુજરાતનાં સવા કરોડ લોકો કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

જન્મદિવસે કેક કાપવા બોલાવ્યા બાદ પ્રેમીએ પ્રેમિકાની કરી ઠંડે કલેજે હ*ત્યા

0

After calling  

  • જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં જન્મદિવસની ઉજવણી દરમિયાન પ્રેમીકાને મોતને ઘાટ ઉતારી દેનાર આરોપીને પોલીસે આસામથી દબોચી લીધો છે.

જામનગર (Jamnagar) જિલ્લાના લાલપુર તાલુકામાં આવેલ નાની રાફુદડ ગામે દોઢેક માસ આગાઉ હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં પ્રેમિકાના (SweetHeart) જન્મદિવસે જ આરોપીએ કેક કાપવા બોલાવ્યા બાદ કોઈ કારણસર બને વચ્ચે માથાકૂટ થતા આરોપીએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવતીની હત્યા કરી નાખી હતી. જેમાં ફરાર આરોપીને દબોચી લેવામાં જામનગર એલસીબીને સફળતા સાંપડી છે.

જન્મદિવસે જ પ્રેમિકાને ઉતારું હતી મોતને ઘાટ :

જામનગરના ચેલા ગામે રહેતા મનસુખભાઈ રણછોડભાઈ કણજારીયાની પુત્રી અર્ચનાબેન કણજારીયા અને ભાવેશ રણછોડભાઇ સોનગરા વચ્ચે પ્રેમ સંબંધ હતો. આ દરમિયાન ગત તા. 5-4-2023ના અર્ચનાબનનો જન્મદિવસ હોવાથી લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામે રહેતા આરોપી ભાવેશે ઉજવણી માટે અર્ચના બેનને બોલાવી હતી. વાડીની ઓરડીમાં બને વચ્ચે લગ્ન કરવા બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં આરોપીએ આવેશમાં આવી, અર્ચનાબેનને ગળાના ભાગે, તિક્ષ્ણ હથિયાર તથા પથ્થર વડે ધા કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

આરોપી બાતમીના આધારે ગૌહાટી (આસામ) થી પકડાયો :

પોલીસ તાત્કાલિક ત્યાં દોડી જઇ આરોપી ભાવેશ રણછોડભાઇ સોનગરા (ઉ.વ. ૩૩ રહે. મોટી રાફુદળ તા.લાલપુર જી જામનગર)ને દબોચી લીધો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેને કબૂલાત આપી હતી કે પ્રેમ સબંધ બાબતે મરણજનાર સાથે  બોલાચાલી થતા આવેશમા આવી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જે મામલો બહાર આવ્યા બાદ મૃતક યુવતીના પિતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી.

બીજી તરફ પોલીસ પકડથી બચવા માટે હત્યાને અંજામ આપી આરોપી ભાવેશ સોનગરા પ્રથમ ખંભાળિયાંના પીરલાખાસર ગામે ગયો હતો. જ્યા સંતાયા બાદ પોલીસ અડી જશે તેવી જાણ થતા બાળમાં જામખંભાળીયા, દ્રારકા, પોરબંદર, અમદાવાદ, મુંબઈ, ગોવા, પુના, દિલ્હી, અને ગૌહાટી (આસામ) સહિતના સ્થળોએ સંતાતો ફરતો હતો. જ્યા એલસીબીએ બાતમીના આધારે ગૌહાટી (આસામ) થી પકડી પાડ્યો હતો. જેની તપાસમાં આરોપી અગાઉ પણ અનેક ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચો :-

 

ક્રિકેટના ઈતિહાસમાં શુભમન ગિલે બનાવ્યો એક અનોખો રેકોર્ડ, 1 જ વર્ષમાં ત્રણેય ફોર્મેટમાં ફટકારી સદી

0

Shubman Gill created

  • શુભમન ગિલે આ વર્ષે શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામે વનડે સદી, ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સદી, ન્યુઝીલેન્ડ સામે ટી20 સદી અને હવે આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પણ સદી ફટકારી છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનમાં શુભમન ગીલે (Shubman Gile) આંતરરાષ્ટ્રીય ક્રિકેટવાળી પોતાની એ લય જાળવી રાખી અને ગઈકાલની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) સામે બેટિંગ કરતી વખતે તેણે IPL કારકિર્દીની પ્રથમ સદી પણ ફટકારી હતી. સાથે જ આ સિઝનની શરૂઆતમાં તે લખનૌ સુપર જાયન્ટસ (Lucknow Super Giants) સામે 94 રન પર અણનમ પરત ફર્યો હતો.

ગિલે ક્રિકેટના ઇતિહાસમાં એક અનોખો રેકોર્ડ બનાવ્યો :

શુભમન ગિલ છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે અને તેના બેટની ગુંજ આખી દુનિયામાં સંભળાતી થઈ છે. 23 વર્ષનો આ યુવા ખેલાડી વિસ્ફોટક બેટિંગમાં માહેર છે. એવામાં હવે ગઇકાલે શુભમન ગિલે ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા સનરાઈઝર્સ હૈદરાબાદ સામે સદી ફટકારી હતી અને આ સાથે તેણે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. જે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ બનાવી શક્યા નથી.

ગિલે શાનદાર ઇનિંગ રમી :

શુભમન ગિલ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ઈનિંગની શરૂઆતથી જ લયમાં જોવા મળ્યો હતો અને તેણે વિસ્ફોટક બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું. ગિલે આખા મેદાન પર સ્ટ્રોક માર્યા હતા અને માત્ર 22 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સાથે જ 58 બોલમાં 101 રન બનાવ્યા જેમાં 13 ફોર અને 1 સિક્સ સામેલ હતી. જણાવી દઈએ કે આઈપીએલમાં ગિલની આ પ્રથમ સદી છે.

એક જ વર્ષમાં  ટેસ્ટ, ODI, T20 અને IPLમાં સદી ફટકારી  :

શુભમન ગિલ એક જ વર્ષમાં ટેસ્ટ, ODI, T20 અને IPLમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે આ વર્ષે શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામે વનડે સદી, ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સદી, ન્યુઝીલેન્ડ સામે ટી20 સદી ફટકારી હતી. હવે આઈપીએલમાં તેણે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે સદી ફટકારી છે. જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલી ટેસ્ટ, ODI, T20 અને IPLમાં એક પણ વર્ષમાં સદી ફટકારી શક્યા નથી.

આ પણ વાંચો :-

 

સુરતીઓ આ જગ્યાઓ જ્યાફત માણતા પહેલા સો વાર વિચારજો, ફૂડ સેમ્પલ ફેલ નીકળ્યા

Surtis think a hundred

  • Unhealty Products : હજારો સુરતીઓએ જ્યાફત માણ્યા બાદ આટલા નમૂના ફેલ નીકળ્યા, આ ફેમસ બ્રાન્ડ છે સામેલ.

લોકોને આજકાલ બહાર ખાવાનો શોખ વધુ હોય છે. પરંતુ પૈસા ખર્ચીને પણ તેઓ બીમારીઓ નોતરી રહ્યાં છે. સુરતમાં આરોગ્ય વિભાગ એક્ટિવ બન્યું છે. જેમાં થોડા દિવસો પહેલા પાડવામાં આવેલી રેડ બાદ અનેક નમૂના ફેલ નીકળ્યા છે. હજારો સુરતીઓએ જ્યાફત માણ્યા બાદ અનેક બ્રાન્ડ અને દુકાનોના નમૂના ફેલ નીકળ્યા છે. જેમાં ઉનાળામાં ઠેકઠેકાણે ખવાતા પેસ્ટ્રી-કેક (Pastry-cake), મરી-મસાલા, આઈસક્રીમ (Ice cream) અને આઇસ ગોળાના નમૂના ફેલ નીકળ્યા છે. લોકોએ વાનગી આરોગી લીધી. હવે બાદમાં રિપોર્ટ ફેલ આવ્યો છે.

સુરતના અડાજણમાં (Adajan) ડેનીશ પેસ્ટ્રી, ડી-માર્ટ પાસે જય ભવાની આઈસ ડિશનું સેમ્પલ ફેલ છે. નમૂના લેબોરેટરી પરીક્ષણમાં ફેલ થયા હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય સાથે ચેડા કરતા મિલાવટખોરોનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે આરોગ્ય સામે જોખમ ઊભું કરનારા સામે સુરત પાલિકાએ લાલ આંખ કરી હતી. પાલિકાના ફૂડ વિભાગ દ્વારા આ બાબતે નિયમમુજબની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આટલા નમૂના ફેલ નીકળ્યા :

  • પાંડેસરાના સાંવરિયા આઈસ્ક્રીમમાં વેનીલા આઈસ્ક્રીમ
  • પાંડેસરામાં ભોલેનાથ આઈસ્ક્રીમનું રાજભોગ આઈસ્ક્રીમ
  • કતારગામ રામ ઔર શ્યામ આઈસ ડીશ
  • ગોલા રાજકોટવાળા ના કાજુ અંજીર આઈસ્ક્રીમ 
  • ભટારમાં પાર્થ આઈસ ગોલાનો ઓરેન્જ સીરપ
  • અડાજણમાં જય ભાવની ડ્રાયફ્રુટ ડિશ ગોલાનો આઈસ્ક્રીમ
  • પાલનપુર પાટિયા શાકભાજી માર્કેટ શ્રી લક્ષ્મી મસાલા ગૃહ ભંડાર મરચા પાઉડર
  • અડાજણ હનીપાર્ક રોડ ડેનિશ કેક અને પેસ્ટ્રી શોપ વેનીલા સ્લાઈસ
  • ઘોડદોડ રોડ જી બી ફૂડસ એન્ડ કન્ફેક્શનરી પ્રા લિ. નો રોયલ ચોકલેટ કેક

સુરત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ઉનાળાની સિઝનને પગલે આઈસ્ક્રીમ ઉપરાંત મરી મસાલા સહિતના નમુના લેવામાં આવ્યા હતા. જે નમૂના પુથ્થુકરણ અર્થે મોકલી દેવાયા બાદ હવે નમૂના ફેલ થયા હોવાનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. મહત્વનું છે કે સુરતના મનપાના આરોગ્ય વિભાગ દ્વારા એકાદ માસ આગાઉ જુદા જુદા સ્થળો દરોડા પાડવામાં આવ્યા હતા અને શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા હતા. પરંતુ એક માસ બાદ રિપોર્ટ આવે તે શું કામનું. ત્યા સુધી હજારો સુરતીઓએ આ વસ્તુ આરોગી હશે.

આ પણ વાંચો :-

ભારે પડશે આવી ભૂલ ! બોમ્બની જેમ ફૂટશે ફોન અને જોખમમાં મુકાશે તમારી જાન

Such a mistake will be heavy

  • Smartphone Blast Common Reasons : ઉનાળામાં ફોન ગમે ત્યારે બોમ્બની જેમ ફૂટી શકે છે. શું તમને એના પાછળનું કારણ ખબર છે ? જાણી લો આ વિગતો જેથી જીવલેણ અકસ્માતથી બચી શકાય.

તમે જોયું હશે કે ગરમીની સિઝનમાં મોબાઈલ ફોન (Mobile phone) સળગવાના ફોનની અંદર બ્લાસ્ટ થવાના કે પછી એમ કહો કે મોબાઈલ ફોન બોમ્બની (Mobile phone bomb) જેમ ફૂટવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. આ વસ્તુ ખુબ જ જોખમી અને જીવલેણ સાબિત થઈ શકે છે. પણ શું તમે જાણો છો કે આવું કેમ થાય છે. આવું થવા પાછળનું કારણ શું છે. જાણો વિગતવાર માહિતી.

ઘણીવાર આપણે જોઈએ છીએ કે ઉનાળામાં ફોન ચાર્જ કરતી વખતે અથવા ગેમ કે વીડિયો જોતી વખતે ગરમ થઈ જાય છે. પરંતુ કેટલીક આદતો બદલીને ફોનને ગરમ થવાથી બચાવી શકાય છે. આવો જાણીએ. ઉનાળામાં સ્માર્ટફોન બ્લાસ્ટ થવાના સામાન્ય કારણો : ઉનાળામાં ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં ખામી હોવાના અહેવાલો છે. ઉનાળામાં, સ્માર્ટફોન સૌથી ગરમ બની જાય છે.

આ માટે ઘણા કારણો જવાબદાર છે. કેટલીક વસ્તુઓ એવી હોય છે જે આપણે અજાણતા કરતા હોઈએ છીએ. પરંતુ આ વસ્તુઓ સુધારી શકાય છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે ઉનાળામાં ફોન ચાર્જ કરતી વખતે અથવા ગેમ કે વીડિયો જોતી વખતે ગરમ થઈ જાય છે. પરંતુ કેટલીક આદતો બદલીને ફોનને ગરમ થવાથી બચાવી શકાય છે.

સ્ક્રીન સેટ ટાઈમ સેટ કરો :

તમારા ફોનની સ્ક્રીન સમય સમાપ્તિ સેટિંગને ઓછી કરો. જેના કારણે ફોનનો ઉપયોગ ન થાય તો સ્ક્રીન બંધ રહે છે. આનાથી ન તો ફોન ગરમ થશે અને ન તો કોઈ સમસ્યા થશે.

બેકગ્રાઉન્ડમાં ચાલતી એપ્સને અટકાવો :

વિવિધ એપ્સને બેકગ્રાઉન્ડમાં ચલાવવાથી ફોન ગરમ થઈ શકે છે. તમે એપ્સના બેકગ્રાઉન્ડ ડેટાના વપરાશને મર્યાદિત કરવા અથવા એપ્સને સંપૂર્ણપણે બંધ કરવા માટે ટાસ્ક મેનેજર અથવા એપ્સ મેનેજરનો ઉપયોગ કરી શકો છો.

બ્રાઉઝિંગ સત્રો ટૂંકા કરો :

ગરમ હવામાનમાં બ્રાઉઝિંગ ફોનને ગરમ કરી શકે છે. તમે તેને બ્રાઉઝરમાં ઍક્સેસ કરી શકો તેટલી ટૅબ્સની સંખ્યા ઘટાડીને અથવા પ્રક્રિયાઓને સમાપ્ત કરીને તેને બંધ કરી શકો છો.

ફોનને રીસ્ટાર્ટ કરો :

ક્યારેક ફોન ગરમ થવાનું કારણ એક સરળ સોફ્ટવેર સમસ્યા હોય છે. ફોન રીસ્ટાર્ટ કરવાથી સિસ્ટમ રીસેટ થશે અને ગરમી ઘટાડવામાં મદદ મળશે.

ઈમરજન્સી એપ્લિકેશનો બંધ કરો :

ઘણી એપ્લિકેશનો જ્યારે ચાલી રહી હોય ત્યારે વધારાની ગરમી પેદા કરી શકે છે. તમે ઈમરજન્સી એપ્સ ખોલી અને બંધ કરી શકો છો અથવા બિનજરૂરી એપ્સને એક્ટિવેટ રાખવાનું ટાળી શકો છો.

આ પણ વાંચો :-

જોરદાર લુક અને ધાંસૂ માઈલેજ, ફક્ત આટલાં હજારમાં લઈ જાવ TVS Sports બાઈક, જોજો મોકો ચૂકતા નહી

Strong look and great mileage

  • Best Mileage Bike in India : આ રિપોર્ટમાં અમે તમને એવી બાઇક વિશે જણાવીશું જે હાઈ માઇલેજની સાથે આકર્ષક સ્પોર્ટી લુક આપે છે. આ બાઈક ટીવીએસ સ્પોર્ટ (TVS Sport) છે. જે વર્ષોથી ગ્રાહકોના દિલ પર રાજ કરી રહી છે.

ભારતના ટુ-વ્હીલર સેગમેન્ટમાં (Two-wheeler segment) માઈલેજવાળી બાઈકની ખૂબ માંગ છે. આ રિપોર્ટમાં અમે તમને એવી બાઇક વિશે જણાવીશું જે હાઈ માઈલેજની સાથે આકર્ષક સ્પોર્ટી લુક આપે છે. આ બાઈક ટીવીએસ સ્પોર્ટ (TVS Sport) છે. જે વર્ષોથી ગ્રાહકોના દિલ પર રાજ કરી રહી છે. પાવરફુલ એન્જિનની સાથે તેમાં ઘણી આધુનિક સુવિધાઓ પણ છે. આ બાઈક માત્ર સારી માઈલેજ આપે છે એટલું જ નહીં. તેની ડિઝાઈન પણ ખાસ કરીને સ્પોર્ટી અને આકર્ષક છે.

ભારતમાં TVS Sport બાઈકની કિંમત રૂ. 63,950 થી શરૂ થાય છે અને ટોપ-એન્ડ વેરિઅન્ટ માટે રૂ. 67,443 સુધી જાય છે. જોકે, તેના જૂના મોડલની કિંમત ઘણી ઓનલાઈન વેબસાઈટ પર ઘણી ઓછી છે. TVS સ્પોર્ટ બાઇકના જૂના મોડલ ખરીદવા અને વેચવા માટે ઘણી વેબસાઈટ ઉપલબ્ધ છે. આ રિપોર્ટમાં તમે આ ડીલ્સ વિશે જાણી શકો છો, જ્યાં તમને 25 હજારમાં આ બાઇક ખરીદવાનો મોકો મળશે. અમે આ બાઈક ઓનલાઈન વેબસાઈટ Droom પર જોઈ છે.

TVS Sport 100cc 2013 :

આ બાઈક માટે 27,500 રૂપિયા માંગવામાં આવ્યા છે. આ 2013 મોડલ TVS સ્પોર્ટ 28503 કિલોમીટર ચાલી ચૂકી છે. કાળા રંગની આ બાઇકનો રજીસ્ટ્રેશન નંબર DL 4S છે.

TVS Sport 100cc 2013 :

TVS સ્પોર્ટ 2013 ની છે અને અત્યાર સુધીમાં 25000 Km કરી ચૂકી છે. આ બાઇક માટે રૂ.25,500ની માંગણી કરવામાં આવી છે. બાઇકનો રંગ કાળો છે અને તેનો રજીસ્ટ્રેશન નંબર DL 7S છે.

આ પણ વાંચો :-

બોડીગાર્ડ સાથે બાઈકમાં બેસી ચાલી પડી અનુષ્કા શર્મા, VIDEO ઊતરતાં જોઈ જબરી ગુસ્સે ભરાઈ

Anushka Sharma sat

  • Anushka Sharma Bike Video: બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા બોડીગાર્ડની સાથે બાઈક સવારી કરતી નજરે પડી હતી. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

અનુષ્કા શર્મા (Anushka Sharma) ફિલ્મ ઈંડસ્ટ્રીની પ્રખ્યાત એક્ટ્રેસમાંની એક છે. ઘણાં લાંબા સમયથી અનુષ્કાની કોઈ નવી ફિલ્મ આવી નથી પરંતુ તે હંમેશા ચર્ચાનો વિષય રહે છે. સોશીયલ મીડિયા (Social media) પર અનુષ્કા ઘણી એક્ટિવ છે અને સતત ફેન્સને પોતાના લાઈફ અપડેટ્સ આપતી રહે છે. હાલમાં તેમનો બોડીગાર્ડ સાથેનો બાઈકવાળો વીડિયો વાયરલ થયો છે. વીડિયો કેપ્ચર કરતાં શખ્સ પર અનુષ્કા રોષે ભરાઈ હોય તેવું લાગી રહ્યું છે. જુઓ.

ઈંસ્ટાગ્રામ પર અનુષ્કા શર્માનો એક વીડિયો પોસ્ટ થયો છે જે હાલમાં ચર્ચાનો વિષય છે. આ વીડિયોમાં અનુષ્કા પોતાના બોડીગાર્ડની સાથે દેખાઈ રહી છે. બોડીગાર્ડની સાથે અનુષ્કા શર્મા બાઈક પર બેસે છે અને પછી તેઓ ક્યાંક જતાં નજરે પડે છે.

અનુષ્કા શર્માએ શા માટે બાઈકની સવારી લીધી?

વીડિયો સામે આવ્યાં બાદ જાણકારી મળી કે જૂહુમાં ઝાડ પડી જવાને લીધે રસ્તો બ્લોક થયો હતો અને ત્યાંથી કાર જઈ શકે તેમ નહોતી. અનુષ્કાને ક્યાંક જવું હતું તેથી તેમણે બાઈકની સવારી લીધઈ અને મુંબઈનાં રસ્તા પર બાઈકમાં ફરતી નજરે પડી હતી.

યૂઝરે કહ્યું કે હેલ્મેટ નથી પહેર્યો..

આ વીડિયો જોયા બાદ લોકો કમેન્ટ્સ કરવા લાગ્યાં હતાં. ધ હંગરી સ્વેપી નામના એક ઈંસ્ટાગ્રામ યૂઝરે લખ્યું કે” ના મેડમે હેલ્મેટ પહેર્યું છે અને ન તેના બોડીગાર્ડે.” અન્ય એક યૂઝરે લખ્યું કે “અને હેલ્મેટ?” આ વીડિયોમાં ઘણાં લોકો હેલ્મેટને લઈને સવાલો કરી રહ્યાં છે.

અનુષ્કા શર્મા આવી રહી છે નવી ફિલ્મ લઈને :

જો તેમની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો છેલ્લાં ઘણાં સમયથી તેમની કોઈ ફિલ્મ આવી નથી. પરંતુ હાલમાં જ તેઓ કમબેક કરવાનાં પ્લાનાં છે. તે ટૂંક જ સમયમાં ક્રિકેટર ઝૂલન ગોસ્વામીની લાઈફ પર બેસ્ડ ચક્ડા એક્સપ્રેસ ફિલ્મ લઈને આવી રહી છે.

આ પણ વાંચો :-

૧૬ મે ૨૦૨૩નું રાશિફળ : આ રાશિનાં જાતકોને ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે, તો આ જાતકોને પ્રતિસ્પર્ધીઓથી સાવધાન રહેવું, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Horoscope for 16th May 2023

મેષઃ

માનસિક ઉગ્રતા રહે. પરંતુ બપોર પછી સુધારો થતો જણાય. ઉચ્છિત આવકની પ્રાપ્તિ અટકે છે. સ્વાસ્થય સાચવવું. નવા નાંણાકીય રોકાણો ટાળવા. માતૃપક્ષ તરફથી ચિંતા રહે. પરિવારના સભ્યોની વધારાની જવાબદારી રહે.

વૃષભઃ

આદ્યાત્મિક ક્ષેત્રે સફળતા મળે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સંતાન સુખ સારૂ. મિત્રોથી લાભ મળે. દામ્પત્ય જીવનમાં એકરાગિતા રહે. ભાગ્ય સારૂ રહે. નોકરી ધંધામાં રાહત.

મિથુનઃ

માનસિક ચિંતા વધે. આકસ્મિક ખર્ચની સંભવના છે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. દામ્પત્ય જીવનમાં અસંતોષ રહે. નાણાંનો વ્યવહાર સાચવીને કરવો અન્યથા નાણાં ફસાઇ જવાનો યોગ છે. સાંજે પરિસ્થિતિમાં સુધારો જણાય.

કર્કઃ

દિવસ દરમ્યાન ભાગ્યનો સાથ મળતો જણાય. આર્થિક બાબતો અંગે સાવધાની રાખવી જરૂરી છે. પરિવારમાં લાગણી શીલતા, સ્નેહનું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. દામ્પત્યજીવનમાં પ્રેમ જળવાય.

સિંહઃ

આવકનું પ્રમાણ વધવા છતાં માનસિક ઉચાટ રહે. પરિવારમાં મનમેળ રહે. શરદી, ખાંસી, કફથઈ સાચવવું. સંતાન અંગે ચિંતા રહે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. વિચારો ઉપર કાબુ રાખવો. હકારાત્મક વિચારો કરવા.

કન્યાઃ

દિવસ દરમ્યાન આનંદ. ઉત્સાહમાં વધારો થતો જણાય. આવકનું પાસુ મજબુત બનતું જણાય. પરિવારના સભ્યો સાથે પરસ્પર પ્રેમ જળવાય. જીવનસાથીના પ્રગતિથી આનંદ. સ્વાસ્થય સારૂં રહેશે. આંખ તથા હાડકાના દુઃખાવાની કાળજી રાખવી.

તુલાઃ

નાણાંકીય રોકાણમાં સાવચેતી જરૂરી. સંતાન સાથે વાદવિવાદ ટાળવો. નોકરી-ધંધામાં ચિંતાનું વાતાવરણ સર્જાય. વાહન સાચવીને ચલાવવું. માતાની તબિયતની ચિંતા રહે. બપોર પછી પરિસ્થિતિ થાળે પડતી જણાય.

વૃષિકઃ

આત્મબળ વધતાં અગત્યના નિર્ણયો મક્કમતાથી લઇ શકાશે. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. જ્ઞાનતંતુ સંબંધી સમસ્યાઓથી સાચવવું.

ધનઃ

નાણાંકીય આવક વધતી જણાય. નાના ભાઇ-બહેનની ચિંતા હળવી થતી જણાય. માતૃસુખ સારૂ. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. માન-સન્માનમાં વધારો થાય. નવી ઓળખાણ ફાયદાકારક પુરવાર થાય.

મકરઃ

સેવા ક્ષેત્રે મન પરોવાય પરિણામે યશ-પ્રતિષ્ઠા વધે. પરિવારમાં આનંદ અને કરેલા કાર્યના સારા ફળ મળતા જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. સાડી, ડ્રેસ મટીરીયલ તથા સૌંદર્ય પ્રસાધનના ધંધામાં વિશેેષ લાભ.

કુંભઃ

આત્મવિશ્વાસમાં વધારો થતો અનુભવાય. આવકનું પાસુ મજબુત બને. પરિવારમાં સ્નેહ વધે. સંતાનની ચિંતા સતાવે. ભાગ્યના બળે ધંધામાં સફળતા મળવાના યોગ છે. પાણીથી દૂર રહેવું.

મીનઃ

મનમાં ચંચળતા વધે. વિચારવાયુનું પ્રમાણ વધે. ધનપ્રાપ્તિના યોગ બને છે. નવા પ્રેમ સંબંધોનું નિર્માણ થાય. ઝવેરાત, સોના, ચાંદીના ખરીદી શક્ય બને. ભાગીદારી તથા દામ્પત્ય સુખમાં વધારો થતો અનુભવી શકાય.

આ પણ વાંચો :-

ઈમરાન ખાન લાહોર હાઇકોર્ટમાં હાજર, જેલ જવાના ડરને લઇ ભડક્યા સમર્થકો, ફરી બબાલ થઈ શરુ

Imran Khan  

  • Imran Khan Pakistan News : ઈમરાનની ફરી ધરપકડ થઈ શકે તેવી સંભાવનાને આધારે ઈમરાનના સમર્થકો મોટી સંખ્યામાં તેમની સાથે રવાના થયા.

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના વડા ઈમરાન ખાનને (Imran Khan) લઈ મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, સોમવારે એટલે કે 15 મેના રોજ ફરી એકવાર ઈમરાન ખાન કોર્ટમાં પહોંચ્યા છે. આ વખતે ઈમરાન લાહોર હાઈકોર્ટમાં (Lahore High Court) હાજર થયા છે. તેમની સામે એક કેસમાં સુનાવણી ચાલી રહી છે. આ તરફ તેમના સમર્થકો કોર્ટની બહાર એકઠા થયા છે. ટીવી ચેનલો પર બતાવવામાં આવી રહ્યું છે કે ઈમરાનના સમર્થકો હોબાળો મચાવી રહ્યા છે.

પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ઈમરાન અને તેના સમર્થકો સાથે જોડાયેલા કેસમાં આજે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. 9મી મેના રોજ થયેલી હિંસા અને આગચંપી માટે તેમની સામે અનેક કેસ નોંધવામાં આવ્યા હતા. ઈમરાન ખાનની ધરપકડના વિરોધમાં ઈમરાનના સમર્થકોએ કોર્પ્સ કમાન્ડરના ઘરને આગ લગાવી હતી અને દેશના અન્ય સંરક્ષણ સંસ્થાઓમાં તોડફોડ કરી હતી. જે બાદ ઈમરાનના સમર્થકોની ધરપકડ શરૂ કરવામાં આવી હતી.

ઈમરાન ખાનની આજે કોર્ટમાં હાજરી વચ્ચે તેમની પાર્ટી પીટીઆઈએ તેના કાર્યકરોને શક્તિ પ્રદર્શન માટે લાહોરના જમાન પાર્કમાં ભેગા થવા કહ્યું હતું. મીડિયા અહેવાલો અનુસાર પક્ષના કાર્યકરોને ટીયર ગેસને શ્વાસમાં લેવાથી બચવા માટે ચહેરા પર માસ્ક, પાણીની બોટલ અને થોડી માત્રામાં મીઠું સાથે રાખવાનું કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

Side Effect Of Mint : આ સમસ્યાઓ હોય તેમણે ન કરવો ફુદીનાનો ઉપયોગ

Side Effect Of Mint

  • Side Effect Of Mint : આયુર્વેદમાં પણ કેટલીક સમસ્યાઓમાં ફુદીનાનો દવા તરીકે ઉપયોગ કરવાનો ઉલ્લેખ મળે છે. રસોઈમાં પણ ફુદીનો અલગ અલગ રીતે ઉપયોગમાં આવે છે. જોકે ઘણા બધા ગુણ ધરાવતો ફુદીનો પણ કેટલાક લોકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

ફુદીનો (Mint) ખૂબ જ ગુણકારી વસ્તુ છે. તેમાં રહેલા ગુણના કારણે લોકો ઘરમાં ફુદીનો વાવે પણ છે જેથી તેનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકાય. સ્વાસ્થ્યની (Health) દ્રષ્ટિએ ફુદીનો ખૂબ જ ફાયદાકારક છે. બધા જ છોડમાં ફુદીનો એવો છોડ છે જે ઔષધીય ગુણ (Medicinal properties) ધરાવે છે. ફુદીનાનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. આયુર્વેદમાં પણ કેટલીક સમસ્યાઓમાં ફુદીનાનો દવા તરીકે ઉપયોગ કરવાનો ઉલ્લેખ મળે છે.

રસોઈમાં પણ ફુદીનો અલગ અલગ રીતે ઉપયોગમાં આવે છે. જોકે ઘણા બધા ગુણ ધરાવતો ફુદીનો પણ કેટલાક લોકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ એવી પણ છે જેમાં વધારે પ્રમાણમાં ફુદીનાનું સેવન કરવાથી નુકસાન થઈ શકે છે. જે લોકોને આ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય તેમણે ફુદીનાનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

ફુદીનાથી થતા નુકસાન  :

1. જે લોકોને ગેસ્ટ્રોઓસોફેગલ રિફ્લેક્સની તકલીફ હોય તેમણે ફુદીનાનું સેવન ટાળવું જોઈએ કારણકે તેનાથી પેટની સમસ્યા વધી શકે છે.

2. ગર્ભાવસ્થા દરમિયાન ફુદીનાની ચા પીવાથી ગર્ભપાતનું જોખમ અનેક ગણું વધે છે તેથી મહિલાઓએ પ્રેગનેન્સી દરમિયાન ફુદીનાનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

3. જો તમને લીવર સંબંધિત કોઈ પણ સમસ્યા છે તો ફુદીનાની ગોળી કે ફુદીનાનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

આ પણ વાંચો :-