Home Blog Page 1079

ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા ગુજરાતીઓના આવા હાલ થાય છે.. જુઓ વિડીયો

America illegally

  • Illegal Migrants : બે નંબરમાં USA જવા નીકળેલા ગુજરાતી પરિવારે શેર કર્યો. મેક્સિકો બોર્ડરનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે.

અમેરિકા (America) જવાનું વળગણ કેટલું હોય, આ તસવીર તેનો બોલતો પુરાવો છે. દર બીજા ગુજરાતીને અમેરિકા જવુ છે. ત્યારે આ તસવીરની હકીકત જાણીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે. આ કોઈ રખેડુ લોકોના તંબુની તસવીર છે તેવું સમજતા હોય તો તમે સાવ ખોટા છે.

આ એ લોકોની તસવીર છે. જેઓ અમેરિકા જવા માટે ટાંપીને બેઠા છે. મોકો મળે એટલે અહીથી અમેરિકામાં ઘૂસી જવુ આ તેમનો હેતુ છે. મેક્સિક બોર્ડર ગુજરાતી પરિવારે ઉતારેલો એક વીડિયો હાલ વાયરલ થયો છે. જેમાં વરસાદ અને કડકડતી ઠંડી વચ્ચે કેવી રીતે આ લોકો બાળકોને લઈને ડેરો નાંખીને બેઠા છે તે જોઈ શકાય છે.

અમેરિકા જવું એ દરેકનું સપનુ હોય છે. કાયદેસર પ્રવેશ ન મળે તો ગેરકાયદેસર પ્રવેશ મેળવવો. આવામાં અમેરિકામા ગેરકાયદે પ્રવેશ મેળવવા માટે લોકોનો એક ગુજરાતી પરિવારનો વીડિયો વાયરલ થયો છે. જેમાં મેક્સિકો બોર્ડર દેખાય છે. જ્યાં કેટલાક ગુજરાતીઓ અને અન્ય લોકો દયનીય સ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે.

અહી કોઈ સંઘનો ઉતારો હોય તેવુ આ દ્રષ્ય છે. જાણવા મળ્યુ છે કે, આ લોકો અમેરિકામાં ઘૂસણખોરી કરવા માટે રાહ જોઈને બેસ્યાછે. જ્યા સુધી તક ન મળે ત્યા સુધી આ લોકો અહી જ ખુલ્લામાં ડેરો નાંખીને બેસ્યા છે.

હાલ આ વિસ્તારમાં જોરદાર ઠંડી છે. તો વરસાદ પણ આવ્યા કરે છે. આવામાં આ લોકોને અહી બોર્ડર પર જ રહેવુ પડે છે. તેઓેને બોર્ડર પર રોકી દેવામાં આવ્યા છે. આ વીડિયો એક ગુજરાતીઓ ઉતાર્યો છે. જેમાં તેઓ એવી સલાહ આપી રહ્યાં છે કે તમે તમારી વ્યવસ્થા કરીને આવજો. મોટોમાં મોટું આ જ મેક્સિકો બોર્ડર ક્રોસ કરવાનું છે. જોકે આ વીડિયો કોણે ઉતાર્યો તે હજી ખબર પડી નથી.

આ પણ વાંચો :-

૨૦ મે / આ રાશિના જાતકો આજનો દિવસ સાચવી લેજો, નહીંતર પસ્તાવવાનો આવશે વારો, જુઓ રાશિ ભવિષ્ય

May 20 zodiac sign

મેષઃ
સ્વભાવમાં ઉગ્રતા જળવાય. આવકનું પાસું મજબૂત બને. આવકના નવા સ્ત્રોત ખુલતા જણાય. પરિવારમાં શાંતિ જળવાય. કાર્યક્ષેત્રે સફળતા. નવા રોકાણો કરતી વખતે સાવધાની રાખવી. માતાની તબિયત સાચવવી.

વૃષભઃ
વિજાતિય વ્યક્તિઓ તરફ આકર્ષણ વધે. નવા પ્રેમ સંબંધનું નિર્માણ થાય. જીવનસાથી સાથે આનંદની પળો માણી શકો. આર્થિક મોરચે સફળતા મળતી જણાય. સોબતથી સાચવવું. ડાબા હાથની કાળજી રાખવી.

મિથુનઃ
વાણી દ્વારા કરવામાં આવતા ધંધા જેવા કે એડવોકેટ, વીમા એજન્ટ, સેલ્સમેનમાં લાભ. નાણાંકીય આવક અંગે મધ્યમ દિવસ. પરિવારમાં શાંતિ. દામ્પત્ય ક્ષેત્રે આનંદ. લોહીની ઉણપથી થતા રોગોથી સાચવવું.

કર્કઃ
આર્થિક બાબતો માટે ઉત્તમ દિવસ. મિત્રો તરફથી સારો સહકાર મળતાં આનંદનો અનુભવ થાય. દામ્પત્ય જીવનમાં મધુરતા જળવાય. આકસ્મિક ધનલાભનો યોગ બને છે. આરોગ્ય જળવાય.

સિંહઃ
નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય. અનાજ, કરીયાણું, ઠંડા પીણા તથા ટ્રાવેલીંગના ધંધામાં વિશેષ ફાયદો. માતા-પિતા, વડીલોનો સહકાર મળે. ઉપરી અધિકારી સાથે મનમેળ રહે. શરદી-ખાંસીથી સાચવવું.

કન્યાઃ
ભાગ્યનો સરસ સાથ મળતો જણાય છે. ઓછી મહેનતે વધુ આર્થિક લાભ પ્રાપ્‍ત થાય. નાના પ્રવાસના યોગ નબે છે. નોકરી ધંધામાં શાંતિ. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા.

તુલાઃ
નાણાંકીય બાબતોમાં સાવધાની જરૂરી. ખર્ચનું પ્રમાણ વધતું જણાય. સ્વાસ્થ્યની સાવચેતી રાખવી જરૂરી. પેટની તકલીફો રહે. પરિવારના સ્ત્રી વર્ગને સંઘર્ષ. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરવો.

વૃશ્ચિકઃ
દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થાય. પત્નીનાં નામ પર કરેલા રોકાણોમાં વિશેષ ફાયદો મળતો જણાય. પ્રિય પાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતાં આવકમાં વૃદ્ધિ શક્ય બને.

ધનઃ
માનસિક ચિંતાવાળુ વાતાવરણ રહે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઈ-બહેનની તબિયતનું ધ્યાન રાખવું. શરદી-ખાંસી, કફનો ઉપદ્રવ રહે. મગજની ઈજા અંગે વિશેષ સાવધાની જરૂરી. સોબતની કાળજી રાખવી.

મકરઃ
દિવસ દરમ્યાન ઉદાસીનતા વર્તાય. જીવનસાથીનાં ગુસ્સાનો સામનો કરવો પડે. ધંધામાં ભાગીદારોનું વર્તન બગડતું જણાય. સંતાન અંગેના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. આંખ તથા હાંડકાનાં રોગોની કાળજી રાખવી.

કુંભઃ
સ્થાવર-જંગમ મિલકતનાં સુખમાં વધારો થતો જણાય. મિલકતનું ખરીદ વેચાણ શક્ય બને. નવા વાહનની ખરીદી કરી શકાય. સ્ત્રી શણગાર, કોસ્મેટીક્સનાં ધંધામાં લાભ. આવક જળવાય.

મીનઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. નવા કાર્યની શરૂઆત સફળતાપૂર્વક કરવાનું શક્ય બને. પરિવારનાં સભ્યો વચ્ચે પ્રેમભાવમાં વધારો થાય. સંતાન સાથે વાદ-વિવાદ ટાળવા. સાંધાના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

2000 Note Update News : આ તારીખ યાદ રાખો, 2000ની નોટ બદલવાની આ છે છેલ્લી તારીખ !

0

2000 Note Update News : આ તારીખ યાદ રાખો, 2000ની નોટ બદલવાની આ છે છેલ્લી તારીખ !

  • ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની નોટો જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. આરબીઆઈએ કહ્યું કે આ નોટો 30 સપ્ટેમ્બર સુધી ચલણમાં રહેશે. એટલે કે જેમની પાસે હાલમાં 2000 રૂપિયાની નોટ છે.

20 હજાર રૂપિયા (2000 Note) સુધીની નોટો એક સમયે બદલાશે. જો તમારી પાસે 2000ની નોટ છે તો 30 સપ્ટેમ્બરની તારીખ યાદ રાખો. આ પહેલા તમે બેંકમાં જઈને આને બદલી શકો છો. ભારતીય રિઝર્વ બેંકે (Reserve Bank of India) ફરી એકવાર મોટો નિર્ણય લીધો છે. RBI એ 2016 ના નોટબંધી પછી જારી કરાયેલ 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી છે. જો કે હાલ બજારમાં હાલની 2000ની નોટો ચલણમાં રહેશે.

ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની નોટો જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. આરબીઆઈએ કહ્યું કે આ નોટો 30 સપ્ટેમ્બર સુધી ચલણમાં રહેશે. એટલે કે જેમની પાસે હાલમાં 2000 રૂપિયાની નોટ છે, તેમણે તેને બેંકમાંથી બદલી આપવી પડશે. આરબીઆઈએ પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે 2018-19માં જ 2000 હજાર રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. નવેમ્બર 2016માં નોટબંધી બાદ 2000 હજાર રૂપિયાની નોટ રજૂ કરવામાં આવી હતી. નોટબંધી દરમિયાન 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી હતી.

20 હજાર રૂપિયા સુધીની નોટો એક સમયે બદલાશે. જો તમારી પાસે 2000ની નોટ છે તો 30 સપ્ટેમ્બરની તારીખ યાદ રાખો. અગાઉ તમે બેંકની મુલાકાત લઈને આને બદલી શકો છો. એટલે કે, 30 સપ્ટેમ્બર સુધી, તમે તમારી નજીકની બેંકોમાં જઈને 2000 બદલી શકશો. તેના બદલે, તમને અન્ય માન્ય ચલણ મળશે.

બેંકમાં નોટો બદલવા માટે ખાસ વિન્ડો :

આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર બેંકો પાસે 2000ની નોટ બદલવા માટે અલગથી વિશેષ વિન્ડો હશે, જ્યાં તમે 2000ની નોટ સરળતાથી બદલી શકશો. એક અનુમાન મુજબ હાલમાં 3 લાખ 62 હજાર કરોડ 2000ની નોટ ચલણમાં છે. હવે જોવાનું રહેશે કે કેટલી નોટો બેંકમાં પાછી આવે છે.

ઉલ્લેખનીય છે કે, 8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ 500 અને 1000 રૂપિયાની તમામ નોટો ચલણમાંથી બહાર થઈ ગઈ હતી. આ કરન્સીના સ્થાને રિઝર્વ બેંકે 500 અને 2000 રૂપિયાની નવી નોટો બહાર પાડી હતી. રિઝર્વ બેંકનું માનવું હતું કે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર મુકાયેલી નોટોના મૂલ્યની સરળતાથી ભરપાઈ કરશે.

આ પણ વાંચો :-

સ્ટેજ પર ચાલી રહી હતી લગ્નની વિધિ, અચાનક આવ્યો પ્રેમી….

0

Funny Marriage

  • Funny Marriage : આ અંગે પોલીસના જણાવ્યા અનુસાર જે યુવક લગ્નમાં પહોંચ્યો હતો તેનું નામ રામાશિષ છે. જે યુવતીના લગ્ન થઈ રહ્યા છે આ હતા તેને આ યુવક પ્રેમ કરતો હતો.

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ગાજીપુરમાં એક લગ્ન દરમિયાન ચોકાવનારી ઘટના બની હતી. લગ્ન દરમિયાન જ્યારે સ્ટેજ ઉપર વર અને કન્યા વચ્ચે જયમાલાની વિધિ થઈ રહી હતી ત્યારે અચાનક જ એક યુવક મંડપમાં પહોંચી ગયો અને યુવતીને પકડીને તેના સેથામાં સિંદૂર પૂરી દીધું. આ ઘટના જોઈને વર અને કન્યા પક્ષના લોકો રોષે ભરાયા હતા અને યુવકને પકડી તેને માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ (Viral વિડિયો) થઈ રહ્યો છે.

આ અંગે પોલીસના જણાવ્યા અનુસાર જે યુવક લગ્નમાં પહોંચ્યો હતો તેનું નામ રામાશિષ છે. જે યુવતીના લગ્ન થઈ રહ્યા છે આ હતા તેને આ યુવક પ્રેમ કરતો હતો. આ સમગ્ર ઘટના એક તરફી પ્રેમની હોવાનું કહેવામાં આવી રહ્યું છે યુવતીના લગ્ન નક્કી થયા ત્યારે યુવક ગામમાં ન હતો. જ્યારે તે આવ્યો ત્યારે તેને ખબર પડી કે યુવતી ના લગ્ન થઈ રહ્યા છે.

બીજી તરફ લગ્ન માટે ધામધૂમથી જાન લગ્ન સ્થળ સુધી પહોંચી હતી અને લગ્ન મંડપમાં લગ્નની વિધિ શરૂ થઈ ગઈ હતી. વર અને કન્યા એકબીજા સાથે લગ્નની વિધિ કરી રહ્યા હતા. જ્યારે સ્ટેજ પર આવેલી દુલ્હનને વરરાજા વરમાળા પહેરાવવા ગયા ત્યારે પ્રેમી લગ્ન મંડપમાં ધસી આવ્યો અને યુવતીના માથામાં સિંદૂર લગાડી દીધું.

ત્યાર પછી યુવકે ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો પરંતુ લોકોએ તેને પકડી લીધો અને ઢોર માર્યો. ત્યાર પછી યુવકને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો. પોલીસે સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધ અને યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

આ ઘટના એક તરફી પ્રેમની હતી તેમ છતાં યુવતીના લગ્ન તૂટી ગયા. ઘટના પછી લગ્ન વિના જ જાન પાછી ફરી ગઈ. જોકે આ મામલે કન્યા પક્ષના લોકોએ યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

આ પણ વાંચો :-

 

IPL 2023 : મેચ જીત્યા પછી પણ પ્લેઓફમાં નહીં જઈ શકે રોહિતની મુંબઈ ઈંડિયંસ !

0

IPL 2023 : મેચ જીત્યા પછી પણ પ્લેઓફમાં નહીં જઈ શકે રોહિતની મુંબઈ ઈંડિયંસ !

  • IPL 2023 : મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પ્લેઓફની રેલથી બહાર થઈ શકે છે. સનરાઈઝર્સના સામે આરસીબીની જીતે તેમની ટેન્શનને ડબલ કરી દીધી છે.

IPL 2023ની બધી ટીમોએ અત્યાર સુધી પોતાની 13 મેચ રમી લીધી છે. એટલે કે હવે બધાની એક એક મેચ બચી રહી છે. પરંતુ આઈપીએલના પ્લેઓફ માટે હાલ ફક્ત એક જ ટીમે ક્વોલીફાઈ કર્યું છે. ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) ઉપરાંત કોઈ પણ ટીમને પ્લેઓફની ટિકિટ નહીં મળી શકે.

ત્યાં જ ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) અને સનરાઈઝર્સ હૈદરાબાદની (Sunrisers Hyderabad) વચ્ચે થયેલી મુકાબલા બાદ મામલો વધારે ગંભીર બની ગયો છે. RCBની જીતે અન્ય ટીમોના ટેન્શનને ડબલ કરી દીધો છે. સાથે જ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) પર પ્લેઓફથી બહાર થવાનો ખતરો પણ છે.

મુંબઈ ઈન્ડિયન્સની જગ્યા લઈ શકે છે RCB :

મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આ વર્ષના IPLમાં ખરાબ શરૂઆત બાદ દમદાર વાપસી કરી હતી. પરંતુ હવે તેમના પર એક વખત ફરી પ્લેઓફની રેસથી બહાર થવાનો ખતરો છે. આવો સમજીએ કે આરસીબીની ટીમ તેમના માટે કેવી રીતે ખતરો બની ગઈ છે.

આ સમયે અંક તાલિકામાં આરસીબીની ટીમ 13 મેચોમાં 14 નંબર સાથે ચોથા સ્થાન પર છે. ત્યાં જ મુંબઈની ટીમ પણ દરેક સ્થિતિમાં છે પરંતુ ખરાબ રન રેટના કારણે તેમની ટીમ પાંચમાં નંબર પર ખસી ગઈ છે.

મુંબઈને પછાડી :

આરસીબીએ સનરાઈઝર્સ સામે મેચ જીતીને મુંબઈને પછાડી દીધી છે. અહીંથી જો મુંબઈ ઈન્ડિયન્સ પોતાની બીજી મેચ જીતી પણ જાય છે ત્યારે પણ તેમની ટીમ પ્લેઓફની રેસથી બહાર થઈ શકે છે. હકીકતે આ સમયે આરસીબીનો રન રેટ ખૂબ જ સારો છે. જો ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌઉ સુપર જાયન્ટ્સ પોતાનો છેલ્લો મુકાબલો જીતે છે.

ત્યાં જ આરસીબીની ટીમ લીગ સ્ટેજની છેલ્લી મેચ રમશે. એવામાં મુંબઈ જો પોતાના છેલ્લા મુકાબલામાં નેટ રન રેટને યોગ્ય પણ કરી લે તો ત્યારે પણ આરસીબીને જાણકારી મળશે કે તેમણે કેટલા અંતથી પોતાની છેલ્લી મેચ જીતવાની છે. જો એવું થઈ ગયું તો આરસીબી પ્લેઓફ માટે ક્વોલીફાઈ કરી જશે અને મુંબઈ બહાર.

આ પણ વાંચો :-

ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસ પહેલાં રાજકીય ઘમાસાણ

0

Dhirendra Shastri

  • Baba Bageshwar Dhaam Sarkar Gujarat Visit : ધીરેન્દ્ર શાસ્ત્રીના નામે ભાજપ લોકસભા ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો. તો ભાજપે કહ્યું કે કોંગ્રેસ સનાતન ધર્મની વિરોધી છે.

 ગુજરાતમાં બાબા બાગેશ્વર ધામ સરકારના (Baba Bageshwar Dham Govt) કાર્યક્રમ પહેલાં જ રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. એક તરફ ઉનાળાની ગરમી છે અને બીજી તરફ બાબાના આગમન પહેલાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે શાબ્દિક ટપાટપીથી ગરમી વધી ગઈ છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના (Dhirendra Shastri) ગુજરાત પ્રવાસ પહેલાં ટવીટર પર ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના નામે ભાજપ લોકસભા ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો. તો ભાજપે કહ્યું કે કોંગ્રેસ સનાતન ધર્મની વિરોધી છે.

લોકસભા ચૂંટણી માટે ભાજપે બાબાને બોલાવ્યાં હોવાનો કોંગ્રેસનો આક્ષેપ :

કોંગ્રેસના પ્રવક્તા ડો.અમિત નાયકે આક્ષેપ કર્યો કે આ બધુ ધતિંગ ભાજપ કરાવે છે. ભુતકાળમાં પણ આશારામ જેવા બાબાઓ સાથે ભાજપના નેતાઓ જોડાયેલાં હતાં. આવા બની બેઠેલાં સાધુ મહંતોને ભાજપ ટેકો આપે છે. સાધુ સંત બંધારણની વાત જાણતા નથી. આવા સાધુઓ ગુજરાતનો માહોલ બગાડી રહ્યાં છે. ભાજપ પણ એમને ટેકો આપે છે. ભુતકાળમાં પણ ભાજપવાળા આશારામના ચેલા બન્યા હતા.

ભાજપના ધારાસભ્યો કેમ આયોજન કરી રહ્યાં છે. સુરતના ધારાસભ્ય આખા કાર્યક્રમનું આયોજન કરે છે. લોકસભાની ચૂંટણીના આયોજનના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. ભાજપના શીર્ષ નેતાઓ અંગે પણ આક્ષેપ કરવામાં આવ્યો. કોંગ્રેસે ધીરેન્દ્ર શાસ્ત્રીને પ્રેસ કરવા આમંત્રણ આપ્યું છે.

કોંગ્રેસ હિન્દુ વિરોધી છે, બાબા ભાજપના કાર્યકર નથી’

ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ કોંગ્રેસને વળતો જવાબ આપતા જણાવ્યું છે કે કોંગ્રેસ હિન્દુ અને સનાતન ધર્મનો વિરોધી છે. બાબા કોઈ ભાજપ સાથે જોડાયેલાં નથી. ધીરેન્દ્ર શાસ્ત્રીજી ભાજપના કાર્યકર નથી. અમે એમને બોલાવ્યાં નથી. અમે હિન્દુ ધર્મ અને સનાતન ધર્મની વાત કરીએ છીએ. કોંગ્રેસના નેતાઓ પણ અમદાવાદના કાર્યક્રમમાં હાજરી આપવાના છે.

હિન્દુઓએ આવા કાર્યક્રમ માટે શું મનીષ દોશીની પરવાનગી લેવી પડશે. કોંગ્રેસ મુસ્લિમોની ઈફતાર પાર્ટીમાં જાય છે. પ્રિયંકા ગાંધી નમાજ પઢવા જાય છે એમાં અમને કોઈ વાંધો નથી. પણ કોંગ્રેસ ખોટી વયમનસ્યતા ફેલાવે છે. કોંગ્રેસની હિન્દુ વિરોધી નીતિ છે.

આ પણ વાંચો :-

અમેરિકાથી મુંબઈ આવતી Air India ની ફ્લાઈટમાં પેસેન્જરે કર્યો હોબાળો

0

A passenger  

  • Air India : આ વ્યક્તિ અને તેની પત્ની બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહ્યા હતા. તેઓ મુંબઈના બિઝનેસમેન છે. જ્યારે ફ્લાઈટનું ટેકઓફ થયું ત્યારથી જ તેમણે ફ્લાઈટ રોકી દેવા હોબાળો શરુ કરી દીધો હતો.

અમેરિકાના (America) નેવાર્કથી (Newark) મુંબઈ (Mumbai) આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ભારે હોબાળો થયો હતો. ફ્લાઈટ દરમિયાન એક વ્યક્તિને પેનિક એટેક આવ્યો હતો. જેના કારણે તેણે ફ્લાઈટમાં ભારે હોબાળો થયો હતો. જ્યારે આ વ્યક્તિને તેની પત્નીએ શાંત કરવાનો પ્રયત્ન કર્યો તો આ વ્યક્તિએ તેની પત્નીનું ગળું દબાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જો કે ફ્લાઈટમાં (Flight) એક ડોક્ટર સવાર હતા જેની મદદથી ક્રૂ મેમ્બરોએ આ પેસેન્જરને કંટ્રોલ કર્યા અને ફ્લાઈટ સુરક્ષિત રીતે મુંબઈ સુધી પહોંચી.

જાણવા મળતી માહિતી અનુસાર આ વ્યક્તિ અને તેની પત્ની બિઝનસ ક્લાસમાં મુસાફરી કરી રહ્યા હતા. તેઓ મુંબઈના બિઝનેસમેન છે. જ્યારે ફ્લાઈટનું ટેકઓફ થયું ત્યારથી જ તેમણે ફ્લાઈટ રોકી દેવા હોબાળો શરુ કરી દીધો હતો. પેનિક એટેકના કારણે પેસેન્જરે બૂમો પાડીને ફ્લાઈટ રોકવાની માંગ કરી. જ્યારે ક્રૂ મેમ્બર્સ અને તેની પત્નીએ તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે તેની પત્નીનું ગળું દબાવી દીધું.

સદનસીબે ફ્લાઈટમાં એક ડોક્ટર હજાર હતા જેની મદદથી ક્રૂ મેમ્બર્સે પેસેન્જરને શાંત કર્યા. ત્યારબાદ ડોક્ટરે ઈન્જેક્શન લગાવી તેને બેભાન કરી દીધા. ત્યાર પછી પ્લેન સમયસર મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું.

આ વ્યક્તિના પત્નીએ જણાવ્યું હતું કે તેના પતિને પેનિક એટેક આવે છે. તેની સારવાર પણ ચાલે છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેણે તેની દવાઓ લીધી ન હતી.

આ પણ વાંચો :-

સેના, સરકારનું ઈમરાન ખાનને અલ્ટીમેટમ, “વિદેશ જતા રહો કે આર્મી…

સેના, સરકારનું ઈમરાન ખાનને અલ્ટીમેટમ, “વિદેશ જતા રહો કે આર્મી…

  • Pakistan Army On Imran Khan : પીટીઆઈ ચીફ ઇમરાન ખાન આ દિવસોમાં નવી મુશ્કેલીમાં ફસાયેલા છે. પાકિસ્તાનની સરકાર અને સેના બંને તેની પાછળ પડયા છે. તેના પર આર્મી એક્ટ હેઠળ કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે.

પાકિસ્તાનમાં (Pakistan) અફરાતફરી વચ્ચે એકવાર ફરી રાજકીય વાસ્તવિકતાનું પુનરાવર્તન થઈ રહ્યું છે. ઈમરાન ખાનની હાલત પણ પરવેઝ મુશર્રફ (Pervez Musharraf) અને નવાઝ શરીફ (Nawaz Sharif) જેવા થવા જઈ રહ્યા છે. સેનાએ ઈમરાન ખાનને (Imran Khan) દેશની બહાર જતા રહેવા માટે અલ્ટીમેટમ આપી દીધું છે. જો કે ઈમરાનને આ મંજૂર નથી.

પાકિસ્તાનના રાજકારણ અને દેશમાં છેલ્લા ઘણા દિવસથી અફરાતફરી મચી છે. ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધી સેના સક્રિય રીતે ચિત્રમાં નહતી આવી. જો કે હવે સેના ચિત્રમાં આવી ગઈ છે અને તેનાથી ઈમરાનની મુશ્કેલી વધી છે.

સેના અને સરકારે ઈમરાનને બે વિકલ્પ આપ્યા છે કાં તો દેશ છોડીને લંડન જતા રહે અને કાંતો પાકિસ્તાનમાં રહીને આર્મી એક્ટ હેઠળ દાખલ કરાયેલા કેસનો સામનો કરવા તૈયાર રહે. જો તેઓ બીજો વિકલ્પ પસંદ કરે તો તેમને આજીવન કેદ કે ફાંસીની સજા થઈ શકે છે. ઈમરાન ખાન આ બંને વિકલ્પો પર વિચારણા કરી રહ્યા છે. જો કે એવા અહેવાલ પણ છે કે તેમણે દેશ છોડવાનો ઈન્કાર કરી દીધો છે. તેમનું કહેવું છે કે સરકાર અને સેના તેમની લોકપ્રિયતાથી ડરી ગઈ છે.

ઈમરાન ખાન ભલે પોતાની લોકપ્રિયતાનો દાવો કરતા હોય પણ વાસ્તિકતા એ છે કે તાજેતરમાં તેમના સમર્થકોએ જે રીતે પાકિસ્તાનમાં આતંક મચાવ્યો હતો. તેને જોતાં સરકાર અને સેના બંને ઈમરાન ખાન સામે રોષે ભરાયેલા છે. સેનાએ તો આ પ્રકારના વિરોધ પ્રદર્શનને ફરી સાંખી નહીં લેવાની ચીમકી પણ આપી હતી. સેનાના વડાના આકરા તેવર જોતાં ઈમરાન ખાન હવે નરમ પડયા છે. તેમનો દાવો છે કે તેમની અને સેનાની વચ્ચે અંતર વધારવાનું ષડયંત્ર રચાયું છે. આ માટે તેમણે સરકાર તરફ નિર્દેશ કર્યો છે.

પોલીસ અને સેના ઈમરાનના ઘરે રેડ પણ કરી શકે છે. જો આમ થશે તો ઈમરાન ખાન નવી અને કાયમી મુશ્કલીમાં મૂકાશે. તેમની રાજકીય કારકિર્દીનો અંત આવશે. જે હાલત પરવેઝ મુશર્રફની થઈ હતી, તે જ હાલત તેમની પણ થશે. જેને જોતાં હવે આગામી કેટલાક દિવસો પાકિસ્તાન માટે નિર્ણાયક છે. ઈમરાન સામે કાર્યવાહી કરીને સરકાર ચૂંટણીને ટાળી રહી છે. તો સેના સત્તામાં વધુ ચંચૂપાત કરવાની તક શોધી રહી છે. આ બંને બાબતો પાકિસ્તાનના લોકો માટે જોખમી છે.

 

વિરાટ કોહલીએ શતકથી બનાવ્યો આઈપીએલ ઈતિહાસનો સૌથી મોટો રેકોર્ડ

0

Virat Kohli Records

  • Virat Kohli Records : ટીમ ઈન્ડિયા અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ગુરુવારે IPL 2023 ની સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં બેટથી તબાહી મચાવી હતી અને વિસ્ફોટક રીતે સદી ફટકારી હતી.

ટીમ ઈન્ડિયા અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ (Virat Kohli ) ગુરુવારે IPL 2023 ની સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં બેટથી તબાહી મચાવી હતી અને વિસ્ફોટક રીતે સદી ફટકારી હતી. વિરાટ કોહલીની આઈપીએલ (IPL2023) કારકિર્દીની આ છઠ્ઠી સદી હતી અને તેણે 63 બોલમાં 100 રનની ઈનિંગ રમીને તહેલકો મચાવ્યો હતો. કોહલીએ 12 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.

IPL ઈતિહાસનો સૌથી મોટો રેકોર્ડ :

વિરાટ કોહલીનો આ શતક IPLના ઈતિહાસનો સૌથી મોટો રેકોર્ડ બની ગયો છે. IPLના ઈતિહાસમાં સચિન તેંડુલકર અને રોહિત શર્મા જેવા દિગ્ગજ બેટ્સમેન પણ પોતાની કારકિર્દીમાં આટલો મોટો રેકોર્ડ ક્યારેય બનાવી શક્યા નથી. IPLના ઈતિહાસમાં આ સુપર રેકોર્ડ બનાવનાર વિરાટ કોહલી પ્રથમ ભારતીય અને વિશ્વનો એકમાત્ર બીજો બેટ્સમેન બન્યો છે. જણાવી દઈએ કે વિરાટ કોહલીએ 4 વર્ષ બાદ IPLમાં સદી ફટકારી છે.

સચિન-રોહિત પણ આ રેકોર્ડ તોડી શક્યા નથી :

વિરાટ કોહલી IPLના ઈતિહાસમાં સૌથી વધુ 6 સદી ફટકારનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો બીજો બેટ્સમેન બની ગયો છે. વિરાટ કોહલી ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલના નામે પણ આઈપીએલમાં સૌથી વધુ 6 સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ છે. સચિન તેંડુલકર અને રોહિત શર્મા જેવા મહાન બેટ્સમેન પણ IPLના ઈતિહાસમાં આટલો મોટો રેકોર્ડ ક્યારેય બનાવી શક્યા નથી.

આ પણ વાંચો :-

આજથી ત્રણ દિવસ કેવડિયાથી થશે ગુજરાતનું સંચાલન, જાણો કેમ કેવડિયાથી ચાલશે 

0

Gujarat will be managed

  • Chintan Shibir at Statue Of Unity ​: આજથી ત્રણ દિવસ નર્મદા જિલ્લામાં (Narmada District) આવેલા કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટમાં સરદારના સાનિધ્યમાં બેસીને ગુજરાત સરકાર (Gujarat Govt) કરશે ચિંતન શિબિર. મંત્રી-સંત્રી બધાના કેવડિયામાં ધામા.

આજથી ત્રણ દિવસ નર્મદા જિલ્લામાં આવેલાં કેવડિયા ખાતે આજથી ગુજરાત સરકારની ચિંતન શિબિર શરૂ થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ચિંતન શિબિર યોજાઈ રહી છે. ચિંતન શિબિરમાં મુખ્ય 5 વિષય પર ચર્ચા-મંથન થશે કરવામાં આવશે. સમગ્ર મંત્રી મંડળ સહિત IAS અધિકારીઓ આ ચિંતન શિબિરમાં હાજર રહેશે.

એટલું જ નહીં જિલ્લા કલેક્ટરો, DDO સહિત 230 ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત પદાધિકારીઓ પણ આ શિબિરમાં હાજરી આપશે. એવું પણ કહી શકાય કે આજથી ત્રણ દિવસ કેવડિયા કોલોનીથી ચાલશે ગુજરાતનું સંચાલન. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ 10 મી ચિંતન શિબિર છે. 19 થી 21 મે દરમિયાન આ ચિંતન શિબિર યોજાશે.

ઉલ્લેખનીય છે કે 3 દિવસીય ચિંતન શિબિરમાં મુખ્ય પાંચ વિષયો પર ચર્ચા અને મંથન કરવામાં આવશે, જેમાં આરોગ્ય અને પોષણ, શહેરીકરણ અને માળખાકીય વિકાસ, સરકારી તથા સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓ માટે તાલીમ અને ક્ષમતા નિર્માણ, શિક્ષણમાં ગુણાત્મક સુધારો અને ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય વિકાસ અંગે ચર્ચા કરાશે. ચર્ચા સત્ર માટે કુલ પાંચ ગૃપ પાડવામાં આવશે.

જેમાં એક ગૃપમાં અંદાજે મંત્રી સહિત 45 લોકો હશે. કેંદ્ર સરકારના સિનિયર અધિકારીઓ તથા હસમુખ અઢિયા પણ અલગ અલગ વિષયો પર માર્ગદર્શન આપશે. ગાંધીનગરથી કેવડિયા જવા માટે ખાસ બસ રખાઈ છે. જેમાં તમામ મંત્રીમંડળના સભ્યો ચિંતન શિબિરમાં જવા માટે રવાના થશે.

આ પણ વાંચો :-