દક્ષિણ ગુજરાતનાં સવા કરોડ લોકોનો દૈનિક વીજવપરાશ 80 કરોડ રૂપિયાને પાર કરી ગયો

Share this story

The daily electricity consumption 

  • ઉનાળાની કાળઝાળ ગરમીમાં દક્ષિણ ગુજરાતનાં સવા કરોડ લોકોનો વીજવપરાશ રોજનાં 80 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.

દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં (South Gujarat Power Company) પાછલા ત્રણ ચાર દિવસથી રોજનો વીજવપરાશ (Power Consumption) 10 કરોડ યુનિટને પાર કરી રહ્યો છે. આ આંકડો આઝાદીના 75 વર્ષમાં એક દિવસનો સૌથી વધુ વપરાશનો નોંધાયો છે.

દક્ષિણ ગુજરાત વીજ કંપની (South Gujarat Power Company) દ્વારા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 7 જીલ્લાનાં 36 લાખ ગ્રાહકોને વીજપુરવઠો પુરો પાડી રહી છે. વીજ કંપની (Power Company) દ્વારા પુરો પાડવામાં આવી રહેલા વીજપુરવઠા અંગે પાછલા કેટલાક દિવસનાં નોંધાયેલા આંકડાઓ ચોંકવાનારા પુરવાર થયા છે. ખાસ કરીને જોવા જઇએ તો ગરમીનો ગ્રાફની જેમ વીજવપરાશનો ગ્રાફ પણ વધતો જોવા મળી રહ્યો છે.

દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં ગત 13 મે નાં રોજ સૌથી વધુ એટલે કે પાછલા 75 વર્ષનાં ઇિતહાસમાં સૌથી વધુ 4500 મેગા વોટ એટલે 100 મિલિયન યુનિટનો વપરાશ નોંધાયો હતો. જેને સરળ ભાષામાં જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં રોજનો વીજવપરાશ 10 કરોડ યુનિટને પાર કરી રહ્યો છે.

જે વીજ કંપની માટે પણ ચોંકાવનારો આંકડો છે. સાથે જ કોઈપણ જાતનાં અડચણ વગર આટલા મોટા પ્રમાણમાં વીજપુરવઠો પુરો પાડવો એ પણ વીજ કંપની માટે પડકાર ગણી શકાય તેમ છે.

આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપનીનાં એમ.ડી યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં મે મહિનાની ગરમી અને ખાસ કરીને હીટવેવને પગલે લોકોનો એ.સી, પંખા, ફ્રિઝ સહિતનાં ઉપકરણોનો વપરાશ વધુ કરી રહ્યા હોવાથી એક દિવસનો મહત્તમ વપરાશ જ 10 કરોડ યુનિટ નોંધાયો છે.

9ae36822-1954-4dfe-866c-7b559b84a552

અત્રે ઉલ્લેખનીય છે કે વીજ કંપની દ્વારા એક યુનિટનાં સરેરાશ 7 થી 8 રૂપિયાનો ચાર્જ વસુલવામાં આવે છે. જેની સીધી ગણતરી જોવા જઈએ તો રોજનાં 80 કરોડ રૂપિયાનો વીજવપરાશ દક્ષિણ ગુજરાતનાં સવા કરોડ લોકો કરી રહ્યા છે.

આ પણ વાંચો :-