આજથી ત્રણ દિવસ કેવડિયાથી થશે ગુજરાતનું સંચાલન, જાણો કેમ કેવડિયાથી ચાલશે 

Share this story

Gujarat will be managed

  • Chintan Shibir at Statue Of Unity ​: આજથી ત્રણ દિવસ નર્મદા જિલ્લામાં (Narmada District) આવેલા કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટમાં સરદારના સાનિધ્યમાં બેસીને ગુજરાત સરકાર (Gujarat Govt) કરશે ચિંતન શિબિર. મંત્રી-સંત્રી બધાના કેવડિયામાં ધામા.

આજથી ત્રણ દિવસ નર્મદા જિલ્લામાં આવેલાં કેવડિયા ખાતે આજથી ગુજરાત સરકારની ચિંતન શિબિર શરૂ થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ચિંતન શિબિર યોજાઈ રહી છે. ચિંતન શિબિરમાં મુખ્ય 5 વિષય પર ચર્ચા-મંથન થશે કરવામાં આવશે. સમગ્ર મંત્રી મંડળ સહિત IAS અધિકારીઓ આ ચિંતન શિબિરમાં હાજર રહેશે.

એટલું જ નહીં જિલ્લા કલેક્ટરો, DDO સહિત 230 ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત પદાધિકારીઓ પણ આ શિબિરમાં હાજરી આપશે. એવું પણ કહી શકાય કે આજથી ત્રણ દિવસ કેવડિયા કોલોનીથી ચાલશે ગુજરાતનું સંચાલન. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ 10 મી ચિંતન શિબિર છે. 19 થી 21 મે દરમિયાન આ ચિંતન શિબિર યોજાશે.

ઉલ્લેખનીય છે કે 3 દિવસીય ચિંતન શિબિરમાં મુખ્ય પાંચ વિષયો પર ચર્ચા અને મંથન કરવામાં આવશે, જેમાં આરોગ્ય અને પોષણ, શહેરીકરણ અને માળખાકીય વિકાસ, સરકારી તથા સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓ માટે તાલીમ અને ક્ષમતા નિર્માણ, શિક્ષણમાં ગુણાત્મક સુધારો અને ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય વિકાસ અંગે ચર્ચા કરાશે. ચર્ચા સત્ર માટે કુલ પાંચ ગૃપ પાડવામાં આવશે.

જેમાં એક ગૃપમાં અંદાજે મંત્રી સહિત 45 લોકો હશે. કેંદ્ર સરકારના સિનિયર અધિકારીઓ તથા હસમુખ અઢિયા પણ અલગ અલગ વિષયો પર માર્ગદર્શન આપશે. ગાંધીનગરથી કેવડિયા જવા માટે ખાસ બસ રખાઈ છે. જેમાં તમામ મંત્રીમંડળના સભ્યો ચિંતન શિબિરમાં જવા માટે રવાના થશે.

આ પણ વાંચો :-