HomeSportsવિરાટ કોહલીએ શતકથી બનાવ્યો આઈપીએલ ઈતિહાસનો સૌથી મોટો રેકોર્ડ

વિરાટ કોહલીએ શતકથી બનાવ્યો આઈપીએલ ઈતિહાસનો સૌથી મોટો રેકોર્ડ

Date:

Related stories

સુરતમાં આજથી સતત 3 દિવસ બેંકો કેમ બંધ?

સુરતમાં આજે બેંકનું કામકાજ લઈને પહોંચેલા ગ્રાહકોને શાખાના દરવાજે...

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...

80s Retro Photo Trend પાછળ છુપાયેલું મોટું જોખમ, AIમાં ફોટો આપતા પહેલા સાવધાન

સોશિયલ મીડિયાનો 80ના દાયકાનો રેટ્રો AI ટ્રેન્ડ તમને થોડી...

સુરતની શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમા લાગેલી આગનું રહસ્ય ખૂલ્યું !

સુરત-કડોદરા રોડ પર સારોલીના કુંભારીયા ત્રણ રસ્તા પાસે આવેલી...
spot_img

Virat Kohli Records

  • Virat Kohli Records : ટીમ ઈન્ડિયા અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ગુરુવારે IPL 2023 ની સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં બેટથી તબાહી મચાવી હતી અને વિસ્ફોટક રીતે સદી ફટકારી હતી.

ટીમ ઈન્ડિયા અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ (Virat Kohli ) ગુરુવારે IPL 2023 ની સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં બેટથી તબાહી મચાવી હતી અને વિસ્ફોટક રીતે સદી ફટકારી હતી. વિરાટ કોહલીની આઈપીએલ (IPL2023) કારકિર્દીની આ છઠ્ઠી સદી હતી અને તેણે 63 બોલમાં 100 રનની ઈનિંગ રમીને તહેલકો મચાવ્યો હતો. કોહલીએ 12 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.

IPL ઈતિહાસનો સૌથી મોટો રેકોર્ડ :

વિરાટ કોહલીનો આ શતક IPLના ઈતિહાસનો સૌથી મોટો રેકોર્ડ બની ગયો છે. IPLના ઈતિહાસમાં સચિન તેંડુલકર અને રોહિત શર્મા જેવા દિગ્ગજ બેટ્સમેન પણ પોતાની કારકિર્દીમાં આટલો મોટો રેકોર્ડ ક્યારેય બનાવી શક્યા નથી. IPLના ઈતિહાસમાં આ સુપર રેકોર્ડ બનાવનાર વિરાટ કોહલી પ્રથમ ભારતીય અને વિશ્વનો એકમાત્ર બીજો બેટ્સમેન બન્યો છે. જણાવી દઈએ કે વિરાટ કોહલીએ 4 વર્ષ બાદ IPLમાં સદી ફટકારી છે.

સચિન-રોહિત પણ આ રેકોર્ડ તોડી શક્યા નથી :

વિરાટ કોહલી IPLના ઈતિહાસમાં સૌથી વધુ 6 સદી ફટકારનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો બીજો બેટ્સમેન બની ગયો છે. વિરાટ કોહલી ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલના નામે પણ આઈપીએલમાં સૌથી વધુ 6 સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ છે. સચિન તેંડુલકર અને રોહિત શર્મા જેવા મહાન બેટ્સમેન પણ IPLના ઈતિહાસમાં આટલો મોટો રેકોર્ડ ક્યારેય બનાવી શક્યા નથી.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img