ઈમરાન ખાન લાહોર હાઇકોર્ટમાં હાજર, જેલ જવાના ડરને લઇ ભડક્યા સમર્થકો, ફરી બબાલ થઈ શરુ

Share this story

Imran Khan  

  • Imran Khan Pakistan News : ઈમરાનની ફરી ધરપકડ થઈ શકે તેવી સંભાવનાને આધારે ઈમરાનના સમર્થકો મોટી સંખ્યામાં તેમની સાથે રવાના થયા.

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના વડા ઈમરાન ખાનને (Imran Khan) લઈ મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, સોમવારે એટલે કે 15 મેના રોજ ફરી એકવાર ઈમરાન ખાન કોર્ટમાં પહોંચ્યા છે. આ વખતે ઈમરાન લાહોર હાઈકોર્ટમાં (Lahore High Court) હાજર થયા છે. તેમની સામે એક કેસમાં સુનાવણી ચાલી રહી છે. આ તરફ તેમના સમર્થકો કોર્ટની બહાર એકઠા થયા છે. ટીવી ચેનલો પર બતાવવામાં આવી રહ્યું છે કે ઈમરાનના સમર્થકો હોબાળો મચાવી રહ્યા છે.

પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ઈમરાન અને તેના સમર્થકો સાથે જોડાયેલા કેસમાં આજે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. 9મી મેના રોજ થયેલી હિંસા અને આગચંપી માટે તેમની સામે અનેક કેસ નોંધવામાં આવ્યા હતા. ઈમરાન ખાનની ધરપકડના વિરોધમાં ઈમરાનના સમર્થકોએ કોર્પ્સ કમાન્ડરના ઘરને આગ લગાવી હતી અને દેશના અન્ય સંરક્ષણ સંસ્થાઓમાં તોડફોડ કરી હતી. જે બાદ ઈમરાનના સમર્થકોની ધરપકડ શરૂ કરવામાં આવી હતી.

ઈમરાન ખાનની આજે કોર્ટમાં હાજરી વચ્ચે તેમની પાર્ટી પીટીઆઈએ તેના કાર્યકરોને શક્તિ પ્રદર્શન માટે લાહોરના જમાન પાર્કમાં ભેગા થવા કહ્યું હતું. મીડિયા અહેવાલો અનુસાર પક્ષના કાર્યકરોને ટીયર ગેસને શ્વાસમાં લેવાથી બચવા માટે ચહેરા પર માસ્ક, પાણીની બોટલ અને થોડી માત્રામાં મીઠું સાથે રાખવાનું કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-