Sunday, Jul 20, 2025

કોમેડિયન કપિલ શર્માએ પહેલીવાર દીકરી સાથે કર્યું રેમ્પ વોક, જુઓ સુપર ક્યૂટ વિડીયો

2 Min Read
Comedian Kapil Sharma
  • Anayra Sharma : કોમેડિયન કપિલ શર્માની પુત્રી અનાયરા શર્મા ત્રણ વર્ષની અને ખૂબ જ ક્યૂટ છે. હાલમાં જ એક ફેશન શોમાં તે પિતા સાથે રેમ્પ વોક કરતી જોવા મળી. જેનો ક્યૂટ વિડીયો ફેન્સના દિલોદિમાગમાં છવાઈ ગયો છે. શું તમે આ વિડિયો જોયો ?

દેશના ટોચના કોમેડિયન અને ‘ધ કપિલ શર્મા શો‘ના (The Kapil Sharma Show) હોસ્ટ કપિલ શર્મા (Kapil Sharma) ખૂબ જ લોકપ્રિય છે અને વિશ્વભરમાં તેની ફેન ફોલોઈંગ છે. કપિલ શર્મા પરિણીત છે અને તેના બે બાળકો છે જે ખૂબ જ સુંદર છે. કપિલ શર્માની દીકરી અનાયરા શર્મા (Daughter Anaira Sharma) ત્રણ વર્ષની છે અને ફેન્સ હંમેશા તેના ફોટા અને વીડિયોની રાહ જોતા હોય છે.

કપિલ શર્માનો એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે અનાયરા સાથે રેમ્પ વોક કરતો જોવા મળી રહ્યો છે. કપિલ શર્માની દીકરીની ક્યૂટ રેમ્પ વોકએ સૌના દિલ જીતી લીધા છે અને તેનો વીડિયો થોડી જ મિનિટોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

કપિલ શર્માની પુત્રી અનાયરા શર્મા રેમ્પ વોક કરતી જોવા મળી અને તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. જણાવી દઈએ કે આ અનુ રંજનની ‘બેટી ફાઉન્ડેશન’ની ઈવેન્ટ હતી જેમાં ઘણા સ્ટાર્સે ફેશન શોમાં રેમ્પ વોક કર્યું હતું. તેમાં કપિલ શર્મા અને તેની દીકરી પણ સામેલ છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કપિલ અને અનાયરા બંનેએ કાળા કપડા પહેર્યા હતા અને ક્યૂટ રિતે પિતાનો હાથ પકડીને રેમ્પ વોક કર્યું હતું. આ દરમિયાન અનાયરાએ દર્શકોને ફ્લાઈંગ કિસ પણ કરી અને ઉભા થઈને પોઝ પણ આપ્યા હતા. અનાયરાની ક્યૂટનેસએ બધાનું દિલ જીતી લીધું અને કપિલ શર્માએ તેની દીકરીને ‘મિસ યુનિવર્સ‘ કહી.

આ પણ વાંચો :-

Share This Article