HomeEntertainment'ધ કેરલા સ્ટોરી' એ તોડ્યો KGF 2નો રેકોર્ડ, 10મા દિવસે બોક્સ ઓફિસ...

‘ધ કેરલા સ્ટોરી’ એ તોડ્યો KGF 2નો રેકોર્ડ, 10મા દિવસે બોક્સ ઓફિસ પર કરી સૌથી વધુ કમાણી

Date:

Related stories

જે ચા વગર સવાર અધૂરી લાગે છે, તે ભારત કેવી રીતે પહોંચી? સુરતનું પણ છે મોટુ કનેક્શન

સવારની પહેલી ચુસ્કીથી લઈને ઓફિસના ચા-બ્રેક સુધી… ભારતમાં ચા...

રવિવારે સૂર્યદેવની કૃપા કોના પર? 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટેનું ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...
spot_img

The Kerala Story 

  • મોટી ફિલ્મો બીજા સપ્તાહમાં પ્રથમ સપ્તાહની સરખામણીમાં અડધી કમાણી શરૂ કરે છે. ત્યાં બીજો રવિવાર ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ માટે સૌથી વધુ કમાણી કરનાર દિવસ બન્યો હતો.

લોકડાઉનથી બોક્સ ઓફિસ પર ઓછા બજેટની ફિલ્મોની સતત ઓછી કમાણી બોલિવૂડ માટે ટેન્શનનું કારણ બની ગઈ છે પણ ગયા વર્ષની ‘ધ કાશ્મીર ફાઈલ્સ‘એ (The Kashmir Files) આ ટ્રેન્ડને બદલ્યો હતો અને હવે ત્યારે હવે ‘ધ કેરલા સ્ટોરી‘ (The Kerala Story) ફિલ્મની કમાણીએ આ ટ્રેન્ડ બદલ્યો છે.

‘ધ કેરલા સ્ટોરી’ એ રેકોર્ડ બ્રેકિંગ ઝડપે કમાણી કરી  :

જણાવી દઈએ કે 5 મેના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થયેલી ‘ધ કેરલા સ્ટોરી‘માંથી કોઈને મોટા ધમાકાની અપેક્ષા નહતી પણ વિવાદોને કારણે આ ફિલ્મને ઘણી લાઈમલાઈટ મળી હતી. જો કે તેમ છતાં કોઈએ વિચાર્યું ન હતું કે તે રેકોર્ડ બ્રેકિંગ ઝડપે કમાણી કરશે. પરંતુ ‘ધ કેરલા સ્ટોરી‘ તમામ અપેક્ષાઓને પાછળ છોડીને તોફાની ગતિએ કમાણી કરી રહી છે. અદા શર્માની ફિલ્મને બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનાર દિવસ મળ્યો છે.

‘ધ કેરલા સ્ટોરી’ નું રવિવારનું કલેક્શન :

ફિલ્મનો થિયેટરોમાં રવિવાર 10મો દિવસ હતો. જ્યાં મોટી ફિલ્મો બીજા સપ્તાહમાં પ્રથમ સપ્તાહની સરખામણીમાં અડધી કમાણી શરૂ કરે છે. ત્યાં બીજો રવિવાર આ ફિલ્મ માટે સૌથી વધુ કમાણી કરનાર દિવસ હતો. જણાવી દઈએ કે બીજા વીકએન્ડની શરૂઆતથી ‘ધ કેરલા સ્ટોરી‘એ મજબૂત ગતિ પકડી અને શુક્રવારે રૂ. 12.35 કરોડનું કલેક્શન કર્યું. જે પહેલા શુક્રવાર કરતાં ઘણું વધારે હતું.

શનિવારે ફિલ્મે 55% થી વધુનો ઉછાળો આપ્યો અને 19.5 કરોડ રૂપિયાની કમાણી કરી. બોક્સ ઓફિસનો અહેવાલ અંદાજ જણાવે છે કે ફિલ્મે રવિવારે બોક્સ ઓફિસ પર 23.75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. એટલે કે બીજા વિકેન્ડમાં ફિલ્મનું કલેક્શન 55 કરોડ રૂપિયાથી વધુ છે. ‘ધ કેરલા સ્ટોરી‘ના પહેલા વીકએન્ડે 35.43 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 136 કરોડને પાર કરી ગયું છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories