અંબાલાલ પટેલની મોટી આગાહી, વાવાઝોડા-ગરમી બાદ હવે નવા સંકટ માટે તૈયાર રહેજો

Share this story

Ambalal Patel 

  • Gujarat Weather Forecast : કાળઝાળ ગરમીથી ત્રસ્ત રાજ્યના લોકો માટે રાહતના સમાચાર. આજથી 18 મે સુધી રાજ્યના લોકોને ગરમીથી રાહત મળવાની અંબાલાલ પટેલનું અનુમાન. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાવાઝોડા જેવી સર્જાશે સ્થિતિ.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગુજરાત (Gujarat) બરાબરનું શેકાયું છે. ત્યારે હવે આ ગરમીથી ક્યારે મુક્તિ મળશે તેની આસ લગાવીને લોકો બેસી રહ્યાં છે. ત્યારે કાળઝાળ ગરમીથી ત્રસ્ત રાજ્યના લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. આજથી 18 મે સુધી રાજ્યના લોકોને ગરમીથી રાહત મળવાની આગાહીકાર અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે કહ્યું કે, ગુજરાતના વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના (Western Disturbance) કારણે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાશે.

હાલ મોચા વાવાઝોડની અસરને પગલે આખુ ગુજરાત શેકાયુ હતું. કાળઝાળ ગરમી પડી હતી. ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. ગરમીથી રાહત મેળવવા માંગતા લોકો માટે તેમની આ આગાહી રાહતના સમાચાર બની છે. તેઓએ કહ્યું કે આજથી રાજ્યના લોકોને ગરમીથી રાહત મળશે. આજથી લઈને 18 મે સુધીના ત્રણ દિવસ ગરમીમાં રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ગરમી ઓછી થશે.

આ વિશે તેમણે વધુમાં જણાવ્યું કે કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળ આવતા હોવાથી ગુજરાતમાં પણ આંધી વંટોળની સ્થિતિ સર્જાશે. અરબ દેશોથી આવતું ધૂળતટ છેક રાજસ્થાન, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહીત ગુજરાતના કચ્છ, પશ્ચિમી સૌરાષ્ટ્ર, ઉત્તર મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સર્જશે. જે હવામાં ભેજ લઈને આવશે. મોકા ચક્રવાતની અસર સમાપ્ત થતા દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા તેને સાનુકૂળ હવામાન મળતા ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે.

22- 24 મે માં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થવાની શક્યતા છે. 28 મે થી 10 મી જૂન વચ્ચે અરબસાગરમાં ચક્રવાત આવવાની શક્યતા છે. અરબસાગરના ચક્રવાત અબરસાગર વિસ્તરેલો હોવાથી તેનો માર્ગ ચારથી પાંચ પ્રકારનો હોઈ શકે છે. તેથી પશ્ચિમ કિનારે, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોને પણ અસર થઈ શકે છે. જો ચક્રવાત ઓમાન તરફ ફંટાય તો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, અને કચ્છના ભાગોમાં અસર થઈ શકે છે.

આ પણ વાંચો :-