Side Effect Of Mint : આ સમસ્યાઓ હોય તેમણે ન કરવો ફુદીનાનો ઉપયોગ

Share this story

Side Effect Of Mint

  • Side Effect Of Mint : આયુર્વેદમાં પણ કેટલીક સમસ્યાઓમાં ફુદીનાનો દવા તરીકે ઉપયોગ કરવાનો ઉલ્લેખ મળે છે. રસોઈમાં પણ ફુદીનો અલગ અલગ રીતે ઉપયોગમાં આવે છે. જોકે ઘણા બધા ગુણ ધરાવતો ફુદીનો પણ કેટલાક લોકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

ફુદીનો (Mint) ખૂબ જ ગુણકારી વસ્તુ છે. તેમાં રહેલા ગુણના કારણે લોકો ઘરમાં ફુદીનો વાવે પણ છે જેથી તેનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકાય. સ્વાસ્થ્યની (Health) દ્રષ્ટિએ ફુદીનો ખૂબ જ ફાયદાકારક છે. બધા જ છોડમાં ફુદીનો એવો છોડ છે જે ઔષધીય ગુણ (Medicinal properties) ધરાવે છે. ફુદીનાનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. આયુર્વેદમાં પણ કેટલીક સમસ્યાઓમાં ફુદીનાનો દવા તરીકે ઉપયોગ કરવાનો ઉલ્લેખ મળે છે.

રસોઈમાં પણ ફુદીનો અલગ અલગ રીતે ઉપયોગમાં આવે છે. જોકે ઘણા બધા ગુણ ધરાવતો ફુદીનો પણ કેટલાક લોકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ એવી પણ છે જેમાં વધારે પ્રમાણમાં ફુદીનાનું સેવન કરવાથી નુકસાન થઈ શકે છે. જે લોકોને આ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય તેમણે ફુદીનાનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

ફુદીનાથી થતા નુકસાન  :

1. જે લોકોને ગેસ્ટ્રોઓસોફેગલ રિફ્લેક્સની તકલીફ હોય તેમણે ફુદીનાનું સેવન ટાળવું જોઈએ કારણકે તેનાથી પેટની સમસ્યા વધી શકે છે.

2. ગર્ભાવસ્થા દરમિયાન ફુદીનાની ચા પીવાથી ગર્ભપાતનું જોખમ અનેક ગણું વધે છે તેથી મહિલાઓએ પ્રેગનેન્સી દરમિયાન ફુદીનાનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

3. જો તમને લીવર સંબંધિત કોઈ પણ સમસ્યા છે તો ફુદીનાની ગોળી કે ફુદીનાનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

આ પણ વાંચો :-