સુરતીઓ આ જગ્યાઓ જ્યાફત માણતા પહેલા સો વાર વિચારજો, ફૂડ સેમ્પલ ફેલ નીકળ્યા

Share this story

Surtis think a hundred

  • Unhealty Products : હજારો સુરતીઓએ જ્યાફત માણ્યા બાદ આટલા નમૂના ફેલ નીકળ્યા, આ ફેમસ બ્રાન્ડ છે સામેલ.

લોકોને આજકાલ બહાર ખાવાનો શોખ વધુ હોય છે. પરંતુ પૈસા ખર્ચીને પણ તેઓ બીમારીઓ નોતરી રહ્યાં છે. સુરતમાં આરોગ્ય વિભાગ એક્ટિવ બન્યું છે. જેમાં થોડા દિવસો પહેલા પાડવામાં આવેલી રેડ બાદ અનેક નમૂના ફેલ નીકળ્યા છે. હજારો સુરતીઓએ જ્યાફત માણ્યા બાદ અનેક બ્રાન્ડ અને દુકાનોના નમૂના ફેલ નીકળ્યા છે. જેમાં ઉનાળામાં ઠેકઠેકાણે ખવાતા પેસ્ટ્રી-કેક (Pastry-cake), મરી-મસાલા, આઈસક્રીમ (Ice cream) અને આઇસ ગોળાના નમૂના ફેલ નીકળ્યા છે. લોકોએ વાનગી આરોગી લીધી. હવે બાદમાં રિપોર્ટ ફેલ આવ્યો છે.

સુરતના અડાજણમાં (Adajan) ડેનીશ પેસ્ટ્રી, ડી-માર્ટ પાસે જય ભવાની આઈસ ડિશનું સેમ્પલ ફેલ છે. નમૂના લેબોરેટરી પરીક્ષણમાં ફેલ થયા હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય સાથે ચેડા કરતા મિલાવટખોરોનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે આરોગ્ય સામે જોખમ ઊભું કરનારા સામે સુરત પાલિકાએ લાલ આંખ કરી હતી. પાલિકાના ફૂડ વિભાગ દ્વારા આ બાબતે નિયમમુજબની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આટલા નમૂના ફેલ નીકળ્યા :

  • પાંડેસરાના સાંવરિયા આઈસ્ક્રીમમાં વેનીલા આઈસ્ક્રીમ
  • પાંડેસરામાં ભોલેનાથ આઈસ્ક્રીમનું રાજભોગ આઈસ્ક્રીમ
  • કતારગામ રામ ઔર શ્યામ આઈસ ડીશ
  • ગોલા રાજકોટવાળા ના કાજુ અંજીર આઈસ્ક્રીમ 
  • ભટારમાં પાર્થ આઈસ ગોલાનો ઓરેન્જ સીરપ
  • અડાજણમાં જય ભાવની ડ્રાયફ્રુટ ડિશ ગોલાનો આઈસ્ક્રીમ
  • પાલનપુર પાટિયા શાકભાજી માર્કેટ શ્રી લક્ષ્મી મસાલા ગૃહ ભંડાર મરચા પાઉડર
  • અડાજણ હનીપાર્ક રોડ ડેનિશ કેક અને પેસ્ટ્રી શોપ વેનીલા સ્લાઈસ
  • ઘોડદોડ રોડ જી બી ફૂડસ એન્ડ કન્ફેક્શનરી પ્રા લિ. નો રોયલ ચોકલેટ કેક

સુરત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ઉનાળાની સિઝનને પગલે આઈસ્ક્રીમ ઉપરાંત મરી મસાલા સહિતના નમુના લેવામાં આવ્યા હતા. જે નમૂના પુથ્થુકરણ અર્થે મોકલી દેવાયા બાદ હવે નમૂના ફેલ થયા હોવાનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. મહત્વનું છે કે સુરતના મનપાના આરોગ્ય વિભાગ દ્વારા એકાદ માસ આગાઉ જુદા જુદા સ્થળો દરોડા પાડવામાં આવ્યા હતા અને શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા હતા. પરંતુ એક માસ બાદ રિપોર્ટ આવે તે શું કામનું. ત્યા સુધી હજારો સુરતીઓએ આ વસ્તુ આરોગી હશે.

આ પણ વાંચો :-