ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસ પહેલાં રાજકીય ઘમાસાણ

Share this story

Dhirendra Shastri

  • Baba Bageshwar Dhaam Sarkar Gujarat Visit : ધીરેન્દ્ર શાસ્ત્રીના નામે ભાજપ લોકસભા ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો. તો ભાજપે કહ્યું કે કોંગ્રેસ સનાતન ધર્મની વિરોધી છે.

 ગુજરાતમાં બાબા બાગેશ્વર ધામ સરકારના (Baba Bageshwar Dham Govt) કાર્યક્રમ પહેલાં જ રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. એક તરફ ઉનાળાની ગરમી છે અને બીજી તરફ બાબાના આગમન પહેલાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે શાબ્દિક ટપાટપીથી ગરમી વધી ગઈ છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના (Dhirendra Shastri) ગુજરાત પ્રવાસ પહેલાં ટવીટર પર ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના નામે ભાજપ લોકસભા ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો. તો ભાજપે કહ્યું કે કોંગ્રેસ સનાતન ધર્મની વિરોધી છે.

લોકસભા ચૂંટણી માટે ભાજપે બાબાને બોલાવ્યાં હોવાનો કોંગ્રેસનો આક્ષેપ :

કોંગ્રેસના પ્રવક્તા ડો.અમિત નાયકે આક્ષેપ કર્યો કે આ બધુ ધતિંગ ભાજપ કરાવે છે. ભુતકાળમાં પણ આશારામ જેવા બાબાઓ સાથે ભાજપના નેતાઓ જોડાયેલાં હતાં. આવા બની બેઠેલાં સાધુ મહંતોને ભાજપ ટેકો આપે છે. સાધુ સંત બંધારણની વાત જાણતા નથી. આવા સાધુઓ ગુજરાતનો માહોલ બગાડી રહ્યાં છે. ભાજપ પણ એમને ટેકો આપે છે. ભુતકાળમાં પણ ભાજપવાળા આશારામના ચેલા બન્યા હતા.

ભાજપના ધારાસભ્યો કેમ આયોજન કરી રહ્યાં છે. સુરતના ધારાસભ્ય આખા કાર્યક્રમનું આયોજન કરે છે. લોકસભાની ચૂંટણીના આયોજનના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. ભાજપના શીર્ષ નેતાઓ અંગે પણ આક્ષેપ કરવામાં આવ્યો. કોંગ્રેસે ધીરેન્દ્ર શાસ્ત્રીને પ્રેસ કરવા આમંત્રણ આપ્યું છે.

કોંગ્રેસ હિન્દુ વિરોધી છે, બાબા ભાજપના કાર્યકર નથી’

ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ કોંગ્રેસને વળતો જવાબ આપતા જણાવ્યું છે કે કોંગ્રેસ હિન્દુ અને સનાતન ધર્મનો વિરોધી છે. બાબા કોઈ ભાજપ સાથે જોડાયેલાં નથી. ધીરેન્દ્ર શાસ્ત્રીજી ભાજપના કાર્યકર નથી. અમે એમને બોલાવ્યાં નથી. અમે હિન્દુ ધર્મ અને સનાતન ધર્મની વાત કરીએ છીએ. કોંગ્રેસના નેતાઓ પણ અમદાવાદના કાર્યક્રમમાં હાજરી આપવાના છે.

હિન્દુઓએ આવા કાર્યક્રમ માટે શું મનીષ દોશીની પરવાનગી લેવી પડશે. કોંગ્રેસ મુસ્લિમોની ઈફતાર પાર્ટીમાં જાય છે. પ્રિયંકા ગાંધી નમાજ પઢવા જાય છે એમાં અમને કોઈ વાંધો નથી. પણ કોંગ્રેસ ખોટી વયમનસ્યતા ફેલાવે છે. કોંગ્રેસની હિન્દુ વિરોધી નીતિ છે.

આ પણ વાંચો :-