Home Blog Page 1075

ઘરમાંથી ઉભી પૂંછડીયે ભાગી જશે ગરોળી, આટલું કરો

Lizard  

  • ડુંગળી અને લસણનો રસ કાઢી એક શીશામાં ભરો. અને ગરોળી ભગાડવા માટે એક અને આ રસમા બસ થોડૂક પાણી મિક્સ કરીને બોટલને બંધ કરીને બરાબર હલાવીને મિક્સ કરી લો. પછી ત્યાર બાદ તમને લાગે છે કે જ્યા વધારે ગરોળીઓ આવતી હોય છે ત્યા આ રસને છાટકોણી દો.

ગરોળીથી (lizard) મોટાભાગનાને ડર લાગે છે. ઘરમાં દેખાઈ જાય તો મહિલાઓ તો ઉંચી નીચી થઈ જાય અને બુમાબુમ કરી મૂકે. કેટલીકવાર આપણને એને ઘરમાંથી કાઢી મૂકતાં જીવ ચાલતો નથી. તો જાણી લો પાપ પણ નહીં લાગે અને ગરોળી (lizard) ઘરમાં પણ નહીં આવે એના આ શ્રેષ્ઠ ઉપાયો છે.

આપણી આસપાસ અને ઘરમાં, ઓફિસમાં, કીચનમાં, જૂના ભંગારની આસપાસ, બારી પર કે ગાર્ડનમાં અને ક્યાય પણ દીવાલ પર જો ગરોળી દેખાય તો ભલભલાની ચીતરી ચઢી જાય છે. અનેક લોકો ગરોળીથી (lizard) ગભરાય છે. તેનાથી બચવા માટે લોકો અનેક પ્રકારના ઉપાય કરતા હોય છે. કેટલાક લોકો ઘરમાં મોરપંખ મૂકે છે. મોરપીંછ મૂકવાથી ગરોળી (lizard) ને અલગ પ્રકારની ગંધ આવે છે. ત્યારે આ પાછળ શું કારણ છે તે આજે જાણીએ.

આજે આપણે જાણીએ કે, શું ખરેખર મોરપીંછ મૂકવાથી ગરોળી ભાગી જાય છે. ગરોળીને ઘરમાંથી દૂર ભગાડવા માટે મોરપંખ મૂકવામાં આવે છે. શુ આ એક અંધશ્રદ્ધાનો વિષય છે કે પછી તેની પાછળ અર્થપૂર્ણ કારણ છે કે નહિ. મોરપીંછમાંથી ગરોળીને અલગ પ્રકારની ગંધ આવતી હોય છે. તેને એવુ લાગે છે કે અહી કોઈ પક્ષી છે. જે આપણા પર હુમલો કરીને આપણને ખાઈ જશે. આ કારણે મોરપંખ જોઈને ગરોળી ભાગી જાય છે. આ સિવાય બીજુ કોઈ કારણ નથી.

ગરોળી ભગાડવાના ઉપાયો :

ડુંગળી અને લસણનો રસ કાઢી એક શીશામાં ભરો. અને ગરોળી ભગાડવા માટે એક અને આ રસમા બસ થોડૂક પાણી મિક્સ કરીને બોટલને બંધ કરીને બરાબર હલાવીને મિક્સ કરી લો. પછી ત્યાર બાદ તમને લાગે છે કે જ્યા વધારે ગરોળીઓ આવતી હોય છે ત્યા આ રસને છાંટી દો.

આ પણ વાંચો :-

2000 Rs note : જો કોઈ ૨૦૦૦ રૂપિયાની નોટ લેવાની ના પાડે તો શું કરશો ? જાણો RBIના નિયમો

0

2000 Rs note

  • રિઝર્વ બેંકે સ્પષ્ટપણે કહ્યું છે કે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી ૨૦૦૦ રૂપિયાની નોટ કાયદેસર રહેશે અને તેનો ઉપયોગ વ્યવહારો માટે થઈ શકશે. આવી સ્થિતિમાં જો બેંક અથવા અન્ય કોઈ ૨૦૦૦ રૂપિયાની નોટ સ્વીકારવાનો ઈનકાર કરે છે. તો તમે તેની સામે શું પગલાં લઈ શકો ?

આજથી ૨૦૦૦ રૂપિયાની નોટો બદલવાની શરૂઆત થઈ ગઈ છે. લોકો ૨૦૦૦ રૂપિયાની નોટ બદલવા માટે બેંકોની બહાર કતારમાં ઉભા છે. રિઝર્વ બેંક (RBI) એ સ્પષ્ટપણે કહ્યું છે કે ૨૩ મેથી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ વચ્ચે ૨૦૦૦ રૂપિયાની નોટ એક્સચેન્જ કરી શકાય છે.

આ સાથે કેન્દ્રીય બેંકે એમ પણ કહ્યું કે ૨૦૦૦ રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે. એટલે કે તમે ૨૦૦૦ રૂપિયાની નોટથી ખરીદી કરી શકો છો. પરંતુ જો કોઈ વ્યક્તિ ૨૦૦૦ રૂપિયાની નોટ સ્વીકારવાનો ઇનકાર કરે છે. તો તમે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો.

પેટ્રોલ પંપ પર 2000ની નોટો ધમધમી રહી છે :

છેલ્લા બે દિવસથી લોકો પેટ્રોલ પંપ પર ઈંધણ ભરવા માટે રૂ. ૨૦૦૦ની નોટોનો ઉગ્ર ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે પેટ્રોલ પંપ ડીલરોની મુશ્કેલીમાં વધારો થયો છે. કારણ કે લોકો ૨૦૦ રૂપિયાના પેટ્રોલ માટે પણ ૨૦૦૦ રૂપિયાની નોટ આપી રહ્યા છે. આવી સ્થિતિમાં તેમના માટે ખુલ્લા નાણાંની સમસ્યા વધી ગઈ છે.

પરંતુ પેટ્રોલ પંપના લોકો ૨૦૦૦ રૂપિયાની નોટ સ્વીકારી રહ્યા છે. તે જ સમયે કેટલીક જગ્યાએથી એવા અહેવાલો પણ આવ્યા છે કે દુકાનદારો ૨૦૦૦ રૂપિયાની નોટ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે. તો તમે તરત જ આ અંગે ફરિયાદ નોંધાવી શકો છો.

આ રીતે તમે ફરિયાદ નોંધાવી શકો છો :

રિઝર્વ બેંક અનુસાર જો કોઈ બેંક ૨૦૦૦ રૂપિયાની નોટ સ્વીકારવાનો ઈનકાર કરે છે તો તમે પહેલા તે બેંકના મેનેજરને મળીને ફરિયાદ કરી શકો છો. દરેક બેંક પાસે ફરિયાદ બુક હોય છે જ્યાં તમે તેના વિશે જાણ કરી શકો છો. બેંક ૩૦ દિવસની અંદર તમારી ફરિયાદનો જવાબ આપશે. જો આવું ન થાય અથવા તમે બેંકના જવાબથી ખુશ ન હોવ, તો તમે રિઝર્વ બેંકની વેબસાઇટ cms.rbi.org.in પર જઈને તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

Kedarnath Yatra માટે હેલિકોપ્ટર બુકિંગ શરુ, જાણો શું છે ચાર્જ અને બુક કરવાની પ્રક્રિયા

0

Helicopter Booking for Kedarnath Yatra

  • Kedarnath Yatra : આજે બપોરે 12 કલાકથી હેલિકોપ્ટર બુકિંગ ઓનલાઈન શરૂ થશે. તીર્થયાત્રી 28 મે થી 15 જુન સુધીમાં હેલિકોપ્ટર સવારી બુક કરી શકે છે. હેલિકોપ્ટર સવારી માટે સ્લોટ પણ વધારી દેવામાં આવ્યા છે.

કેદારનાથ યાત્રા (Kedarnath Yatra) માટે હેલિકોપ્ટર (Helicopter) સર્વિસનું બુકિંગ શરૂ થઈ ગયું છે. આઈઆરસીટીસી દ્વારા હેલિકોપ્ટર બુકિંગ થઈ શકે છે. 24 મે ના રોજ બપોરે 12 કલાકથી હેલિકોપ્ટર બુકિંગ ઓનલાઈન શરૂ થશે. તીર્થયાત્રી 28 મે થી 15 જુન સુધીમાં હેલિકોપ્ટર સવારી બુક કરી શકે છે. હેલિકોપ્ટર (Helicopter) સવારી માટે સ્લોટ પણ વધારી દેવામાં આવ્યા છે.

કેદારનાથ ધામ હિન્દુઓ માટે મહત્વપૂર્ણ તીર્થસ્થળ છે. કેદારનાથ ધામ ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારમાં 12000 ફૂટ ઊંચાઈ પર સ્થિત છે. દર વર્ષે આ સમય દરમિયાન મોટી સંખ્યામાં યાત્રાળુઓ કેદારનાથ ધામ પહોંચે છે. જોકે મુશ્કેલ રસ્તાઓ પાર કરવા માટે અને કેદારનાથ બાબાના દર્શન કરવા માટે હેલિકોપ્ટર સૌથી સુરક્ષિત સાધન છે.

કારણ કે કેદારનાથ મંદિર સુધી પહોંચવા માટે રોડ માર્ગ ઉપરાંત સોન પ્રયાગથી શ્રદ્ધાળુઓને 18 કિમીની ચઢાણ વાર કરવું પડે છે. તેવામાં ઓછા લોકો મંદિરના દર્શન કરી શકે છે. જે લોકો આ રીતે કેદારનાથ મંદિર સુધી પહોંચી શકતા નથી તેમના માટે ઉત્તરાખંડ સરકારે મંદિર સુધી જવા માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરી છે.

કેદારનાથમાં હેલિકોપ્ટર સર્વિસ નિયમિત રીતે ઉપલબ્ધ છે. અહીં અલગ અલગ વીમાન કંપનીઓ યાત્રાળુઓ માટે હેલિકોપ્ટર સર્વિસ આપે છે. મોટાભાગની કંપની પાંચ થી સાત સીટના હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે. જેના માટે મંદિર સુધી ફકત જવાની સર્વિસ અને રાઉન્ડ ટ્રીપની સેવા પણ યાત્રાળુઓ માટે ઉપલબ્ધ છે. હેલિકોપ્ટર બુક કરાવવા માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. આ રજીસ્ટ્રેશન આઇઆરસીટીસી ની વેબસાઈટ www.heliyatra.irctc.co.in પરથી થઈ શકે છે.

હેલિકોપ્ટર કંપનીઓ કેદારનાથ ધામમાં દર્શન કરી તે જ દિવસે પરત આવવા માટે પ્રતિ વ્યક્તિ 6,500 થી 8000 રૂપિયાનો ચાર્જ કરે છે. જ્યારે ફક્ત જવા કે આવવાની એક ટ્રીપની ટિકિટ બુક કરાવવા પર 3,000 થી 3,500 નો ચાર્જ આપવો પડે છે.

આ પણ વાંચો :-

MP, MLA ના લેટરનો માત્ર 5 દિવસમાં નિકાલ કરવા સામાન્ય વહીવટ વિભાગનો આદેશ

0

General Administration Department

  • પત્રો વિભાગોમાં ધૂળ ખાય છે પરિણામે પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. ધારાસભ્ય-સાંસદો નારાજ રહે છે. ત્યારે પક્ષમાં કરવામાં આવેલી આ પ્રકારની ફરિયાદને પગલે સરકારી તંત્ર હવે સાબદુ જાગ્યું છે.

રાજ્યના સાંસદો (MPs) અને ધારાસભ્યોના (MLA) પત્રો વિવિધ વિભાગોમાં મહિનાઓ સુધી પડયા રહે છે. પરિણામે અરજદારો-મતવિસ્તારોની સમસ્યા ઠેરની ઠેર રહે છે. આ કારણોસર સાંસદો-ધારાસભ્યો ય નારાજ છે. આ જોતાં સામાન્ય વહીવટ વિભાગે ફરી એક વાર બધા વિભાગોને સૂચના આપી છેકે સાંસદ-ધારાસભ્યોના (MP-Members of Legislature) પત્રોનો માત્ર પાંચ દિવસમાં જ નિકાલ કરો.

પત્રો વિભાગોમાં ધૂળ ખાય છે પરિણામે પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. ધારાસભ્ય-સાંસદો નારાજ રહે છે. ત્યારે પક્ષમાં કરવામાં આવેલી આ પ્રકારની ફરિયાદને પગલે સરકારી તંત્ર હવે સાબદુ જાગ્યું છે. હવેથી સાંસદો અને ધારાસભ્યોએ પત્ર દ્વારા કરેલી રજૂઆત કે કોઈ ભલામણનો ઝડપી સમાધાન કરવા પ્રયાસ કરવામાં આવશે.

કયા વિભાગોમાં છે સૌથી વધારે સમસ્યા?

ખાસ કરીને મહેસૂલ વિભાગ, ગૃહ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, આરોગ્ય અને પંચાયત વિભાગમાં સાંસદો અને ધારાસભ્યોએ અરજદાર મતવિસ્તારના પ્રશ્નોને લઇને પત્રો લખેલાં પડી રહે છે.

ભાજપના સાંસદો-ધારાસભ્યોની ફરિયાદ એવી છે કે વિભાગોમાં પત્રો પડી રહે છે જેથી પ્રશ્નોનો નિકાલ થઇ શકતો નથી. વારંવાર કડક સૂચના આપવામાં આવી હોવા છતાં આ મામલે પાલન થતું નથી.

આ મામલે સરકારે ગંભીરતાની નોંધ લીધી છે. સામાન્ય વહીવટ વિભાગે આદેશ અથવા કર્યો છેકે, સાંસદો-ધારાસભ્યોના પત્રને માત્ર પાંચ દિવસમાં જ જે તે વિભાગમાં મોકલવાનો રહેશે. જો કે આ સમયમર્યાદા ૧૦ દિવસ સુધીની રાખવામાં આવી છે. આ વખતે સામાન્ય વહીવટ વિભાગે નિયમનુ પાલન નહી કરનારાં અધિકારી- કર્મચારી સામે પગલાં લેવા પણ ચિમકી આપી છે.

આ પણ વાંચો :-

૧૫૦૦ રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ખરીદો આ સ્માર્ટ ઘડિયાળ

If you are looking

  • best smartwatch to buy online : જો તમે નવી સ્માર્ટવોચ ખરીદવાનું વિચારી રહ્યા છો. તો અમે તમારા માટે એકથી એક જોરદાર સ્માર્ટવોચના ઓપ્શન લઈને આવ્યા છીએ. એમેઝોન પર ધાસુ ઓફર હેઠળ સ્માર્ટવોચ રૂ.૧૫૦૦થી ઓછી કિંમતમાં અવેલેબલ છે.

એમેઝોન ઈન્ડિયા પર ‘‘Blockbuster Value Days’ સેલ ચાલુ છે. સેલમાં ગ્રાહકોને અનેક પ્રકારની ઓફર્સ અને ડિસ્કાઉન્ટનો લાભ આપવામાં આવી રહ્યો છે. સેલમાં સ્માર્ટ વોચ, એસેસરીઝ, ઈયરબડ જેવી વસ્તુઓ ખૂબ જ સસ્તામાં ખરીદવાની તક છે. ખાસ વાત એ છે કે HDFC બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર 10%નું વધારાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે..

Fireboltt Ninja Fit :

આ સ્માર્ટવોચમાં ૧.૬૯-ઈંચની ડિસ્પ્લે છે. જે ઘડિયાળની કિનારીઓને સંપૂર્ણપણે આવરી લે છે. એમેઝોન પર આ ઘડિયાળની કિંમત રૂ.૧,૦૯૯ છે. કંપની દાવો કરે છે કે તે સામાન્ય ઉપયોગ પર ૭-૧૦ દિવસ સુધીની બેટરી લાઇફ આપે છે અને તે સ્ટેન્ડબાય મોડ પર ૪૦ દિવસ સુધી ટકી શકે છે.

Dizo Smartwatch  :

ડીઝો વોચ ડી2 પાવરમાં ૫૦૦ નિટ્સ બ્રાઈટ ડિસ્પ્લે છે. જેમાં અમેઝિંગ વ્યૂઈંગ એક્સપિરિયન્સ મળે છે. આ ઘડિયાળ એમેઝોન પર રૂ.૧,૦૯૯માં ખરીદી શકાય છે. તે એક જ ચાર્જ પર ૧૦ દિવસ સુધી ચાલી શકે છે.

boat Wave Leap Call :

આ સ્માર્ટવોચમાં 1.83-ઈંચની HD ડિસ્પ્લે ઉપલબ્ધ છે. તેમાં એડવાન્સ બ્લૂટૂથ કોલિંગ ફીચર આપવામાં આવ્યું છે. એમેઝોન પર તેની કિંમત રૂ.1,599 છે. તેમાં મલ્ટિપલ વોચ ફેસ, મલ્ટી સ્પોર્ટ્સ મોડ, એચઆર અને એસપીઓ2 મોનિટરિંગ અને વેધર ફોરકાસ્ટ ફીચર છે.

આ પણ વાંચો :

૨૩ મે / આર્થિક પાસુ મજબૂત બનશે, આવકના નવા દ્વાર ખુલશે તો આ રાશિના જાતકોને ધંધાકીય કામમાં લાભ થશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

May 23 / Financial aspects

મેષઃ
આત્મવિશ્વાસનું પ્રમાણ વધે. આવકમાં વૃદ્ધિ થતી જણાય. પરિવારના સભ્યો સાથે આનંદનું વાતાવરણ રહે. કાર્યમાં સફળતાનો અનુભવ થાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આરોગ્ય જળવાય. ખોટા ખર્ચ ટાળવા.

વૃષભઃ
આર્થિક પાસુ મજબુત બનતાં આનંદમાં વધારો થાય. કુટુંબમાં ઉલ્લાસ ભર્યું વાતાવરણ રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. પત્નિ સાથે મનમેળ અનુભવાય. આરોગ્ય જળવાય.

મિથુનઃ
આદ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ થત‌ી જણાય. સત્ય વાત શાંતિથી કહેવાની સલાહ છે. આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા. સંતાનના પ્રશ્નો ઉકેલાય. વૈવાહિક જીવનમાં આનંદ. આરોગ્ય સારૂં રહેશે. વ્યસનથી દૂર રહેવું.

કર્કઃ
બપોર બાદ આવકનું પ્રમાણ વધે આથી પ્રસન્નતાનો અનુભવ થાય. પરિવારમાં ઉગ્રતા ટાળવી. સંતાનની સમસ્યા સતાવે. દામ્પત્ય જીવનમાં આનંદની અનુભૂતિ થાય. આરોગ્ય સારૂં રહે. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

સિંહઃ
નવા સાહસિક રોકાણો વધુ લાભદાયી બને. ધાર્યા કાર્યો સરળતાથી પાર પાડી શકાશે. આવક જળવાય. સંતાનો સાથે મધુરતા જાળવી રાખવી. પરિવારમાં સ્નેહનું વાતાવરણ જળવાય. નોકર્ીના ક્ષેત્રે નોંધપાત્ર વધારો થાય.

કન્યાઃ
આત્મવિશ્વાસ સાથે કરેલા કાર્યમાં વધુ સફળતા મળે. નાણાંકીય રીતે બચતનું આયોજન કરવું. યાત્રા-મુસાફરી માટે લાભદાયક સમય છે. ભાગ્યનો સાથ મળતો જણાય. ધંધાકીય ક્ષેત્રે મહત્વની કામગીરી કરી શકો. માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.

તુલાઃ
કુટુંબીજનો સાથે વ્યર્થના મતભેદો ટાળવા. ધંધાકીય ક્ષેત્રે વિદ્વાન વ્યક્તિનો સહકાર મળી રહે. સંતાનો સાથે શાંતિથી કામ લેવું. લાંચ, રૂશ્વત લેવાથી દૂૂર રહેવું. અન્યથા પકડાઇ જવાશે. ભાગ્યનો સાથ મળશે.

વૃશ્ચિકઃ
જ્ઞાનતંતુ તથા સ્નાયુની બિમારી વધુ કષ્ટદાયક બનતી જણાય. પોતાના અહમનો ત્યાગ કરવાથી કાર્યમાં સફળતા મળે. સંતાનનો આત્મવિશ્વાસ વધતો જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પો ખીલવી શકશો.

ધનઃ
માનસિક પરેશાની માંથી મુત્સદ્દીપણાથી, મીઠાશથી રસ્તો કાઢી શકશો. આવકનું પ્રમાણ જળવાતું જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાશે. ધંધાકીય ક્ષેત્રે વણઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ આવી શકશે.

મકરઃ
જાહેર સામાજીક જીવનમાં રૂચિ વધે. પારિવારિક ચિંતામાંથી મુકિત મળતી જણાય. હરીફો ઉપર વિજય મેળવી શકાશે. આવક જળવાઇ રહેશે. દામ્પત્ય જીવનમાં સનેહનું વાતાવરણ જળવાય. હાડકાના રોગો, માથાનો દુઃખાવો રહે.

કુંભઃ
બપોર બાદ આત્મવિશ્વાસ અને મનોબળ ઘટતું જણાય. ભાઇ-બહેનની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. ખોટો ખર્ચ થતો જણાય. આર્થિક રોકાણો અંગે મહત્વના નિર્ણયો. યોગ્ય રીતે લઇ શકાય. શરદી-ખાંસીથી પરેશાની વધતી જણાય.

મીનઃ
શારિરીક માનસિક પરેશાનીઓ દૂર થાય. મકાન અને જમીનને લગતા કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકશો. પ્રતિસ્પર્ધિઓને પરાસ્ત કરી શકો. દામ્પત્ય જીવનમાં વિખાવાદ ટાળવો. આરોગ્ય સારૂં રહેશે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

આ પણ વાંચો :-

ડાયરામાં રિવાબા પર રૂપિયાનો વરસાદ, ૨૦૦૦ રૂપિયાની નોટ ઉડતા કીર્તિદાને ભક્તોને કરી ટકોર

0
Rain of rupees on Rivaba
  • Money Shower In Dayro : જામનગરમા યોજાયેલ લોક ડાયરામાં 2000ની ચલણી નોટો અને ડોલર પાઉન્ડનો થયો વરસાદ. કિર્તીદાનને કરી ટકોર બેંકમાં જમા કરો.

જામનગરમાં (Jamnagar) વીર મહારાણા પ્રતાપની (Veer Maharana Pratap) જન્મ જયંતી નિમિત્તે પૂર્વ ધારાસભ્ય હકુભા જાડેજા (Hakubha Jadeja) દ્વારા જામનગરમાં પદમ હોટલ ખાતે ભવ્ય લોકડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક ડાયરામાં લોક ગાયક કિર્તીદાન ગઢવી પર ડોલર, પાઉન્ડ અને ભારતીય ચલણી નોટોનો વરસાદ થયો હતો.

ડોલર અને ૨૦૦૦ની ચલણી નોટોનો વરસાદ ધારાસભ્ય કાંધલ જાડેજા અને બિલ્ડર મેરામણ પરમાર કરવામાં આવ્યો હતો. તો કાર્યક્રમમાં હાજર રહેલા જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા પર પણ રૂપિયાનો વરસાદ થયો હતો. જોકે, ડાયરામાં ૨૦૦૦0 રૂપિયાની નોટો આવતા કિર્તીદાન ગઢવીએ લોકોને ટકોર કરી હતી કે નોટોને બેંકમાં જમા કરાવો.

જામનગર અને દેવભૂમિ દ્વારકાના રાજપૂત સમાજ દ્વારા ૪૮૪મી મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. પદમ હોટલ ખાતે યોજાયેલ ભવ્ય લોક ડાયરામાં મોટી સંખ્યામાં જામનગરવાસીઓ ઉમટીયા હતા અને મહેમાનો પણ દૂર દૂરથી ડાયરામાં આવ્યા હતા.

ડાયરામાં લોકગાયકા કિંજલ દવે અને હાસ્ય કલાકાર માયાભાઈ આહીર પણ રમઝટ બોલાવી હતી. તો સાથે જ કીર્તિદાન ગઢવીના સૂરો પર ઢગલાબંધ રૂપિયાનો વરસાદ થયો હતો. તો લોકોએ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા, પૂર્વ રાજ્ય મંત્રી હકુભા જાડેજા, ધારાસભ્ય રીવાબા જાડેજા પર રૂપિયાનો વરસાદ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, કીર્તિદાન ગઢવીના કાર્યક્રમમાં રૂપિયાનો વરસાદ થવો કોઈ નવી વાત નથી. ડાયરામાં આરબીઆઈ દ્વારા ચલણમાં બંધ કરાયેલી ૨૦૦૦ રૂપિયાની નોટ પણ ઉછાળવામાં આવી હતી. તેથી કીર્તિદાને કાર્યક્રમની વચ્ચે લોકોને ટકોર કરી હતી.

ડાયરામાં ઉછળી બંધ થયેલી ૨૦૦૦ રૂપિયાની નોટ  :

લોક ગાયક કિર્તીદાન ગઢવીએ ચાલુ ડાયરામાં કહ્યું હતું કે આ ચલણી ૨૦૦૦ની જે નોટ છે તે નોટો બેંકમાં જમા કરો ડાયરામાં ઉડાડો નહીં. કારણ કે ૨૦૦૦ની નોટ ચલણમાં બંધ થઈ છે.

આ પણ વાંચો :-

Alto K10 થી Tiago સુધી આ છે સૌથી સસ્તી 5 ઓટોમેટિક કાર, જાણો કિંમત

From Alto K10 to Tiago 

  • Affordable Automatic Cars : ભારતમાં ઓટોમેટિક કાર હવે વધુ લોકપ્રિય બની રહી છે. આ એટલા માટે છે કારણ કે ભારે ટ્રાફિકમાં પણ ઓટોમેટિક કાર ચલાવવી સરળ છે.

ભારતમાં ઓટોમેટિક કાર વધુને વધુ લોકપ્રિય બની રહી છે. આ એટલા માટે છે કારણ કે ભારે ટ્રાફિકમાં પણ ઓટોમેટિક કાર ચલાવવી સરળ છે. ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળી કારને ક્લચ પેડલ અથવા મેન્યુઅલ ગિયર શિફ્ટિંગની જરૂર નથી. આવો અમે તમને દેશની 5 સૌથી સસ્તી ઓટોમેટિક કાર વિશે જણાવીએ.

મારુતિ સુઝુકી અલ્ટો K10 :

મારુતિ સુઝુકી અલ્ટો K10 એ ભારતમાં સૌથી સસ્તી ઓટોમેટિક ટ્રાન્સમિશન (Automatic Cars) કાર છે. તેમાં 1.0-લિટર NA પેટ્રોલ એન્જિન છે. જે 65.7bhp અને 89Nm જનરેટ કરે છે. એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને AMT (AGS) સાથે જોડાયેલું છે. તેના ઓટોમેટિક વેરિઅન્ટની કિંમત રૂ. 5.59 લાખ (એક્સ-શોરૂમ) છે.

મારુતિ સુઝુકી એસ-પ્રેસો :

મારુતિ સુઝુકી S-Presso તેના મિકેનિકલ્સને Alto K10 સાથે શેર કરે છે. તે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને AMT (AGS) વિકલ્પ સાથે 1.0-લિટર NA પેટ્રોલ એન્જિન મેળવે છે. મારુતિ સુઝુકી એસ-પ્રેસોના ઓટોમેટિક વેરિઅન્ટની કિંમત રૂ. 5.76 લાખ (એક્સ-શોરૂમ) છે.

રેનો ક્વિડ :

Renault Kwid બે એન્જિન વિકલ્પો સાથે આવે છે – 800cc યુનિટ અને 1.0-લિટર યુનિટ. નાના એન્જિન સાથે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ ઉપલબ્ધ છે જ્યારે મોટા એન્જિનને AMT વિકલ્પ સાથે સજ્જ કરવામાં આવ્યું છે. Renault Kwidના ઓટોમેટિક વેરિઅન્ટની કિંમત રૂ. 6.12 લાખ (એક્સ-શોરૂમ) છે.

મારુતિ સુઝુકી વેગેનઆર :

મારુતિ સુઝુકી વેગનઆર એક સસ્તી કાર છે. તેમાં 2 એન્જિન વિકલ્પો છે – 1.0-લિટર યુનિટ અને 1.2-લિટર યુનિટ. કારમાં 5-સ્પીડ MT અને AMTનો વિકલ્પ મળે છે. મારુતિ સુઝુકી વેગનઆરના ઓટોમેટિક વેરિઅન્ટની કિંમત રૂ. 6.55 લાખ (એક્સ-શોરૂમ) છે.

ટાટા ટિયાગો :

Tata Tiago કંપની તરફથી આ સૌથી સસ્તી ઓફર છે. તેમાં 1.2-લિટર NA પેટ્રોલ એન્જિન છે. જે 84bhp અને 113Nmનો પાવર જનરેટ કરે છે. એન્જિન સાથે 5-સ્પીડ MT અને AMTનો વિકલ્પ છે. તેના ઓટોમેટિક વેરિઅન્ટની કિંમત રૂ. 6.92 લાખ (એક્સ-શોરૂમ) છે.

આ પણ વાંચો :-

સ્કૂટર બાદ હવે ટ્રકમાં મુસાફરી કરતા જોવા મળ્યા રાહુલ ગાંધી

0
After the scooter
  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો તાજેતરમાં સામે આવી રહ્યો છે જેમા તેઓ ટ્રકમાં મુસાફરી કરતા જોવા મળ્યા છે. જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં ઘણા બદલાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે.

ક્યારેક તે દિલ્હી યુનિવર્સિટીના (University of Delhi) વિદ્યાર્થીઓને મળી રહ્યા છે તો ક્યારેક સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનોને. હાલમાં ટ્રકમાં મુસાફરી કરતા જોવા મળ્યા તે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર રાહુલ (Rahul Gandhi) દિલ્હીથી શિમલા જવા રવાના થયા હતા. રસ્તામાં તેમણે અંબાલાથી ચંદીગઢ (Chandigarh) સુધી ટ્રકમાં મુસાફરી કરી હતી.

રાહુલ ગાંધીએ ટ્રકમાં કરી મુસાફરી :

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમની ભારત જોડો યાત્રાથી લોકોમાં ખૂબ જ સક્રિય છે. આ દિવસોમાં રાહુલના ઘણા વીડિયો સામે આવી રહ્યા છે જેમાં તે ક્યારેક કોલેજના વિદ્યાર્થીઓ સાથે જમતા જોવા મળે છે તો ક્યાંક તે ડિલિવરી બોય સાથે લંચ કરતા જોવા મળે છે. હવે રાહુલ ગાંધીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ ટ્રકમાં મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે.

રાહુલનો ટ્રકમાં મુસાફરી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો સોમવાર રાતનો છે. કોંગ્રેસના કાર્યકરોના જણાવ્યા અનુસાર રાહુલ અંબાલામાં ટ્રક ડ્રાઈવરોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ડ્રાઈવરોના પ્રશ્નો અને તેમની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ પણ કર્યો હતો. રાહુલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો :-